વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉજ્જવળ ભારત

ઉજ્જવળ ભારત વિશેની માહિતી

ભારત સરકારના ઉર્જા, કોલસા અને નૂતન તથા પુન:પ્રાપ્ય ઉર્જા મંત્રાલયોના સંયુક્ત શ્કાર્હતી ઉજ્જવળ ભારત યોજના તૈયાર કરાઈ છે. પ્રત્યેક ભારતવાસીને ઉજાસ આપતી આ યોજના સાચા અર્થમાં ભારતને ઉજ્જવળ બનાવશે. સાલ ૨૦૧૯ સુધીમાં આખા દેશમાં દરરોજ, ચોવીસે કલાક વીજળી પેદા કરવાનો આદર્શ હેતુ રખાયો છે.

મંત્રાલયોની ભૂમિકા:

ઉર્જા મંત્રાલયની જવાબદારીઓમાં સમગ્ર યોજનાનું આયોજન, નીતિ વિષયક બાબતો, વિવિધ પ્રોજેક્ટો માટે જરૂરી મૂડી રોકાણનું આયોજન ઉર્જા પ્રોજેક્ટો દ્વારા થનાર અમલનું નિરક્ષણ, જરૂરી માનવબળની આપૂર્તિ અને તેઓની તાલીમ તેમજ થર્મલ પાવર અને હાઈડ્રો પાવર પ્રોજેક્ટો દ્વારા વીજ ઉત્પાદન, વીજ પરિવહન અને વીજ વિતરણ અંગે ધારા-ધોરણો નક્કી કરવા વગેરેનો સમાવેશ કર્યો છે.
કોલસા મંત્રાલય દેશ અને લિગ્નાઇટના નવા ભંડારો ખોલી કાઢવા, ત્યાં ખનન કરીને જરૂરી ઉર્જા સ્ત્રોતો વીજળી પેદા કરતાં એકમોને પહોંચાડવા અંગેની નીતિઓ ઘડવાની જવાબદારી સંભાળશે.
નૂતન અને પુન:પ્રાપ્ય ઉર્જા મંત્રાલય આ પ્રોજેક્ટ માટે નોડલ એજન્સીનું કામ કરશે અને નવા પ્રકારના ઉર્જા સ્ત્રોતોના ઉત્પાદન તથા વિકાસ સંબંધી નિર્ણયો લેશે. દેશની વીજળીની માંગને પહોંચી વળવા માટે થર્મલવીજળી, જળવિદ્યુત ઉપરાંત નવા પ્રકારની સૌર ઉર્જા –પવન ઉર્જા વગેરેની પણ જરૂર પડશે.

લક્ષ્યાંકો:

  • ૨૦૨૦ની સાલ સુધીમાં ભારતનું કોલસાનું ઉત્પાદન બમણું કરીને વાર્ષિક એકસો કરોડ ટન કરવાનું છે.
  • ૨૦૨૨ની સાલ સુધીમાં વીજ ઉત્પાદન ક્ષમતા પાંચ ગણી કરીને એક લાખ પંચોતેર હજાર મૅગાવૉટ કરવાની છે.
  • ૨૦૨૦ની સાલસુધીમાં દેશની વીજ ઉત્પાદન ક્ષમતામાં ૫૦% વધારો કરવાનો છે.
  • હાલના વીજવપરાશમાં કાર્યક્ષમ ઉપકરણોના ઉપયોગથી ૧૦% વીજબચત કરવાની છે.

૨૦૧૬ના મે માસ સુધીમાં મેળવેલ સિદ્ધિઓ

  • વીજળીની માંગ અને પૂરવઠા વચ્ચેની ઘટ ૨૦૧૫-૧૬ના વર્ષમાં ઘટીને ૨.૧% થઈ.
  • ૨૦૧૪થી ૧૬સુધીમાં હાલની પદ્ધતિએ ઉત્પન્ન કરાતી વીજળીમાં ૪૬,૫૪૩ મૅગાવૉટનો વધારો થયો.
  • ૨૦૧૪-૧૬ના ગાળામાં વિજવાહક લાઈનો નાંખવાનું કામ રોજના ૬૯ કિલોમીટરના દરથી આગળ ધપ્યું.
  • ૨૦૧૫-૧૬ના વર્ષમાં એક લાખ કરોડ રૂપિયાના મૂલ્યના ઉદય બોન્ડ બહાર પાડવામાં આવ્યા.
સ્ત્રોત :
2.97727272727
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
Back to top