অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રામિણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી

ગ્રામિણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી

ઊર્જાનું સંવર્ધન

રાંધવુ

લિક્વીફાઇડ પેટ્રોલિયમ (એલપીજી) ગેસ અને તેનો ઉપયોગ  અને એલપીજી સિલિન્ડરની સમાપ્તિ તારીખ

ઘણાં લોકો એ બાબતથી અજાણ હોય છે કે એલપીજી સિલિન્ડરનું રિફિલિંગ અને ત્યાર બાદ તેના વિતરણ પહેલા તેનું સમયાંતરે કાનૂની પરીક્ષણ થવું જોઈએ. સિલિન્ડરમાં આવેલી ત્રણ પૈકી એક ઊભી પટ્ટી પર સાવચેતીની તારીખ લખેલી

તારીખ આલ્ફાન્યૂમેરીકલી એટલે કે અંગ્રેજી અક્ષર અને આંકડામાં લખેલી હોય છે જેમાં પ્રથમ અંગ્રેજી વર્ણમાળાનો એક અક્ષર - A, B, C, કે D અને ત્યાર બાદ બે અંકનો એક ક્રમાંક આપેલા હોય છે. મૂળાક્ષરો ત્રણ માસના સાયમગાળાને દર્શાવે છે - માર્ચમાં પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે - A, જૂનમાં પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે - B, વગેરે. ક્રમાંક સિલિન્ડરનું કાનૂની પરીક્ષણ કરવાના વર્ષને દર્શાવે છે.

જો ગ્રાહકોને એવો ખ્યાલ આવે કે કાનૂની પરીક્ષણ કરવા પાત્ર સિલિન્ડરોનું વિતરણ કરાયું છે તો તેઓ ફૂડ એન્ડ સિવિલ સપ્લાઈઝ વિભાગના સંબંધિત અધિકારીને જાણ કરી શકે છે. અથવાતો ચીફ કંટ્રોલર ઑફ એક્સપ્લૉઝીવસ કે પેટ્રોલીયમ એન્ડ એક્સપ્લૉઝીવસ સેફટી ઓર્ગેનાઈઝેશનનો સંપર્ક કરી શકે છે

સ્રોત :

ઊર્જા ઉત્પાદન

બાયો ઊર્જા

બાયોગેસ પ્લાન્ટમાં થતો રસોડાના કચરાનો ઉપયોગ

બીએઆરસી સંકુલમાં ત્યાંના રસોડાઓમાં થતા કચરાનો પર્યાવરણને અનુકૂળ રહીને નિકાલ કરવા માટે ત્યાંની નર્સરીમાં રસોડાના કચરા પર આધારિત બાયોગેસ પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ પ્લાન્ટમાં કેન્ટીનના બધા જ પ્રકારના કચરા પર પ્રક્રિયા થઇ શકશે.

બાયોગેસ પ્લાન્ટમાં નીચેના ઘટકો આવેલા છે:

  • ઘન કચરાને કચરવા માટે એક મિક્સર પલ્પર

  • પ્રિમિકસ ટાંકીઓ

  • જેસ્ટર ટાંકી

  • પાણી ગરમ કરવા માટે સોલાર હીટર

  • મુખ્ય ડાયજેશન ટાંકી (35m3)

  • ખાતરના ખાડાઓ

  • પ્લાન્ટમાં તૈયાર થયેલો બાયોગેસ વાપરવા માટે ગેસના લેમ્પ

પ્રક્રિયા

શાકભાજીના ફેંકી દેવાના ભાગો, રાંધેલો કે ન રાંધેલો વાસી ખોરાક, ચા ની પત્તીઓ, બગડેલું દૂધ અને દૂધની બનાવટો આ બધા જ પ્રકારના રસોડાના કચરા પર આ પ્લાન્ટમાં પ્રક્રિયા કરી શકાય છે.

રસોડાનો કચરો એકઠો કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:

  • નાળીયેરના છોતરા, કાથી, ઈંડાના છોતરા, ડુંગળીના ફોતરા અને હાડકાં આ બધો કચરો એક અલગ ડબ્બામાં ભેગો કરવો. બાયોગેસ પ્લાન્ટમાં તેના પર પ્રક્રિયા નહિ કરી શકાય.

  • વાસી થઇ ગયેલો કે છાંડેલો રાંધેલો ખોરાક, બગડેલી દૂધની બનાવટો વગેરે જેવો ભીનો કચરો ભરવા માટે 5 લીટરની ક્ષમતા વાળા નાના ડબ્બાઓ રાખવા. શાકનો કચરો જેવોકે, શાકભાજીની છાલ, બગડેલા બટેટા, ટામેટા અને કોથમીરના પાંદડા વગેરે 5 કિલોની ક્ષમતાવાળી ગાર્બેજ બેગમાં ભરી શકાય. અહી એ નોંધવું જોઈએ કે બાયોગેસ પ્લાન્ટને સરળતાથી ચલાવવા માટે કચરાને આવી રીતે અલગ પાડવો ખૂબ જરૂરી છે.

બીએઆરસી ખાતે ના બાયોગેસ પ્લાન્ટમાં તેની પરંપરાગત ડીઝાઈનમાં બે મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે:

  • પ્રેડીજેસ્ટર ટાંકીમાં નાંખતા પહેલા કચરા પર પ્રક્રિયા કરવા માટે 5 HP મીક્સરનો ઉપયોગ. અહીં કચરાનું પાણી સાથે 1:1 ના પ્રમાણમાં મિશ્રણ કરવાથી તે ઓગળેલા સિમેન્ટ જેવો થઇ જાય છે.

  • કચરાના ઝડપી નિકાલ માટે થાર્મોફીલીક માયક્રોબ્ઝનો ઉપયોગ. ઊંચા તાપમાને થાર્મોફીલીક ખૂબ સારું કામ આપે છે. આ સૂક્ષ્મજંતુઓ વાતાવરણને ખૂબ ઊંચા તાપમાને રાખતા હોવાથી, ઘણો બગાડ અને રોગકારક જીવો આ આત્યંતિક પરિસ્થિતિમાં બચી શકતા નથી. આમ પરંપરાગત બાયોગેસ પ્લાન્ટના મિથેનના ઉત્પાદન પર આધાર રાખવાને બદલે રસોડાના કચરાના ઝેરી તત્વોનો નિકાલ કરવા માટે આ જંતુનો ઉપયોગ વધારે યોગ્ય રહેશે.

પ્રેડીજેસ્ટર ટાંકી માં ખૂબ ઊંચું તાપમાન જાળવવામાં આવે છે. થર્મોફાઇલ્સ નો વિકાસ કરવા માટે પ્રેડીજેસ્ટર ટાંકીમાં કચરાને ગરમ પાણી સાથે ભેળવવામાં આવે છે 55-60oC જેટલું તાપમાન જાળવવામાં આવે છે. ગરમ પાણી સોલાર હીટરથી પૂરું પડાય છે. ગરમ પાણીની જરૂરીયાત પૂરી કરવા માટે ફક્ત એક જ કલાકનો તડકો પ્રતિદિન જરૂરી છે.

ઘન કચરા આધારિત બાયોગેસ પ્લાન્ટને સરળ રીતે ચલાવવા માટે પ્લાન્ટમાં કંઈ પણ અટકાયત ન આવે તે જોવું જરૂરી છે. સૂક્ષ્મ જંતુઓ પચાવી ન શકે તેવો ઘટ્ટ બાયોમાસ અવારોધનું એક કારણ હોઈ શકે. ઘન કચરાને ઓગળેલા સિમેન્ટ જેવા સ્વરૂપમાં ફેરવી નાંખવો તે આનો એક તાર્કિક ઉપાય હોઈ શકે જેથી તેના પર માઈક્રોબાયલ ક્રિયા સરળતાથી થઇ શકે. આ માટે એક ઉચ્ચ ક્ષમતા વાળું મિક્સર જરૂરી બને.

પ્રેડીજેસ્ટર ટાંકીમાંથી બધો જ કદડો મુખ્ય ટાંકીમાં આવે છે જ્યાં તે મેથાનોકોકસ જૂથના આર્કાઈ બેકટેરિઆના સંઘ દ્વારા એનાએરોબીક ડીગ્રેડેશનમાં પ્રવેશે છે. આ બેકટેરિઆ પ્રાકૃતિક રીતે ઢોર ઢાંખરની અન્ન નળીમાં હોય છે. તેઓ સામાન્ય રીતે કદડામાં રહેલા વનસ્પતિના મૂળ દ્રવ્યોમાંથી મીથેન ઉત્પન્ન કરે છે.

પચાવી ન શકાયેલા લીગ્નોસેલ્યુલોસિક અને હેમીસેલ્યુલોસીક દ્રવ્યો ત્યાર બાદ સેટલીંગ ટાંકીમાં પસાર કરવામાં આવે છે. લગભગ એક મહિના પછી ઉચ્ચ ગુણવત્તા વાળું ખાતર સેટલીંગ ટાંકીમાં થી કાઢી શકાય છે. આ ખાતરમાં કોઈ જ દુર્ગંધ હોતી નથી. તેમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે અને તેનાથી માટીમાં રહેલા સેન્દ્રિય પદાર્થનાં રજકણની ગુણવત્તામાં પણ વધારો થાય છે અને આમ ફળદ્રુપતા પણ વધે છે.

મુખ્ય ટાંકીમાં ગેસ ઉત્પન્ન થવાની સાથે ટાંકીનો ગુંબજ ધીરે ધીરે ઉંચકાય છે. તે મહત્તમ 8 ફીટની ઊંચાઈ સુધી પહોંચે છે જેમાં 35 m3 ગેસ સમાયેલો હોય છે. આ ગેસમાં મીથેન (70-75%), કાર્બન ડાયોક્સાઈડ (10-15%) અને પાણીની વરાળ (5-10%) નું મિશ્રણ હોય છે. તે GI પાઈપ લાઈન વડે વીજળીના થાંભલા સુધી લઇ જવાય છે. પાણીની ઘટ્ટ વરાળ માટે નાલીઓ આપેલી હોય છે. આ ગેસની જ્યોત બ્લૂ કલરની હોય છે અને તેનો ઉપયોગ રાંધવા માટે પણ થઇ શકે છે.

આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થયેલા ગેસનો ઉપયોગ પ્લાન્ટની આસપાસ લગાવાયેલી લાઈટ ચાલુ કરવા માટે થાય છે. આ ગેસનો ઉપયોગ કેન્ટીનમાં થવાની સંભાવના છે. તેમાંથી નીકળતું ખાતર ઉચ્ચ ગુણવત્તા વાળું છે અને તે ખેતરોમાં વાપરી શકાય.

આ પ્લાન્ટની સફળતાનો આધાર યોગ્ય રીતે અલગ પડાયેલા રસોડાના કચરા પર છે. પ્લાન્ટની કાર્યક્ષમતાને અસર કરતા પદાર્થોમાં નાળીયેરના છોતરા, કાથી, ઈંડાના છોતરા, ડુંગળીના ફોતરા, હાડકાં અને પ્લાસ્ટીકના ટુકડાનો સમાવેશ થાય છે. કેન્ટીનના કચરાના ડબ્બામાંથી થાળી, ચમચી જેવા સ્ટીલના વાસણો પણ નીકળવાનો સંભવ છે. એક બાજુ હાડકાં, છોતરા અને વાસણો જેવી ચીજો મિક્સરની રચનાને બગડી શકે છે તો બીજી બાજુ ડુંગળીના ફોતરા, કાથી અને પ્લાસ્ટિક જેવી વસ્તુઓ પ્રેડીજેસ્ટર અને મુખ્ય ડાયજેશન ટાંકીઓમાં માઈક્રોબાયલ સંઘને અવળી અસર પહોંચાડી શકે જે પ્લાન્ટ માટે વિનાશક સાબિત થઇ શકે.

બાહ્ય લિંક :

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate