অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શાળાઓ

એકલવ્ય આદર્શ નિવાસી શાળા (EMRs)

આદિજાતિના બાળકોને કેન્દ્રીય વિધાલય અને જવાહર નવોદય ધોરણે આદિજાતિના વિધાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિધાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તે માટે ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધીનું વિના મૂલ્યે શિક્ષણ, રહેઠાણ, પુસ્તકો, ગણવેશ તેમજ ભોજન વગેરેની વિના મૂલ્યે સગવડો પૂરી પાડી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલો ચલાવવામાં આવે છે.

સુવિધાઓ

સોસાયટી દ્વારા આ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ પૂરું પાડવા માટે પૂરતી સંખ્યામાં શિક્ષકો, સ્ટાફ અને વિધાર્થીઓને સારું ભોજન પૂરુ પાડી સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ નિર્માણ કરીને તેમજ વિધાર્થીઓને સુખદ અને તંદુરસ્ત પર્યાવરણ ઉભુ કરી વિદ્યાર્થીઓના શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની વોકેશનલ તાલીમ, કલબ, એક્સપોઝર મુલાકાત, કોમ્પયુટર શિક્ષણ, વિવિધ રમત-ગમત જેવી પ્રવ્રુત્તિઓ કરાવવામાં આવે છે.

બાળકએ સમાજનું એક પાયાનું અભિન્ન અંગ છે, તથા તે સમાજનો મહત્વનો હિસ્સો છે. એક સુરક્ષિત, તંદુરસ્ત અને શિક્ષિત બાળક ભવિષ્યમાં સુદ્રઢ સમાજનું નિમણિ કરે છે. તે ધ્યાને લઈ બાળકોને વિવિધ અધિકારો આપવામાં આવેલ છે. પરંતુ, બાળકો આ અધિકારો મુક્ત રીતે ભોગવી શકે તે માટે અનેક અડચણો પણ ઊભી થતી હોઈ છે. આ સંદર્ભમાં બાળકના સર્વાગી વિકાસ માટે બાળ અધિકારના સંરક્ષણની જોગવાઈ કરવી પણ એટલી જ અગત્યની છે.

ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૨માં યુનાઈટેડ નેશન્સનાં બાળ અધિકારો બાબતના સમજૂતી કરાર સ્વીકારેલ છે જેના સંદર્ભે બાળ અધિકારોના રક્ષણ અર્થે ધી કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ એકટ-૨૦૦૫ સંસદે પસાર કરેલ છે અને મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા તા. ૨૦-૦૬-૨૦૦૬ના રોજ આ કાયદાને અનુમતિ આપવામાં આવેલ છે. આ કાયદાની કલમ ૧૭ મુજબ તા. ૨૮-૦૯-૨૦૧૨ના જાહેરનામાથી ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન અને સભ્યો આયોગના અધ્યક્ષશ્રીની તારીખ ૨૮-૦૯-૨૦૧૨ના જાહેરનામાથી અને તા. ૨૧-૦૨૨૦૧૩ના જાહેરનામાથી ૬ સભ્યોની નિમણુંક કરવામાં આવેલ છે. વર્ષ ર૦૧૩-૧૪ દરમિયાન આયોગના ચેરપર્સન અને સભ્યો નીચે મુજબ હતા.

  • પ્રો. રામેશ્વરી એમ.પંડ્યા (ચેરપર્સન)
  • ડૉ. નયનાબેન જે. રામાણી (સભ્ય)
  • સુ.શ્રી રસીલાબેન સોજીત્રા (સભ્ય)
  • સુ.શ્રી મધુબેન વિષ્ણુભાઈ સેનમા (સભ્ય)
  • સુ.શ્રી જીજ્ઞાબેન સંજયકુમાર પંડ્યા (સભ્ય)
  • સુ.શ્રી ભારતીબેન વીરસંગભાઈ તડવી (સભ્ય)
  • સુ.શ્રી હેમાક્ષીબેન મનોજભાઈ ચૌહાણ (સભ્ય)

ધી કમિશન્સ ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ એક્ટ-ર૦૦૫ની કલમ ર (બી) મુજબ બાળ અધિકારોમાં તારીખ ૨૦-૧૧-૧૯૮૯ના રોજ યુનાઈટેડ નેશન્સ કન્વેન્સન ઓફ ચાઈલ્ડ રાઈટ્સમાં સ્વીકારવામાં આવેલા અને ભારત સરકાર દ્વારા તારીખ ૧૧-૧૨-૧૯૯૨ના રોજ અનુમોદિત થયેલ બાળ અધિકારોનો સમાવેશ થાય છે.

પ્રવર્તમાન બાળ અધિકાર કાયદાઓ

  • બાળ અધિકાર સંરક્ષણ આયોગો અધિનિયમ-૨૦૦૫
  • બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯
  • બાળકોના જાતીય સતામણીના સંરક્ષણ અધિનિયમ-૨૦૧૨
  • વેઠપ્રથા (નાબુદી) અધિનિયમ-૧૯૭૬
  • બાળ કામદાર (નાબુદી અને નિયમન) અધિનિયમ-૧૯૮૬
  • કારખાના અધિનિયમ-૧૯૪૮
  • હિંદુ માઈનોરોટી એન્ડ ગાડીયન એકટ-૧૯પ૬
  • ગાડીયન એન્ડ વોર્ડસ એક્ટ-૧૮૯૦
  • અનૈતિક વ્યાપાર (દમન) અધિનિયમ-૧૯૫૬
  • શિશુના દૂધ અવેજી, દૂધની બોટલ અને બાળ ખોરાક (ઉત્પાદન, પુરવઠા અને વિતરણ નિયમન) અધિનિયમ-૧૯૯૨
  • કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ-૨૦૦૦
  • ગભવિસ્થાની તબીબી સમાપ્તિ અધિનિયમ-૧૯૭૧
  • ખાણ અધિનિયમ-૧૯૫૨
  • રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ-૨૦૧૩
  • બાળ લગન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬
  • ગર્ભધારણ પછી અને જન્મ પહેલા પરીક્ષણ ટેકનીકો (જાતિ પસંદગી ઉપર પ્રતિબંધ) અધિનિયમ-૧૯૯૪
  • યંગ પર્સન (હામફુલ પબ્લિકેશન) એક્ટ-૧૯૫૬
  • બાળ અધિકારનો ભંગ કે અતિક્રમણના કિસ્સાઓમાં તપાસ કરવી અને સંબંધિત સત્તાવાળાને કામગીરી કરવા ભલામણ કરવી.
  • કોઈપણ કાયદા દ્વારા અથવા તેની હેઠળ બાળકોને સુરક્ષાના અધિકારોના સંરક્ષણ અંગેની તમામ બાબતોની તપાસ અને સમીક્ષા કરવી અને તેના અસરકારક અમલીકરણ માટે પગલાં લેવા.
  • બાળકોના અધિકારો ભોગવવામાં બાધારૂપ હોય તેવા પરિબળો જેમ કે આતંકવાદ, કોમી, હિંસા, કુદરતી આપત્તિ, ઘરેલું હિંસા, એચ.આઈ.વી./એઈડસ, લોહીનો વેપાર, દુવ્યવહાર, ત્રાસ અને શોષણ, અશ્લીલતા, વેશ્યાગીરીમાં ધકેલવું વગેરે બાબતોમાં તપાસ કરવી અને યોગ્ય ઉપાયાત્મક, પગલાં લેવાની ભલામણ કરવી.
  • જ્યાં બાળ ગુન્હેગારોને સારવાર માટે, સુધારણા માટે કે રક્ષણ માટે રાખવામાં આવ્યા હોય તે બાળરક્ષણ ગૃહનું ઈન્સપેકશન કરવું અને ઉપાયાત્મક પગલાં માટેની બાબત સબંધિત સાથે હાથ ધરવી.
  • બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯ તથા બાળકોના જાતીય સતામણીના સંરક્ષણ અધિનિયમ-૨૦૧૨ હેઠળ મોનીટરીંગ અને તપાસની કામગીરી.
  • બાળ અધિકારોના ભંગની ફરીયાદો મળતા તપાસ કરવી અને પોતાનીએ મેળે નોંધ લઈ (Suo Motto) નીચેની બાબતો હાથ પર લેવી.
  1. બાળકોને અધિકારથી વંચિત રાખવા સબંધિત બાબતો.
  2. બાળ વિકાસ અને સુરક્ષાના કાયદાના બિન અમલીકરણને લગતી બાબતો.
  3. બાળકોની મુશ્કેલીઓ ઘટાડવી અને તેમના કલ્યાણને સુનિશ્ચિત કરવાના અને રાહત પૂરી પાડવા માટે ધારેલ નીતિ વિષયક નિર્ણયો, માગદર્શિકાઓ અથવા સૂચનાઓના પાલન ન થવા સબંધિત બાબતો.
  • બાળ હક્કો અંગેની હાલની નીતિઓ, કાર્યક્રમો અને બીજી પ્રવૃત્તિઓ તપાસી બાળકોના હિતમાં તેનું અસરકારક અમલીકરણ કરવા ભલામણ કરવી.
  • સમાજના જુદા જુદા વગોંમાં બાળ અધિકાર અંગેની સમજ કેળવાય અને જાણકારી વધે તે માટે પ્રકાશન પ્રચાર-પ્રસાર માધ્યમો, સેમિનાર તેમજ અન્ય ઉપલબ્ધ સવલતો મારફતે પ્રયત્નો કરવા.
  • સમયાંતરે રાજ્ય સરકારને બાળ અધિકાર સંરક્ષણ સંબધિતના કામકાજની અસરકારકતા અંગે અહેવાલ આપવો.
  • બાળ અધિકાર ક્ષેત્રે ખાસ અભ્યાસ કરવા અને કરાવવા.
  • આયોગને કેટલીક બાબતોમાં તપાસ કરતી વખતે દીવાની કાર્ય રીતિ કાયદો ૧૯૦૮ હેઠળ દાવાની કાર્યવાહી કરતી દીવાની અદાલતની તપાસ સત્તાઓ રહેશે અને ખાસ કરીને નીચેની બાબતોમાં એટલે કે :
  1. કોઈપણ વ્યક્તિ બોલાવવાની અને હાજર કરાવવી અને સોગંદ પર એને તપાસવી.
  2. કોઈ દસ્તાવેજોની શોધ અને તે રજૂ કરવા.
  3. કોઈ અદાલત કે કચેરીમાંથી જાહેર રેકર્ડ કે એની નકલ માંગવી.
  4. સોગંદનામા પર પુરાવા મેળવવા.
  5. સાક્ષીઓ કે દસ્તાવેજોની તપાસ માટે કાર્યાધિકાર બહાર પાડવા.
  6. કેસની અદાલતી કાર્યવાહીની હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટને કોઈકેસ મોકલવા આયોગને સત્તા રહેશે.

આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલી તપાસ પૂરી થયેથી આયોગ નીચેનામાંથી કોઈપણ પગલું લેશે, એટલે કે :

જયાં તપાસ, બાળ અધિકારનો ગંભીર પ્રકારનો ભંગ થયાનું અથવા તત્કાલીન અમલમાં હોય એવા કોઈ કાયદાની જોગવાઈઓનું ઉલ્લધન પ્રકટ કરે ત્યાં સંબંધિત વ્યક્તિ કે વ્યક્તિઓ સામે ફરીયાદ માંડવા અથવા આયોગને યોગ્ય લાગે એવી કાર્યવાહી કરવા તે સંબંધિત સરકાર અથવા સત્તાધિકારીને ભલામણ કરી શકે. ન્યાયાલયને જરૂરી લાગે એવી સૂચનાઓ હુકમો અથવા રીટ માટે સર્વોચ્ચ ન્યાયાલય કે ઉચ્ચ ન્યાયાલયનો સંપર્ક કરે. આયોગ આવશ્યક ગણે તે પ્રમાણે, ભોગ બનેલાને અથવા એના કુટુંબના સભ્યને આવી વચગાળાની રાહત આપવા માટે સંબંધિત સરકાર કે સત્તાધિકારીને ભલામણ કરે.

ગુજરાત સરકાર :ગુજરાત સરકાર દ્વારા આયોગને પગાર/ભથ્થા, પ્રવાસ તેમજ કચેરી ખર્ચ માટે વર્ષ ૨૦૧૩-૧૪ માટે રૂ. ૬૧.૦૦ લાખ ફાળવેલ હતાં. જે પૈકી રૂા. ૬૧.૦૦ લાખનો ખર્ચ થયેલ છે.

સર્વ શિક્ષા અભિયાન: બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ-૨૦૦૯ હેઠળ મોનીટરીંગના હેતુ માટે સવશિક્ષા અભિયાન દ્વારા રૂા. ૨૯.૨૭ લાખ અનુદાન ફાળવવામાં આવેલ હતું. આ ફંડ તા. ૦૩-૦૨-૨૦૧૪ના રોજ ફાળવવામાં આવેલ હતું. જે હેઠળનો ખર્ચ હવે પછીના વર્ષમાં કરવામાં આવશે.

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ : ૨૬ / ૨૭ .૦૩ ૨૦૧૪   National Seminaron "Children in Media: Issues & Perspectives” ના આયોજન માટે રૂ. ૩.૧૬ લાખ અનુદાન ફાળવવામાં આવેલ હતું. આ કાર્યક્રમના આયોજન માટે આ રકમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના  હવાલે મુકવામાં આવી હતી.

આયોગની બેઠકો

  • દ્વિતીય બેઠક :  ૨૬.૦૬.૨૦૦૯
  • ત્રીજી બેઠક :  ૦૨.૦૯.૨૦૧૩
  • ચોથી બેઠક :  ૩૦.૧૧.૨૦૧૩
  • પાંચમી બેઠક :  ૦૨.૦૨.૨૦૧૪
  • છઠ્ઠી બેઠક :  ૦૭.૦૨.૨૦૧૪

ચેરપર્સન દ્વારા સમગ્ર રાજય માટે આયોગની તમામ બાબતો માટે મોનીટરીંગ કરવામાં આવે છે. પરંતુ કામગીરીની સુગમતા ચેરપર્સન અને સભ્યો વચ્ચે નીચે મુજબની રાજ્યના જિલ્લાઓની વહેચણી કરવામાં આવેલ હતી. જેની વિગતો પત્રક-૧માં સામેલ છે.

વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન આયોગ દ્વારા ડાંગ જિલ્લાની મુલાકાત લેવામાં આવેલ હતી. ચેરપર્સનશ્રીના અધ્યક્ષ સ્થાને આયોગ દ્વારા રાજ્ય ડાંગ જિલ્લાની અને સંસ્થાઓની મુલાકાતો દરમિયાન જિલ્લા અધિકારીઓ સાથે બાળ અધિકાર સંરક્ષણની પરિસ્થિતિ સંદર્ભે ચર્ચાવિચારણા કરી સૂચનો કરેલ હતા. સંસ્થાઓની મુલાકાત લઈ તેની પ્રવૃત્તિઓની માહિતી મેળવી બાળકોની પરિસ્થિતિની જાણકારી મેળવી બાળકોના પ્રતિભાવો મેળવેલ હતાં. આયોગ દ્વારા લેવાયેલ જિલ્લા તથા સંસ્થાઓની મુલાકાતોની વિગતો પત્રક-રમાં દર્શાવેલ છે. આયોગના સભ્યો દ્વારા જિલ્લાઓ અને સંસ્થાઓની મુલાકાતો અહેવાલના સમયગાળા દરમિયાન આયોગના સભ્યશ્રીઓ દ્વારા રાજ્યની વિવિધ જિલ્લાઓ અને સંસ્થાઓની મુલાકાતો લેવામાં આવેલ હતી. જે દરમિયાન જિલ્લા અધિકારીઓ સાથે બાળ અધિકાર સંરક્ષણની પરિસ્થિતિ સંદર્ભે ચર્ચા વિચારણા કરી સૂચનો કરેલ હતા.  સંસ્થાઓની મુલાકાત લઈ તેની પ્રવૃત્તિઓની માહિતી મેળવેલ હતી. બાળકોની પરિસ્થિતિની જાણકારી મેળવી બાળકોના પ્રતિભાવો મેળવેલ હતાં. સભ્યશ્રીઓ દ્વારા લેવાયેલ જિલ્લા તથા સંસ્થાઓની મુલાકાતોની વિગતો પત્રક-૩માં દર્શાવેલ છે.

  • તારીખ ૩૧-૦૩-૨૦૧૪ના રોજ આયોગની મંજૂર થયેલ અને ભરાયેલ જગ્યાઓની વિગત દર્શાવતું પત્રક-૪માં રાખેલ છે.

૨૦૧૩-૧૪ના અહેવાલના સમયગાળા દરમિયાન આયોગને ૩૭ ફરિયાદો મળેલ હતી. જે પૈકીની ૧૪ ફરિયાદોનો નિકાલ થયેલ હતો.

તા. ૦૯/૧૦-૦૪-૨૦૧૩ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, શિક્ષણ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગુજરાત રાજય બાળ સંરક્ષણ સોસાયટી, આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન અને યુનિસેફ ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે  "Making Child Rights a Reality for Every Child in India” અંગે રાષ્ટ્રીય સેમિનાર અમદાવાદ ખાતે યોજવામાં આવેલ હતો. આ સેમિનાર માટે ૨૯૧ વ્યક્તિઓ નોંધાયેલ હતી. જેમાં મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમોના પ્રતિનિધીઓ, બાળ સંભાળ સંસ્થાઓના પ્રતિનિધિઓ, બાળ અધિકાર ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ, રીસર્સ સ્કોલર્સ, વિદ્યાર્થીઓ અને વિવિધ યુનિવર્સિટીઓના ફેકલ્ટી મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. સેમીનારમાં બાળકોને અપાયેલ અધિકારો અને તેના સંરક્ષણની જરૂરીયાત અને તે માટે જોગવાઈઓની વિશદ ચર્ચા વિચારણા થયેલ હતી.

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગુજરાત મહિલા આયોગ અને મહારાજા સયાજીરાવયુનિવર્સિટી, વડોદરાના ૨૬/૨૭. ૦૩/૨૦૧૪ ના રોજ  National Seminar on “Childern and Women in Media : Issues & Perspectives” યોજવામાં આવેલ હતો. જેમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સનશ્રી, જાણીતા પત્રકારો, ચાર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલરો તથા અન્ય વિષય નિષ્ણાતોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂં પાડેલ હતું. આ સેમિનારમાં બાળકો અને મહિલાઓને સંબંધિત મીડીયાની બાબતો અંગે વિશદ ચર્ચાવિચારણા થયેલ હતી. આ ઉપરાંત આ સેમિનાર દરમિયાન ૮૫ પેપર્સ રજૂ થયેલ હતા.

સકસેસ સ્ટોરી

  • પોરબંદર - લોહાણા બાલાશ્રમ સંસ્થામાં બાળકો ઉપર જાતિય દુષ્કત્વ થતાં હોવાની ફરિયાદ બાબતે આયોગના સભ્ય દ્વારા ડીસેમ્બર-૨૦૧૩ના માસમાં સ્થાનિક મુલાકાતો અને તંત્ર સાથેના ઘનિષ્ઠ પરામર્શ બાદ આ કેસમાં પોસ્કો એકટ લગાવવામાં આવેલ હતો અને બાળકોની ખાસ તબીબી તપાસ હાથ ધરાયેલ જેમાં ત્રણ બાળકોને એચ.આઈ.વી. પોઝીટીવ માલુમ પડેલ હતો.
  • આર.જે.એસ. હાઈસ્કુલ, ઢસા તા. ગઢડા જિ. ભાવનગરમાં બાળકોના હિતનું હનન થતું હોઈ અને તેઓની સલામતી જોખમાતી હોવાની ફરિયાદ બાબતે આયોગના સભ્ય દ્વારા ઓગષ્ટ-૨૦૧૩ના માસમાં શાળાની મુલાકાત લઈ તપાસ કરેલ હતી અને રૂબરૂ તપાસમાં આ ફરિયાદ ખોટી માલુમ પડેલ હતી અને આ શાળામાં મેનેજમેન્ટ અને આચાર્ય શિક્ષકો ગજગ્રાહ ચાલતો હોવાનું જણાયેલ હતું. તપાસ બાદ બાળકો તનાવમુક્ત થયેલ હતા.
  • ઓમપ્રકાશ વાલ્મીકિએ એમની ક્લાસિક આત્મકથાત્મક નવલકથા ‘જૂઠન’માં એમના શાળા જીવનના અનુભવની હ્રદયવિદારક વાત કરી હતી. નાનકડા ઓમપ્રકાશને પહેલા દિવસે જ સ્કુલમાં એવો અનુભવ થયો કે એની છાતીમાં જડાઈ ગયો. માસ્ટરે એને સ્કુલના કમ્પાઉન્ડના વૃક્ષની ડાળખીઓ તોડીને ઝાડુ બનાવવાનું કહ્યું. “अबे ओये चूहरे, उस पेड की टहनियां तोडकर झाडु बणा ले और पूरा मैदान साफ कर दे” એ વખતે તો ઓમપ્રકાશના બાપાએ સ્કુલમાં જઇને માસ્ટરને ખખડાવ્યો હતો અને એને કહેલું કે सिर्फ ये नहीं और भी चूहरे इस स्कुल में आएंगे और पढेंगे. तुम देखते रहेना. આજે સિત્તેર વર્ષ પછી પરિસ્થિતિ બદલાઈ નથી. ઉલ્ટાની અસમાનતા વધી છે. હવે ઝાડુ મારનાર કોઈ સ્કુલમાં જઇને એના સંચાલકને ખખડાવી શકે તેવી સ્થિતિમાં છે ખરો?
  • દલિત હક્ક રક્ષક મંચે ગુજરાત હાઇકોર્ટમાં આરટીઈ એક્ટના 25 ટકા ક્વોટાના અમલ માટે જાહેર હિતની અરજી કરી છે. માત્ર અમદાવાદ શહેરમાં 842 શાળાઓ ખાનગી છે. સરકારે એમાંથી માત્ર 382 શાળાઓને ક્વોટાના અમલ માટે અલગ તારવી છે. જે રીતે પોલિસ સ્ટેશનમાં માર નહીં ખાવાના આરોપીઓ પોલિસને પૈસા આપે છે એમ અહીં ક્વોટાની યાદીમાં દાખલ નહીં થવા માટે ખાનગી શાળાઓ સરકારને પૈસા ખવડાવે છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સીબીએસઈ અભ્યાસક્રમની અંગ્રેજી માધ્યમની રચના સ્કુલ છે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ સ્કુલમાં આરટીઈ એક્ટ અંતર્ગત 25 ટકા ક્વોટા હેઠળ વંચિત વર્ગોના એકવીસ વિદ્યાર્થીઓને પ્રવેશ માટેનો લેખિત આદેશ આપ્યો છે. છેક એપ્રિલમાં આ શાળાનું સત્ર શરૂ થઈ ગયું છે અને હાલ તો વેકેશન છે. ગરીબ વિદ્યાર્થીઓને તત્કાલિક પ્રવેશ આપવાના બદલે શાળાના ટ્રસ્ટીઓ વાલીઓના ઘરે જઈને મકાનોના ફોટા પાડી રહ્યાં છે, એવું પૂરવાર કરવા કે તેઓ બીપીએલ કેટેગરીમાં આવતા નથી. ચમનપુરામાં એક વાલીના ઘરે ગયા ફોટા પાડવા તો ટ્રસ્ટીઓ હેબતાઈ જ ગયા, કહે છે, ”અરે, આ તો મચ્છી કાપે છે. છી! છી! છી!”

દલિત હક્ક રક્ષક મંચે આરટીઈ એક્ટ-2009ના રીટ્રોસ્પેક્ટિવ અમલ માટે પીઆઈએલ કરી છે. મુદ્દો એવો છે કે કેન્દ્ર સરકારે 2009માં કાયદો ઘડ્યો, ગુજરાત સરકારે નિરાંતે ત્રણ વર્ષ પછી છેક 2012માં નિયમો ઘડ્યા અને હજુ એનો અમલ કરતા ચૂંક આવે છે એટલે કહે છે કે આ અમારો પાયલોટ પ્રોજેક્ટ છે. અમે કહીએ છીએ, 2009 પછી 2010માં જે બાળકોએ પહેલા ધોરણ પ્રવેશ લીધો હતો એ બધા અત્યારે ચોથા-પાંચમા ધોરણમાં છે. એમાં જે કોઈ બાળકો ગરીબ હોય તેમના આધાર-પુરાવા મેળવીને ફી માફીનો લાભ આપો. રૂ. 100 કરોડ જેવી મામુલી રકમ જોઇશે. ગુજરાતના ગરીબ બાળકોના શિક્ષણ માટે એ કંઈ ઝાઝી રકમ નહીં હોય.

ખરેખર તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિશાળો એરકન્ડિશન્ડ અને અંગ્રેજી માધ્યમની હોવી જોઇએ. બાળકને ઘરે જવાનું મન જ ના થાય. એને સરસ ક્વોલિટી એજ્યુકેશન મળે. દલિત હક્ક રક્ષક મંચે અમદાવાદ કોર્પોરેશનની સ્કુલોમાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવા ગયા વર્ષે મેયર અને શાસનાધિકારીને આવેદનપત્રો આપ્યા હતા.

ગઈ સાલ ગુજરતમાં આરટીઈ એક્ટ હેઠળ 25 ટકા ક્વોટાના અમલ માટે ગુજરાત સરકારે માત્ર રૂ. 11 કરોડ ફાળવ્યા હતા. ગુજરાતમાં 2 લાખ બાળકોને આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવા માટે માત્ર રૂ. 200 કરોડ જોઇએ. સર્વ શિક્ષા અભિયાન જેવી તદ્દન ફાલતુ યોજના પાછળ ગયા વર્ષે રૂ. 1300 કરોડ ગુજરાત સરકારે વેડફ્યા હતા, સર્વ શિક્ષા અભિયાન એટલે ભૂતિયા બાળકો, એકથી વધુ કેન્દ્રો સંભાળતા બાળમિત્રો. ભાજપના કાર્યકરોને પોષવા માટે સર્વ શિક્ષા અભિયાન ચાલે છે. એનાથી ગરીબ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતુ નથી.

મને કોકે પૂછ્યું કે 25 ટકા ક્વોટામાં પ્રવેશ માટે એસસી/એસટી માટે રૂ. બે લાખની અને ઓબીસી માટે રૂ. લાખની મર્યાદા કેમ? મેં કહ્યું લાખ રૂપિયા કમાવવામાં જેટલી મજુરી ઓબીસીને કરવી પડે એટલા જ રૂપિયા કમાવા માટે એસસી/એસટીને ડબલ મજૂરી કરવી પડે એવી ગણતરી સરકારે કરી હશે!

હું દલિતોના ગેઝેટેડ અધિકારીઓની સંસ્થા ”લક્ષ”માં ગયો. એમને કહ્યું, તમે બધા ચાલીઓમાંથી જ આવો છો. હવે તમારી પાસે ઇકોનોમિક પાવર છે, પરંતુ તમે માત્ર સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં જ રસ લો છો. દલિત યુવાનોને મામલતદાર, અધિકારી બનાવવા માંગો છો. આ બાબત ખોટી નથી, પરંતુ, આ તો દૂધ ઉકાળીને મલાઈ તારવવાની વાત છે. હું ગુણવત્તાયુક્ત દૂધ માટે એટલે કે, પહેલા ધોરણથી આરટીઈ માટે લડું છું.  તમારૂ લક્ષ દલિત સમાજના ગરીબો માટે હોવું જોઇએ.

2001ના સેન્શન પ્રમાણે ગુજરાતમાં અનુસુચિત જાતિઓની વસ્તી 40 લાખ હતી. એટલે કે, 8 લાખ પરિવાર. તેમાં 12 હજાર પરિવારો પાસે મોટર કાર હતી, સવા લાખ પરિવારો પાસે દ્વિચક્રી વાહનો હતા, બાકીના અંદાજે સાડા છ લાખ પરિવારો પાસે સાઈકલ હતી. દસ વર્ષમાં ગુજરાત બહુ જ વાઈબ્રન્ટ બન્યું. બહુ જ વાઇબ્રન્ટ બન્યું. ગુજરાત ભારતનું કેલિફોર્નિયા બની ગયું. હવે 2011માં વીસ હજાર પરિવારો પાસે મોટરકાર, 2 લાખ પરિવારો પાસે સ્કૂટર, બાઈક હશે. વસ્તી પણ વધીને પીસ્તાલીસ લાખ થઈ. નવ લાખ  પરિવારો થયા. હજુ સાડા છ લાખ પરિવારો પાસે સાઈકલ છે. આ પરિવારોને જરૂર છે આરટીઈ એક્ટની. પરંતુ, અફસોસ. દલિત સમાજના સાધન સપંન્ન લોકો, જેઓ પોતાના બાળકોને ઉંચી ફી ભરીને હાઈ ફાઈ શાળાઓમાં ભણાવી શકે છે તેમને ગરીબ બાળકો માટે આરટીઈનો અમલ કરાવવામાં લગીરે રસ નથી.

ગુજરાત સરકાર આરટીઈ એક્ટ હેઠળ ગરીબ બાળકો માટેના 25 ટકા ક્વોટા પાછળ નાણા ફાલવવા માંગતી નથી ગરીબોના બાળકોના શિક્ષણ પાછળ પૈસા વપરાશે, તો રીવરફ્રન્ટ પર ગરબા ગાવાના, પતંગ ઉડાવવાના, રણોત્સવ યોજવાના પૈસા ક્યાંથી લાવીશું?

ગુજરાતના ગરીબ બાળકોના પ્રાથિમિક શિક્ષણ માટે પાછલા દસ વર્ષમાં કશું જ થયુ નથી. અને હવે દેશમાં પણ કશું થવાનું નથી. દેશના વડાપ્રધાન દુનિયાના દેશોમા જઇને તંબૂરો વગાડતા રહેશે.

દેશમાં નિરક્ષરતાનું આભ ફાટ્યું છે, આરટીઈ એક્ટ તો માત્ર થીંગડું છે.

વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો” એવી કહેવત હતી. હવે એવું કહેવાની જરૂર છે કે, “કોંગ્રેસ, મરો, ભાજપ મરો, પણ અમારા બાળકના શિક્ષણનું કાંક કરો.”

ભ્રષ્ટાચાર કરતા પણ વધારે મહત્વનો મુદ્દો શિક્ષણનો છે, અદાણી, અંબાણી, ટાટા, બિરલાને કહીએ, તમારે જેટલો ભ્રષ્ટાચાર કરવો હોય તેટલો કરો, પણ અમારા બાળકોના શિક્ષણનું કાંક કરો.

જયપ્રકાશ નારાયણના એજન્ડામાં પણ શિક્ષણનો મુદ્દો નહોતો. આજે કોઈ રાજકીય પક્ષના એજન્ડામાં શિક્ષણનો મુદ્દો અગ્રસ્થાને નથી. પરંતુ આપણે કે. જી.થી પી. જી. સુધી મફત શિક્ષણ માટે શેરીઓમાં યુદ્ધ કરવું પડશે. ત્રિશુલ-દિક્ષાની નહી, કલમ-દિક્ષાની જરૂર છે.

  • સર્વ શિક્ષા અભિયાન (એસએસએ) ગુજરાતનું વર્ષ 2012-13નું બજેટ રૂ. 39 અબજ (રીપીટ 39 અબજ) છે. તેમાં કેન્દ્રનો ફાળો 65 ટકા છે અને દર વર્ષે અબજો રૂપિયાનો વધારો થતો જાય છે. દલિત-આદિવાસી-વંચિત સમુદાયોના ડ્રોપ આઉટ બાળકોને ફરી શાળાના શિક્ષણમાં જોતરવાની આ એક અત્યંત ઉમદા યોજના છે. કોઈ બાળક આઠ વર્ષની ઉંમરે ત્રીજા ધોરણમાંથી ડ્રોપ આઉટ થયું હોય અને બે વર્ષ શાળાની બહાર રહ્યું હોય તો દસ વર્ષે તેને સીધું પાંચમા ધોરણમાં દાખલ કરી શકાય અને તે માટે તેને એસએસએ હેઠળ ખાસ તાલીમ આપવામાં આવે છે. બાલમિત્ર ડ્રોપ આઉટ બાળકોને એકઠા કરીને ત્રણ મહિનાના કે એક વર્ષના ખાસ તાલીમ કેન્દ્રમાં ભણાવે છે અને પછી તેમને તેમની ઉંમર અને આવડત પ્રમાણે જે તે વર્ગમાં દાખલ કરવામાં આવે છે.

આવી યોજના ગુજરાતમાં સરસ રીતે ચાલે તો ભગવા ભુવાઓનો ધરમ લાજે. એસએસએની જ વેબસાઇટ પર આપેલ સત્તાવાર આંકડાઓનો અભ્યાસ કરતા જાણવા મકેન્દ્રો ળ્યું કે અમદાવાદના ચાલીસ વોર્ડોમાં ચાલતા 547 ખાસ તાલીમ કેન્દ્રો પૈકીના 206 કેન્દ્રો કાગળ પર જ ચાલે છે. આમાંના એકપણ કેન્દ્રમાં કોઈ વિદ્યાર્થી જ નથી. અમદાવાદમાં બાલમિત્રોની ફોજમાં મોટાભાગની બહેનો ભારતીય જનતા પક્ષની ઓશીંગણ છે. કેટલીક બહેનો સાથે વાત કરી. "બહેન તમારા કેન્દ્રમાં કેટલા બાળકો છે?" જવાબ મળ્યો, "વીસ-પચીસ હોય." "હોય નહીં, બહેન કેટલા છે તે કહો." શાકભાજીની લારીવાળો એના ટોપલામાં કેટલા રીંગણા હશે એના વિષે કોન્ફિડન્સથી બોલે છે. આ બહેનોને એમના પોતાના કેન્દ્રમાં કેટલા બાળકો છે તેની ખબર હોતી નથી. ક્યાંક દેરાણી કેન્દ્ર ચલાવે છે, પરંતુ તેનો મોબાઇલ તેની જેઠાણી પાસે છે. અને દેરાણી ક્યાં છે એના વિષે પૂછ્યું તો કહે છે, મીટિંગમાં છે.

બાલમિત્રની નિમણૂંક માટે કોઈ નિશ્ચિત, ગુણવત્તા આધારિત પ્રક્રિયા નથી. નકરી લાગવગથી, ઓળખાણથી એડહોક ધોરણે બાલમિત્રની નિમણૂંક થાય છે. વાડજની શાળા નંબર-3,4માં અમે ગયા. ક્લસ્ટર રીસોર્સ સેન્ટરમાં બેઠેલી કીર્તિ બહેનના તેવર જોવા જેવા હતા. તે કહેતી હતી, "જલ્દી બોલો, મારી પાસે ટાઇમ નથી. આવા સંસ્થાવાળા તો કેટલાય આવે." ફલાણી બાલમિત્ર એકથી વધારે કેન્દ્રો કેમ ચલાવે છે, એવું પૂછતા તેણે નાક ચડાવીને કહ્યું, તમારે જાણીને શું કામ છે. અમે તમને આવી રીતે માહિતી ના આપીએ. સરકારનો પરિપત્ર લઇને આવો. કેવા વાહિયાત માણસો આ રાજ્યમાં દલિતો-આદિવાસીઓના રહેનુમા બનીને બેઠા છે. દલિતો-આદિવાસીઓના બહેરા-બોબડા રાજકીય પ્રતિનિધિઓને ખરેખર હવે વીજળીના કરંટ આપવાની જરૂર છે.

દલિત હક રક્ષક મંચે પહેલી મે, 2013એ ગાંધીનગરની સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરીને પત્ર પાઠવ્યો અને ઉપરોક્ત આંકડાઓ-તથ્યોથી વાકેફ કર્યા. અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસારે "અમદાવાદી સરકારી શાળાઓમાં 27,000 ભૂતિયા વિદ્યાર્થીઓ છે," એવું નિવેદન કરેલું એનો રીપોર્ટ પણ જાહેર કરવા મંચે માગણી કરી. પરિણામે, દસમી મેએ કચેરીએ અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને પત્ર પાઠવીને સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી. (જુઓ ઇન્ડીયન એક્સપ્રેસમાં છપાયેલો રીપોર્ટ). આજે મંચે આરટીઆઈ કરીને ગાંધીનગરની કચેરી પાસે શાસનાધિકારીનો અહેવાલ આપવા માગણી કરી છે.

આવી અબજો રૂપિયાની યોજનાના નાણા યોગ્ય રીતે વપરાય છે કે નહીં તે કોણ જોશે? કહેવાતા મનુવાદીઓને ગાળો બોલીને બેસી જઇશું? આપણા હાથમાં સત્તા નહીં આવે ત્યાં સુધી કશું થઈ શકે તેમ નથી, એવું કહીને આપણી નિષ્ક્રિયતાને શબ્દોના વાઘા પહેરાવતા રહીશું?

માળખાકીય સુવિધાઓ

શૈક્ષણિક વ્યવસ્થામાં અદ્યતન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ શાળાઓને બાયો-મેટ્રિક હાજરી પુરવાની વ્યવસ્થા, ૨૪કલાક અને સપ્તાહનીસાતે દિવસ (24X7) ઈન્ટરનેટ સુવિધાઓ સાથેનો કોમ્પ્યુટર પ્રયોગશાળા, પુસ્તકાલય, વિજ્ઞાનની પ્રયોગશાળા, રમતતગમતનું મેદાન, છાત્રાલય રસોડું વગેરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

શૈક્ષણિક સુવિધાઓ

આ શાળાઓ રાષ્ટ્રીય તેમજ ગુજરાત રાજ્યના શૈક્ષણિક-સંશોધન તાલીમ સંસ્થાના માળખાને અનુસરે છે. (GCERT અને NCERT). અભ્યાસનું માધ્યમ અંગ્રેજી અથવા ગુજરાતી હોય છે. શીખવા-શીખવવાની પ્રક્રિયામાં પ્રૌદ્યોગિકીનો વિનિયોગ કરીને ભણવાનુ રસપ્રદ બનાવાય છે. આ બાળકોમાં નાનપણથી જ વૈજ્ઞાનિક માનસ કેળવાય તે હેતુથી "તમારી જતન પ્રયોગ કરો" (DIT) પ્રકારની વ્યક્તિગત સામગ્રીનો ઉપયોગ કરાય છે જેથી તેઓ જાતે જ વિજ્ઞાનના પ્રયોગો કરતા કરતાં વિભાવનાઓનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.

આવાસ-વ્યવસ્થા

એકલાથી ભાવનાને પ્રસ્તુત કરવા માટે સ્પર્ધાત્મક ભાવ કેળવવા માટે, વાજબી વર્તાવ સહકારના સદ્દગુણો સમજવા માટે, પોતે એક જ શાળા/સંસ્થા સમુદાયનાં સભ્યો છે તેવી સમર્પિતતાનો ભાવ માનવા ઉતારવા માટે તેમજ તેમનામાં નેતૃત્વના ગુણોનું સિંચન કરવા માટે શાળા વિશિષ્ટ આવાસ વ્યવસ્થાનું અનુકરણ કરે છે. દરેક વિદ્યાર્થીઓના કેટલાંક આંતરિક જૂથ બનાવવામાં આવ્યા છે. જેને અંદરોઅંદર જ રમતગમતની સાંસ્કૃતિક કાર્યક્રમોની, વિદ્યાકીય ઉપલબ્ધીની સ્પર્ધાઓ યોજે છે અને સત્રને અંતે શ્રેષ્ઠ જૂથને 'શ્રેષ્ઠ જૂથ પારિતોષિક' આપવામાં આવે છે.

ક્લબ

આદિવાસી બાળકોમાં રહેલી કુદરતી ક્ષમતા ને તેમનામાં છૂપાઈ રહેલી શક્તિઓને બહાર લાવવાના ઉદ્દેશથી વિજ્ઞાન, માહિતી-પ્રૌદ્યોગિકી, બાગબાની, નર્સરી, નૃત્ય, નાટિકા, ગીત-સંગીત, ફોટોગ્રાફી, મેંહદી, રંગોળી, પ્રાકૃતિકજ્ઞાન અને સમાજ કાર્યને લગતી વિવિધ ક્લબો રાખવામાં આવી છે.

શૈક્ષણિક પ્રવાસ

આ બાળકોને બહારના વિશ્વ સાથે સંપર્ક જોડી આપવા માટે શૈક્ષણિક પ્રવાસતેમજ પર્યટનનું નિયમિત રૂપે આયોજન કરાય છે.

રમતગમત

આદિજાતીના બાળકોની માનસિક અને શારીરિક ક્ષમતા કેળવવા માટે નિયમિત રમતગમત તથા યોગના વર્ગો ચલાવાય છે. એકલવ્ય આદર્શ નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓની સ્પર્ધાઓ અન્ય સ્થાનિક/જિલ્લા/રાજ્ય કક્ષાએ બહારની શાળાઓ સાથે યોજાય છે અને તેઓ રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ પણ સારો દેખાવ કરતી જોવા મળ્યા છે. રાજ્યના ખેલ મહાકુંભમાં ઘણી સ્પર્ધાઓમાં આ આદિવાસી બાળકોએ ભાગ લીધો છે.

ભારત સરકાર ના બાંધારણ ના ૨૭૫(૧) હેઠળ મંજુર થયેલ શાળાના વિદ્યાર્થીઓની વિગત

ક્ર.

શાળાનું નામ

શાળાનું સરનામું

તાલુકો

વિદ્યાર્થીઓની સંખ્યા

વિદ્યાર્થીનીઓ

વિદ્યાર્થીઓ

કુલ

ઈ.એમ.આર.એસ-શામળાજી

મુ. શામળાજી (શામળપુર), દાળ મિલની બાજુમા, ભિલોડા રોડ, તા: ભિલોડા, જિ: અરવલ્લી

ભિલોડા

૧૯૫

૨૧૬

૪૧૧

ઈ.એમ.આર.એસ-શામળાજી-૨

મુ. શામળાજી (શામળપુર), દાળ મિલની બાજુમા, ભિલોડા રોડ, તા: ભિલોડા, જિ: અરવલ્લી

ભિલોડા

૧૧૨

૧૨૭

૨૩૯

ઈ.એમ.આર.એસ- અંબાજી

હિન્દુસ્તાન ફોર્ચ્યુન એન્જીનીયરીંગ કંપનીના બાજુમાં, મુ. જેતવાસ, પો. અંબાજી, તા: દાંતા, જિ: બનાસકાંઠા

દાંતા

૨૮૯

૨૩૯

૫૨૮

ઈ.એમ.આર.એસ-જગાણા

અમદાવાદ પાલનપુર હાઇવે, મુ. પો. જગાણ, તા: પાલનપુર, જિ: બનાસકાંઠા

પાલનપુર

૮૦

૧૮૬

૨૬૬

ઈ.એમ.આર.એસ- પુનિયાવાંટ

મુ. વસેડી, તા તથા જિ: છોટા ઉદેપુર

છોટા ઉદેપુર

૭૮

૧૦૨

૧૮૦

ઈ.એમ.આર.એસ-ખેરેડી

જવાહર નવોદય વિદ્યાલય પાછળ, મેગા જી.આઇ.ડી.સી, ખરેડી, તા તથા જિ: દાહોદ

દાહોદ

૧૯૫

૨૧૦

૪૦૫

ઈ.એમ.આર.એસ-લુખડીયા

ધાનપુર રોડ, પલ્લી, લીમખેડા, જિ: દાહોદ

લીમખેડા

૧૩૨

૧૫૭

૨૮૯

ઈ.એમ.આર.એસ-સાપુતારા

હીલ ટોપ હોટેલના સામે, બી.આર.સી ભવનના બાજુમાં, સનરાઇઝ પોઇન્ટ રોડ, સાપુતારા, તા: આહવા, જિ: ડાંગ

આહવા

૧૩૨

૧૩૪

૨૬૬

ઈ.એમ.આર.એસ-આહવા

મીશન કમ્પાઉન્ડ, આઇ.ટી.આઇ ના પાછળ, આહવા, જિ: ડાંગ

આહવા

૧૮૭

૧૯૦

૩૭૭

૧૦

ઈ.એમ.આર.એસ- કડાણા

જી.ઈ.બી ગેસ્ટ હાઉસ, દિવડા કોલોની, તા: કડાણા, જિ: મહિસાગર

કડાણા

૮૮

૯૨

૧૮૦

૧૧

ઈ.એમ.આર.એસ-નાંદોદ, ગોરા (કોલોની)

ઈ.એમ.આર.એસ-નાંદોદ, મુ. ગોરા (કોલોની), જિ: નર્મદા

નાંદોદ

૧૮૦

૧૮૪

૩૬૪

૧૨

ઈ.એમ.આર.એસ-તિલકવાડા

મુ. ગનસિંદા, તા: પો. તિલકવાડા, જિ: નર્મદા

તિલકવાડા

૨૭૨

૨૦૯

૪૮૧

૧૩

ઈ.એમ.આર.એસ-બારતાડ (ખાનપુર)

મુ. બારતાડ (ખાનપુર), તા: વાંસદા, જિ: નવસારી.

વાંસદા

૨૪૪

૧૬૦

૪૦૪

૧૪

ઈ.એમ.આર.એસ-વેજલપુર

જી.ઈ.બી સબ-સ્ટેશનના બાજુમાં, વેજલપુર, તા: કલોલ, જિ: પંચમહાલ.

કલોલ

૧૬૯

૧૮૯

૩૫૮

૧૫

ઈ.એમ.આર.એસ-મોતા બારડોલી

જી.ઈ.બી ના બાજુમાં,મુ. મોતા, તા: બારડોલી, જિ: સુરત.

બારડોલી

૨૭૮

૨૦૨

૪૮૦

૧૬

ઈ.એમ.આર.એસ-ઈન્દુ, વ્યારા

૫૦૦ ક્વાર્ટસ, એસ.આર.પી. પરેડ ગ્રાઉન્ડ, ઉકાઇ ડેમ, તા: સોનગઢ, જિ: તાપી.

સોનગઢ

૧૫૫

૧૩૮

૨૯૩

૧૭

ઈ.એમ.આર.એસ-ઉકાઇ

૫૦૦ ક્વાર્ટસ, એસ.આર.પી. પરેડ ગ્રાઉન્ડ, ઉકાઇ ડેમ, તા: સોનગઢ, જિ: તાપી.

સોનગઢ

૮૫

૮૯

૧૭૪

૧૮

ઈ.એમ.આર.એસ-નિઝર, ખોડદા.

મુ. ખોડદા, તા: નિઝર, જિ: તાપી.

નિઝર

૨૩૯

૨૩૦

૪૬૯

૧૯

ઈ.એમ.આર.એસ-વાઘોડીયા-૨

શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ, જી.આઇ.ડી.સી ના બાજુમાં, તા: વાઘોડીયા, જિ: વડોદરા.

વાઘોડીયા

૧૦૪

૧૪૯

૨૫૩

૨૦

ઈ.એમ.આર.એસ-ધરમપુર

ઓઝરપાડા, વોટર ક્લીનલીનેસ સેન્ટર, બારોલિયા રોડ, તા: ધરમપુર, જિ: વલસાડ.

ધરમપુર

૧૬૦

૧૪૦

૩૦૦

૨૧

ઈ.એમ.આર.એસ-કપરાડા

કાજુફળીયા, વાપી-નાસિક રોડ, મુ. કપરાડા, જિ: વલસાડ.

કપરાડા

૧૪૯

૧૬૭

૩૧૬

૨૨

ઈ.એમ.આર.એસ-પારડી

અતુલ વિદ્યામંદિર ઈ.એમ.આર.એસ, વલ્લભ આશ્રમ શાળાના સામે, એડવાન્સ કુલીંગ ટાવરના પાછળ, જી.આઇ.ડી.સી, મુ. પો. પારડી, જિ: વલસાડ.

પારડી

૧૪૨

૧૫૯

૩૦૧

કુલ

૩૬૬૫

૩૬૬૯

૭૩૩૪


બાળકમાં તંદુરસ્ત માનવસંબંધો સ્થાપવા અને આદર્શ નાગરિકત્વના ઘડતર માટે વર્ગવ્યવહાર ખૂબ જરૂરી છે. વર્ગશિક્ષણની પ્રક્રિયા એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. એક બાજુ શિક્ષક અને બીજી બાજુ વિદ્યાર્થી હોય છે. બંને વચ્ચે ૩૫થી ૪૦ મિનિટના સમયગાળા દરમિયાન શાબ્દિક-અશાબ્દિક વ્યવહારો જન્મતા હોય છે. વર્ગની આ બધી ઘટનાઓમાંથી વર્ગખંડનું હવામાન Classroom Climate બંધાય છે. જીવન અને શિક્ષણની સાચી સમજ શિક્ષક વર્ગખંડના વ્યવહારથી વિદ્યાર્થીઓને આપે છે. અસરકારક પ્રત્યાયન તથા મુક્ત પર્યાવરણમાં અધ્યયન અનુભવો પૂરા પાડવાથી વર્ગવ્યવહાર અસરકારક બને છે.

સંકલ્પના :

  • શિક્ષણ પ્રક્રિયાનો નાનો અંશ કે ભાગ તે વર્ગવ્યવહાર. (શિક્ષણ વ્યવહાર)
  • વર્ગવ્યવહાર એટલે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વર્ગખંડમાં થતો શાબ્દિક, અશાબ્દિક વ્યવહાર
  • વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતી આદાનપ્રદાનની પ્રક્રિયાઓ એટલે વર્ગવ્યવહાર. (શિક્ષણ વ્યવહાર)

આમ, કોઈપણ સ્થળે વિદ્યાર્થીઓના ચોક્કસ જૂથને કોઈ એક વિષય શીખવતી વખતે શિક્ષક-વિદ્યાર્થીઓ વચ્ચે થતી વિચાર અને વર્તનની આદાનપ્રદાનની ક્રિયા એટલે વર્ગવ્યવહાર. (શિક્ષણ વ્યવહાર)

પાત્ર સીધું, સાજું અને મોટું પણ હોય તોપણ જો એ કટાયેલું ગંદું એર્ડ હોય તો એમાં દૂધ સમાય તો ખરું પણ થોડી જ વારમાં બગડી જાય, અને પીવા જેવું ન રહે.

આ રૂપક વિદ્યાર્થીની બુદ્ધિને લાગુ પાડવાની જરૂર છે. આપણા વિદ્યાર્થીઓની બુદ્ધિનું પાત્ર પ્રથમ તો ઊંધું હોય છે. તેમાં જ્ઞાનરૂપી દૂધ જતું જ નથી. એને જ કહેવાય કે સમજ પડતી નથી. આપણે એમને ખૂબ ભણાવીએ છીએ તે ખૂબ વાંચે છે, લખે છે પણ બધું ઊંધા પાત્ર પર દૂધ રેડવા બરાબર છે. સમય, પૈસા, શક્તિ બધું ખર્ચવા છતાં વિદ્યાર્થીઓ, જ્ઞાનની બાબતમાં ત્યાંના ત્યાં જ રહે છે. કેટલાક વિદ્યાર્થીઓનું બુદ્ધિપાત્ર કદાચ સીધું હોય છે. તેમને શિક્ષક જ્યારે સમજાવે છે ત્યારે સમજાય છે પરંતુ પછી બધું વહી જાય છે. ‘એક કાનમાંથી અંદર જાયને બીજા કાનમાંથી બહાર નીકળી જાય’ આને જ કહેવાય કે તેની જ્ઞાન ધારણ કરી રાખવાની શક્તિ નથી. કેટલાક વિદ્યાર્થીઓમાં ધારણાશક્તિ હોય છે, પણ તેમનું બુદ્ધિનું પાત્ર બહુ નાનું હોય છે. એટલે તેમાં થોડુંક જ્ઞાન સમાય છે. થોડુંક વધુ થતાં તે બધું ઉપરથી પસાર થઈ જાય છે.

મિશિગન સ્ટેટ યુનિ.ના પ્રોફેસર નેડ ફલેન્ડર્સે શિક્ષણ માટેના વર્ગવ્યવહારના ૧૦ ઘટકો નીચે મુજબ આપ્યા છે.

વર્ગ-વ્યવહારના ભાગો :

  • શિક્ષક-વિદ્યાર્થી  વ્યવહાર
  • વિદ્યાર્થી-વિદ્યાર્થી વ્યવહાર
  • વિદ્યાર્થી સામગ્રી વ્યવહાર
  1. લાગણી-સ્વીકાર :

વિદ્યાર્થીઓની લાગણીને નમ્રતાથી સ્વીકારી, આ લાગણીઓ હકારાત્મક કે નકારાત્મક અથવા સુખદ કે દુઃખદ હોય તે અનુરૂપ સહજ રીતે શિક્ષણકાર્ય કરવું.

  1. વખાણ યા પ્રોત્સાહન :

સમગ્ર શિક્ષણ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સામેલગીરી (Involvment) વધે તે માટે વિદ્યાર્થીઓનાં કાર્યોને બિરદાવવાં. શાબ્દિક અને અશાબ્દિક હકારાત્મક  વાપરીને વિદ્યાર્થીઓને વર્ગશિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

  1. વિધાર્થી વિચારનો સ્વીકાર કે ઉપયોગ:

શિક્ષકે વિદ્યાર્થીઓએ રજૂ કરેલ વિચારને સ્વીકારી તેને વધુ સ્પષ્ટ અને વધુ સમૃદ્ધ બનાવવો જોઈએ.

  1. પ્રશ્નો પૂછવા :

વિદ્યાર્થીઓને સક્રિય રાખવા વિષયવસ્તુ અંગે શિક્ષકે વારંવાર પ્રશ્નો પૂછવા જોઈએ.

  1. વ્યાખ્યાન કે પ્રવચન :

વિષયવસ્તુની સંકલ્પનાઓ, બાબતો, નિયમો, સત્યો સમજાવવા શિક્ષક અભિપ્રાયો આપે, વિચારો રજૂ કરે તથા ઉદાહરણો આપી વિષયવસ્તુને સ્પષ્ટ કરતાં કથન કરે છે.

  1. સૂચના આપવી :

શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓને સૂચનાઓ, હુકમો કે આજ્ઞાઓ આપે છે.

  1. ટીકા કરવી કે સત્તા સ્થાપિત કરવી :

વિદ્યાર્થી વર્તનનાં અસ્વીકૃત મૂલ્યોની ટીકા કરી તેને સ્વીકૃત મૂલ્ય તરફ દોરી જવાની આ સહેતુક ક્રિયા છે. શિક્ષક વિદ્યાર્થીને ધૂત્કારે તેથી તે વર્ગ-વ્યવહારમાં ભાગ લેવા હતોત્સાહ બને છે.

  1. વિધાર્થી જવાબ આપે :

શિક્ષકે પૂછેલા પ્રશ્નોના જવાબો વિદ્યાર્થી આપે. વર્ગશિક્ષણ દરમિયાન શિક્ષક વચ્ચે પ્રશ્નો પૂછે છે, વિદ્યાર્થી જવાબ આપે છે.

  1. વિધાર્થીની પહેલ :

વર્ગમાં ક્ષમતા વિકાસની રજૂઆત વખતે વિદ્યાર્થી પોતે જ કોઈ મુદ્દો રજૂ કરવાની પહેલ કરે. વિદ્યાર્થીઓને પૂછવામાં આવતાં તેઓ બોલવા ઇચ્છતા હતા. અથવા તેઓ બોલે તેવી ઇચ્છા હતી તો આ ઘટકનો ઉપયોગ થયો ગણાય.

10. શાંતિ કે મૂંઝવણની સ્થિતિ :

શિક્ષક વર્ગશિક્ષણ દરમિયાન કેટલીક વખત હેતુપૂર્વક વિરામ કરતા હોય છે, જે સમયગાળાને વિદ્યાર્થીઓ સ્પષ્ટપણે સમજી શકતા નથી.

  • પ્રોત્સાહન કે વખાણ - On air

શાબ્દિક – અશાબ્દિક સુદઢીકરણ કૌશલ્ય (માઇક્રોટીચિંગ - સલાઇડ)

  • પ્રશ્નો પૂછવા – On air

પ્રશ્નપ્રવાહિતા કૌશલ્ય (માઇક્રોટીચિંગ – સ્વલાઇડ)

વર્ગવ્યવહારને અસરકારક બનાવતાં પરિબળો

  • શિક્ષકે વર્ગખંડમાં જતાં પહેલાં સજજતા કેળવી લેવી જોઈએ.
  • વર્ગખંડનાં બધાં જ બાળકોને દરેક પ્રવૃત્તિમાં સામેલ કરવાં.
  • અસરકારક પ્રત્યાયન તથા અધ્યયન અનુભવો પૂરા પાડવા.
  • વર્ગખંડનાં બધાં જ બાળકો પ્રત્યે સમાનતાની દૃષ્ટિ રાખવી, દરેક બાળક ઉપર વ્યક્તિગત ધ્યાન આપવું.
  • શિક્ષકની વાણી કર્ણપ્રિય, મીઠી, મધુર, સૌમ્ય, સ્પષ્ટ, સચોટ, ઉચ્ચાર શુદ્ધ, યોગ્ય આરોહ-અવરોહવાળી તથા વિવેકપૂર્ણ હોવી જોઈએ.
  • શિક્ષકના સભ્ય વર્તન અને સદ્ગુણોની છાપ વિદ્યાર્થીઓના માનસને સ્પર્શતી હોવી જોઈએ. • પ્રસન્ન ચિત્તે તથા સ્મિતવાદને વર્ગમાં પ્રવેશ કરવો.
  • શૈક્ષણિક સાધનોની સ્થિતિ તપાસી લેવી, પાઠયપુસ્તક, ચોક, ડસ્ટર, શૈક્ષણિક ઉપકરણો અને દર્શક દંડ લઈને જ વર્ગમાં જવું.
  • વિષય અને એકમને અનુરૂપ સંદર્ભસાહિત્યનો અગાઉથી અભ્યાસ કરવો.
  • એકમ અંગે મૂંઝવણ કે અસ્પષ્ટતા હોય તો સાથી મિત્રો સાથે પરામર્શન કરીને તેમની પાસેથી સમજ મેળવી લેવી.
  • What to Teach, why to Teach and How to Teach – તે બાબતે ઉપર અગાઉથી  વિચારણા કરવી.
  • એકમના વિષયવસ્તુને આત્મસાત કરવું. જ વિદ્યાર્થીઓને પૂછવાના પ્રશ્નો અંગે વિચારણા કરવી.

આટલું તો કરીશ જ

  • બધાં બાળકોને સમાનભાવે જોઈશ.
  • વર્ગખંડમાં ગુણવત્તાસભર શિક્ષણકાર્ય કરીશ.
  • વર્ગખંડમાં બાળકોને સ્વઅધ્યયનની તકો પૂરી પાડવાનું ધ્યાન રાખીશ.
  • બાળકોની સુષુપ્ત શક્તિઓ ઓળખીને તેમને વિકસાવવાની તકો પૂરી પાડીશ.
  • હકારાત્મક શાબ્દિક - અશાબ્દિક સુદંઢકોનો ઉપયોગ કરીશ.
  • બાળકોમાં રાષ્ટ્રભાવના અને જીવનમૂલ્યો દઢ બનાવવા કાળજી રાખીશ.
  • બાળકોનો સવાંગીણ વિકાસ થાય તેવા પ્રયત્નો કરીશ.
  • વર્ગખંડમાં બાળકોને અધ્યયન – અધ્યાપન પ્રક્રિયામાં સતત જકડી રાખીશ.
  • વર્ગખંડ અધ્યાપનકાર્યમાં મુક્તશિસ્તનો આગ્રહ રાખીશ.
  • બાળકોની મુશ્કેલીઓ સમજવાનો પ્રયત્ન કરવા હું પૂરતું ધ્યાન આપીશ.
  • બાળકોનાં નામ અને કુટુંબથી બને તેટલાં પહેલાં પરિચિત થઈ, બાળકને નામથી જ બોલાવીશ.
  • બાળક સાથે બાળક બની, સંકોચ છોડી અભિનય કરીએ. નાટક ભજવીએ, રમત રમીએ, નાસ્તો કરીએ.

ક્રમ

વિધાન

હા

| ના

1.

હું દરેક વિદ્યાર્થીને સામેલ રાખી પ્રવૃત્તિ કરાવું છું.



2.

કોઈ વિદ્યાર્થી નુકસાન કરે કે કંઈક ખોટું કરે તો તેને બધાની વચ્ચે બોલું છું



3.

હું વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવતી વખતે ક્યારેય મુખ પર હાસ્ય લાવતો નથી



4.

આત્મવિશ્વાસપૂર્વક શિક્ષણકાર્ય કરાવું છું.



5.

દરેક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછું છું



6.

વિદ્યાર્થી સારું કાર્ય કરે કે પ્રશ્નનો સાચો જવાબ આપે ત્યારે તેને પ્રોત્સાહન આપું છું



7.

વિદ્યાર્થીના જન્મદિવસે શુભેચ્છા પાઠવું છું.



8.

વિદ્યાર્થી પ્રવૃત્તિમાં પહેલ કરે ત્યારે તેને પ્રોત્સાહિત કરું છું



9.

વિદ્યાર્થીની લાગણીને સમજવા પ્રયત્ન કરું છું

10.

વિદ્યાર્થીને ગમેતેવાં ઉપનામ આપીને બોલાવું છું

11.

શિક્ષણકાર્ય વખતે બોલવામાં આરોહ-અવરોહ લઉં છું

12.

વિદ્યાર્થીઓ સાથે પ્રેમભાવપૂર્વકનું વર્તન રાખું છું

13.

વિદ્યાર્થીઓ મારી હાજરીથી ખુશી અનુભવે છે

14.

હું (TLM) અને સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરીને શૈક્ષણિક કાર્ય કરાવું છું.

15.

મારા વિષયમાં બાળકોને રસ પડે છે

16.

હું પ્રવૃત્તિની રચના માટે વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખું છું.

17.

મારા વર્ગનાં બાળકો શાળા સમય પહેલાં હાજર થઈ જાય છે

18.

હું શાબ્દિક અશાબ્દિક સુદંઢકોનો કૌશલ્યનો ઉપયોગ કરું છું

19.

હું મારા વર્ગની શરૂઆત ખૂબ ઝડપથી અને અસરકારક રીતે હાજરી પૂરીને કરું છું.

20.

વિદ્યાર્થીઓ મારી ગેરહાજરીથી ખુશી અનુભવે છે.

શિક્ષક અને વિદ્યાથી વચ્ચે જ્ઞાન તેમ જ ભાવનાઓના જે આદાનપ્રદાનની પ્રક્રિયા તે જ શિક્ષણ છે, પરંતુ આજના વિદ્યાર્થીઓને ગમેતેટલું સમજાવો તોપણ તેમને સમજ પડતી નથી. વિદ્યાર્થીઓ કહે છે કે સાહેબ ગમે તેટલું સમજાવે તોય સમજ પડતી નથી. ક્યારેક વળી સમજ પડે તો થોડી વાર ટકે છે ને પછી બીજો વિષય શરૂ થાય એટલે મગજમાંથી નીકળી જાય છે. વિદ્યાર્થીઓની બીજી સમસ્યા એ છે કે ગમે તેટલું વાંચીએ છીએ તોપણ યાદ રહેતું નથી; ભણવામાં મન લાગતું નથી, રસ પડતો નથી.

આ યાદ ન રહેવું, સમજ ન પડવી, કંટાળો આવવો વગેરે વિદ્યાર્થીઓની માનસિક અને બૌદ્ધિક સમસ્યાઓ છે. આ સમસ્યાનું નિવારણ એટલે રસ અને ધ્યાન. વર્ગખંડમાં રસ અને ધ્યાનનું સ્થાન કેવું અને કેટલું મહત્ત્વનું છે એની પ્રતીતિ દરરોજ શિક્ષકને થતી હોય છે. બાળકને રસ ન હોય તેવો વિષય ભણાવવાની ચેષ્ટા, એ સામા પ્રવાહમાં નાવ હંકારવા જેવી વાત છે; પરંતુ જેમાં બાળકોને રસ છે એ વિષય ભણાવતી વખતે શિક્ષકને એક જુદી જ અનુભૂતિ થાય છે, એમાં બાળકોના પક્ષે જે તરવરાટ હોય છે તે શિક્ષકના કાર્યને સરળ બનાવી દે છે અને શિક્ષણની પ્રક્રિયા અર્થપૂર્ણ તથા સંગીન બને છે. રસ પડે તો બાળકો સાહજિક રીતે ધ્યાનમગ્ન બની જાય છે; રસ એ ધ્યાનનું આંતરિક બળ છે. ‘રસ એ ધ્યાનની જનની છે.” ધ્યાનની ઇમારત રસ વગર ચણી શકાતી નથી. રસના પાયા ઉપર જ ધ્યાન અને જ્ઞાનની ઇમારત ટકી રહે છે. આમ, રસ વગર ધ્યાન સ્થિર ન થાય તો શિક્ષણની પ્રક્રિયા નિષ્ફળ બની શકે છે. આપણે સૌ પ્રથમ “રસ” શબ્દને સમજીએ.

સંકલ્પના :

રસનો અંગ્રેજી પર્યાય Interest પણ એક મજાનો શબ્દ છે. આ શબ્દ મૂળ લેટિન છે, જેનો અર્થ થાય છે “is between” બે અલગ અલગ બાબતો વચ્ચે સંબંધ બાંધી આપવાનું કામ તે રસ. રસ એટલે ગમા કે અણગમાનો ભાવ, રસ પડવો કે રસ હોવો એટલે ગમવું અને રસ ન હોવો કે રસ ન પડવો તે અણગમાનો ભાવ છે. આમ રસ એ શીખવા-શીખવવાની પ્રક્રિયાઓનું સંચાલન કરનારી કેન્દ્રિય શક્તિ છે.

શિક્ષકની ભૂમિકા :

શિક્ષકનું મુખ્ય કાર્ય છે કે બાળકોની રસવુત્તિઓને પોષણ આપવાનું અને પર્યાવરણ નિર્માણ કરવાનું જ છે. આ માટે શિક્ષકે જ સૌપ્રથમ રસિક બનવું પડે. રસનો સીધો સંબંધ આનંદ સાથે છે, તેથી જે પ્રવૃત્તિથી બાળકોને આનંદ પ્રાપ્ત થાય તેના તરફ તે વધુ રસ લે છે. વર્ગખંડમાં જરૂરી કૌશલ્યો, વલણો અને સમજ પ્રત્યે યોગ્ય વ્યવહાર સર્જાય તો રસ આપોઆપ ઉદ્દભવે છે, તેનાથી કંટાળો આવતો નથી અને પ્રવૃત્તિ અને શિક્ષણમાં આનંદની પ્રાપ્તિ થાય છે. શિક્ષક ખુદ પોતાના વિષયમાં કે જવાબદારી અદા કરવામાં સંપૂર્ણ ઉત્સાહી અને રસિક બને એટલે આપોઆપ બાળકોમાં ઉત્સાહ જાગે છે. ‘કૂવામાં હોય તો હવાડામાં આવે શિક્ષણની પ્રક્રિયામાં રસનો મુખ્ય આધાર શિક્ષક ઉપર રહે છે.

બાળકોને ગમત સાથે જ્ઞાનની વાતો કરવામાં આવે, જ્ઞાનેન્દ્રિયો ઉત્તેજિત થાય તેવી રસભરી વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોને સામેલ કરવામાં આવે તો શિક્ષણ રસમય બની શકે છે. બાળકોને નવું નવું જોવું, ભણવું. શીખવું અને નવી નવી પ્રવૃત્તિઓ કરવી ગમે છે. બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ તીવ્ર હોય છે, માટે વિવિધ પ્રવૃત્તિઓ કરતાં જો કુતૂહલ જાગ્રત થાય તો રસનું સાતત્ય જળવાઈ રહે છે. આ પ્રકારની તમન્ના કે ધૂન પેદા થવી એ જ રસ છે. વર્ગખંડમાં ક્યારેક વિદ્વાન શિક્ષક પણ નિષ્ફળ જાય છે, એવું ઘણી વાર જોવા મળે છે. એની પ્રવચનગંગા પવિત્ર હોવા છતાંય વિદ્યાર્થીઓને ભીંજવી શકતી નથી. આવા શિક્ષક બાળકોમાં થોડો પણ રસ ઉત્પન્ન કરી શકે તો બાજી પલટાઈ જાય ! ગણિતના શિક્ષકનું પહેલું કર્તવ્ય છે કે ગણિત અને વિદ્યાર્થીઓ વચ્ચે સંબંધ બાંધી આપવાનો છે. વિદ્યાર્થીઓને રસ પડે તો જ આવો સંબંધ બાંધી શકાય, નહિ તો શરીરથી નખ વેગળા રહે છે તેમ ગણિત અને વિદ્યાર્થીઓ નજીક હોવા છતાંય વેગળા જ રહે છે. રસ ઉત્પન્ન કર્યા વગર ભણાવવું એ ઠંડા લોખંડ પર હથોડા ઝીંકવા જેવું કઠિન કાર્ય છે. ગણિત કે ગુજરાતીમાં ખૂબ કાચો વિદ્યાર્થી સારો સંગીતકાર કે ચિત્રકાર કે સારો ક્રિકેટર પણ બની શકે છે. દરેક વ્યક્તિની વય પ્રમાણે રસનાં ક્ષેત્રો બદલાય છે. રસનો આધાર વ્યક્તિની શારીરિક ક્ષમતા અને કાર્યકુશળતા પર રહે છે. બાળકોનો રસ જાણવા એને શું કરવાનું ગમે એટલું પૂછો તોપણ બસ. એ જે કામોનાં નામ જણાવે તે એના રસનાં ક્ષેત્રો કહી શકાય. બાળકોના રસનાં ક્ષેત્રો જાણવા માટે ફુરસદના સમયમાં એ શું કરે છે તેનું નિરીક્ષણ કરીએ તોપણ આપણને ખ્યાલ આવી જશે. ચારથી છ વર્ષનાં બાળકોને બાળગીત, બાળવાર્તા અને રમકડાં ખૂબ ગમે છે. દસ વર્ષનું બાળક થતાં રમત તરફ વળે છે. રસ અને ધ્યાનમાં સ્થિરતાનો અભાવ જોવા મળે છે. ચૌદ વર્ષના થતાં જ મિત્રવર્તુળમાં વધુ રચ્યાપચ્યા રહે છે. આમ ઉંમર અને આર્થિકસામાજિક સ્થિતિ પ્રમાણે અભિરુચિ બદલાતી રહે છે. નાનાં બાળકો એક કાર્યમાં લાંબા સમય સુધી રહી શકે નહિ. કારણ કે તેમની રસવુત્તિ અસ્થિર અને પરિવર્તનશીલ હોય છે. કેટલાંક બાળકોને કલાકો સુધી ગણિતના દાખલા ગણતાં આપણે જોયાં છે, અને કેટલાંકને ગણિતનું નામ સાંભળતાં જ ઝોકાં આવી જાય છે. પરંતુ ઝોકે ચડનાર વિદ્યાર્થી રંગ અને પીંછી લઈને કલાકો સુધી ચિત્ર દોરતા હોય છે. પહેલાને ગણિતમાં રસ છે, બીજા વિદ્યાર્થીને ચિત્રકામમાં રસ હોઈ શકે. આ હકીકતનો સ્વીકાર કરીએ તો એ પછીની જવાબદારી શિક્ષકોની છે. શિક્ષકે પોતાના વિષયની રજૂઆત સરળ અને સ્પષ્ટ કરવી જરૂરી છે. જેથી બાળકોને વિષય શીખવામાં અભિરુચિ જાગે. બાળક ઘણી વાર શરૂઆતથી જ રસ ગુમાવી બેસે છે અને પછીનાં વર્ષોમાં પણ તે કંઈ શીખી શકતો નથી. બાળકોને જે વિષયમાં રસ હોય તે વિષયમાં તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે. વિદ્યાર્થીને શામાં રસ છે તે જાણવું એ શૈક્ષણિક અને વ્યવસાયિક દૃષ્ટિએ જરૂરી છે. ફુરસદના સમયમાં કે રિસેસના સમયમાં બાળક કઈ પ્રવૃત્તિઓ કરે છે એની નોંધ લઈ શકાય. કોઈ બાગમાં છોડને પાણી પિવડાવે છે, કોઈ ક્રિકેટ રમે છે, કોઈક વર્ગમાં બેસીને વાંચે છે, કોઈ ગણિતના દાખલા ગણે છે તો કોઈક પાટિયા પર કટાક્ષચિત્રો દોરે છે. આ બધી પ્રવૃત્તિઓ બાળકને શામાં રસ છે તેની પ્રતીતિ કરાવે છે. રસરુચિ પ્રમાણે અપાતા શિક્ષણનો આ જાદુ છે. આમ થાય તો શિક્ષણ બોજ મટીને એક ખોજ બની રહે છે.

રસનાં ક્ષેત્રો :

આ વિશ્વમાં દરેક વ્યક્તિ અલગ છે, તેમ તેના રસનાં ક્ષેત્રો પણ જુદાં જુદાં હોય છે. ગિલફર્ડ રસનાં ૨૮ ક્ષેત્રો બતાવ્યાં છે. વ્યક્તિના રસનાં ક્ષેત્રોને પાંચ વિભાગમાં વહેંચી શકાય છે.

1        સાહિત્યક્ષેત્ર : વાચન, લેખન જેવી પ્રવૃત્તિમાં રસ હોય તેવું રસનું ક્ષેત્ર.

2        કલાક્ષેત્ર : ચિત્રકામ, રંગકામ, ભરત-ગૂંથણ, સુશોભન વગેરે જેવી સર્જનાત્મક પ્રવૃત્તિમાં રસ – હોય તેવું રસનું ક્ષેત્ર કલાક્ષેત્ર.

3        વિજ્ઞાનક્ષેત્ર : વિજ્ઞાનના પ્રયોગોમાં, સંશોધનમાં, નવી નવી શોધમાં રસ હોય તેવું રસનું ક્ષેત્ર – વિજ્ઞાનક્ષેત્ર.

4        સંગીતક્ષેત્ર : વાદ્યવગાડવાં, ગાયન, નૃત્ય, રાસ-ગરબા વગેરે સંગીતને લગતી પ્રવૃત્તિઓમાં રસ હોય તેવું રસનું ક્ષેત્ર – સંગીતક્ષેત્ર.

5        સમાજસેવા ક્ષેત્ર : સમાજસેવાના હેતુ સાથે થતી પ્રવૃત્તિ જેવી કે શ્રમ, સફાઈ, અન્યને મદદરૂપ થવું, સેવા કરવી વગેરે પ્રવૃત્તિમાં રસ હોય તેવું રસનું ક્ષેત્ર - સમાજસેવા ક્ષેત્ર, કહી શકાય, વ્યક્તિની ઉંમર પ્રમાણે રસનાં ક્ષેત્રો બદલાતાં રહે છે.

“અમુક ક્ષણે જેનું નિરીક્ષણ કરવું છે તેની તે સમય માટે પસંદગી કરવી તેનું નામ ધ્યાન.” - જે. પી. ગીલ્ફર્ડ

“ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે ચેતનાને કેન્દ્રિત કરવાની માનસિક પ્રક્રિયા એટલે ધ્યાન.”- સી. ટી. મોર્ગન. પ્રયોગ :

થોડાંક વર્ષો પહેલાં રિડર્સ ડાઇજેસ્ટમાં એક લેખ આવેલો જેનું મથાળું હતું ‘Where Learning is Fun એક શાળાની જ એમાં વાત હતી. શિક્ષકોની ફરિયાદ હતી કે બાળકો વર્ગમાં ધ્યાન આપતા નથી અને ઘંટ પડે કે નાસી છૂટે છે. પછી વાલીઓ તથા શિક્ષકોએ ભેગાં મળીને વિચાર કર્યો. વર્ગમાં જ નાનાં જૂથો પડી શકે એવા પડદાઓની વ્યવસ્થા કરી. દરેક જૂથ પાસે જઈને શિક્ષક કામ કરાવી શકે. બાળકોને વિષયોની પસંદગીમાં પૂરી છૂટ આપવામાં આવી. શિક્ષકોએ બાળકોની વ્યક્તિગત બાબતોમાં પ્રેમપૂર્વક રસ લેવા માંડ્યો. સારા સ્વાધ્યાય આપવાનું શરૂ થયું. કથન ઘટયું અને પ્રવૃત્તિઓ વધી. એક શિક્ષિકાએ તો કહ્યું કે આટલાં વર્ષો ભણાવ્યા પછી સાચું શિક્ષણ કોને કહેવાય તેની સમજ મને હવે પડી. શાળા છૂટી જાય પછી પણ બાળકો ઘેર જવાનું નામ ન લે. વાલી લેવા આવે તો તેમને થોભવું પડે એવી સ્થિતિ સજાઈ.

ઓસ્કાર વાઇલ્ડ કહેતા કે શાળા એ ગામની સુંદરતમ્ જગ્યા હોવી જોઈએ. માથાભારે વિદ્યાર્થીને સજા કરવાનું થાય ત્યારે તેને એટલું જ કહેવું પડે કે તું બે દિવસ શાળાએ ન આવતો. શાળાએ ન આવવું એ સજા લાગે ખરી ? દિવાસવપ્ન’ એ શિક્ષણ પ્રયોગની વાતાં છે. ‘દિવાસવપ્ન’માં પાન-૪માં આપેલો શિક્ષકનો શાળાના વર્ગખંડનો પ્રથમ દિવસ એ પ્રયોગ ખરેખર વાચન કરીને સમજવા જેવો છે. જ્યારે શિક્ષક વર્ગખંડમાં જાય છે ત્યારે ધાંધલ, ધમાલ, અવાજ, જોઈને શિક્ષક હાયાં નહિ પણ તેમણે સૌ પ્રથમ ‘શાંતિની રમત રમાડી અને બાળકોને રજામાં રસ હતો તો રજા આપી દીધી. ત્યાર બાદ બીજા દિવસે ‘શાંતિની રમત’ બાદ વાતાં કહેવા માંડી. એક હતો. રાજા, એને સાત રાણીઓ, સાતેને સાત કુંવર ને સાતેને સાત દીકરીઓ, અને વર્ગમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. બાળકો ફાટી આંખે રસપૂર્વક વાર્તા સાંભળવા માંડ્યાં. વાર્તા અડધી થઈ ત્યારે શિક્ષક કહે છે તમારે રજા જોઈતી હોય તો વાતાં બંધ કરીએ; નહિ તો ચાલુ રાખીએ. બધાં જ બાળકો એકી અવાજે કહે : “ચાલુ રાખો. અમારે રજા નથી જોઈતી.”

શિક્ષક કહે : “ઘંટ વાગે ત્યાં સુધી વાર્તા ચલાવીએ. આ વાતાં તો ચાર દિવસ ચાલે એટલી લાંબી છે.” બાળકો ગેલમાં આવી ગયાં. ઓહો ! આટલી બધી લાંબી ! ત્યારે તો મજા પડશે.” આ પ્રયોગ પરથી સમજાય છે કે શિક્ષક બાળકોમાં કઈ રીતે રસ ઉત્પન્ન કરી શકે છે.

રસ એ દ્વિધ્રુવી છે. વર્ગખંડમાં બંને પક્ષે “રસ” ઉદ્દભવે તો અસરકારક ફળદાયી શિક્ષણપ્રક્રિયા બને છે. શિક્ષકે ખુદ રસ કેળવવો પડે અને બાળકોમાં કેવી રીતે રસ સંક્રમણ થઈ શકે એ કળા આત્મસાત્ કરવી પડે. ‘શિક્ષક કલાકાર છે. એને બાળકોના હૃદયના અને મનના ભાવોને ઓળખીને “રસ”નો વિકાસ કરવાનો છે. હવે આપણે ધ્યાન વિશે જોઈએ.

ધ્યાનની સંકલ્પના :

બાળકના મનમાં પ્રવેશવાનાં દ્વારો તેમની જ્ઞાનેન્દ્રિયો છે. આ જ્ઞાનેન્દ્રિયોને કેળવવાથી બાળકનાં મનબુદ્ધિ કેળવાય છે. હાથ-પગ અને જ્ઞાનેન્દ્રિયોની કેળવણીથી બુદ્ધિ અને મનને તાલીમ મળે છે. ધ્યાનનો સંબંધ મન સાથે, જ્યારે મનનો સીધો સંબંધ જ્ઞાનેન્દ્રિયો સાથે છે. મન તો અસ્થિર છે, તેને સ્થિર કરવાનું માધ્યમ ઇન્દ્રિયોનું છે. અને તેની લગામ ધ્યાનના હાથમાં છે, તેથી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મન સાથે સંબંધિત કોઈપણ બાબત એ જ જગ્યાએ સ્થિર થાય તેને ધ્યાનસ્થ અવસ્થા કહે છે. ધ્યાનને કેન્દ્રિત કરવા માટે ‘સ્વ’નું મન કેળવાય, બુદ્ધિ કેળવાય અને ધ્યાનથી જ્ઞાનનો સ્પર્શ થાય ત્યારે મનમાં રહેલા અજ્ઞાનતાના પડદા તૂટે છે અને જ્ઞાનપ્રાપ્તિ થાય છે. “ધ્યાન એ મનને કેન્દ્રિત કરવાની માનસિક ક્રિયા છે.”

એકાગ્રતા અને ધ્યાનને આપણે સૌ એક જ માનીએ છીએ. એકાગ્રતાની શક્તિ આવે એટલે ધ્યાન આપોઆપ આવી જાય છે. પરંતુ એકાગ્રતા અને ધ્યાનમાં સ્પષ્ટ તફાવત છે. ધ્યાન એ ફક્ત એકાગ્રતા નથી, પણ વિશેષ પ્રકારની એકાગ્રતા છે. એકાગ્રતા એક અચેતન પ્રક્રિયા છે. જ્યારે ધ્યાન એ સ્વતરફ અભિમુખ થવાની ચેતન પ્રક્રિયા છે. ધ્યાનથી તૈયારી કરીને ધ્યાનથી ભણાવનાર શિક્ષક જ બાળકોનાં ધ્યાનને કેન્દ્રિત કરી શકે અને કેન્દ્રિત થયેલ ધ્યાન બાળકને અર્જુનની જેમ ધ્યેયસિદ્ધિ અપાવી શકે. બંને પક્ષે ધ્યાનની એકતા હોય તો જ શીખવા-શીખવવાની પ્રક્રિયા સફળ બની શકે. તેમાં કોઈપણ વસ્તુ કે સંવેદના ઉપર મનને કેન્દ્રિત કરવામાં આવે છે. ગમતી પ્રવૃત્તિ કે ગમતા વિષય ઉપર ધ્યાન સ્થિર થાય છે તો શાળામાં બાળકોને કઈ વસ્તુ, પ્રવૃત્તિ ગમે છે, તેના વિકાસ માટે યોગ્ય છે તે તરફ બાળકોને લઈ જવાનું કામ શિક્ષકનું છે. આ કામ તો જ થઈ શકે જો શિક્ષક બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનું કૌશલ્ય જાણતો હોય. તો કુશળ શિક્ષક જ બાળકના વિચલિત ધ્યાનને અચલ બનાવી શકે છે અને બાળકો ઉપર પક્કડ જમાવી શકે છે.

ધ્યાનના  પ્રકાર

ધ્યાનના બે પ્રકાર છે. (૧) અનેચ્છિક ધ્યાન. (ર) ઐચ્છિકથ્થાન.

અનૈચ્છિક ધ્યાન :

“વ્યક્તિની ઇચ્છા ન હોય છતાં કોઈ વસ્તુ, વ્યક્તિ કે ઘટના પ્રત્યે ધ્યાન જાય તેને અનૈચ્છિક ધ્યાન કહે છે. કોઈ એક જગ્યાએ લાંબા સમય સુધી ધ્યાન સ્થિર રહી શકતું નથી. જ્યારે સડક પરથી પસાર થતા હોઈએ ત્યાં અચાનક હોર્ન વાગે ત્યારે તે તરફ ધ્યાન જતું રહે છે. વર્ગખંડમાં પવનથી બારી પછડાય છે અને થતો અવાજ આપણું ધ્યાન ખેંચે છે. રાત્રે વાંચતી વખતે ઘડિયાળનો અવાજ આપણું ધ્યાન ખેંચે છે. અનેચ્છિક ધ્યાન સ્વાભાવિકપણે થતું હોય છે. અનેચ્છિક ધ્યાન ટૂંકા ગાળાનું હોય છે. આમ જોઈએ તો અનેચ્છિક ધ્યાન સાહજિક હોય છે.

ઐચ્છિકથ્થાન :

“વ્યક્તિ પોતાની ઇચ્છાથી, પ્રયત્નપૂર્વક કોઈ વસ્તુ, વ્યક્તિ કે ઘટના પ્રત્યે ધ્યાન આપે તેને ઐચ્છિક ધ્યાન કહે છે. ઐચ્છિક ધ્યાનનો સીધો સંબંધ રસ સાથે છે. જેમ કે ગણિતમાં રસ ધરાવનાર વિદ્યાર્થી દાખલા જ ગણે છે. વાચનનો શોખ ધરાવનાર વિદ્યાર્થી લાંબા સમય સુધી વાંચી શકે છે. ઘણી વખત જરૂરિયાત પ્રમાણે અનેક પ્રયત્નો બાદ પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. જેમ કે પરીક્ષા સમયે પ્રયત્નપૂર્વક વાચન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. અભ્યાસક્રમના બધા વિષયો બધા જ વિદ્યાર્થીઓને ગમતા હોય તેવું હોતું નથી, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ પ્રયત્નપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. શિક્ષણની પ્રક્રિયામાં ઐચ્છિક ધ્યાન વધુ જરૂરી છે.

ધ્યાનનાં પરિબળો :

ધ્યાનનાં બે પ્રકારનાં પરિબળો છે.

આંતરિક પરિબળો :

વિદ્યાર્થી પોતાની આંતરિક પરિસ્થિતિ અને વૃત્તિઓથી પ્રેરાઈને ધ્યાન આપવા તત્પર બને છે. આ પ્રક્રિયાને આંતરિક પરિબળ કહે છે.

  • રસ કે અભિરુચિ : જેમાં આપણને રસ હોય તે બાબત પ્રત્યે આપણું ધ્યાન ઝડપથી ખેંચાય છે. વાચનમાં રસ હોય તેનું ધ્યાન પુસ્તક તરફ ખેંચાય છે. ક્રિકેટમાં રસ હોય તેનું ધ્યાન રેડિયો પર કોમેન્ટ્રી આવતી હોય તે તરફ વધુ ખેંચાય છે. આમ, રસ એ ધ્યાનની જનની છે.
  • શિક્ષણ કે તાલીમ : વિદ્યાર્થીએ લીધેલ તાલીમ કે શિક્ષણ ભૂતકાળમાં થયેલા અનુભવો સાથે સંબંધિત ઉદ્દીપકો તરફ ઝડપથી ધ્યાન ખેંચે છે. સંગીતનું શિક્ષણ મેળવેલ વ્યક્તિનું ધ્યાન સંગીતના સૂર તરફ ઝડપથી ખેંચાય છે. માટે શિક્ષણની પ્રક્રિયા દરમિયાન પૂર્વજ્ઞાનની ચકાસણી કરવામાં આવે છે.
  • જરૂરિયાત : જરૂરિયાત ધ્યાનને આકર્ષે છે. તરસ્યા માણસનું ધ્યાન પાણી તરફ વધુ જાય છે. ભૂખ્યા માણસનું ધ્યાન ખાદ્ય પદાર્થો તરફ વધુ જાય છે. શિક્ષક કહે કે આ પ્રશ્નો પરીક્ષા માટે મહત્ત્વના છે તો વિદ્યાર્થીઓનું ધ્યાન તરત એ તરફ ખેંચાય છે.
  • મનોવલણ : મનોવલણો ધ્યાન આકર્ષણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ભણવા પ્રત્યેનું હકારાત્મક મનોવલણ અભ્યાસમાં “ધ્યાન’ વધારે છે.
  • શારીરિક માનસિક સ્થિતિ : વ્યક્તિને માથું દુ:ખતું હોય કે કોઈ બાબતની ચિંતા હોય તે બાબત ચિત્તનો કબજો લઈ લે છે. આમ શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીની શારીરિક-માનસિક સ્થિતિની અસર ધ્યાન ઉપર પડે છે.
  • પૂર્વાનુભવ : જ્ઞાનેન્દ્રિયો વડે વિદ્યાર્થીઓને અનેક અનુભવો પ્રાપ્ત થતા હોય છે. જે મગજમાં સંગ્રહ પામે છે. આવા અનુભવોને વિદ્યાર્થી જરૂર પડે ત્યારે ફરીથી તે સમયે પ્રાપ્ત કરી શકે છે.

બાહ્ય પરિબળો :

ઉત્તેજના : ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું સૌપ્રથમ બાહ્ય પરિબળ છે ઉત્તેજના, સફેદ કરતાં રંગીન ચોક, ઝાંખા પ્રકાશ કરતાં તેજસ્વી પ્રકાશ, ધીમા અવાજ કરતાં મોટો અવાજ ધ્યાનને ઝડપી આકર્ષે છે. બસસ્ટેશને કે રેલવેસ્ટેશને સીંગચણા વેચનારો, છાપાનો ફેરિયો કે પાણીવાળા વિચિત્ર મોટા અવાજથી ગ્રાહકોનું ધ્યાન ખેંચે છે; તેમ શિક્ષક શાળામાં બાળકો સમક્ષ ભાવવાહી અવાજના વૈવિધ્યથી બાળકોનું ધ્યાન આકર્ષી શકે છે. પણ તેમાં સ્વાભાવિકતા હોવી જોઈએ. વર્ગખંડમાં શિક્ષણની પ્રક્રિયા દરમિયાન રંગીન, ચિત્રો, મોડેલો, નકશા, નમૂનાઓ, આલેખો, ટેપરેકર્ડર, ફિલ્મી સ્વલાઇડ, પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન વગેરે વિવિધ શૈક્ષણિક સાધનો પ્રબળ ઉત્તેજના લાવીને બાળકોના ધ્યાનને કેન્દ્રિત કરી શકે છે.

નવીનતા : બાળકોને રોજ નવું શીખવાનું ગમે છે. નવી બાબતોમાં તેમનું ધ્યાન વધુ સ્થિર થઈ શકે છે. એકની એક વાત કંટાળાજનક બને છે. એકનો એક ઘડિયો પાંચ વાર લખવા આપવામાં આવે તો બાળક કંટાળો અનુભવે છે. ઘણી વખત સારા અક્ષર માટે એક ફકરો કે પાઠ બે કે ત્રણ વખત ધ્યાનથી વ્યવસ્થિત લખે છે પણ બીજી કે ત્રીજી વખતનું લખાણ ઘણી ભૂલોવાળું હશે, અવ્યવસ્થિત હશે. આ પ્રકારની પ્રક્રિયાથી બાળકો કંટાળો અનુભવે છે અને ચોક્કસ ધ્યેયપ્રાપ્તિ થતી નથી.

નવી વાર્તા, નવાં સાધનો, નવા પ્રયોગો, નવી પદ્ધતિથી બાળકોને શીખવવામાં આવે તો ધ્યાન વધુ કેન્દ્રિત થઈ શકે છે, માટે શિક્ષકે પોતાના જ્ઞાનને અપડેટ કરવું પડે. પોતાની આંતર સૂઝબૂઝથી શિક્ષણની પ્રક્રિયામાં નવીનતા લાવવા પ્રયાસ કરવો જોઈએ.

ગતિશીલતા : બાળક ખૂબ ચંચળ હોય છે. તે સ્થિર બેસી શકતું નથી, ખરેખર ગતિશીલતા એ બાળકની પ્રગતિ છે, તેથી શૈક્ષણિક ઉપકરણો પણ ગતિશીલ હોય, યાંત્રિક હોય તો વધુ ધ્યાનપ્રેરક બને છે. નાટક, ફિલ્મ દ્વારા શિક્ષણનું કામ અસરકારક બને છે.

શિક્ષક વર્ગખંડમાં ખુરશી ઉપર બેસી રહીને, કે એક જ જગ્યાએ ઊભા રહીને જો શિક્ષણકાર્ય કરે તો શિક્ષણની પ્રક્રિયામાં નીરસતા જન્મે છે. શિક્ષક બાળકોની સાથે બેસીને શિક્ષણપ્રક્રિયા કરે તો બાળકોનું ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે અને વર્ગખંડમાં જીવંત વાતાવરણ નિર્માણ થાય છે.

ક્રિયાશીલતા : બાળકો સ્વભાવે ક્રિયાશીલ હોય છે. કંઈક ને કંઈક પ્રવૃત્તિ કર્યા જ કરે છે. તોડફોડ કરવું, કંઈક નવું કરવું પણ ગમે છે. નવું સાંભળવું, નવું જોવું અને કંઈક જાતે નવું કરવાનું તેને ગમે છે. બાળકો રમતિયાળ વૃત્તિનાં હોય છે તેથી રમતમાં તેમને સ્વર્ગીય આનંદ મળે છે. સર્જનાત્મક વૃત્તિ હોવાથી માટીકામ, પૂંઠાકામ, ચિત્રકામ, છાપકામ વગેરે પ્રવૃત્તિઓમાં ઝડપથી કેન્દ્રિત થાય છે, એકધ્યાન થઈને મસ્તીથી બાળકો પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે.

વસ્તુપ્રમાણ : બાળકોને કોઈપણ વસ્તુ નાની કરતાં મોટી વધુ ગમે છે. તેથી શૈક્ષણિક સાધનો પ્રમાણમાં મોટાં હોય તો ધ્યાનને વધુ આકર્ષે છે. દડો, ચિત્રો, મોટાં ગમે અને બ્લેકબોર્ડ ઉપરનું લખાણ મોટા અક્ષરે હોય તો વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.

વિષમતા : લાંબા પાસે ઠીંગણો ઊભો હોય, કાળા પાસે ગોરો ઊભો હોય, પાતળા પાસે જાડો ઊભો હોય તો તરત ધ્યાન ખેંચાય છે. બે ઐતિહાસિક ઘટનાનો વિરોધાભાસ કે ઐતિહાસિક પાત્રોના જીવનકાર્યનો વિરોધાભાસ, ધ્યાન ખેંચે છે અને તુલનાત્મક દૃષ્ટિએ જોતાં વધુ અસરકારક, રસપ્રદ અને યાદગાર બની શકે છે.

શૈક્ષણિક પ્રક્રિયામાં ધ્યાનનું મહત્ત્વ :

  • મનની સ્થિરતા લાવે છે. જ કલ્પનાશક્તિ વધે છે. જ સ્મૃતિને પોષણ મળે છે. જ્ય ધ્યાનથી ક્રિયા ઉત્તમ અને ઝડપી બને છે. જ મનનો વિકાસ કરતી એકમાત્ર ક્રિયા ધ્યાન છે. જ્ય વ્યક્તિમાં ધ્યાનથી કાર્યક્ષમતા અને ચપળતા વધે છે. જ્ય ધ્યાન કેટલાંક આવેગો અને વૃત્તિઓને શાંત પણ કરે છે.
  • રસ અને ધ્યાનનો શિક્ષણ સાથે સંબંધ :

ધ્યાનનો મૂળ આધાર રસ છે. રસ એક સ્થાયી વૃત્તિ છે. તે જેટલી પ્રબળ તેટલું ધ્યાન વધુ પ્રબળ બને છે. ધ્યાન અને રસ એક સિક્કાની બે બાજુ જેવાં છે. બાળકોને જેમાં વધુ રસ પડે તેના તરફ ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે. રસ અને ધ્યાનનો સંબંધ માતા અને પુત્રી જેવો છે. રસ પડે તો ધ્યાન લાગે અને ધ્યાન લાગે તો ગમે તેવો વિષય પણ રસમય બની જાય. ધ્યાન દોરવાનું અને રસ કેળવવાનું કાર્ય શિક્ષકનું છે. રસ અને ધ્યાન બંને સ્વયંભૂ ક્રિયા બને તો શિક્ષણ વધુ અસરકારક અને પ્રેરક બની શકે છે. ધ્યાન અને રસ એકબીજાનાં પૂરક છે. ધ્યાન લાગે તો જ્ઞાન થાય. વિદ્યાર્થીઓ ધ્યાનથી ગ્રહણ કરે તો વર્ગખંડમાં પ્રશ્નોના જવાબ સાચા આપી શકે. પરિણામે ગોખણપટ્ટી કરતાં નથી, સમજપૂર્વક સાચા જવાબ આપી શકે છે. શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે સફળતા મળે છે. બાળકોની કલ્પનાશક્તિ, સ્મરણશક્તિ, સમજશક્તિ અને બુદ્ધિશક્તિનો વિકાસ થાય છે. ધ્યાનથી થયેલ કાર્ય ઝડપી, સુંદર અને ગુણવત્તાયુક્ત થાય છે. જો શિક્ષક વર્ગખંડમાં લાલચ, કે ભયથી ધ્યાન સ્થિર કરવાનો પ્રયત્ન કરે તો કૃત્રિમતા સર્જાય છે. પરિણામે આ પ્રકારનું રસ વગરનું ધ્યાન વિષય પ્રત્યે, કાર્ય પ્રત્યે અણગમો પેદા કરે છે.

રસ અને ધ્યાન નિયમન માટે આટલું યાદ રાખો –

1        શિક્ષકે સરળ ભાષામાં, ભાવને અનુરૂપ આરોહઅવરોહપૂર્વક બાળકોને સમજાવવું.

2        શિક્ષકે અભિનય દ્વારા વિવિધ ભાવો વ્યક્ત કરવા.

3        બાળકોની વયકક્ષા અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને સમજ આપવી અને બાળકોના પૂર્વજ્ઞાન સાથે સંકલિત કરીને રજૂઆત કરવી.

4        શિક્ષકે પોતાની શૈલીમાં વિવિધતા લાવીને બાળકોને આકર્ષિત કરવાં.

5        વાર્તારસ પેદા કર્યા વગર વાતાંમાં બાળકો ધ્યાન આપી શકે નહિ, માટે વાતાંની શરૂઆત સમજપૂર્વક, રસપૂર્વક કરવી.

પદ્ધતિ :

  • નાટ્યીકરણ
  • રોલ પ્લે
  • દેશ્ય-શ્રાવ્ય સાધનો
  • કથનપદ્ધતિ
  • વાર્તાપદ્ધતિ
  • ચિત્રપદ્ધતિ
  • પ્રશ્નપદ્ધતિ
  • સમીક્ષાપદ્ધતિ
  • યોગાસન
  • જૂથચર્ચા
  • જૂથકાર્ય

પ્રવૃત્તિ :

  • શાંતિની રમત
  • ભાવવાહી અભિનય ગીત
  • અભિનયસહ બાળવાતાં
  • એકપાત્રીય અભિનય.
  • સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, ભામાશા, મીનળદેવી, લાછી છીપણ
  • પપેટ-શો
  • દ્રશ્ય  ઉપરથી નિબંધલેખન
  • વાતાંચિત્રોને ક્રમમાં ગોઠવવાં જ શબ્દ-અંતાક્ષરી
  • શબ્દરમત
  • ક્વીઝ જ ગુજરાત / ભારતનો નકશો
  • વિશિષ્ટ ક્ષેત્રોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ મહિલાઓ અને વ્યક્તિઓના ફોટોગ્રાફસ
  • વીડિયો ફિલ્મ નિદર્શન
  • કેરમ
  • દડો પકડવો
  • કાવ્યનું ભાવવાહી ગાન
  • જુદા જુદા વ્યવસાયનાં ઓજારોનું નિદર્શન. જ્ય પૂંઠાકામ, છાપકામ, ગડીકામ, માટીકામ, ચિત્રકામ • પ્રોજેક્ટવર્ક – બેંકની મુલાકાત, પોસ્ટઓફિસ, રેલવેસ્ટેશન, ગ્રામપંચાયત...

બાળકોમાં ‘રસ અને ધ્યાન’ વિકસાવવા આટલું સમજી લઈએ :

  • બાળક નાનું છે, પરંતુ તેને પોતાનું વ્યક્તિત્વ છે માટે તેનો સ્વીકાર કરીએ, સન્માન કરીએ.
  • બાળકને સનેહ, સલામતી, પ્રોત્સાહન અને હૂંફની ખૂબ જરૂર છે.
  • બાળકની પ્રકૃતિ કુતૂહલપ્રિય અને રમતપ્રિય હોય છે. તેને ખોલવું, જોડવું, તોડવું, કંઈક નવું બનાવવું અને નવી નવી રમતો રમવી ખૂબ જ ગમે છે.
  • બાળકને સમસ્યાઓ જાતે ઉકેલવામાં રસ પડે છે. આવી મથામણ તેને ગમે છે. બાળકને જાતે કામ કરવાની અને તે કરવા માટેની શક્તિ કેળવવાની વધુ હોંશ હોય છે. બાળકની કલ્પનાશક્તિ ખૂબ જ તેજ હોય છે. તેની આ શક્તિને તે બોલવામાં, ચિત્રો દોરવામાં સારી રીતે અભિવ્યક્ત કરે છે. બાળકને જવાબદારી ગમે છે. જવાબદારીભર્યું કામ કરવામાં તેનું સ્વાભિમાન પોષાય છે.
  • બાળકને નકારાત્મક સૂચનો કરતાં હકારાત્મક સૂચનોની અસર વધુ થાય છે. તેને ઉપદેશ કરતાં, ખામણ કરતાં, મૈત્રીભાવથી કરાયેલું સૂચન વધારે સ્વીકાર્ય બને છે.
  • નાનું-મોટું, ઓછું-વધુ, હળવું-ભારે, લાંબું-ટૂંકું વગેરેનો ખ્યાલ તેને આવી ગયેલો હોય છે.
  • ગમતી પ્રવૃત્તિમાં બાળક એકાગ્ર થઈ શકે છે. તેની એકાગ્રતાની સમય મર્યાદા ઓછી હોવાથી સમયાંતરે પ્રવૃત્તિ બદલવી હિતકારક છે.
  • વર્ગખંડની દરેક પ્રવૃત્તિમાં બધાં જ બાળકો સામેલ થાય તેનું ધ્યાન રાખવું.
  • બાળકોનાં નામ અને કુટુંબથી પરિચિત થઈ જઈ બાળકને નામથી જ બોલાવીએ.
  • બાળકના દરેક સારા કાર્યને, નાની સરખી પ્રવૃત્તિને, આપેલ સાચા ઉત્તરને વધાવી લઈને પ્રોત્સાહિત કરીએ.
  • બાળક સાથે બાળક બની, સંકોચ છોડી અભિનય કરીએ. નાટક ભજવીએ, રમત રમીએ, નાસ્તો કરીએ.
  • દરરોજ એક જોડકણું, એક ગીત, એક અભિનય, એક વાર્તા અને એક પ્રવૃત્તિ તો આપવી જ.
  • બાળકોને મિત્રો સાથે કે જૂથમાં કામ કરવાની ટેવ પાડવી.
  • બાળકને ક્યારેય તોછડાઈથી બોલાવીએ કે ધમકાવીએ નહિ.
  • બાળકને લાલચ આપીએ નહિ, સજા કરીએ નહિ.
  • બાળકો વચ્ચે સ્પર્ધા કરાવીએ નહિ.
  • કોઈ બાળકને ક્યારેય ઠોઠ કહીએ નહિ.
  • વર્ગખંડમાં બધાં જ બાળકો ઉપર સમદૃષ્ટિ રાખવી.
  • જે બાળક જે ગતિએ શીખતું હોય તેને તે જ ગતિએ વ્યક્તિગત ધ્યાન આપીને શીખવવું.
  • વર્ગખંડમાં બાળકને હંમેશાં પ્રવૃત્તિમય રાખવું.
  • પ્રવૃત્તિ, શૈક્ષણિક સાધનોની પસંદગી બાળકોની રસરુચિ, વયકક્ષાને ધ્યાનમાં રાખીને કરવી.
  • પાઠયપુસ્તક એક સાધનરૂપ છે. તેના દ્વારા બાળકને જીવનવ્યવહારલક્ષી જ્ઞાન આપવાનું છે તે હંમેશાં યાદ રાખવું.

ઓફ ઍર (ચર્ચાપત્ર)

  • વાતાંમાં બાળકોને વધુ રસ પડે છે. વર્ગખંડમાં બધાં જ બાળકો પ્રવૃત્તિમાં સામેલ થતાં નથી. શિક્ષક અને વિદ્યાર્થી બંનેને રસ હોય તો શિક્ષણપ્રક્રિયા સફળ નીવડે. રસ એ ધ્યાનની જનની છે.
  • રસ અને ધ્યાનનો સંબંધ માતા અને પુત્રી જેવો છે. બાળકોમાં રસ ઉત્પન્ન કરવામાં વાતાવરણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ધ્યાનથી મેળવેલ જ્ઞાન ચિરંજીવ બને છે. વર્ગખંડમાં શિક્ષણપ્રક્રિયા દરમિયાન ‘રસ અને ધ્યાન’ શિક્ષક ઉપર આધાર રાખે છે. બાળકોની વયકક્ષા પ્રમાણે કરેલ પ્રવૃત્તિની પસંદગી ‘રસ અને ધ્યાન’ પ્રેરકબળ પૂરું પાડે છે. વર્ગખંડમાં બધાં જ બાળકો શિક્ષણકાર્ય દરમિયાન ધ્યાન આપતાં નથી.
  • બાળકોને એકની એક પ્રવૃત્તિ વારંવાર કરાવવાથી વધુ રસપ્રદ બને છે. . બાળકોને રમતોમાં વધુ રસ પડે છે.
  • બાળકોને રોજ નવું, શીખવું, નવું જાણવું, નવું બનાવવું ગમે છે.
  • ‘રસ અને ધ્યાન’ વિના શિક્ષણપ્રક્રિયા સફળ બનતી નથી.
  • કોઈપણ એકમને રસપ્રદ કેવી રીતે બનાવવો એ શિક્ષક ઉપર આધારિત છે.
  • શિક્ષણ રસપ્રદ બનાવવામાં આયોજનનું ખૂબ મહત્ત્વ છે.

પ્રવૃત્તિ

  • ધોરણ-૬ ના ગુજરાતીના પાઠયપુસ્તકના જય જય ગરવી ગુજરાત કાવ્યનું ભાવવાહી ગાન કરાવવું. અથવા
  • ઓડિયો કેસેટ મૂકવી અને ત્યાર બાદ શિક્ષકોએ સમૂહમાં ભાવવાહી ગાન કરાવવું. ગુજરાતનો નકશો મૂકીને તેમાં સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર વગેરે નકશામાં ક્યાં સ્થાન ધરાવે છે તેની શોધ કરાવવી ત્યાર બાદ કાવ્યનું વ્યક્તિગત ગાન કરાવવું.
  • જે તે ધોરણમાં શૈક્ષણિક કાર્ય કરતાં હોય તેના જૂથ પાડીને ભાષા, સામાજિક વિજ્ઞાન પાઠયપુસ્તકના
  • આધારે એકપાત્રીય અભિનય અથવા રોલ પ્લે ૭ મિનિટનું તૈયાર કરીને રજૂ કરો. જુદા જુદા વ્યવસાયકારોનો અભિનય કરો.
  • ધોરણ-૪ના વિદ્યાર્થીઓને ભાગાકારની પ્રક્રિયા વ્યાવહારિક દષ્ટાંતો આપીને પ્રત્યક્ષ મૂર્ત વસ્તુઓનો
  • ઉપયોગ કરીને શિખવાડો. અંગ્રેજી વિષયમાં / ગુજરાતી વિષયમાં શબ્દભંડોળ માટે અંતાક્ષરીની પ્રવૃત્તિ કરાવો.
  • ગુજરાતી / હિન્દી / અંગ્રેજી / સંસ્કૃતમાં આપેલાં કાવ્યોમાંથી એક કાવ્યનું નાટ્યીકરણ રજૂ કરો.
  • શાંતિનીરમત રમાડવી અને તે દરમિયાન કેવા પ્રકારના અવાજો સંભળાયા તેની ચર્ચા કરવી

સ્ત્રોત: ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate