অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બહુવિધ શ્રેણી અને સ્તર પરિસ્થિતિ

પ્રતિભાવોનો સારાંશ

આપેલા સવાલો સભ્યોના સફળ હસ્તક્ષેપના શ્રેષ્ઠ ઉદાહરણોના જ્ઞાન તેમજ બહુવિધશ્રેણી/બહુવિધ સ્તરીકરણની પરિસ્થિતિમાં ગુણવત્તા સુધરવા માટેની અસરકારક વ્યુહરચના સંદર્ભેના સૂચનો દર્શાવે છે, ભારતમાં પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તેનું જબરજસ્ત પ્રચલન જોવા મળે છે. બહુવિધ શિક્ષણ પદ્ધતિ (એમજીટી) એ પ્રાથમિક શાળાઓમાં એક કે બે શિક્ષક દ્વારા એક જ સમયે બે કે તેથી વર્ગો ચલાવવાની પરિસ્થિતિને દર્શાવે છે, જેમાં એક જ વર્ગના બાળકોમાં શીખવાની ક્ષમતામાં ‘બહુવિધ સ્તરીય’ વૈવિધ્ય જોવા મળે છે. પરિણામો દર્શાવે છે કે, એમજીટી/બહુવિધ-સ્તર પરિસ્થિતિ શૈક્ષણિક હેતુઓ સિદ્ધ કરવાની ખાતરી આપી શકે છે, પરંતુ એવું ત્યારે જ શક્ય છે જ્યારે તેને યોગ્ય અભિગમ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સભ્યોએ ભારતના વિવિધ રાજ્યોના અનેક સફળ ઉદાહરણો ટાંક્યા, જેમાં દરેક પ્રયાસોની વિશેષતાની ખાસ રજૂઆત, અભિગમમાં બે વ્યાપક પદ્ઘતિઓ દર્શાવવામાં આવી: જેમાંથી એક સામાન્ય રીતે સરકાર સંચાલિત માળખામાં જ્યારે બીજી મોટે ભાગે બિન-સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા અનુસરાતી જોવા મળે છે. જોકે અંતે નવીન પ્રયાસો શ્રેષ્ઠ પરિણામો દર્શાવે છે. નવીન પ્રયાસ અભિગમ (બંને પદ્ધતિમાં સામાન્ય હોય તેવા)માં ઉપયોગમાં લેવાતા કેટલાક દેખિતા પાસાઓ:

  • વર્ગ/શ્રેણી વિભાગોના બદલે જૂથ આધારિત અને સ્વયં શિક્ષણની વ્યવસ્થાનો ઉપયોગ
  • જૂથ/વ્યક્તિગત જરૂરિયાત આધારિત ઉદાર, વૈવિધ્યપૂર્ણ શિક્ષણના કાર્યક્રમો
  • સ્થાનિક જરૂરિયાતો અને સંદર્ભ આધારિત અભ્યાસ લક્ષી માહિતી
  • શિક્ષકોની તાલીમ એમજીટી તકનિકમાં, પ્રક્રિયા અને શીખવા – શીખવવાની પદ્ધતિ
  • સમુદાય, વાલી અને તાલીમ પામેલા સ્વયંસેવકોની શાળામાં ભાગાદારીની નોંધ
  • વય/શ્રેણી સંબંધી માન્યતાઓ વિના બાળ કેન્દ્રી અને સ્વ-કેળવણી શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ
  • શીખવાના વાતાવરણ અને વર્ગખંડ વ્યવસ્થા પર ભાર મૂકવો
  • સહભાગી અભિગમ અને બાળકમાં ક્રિયાત્મકતાને પ્રોત્સાહન આપવું

આ પ્રકારના અભિગમના પરિણામોમાં સારું શિક્ષણ/ગ્રહણ શક્તિ, તણાવમુક્ત શિક્ષિણ, વિદ્યાર્થી-વાલીના સંતોષમાં વધારો, મોટા પાયે શિક્ષકની ભાગીદારી અને પ્રક્રિયામાં અર્થિક પાસાઓનો સમાવેશ થાય છે.

મહત્ત્વના બિન સ્વયંસેવી સંસ્થાઓના (યુનિસેફ સહયોગી) મોડેલ્સ

ભારતના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં કે જ્યાં એમજીટી પરિસ્થિતિ અગાઉથી હતી તેવા વિસ્તારોમાં સફળ પ્રયોગો અંગે સભ્યોએ તેમના ઉપયોગી જ્ઞાન અને મૂલ્યવાન અનુભવો વહેંચ્યાં. આમાંથી એક છે ઋષિ વેલી મોડેલ, જે બાળક મૈત્રીપૂર્ણ શિક્ષણ અભિગમ આધારિત છે. આંધ્ર પ્રદેશની ગ્રામીણ પ્રાથમિક શાળામાં તેનો પ્રયોગ કરવામાં આવ્યો. એક શિક્ષક હોય તેવી પરિસ્થિતિમાં તે શ્રેષ્ઠ છે. આ શૈક્ષણિક મોડેલ લાંબા ગાળાના સ્વયં-ટકાઉ સાહસ તરીકે અમલમાં મૂકાયું. શૈક્ષણિક સિદ્ધીઓ માટે તેનું આર્થિક અને શૈક્ષણિક મૂલ્ય તેમજ સ્વયં ટકાઉપણા દ્વારા તે અન્ય રાજ્યોને તેના અનુસરણ માટે આકર્ષે છે. આ સંદર્ભેનું અન્ય ઉદાહરણ ઉત્તર પ્રદેશના લલીતપુર જિલ્લામાં યુનિસેફ દ્વારા રજૂ થયેલ શૈક્ષણિક ગુણવત્તા માટેનો પ્રયાસનું છે. જેમાં બહુવિધ શ્રેણી અને સ્તર જૂથ અભિગમ સમાવિષ્ટ છે, તેમાં સ્થાનિક શીખવા-શીખવવાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો. જે વિદ્યાર્થીની ગ્રહણ શક્તિ અને શૈક્ષણિક સિદ્ધીને સુધારવા માટેની બાળકલક્ષી શૈક્ષણિક પદ્ધતિમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. વધુ એક કિસ્સો રાજસ્થાનના દિગંતરમાં એક બિનસ્વયંસેવી સંસ્થાના પ્રયાસોનો છે, જેમાં બહુવિધ સ્તરીય અભિગમનો અમલ કરવામાં આવ્યો છે. ઉદા. સામાન્ય શાળાની વય/શ્રેણી પદ્ધતિ કરતા ક્ષમતા પ્રમાણે જૂથ બનાવવામાં આવ્યા. એક ‘વૈકલ્પિક શૈક્ષણિક મોડેલ’ તરીકે આ અભિગમ શીખવાની ઝડપમાં લવચિકતા આપે છે. તેમજ વય-શ્રેણી આધારિત કેન્દ્રિય અભ્યાસક્રમ અને ક્ષમતાઓની સરખામણીઓ કરતા અહીં શીખવાની પ્રક્રિયાનો વિકાસ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

સરકાર સંચાલિત સંસ્થાઓનો પ્રવાહ

સભ્યોનો પ્રતિભાવ હતો કે, સરકાર સંચાલિત શાળા અંતર્ગત શીખવા શીખવવાની પદ્ધતિને પુન: આયોજિત કરવા અંગે સરકારી માળખાની રચના તેમજ વર્ગ આધારિત અભ્યક્રમ સંદર્ભે ભાર મૂકવામાં આવ્યો, ખાસ કરીને તે એમજીટી તીવ્રતા સંદર્ભે વધુ ‘અનિવાર્ય’ છે.

બાળ મૈત્રીપૂર્ણ શિક્ષણની પદ્ધતિ શિક્ષકોને એમજીટી સંબંધિત સેવાકીય તાલીમો અને નિયમિત શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન પૂરું પાડે છે, જે સરકારી માળખામાં એમજીટી અભિગમની શ્રેષ્ઠતા દર્શાવે છે. અહીં ગુજરાત અને ઓરિસ્સાના ઉદાહરણ દ્વારા આ અભિગમને સમજાવવામાં આવ્યો. આ સંદર્ભે ગુજરાના શિક્ષકોની એમજીટી પરિસ્થિતિને પાર પાડવાની ક્ષમતા સ્પષ્ટ પણે કળાઈ આવે છે. જે ગુણવત્તાના માનાંકો અને સેવા દરમિયાનની પર્યાપ્તતા પરનો સૌથી મોટો પ્રશ્નાર્થ છે. શિક્ષકોને સતત શૈક્ષણિક માર્ગદર્શન એ એમજીટી/બહુ શ્રેણીય પરિસ્થિતિમાં પડકારોને સફળતાપૂર્વક પાર પાડવાની શિક્ષકોની યોગ્યતા અને ક્ષમતામાં વૃદ્ધિ કરતું મહત્ત્વનું પરિબળ છે

ઓરિસ્સામાં દ્વિમુખી વ્યુહરચનાને આ બે કારણોસર આવશક્ય માનવામાં આવતી, (I) શીખવાની પ્રક્રિયાના સુધારાઓ માટે શાળા અને શાળાકીય પરિસ્થિતિ અને (ii)સ શિક્ષકોની શૈક્ષણિક કૌશલ્યોના વિકાસ માટે પદ્ધતિસરની સેવા તાલીમ.

આંતરરાષ્ટ્રીય અનુભવો

આંતરરાષ્ટ્રીય અનુભવોના દસ્તાવેજોમાં પણ અભિગમ તેમજ નવીન પ્રયાસોના વિચારોમાં સમાન વૈવિધ્ય જોવા મળ્યું. ‘આમૂલ શિક્ષણ મોડેલ’નું એક ઉદાહરણ: “હવે વધુ શાળાઓ નહિ” સંકલ્પના આધારિત અભિગમ કે જેમાં શાળાઓ, પાઠ્યપુસ્તકો, શિક્ષકો અને વર્ગ પદ્ધતિને શીવખવાના કેન્દ્રો, સ્વયં-સંચાલિત સામગ્રી, જૂથ શિક્ષણ, ઉપશિક્ષક તેમજ સામુદાયિક સહયોગ સાથે તેમજ શિક્ષકોને સહભાગી શિક્ષણના ફેસીલેટિટેર્સ તરીકે પરિવર્તિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગ્રામીણ શાળાઓમાં આ આભિગમ ખૂબ અસરકારક રહ્યો. અન્ય અભિગમમાં એમજીટી પરિસ્થિતિને અસરકારક રીતે પાર પાડવા માટે શિક્ષકોનું ક્ષમતા વર્ધન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, ઉપરાંત અભ્યાસક્રમની પુન: રચના, અમજીટી-અનુકૂળ શીખવા શીખવવાની સામગ્રી અને પ્રક્રિયાની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે. તે ઝામ્બિઆ, પેરુ, કોલ્મબિઆ, શ્રીલંકા વિગેરે જેવા દેશોમાં વ્યાપક રીતે પ્રવર્તમાન આંતરિક સરકારી માળખું છે.

પરિણામોથી સ્પષ્ટ છે કે તેમાં દેખિતો ગેરલાભ છે, અને ગ્રામીણ ભારતમાં એમજીટી પરિસ્થિતિમાં ઘરખમ બોજો એ નવીન પ્રયાસોની પદ્ધતિના અમલમાં દેખિતો લાભ છે, જે દર્શાવે છે કે, ઘણા સફળ પ્રયોગો ભારત તેમજ અન્ય દેશોમાં થયા છે.

એમજીટીને શૈક્ષણિક પસંદગીની બાબત તરીકે સ્વીકારવું વૈકલ્પિક શિક્ષણના મોડેલને દર્શાવે છે, જ્યાં અભ્યાસક્રમ અને શીખવાનું સ્થળ એ વય/શ્રેણી આધારિત નહિં પરંતુ બાળકની શીખવાની ક્ષમતા આધારિત છે.

સ્ત્રોત: આઈએનડીજી ટિમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate