હોમ પેજ / શિક્ષણ / રાષ્ટ્રીય સ્તરે મહત્વની સંસ્થાઓ / પાયાના શિક્ષણના સાર્વત્રીકરણ માટેના નવીન અભિગમો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પાયાના શિક્ષણના સાર્વત્રીકરણ માટેના નવીન અભિગમો

પાયાના શિક્ષણના સાર્વત્રીકરણ માટેના નવીન અભિગમો વિષે માહિતી આવરી લીધી છે

પ્રતિભાવોનો સારાંશ

ડૉ. બી. એલ. મુંગેકરના પ્રશ્નોના જવાબમાં વ્યાપ કરી શકે તેવા નવીનીકારણના ઉદાહરણો સાથો સાથ ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના મુખ્ય ક્ષેત્રો કે જ્યાં વધુ સંસાધનોનો ઉપયોગ કરી શકાય તેવા ક્ષોત્રોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો. સહભાગીઓ દ્વારા રજૂ કરયેલા નવીન પ્રયાસો, તેમજ ઉપલબ્ધ સાહિત્યમાંથી જુદી તારવેલ સામગ્રીને તુલનાત્મક અનુભવોના સારાંશ તરીકે આ પ્રમાણે રજૂ કરી છે.

જેમાં ઓરિસ્સાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ, આંધ્ર પ્રદેશમાં વ્યવસાયિક શિક્ષણ તાલીમ, ઉત્તરાંચલમાં વિદ્યાર્થીઓના પ્રદર્શનને અસર કરતા શાળાકીય પરિબળોની અસરોને માપવા માટેનો સર્વગ્રાહી વિકાસ આંક, મહારાષ્ટ્રમાં મૂલ્યાંકનના મુખ્ય માપદંડોને આધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી શાળાઓને અવોર્ડ આપવા તેમજ ઉપચારાત્મક શિક્ષણ તેમજ શિક્ષકોની તાલીમ પર ભાર મૂકવો, મહારાષ્ટ્રમાં સ્થળાંતર કરનારા કામદારો માટે સહાયક અભ્યાસો પૂરા પાડવા, મધ્ય પ્રદેશમાં બાળ મૈત્રીપૂર્ણ શિક્ષણ આંકનો ઉપયોગ અને પશ્ચિમ બંગાળમાં શાળા કાર્યક્ષમતા આંક, નાગાલેન્ડ અને તામીલનાડુમાં શાળા વ્યવસ્થાપનની જવાબદારી માટે સમુદાયોને અધિકૃત કરવા, અને બાયરાજ્જુ ફાઉન્ડેશન (દ્વીપક્ષીય વીડિયો માહિતી), અગત્સ્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન, બ્રીજ ટુ ધી ફ્યુચર ઈનિશ્યટિવ, અઝિમ પ્રેમજી ફાઉન્ડેશન અને હોલ –ઈન- ધી- વેલ, નવી દિલ્હી વિગેરે જેવી બિન સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા નવીન કાર્યો તેમા સમાવિષ્ટ છે. અહીં શ્રીલંકા (શાળામાં નોંધણી અને હાજરીને પ્રોત્સાહિત કરવા માટેની વ્યુહરચના) અને નેપાલ (સ્થાનિક સમુદાય દ્વારા શાળાનું વ્યવસ્થાન)ના ઉદાહરણો પણ રજૂ કરવામાં આવ્યા.

અહીં આપેલા તમામ પ્રયાસોમાં મોટા પાયે કામ કરવાની ક્ષમતા હોવાની ખાતરી આપતા નથી. તેમાં નીચેના મુદ્દાઓ સમાવિષ્ટ છે:

 • આવા પ્રયાસોના લાભો દર્શાવતા માહિતી આધારિત પુરાવો ઉપલબ્ધ છે કે કેમ?
 • આવા પ્રયાસોના લાભો દર્શાવતા માહિતી આધારિત પુરાવો વૈવિધ્યપૂર્ણ શીખનારાઓમાં પણ સામાન્યીકરણ કરી શકાય કે કે કેમ તેવું દર્શાવી શકે?
 • શું આવા પ્રયાસોને મોટા સ્તર પર લઈ જઈ શકાય? ઉદહારણ તરીકે એક ગામના હોશિયાર શિક્ષક માટે શક્ય છે કે તે નવીન શિખવાની પદ્ધતિઓને ઉપયોગ કરે અને તેને શ્રૈષ્ઠ શૈક્ષણિક પરિણામોમાં પરિવર્તિત કરી શકે. પરંતુ શું તેને દેશના દરેક ગામોમાં અનુસરી શકાય?
 • શું આવા નવીન પ્રયાસો વર્તમાન માળખા અને શૈક્ષણિક ભંડોળની સીમામાં રહીને ખર્ચ અસરકારક અને નાણાકીય રીતે સદ્ધર છે ખરા?
 • શું આવા નવીન પ્રયાસો મોટા શૈક્ષણિક મુદ્દાઓ સંદર્ભે કામ કરી શકે છે, અને આ મુદ્દાઓ સંબોધિત ન થયા હોય તેવા સંજોગોમાં તેના લાભોમાં ઘટાડો થઈ શકે કે કેમ?

અંતિમ મુદ્દાને ધ્યાનમાં રાખતા, જો આ નવીન પ્રયાસો પ્રાથમિક શિક્ષણને પુનર્જીવિત અને સક્ષમ બનાવી શકે છે અને હકારાત્મક સુધારાઓ લવવામાં સફળ છે. જ્યારે પ્રવર્તમાન સામાજિક માળખું, તાલીમ પામેલા શિક્ષકો, સારી સુવિધાઓ અને અપેક્ષા પ્રમાણેનું સ્પષ્ટ પ્રદર્શન તેમજ ટ્રેકિંગ વિગેરે જેવા પરિબળોના કારણે તેની અસરકારકતા મર્યાદિત છે. કર દ્વારા એકત્ર થતું આવું ફંડ ફાળવવા સંદર્ભેના કેટલાક સૂચનો આ પ્રમાણે છે:

 • ગુણવત્તાવાળા શિક્ષકોની નિમણૂક કરવી, જેથી શિક્ષણની ગુણવત્તાને નબળું બનાવતી તેમની અછતને નિવારી શકાય.
 • રાજ્ય સ્તરીય સંસ્થાઓ જેવી કે ડાયટ (DIET - District Institute of Education and Training) અને સ્કેર્ટ (SCERT - State Council of Educational Research and Training)માં સુધારો કરવો અને તેમને સક્ષમ બનાવવી.
 • શાળાને સંપૂર્ણ મકાન અને બાંધકામ પૂરા પાડવા, જેથી શીખવાની પ્રક્રિયા એક સ્વસ્થ વાતાવરણમાં થઈ શકે.
 • બ્લોક અને ક્લસ્ટર લેવલે રિસોર્સ સેન્ટરની રચના
 • પેરેન્ટ ટિચર અસોસિએશન(PTA) / મધર ટિચર અસોસિએસન (MTA) વચ્ચે જવાબદારીની જાગ્રતતા લાવવી.
 • શીખવાના પ્રાથમિક સાધનો ઉપલબ્ધ હોય તેની ખાતરી કરવી, જેમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શીખવા શીખવવાની સામગ્રી તેમજ પુસ્તકાલય સામગ્રીનો સમાવિષ્ટ હોય.
 • વ્યવસાયિક કૌશલ્યોની તાલીમ માટે મૂળભૂત શિશ્રણના જોડાણો માટેની તકોનું સર્જન કરવું તેમજ ઔદ્યોગીત સાહસ માટે લોનની વ્યવસ્થા પૂરી પાડવી.
 • ગુણવત્તા યુક્ત શિક્ષણ માટેના સર્વગ્રાહી પ્રયાસો પર જાતિવાદ, લિંગ ભેગ વિગેરે જેવા પરિબળોની અસરોને હળવી બનાવવી.

અંતે ઉપરોક્ત નવીન પ્રયાસો અને અને અનિવાર્ય શરતોનો ઉલ્લેખ સપાટીને સ્પર્શવા માટે છે. આ સંદર્ભેના તીવ્ર પ્રશ્નોને સમાન ન્યાય આપવા માટે આ દિશામાં ખૂબ વધુ કાર્ય અને સંશોધનની જરૂરિયાત છે.

 

2.75555555556
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top