অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા-સંક્ષિપ્ત ઇતિહાસ

નાના પાયે શરૂઆતઃ

આ સંસ્થા ઇનસેટ પરિયોજના નીચે એપ્રિલ ૧૯૮૪ માં સ્થાકપવામાં આવી હતી. આ સંસ્થા ની નોંધણી મંડળી નોંધણી અધિનિયમ, ૧૮૬૦ હેઠળ સ્વવતંત્ર સંસ્થા તરીકે ૧૩ મી ડિસેમ્બ ર ૧૯૯૪ ના રોજ કરવામાં આવી છે.

આ સંસ્થા‍ અમદાવાદમાં પોલિટેકનિક, હોસ્ટે લ બિલ્ડિંયગમાં કામચલાઉ સ્ટુસડિયોમાં નાના પાયે શરૂ કરવામાં આવી હતી. પાછળથી આવશ્યક૮ સંસાધનો મેળવવામાં આવ્યાં હતાં, સ્ટાઆફની પુરવણી કરાઇ હતી, સ્ટાંફના સભ્યો ને ટેકનિકલ તાલીમ અપાઇ હતી અને બીજું પ્રારંભિક પગલાં લેવાયાં હતાં. કાર્યક્રમોનું નિર્માણ ડિસેમ્બજર ૧૯૮૫ થી શરૂ કરાયું હતું. સંસ્થાર તેના હાલના સ્ટુયડિયોના મકાનમાં પાછળથી ખસેડાઇ હતી.

ભારત સરકારે આ સંસ્થા ને તમામ આવશ્યહક સંસાધનો પૂરાં પાડ્યાં હતાં. સંસ્થારનો સમગ્ર વિકાસ સી.આઇ.ઇ.ટી., નવી દિલ્હીા અને નેશનલ કાઉન્સિથલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડિ ટ્રેનિંગ, નવી દિલ્હીહની અમૂલ્યગ માર્ગદર્શનને આભારી છે.

ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થા્ને માનવ સંસાધન વિકાસ મંત્રાલય નવી દિલ્હી અંશતઃ નાણાં આપે છે. ગુજરાત સરકાર તેને ૨૦૦૩-૦૪ થી મોટા ભાગની નાણાકીય સહાય પૂરી પાડે છે.

ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ સંસ્થાતના વહીવટ પર દેખરેખ રાખે છે. સંસ્થાનની સામાન્યષ પ્રવૃત્તિઓ અને નીતિ પર દેખરેખ રાખવા માટે વયવસ્થાખપક મંડળ અને કારોબારી સમિતિ જવાબદાર છે.

હેતુ અને ઉદ્દેશ

હેતુ

ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યૌગિકી સંસ્થાાનો મુખ્યય હેતુ શિક્ષકો અને નિર્દિષ્ટા વયજૂથનાં બાળકો માટે ઊંચી ગુણવત્તાવાળા હેતુપૂર્ણ અને મૂલ્‍ય આધારિત રેડિયો અને ટેલિવિઝન શિક્ષણ આપવા માટે આવા કાર્યક્રમોના નિર્માણમાં પૂરતી સહાય આપવાનો છે.

ઉદ્દેશ

  • ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થાા, અમદાવાદના મુખ્યૂ ઉદ્દેશ આ છે :
  • ઊંચી ગુણવત્તાવાળા અને હેતુપૂર્ણ રેડિયો અને ટેલિવિઝન કાર્યક્રમોનું નિર્માણ અને પ્રસારણ કરવું.
  • પ્રાથમિક શિક્ષણના સાર્વત્રીકરણને મદદ કરે અને સમર્થન આપે તેવા કાર્યક્રમોનું નિર્માણ કરવું.
  • શૈક્ષણિક પ્રૌદ્યોગિકી અંગેની માહિતી પ્રસિદ્ધ કરવી.
  • રેડિયો અને ટેલિવિઝન કાર્યક્રમો માટે સ્ક્રિ્પ લખવા શિક્ષકોને તાલીમ આપવી.
  • શાલેય અને અશાલેય શિક્ષણની ગુણવત્તા વિકસાવવી અને તેમાં મૂલ્યો દાખલ કરવું.
  • ટેલિવિઝન પર દર્શાવેલા શૈક્ષણિક કાર્યક્રમો પર દેખરેખ રાખવી તેનું મૂલ્યાંિકન કરવું અને તેના વિશે અભિપ્રાય એકત્રિત કરવા.
  • રેડિયો અને ટી.વી. કાર્યક્રમોના પ્રસારણ અંગે સમયપત્રક અને બીજી માહિતી દર્શાવતા ચોપાનિયા તૈયાર કરી પ્રકાશિત કરવાં.

દ્રષ્ટિ

  • સમય બદલાતાં આ સંસ્થાબ શૈક્ષણિક ડિલીવરી પદ્ધતિ વિકસાવવા સજ્જ કરાઇ છે.
  • શિક્ષણ, વન, આરોગ્ય અને પંચાયત જેવા વિષયો પર વધારે ગુણવત્તા કાર્યક્રમોનું નિર્માણ કરવું.
  • ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થાર ખાનગી ચેનલો પર કાર્યક્રમોનું પ્રસારણ કરવાનો ઇરાદો ધરાવે છે.
  • પ્રાથમિક શાળાઓને વીસીડી/ડીવીડી આપવી.
  • હાલ આ સંસ્થા પાસે ડિજિટલ વિઝન મિકસર, ડિજિટલ નોન-લીનિયર એડિટિંગ સેટ અપ, ડિજિટલ ઇન્ટરરકોમ જેવાં પોતાનાં સંસાધન છે.
  • સ્ટુટડિયોનાં બાકીના સંસાધનનું ડિજિટલ ફોર્મમાં રૂપાંતર કરવાનો ઇરાદો રાખે છે.
  • આ સંસ્થાવનો લક્ષ્યાંકક ઉદ્યોગમાંથી ઉત્તમ નિયામકોની પેનલ બનાવીને ભવિષ્યસના પ્રસારણમાં વધારે કાર્યક્ષમતા, વધારે સારી ગુણવત્તા અને વિવિધતા મેળવવાનો છે.
  • એજયુ.સેટની મદદથી આ સંસ્થા્ રાજ્યના તદ્દન અંતરિયાળ વિસ્તાજરો સુધી પહોંચવાનો ઇરાદો રાખે છે.

સંગઠન માળખુ

વ્યવસ્થા રૂપરેખા

ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થાની સ્વિતંત્ર સંસ્થા તરીકે નોંધણી કરવામાં આવી છે, જેથી સંસ્થાસના હેતુ પરિપૂર્ણ કરવા કાર્યક્ષમતાપૂર્વક કામ કરવા તેને પૂરતી સ્વકતંત્રતા મળી શકે. સંસ્થાની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા અને તેને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા માટે જુદી જુદી સમિતિઓ રચવા

  • સંસ્થાગની વાર્ષિક કામગીરીનું મૂલ્યાંતકન કરવું.
  • વધારે કાર્યક્ષમ વ્યનવસ્થાં પ્રત્યેં ધ્યાષન કેન્દ્રિ ત કરીને સંસ્થાંને નીતિવિષયક માર્ગદર્શન પૂરું પાડવું.
  • કારોબારી સમિતિએ મૂલ્યાંરકન કરેલા વાર્ષિક અહેવાલને બહાલી આપવી.
  • કેન્દ્રી સરકારને મોકલવા માટે અંદાજપત્રને બહાલી આપવી.
  • સંસ્થામાં વ્યનવસ્થાપક મંડળ ઉપરાંત નીચેની સ્થાયયી સમિતિઓ છે.
  • કારોબારી સમિતિ વ્યલવસ્થાપપનના પ્રશ્નો પર દેખરેખ રાખે છે અને સલાહ આપે છે.
  • કાર્યક્રમ સલાહકાર સમિતિ, નિર્માણ વિભાગ પર દેખરેખ રાખે છે અને સલાહ આપે છે.
  • નાણા અને મહેકમ સમિતિ કર્મચારીઓ અંગેના પ્રશ્નોને લગતી નાણાકીય બાબતો અને સેવા પર દેખરેખ રાખે છે.
  • આ બધી સમિતિઓ સંસ્થાના ઉદ્દેશપત્રની સત્તા હેઠળ કામ કરે છે. આ સમિતિઓ ઉપરાંત સ્ક્રિ પ સમિતિ અને પૂર્વદર્શન સમિતિ હોય છે.

માં આવી છે.

વ્યવસ્થાપક મંડળ :

સ્ક્રિપ સમિતિ :

શિક્ષકોને સ્ક્રિપ લખવામાં તાલીમ આપવા માટે ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થા કાર્યશાળાઓ યોજે છે અને પાઠ્યપુસ્તેકો આધારિત સ્ક્રિ પ તૈયાર કરે છે. આ વિષયો ઉપરાંત, સાંસ્કૃનતિક અને નૈતિકમૂલ્યોસ, સંશોધન, સાહિત્યસ પુરું અભયારણ્યઉ અને પ્રાચીન સ્થાૃપત્યઅ જેવા વિષયોમાં સ્ક્રિગપ તૈયાર કરવામાં આવે છે. ત્યાેરપછી આ સ્ક્રિતપ સ્ક્રિ પસમિતિને રજૂ કરવામાં આવે છે. સમિતિ આ સ્ક્રિ્પનું મૂલ્યાં કન કરે છે. આ રજૂ કરેલી સ્ક્રિનપ સ્વીવકારવી કે અસ્વીિકારવાની તેને સત્તા છે. ત્યા‍ર પછી આ મંજૂર કરેલી સ્ક્રિ પ ટેલિવિઝન / રેડિયો કાર્યક્રમના નિયામકને સોંપવામાં આવે છે.

સ્ક્રિપ એકવાર મંજૂર થાય અને નિયામક કાર્યક્રમ ઘડતાં, તે પૂર્વદર્શન સમિતિને રજૂ કરવામાં આવે છે. પૂર્વદર્શન સમિતિ રજૂ કરેલા કાર્યક્રમોનું મૂલ્યાં કન કરે છે અને તે મંજૂર કરે છે. સમિતિ કાર્યક્રમનાં ટેકનિકલ અને શૈક્ષણિક પાસાં તપાસે છે. પૂર્વદર્શન સમિતિને કાર્યક્રમ યોગ્યમ કક્ષાનો ન લાગે તો સૂચનો કરવાની અને તે નામંજૂર કરવાની સત્તા છે. મંજૂર કરેલા કાર્યક્રમને પ્રસારણ માટે મોકલી આપવામાં આવે છે.

મૂલ્યાંકન

શિક્ષકો અને નિર્દિષ્ટમ વય જૂથના વિદ્યાર્થીઓ માટે કરેલા શૈક્ષણિક કાર્યક્રમો માટેનું સંસ્થાર મૂલ્યાંવકન કરે તે મહત્વેનું છે. આ સંસ્થાટ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતાં માસિક સમયપત્રક તૈયાર કરે છે. આ માસિક સમયપત્રક ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા પ્રકાશિત થતા મેગેઝિન ‘‘જીવનશિક્ષણ’’ માં પ્રકાશિત કરવામાં આવે છે. આ સમયપત્રક દરેક જિલ્લા કેન્દ્રવવર્તી અધિકારીને પણ મોકલવામાં આવે છે. મૂલ્યાંમકનની પ્રક્રિયા સઘન બનાવવા માટે દરેક જિલ્લા્ને શિક્ષણ નિરીક્ષક કક્ષાના અધિકારી કેન્દ્રયવર્તી જિલ્લા અન્વેલક્ષક તરીકે મૂકવામાં આવે છે.

આ કેન્દ્ર વર્તી અધિકારી મારફત શાળાઓને આ કાર્યક્રમ અંગે નિયમિત રીતે જાણ કરવામાં આવે છે. આ કાર્યક્રમો નિયમિત જોવામાં આવે તેની અધિકારી ખાતરી કરે છે અને શાળાઓ પાસેથી મૂલ્યાંઆકન ફોર્મ મેળવે છે.

જુદી જુદી શાળાઓના આ પ્રતિભાવ વધુ સારાં કાર્યો માટે સુધારો કરવા અને આયોજન કરવા સંસ્થા ને સહાયરૂપ થાય છે.

નિર્માણ

આ સંસ્થા શૈક્ષણિક દ્રશ્યર શ્રાવ્યી કાર્યક્રમોનું નિર્માણ કરે છે. આ કાર્યક્રમો શૈક્ષણિક અને નૈતિક હોય છે અને મુખ્યશત્વેદ શિક્ષકો અને નિર્દિષ્ટછ વયજૂથનાં બાળકો માટે હોય છે. આ કાર્યક્રમોની ગુણવત્તા સુધારવા અને ટકાવી રાખવા ખાસ કાળજી લેવામાં આવે છે. પૂર્વ-દર્શન સમિતિ તેનું મૂલ્યાંવકન કરી તેને મંજૂર કરે તે પછી જ આ કાર્યક્રમોનું પ્રસારણ થાય છે. આ કાર્યક્રમો મુખ્યનત્વેજ શિક્ષકો અને બાળકો કેન્દ્રિકત હોવાથી, શિક્ષકો તેને તૈયાર કરવામાં પણ મહત્વકની ભૂમિકા ભજવે છે. શિક્ષકો બહુધા કાર્યક્રમોની સ્ક્રિપપ લખે છે, સ્ક્રિણપ મંજૂર કરે તે પછી કાર્યક્રમ તૈયાર કરવામાં શિક્ષકોની મદદ લેવામાં આવે છે.

હાલ આ સંસ્થાત પાસે વિવિધ વિષયો પર લગભગ ૧૦૦૦ શૈક્ષણિક કાર્યક્રમોનો સંગ્રહ છે. લગભગ ૨૦૦ કાર્યક્રમની વીસીડી પણ ઉપલબ્ધશ છે. આ વીસીડી શાળામાં અને તેમાં રસ ધરાવનારાઓને વાજબી ભાવે વેચવામાં આવે છે.

દ્રષ્યં-શ્રાવ્યર નિર્માણ માટે વિષયો :

  • ગુજરાતી
  • હિન્દી
  • અંગ્રેજી
  • સંસ્કૃત
  • ગણિતશાસ્ત્ર
  • સામાજિક અભ્યા્સ
  • વિજ્ઞાન
  • કોમ્યુનટર
  • ગીત
  • સંસ્કૃતિ
  • પર્યાવરણ
  • આરોગ્ય

શિક્ષણનું મૂલ્ય

  • કલા
  • સંગીત
  • રમતગમત
  • યોગ
  • એસ.એસ.સી./એચ.એસ.સી. પરીક્ષાઓને લગતા વિષયો
  • વિશિષ્ટ વ્યાક્તિઓ સાથે બેઠક અને ઇન્ટસર
  • બુદ્ધિશાળી બાળકો સાથે આંતરક્રિયા
  • નૃત્‍ય / લોકનૃત્ય / નાટક
  • સ્ત્રી શિક્ષણ, સરદાર સરોવર જેવી રાજ્ય પરિયોજનાઓ

આ કાર્યક્રમોની યાદી સંસ્થાલની વેબસાઇટ www.gietonline.org માં મૂકી છે. અમારો સંપર્ક ઇ-મેલ પર કરી શકાય.

નિર્માણની વિશિષ્ટદતાઓ :

  • આમાં ૨૦૦ કાર્યક્રમની વીસીડી ઉપલબ્ધ છે.
  • સ્ત્રીઓ શિક્ષણ, પર્યાવરણ, સાક્ષરતા, બોર્ડની પરીક્ષાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને એવોર્ડની વહેંચણી જેવા રાષ્ટ્રીય અને સામાજિક પ્રશ્નો અંગે કાર્યક્રમોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
  • સરકારનું વન ખાતું, મહિલા સામાખ્યિ અને સતત અક્ષરજ્ઞાન જેવાં સંગઠનો તેમની સંસ્થા માટે ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થાજ કાર્યક્રમોનું નિર્માણ કરે તેવું પસંદ કરે છે.
  • સ્ક્રિપ લેખન કાર્યશાળામાં સ્ક્રિરપ લખવા માટે દર વર્ષે ૪૫-૫૦ શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. આ કાર્યશાળાઓ વર્ષમાં બેવાર કે ત્રણવાર યોજાય છે.
  • મિડલ શાળાઓ અને ઉચ્ચછતર શિક્ષણને લગતા વિષયો પર કાર્યક્રમો બનાવવામાં આવ્યાઅ છે.
  • આ કાર્યક્રમોની વીસીડી દર્શાવવામાં આવે છે અને વિજ્ઞાન મેળા જેવા પ્રસંગોએ તે વાજબી કિંમતે વેચવામાં આવે છે.
  • ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યૌગિકી સંસ્થા એવોર્ડ જીતનાર અને ખાસ શિક્ષકો અને વિદ્યાર્થીઓના ઇન્ટરરવ્યુકનું પ્રસારણ કરે છે.
  • બાળકો માટે એનિમેશન ફિલ્મોરનું નિર્માણ કરવામાં આવે છે.
  • આ સંસ્થા સારા અને અનુભવી નિયામકો, કેમેરામેન અને બહારના કલાકારોની આમંત્રણ આપે છે અને પેનલ બનાવે છે અને તેમનાં મદદ અને માર્ગદર્શન અનુસાર કાર્યક્રમો તૈયાર કરે છે.
  • સી.આઇ.ઇ.ટી. નિર્મિત હિંદી કાર્યક્રમોનું પ્રાદેશિક ભાષામાં ડબિંગ થાય છે.
  • રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ જેવા બનાવોને અને બાળકોમાં વૈજ્ઞાનિક માનસને પ્રોત્સાહન આપવા સ્થા નિક વિજ્ઞાન પ્રદર્શનોને આવરી લઇ તેનું પ્રસારણ થાય છે.
  • ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થા દર વર્ષે ૨૦૦ શ્રાવ્ય અને ૪૦ દ્રશ્યચ કાર્યક્રમોનું નિર્માણ કરવાનો ઇરાદો રાખે છે.
  • રાજ્યની બોર્ડની પરીક્ષાઓમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને મદદ અને સહાય કરવા, ગુજરાત શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંસ્થાી છેલ્લાંશ ત્રણ વર્ષથી પરીક્ષને લગતા કાર્યક્રમો અને વિદ્યાર્થીઓને માનસશાસ્ત્રી્ય માર્ગદર્શન આપતા કાર્યક્રમોનું નિર્માણ કરે છે.

સ્ટુડિયો

આ સંસ્થામાં માલિકીનો ‘સ્ટેટ ઓફ ધી આર્ટ‘଴ સ્ટુડિયો છે. તેને અદ્યતન સંસાધનોથી સજ્જ કરવામાં આવ્યો છે. આ સ્ટુડિયોને યોગ્ય સમયાંતરે ઊંચી કક્ષાનો આંતરરાષ્ટ્રીય ધોરણનો બનાવ્યો છે. સ્ટુડિયોમાં ડિજિટલ સ્વીચર, ડિજિટલ કેમેરા, નોન-લીનિયર એડિટિંગ સેટ-અપ, વીસીડી/ડીવીડી રાઇટર અને પ્રિન્ટર છે. બહારના શુટિંગ માટે ચાર અદ્યતન ઇ.એન.જી. સેટ-અપ પણ છે.

ગ્રંથાલય

આ સંસ્થાંનું અદ્યતન કેસેટ ગ્રંથાલય છે. કરવામાં આવે તે બધા કાર્યક્રમ બેટા કેમ કેસેટમાં સંગ્રહ કરી આ ગ્રંથાલયમાં જાળવવામાં આવે છે. આ કેસેટની સલામતી માટે ઘણી કાળજી લેવામાં આવે છે. આ કેસેટમાં કોરી કેસેટ અને સીડીઓનો પણ સમાવેશ થાય છે. આ ગ્રંથાલયમાં ૧૦૦૦ કાર્યક્રમોની કેસેટ જાળવવામાં આવે છે. આ ગ્રંથાલય સંસ્થાયની કિંમતી મિલકત છે.

સંપર્ક

સરનામુ
ગુજરાત ઇન્‍સ્‍ટ‍િટયૂટ ઓફ એજયુકેશનલ ટેકનોલોજી,
૧૩૨ ફુટ રીંગ રોડ,
હેલ્મેટ ચાર રસ્તા, નવરંગપુરા,
અમદાવાદ-૩૮૦૦૦૯
ઇ-મેઇલ
giet-ahd@gujarat.gov.in
dir-giet-edu@gujarat.gov.in
ફોન
૦૭૯-૨૭૯૧૩૩૮૮
૦૭૯-૨૭૯૧૨૯૨૩
ફેકસ
૦૭૯-૨૭૯૧૨૯૨૩

સ્ત્રોત: ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/4/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate