অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શૈક્ષણિક કાર્યક્રમો અને પહેલ

શૈક્ષણિક કાર્યક્રમો અને પહેલ

‘સૌને માટે શિક્ષણ’ ના ઉચ્‍ચ ધ્‍યેય સાથે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની નિરંતર શિક્ષણ અને સાક્ષરતાં અભિયાન નીતિ શિક્ષણનો વ્‍યાપ, શાળાકીય શિક્ષણ અધૂરૂં છોડયાની ટકાવારીમાં ઘટાડો, કન્‍યા કેળવણી ઉપર ખાસ ભાર શિક્ષકોને પ્ર ઉપરાંત અન્‍ય કાર્યક્રમો દ્વારા ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં શિક્ષણ કાર્યાન્‍વિત કર્યું.

કન્‍યા કેળવણી, માળખાકીય સવલતો, આરોગ્‍ય અને સ્‍વચ્‍છતા અભિયાન જેવા ક્ષેત્રો નિરંતર શિક્ષણ, સાક્ષરતા અને શિક્ષણ પ્રત્‍યે જાગૃકતા લાવવાના પુરક પ્રેરક બળ બન્‍યા છે. આર્થિક-સામાજીક – શિક્ષણ અન્‍વયે રાજ્ય સરકારે બહુવિધ શિક્ષણ આયામો આવરી લીધાં જેમાં પ્રાથમિક શિક્ષણ સાક્ષરતા શિક્ષણ, તકનિકી શિક્ષણ, ઔષધિય શિક્ષણના વિકાસનું ધ્‍યેય રાખ્‍યું છે.

શિક્ષણના ગઠિત અને અગઠિત કાર્યક્રમો માટે અને શિક્ષણ ક્ષેત્રે તેના ઉદ્દેશ્‍યો અને વિકાસના કાર્યો માટે રોકાણોનો ઉપયોગ થાય તેના પર ધ્‍યાન કેન્‍દ્રીત કરવામાં આવ્‍યું છે. વૈશ્વિક સ્‍તરનું પ્રાથમિક શિક્ષણ જેમાં ૬ થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને આવરી લેવામાં આવ્‍યા છે. તેના માટે ખાસ આયોજન દ્વારા ધ્‍યેય સ્‍થાપિત કરી, સન ૨૦૧૦ માં સ્‍ત્રી અને પુરુષની સાક્ષરતા ટકાવારી ૧૦૦ ટકા પૂર્ણ કરવી એ પ્રાથમિકતા રહી છે.

‘સૌને માટે શિક્ષણ’ કાર્યક્રમ અંતર્ગત સાક્ષરતા અભિયાનમાં અંદાજે ૯,૦૦૦ શિક્ષકોને પ્રશિક્ષણ, ચાર થી સાત ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે તેમના કૌશલ્‍યની કાર્ય નોંધ, ધોરણ બે, ત્રણ, ચાર અને પાંચમાંના ભાગની વિદ્યાર્થીનીઓ માટે વધારાના અભ્‍યાસ વર્ગોની ગોઠવણ કરી, ગુજરાત અને ગણિતમાં ૧૦ ટકાથી ૧૫ ટકા સુધીનો વધારો કરવા માટે રાજ્યની ૧૨,૫૦૦ શાળાઓમાં ખાસ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

કન્‍યા કેળવણીનું અભિયાન રાજ્યના દરેક ઘરના ઉમરે પહોંચાડો, દરેકના હૃદયમાં કન્‍યા સુશિક્ષિત બને તેવી ભાવના જગાડો... આ જ આપણા સ્‍વર્ણિમ ગુજરાતનું ધ્‍યેય બની રહો.
મા. મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્ર મોદી (કન્‍યા કેળવણી મહોત્‍સવ ૨૦૦૯)

શિક્ષણને ગતિ મળે તેવી પરિયોજનાનો અમલ
બાલ પ્રવેશ / મધ્‍યાહન ભોજન કાર્યક્રમ
નિરોગી બાળક
વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ
વિદ્યાદીપ યોજના
શિક્ષક પ્રશિક્ષણ અને દૂર અંતર શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ
આર્થિક મહત્‍વ અંતર્ગત જેવી કે ‘વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ’ યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાઇ જેના થકી વિદ્યાર્થી અને તેના પરિવારને શિક્ષણ માટે આધારરૂપ બની શકે. રાજ્ય સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્‍ય શાળાના વિદ્યાર્થીઓના સ્‍વાસ્‍થ્‍ય અંગેનો છે. આ માટે વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠનના સહકાર (ડબલ્‍યુ.એચ.ઓ. યુનિસેફ યુનેસ્‍કો) અને વિશ્વ બેન્‍કની શાળાકીય વિદ્યાર્થીઓમાં સ્‍વાસ્‍થ્‍ય વિકાસ યોજના અંતર્ગત ગુજરાતમાં રાજ્ય સરકારે પહેલ કરી છે. 

પ્રાથમિક શિક્ષણ સાથે કમ્‍પ્‍યુટર શિક્ષણ ફરજીયાતની પહેલ રાજ્ય સરકારે કરી. તકનિકી અભિગમના સ્‍વીકાર રૂપે રાજ્ય સરકારે કમ્‍પ્‍યુટર તાલીમ કાર્યક્રમ હેઠળ રાજ્યની સરકારી શાળાઓમાં અંદાજે ૮,૫૦,૦૦૦ વિદ્યાર્થીઓને કમ્‍પ્‍યુટર શિક્ષણ આપવામાં આવ્‍યું છે. ગ્રામીણ ક્ષેત્રોમાં નિરંતર વીજ પુરવઠો અને સંચાર તકનિકીની સુવિધા સાથે શિક્ષણના ધ્‍યેયો પુરા કરવા ઉપલબ્‍ધ કરાઇ છે. 

ગુજરાતીઓ માટે અંગ્રેજી ભાષાના કૌશલ્‍ય માટે રાજ્ય સરકારે એસ.સી.ઓ.પી.સ. કાર્યક્રમ પ્રસ્‍તુત કર્યો છે. ઇચ્‍છુક શાળાઓ માટે ભાષાકીય કૌશલ્‍ય માટે ભાષા-પ્રયોગશાળાનો કાર્યક્રમ રજૂ કરાયો છે જેમાં શબ્‍દભંડોળ, વ્‍યાકરણ, વિરામ ચિહ્નોની ઓળખ વગેરે દ્વારા ભાષા કૌશલતા વધારવાના પ્રયત્‍નો કરવામાં આવ્‍યાં છે. જેના થકી વિદ્યાર્થી અંગ્રેજીભાષામાં નિપુણતા કેળવી આત્‍મવિશ્વાસ સાથે તૈયાર થાય છે. 

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ‘સર્વ શિક્ષા અભિયાન’ (રાષ્‍ટ્રીય કાર્યક્રમ) અને અન્‍ય પ્રાયોજીત કાર્યક્રમો ગુજરાત કાઉન્‍સિલ ઓફ એલીમેન્‍ટરી એજ્યુકેશન (જી.સી.ઇ.ઇ.) દ્વારા માત્ર જિલ્‍લાઓમાં કાર્યાન્‍વિત કરી અન્‍ય વિવિધ કાર્યક્રમો પ્રાથમિક શિક્ષણક્ષેત્રે દૂર અંતર પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ ર અને ૪ (ડી.પી.ઇ.પી.)

રાષ્‍ટ્રીય યોજનાનું અમલીકરણ

સર્વ શિક્ષા અભિયાન - પ્રવૃત્તિ (એસ.એસ.એ.એમ.) 
પ્રાથમિક કક્ષા સુધી કન્‍યા કેળવણી (એન.પી.ઇ.જી.ઇ.એસ.) 
કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે.જી.બી.વી.)

ગુજરાત શિક્ષણ કાર્યક્રમનો પ્રથમ તબક્કો:

સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત ૨૫ જિલ્‍લાઓ અને મહાનગર પાલિકાઓની શાળાઓને તેના શિક્ષણ કાર્યક્રમ હેઠળ આવરી લેવાયા.
સર્વ શિક્ષા અભિયાન મિશન કાર્યક્રમના નેજા હેઠળ રાજ્યમાં કેન્‍દ્ર સરકારની કન્‍યાઓ માટે પ્રાથમિક કક્ષા સુધીના શિક્ષણ કાર્યક્રમમાં ૧૦૯૩ સમૂહમાંથી ૭૮ ગ્રામિણ સ્‍તરે શૈક્ષણિક પછાત જૂથ, ૨૧ જિલ્‍લાઓ (ભરૂચ, ડાંગ, પોરબંદર અને વલસાડ) ના ૩૯ સમૂહમાંથી ૧૩ જૂથને આવરી લેવામાં આવ્‍યા.
રાજ્યના વિવિધ વિસ્‍તારોમાં સરકાર દ્વારા કસ્‍તુરબા કન્‍યા વિદ્યાલય યોજના અંતર્ગત ૩૦ જેટલી નિવાસી પ્રાથમિક શાળાનું સંચાલન થઇ રહ્યું છે. જેમાં રહેવાની સગવડ સાથે શિક્ષણ અપાય છે. તેમાં અનુસૂચિત જાતિ / જનજાતિ / અન્‍ય પછાત વર્ગ તથા લઘુમતિ અને ગરીબી રેખાની નીચે જીવન ગુજારતા પરિવારના બાળકો માટે અભ્‍યાસની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે.

ગુજરાતમાં બાળકોનું બાળપણ નિસ્‍તેજ ન બનતા ઉત્‍સાહ અને શક્તિથી થનગનતું બનશે.
મુખ્‍યમંત્રી, નરેન્‍દ્રમોદી
શિક્ષક માટે પ્રશિક્ષણ તથા દૂર અંતર શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ 
કન્‍યા કેળવણી સાથે રાજ્ય સરકારે કુશળ શિક્ષકોની ભરતી માટે પગલાં લીધાં છે. શિક્ષકોને પ્રશિક્ષિત કરવાના કેન્‍દ્રો શિક્ષણ સંવર્ધન કાર્યક્રમ હેઠળ કાર્યરત કર્યા છે. દૂર અંતર શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઉપગ્રહ તકનિકી દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલિમ આપવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે. ૪૦૦૦ જેટલા કેન્‍દ્રો પર ૧,૯૪,૦૦૦ જેટલા શિક્ષકોએ જૂન ૨૦૦૯ માં લાભ લીધો હતો. શિક્ષકો અન્‍ય શ્રેષ્‍ઠ પ્રતિભાઓને અને શિક્ષણ શાસ્‍ત્રીઓને જુએ તેમને સાંભળે અને તેઓમાંથી શીખી શિક્ષણનું આદાનપ્રદાન કરે.

રાજ્ય સરકારનો શિક્ષણ પ્રત્‍યે ગાંધીજીના વિચારોનો અભિગમ રહ્યો છે. ગાંધીજી કહેતા : ‘‘તમે એક બાળકને શિક્ષિત કરશો તે સમાજને એક શિક્ષિત નાગરિક મળશે. જ્યારે તમે એક કન્‍યાને શિક્ષિત કરશો તો સમાજને એક શિક્ષિત પરિવાર મળશે.’’ વ્‍યક્તિમાં જ્યાં સુધી શિક્ષણની ભૂમિકા નહિં હોય ત્‍યાં સુધી સામાજીક - આર્થિક વિકાસની કલ્‍પના શક્ય નથી.

વિકાસના સિમાચિહ્નો : ૨૦૦૭
સન ૧૯૯૮ સુધીમાં ૮૫૦૦ શાળાઓનું સંવર્ધન કર્યું.
૧૮૦૫૩ શાળાઓ વીજ પુરવઠા સાથે સજ્જ કરવામાં આવી.
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્‍તકોનું નિશૂલ્‍ક વિતરણ,
જેની કિંમત અંદાજે ૩.૪ કરોડની થવા જાય છે.
દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની શાળાની પ્રયોગશાળાઓમાં આરોગ્‍ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત ૮૪,૩૩,૪૨૬ બાળકોની આરોગ્‍ય તપાસ કરાવાઇ તેમાંથી ૧૨,૨૭,૧૯૯ જેટલા બાળકોનું તત્‍કાલ આરોગ્‍ય નિદાન કરવામાં આવ્‍યું.
આરોગ્‍ય ચકાસણી કાર્યક્રમ ૨૦૦૭
મુખ્‍ય ચાવીરૂપ સિદ્ધિઓ:
ખાસ અભિયાન દ્વારા મજબૂત અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણ માટે ૧.૦૫ વિદ્યા સહાયકોની ભરતી.
કન્‍યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશ મહોત્‍સવ (જૂન ૨૦૦૯ ના મધ્‍યમાં) ના કાર્યક્રમો દ્વારા પ્રાથમિક શાળામાં પ્રવેશ ટકાવારી ૧૦૦ % તથા અધુરેથી શિક્ષણ છોડયાની ટકાવારી ૨.૨૯ % થી નીચે રહી.
Efforts in Primary chools have led to 49.34 lakh students obtaining uniforms at total expenditure of Rs.6,518 lakh
ગ્રામિણ વિસ્‍તારમાં કન્‍યાઓ માટે નિઃશૂલ્‍ક બસ સુવિધા.
રાજ્યના મુખ્‍ય ૪૧ પછાત તાલુકાઓમાં કન્‍યા કેળવણી માટે ૬ ખાસ યોજનાઓના અમલીકરણ પર ધ્‍યાન.
કન્‍યા કળવણી માટે રાજ્ય સરકારના ‘કન્‍યા કેળવણી ફંડ’ ની કુલ રકમ રૂપિયા ૨૧.૮૩ કરોડની થઇ.
શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારનો હવે પછીનો અભિગમ: માનનીય વિકાસ આંક (એમડીઆઇ) બાળકો માટેની યુનિવર્સિટી અને બાળ ગોકુલમ સંસ્‍થાન.
વાચન, લેખન અને અંક ગણતરી કૌશલમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ટકાવારી ૮૦ % પહોંચી.
કેટલાક ધ્‍યેયો ૨૦૧૦ ના
શાળાકીય પ્રવેશની ટકાવારી ૯૦.૩૦૫ છે. જે ૧૦૦ % કરવી.
અધૂરા શિક્ષણે શાળા છોડી જતા વિદ્યાર્થીઓનું પ્રમાણ ૪૮.૧ ટકા છે. જે ઘટાડી શૂન્‍ય કરવું.
રાજ્યમાં પુરુષ સાક્ષરતાની ટકાવારી ૭૩ % છે જે વધારી ૧૦૦ % કરવી.
રાજ્યમાં સ્‍ત્રી સાક્ષરતાની ટકાવારી ૪૮.૬૫ ની છે. જે ૧૦૦ % પહોંચાડવી.
અનુસૂચિત જાતિમાં સાક્ષરતા ૬૧.૦૭ ટકા છે. જે વધારે ૧૦૦ ટકા કરવો.
અનુસૂચિત જનજાતિમાં સાક્ષરતા પ્રમાણ ૩૬.૪૫ % છે જે વધારી ૧૦૦ % કરવું.

ગોહિલ પૂનમ -રાજુલા 9624211283

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate