অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રાથમિક શાળાના શિક્ષણમા ટેકનોલોજીનો ઉપયોગ

શૈક્ષણિક ઉપકરણો પ્રોજેકટર

પ્રાચીન સમયમાં વર્ગખંડ એટલે માત્ર કથન અને શ્રવણ એવો અર્થ થતો જેમાં કાળુ પાટિયું , ચોક અને પાઠયપુસ્‍તકનો સમાવેશ થતો હતો પણ હવે વૈવિધ્‍યપૂર્ણ ઇન્‍ટરેકિટવ બોર્ડનો ઉપયોગ થાય છે.

પ્રોજેકટરના પ્રકારઃ સ્‍લાઇડ પ્રોજેકટર ફિલ્‍મસ્‍ટ્રીપ પ્રોજેકટર ઓવરહેડ પ્રોજેકટર

એપિડાયોસ્‍કોપસ્‍લાઇડ પ્રોજેકટરઃ-

સ્‍લાઇડ પ્રોજેકટર એ દ્શ્‍ય ઉપકરણ છે. એમાં રજૂ કરાયેલી વિગતો પડદા પર જોઇ શકાય છે. સ્‍લાઇટ એ ચિત્રવાળી ચોરસ અને લંબચોરસ પારદર્શક તકતી છે. સામાન્‍ય રીતે ૩’’×૩’’થી માંડીને ૧૦’’×૧૦’’ સુધીની પ્‍લેટસ, ચિત્ર,સ્‍લાઇડ, લખાણ વગેરે પડદા પર ઝીલી શકાય છે અને તેને રસપૂર્વક નિહાળી શકાય છે.

ફાયદા:

  • વિધાર્થીઓની કલ્‍પના શકિતનો વિકાસ થાય છે.
  • પાઠયપુસ્‍તકનું જ્ઞાન મૂર્ત બને છે.
  • સંકલ્‍પનાઓ- વ્‍યાખ્‍યાઓ સ્‍પષ્‍ટ થાય છે.
  • રંગીન લખાણ અને ચિત્રો દ્વારા સંકલ્‍પના સ્‍પષ્‍ટ કરી શકાય છે.
  • વિજ્ઞાનમાં આકૃતિઓ દર્શાવવા આ સાધન ખૂબજ સફળ નીવડે છે.
  • સામાજિક વિજ્ઞાનમાં નકશા, આલેખ દર્શાવવા માટે આ સાધન  ઉપયોગી છે.·

ફિલ્‍મસ્‍ટ્રીપ પ્રોજેકટર

કોઇ પણ વિષયના ક્રમિક રીતે પારદર્શક હોય તેવી પ્‍લાસ્‍ટીકની પટ્ટી પર લીધેલા ૮ થી ૧૦ કે વધુ ચિત્રોની હારમાળાને ફિલ્‍મસ્‍ટ્રીપ કહેવામાં આવે છે. આખા વર્ગમાં ફિલ્‍મસ્‍ટ્રીપમાં દોરાયેલા ચિત્રો પડદા પર મોટા સ્‍વરૂપે જોઇ શકાય છે શિક્ષક ઇચ્‍છે તો પોતાના હાથે પોતાની કુશળતા પ્રમાણે જાતેજ રંગીન કે બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ ફિલ્‍મસ્‍ટ્રીપ બનાવી શકે છે.

ફાયદાઃ        શિક્ષક ઇચ્‍છે તે મુજબ અને વિધાર્થીને સમજ પડે ત્‍યાં સુધી·         ક્રમિક ફિલ્‍મો બતાવી શકાય અને વિષયનું દ્ઢીકરણ કરી શકાય છે.·         વર્ગવ્‍યવહાર જીવંત બને છે.·         ઓછી મહેનત અને ઓછા ખર્ચે શિક્ષક જાતે ફિલ્‍મસ્‍ટ્રીપ તૈયાર કરીશકે છે.·         વિધાર્થીઓની કલ્‍પનાશકિત વિકસે છે.

ઓવરહેડ પ્રોજેકટર

ઓવરહેડ પ્રોજેકટર એ પ્રોજેટરનો જ એક ભાગ છે. જેનો ઉપયોગ કરતી વખતે શિક્ષક વર્ગની સામે ઉભો રહી શકે છે. જેનાથી ૧૦’’×૧૦’’ સુધીની કોઇ પણ માપની પારદર્શક વસ્‍તુઓ પ્રક્ષેપિત થઇ શકે છે. આનો ઉપયોગ સર્વપ્રથમ બીજા વિશ્‍વયુદ્ધ દરમિયાન સૈનિકોને તાલીમ આપવા માટે થયો હતો.

ફાયદાઃ

  • આકૃતિ, રેખાંકન અને નકશા પ્રક્ષેપિત કરી શકાય છે.
  • અલગ ચોકકસ કાર્ય કરવાની જરૂર રહેતી નથી.
  • ઓવરહેડ પ્રોજેકટરનાં સંચાલન માટે અન્‍ય વ્‍યકિતની સહાય જરૂરી નથી.
  • શિક્ષક વર્ગની સન્‍મુખ હોય છે એટલે ચર્ચા કરવી સરળ બને છે.
  • એપિડાયોસ્‍કોપએપિડાયોસ્‍કોપ અપારદર્શક ચિત્રને પડદા પર પ્રક્ષેપિત કરે છે.
  • આ પ્રકારના અપારદર્શક સાહિત્‍યનું પ્રક્ષેપિત કરવાની ક્ષમતા બીજા કોઇ પણ સાધનની નથી. આ વિશિષ્‍ટ ગુણને કારણે આ સાધનનું વિશેષ મહત્‍વ છે.

એપિડાયોસ્‍કોપની રચના

એપિડાયોસ્‍કોપ એ ધાતુની એક પેટી જેવી રચના હોય છે જેના મુખ્‍ય ભાગોમાં બલ્‍બ, પરાવર્તક અરીસો, લેન્‍સ-૧, લેન્‍સ-ર સ્‍લાઇડ/ફિલ્‍મસ્‍ટ્રીપ મુકવાનું સ્‍ટેન્‍ડ વગેરે હોય છે. તેમાં પ૦૦ થી ૧૦૦૦ વોલ્‍ટનો બલ્‍બ વાપરવામાં આવે છે. બેઠકની નીચે હેન્‍ડલ જેવી રચના હોય છે. બેઠક પર પ્રક્ષેપિત કરવાની અપારદર્શક સામગ્રી મૂકવામાં આવે છે.

એપિડાયોસ્‍કોપની શિક્ષણ પ્રક્રિયામાં યોગદાન/ઉપયોગ

  • એપિડાયોસ્‍કોપએ અપારદર્શક સામગ્રી અને ફિલ્‍મસ્‍ટ્રીપ કે સ્‍લાઇડ જેવી પારદરર્શક સામગ્રીને પ્રક્ષેપિત કરવા માટે ઉપયોગી છે.
  • બાળકો માટે જરૂરી સંદર્ભ પુસ્‍તકો, મેગેઝીન, વર્તમાનપત્રો તેમજ અન્‍ય અપારદર્શક સામગ્રીને સીધે સીધી એપિડાયોસ્‍કોપની બેઠક પર મૂકીને રજૂ કરી શકાય છે.
  • નાના કદમાં રહેલી સામગ્રીને મોટા કદમાં રજૂ કરી શકાય છે.
  • મહાન વ્‍યકિતઓના હસ્‍તલિખિત લખાણ વિધાર્થીઓની રચનાઓ કે આકૃતિઓ દર્શાવી શકાય છે.
  • વર્ગમાં ચિત્ર, આકૃતિ કે ડાયાગ્રામને એનલાર્જ કરી શકાય છે.
  • નાની ઘન અપારદર્શક વસ્‍તુઓ દર્શાવવાના ઉપયોગમાં લઇ શકાય  છે.

ટેપરેકોર્ડર

પ્રાચીન સમયમાં ગુજરાતી જેવા વિષયમાં કવિતા મૌખિક ભણાવવામાં આવતી પરંતુ આમાં શિક્ષકોની મર્યાદાને કારણે બાળકોને આમાં રૂચિ લાગતી ન હતી. પરંતુ જો કવિતાને રાગ, લય, તાલ અને સંગીતના સાધનો સાથે સંભળાવવામાં આવે તો બાળકોને કઇંક અલગજ અનૂભૂતિ થશે. સામાન્‍ય રીતે શિક્ષક આ સાધનોનો ઉપયોગ વર્ગખંડમાં કરી શકે છે.

ફાયદાઃ

  • એક જ કેસેટ ઘણા લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય છે.
  • શાળામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ખૂબજ ઉયોગી બને છે.
  • ભૂતકાળમાં રેકોર્ડ થયેલા સારા વકતવ્‍ય(સ્‍પીચ)ને બાળકો સમક્ષ રજૂ કરી પ્રેરણા પૂરી પાડી શકાય છે.
  • બાળક પોતાની સ્‍પીચ રેકોર્ડ કરીને ઉચ્‍ચારણ અંગેની જાણ કરી શકાય છે.
  • દ્ઢીકરણ અને પુનરાવર્તનનો અવકાશ રહે છે. સરળતાથી અને ઓછા ખર્ચે વસાવી શકાય છે.

ટેલીવીઝન

વિશ્‍વના લગભગ બધા જ દેશોમાં શિક્ષણના એક અસરકારક સાધન તરીકે ટેલીવિઝનની ઉપયોગિતાને માન્‍યતા મળેલી જોવા મળે છે. શિક્ષણમાં તેનો વ્‍યાપક ઉપયોગ કરીને અધ્‍યેતા પક્ષે અસરકારકતા જોવા મળે છે. આ એવું દ્શ્‍યશ્રાવ્‍ય ઉપકરણ છે જેના દ્વારા બાળકમાં અનુભવ અને જ્ઞાન મેળવવની ક્ષમતા વિકસે છે.

ફાયદા

  • આ ઉપકરણ વડે વર્ગને જીવંત રાખી શકાય છે.· આ ઉપકરણ દ્વારા GIET  અને BISAG દ્વારા પાઠ નિદર્શન અને શૈક્ષણિક પ્રવુત્તિઓનું સમયાંતરે પ્રદર્શન બતાવી શકાય છે.·
  • ભણતર આનંદમય, પ્રવૃત્તિમય અને ભાર વગરનું બને છે.
  • શિક્ષણની યાત્રા આનંદની યાત્ર બને છે.
  • સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં ઐતિહાસિક સ્‍થળોનું નિદર્શન વર્ગખંડમાં બેઠા- બેઠા કરી શકે છે.
  • વર્ગશિક્ષણ કરતાં ટેલિવિઝન શિક્ષણ હેઠળના વિધાર્થીઓ વધુ પ્રસન્‍ન, પ્રફુલ્‍લ રહી શિક્ષણ મેળવે છે. જે ચિરદાયી નીવડે છે.
  • આમ ટેલીવિઝન શિક્ષણની ફળશ્રુતિ પ્રણાલીગત શિક્ષણ કરતાં વધુ ફળદાયી નીવડી શકે છે.

મોબાઇલ

આજના યુગને મોબાઇલ યુગ કહીએ તો પણ ખોટું નથી. મોબાઇલ એ એક ઇલેકટ્રોનિક ઉપકરણ છે જે દરેક જગ્‍યાએ સરળતાથી ઉપલબ્‍ધ હોય છે. આજના શૈક્ષણિક વાતાવરણમાં મોબાઇલ ડિવાઇસએ બાધારૂપ નીવડે છે પરંતુ જો તેનો યોગ્‍ય અને શિસ્‍તપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણકાર્યનું એક શૈક્ષણિક ઉપકરણ બની શકે છે.

મોબાઇલનો શિક્ષણમાં ઉપયોગઃ-

  • મોબાઇલના ઉપયોગ દ્વારા જોડકણા, બાળગીત, કવિતા, પ્રાર્થના વગેરે બાળકો સમક્ષ રજૂ કરી શકાય છે.
  • મોબાઇલમાં રેકોર્ડિંગ સુવિધા હોવાથી શિક્ષક તેનો વર્ગમાં યોગ્‍ય વિષય અંતર્ગત ઉપયોગ કી શકે છે.
  • સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં શિક્ષક સમયરેખા, વૈશ્‍વીક સમયની માહિતી વર્ગ સમક્ષ મોબાઇલ દ્વારા રજૂ કરી શકાય છે.
  • મોબાઇલના ઉપયોગ દ્વારા શાળામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો, વર્ગના કાર્યક્રમો, પ્રવાસ પર્યટન કે જરૂર જણાય ત્‍યાં ફોટોગ્રાફસ, વિડીઓ રેકોર્ડિંગ કરી શકાય છે.
  • મેમરી કાર્ડ એ મોબાઇલમાં વપરાતું Storage Device છે જેની સંગ્રહ ક્ષમતા 16GB સુધીની છે.પેન ડ્રાઇવમાહિતીને સંગ્રહ કરવા અને એક કોમ્‍પ્‍યુટરમાંથી અન્‍ય કોમ્‍પ્‍યુટરમાં માહિતી આપ-લે કરવા વપરાતું સરળ સાધન એટલે પેન ડ્રાઇવ.પેન ડ્રાઇવની રચના પેન જેવી છે. જે આપણા પોકેટમાં સરળતાથી રાખી શકાય છે. પેન ડ્રાઇવ એ સ્‍ટોરેજ ડિવાઇસ છે જેમાં સરળતાથી માહિતીનો સંગ્રહ કરી શકાય છે. હાલ બજારમાં પેન ડ્રાઇવ 4GB,8GB,16GB,32GB ની ઉપલબ્‍ધ છે.પેન ડ્રાઇવની શોધ- તોશીબા કંપની(જાપાન)જેમાં પેન ડ્રાઇવનો ઉપયોગ શિક્ષક અનેક રીતે કરી શકે છે. પેન ડ્રાઇવ ઉપયોગમાં લેતી વખતે વાયરસની આપ-લે ન થાય તેની ખાસ કાળજી રાખવી.

પેન ડ્રાઇવનો શાળામાં ઉપયોગઃ-

  • પેન ડ્રાઇવનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરવા માટે વાપરી શકાય.
  • પેન ડ્રાઇવમાં ઇન્‍ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી ચિત્રો, Video Clips, Audio Clips વગેરે જેવી માહિતી વર્ગખંડમાં રજૂ કરીને તેમના જ્ઞાનને અપડેટ કરી શકાય છે. માત્ર પુસ્‍તકિયું જ્ઞાન સિમિત ન બની શકાય છે.
  • પેન ડ્રાઇવમાં શાળાના સાંસ્‍કુતિક કાર્યક્રમનો, ફોટોગ્રાફસ, વિડિયો રેકોર્ડિંગ વગેરે સંગ્રહ કરીને ભવિષ્‍યમાં બીજા વિધાર્થીઓ સમક્ષ નિદર્શન કરી શકાય છે.
  • પેન ડ્રાઇવનો ઉપયોગ સીડી, ડીવીડી કરતાં સરળ રીતે થઇ શકે છે.
  • You tube downloaderYou tube downloader એક પ્રકારની Application છે જેના દ્વારા You tube પરના દરેક વિડિયોને કોઇ પણ ફોર્મેટ(3GP, MP3,MP-4,WMP FLV) ડ) ડાઉનલોડ કરી શકો છો.ઇન્‍ટરનેટ પરથી Video downloaderને અનુલક્ષીને અનેક Application ઉપલબ્‍ધ છે.દા.ત. keepvide, vdowloader

CD/DVD

આજના ટેકનોલોજીના યુગમાં માહિતીનો સંગ્રહ કરવો જરૂરી બની ગયો છે ત્‍યારે શિક્ષણમાં પણ માહિતીનો સંગ્રહ કરવાCD/DVD જેવા ઉપકરણો અનિવાર્ય બની ગયા છે. જેનો ઉપયોગ વર્ગમાં યોગ્‍ય સમયે ચોકકસ હેતુ સિધ્‍ધ કરવા વપરાય છે.

CD:- COMPACT DISK

DVD:- DIGITAL VERSATILE DISKCD/DVDનો શિક્ષણમાં ઉપયોગઃ-

  • CDનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરવા થાય છે.·  CDની માહિતી ફકત વાંચી શકાય પણ તેના પર ફરી લખી ન શકાય.· CDનો ઉપયોગ રમતો, ચલચિત્રો, એનિમેશન વગેરેના પ્રકાશનમાં પણ કરી શકાય.·CDની સંગ્રહ ક્ષમતા 700GB ની હોય છે.
  • CDની ઉપર આખા જ્ઞાનકોષને સંગ્રહ કરી શકાય છે.· જયારે DVDનો ઉપયોગ CDની જેમજ ઉપર જણાવ્‍યા પ્રમાણે થાય છે. પરંતુ તેની સંગ્રહ ક્ષમતા ઘણી ઉંચી છે.·DVDની સંગ્રહ ક્ષમતા 4.7GB હોય છે.· CD અને DVD બીજા ઉપકરણ કરતા સસ્‍તુ અને સરળતાથી હેરફાર કરી શકાય તેવું સાધન છે.

પ્રિન્‍ટર

સામાન્‍ય રીતે કોમ્‍પ્‍યુટરમાં માહિતીને feed કરીએ છીએ અને તેને છાપવા ઇચ્‍છીએ છીએ. માહિતીને છાપવા કે પ્રિન્‍ટ કરવા માટે કોમ્‍પ્‍યુટર સાથે જોડાયેલા એકમને પ્રિન્‍ટર કહે છે. હાલમાં વિવિધ પ્રકારના પ્રિન્‍ટરર્સ બજારમાં ઉપલબ્‍ધ છે. થોડા સમય પહેલા બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ પ્રિન્‍ટરર્સ હતા જયારે હાલમાં કલરીંગ પ્રિન્‍ટરર્સ ઉપલબ્‍ધ છે.જેવા કે લેસર પ્રિન્‍ટર, ઇન્‍કજેટ પ્રિન્‍ટર, ડોટ મેટરીક્ષ પ્રિન્‍ટર, લાઇન પ્રિનટર વગેરેનો સમાવેશ કરી શકાય છે. હાલ લેસર પ્રિન્‍ટર વધારે ઉપયોગી બને છે.

સ્‍કેનર

સ્‍કેનર એ ઇનપુટ સાધનોમાંનું એક ઇનપુટ સાધન છે. સ્‍કેનરનો ઉપયોગ કોઇપણ નાની માહિતીને સ્‍કેન કરી પડદા પરMagnify કરી પડલા પર પ્રદર્શીત કરી શકાય છે.આધુનિક સ્‍કેનર પ્રત્‍યેક ચોરસ ઇંચે 4800 ટપકાને જુદા-જુદા ડિજિટમાં ફેરવે છે. સંશોધકોએ હેન્‍ડ સ્‍કેનર પણ ઉપલબ્‍ધ કરાવી દીધા છે.

સ્ત્રોત: સુમિત પટેલ , સવ્યા ઓનલાઈન શોપ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate