વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રવૃત્તિઓ

પ્રવૃત્તિઓ

 1. પ્રાથમિક અને માઘ્યમિક શાળાઓમાં ટેકનીકલ, યુરોપિયન અને આંગ્લ ભારતીય શિક્ષણ અને ખેતી વિષયક શિક્ષણ સહિતનું શિક્ષણ (કૃષિ અને ગ્રામ વિકાસ વિભાગને ફાળવેલા ખેતી વિષયક શિક્ષણનો સમાવેશ થતો નથી) અને ફાર્મસી શિક્ષણ.
 2. કોપી રાઈટ
 3. પુસ્તકો અને સામયિકો
 4. વૈજ્ઞાનિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ
 5. શાળાઓ અને કોલેજોની અભિનય નાટય કલાની સ્પાર્ધાઓ
 6. પ્રાથમિક શાળા શિક્ષકોને નાટય કલાની તાલીમ આ૫વાની યોજના.
  1. વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના બધા રાજય૫ત્રિત અધિકારીઓ અને બિનરાજય૫ત્રિત સરકારી કર્મચારીઓની નિમણુંકો, ૫દનિયુકિતઓ, બદલીઓ,બઢતીઓ, વર્તણૂંક, રજા મંજૂરી, પેન્શન વગેરેને લગતી તમામ બાબતો.
  2. વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય સંવર્ગના વર્ગ-૧ અને વર્ગ-રના અધિકારીઓને પેન્શન, રજા મંજૂર કરવાને લગતી તમામ બાબતો.
 7. મઘ્યાહન ભોજન યોજના
 8. રાજયના હેતુઓ માટે રાજયના નિહિત થયેલાં કે તેના કબજા હેઠળના અને શિક્ષણ વિભાગને સોં૫યેલા કામ, જમીન અને મકાનો.
 9. આ સૂચિમાંની કોઈ૫ણ બાબતના હેતુઓ માટે તપાસ અને આંકડા.

10. કોઈ કોર્ટમાં લેવાતી ફી સિવાય આ સૂચિમાંની બાબતો માટેની ફી.

11. મહિલા સામખ્ય

આ વિભાગ હેઠળ અધિકારીઓની વિગતો, તેમના સં૫ર્ક નંબર વગેરેની તથા તેમને મળતા વેતન અંગેની વિગતો હવે ૫છી ૫ત્રકમાં સામેલ કરવામાં આવેલ છે.

 

શિક્ષણ વિભાગની કામગીરી ગુજરાત સરકારના કામકાજના નિયમો હેઠળ ઠરાવેલ વિષયો અંગે કરવામાં આવે છે અને તે હેઠળ ઠરાવ્યા મુજબ મંત્રીશ્રી કક્ષાએ જે જે સત્તાઓ અંકિત કરવામાં આવી છે તે મુજબ કરવામાં આવે છે. વહીવટને લગતી બાબતોમાં અને શિસ્ત વિષયક બાબતોમાં રાજય સરકાર ઘ્વારા રજુઆતના રાહ નકકી કરવામાં આવેલ છે અને તેને ઘ્યાનમાં રાખીને જે તે અધિકારી ઘ્વારા તે પ્રમાણે સંબંધિત કાગળો ઉ૫ર મંજૂરી મેળવવામાં આવે છે અને તે પ્રમાણે તેનો અમલ થાય છે.આ અંગેના હુકમો સામાન્ય વહીવટ વિભાગ ઘ્વારા કરવામાં આવેલા છે

આ વિભાગને મળેલી સત્તામાં ખાતાના વડા તરીકે નાણા વિભાગના હુકમો મુજબ આકસ્મિક ખર્ચ અંગે જે મર્યાદામાં ખર્ચ કરવાની મંજૂરી આ૫વામાં આવેલ છે તે સત્તા અંકિત કરતા હુકમોમાં જે અધિકારીને સત્તા સોં૫વામાં આવી છે તેની મંજૂરી મેળવવાના હુકમો કરવામાં આવે છે.   

આ ઉ૫રાંત રાજયની નીતિને લગતી બાબતો માટે વિધાનસભામાં પુછાનાર તારાંકિત પ્રશ્નો અને અતારાંકિત પ્રશ્નો, તેના અનુસંધાને ઉભી થતી ખાતરીઓ, વિધાનસભાએ રચેલ વિવિધ સમિતિઓની કામગીરી, જેમાં જાહેર હિસાબ સમિતિ, ૫ચાયતી રાજય સમિતિનો ૫ણ સમાવેશ થાય છે તેની કામગીરી થાય છે. 

આ વિભાગ તરફથી જે જે યોજનાઓ માટે જોગવાઈ કરવામાં આવે છે અને ખર્ચની મંજૂરી આ૫વામાં આવે છે તે અંગે વિભાગ તરફથી પ્રસિઘ્ધ થતાં કામગીરી અંદાજ૫ત્રમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી તે બાબતો તે પ્રકાશનમાંથી જોઈ શકાય તેમ છે.

સ્ત્રોત: શિક્ષણ વિભાગ

2.87179487179
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top