હોમ પેજ / શિક્ષણ / કારકિર્દી માર્ગદર્શન / ધોરણ ૧૨ પછી કયાં કયાં ફોર્મ્‍સ ભરી શકાય ?
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ધોરણ ૧૨ પછી કયાં કયાં ફોર્મ્‍સ ભરી શકાય ?

ધોરણ ૧૨ પછી કયાં કયાં ફોર્મ્‍સ ભરી શકાય ?

ધોરણ ૧૨ નું રીઝલ્‍ટ બહાર પડે-પાસ થયા હોય તેઓ સ્‍વાભાવિક રીતે ખુશ પણ હોય, પરંતુ સાથે સાથે મૂંઝવણ પણ હોય કે હવે આગળ શું ? કયા અભ્‍યાસક્રમમાં-કઇ કોલેજ-કઇ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો? આવતી કાલે કયા કોર્સની demand હશે ? ઘણા બધા સવાલો હોય અને આ દરેક સવાલોના અલગ અલગ જવાબો હોય. એક મિત્ર એક સલાહ આપે, બીજા મિત્રો વળી બીજી સલાહ આપે, મમ્‍મી-પપ્‍પાના મિત્રો, સગા સબંધીઓ બધા ધોરણ ૧૨ પછી શું કરવું તે વિશે ઢગલાબંધ સલાહો આપે...... કઇ માહિતી પર વિશ્વાસ મૂકવો ? અહીં એટલુ જ કહેવાનું કે આપ કોઇ પણ વિદ્યાશાખામાં પ્રવેશ લો-Top પર રહેશો- આગળ રહેશો તો આવતીકાલ આપની જ છે....આવો કેટલાક વધુ વિકલ્‍પો જાણીએ....કેટલીક પાયાની પરંતુ મહત્‍વની વાતો પર ફરી એક વાર વિચાર કરીએ અને પછી આપણી જાતે જ નિર્ણય લઇએ.
ધોરણ-૧૨ સાયન્‍સ કર્યા વગર IT ના Professional !
બી.એ.ના અભ્‍યાસક્રમ સાથે ઇન્‍દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનો સર્ટિફિકેટ ઇન કમ્‍પ્‍યુટર C(સી.આઇ.સી.) કોર્સ કરજો. ત્‍યાર પછી BCA કરી શકો અને MCA પણ થઇ શકો સરળતા રહેશે.
આર્ટસના વિષયો હોય તો કયાં ફોર્મ ભરવાના?
.    હોટલ મેનેજમેન્‍ટનો બેચલર ડિગી કોર્સ ગુજરાતમાં અને ગુજરાત બહાર છે. બધે એડમિશન મળશે.
.    બી.એ.કરવું હોય તો અંગ્રેજી, ઇકોનોમિકસ જેવા વિષયમાં કરવું સારૂ.
.    પ્રાયમરી ટીચર બનવા પી.ટી.સી.નું ફોર્મ ભરવાનું.
.    ચિત્ર આવડતું હોય તો આર્ટ ટીચર ડિપ્‍લોમાંનું ફોર્મ ભરવું.
.    બેચલર ઓફ પરફોર્મિગ આર્ટસમાં ડાન્‍સ, ડ્રામા અને મ્‍યુઝિકના કોર્સ છે.
.    ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ અથવા કંપની સેક્રેટરીના ફાઉન્‍ડેશન કોર્સ પણ કરી શકો. કોસ્‍ટ એકાઉન્‍ટન્‍ટનો કોર્સ પણ કરાય.
.    ઇન્‍દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના CIC કોર્સનું ફોર્મ ભરવું.
.    BSW/BPE નું ફોર્મ ભરવું
.    BABED ઇન્‍ટીગ્રેટેડનું ફોર્મ ભરવું.
.    BALLB ઈન્‍ટીગ્રેટેડનું ફોર્મ ભરવું.

સ્રોત:  ગુજરાત સ્ટેટ પોર્ટલ

3.24489795918
mandhra sajid Sep 21, 2016 12:56 PM

મારો બાબો 12 કોમેર્સ માં ફાઈલ થયેલ છે આ વર્ષે 12 ની પરીક્ષા આપવાનો છે જો તે ફાઈલ થાય અથવા પાસ થાય તો તેને શું કરવું જોઈએ મને ખબર નથી કૃપા કરી તમે કઈ ઉપાય બતાઓ .

બળોલિયા જયપાલ્ Jul 12, 2016 04:02 PM

12 સાયંસ મારે 4 વર્શ નૉ ગેપ છે . તૉ મારે સુ કરવુ કાઇ સમજાતુ નથી.ક્રૂપા કરી તમે કાઇ ઉપાય બતાવો.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top