অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્‍ટાફ સિલેકશન કમિશનની મેટ્રિક લેવલ એકઝામ

સ્‍ટાફ સિલેકશન કમિશનને સરકારી નોકરીઓનું ‘‘પ્રવેશદ્વાર’’ પણ ઘણા મિત્રો કહે છે. અગાઉ આ એસ.એસ.સીી. દ્વારા ધો-૧૦ પાસ તથા સ્‍નાતક થયેલ મિત્રો માટે ૮-૯ જેટલી અલગ અલગ ર્સ્‍પધાત્‍મક પરીક્ષાનું આયોજન થતું હતું. આમ ધોરણ ૧૦ પાસ થયેલા મિત્રો સ્‍ટાફ સિલેકશનની બે-ત્રણ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે અલગ અલગ ફોર્મ ભરતા હતા, અલગ અલગ પરીક્ષાઓ આપતા હતા. સ્‍નાતક મિત્રોને પણ આ જ વાત લાગુ પડતી હતી. એક જ ઉમેદવાર ત્રણ-ચાર અલગ અલગ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓનું ફોર્મ ભરે તે સંજોગોમાં એસ.એસ.સી. નું કામ પણ વધતું હતું. આ બધા સંજોગો ધ્‍યાનમાં લઇ સ્‍ટાફ સિલેકશન કમિશન દ્વારા છેલ્‍લા થોડા વર્ષી મેટ્રિક લેવલની બધી જ પોસ્‍ટ માટે એક કમ્‍બાઇન પ્રિલિમનરી એકઝામ અને ત્‍યારબાદ ફાઇનલ એકઝામ લેવામાં આવે છે. તે જ રીતે સ્‍નાતક લેવલની બધી જ પોસ્‍ટ માટે પણ એક જ પરીક્ષા બે તબ(કાઓમાં પ્રિલિમિનરી એકઝામ અને ત્‍યાર બાદ ફાઇનલ એકઝામ લેવામાં આવે છે. તે જ રીતે સ્‍નાતક લેવલની બધી જ પોસ્‍ટ માટે પણ એક જ પરીક્ષા બે તબક્કાઓમાં - પ્રિલિમિનરી અને ફાઇનલ લેવામાં આવે છે. યાદ રહે, એસ.એસ.સી. દ્વારા કેન્‍દ્ર સરકારના વર્ગ-૩ કક્ષાના કર્મચારીઓની ભરતી થાય છે. જ્યારે UPSC વર્ગ -૧ અને વર્ગ -૨ કક્ષાના અધિકારીઓની ભરતી કરે છે.

સ્‍ટાફ સિલેકશન કમિશનની કમ્‍બાઇન્‍ડ મેટ્રિક લેવલ એકઝામ

આ પરીક્ષાની જાહેરાત સામાન્‍ય રીતે ડિસેમ્‍બર માસ દરમિયાન આવે છે

મિત્રો, અહીં આપ કેન્‍દ્ર સરકારની કચેરીઓમાં / મંત્રાલયોમાં કલાર્ક બનવા ઇચ્‍છતા હોવ કે સ્‍ટેનોગ્રાફર (હિન્‍દી/અંગ્રેજી) - આપને સૌ પ્રથમ તો આ પ્રિલિમિનરી એકઝામ પાસ કરવાની છે. આ પ્રિલિમનરી પરીક્ષા જેઓ પાસ કરશે, તેઓ જ આ માટેની મુખ્‍ય પરીક્ષા આપી શકશે અને મુખ્‍ય પરીક્ષા પાસ કરનાર મિત્રો જ ટાઇપિંગ ટેસ્‍ટ તથા અન્‍ય પરીક્ષાઓ આપી શકશે. આ મુખ્‍ય પરીક્ષા માટે અલગથી અરજી કરવાની રહેશે અને તે માટેની જાહેરાત પ્રિલિમનરી પરીક્ષાના પરિણામ બાદ આવે છે. તથા પ્રિલિમ એકઝ)મમાં પાસ થનાર સફળ ઉમેદવારને પત્ર-ફોર્મ મોકલીને વ્‍યકિતગત જાણ થાય છે.

કોણ આ પરીક્ષા આપી શકે ?

વય : પરીક્ષાની જાહેરાત સમયે ૧૮ થી ૨૫ વર્ષની વય હોય તેઓ આ પરીક્ષા આપી શકે.

મિત્રો, આપના એસ.એસ.સી./એચ.એસ.સીી. સર્ટિફીકેટમા: દર્શાવેલ જન્‍મ તારીખ જ માન્‍ય ગણાશે. અહીં ઉપલી વયમર્યાદામાં SC/ST ઉમેદવારોને ૫ વર્ષની અને OBC ઉમેદવારોને ૩ વર્ષની નિયમ મુજબ છૂટછાટ મળે છે

શિક્ષણ : મેટ્રિકયુલેશન અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ હોય તેઓ જ આ પરીક્ષા આપી શકે.

ફી : રૂ. ૫૦/- (SC/ST તથા શારીરિક રીતે અપંગ ઉમેદવારો તથા ભુતપૂર્વ ઉમેદવારો તથા ભુતપૂર્વ સૈનિકોને ફી ભરવાની નથી એટલે કે તેમને ફી મુકિત આપવામાં આવેલ છે) ફોર્મ/જાહેરાત લિબર્ટી કેરિયર ન્‍યૂઝમાં પ્રસિદ્ધ થાય છે.

પરીક્ષાનું સ્‍વરૂપ : કમ્‍બાઇન્‍ડ પ્રિલિમનરી એકઝામ માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે અને તે અંતર્ગત બે વિભાગો ધરાવતું એક પેપર હશે. આ પેપર માટે કુલ સમયગાળો ૨ કલાકનો હશે. પાર્ટ-૧ જનરલ ઇન્‍ટેલિજન્‍સ ૧૦૦ માર્કસ / પાર્ટ-૨ જનરલ અવેરનેસ ૧૦૦ માર્કસ એમ કુલ ૨૦૦ માર્કસ. આ અંગેનુ: પ્રશિક્ષણ તથા તૈયારીની બુકસ પણ લિબર્ટીની સંસ્‍થાઓમા: પ્રાપ્‍ય છે.

પરીક્ષા કેન્‍દ્રો : ગુજરાતમાં આ પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભૂજ અને પાલનપુર કેન્‍દ્ર પર લેવામાં આવે છે. (આ કેન્‍દ્રોમાં ફેરફાર થાય છે.)

સ્ત્રોત  : શિક્ષણ વિભાગ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate