অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિદેશમાં ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્‍તિની સરળ જાણકારી

વિદેશમાં ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્‍તિની સરળ જાણકારી

ગુજરાતમાં યુવાનોમાં ઉચ્ચu શિક્ષણ વિદેશમાં મેળવવાનું એક આકર્ષણ હોય તેમ જણાય છે. કેટલીક વખત આ ‘ક્રેઝ’ પણ લાગે છે. કેમ કે વૈશ્વિકરણના બૃહદ માહોલમાં વિદેશ ગયેલો એક મોટો સમૂહ પણ ઇન્ફોંર્મેશન ટેકનોલોજી, બાયોટેકનોલોજી વગેરેના વિકાસ સાથે ભારત પરત ફરી રહ્યો છે. આપણે સૈકાઓથી વિદેશ વ્યારપાર, પર્યટન તથા અભ્યારસ સાથે વિદેશની સફર ખેડીએ છીએ પણ તેમાં હવે કદાચ વિદેશ અભ્યાયસ અંગે પરિવર્તન આવશે તેમ મનાય છે. છતાં અભ્યાફસઅર્થે વિદેશની સફર ખેડીએ છીએ પણ તેમાં હવે કદાચ વિદેશ અભ્યારસ અંગે પરિવર્તન આવશે તેમ મનાય છે.. છતાં વિદેશ અભ્યાઅસ માટે કેટલાંક કારણો હજુ પણ યુવા વર્ગમાં છે. તેનાં કારણોમાં વિદેશનું ‘ઊંચુ અધ્યશયન’ (High Study) વિદ્યાર્થીની પ્રોફેશનલ કેરિયરને મહત્વંની ઊંચાઇએ (ટોપ ઉપર) લઇ જાય છે.

તે તથા દુનિયાભરની અવનવી ટેકનિકસ, રિસર્ચ, પ્રશિક્ષણ તરકીબોથી ધનિષ્‍ટ પરિચય મળે તે છે. વિદેશ અભ્‍યાસ બાદ પરત ફરતા થકી પણ ત્‍યાંના સંપર્કો અને મુલાકાતોનો લાભ દેશમાં ઉપયોગમાં આવે છે. અને કેરિયર એક અનોખી ઢબની ઘડી શકાઇ છે. વિદેશ અભ્‍યાસની સુવિધાઓના વિકાસે તથા સરળ પ્રક્રિયાએ આ રસ જાળવી રાખેલ છે. જોકે તે માટે વિદ્યાર્થીઓએ યોગ્‍ય પૂર્વ આયોજન કરવું પડે છે.

વિદેશ અભ્‍યાસની પ્રક્રિયાની વિશિષ્‍ટતા

(૧) અભ્‍યાસની પસંદગી અને એડમિશન પ્રોસિજર :

વિદેશ અભ્‍યાસની આ પ્રારંભિક પ્રક્રિયા છે. સૌ પ્રથમ અંગત કારણો સહાયક પરિબળો મુજબ કયા દેશમાં અભ્‍યાસર્થે જવું છે તે નક્કી કરવું પડે છે. દરેક દેશને પોતાની સહાયરૂપ થવાની લાક્ષણિકતા અને અભ્‍યાસની વિશિષ્‍ટ સુવિધાઓ હોય છે. આ પસંદગી જૂના વીદ્યાર્થી, એજ્યુકેશન ફેર તથા બ્રિટીશ, કાઉન્‍સિલ, USEFi\I, દૂતાવાસ જેવી સંસ્‍થા અને યોગ્‍ય કેરિયર છે.કન્‍સલટન્‍ટની સહાયથી થઇ શકે. વિદ્યાર્થીનાં વ્‍યક્તિગત કારણો, આર્થિક પરિબળો, ચોઇસ, પર્પઝ ઇત્‍યાદિ ધ્‍યાનમાં લેવાના રહે છે. યુનિવર્સિટી કોલેજ કે અભ્‍યાસક્રમની સંખ્‍યા આ પસંદગી માટે ૦૫/૩૦ સ્‍થળોએ આશરે ૧૦/૧૨ માસ પહેલા અરજી કરવાની હોય છે. દરેક દેશની અરજી પદ્ધતિ અલગ હોવાથી જે તે એમ્‍બેસીનો પત્ર સંપર્ક કરી કે વેબસાઇટ ઉપરથી વિગતો મેળવી જે તે સંસ્‍થાને અરજી કરવાની થાય છે. કેટલીક યુનિવર્સિટીઓના પ્રતિનિધિ ભારત-ગુજરાતમાં આવે છે તેના Free સેમિનાર કે ‘ફેયર’ માં જઇ માહિતગાર થઇ શકાય. અરજીપત્ર હોય તો તે તથા સેલ્‍ફ મેઇડ અરજીના બિડાણોનું ચેકલિસ્‍ટ મુજબ એટેચમેન્‍ટ યોગ્‍ય રીતે કરીને એડમિશન એપ્‍લિકેશન મોકલાવવી. આ એક ખર્ચાળ કાર્ય છે. અને યોગ્‍ય "FSB" (ફોરેન સ્‍ટડી બજેટ) હોય તો જ આગળ વધવું અન્‍યથા હવે દેશમાં પણ જો વિદ્યાર્થીની યોગ્‍યતા હોય તો શ્રેષ્‍ઠ અભ્‍યાસની સુવિધાઓ પ્રા૫ય થતી જાય છે.

સ્ત્રોત  : શિક્ષણ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate