હોમ પેજ / શિક્ષણ / કારકિર્દી માર્ગદર્શન / એડમિશન ફોર્મ ભરવા કયા પ્રમાણપત્રો તૈયાર રાખશો?
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

એડમિશન ફોર્મ ભરવા કયા પ્રમાણપત્રો તૈયાર રાખશો?

એડમિશન ફોર્મ ભરવા કયા પ્રમાણપત્રો તૈયાર રાખશો?

(૧)    એસ.એસ.સી. (ધોરણ ૧૦ મું) ની પરીક્ષાનું ગુણપત્રક
(૨)    એસ.એસ.સી. (ધોરણ ૧૦મું)કેટલા પ્રયત્‍ને પસાર કરી છે તેનું પ્રમાણપત્ર
(૩)    ધોરણ ૧૧ નું શાળાએ આપેલું પરીક્ષાનું ગુણપત્રક
(૪)    ધોરણ ૧૨માની અવા સમકક્ષ પરીક્ષાનું ગુણપત્રક
(૫)    ધોરણ ૧૨ અથવા સમકક્ષ પરીક્ષા કેટલા પ્રયત્‍ને પાસ કરી છે તેનું પ્રમાણપત્ર (શાળાના આચાર્યના સહી સિકકા સાથે)
(૬)    (i) શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા ટ્રાન્‍સફર સર્ટિફિકેટ (કેન્‍દ્રિય બોર્ડના ઉમેદવાર માટે)
(ii) જો ટ્રાન્‍સફર સર્ટિફિકેટ કે શાળા છોડયાનાં પ્રમાણપત્રમાં જન્‍મસ્‍થળ ન દર્શાવ્‍યું હોય તો જન્‍મસ્‍થળ અંગેનાં દસ્‍તાવેજી પુરાવા.
(૭)    (i) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક જુથમાં સમાવિષ્‍ટ ન હોય તેવી વિચરતી અને વિમુકત જાતીના સક્ષમ અધિકારીએ આપેલું પ્રમાણપત્ર.
(ii) સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ અથવા વિધવા અથવા અનાથ અરજદારે આપવાનું તેમની જાતિ/વર્ગ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
(૮)    સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગમાં સમાવિષ્ટ અને તે અંગેના અનામતનો લાભ મેળવવા ઇચ્‍છતા અરજદારના પિતા/વાલી/કુટુંબનો ઉન્‍નતવર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું સક્ષમ અધિકારીએ આપેલું પ્રમાણપત્ર.
(૯)    વિકલાંગતા અંગેનું નિયત નમૂનામાં પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
(૧૦)    માજી સૈનિક/સશસ્‍ત્ર દળની વ્‍યકિતઓનાં સંતાનોનાં કિસ્‍સામાં તેમને લાગુ પડતું સક્ષમ અધિકારી પાસેથી મેળવેલું પ્રમાણપત્ર
(૧૧)    જયાં શાળા છોડયાના પ્રમાણપત્ર જાતિ/જ્ઞાતિ દર્શાવેલી ન હોય ત્‍યાં અરજીપત્ર સાથે રજુ કરવાના પૂરક પુરાવા.
(૧૨)    અરજદારના રહેઠાણ અથવા પત્રવ્‍યવહારનાં સરનામા લખેલા ટિકિટ વગરનાં બે પરબીડિયા
નોંધઃ-બીડવામાં આવેલ દરેક પ્રમાણપત્ર, ગુણપત્રક વગેરેની નકલની પાછળના ભાગમાં ઉમેદવાર અને વાલીએ સહી કરેલી હોવી જોઇએ.
પાસપોર્ટ ફોટઃ- તાજેતરમાં પડાવેલ ઓછામાં ઓછા ૨૫ થી ૩૦ પાસપોર્ટ ફોટા તૈયાર રાખવા જરૂરી સર્ટિ. સાથે ૨૦ સેટ કમ્‍પ્‍લીટ રાખવા.

સ્રોત: ગુજરાત સ્ટેટ પોર્ટલ

2.92537313433
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top