હોમ પેજ / શિક્ષણ / પ્રણાલીઓ અને વ્યવહારો / સારું એજ્યુકેશન આપવું એ સૌથી મોટું દાન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સારું એજ્યુકેશન આપવું એ સૌથી મોટું દાન

ગરીબ બાળકોને ભણાવવા ઉપરાંત મંદબુદ્ધિના બાળકો સાથે તહેવારો મનાવવા અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોની સેવા કરવી આપવા માટે તત્પર અંકિત મહેતા

સોમથી શુક્ર કામ અને શનિવારની અડધી રજા પછી રવીવારે આરામ કરવાનો આનંદ મોટાભાગનાને વધારે ગમતો હોય છે. પરંતુ રવિવારના આ ફ્રી સમયનો ઉપયોગ કેટલાક સોશિયલ વર્ક માટે કરતા હોય છે. આ વાતને અનુસરતા અંકિતા મહેતા નામના આ એડવોકેટ દર રવિવારે ઝુંપડપટ્ટી કે ફૂટપાથ પર રહેતા બાળકોને ભણાવવા માટે સમય ફાળવે છે. સાથે તેઓ આ દિવસે બાકીના સમયમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધોની સેવા કરવાનું પસંદ કરે છે. છેલ્લા આઠ વર્ષથી ચાલતા આ સેવા યજ્ઞા વિશે અંકિત મહેતા જણાવે છે કે, હું અને મારો મિત્ર આઠ વર્ષ પહેલા સૌરાષ્ટ્રથી (વતન) અમદાવાદ સ્ટડી માટે આવ્યા હતા. ત્યારથી જ અમે બન્નેએ ગરીબ બાળકોને સાક્ષર બનાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ તે વિદેશ જતા મે આ અભિયાન શરૃ રાખ્યું છે. જેમાં દર રવીવારે ૬થી બાર વર્ષના નિરક્ષર બાળકોને ભણાવવાનું કામ કરું છે. સારું એજ્યુકેશન આપવું એ સૌથી મોટું દાન છે. આ વાતને હું અનુસરું છું. ક્યારેક મારી સાથે કોલેજના વિદ્યાર્થીઓ પણ આ સોશિયલ એક્ટિવિટીમાં જોડાય છે. આ સિવાય મંદબુદ્ધિના બાળકો સાથે નવરાત્રિ કે અન્ય તહેવાર મનાવવો મને વધારે ગમે છે. વૃદ્ધાશ્રમ જઈને વૃદ્ધો સાથે થોડો સમય પણ પસાર કરું છું સાથે તેમની જરૃરીયાતો પણ પુરી કરવાનો પ્રયતન કરું છું. આ ઉપરાંત મારા બર્થ ડે નિમિત્તે અન્ય કોઈ ખર્ચ ન કરતા ગરીબ બાળકોને સારી હોટલમાં લઈ જઈને જમાડું પણ છું.

સ્ત્રોત: ગુજરાત સમાચાર

3.01818181818
કિશોરભાઈ મોહનભાઇ રૂપાપરા.ઇશરા. તાલુકો ઉપલેટા.જિલ્લો રાજકોટ May 29, 2019 09:05 AM

Very good


રાજકોટ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top