હોમ પેજ / શિક્ષણ / પ્રણાલીઓ અને વ્યવહારો / સામાન્ય વસ્તુમાંથી અસામાન્ય ઈનોવેશન કરી સ્ટુડન્ટસે કર્યો 'જુગાડ'
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સામાન્ય વસ્તુમાંથી અસામાન્ય ઈનોવેશન કરી સ્ટુડન્ટસે કર્યો 'જુગાડ'

એન્જિનિયરિંગ જગતના તજજ્ઞોની સ્પીચ સાથે 'ઈકો-ટેકનોલોજી' થીમ પર એક્ઝિબિશન ખુલ્લું મુકાયું

એન્જિનિયરિંગ સ્ટુડન્ટસના માઈન્ડમાં રહેલા ક્રિએટીવ આઈડિયા બહાર લાવવા માટે ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજી(આઇઆઇટી), ગાંધીનગર દર વર્ષે ટેકફેસ્ટ ‘AMALTHEA’ નું આયોજન કરે છે. ‘AMALTHEA-15’નું આયોજન આઈઆઈટીના પાલેજ કેમ્પસ ખાતે કરાયું છે. જેમાં ઉદ્યોગ જગતના તજજ્ઞોની હાજરીમાં ભવિષ્યના એન્જિનિયરિંગ પર ચર્ચા કરાશે.

આ દરમિયાન બાયો-એન્જિનિયરિંગ પર સ્ટુડન્ટસ અને પ્રોફેસર દ્વારા રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા. ટેકનિક્લ અને નોન ટેકનિકલ ઈવેન્ટમાં સ્ટુડન્ટસે પોતાના ક્રિએટિવ આઈડિયા અને થોટને પ્રેક્ટિલ ફોર્મેટમાં પ્રેઝેન્ટ કરાયા હતા.

જેમાં 'જુગાડ' થીમ પર  યોજાયેલી ટેકનિક્લ ઈવેન્ટમાં સ્કૂલ, કોલેજના સ્ટુડન્ટસે ખૂબ જ ઓછા સમયમાં સામાન્ય વસ્તુમાંથી ઈનોવેટિવ વસ્તુ ડેવલપ કરવાની હતી. આ ટેકનિકલ ઇવેન્ટમાં સ્ટુડન્ટસે ૫૦થી વધુ ઇનોવેશન બનાવ્યા હતા.

ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજી,ગાંધીનગના ટેકફેસ્ટ ‘AMALTHEA’15 ના પ્રથમ દિવસે એન્જિનિયરિંગ જગતના તજજ્ઞોની સ્પીચ સાથે 'ઈકો-ટેકનોલોજી' થીમ પર એક્ઝિબિશન ખુલ્લું મુકાયું

નકામા તેલના ડબ્બામાંથી એર કૂલર બનાવ્યું

શહેરની ઝાયડસ સ્કૂલના સ્ટુડન્ટ કૌશિક ઓઝા, પ્રણવકુમાર, શ્લોક દ્વારા તેલના નકામા ડબ્બામાંથી એક કૂલર બનાવાયું છે. જેમાં પાછળની સાઈડમાં ત્રણ કુલિંગ ફેન અને આગળની સાઈડ મેઈન કુલિંગ ફેન લગાવવામાં આવ્યો છે.

જેમાંનો એક પંખો ડબ્બામાં ભરવામાં આવેલા પાણીની સાથે ટચ થતા તેમાંથી પાણી ફૂવારારૃપે ઉડે છે.

જે આગળનો ફેન તેને ઠંડી હવામાં પરિવર્તિત કરીને બહારની સાઈડમાં ઠંડી હવા ફેંકે છે. આ નાના સરખા કૂલરની કિંમત માત્ર ૪૫૦ રૃપિયા છે.

નાળીયેર પાણી પીવામાં હવે આ મશીન મદદ કરશે

એચ.બી. કાપડિયા સ્કૂલના સ્ટુડન્ટસ શ્રેય શાહ અને વિનિત દ્વારા સ્ટેન્લેસ સ્ટીલની પાંચ પ્લેટની મદદથી સખત એવા નાળીયેરને પણ સરળતાથી તોડી તેમાંથી પાણી નીકાળી શકાય તેવું એક મશીન બનાવ્યું છે.

જેમાં એક સ્ટીલના પાઈપની મદદથી તમે નાળીયેરના ઉપરનો ભાગ કાઢી તેમાંથી સરળતાથી પાણી કાઢી શકાય છે.

આ ઈનોવેશનને સ્ટુડન્ટસે 'એક્ઝિલેટર કોકોનટ વૉટર એક્સપેક્ટર'નામ આપ્યું છે. જેનો ખર્ચ પણ સામાન્ય છે.

ટ્વિટર પર ટ્વિટ કરો તો ઘરનો પંખો બંધ થઈ જશે

ઝાયડસ સ્કૂલના મીત મહેતા અને વૃષભ શાહ દ્વારા ટ્વિટર એકાઉન્ટ પર કરેલી તમારી પોસ્ટથી ઘરના સાધનો કન્ટ્રોલ કરી શકાય તેવું ઈનોવેશન તૈયાર કરાયું છે.

જેમાં તમારા ટ્વિટર એકાઉન્ટ પર તમે રાસ બેરી પાય(મીની કમ્પ્યૂટર) અને આર.ડી. બોર્ડ(કમાન્ડ એન્ડ કોડિંગ)આ બન્ને વસ્તુની મદદથી તમે ઘરના સાધનોને કન્ટ્રોલ કરી શકો છો.

ટ્વિટર પર એ.સી. ઓન એવી પોસ્ટ કરશો તો રાસ બેરી પાય તેને રિસીવ કરી, તેનો ડેટા આર.ડી. બોર્ડને આપી તુરંત ઓન કરી દેશે.

ફ્રીઝ અને માઇક્રોવેવ ઓવન હવેથી ટુ ઇન વનમાં જોવા મળશે

ઈન્ડસ કોલેજના સ્ટુડન્ટસ દ્વારા નોર્મલ મેટલની મદદથી એક અનોખું ફ્રીઝ કમ હીટર બનાવાયું છે.

જેમાં કોઈ પણ વસ્તુને ફ્રીઝ જેમ ઠંડુ પણ કરી શકાય છે અને પ્લેટનું ટેમ્પ્રેચર વધારીને હીટર કે ઓવન જેમ પણ યુઝ કરી શકાય છે.

એક નોર્મલ પેનલમાં બે પ્રકારની મેટલ દ્વારા આ વસ્તુને એક સાથે ઠંડુ અને ગરમ રાખવાની ક્ષમતા ધરાવે છે. જે સૌ પ્રથમવાર બનાવવામાં આવ્યું છે.

તમે દોડશો તો વીજળી ઉત્પાદન થશે

ગ્રાફીક એરા યુનિવર્સિટી દહેરાદૂનના સ્ટુડન્ટસ દ્વારા એક અનોખું ટ્રેડ મીલ (દોડવાનું મશીન) બનાવવામાં આવ્યું છે.

આ મશીન પર જ્યારે તમે દોડો છો ત્યારે તેમાં રહેલા પાવર કન્ડકટરમાં વીજળી ઉત્પાદન થાય છે. જેના દ્વારા તમે વીજળી ઉત્પાદન કરી શકો છો.

આ ઇકો ફ્રેન્ડલી ઇનોવેશન સોસાયટીમાં ખૂબ ઉપયોગી છે.

ક્રેડિટકાર્ડ મુકવાનું ભૂલી જાઓે તો પર્સ વાઈબ્રેટ થશે

ઈન્ડસ યુનિવર્સિટીના સ્ટુડન્ટસ જક્ષીત ગાંધી દ્વારા એક એવું સ્માર્ટ પર્સ બનાવ્યું છે

જેમાં તમારૃં ક્રેડિટકાર્ડ અને એટીએમ જો કોઈ યુઝ કરવા માટે બહાર કાઢશો અને પાછું રાખવાનું ભૂલી જશો તો તમારા પર્સમાં લગાવેલી સર્કિટ વાઈબ્રેટ થવા લાગશે.

પર્સમાં લગાવવામાં આવેલી ટાઈમર સર્કિટ જો તમે ક્રેડિટકાર્ડ ફરી પર્સમાં નહી મુકો તો  પર્સ બંધ કરતા જ વાઈબ્રેટ થવા લાગશે. આ ઇનોવેશનથી ક્રેડિટકાર્ડની ખોવાઇ જવાની ઘટના ઓછી બનશે.

2.81818181818
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top