આજ નું Title જ આવું આપ્યું છે, શિક્ષણ નો ખરો અર્થ છે શીખવું આવુ લખ્યું એટલે બધા ને એમ થાય કે એતો ખબર જ હોય ને હવે.આ શીખવા માટે જ તો આટલા ખર્ચા કરી ને School અને College માં મૂકીએ છીએ.હજુ એવું પણ બોલતા સાંભળ્યા હશે કે પેટે પાટા બાંધી બાંધી ને અમે ભણાવ્યા છે છોકરાવ ને. અને આ લોકો એકદમ સાચા જ છે. આપણા માં બાપ પોતાના શોખ ને જીવતા મારી નાખે છે ને મિત્રો ત્યારે આપણા ભણતર નો ખર્ચ નીકળતો હોય છે. એવું નથી કે ગરીબ હોઈ તોજ તકલીફ પડે ભલે ને મોટા સધ્ધર ઘર ના લોકો હોઈ એમને પણ પૂછજો એક વાર ખબર પડશે કે છોકરાવ ને ભણાવવા માટે એ લોકો એ એમનો એક શોખ તો એવો હશે જ જે જતો કર્યો હશે.
પણ મને એવું લાગે છે કે ક્યાંક આપણે ભૂલી ગયા છીએ કે શિક્ષણ નો અર્થ છે શીખવું. આપણે એ વાત ભૂલી ગયા છીએ કે આપણે છોકરાવ ને School માં શીખવા મોકલીએ છીએ નહીં કે Competition કરવા. આજે માતા પિતા ખર્ચો કરવા માં કાઈ બાકી નથી રાખતા એ વાત તો 100% સાચી જ છે. પણ ક્યાંક એ લોકો અજાણ્યા જ એક ભૂલ કરે છે અને એ ભૂલ છે પોતાના છોકરા ને બીજા છોકરા સાથે Compare કરવાની.
છોકરો આવે ઘરે Result લઈ ને આવી ને મમ્મીને બતાવે. મમ્મી જો મારે 85% આવ્યા એટલે મમ્મી પૂછે તારા ઓલા દોસ્તાર ને કેટલા આવ્યા છોકરો કેસે 90% એટલે એની મમ્મી ને એક મીની હાર્ટ અટેક આવી જાય, હે ! મેં તને કેટલું વચાવ્યું તું.ખબર નથી પડતી ત્યાં જય ને બધું ભૂલી જાય આમ ને તેમ. અને જો છોકરો એમ કહે કે એના ફ્રેન્ડ ને 80% આવ્યા એટલે એની માં ખુશ, અને ગામ માં બધા ને કેતિ ફરે કે અમારો છોકરો તો દર વખતે First જ હોય એને બોવ જ ધગશ છે ભણવાની આમ ને તેમ. એટલે આમાં છોકરા ના મન માં શિક્ષણ નો અર્થ એવો થઈ જાય કે, જો હું કલાસ માં બધા થી વધુ માર્ક લાવીસ એટલે હોશિયાર કેવાઈશ બાકી નય.
આમાં થાય છે એવું કે અજાણ્યા જ માં બાપ છોકરાવ ના મન માં એક ભેદ ઉભો કરે છે. પેલા નંબર વાળા વિદ્યાર્થી ઓ ના બધા લોકો વખાણ કરે, આમાં શિક્ષકો પણ આવીજ જાય. એટલે છોકરા ના મન માં એક દંભ ઉભો થાય છે કે હું હોશિયાર છું. અને ઓલા બીજા વિદ્યાર્થીઓ ના મન માં એક નિરાશા જન્મ લેય છે. અને એને પેલા નંબર વાળા હોશિયારી કરતા હોય એવું લાગે એને એમ થાય કે આ બધા મેડમ ના ચમચા છે, પુસ્તકીયા કીડા છે. આમ અજાણ્યા જ માં બાપ અને શિક્ષકો છોકરાવ ના મન માં એક ભેદભાવ ઉભો કરે છે.
આપણે મોટી ઉમર ના લોકો ને ઘણી વાર કેતા સાંભળ્યા હોઈ કે આજ કાલ ના છોકરાવ ભણેલા છે પણ ગણેલા નથી. બધા એ સાંભળ્યું જ હશે કદાચ, અને એ પણ સાચું જ છે આજે આપણે જોતા હશું અમુક છોકરાવ કોલેજ માં First આવતા હોય પણ એના ઘરે જાયે તો એ Mobile માં Game રમતા રમતા ઉભા થઇ ને પાણી પણ ન દેય. એની મમ્મી ને બોલાવે,મમ્મી આવતો ઓલા આવ્યા છે પછી પાછો હતો એમજ Game રમવા માંડે. આમાં વાક છોકરાવ નો નથી આ વસ્તુ આપણી ફરજ મા આવે, આપણે એને સમજાવવી જોઈએ એને ખબર પડવી જોઈએ કે ઘરે આવ્યા એને પુછી લવ કે કેમ છે? પાણી આપું એમને. પછી મમ્મી ને બોલાવી ને એ આવશે એટલે Game રમીશ. જો આવી સામાન્ય બુદ્ધિ ન હોય ને છોકરાવ માં તો સમજવું કે આપણે જે વર્ષે લાખો હજારો રૂપિયા બગાડીએ છીએ ને એ પાણી માં છે. Education નો અર્થ જ એ છે શીખવું પણ ખરેખર શું શીખવાનું છે ? એ આપણે છોકરાવ ને શીખવાડવું પડશે.
આપણે એને એક સાચું માર્ગદર્શન આપવું પડશે કે સાચું શું છે? અને ખોટું શું છે? અને યાદ રાખવું જોઈએ જો તમારા બાળક ને ઓછા માર્ક આવે તો પ્રયત્ન કરવાના કે સારા આવે. પણ જો વધુ મારસો એને કે ખોટો ડર બતાવશો તો એના થી ખોટી બીજી અસર થશે. એના કરતા જોવ એના માં કઇક બીજું મળશે.એ બીજી કઈક બાબત માં હોશિયાર હશે.એ એમાં આગળ વધશે અને જો તમારો છોકરો બોવ હોશિયાર હોઈ પેલો નંબર આવતો હોઈ એનો તો આવું જરાય ન સમજતા કે હવે તમારી ફરજ પૂરી મારો છોકરો તો હોશિયાર જ છે મારે શું ચિંતા હવે,આવું વિચારસો તો તમે તમારી જાત ને બેવકૂફ બનાવ્યા સમાન થશે.એ ભલે હોશિયાર હોય કે નબળો હોય એને એક વાક્ય કેવાનું છે કે બેટા જીવન માં જિતવાનું ક્યારેક જ હોય છે,જયારે શીખવાનું દરેક વક્તે હોય છે. આજે તારો પેલો નંબર છે સારી વાત છે પણ અને ટકાવી રાખવાનો છે. આજે તુ નાપાસ થયો છે વાંધો નથી આમાં થી કઈક સીખ મહેનત કર એક દિવસ તુ જરૂર આગળ વધીશ. અમને વિશ્વાસ છે તારા પર.
આપણે એક મોટી ભૂલ કરીએ છીએ એ છે છોકરાવ ના Marks ના આધારે આપણે નક્કી કરીએ કે કોણ હોશિયાર છે ને કોણ ઠોઠ છે. હજુ એક વાત ઘણા બોલતા હોય કે બધા થોડા સરખા હોય જયારે આ વાત બાળક સામે બોલો ને ત્યારે સાથે એટલું પણ ભૂલ્યા વિના બોલજો કે બધા સરખા નથી પણ કોઈ નકામા પણ નથી. જો ભગવાન કોઈ ભેદભાવ નથી રાખતા આપણને કઈ વસ્તુ દેવામાં તો આપણે કોણ છીએ વડી કે છોકરાવ ના Result ના આધારે એનું ભવિષ્ય નક્કી કરીએ. એમ કઈ દયે કે ઓલો કામનો ને ઓલો નકામો.જરૂરી નથી કે બધા ડોક્ટર ને એન્જીનીયર જ બને. માતા પિતા ની ફરજ છે છોકરાવ ને ભણાવવા પછી છોકરાવ પર મૂકી દો. આવડી મોટી ભાગવત કહી ને પણ કૃષ્ણ અર્જુન ને એમ કહે છે કે મેં તો મારી ફરજ પૂરી કરી. જે સારું હતું જે સાચું હતું એનું માર્ગદર્શન આપ્યું હવે તુ નક્કી કર તારે શું કરવું છે એ. હવે જો ભગવાન કૃષ્ણ પણ જબદસ્તી નથી કરતા તો આપણે કોણ છીએ છોકરાવ પર આપણા વિચારો થોપવા વાળા. માર્ગદર્શન આપવું એ માતા પિતા ની ફરજ છે. પછી એમને યોગ્ય લાગે એમ કરવા દો.
અને એકવાત તો ચોક્કસ કઈશ કે આજ કાલ શિક્ષણ છોકરાવ ને શીખવવા ના અર્થ થી નહિ પણ કમાવા ના અર્થ થી ચાલે છે. હવે આપણે કદાચ એ બધું તો નહિ બદલી શકીએ પણ આપણા છોકરાવ નું ઘડતર આપણા હાથ માં છે આપણે એને ખાલી એટલું જ કેવાનું છે કે બેટા દુનિયા માં ઘણું છે પણ એમાં થી તારે કેટલું શીખવાનું છે? તારે કેટલું લેવાનું છે તારા માટે આટલું જરૂરી છે. અને કેવાનું કે તુ તારી જાત ને એવી બનાવ,તારું વર્તન એવુ રાખ કે એમાં થી જોઈ ને બે માણસ કઈક શીખે. બસ એટલું માર્ગદર્શન આપણે આપવું જોઈએ પછી કૃષ્ણ ની જેમ કઈ દેવાનું હવે તારી ઈચ્છા હોઈ એમ કર.
સ્ત્રોત: જીવનના તરંગો
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020