অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિક્ષક-પ્રશિક્ષણ માટે રાષ્ટ્ર સ્તરીય અભ્યાસક્રમનું માળખું

શિક્ષક-પ્રશિક્ષણ માટે રાષ્ટ્ર સ્તરીય અભ્યાસક્રમનું માળખું

શિક્ષક-પ્રશિક્ષણના વર્તમાન સંજોગો, સમસ્યાઓ અને ભાવિ દિશા

પરિચય ભારતે આઝાદીથી માંડીને અત્યાર સુધીમાં શાલેય શિક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ખાસ કરીને સાક્ષરતા પ્રમાણ , માળખાકીય સુવિધાઓ, સાર્વત્રિક શૈક્ષણીક સુલભતા અને શાળા પ્રવેશનાં સંદર્ભમાં પ્રગતિ જોઈ શકાય છે. શિક્ષક-પ્રશિક્ષણના સંદર્ભમાં વર્તમાન સમયમાં બે મહત્વના પગલાં લેવામાં આવ્યા. (૧) પ્રાથમિક કક્ષાના શિક્ષણનાં

સાર્વત્રિકરણની વાજબી માગણીને રાજકીય માન્યતા મળી છે અને (૨) મફત વિનામૂલ્ય અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ-૨૦૦૯ ના સ્વરૂપે બાળ હક્કના કાયદા અંગે રાજ્યોની પ્રતિબદ્ધતા . આને લીધે લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોની માંગમાં અનેકગણો

વધારો થશે. આપણા દેશે. હવે આવનારા સમયમાં સારી લાયકાત અને વ્યવસાયી તાલીમ પામેલા શિક્ષકોની ભારે માંગની સમસ્યાને ઉકેલવાની છે . બીજી બાજુ ગુણવત્તાયુક્ત માધ્યમિક શિક્ષણની માંગ પણ એકધારી રીતે વધી રહી છે. દસ વર્ષમાં માધ્યમિક શિક્ષણને સાર્વત્રિક સ્તરે પહોંચાડવા નો ઉદ્દેશ રાખવાની ભલામણ કરવામાં આવી છે . નબળી માળખાગત સુવિધાઓ અને અલ્પ સુસજજ શિક્ષકોને લીધે વર્તમાન સમયમાં મોટા ભાગની માધ્યમિક શાળાઓમાં નબળી ગુણવત્તાવાળું શિક્ષણ અપાય છે આ સમસ્યાને હલ કરવા માટે માધ્યમિક શાળાના શિક્ષકોને વ્યવસાયી શિક્ષકો બનાવવા જરૂરી છે.

૨00૫ માં રચવામાં આવેલ નેશનલ કરિકયુલમ ફ્રેમવર્ક (એન.સી.એફ.)માં શિક્ષક પાસેથી વિવિધ અપેક્ષાઓ રાખવામાં આવી છે જેને શરૂઆતના તબક્કે તેમ જ સતત તાલીમ દ્વારા જ આ અપેક્ષાઓ સંતોષી શકાય. રાષ્ટ્રીય સ્તરે શાળામાં શિક્ષકોની ક્ષમતાના મહત્વ પર નો ભાર કોઈપણ રીતે વધુ પડતો ન ગણી શકાય. એ વાત સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ગુણવત્તા અને પ્રમાણનો આધાર શિક્ષકની ક્ષમતા, સંવેદનશીલતા અને શિક્ષકના પ્રોત્સાહન પર છે. એ પણ સુવિદિત બાબત છે કે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની પ્રાપ્તિ માટે અભ્યાસલક્ષી વાતાવરણ અને શિક્ષકનું શૈક્ષણિક અને વ્યાવસાયિક સ્તર આવશ્યક ઘટકો છે. શૈક્ષણિક સજજતા કેળવવા માટેનો સમયગાળો. પોતાના વિષયનું જ્ઞાનની ગુણવત્તા , વિવિધ પરિસ્થિતિઓમાં શિક્ષક માટે જરૂરી અધ્યાપન કૌશલોનું જ્ઞાન , વ્યવસાય પ્રત્યેની નિષ્ઠાની કક્ષા , સાંપ્રત સમસ્યાઓ અને મુદ્દાઓ પ્રત્યેની સંવેદનશીલતા અને શિક્ષકની ધગશ, વર્ગખંડમાં અભ્યાસક્રમના હેતુઓ સિદ્ધ કરવા માટે તથા વિદ્યાર્થીની શિક્ષા માટે અને સરવાળે સામાજિક પરિવર્તન માટે અતિ આવશ્યક બાબત છે. શિક્ષકની ગુણવત્તા પર માં અનેક બાબતોનો સમાવેશ થાય છે જેમ કે-શિક્ષકોનું સમાજમાં સ્થાન, આર્થિક વળતર કેવી પરિસ્થિતિઓમાં તેઓ કાર્ય કરે છે તે અને તેઓનું શૈક્ષણિક અને વ્યાવસાયિક શિક્ષણ. શિક્ષક તાલીમ પદ્ધતિ પાસેથી એવી અપેક્ષાઓ રાખવામાં આવે છે કે પોતાના પ્રારંભિક અને સતત ચાલતા વ્યાવસાયિક વિકાસ માટેના કાર્યક્રમો દ્વારા, દેશની શાળાઓ ચલાવવા માટે પૂરતી સંખ્યામાં સમર્થ શિક્ષકો પ્રાપ્ય બનાવે. પ્રારંભિક શિક્ષકપ્રશિક્ષણ શિક્ષકના ઘડતરમાં એક અગત્યની ભૂમિકા ભજવે છે. આ પ્રારંભિક શિક્ષકપ્રશિક્ષણ નવા દાખલ થયેલ ઉમેદવારોને આ વ્યવસાયની મહત્તા સમજાવે છે અને ભાવિશિક્ષકમાં મહત્વાકાંક્ષા. પાયાગત જ્ઞાન, અધ્યાપન ક્ષમતા અને માનવીય વલણોનું આરોપણ કરે છે.

શાળાકીય પર્યાવરણમાં બદલાવ અને તેની જરૂરિયાત

શિક્ષક, શાળા શિક્ષણના વિશાળ માળખા અંતર્ગત કાર્ય કરે છે અને આ માળખામાં ધ્યેયો, અભ્યાસક્રમો, પદ્ધતિઓ અને શિક્ષક પાસેથી રાખવામાં આવતી અપેક્ષાઓનો સમાવેશ થાય છે. શિક્ષક-પ્રશિક્ષણ અભ્યાસક્રમનું માળખું શાળા અભ્યાસક્રમના માળખા સાથે સુસંગત હોવું જોઈએ. શિક્ષકોને શાળાની જરૂરિયાતો અને માગના સંદર્ભમાં તથા શાળામાં ઉદભવતા પ્રશ્નો, વિદ્યાથી અને અધ્યયનને લગતા પ્રશ્નો સાથે સતત સંકળાયેલ રહેવા માટે તૈયાર કરવાના છે. સમાજના વ્યાપક સામાજિક આર્થિક અને રાજકીય પરિવર્તનના સંદર્ભમાં શિક્ષક પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવે છે જે સમયાંતરે બદલતી રહે છે.

આઝાદી પછીના દાયકાઓમાં શાલેય શિક્ષણમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યો છે.

ભારત સરકારના અંદાઝ મુજબ પ થી ૧૪ વર્ષની વયના ર0 કરોડ બાળકોમાંથી ૮૨% બાળકોએ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો હતો , જેમાંથી લગભગ ૫૦ % બાળકોએ ધોરણ ૮ પૂર્ણ કર્યા પહેલાં જ શાળા છોડી દીધી. વાસ્તવિક પરિસ્થિતિ જોતાં કોઈને પણ લાગે કે આ માર્ગમાં ઘણી મુશ્કેલીઓ છે. પ્રાદેશિક , સામાજિક અને જાતિગત અસમાનતા એમાં નવા પડકારો ઊભા કરે છે. આ વાસ્તવિકતાઓ વિનામૂલ્ય અને ફરિજયાત શિક્ષણ અધિનિયમ અન્વયે બાળકોના શિક્ષણ મેળવવાના હકને અમલમાં મુકવામાં અને ખાસ કરીને તેમાં શિક્ષકોની ભૂમિકા અને સ્થાનના સંદર્ભમાં અનેક અડચણો અને પડકારો ઊભા કરે છે.

શિક્ષક માત્ર ભણાવવામાં જ નહિ પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓના સમાજને સમજવા માટે પણ સજજ હોવો જોઈએ જેથી વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત હાજરી આપી શકે અને શિક્ષા પ્રાપ્ત કરી શકે. આ કાયદા અન્વયે શિક્ષકે બાળકને શારીરિક સજા ન આપવી. આપેલ સમય મર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ કરી નાખવો : વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું વાલીઓની મીટિંગ બોલાવીને તેઓને બાળકની પ્રગતિ વિશે જાણ કરવી અને શાળા સંચાલન સમિતિના સભ્ય તરીકે શાલેય પ્રવૃત્તિઓનું સંચાલન કરવાનું ફરજીયાત બનાવાયું 9.

આ કાયદાની કલમ વિભાગ ૨૯(૨), અભ્યાસક્રમ અને મૂલ્યાંકનની પ્રક્રિયાના નક્કી કરવામાં નીચેની બાબતો પર ખાસ ભાર મૂકે છે:

 • બંધારણમાં નિર્દિષ્ટ મૂલ્યો સાથે સુસંગતતા.
 • બાળકનો સર્વાગી વિકાસ.
 • બાળકમાં જ્ઞાન, સામથર્ય અને પ્રતિભાનો વિકાસ.
 • પૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ.
 • વિદ્યાર્થી-પ્રિય અને વિદ્યાર્થી-કેન્દ્રિત વાતાવરણમાં પ્રવૃત્તિઓ , શોધ અને સંશોધન દ્વારા શિક્ષણ.વિદ્યાથીંલક્ષી અને વિદ્યાર્થી-કેન્દ્રિત પદ્ધતિ મારફત પ્રવૃત્તિઓ . શોધ અને સંશોધન દ્વારા શિક્ષણ.
 • જ્યાં સુધી વ્યવહારુ હોય ત્યાં સુધી બાળકની માતૃભાષાને જ અભ્યાસનું માધ્યમ રાખવું.
 • બાળકને ડર, ભય કે ચિંતા મુક્ત રહી પોતાના વિચારો મુક્ત રીતે રજૂ કરી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરવું.
 • બાળકમાં વિકસેલ જ્ઞાનની સમજ અને તેનો વ્યવહારમાં ઉપયોગ કરી શકવાની બાબતમાં તેનું સર્વાગી અને સતત મૂલ્યાંકન કરવું.

આ બાબતો શિક્ષક માટે પ્રારંભિક તેમ જ સેવા-કાળ દરમ્યાનના વ્યાવસાયિક વિકાસ માટે ખૂબ જ મહત્વની છે.

આ ઉપરાંત, એન.સી.એફ. શિક્ષક પાસેથી એવી અપેક્ષા રાખે છે કે તે બાળકોમાં જ્ઞાન અને તેનો અર્થ સમજ તે રીતે બાળકને શીખવવા સહાયકની ભૂમિકા પણ ભજવે. શિક્ષક પણ વિદ્યાથીની સાથે સાથે જ્ઞાન-નિમણની પ્રક્રિયામાં ભાગીદાર હોય છે. આને લીધે એક શિક્ષક માટે અભ્યાસક્રમ , પાઠય-પુસ્તકો અને અધ્યાપન અને અધ્યયન સામગ્રીના નિર્માણમાં સહભાગિતાનો માર્ગ પણ ખુલે છે. આ પ્રકારની ભૂમિકા માટે શિક્ષક પાસે એક તરફ અભ્યાસક્રમ માટેની સમજ, વિષય અંગેનું પર્યાપ્ત જ્ઞાન અને શિક્ષણશાસ્ત્રના કૌશલ્યો અને બીજી તરફ સમૂદાય અને શાળાના માળખા અને વ્યવસ્થાપનની સમજ પણ હોવી જરૂરી બને છે. ૨00૨માં કાર્યાન્વિત થયેલ સર્વ શિક્ષા અભિયાન અને યુ.ઈ.ઈ. કાર્ય-યોજનાને વેગ આપવા માટેની નાણાકીય જોગવાઈ અને શિક્ષણ માટેના કરની જોગવાઈઓએ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શિક્ષકો તૈયાર કરવાની બાબતને કેન્દ્રમાં લાવી દીધી છે. આવનારા વર્ષોમાં સંભવિત માધ્યમિક શિક્ષણના સાર્વત્રીકરણને ધ્યાનમાં લઈને પણ આ માંગ જરૂરી બની

રાજ્યોમાં, શાળા શિક્ષણમાં થયેલ ગુણવત્તાનું ધોવાણ અને ઊતરતી કક્ષાની અનિયંત્રિત ખાનગી શાળાઓનો જે રાફડો ફાટયો છે તે, ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણમાં પાયાગત જરૂરિયાતો પૂરી પાડવાની રાષ્ટ્રીય ઘોષણાની સામે અનેક પડકાર ઊભા કરે છે. વધતાં જતાં ખાનગીકરણને લીધે અને શાળા શિક્ષણપ્રથામાં જોવા મળતા તફાવતોને લીધે બાળકોના ગુણવત્તાયુક્ત શિક્ષણના અધિકારમાં અચાનક જ અનેક મુશ્કેલીઓ પેદા થઇ છે. આ ઉપરાંત , વધતાં જતાં વૈશ્વિકરણના દબાણ હેઠળ જયારે શિક્ષણ સહિતના તમામ ક્ષેત્રમાં ખાનગીકરણ થઇ રહ્યું છે અને હરીફાઈ વધી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ સમક્ષ એક એવા અભૂતપૂર્વ સંજોગો ઊભા થયા છે અને તેઓએ તેનો સામનો કરવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વિનામૂલ્ય અને ફરજિયાત શિક્ષણના બાળકોના હક્કનો કાયદો આ બજારું પરિબળો નિર્મિત વર્તમાનપ્રવાહો પર અંકુશ લાવશે. એ વાત હવે સર્વસ્વીકાર્ય બની ગઈ છે કે વર્તમાન શાળા-શિક્ષણ, આપણા બાળકો પર દબાણ લાવે છે. અભ્યાસક્રમનું વિસંગત માળખું બાળકોના સામાજિક અને વ્યક્તિગત પર્યાવરણથી તદ્દન વિમુખ છે તેને લીધે આ બોજ ઉદભવે છે. તેમ જ શિક્ષકની અપૂરતી

તૈયારીને લીધે તેઓ બાળકો સાથે સંવાદ સાધી શકતા નથી, અને તેઓની જરૂરિયાતોનું મૌલિક રીતે નિરાકરણ લાવી શકતા નથી એ વાત પણ એટલી જ જવાબદાર છે. શિક્ષક જ્ઞાનનો રચિયતા હોવો જોઈએ અને એક વિચારશીલ વ્યવસાયી હોવો જોઈએ. તેઓ બાળક ઘરે, સમાજમાં અને તે પોતાના સાંસ્કૃતિક માહોલમાંથી શું શું શીખે છે તે જાણે અને સમજે, તેને પીછાણવાની શિક્ષકમાં ક્ષમતા હોવી જોઈએ અને સાથે સાથે બાળકને નવું નવું શોધી કાઢવાની, શીખવાની અને વિકાસ પામવાની તકો પૂરી પાડે. એન.સી.એફ. ની શાળા અભ્યાસક્રમ અંગેની ભલામણો આ તથ્યો પર આધારિત છે. શિક્ષણશાસ્ત્રીઓનો પણ એવો મત છે કે, આ બોજના ઉદભવનું કારણ એવી માન્યતા છે કે જ્ઞાનને એક એવી વસ્તુ માની લેવામાં આવી છે જેને વિદ્યાર્થીઓને ‘આપી શકાય ; એક એવી વાસ્તવિકતા જે પાઠયપુસ્તકોમાં રહેલી છે અને શીખનારની ‘બહાર’ અસ્તિત્વ ધરાવે છે.

શિક્ષણ અંગેનો આ દ્રષ્ટિબિંદુ શિક્ષક તૈયાર કરવા અંગે પુનર્વિચારણા માંગી લે છે. શિક્ષણ એ માહિતી આપ-લેની યાંત્રિક પ્રક્રિયા નથી , અને ન તો શિક્ષક માહિતી આપનાર વ્યક્તિ છે. એક શિક્ષકને માત્ર અભ્યાસક્રમનો વહેવાર કરનાર મધ્યસ્થી તરીકે ન જોતાં વિદ્યાર્થી સાથે જ્ઞાનનું નિર્માણ કરનાર વ્યક્તિ તરીકે લઇ શકાય. પાઠયપુસ્તકો સ્વત: જ્ઞાન કે સમજનો વિકાસ કરનારા નથી. અધ્યયન વર્ગખંડની ચાર દીવાલો વચ્ચે કેદ હોતું નથી.

તેથી જ જ્ઞાનને શાળાની બહારના જીવન સાથે જોડવું જોઈએ અને અભ્યાસક્રમને ઓછો પુસ્તક-કેન્દ્રિત બનાવીને તેને વધુ સમૃદ્ધ કરવો પડશે.

વર્તમાન શિક્ષક-પ્રશિક્ષણની પરિસ્થિતિ

શિક્ષક-પ્રશિક્ષણની સંસ્થાઓની સંખ્યા અને શાખાઓમાં છેલ્લાં થોડાં વર્ષોમાં થયેલ અભૂતપૂર્વ વધારો, વર્તમાન શિક્ષક-પ્રશિક્ષણનું એક લક્ષણ છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની વધતી જતી સંખ્યા અને રાષ્ટ્રીય સ્તરે પ્રાથમિક શિક્ષણના સુધારાને લગતા કાર્યક્રમો જેવા કે સાર્વત્રિક : પ્રાથમિક શિક્ષણના હેતુસર સ્થપાયેલ ‘સર્વ શિક્ષા અભિયાન’ (૨૦૦૨) ઓપરેશન બ્લેક બોર્ડ (૧૯૮૬) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ(૧૯૯૫)ને લીધે શિક્ષકોની માંગમાં વધારો થયો છે. આ ઉપરાંત , શાળાઓમાં પહેલેથી જ સેવા આપતાં બિનતાલીમી શિક્ષકોનું પ્રમાણ તથા તેમની અને નિમણૂંક માટે ડિગ્રીની જરૂરિયાતે, વર્તમાન સંસ્થાકીય ક્ષમતા પર ઘણું દબાવ ઊભું કર્યું છે. પુરવઠા કરતા માંગ વધી જવાથી બજારું પરિબળોએ દેશના મોટાભાગના ક્ષેત્રોમાં શિક્ષક-પ્રશિક્ષણની સંસ્થાઓની સંખ્યામાં જબ્બર વધારો કર્યો છે. વધતી જતી માંગ અને ભાવિ સંભવિત બેકારીમાં શિક્ષકતાલીમનું પ્રમાણપત્ર એક સલામતી પ્રદાન કરતું હોવાથી શિક્ષક-પ્રશિક્ષણ એક નફાકારક ધંધો બની ગયુ છે. આને લીધે મોટી સંખ્યામાં શિક્ષક-પ્રશિક્ષણની સંસ્થાઓ ફૂટી નીકળી છે

શિક્ષક-તાલીમના સંદર્ભમાં પૂર્વ-પ્રાથમિક , પ્રાથમિક અને માધ્યમિક સ્તરે , રૂબરૂ અને દૂરંતર અભ્યાસની પદ્ધતિઓમાં , એમ.એડ. રેગયુલર અને ઘરબેઠાં. સી.પી.એડ., બી.પી.એડ. અને એમ.પી.એડ. ના અભ્યાસ માટે અપાતા કોર્ષની સંખ્યા માર્ચ ૨૦૦૪માં ૩૪૮૯ હતી અને સંસ્થાઓની સંખ્યા 3૧૯૯ હતી. આ આંક, માર્ચ ૨00૯માં વધીને ૧૮૮૬૧ સંસ્થાઓમાં ૧૪૪૨૮ કોર્ષ સુધી પહોંચી ગયો છે. આ ગાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૨ ૭૪,૦૭૨ થી વધીને ૧૦ ,૯૬,૬૭3 સુધી પહોંચી છે. આ વધારાને લીધે શિક્ષણના ગુણવત્તાદર્શક પરિબળો જેવા કે માળખાગત સુવિધાઓ , શિક્ષકલાયકાત, અભ્યાસ સ્ત્રોતો, અને વિદ્યાથી ઘડતર પર વિપરિત અસરો પડી છે.

ડીસેમ્બર ૨00૯ સુધીમાં શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસ ની ૩૧ જેટલી અને શિક્ષણ શિક્ષણની કોલેજોમાં ૧૦૪ જેટલી સંસ્થાઓને મંજૂરી આપવામાં આવી અને તમામ સંસ્થાઓ અત્યારે

કાર્યરત પણ થઇ. દેશના પ૯૯ જિલ્લાઓમાંથી પ૭૧ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ તાલીમ સંસ્થા (ડાયેટ) સ્થાપવામાં આવી હતી , જેમાંથી માત્ર પર ૯ સંસ્થાઓ જ કાર્યરત છે. આમ હજુ પણ ૪૨ ડાયેટ સંસ્થાઓ કાર્યરત થવાની બાકી છે. યોગ્ય લાયકાત ધરાવતા પ્રશિક્ષકની અપ્રાપ્યતા, ડાયેટની મુખ્ય સમસ્યા છે. અત્યારે નિમણૂંક પામેલા પ્રશિક્ષકો ન તો પ્રાથમિક શિક્ષણનો અનુભવ ધરાવે છે ન તો લાયકાત. અનેક શિક્ષકપ્રશિક્ષણની કોલેજો, અધ્યાપકોની ખોટ અનુભવે છે ; પુસ્તકાલયની સુવિધા અપૂરતી છે; પ્રારંભિક શિક્ષણમાં વધુ પડતો સમય ફાળવવામાં આવે છે, જયારે સંશોધન અને નવીન-મૌલિક પ્રવૃત્તિઓ પરત્વે પૂરતું ધ્યાન આપવાનું બાકી છે. ઇન્ડિયન એડવાન્સ સ્ટડી ઇન એજ્યુકેશન પણ આ જ સમસ્યાઓનો સામનો કરે છે. શિક્ષક-પ્રશિક્ષણની કોલેજો અને ઇન્ડિયન એડવાન્સ સ્ટડી ઇન એજ્યુકેશન-એ બન્નેને સોંપાયેલી ભૂમિકા ભજવવા માટેની તેઓની ક્ષમતા પર ગંભીર વિચારણા ચાલી રહી છે.

વિદ્યાર્થીઓમાં શાળાના શિક્ષક બનવાનું ઓછું આકર્ષણ અને નેવુંના દાયકાથી શિક્ષકના પ્રારંભિક પ્રશિક્ષણ અંગે નાણાકીય ફાળવણીમાં નોંધાયેલ ઘટાડાને લીધે ઔપચારિક શાળા શિક્ષણમાં ઓછી લાયકાત ધરાવતા કે લાયકાત વગરના શિક્ષકોની ભરતીને વેગ મળ્યો. વિદ્યા -સહાયક સ્કીમ હેઠળ ભરતી પામેલ શિક્ષકો પણ તમામ બાળકોને વિનામૂલ્ય અને ફરજિયાત શિક્ષણના કાયદાના અમલમાં ઘણાં મોટા પડકારો સર્જ છે. પ્રારંભિક શિક્ષક તાલીમ અને ત્યારબાદ સેવાકાળ દરમ્યાન જ વિવિધ અંતરાલમાં તાલીમ કોર્ષ આપવાની પ્રથા રાજ્યો દ્વારા સ્વીકારવામાં આવી છે. આને લીધે પણ શાળા શિક્ષકના દરજજાની અવનતી થઇ છે અને શિક્ષકની એક વ્યવસાયી તરીકેની ઓળખને ધક્કો પહોંચ્યો છે. નેવુંના દાયકાના મધ્યભાગથી જ પંચાયતી પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમો જેવા પગલાંઓ માત્ર સેવારત શિક્ષકોને તાલીમના વિચારને મહત્વ આપતાં હતા. આના કારણે, સેવારત તાલીમ શિક્ષકો અને પૂર્વસેવા તાલીમ શિક્ષક વચ્ચે ભેદ સજ્યોં છે. શાળા શિક્ષક, ઉચ્ચ શિક્ષણ મેળવવાના કેન્દ્રથી અલગ રહેવા લાગે છે અને તેની વ્યાવસાયિક વિકાસ માટેની જરૂરિયાત પરત્વે ધ્યાન અપાયું નહી.

આનું જમાં પાસું એ છે કે શિક્ષક -પ્રશિક્ષણની સુધારણાના સંદર્ભમાં નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા છેલ્લા દાયકામાં શ્રેણીબદ્ધ પગલાંઓ લેવામાં આવ્યા છે . એન. સી. ટી. ઈ. એ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને અધિકૃતિ પરિષદ અને નિરંતર શિક્ષણ પરિષદ સાથે શિક્ષણમાં ગુણવત્તા લાવવા અને જાળવવાના હેતુથી હાથ મિલાવ્યા છે અને આ માટે સેવારત શિક્ષકના સર્વાગી વિકાસ માટે મુક્ત અને નિરંતર શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. તેણે ભારતીય પુનર્વસન પરિષદ સાથે ૨00૨ અને ૨00૫માં સમાવેશી શિક્ષણના અભ્યાસક્રમ તૈયાર કરવા અને તેને સામાન્ય શિક્ષક-પ્રશિક્ષણ કાર્યક્રમનો ભાગ બનાવવા માટે ભાગીદારી કરી છે.

રાષ્ટ્રીય જ્ઞાન પંચ નોંધે છે કે શિક્ષક એ શાળા શિક્ષણનું એક અગત્યનું અંગ છે અને લાયકાત ધરાવતા અને સમર્પિત શિક્ષકોની ખોટ દેશ અનુભવી રહ્યું છે. તે અત્યંત અગત્યની બાબત બની ગઈ છે કે શિક્ષકની ગરીમા પ્રસ્થાપિત કરવામાં આવે અને લાયક અને સમર્પિત શિક્ષકોને વધુ પ્રોત્સાહનો આપવામાં આવે. બિન-શૈક્ષણિક ફરજો જેવી કે ચૂંટણીને લગતી કામગીરીથી તેઓને દૂર રાખવી અને શિક્ષણ પ્રક્રિયામાં બાધા ન પહોંચાડવી. એક એવા ફોરમની રચના કરવી જે શિક્ષકોને વિચારો , માહિતી અને અનુંભવોના આદાનપ્રદાન માટે તકો પૂરી પાડે અને આ માટે એક વેબ-બેઝડ પોર્ટલનો પણ વિકસાવી શકાય. સાથે સાથે શિક્ષકની જવાબદારી નિશ્ચિત કરવા એક પારદર્શક પદ્ધતિ

પણ અમલમાં મૂકવી જોઈએ. શકય હોય ત્યાં સુધી શિક્ષકોની ભરતી ચોક્કસ શાળામાં જ થવી જોઈએ.

શિક્ષકોની તાલીમ એક મુખ્ય ચિંતાનો વિષય છે કારણ કે મોટા ભાગના રાજ્યોમાં પૂર્વસેવા અને સેવાકાળ દરમ્યાનની તાલીમ કાં તો અપૂરતી છે અથવા તો ખરાબ રીતે આયોજિત કરવામાં આવે છે. સેવા-પૂર્વ તાલીમમાં સુધારાની જરૂર છે અને ખાનગી અને સરકારી શાળામાં તેનું અલગ અલગ રીતે નિયમન થવું જોઈએ. જયારે સેવાકાળ દરમ્યાનની તાલીમમાં એવી વિસ્તરણ અને સુધારાની જરૂર છે જેનાથી વધુ સ્વતંત્રતા લાવી શકાય. દેશના વિવિધ ભાગોમાં શિક્ષકોના દરજજા અને જરૂરિયાતની બાબતમાં મોટા તફાવતો જોવા મળે છે. એક એવું વ્યાપક અભ્યાસક્રમનું માળખું તૈયાર કરવું જોઈએ જે શિક્ષક-પ્રશિક્ષણના જુદાં જુદાં તબક્કે ઉપસ્થિત થતા અગત્યના પ્રશ્નોને હલ કરવામાં મદદરૂપ થાય અને આ માટે તે રાજ્યોને પોતાના સ્થાનિક સંદર્ભમાં ઉદભવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સમર્થ બનાવે. વળી , વૈકલ્પિક શાળાઓ, સરકારી અને ખાનગી શાળાઓની શાલેય શિક્ષણ વ્યવસ્થામાં વિવિધ જરૂરિયાતો છે તેને પહોચી વળવાની પણ જરૂર છે. એમાં શિક્ષણ-પ્રશિક્ષણ અભ્યાસક્રમો ચલાવતી એજન્સીઓના સંદર્ભમાં પણ વૈવિધ્ય પ્રવર્ત છે. આમાં રાજ્ય સરકારની સંસ્થાઓ , યુનિવર્સિટી સંલગન સંસ્થાઓ અને નજીકના ભૂતકાળમાં મોટી સંખ્યામાં અસ્તિત્વમાં આવેલ ખાનગી સંસ્થાઓનો શિક્ષકપ્રશિક્ષણના વ્યાપારીકરણમાં મોટો ફાળો આપ્યો છે.

શિક્ષક-પ્રશિક્ષણ સુધારણાનું પરિરૂપ:

ભૂતકાળ અને વર્તમાન શિક્ષક-પ્રશિક્ષણના સંદર્ભમાં કેન્દ્રમાં રહેલ સવાલ એ છે કે- "શિક્ષક-પ્રશિક્ષણ ભાવિ શિક્ષકમાં કયા મૂલ્યનું આરોપણ કરે છે જેને લીધે તે સર્જનાત્મક અને સંશોધન વૃત્તિવાળા વિદ્યાર્થીઓ અને પરિણામે દેશના નાગરીકોનું નિર્માણ કરી શકે?' શિક્ષણ પર રજૂ થયેલ મોટા ભાગની સમિતિઓના અને પંચોના અહેવાલમાં શિક્ષક-પ્રશિક્ષણ એક ચિંતાનો વિષય રહ્યો છે. ૧૯૬૪ થી ૧૯૬૬ દરમ્યાન કાર્યરત શિક્ષણ પંચે શિક્ષક-પ્રશિક્ષણ સાથે સંકળાયેલ મુદ્દાઓની સવિસ્તાર ચર્ચા કરી છે. તેણે શિક્ષકના વ્યાવસાયિકરણ પર વિશેષ ભાર મુકયો છે. અને સાથે સાથે સર્વ-સમાવિષ્ટ શિક્ષણની કોલેજો અને ઈન્ટર્નશીપ પર ભાર મૂકવામાં આવ્યો છે. નેશનલ કમિશન ઓન ટીચર્સ (૧૯૮૩-૮૫) દ્વારા પાંચ વર્ષના સંયુક્ત અભ્યાસક્રમ અને ઈન્ટર્નશીપની ભલામણ કરવામાં આવી છે. નેશનલ પોલીસી ઓન એજ્યુકેશન (એન.પી.ઈ., ૧૯૮૬) દ્વારા શિક્ષક-પ્રશિક્ષણ પર ફેર-વિચારણા કરવામાં આવી અને તેને વધારે વ્યાવસાયિક અભિમુખ કરવાની ભલામણ કરવામાં આવી અને આ બાબતે અગાઉના કમિશનો દ્વારા કરવામાં આવેલ ભલામણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. તેની ભલામણોને લીધે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ ઓફ ટીચર એજ્યુકેશનની સ્થાપના કરવામાં આવી, જેમાં ડાયેટ અને સી.ટી.ઈ. અને આઈ.એ.એસ.ઈ.ની સ્થાપનાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પરની ફેર-વિચારણા સમિતિ (૧૯૯૦) અને ‘ભાર વગરના ભણતર’ પરની રાષ્ટ્રીય સલાહકાર સમિતિએ શિક્ષક-પ્રશિક્ષણમાં ગુણવત્તા માટે અનેક સુધારાઓ અને પગલાંઓ સૂચવ્યા છે. આ રિવ્ય કમીટીએ ભલામણ કરી કે ઈન્ટર્નશીપમાં એક ટૂંકા ગાળાનો અભિમુખતાનો કાર્યક્રમ(નોન-પ્રેકટીકલ) અને ત્યારબાદ કોઈ એક માર્ગદર્શક હેઠળ 3 થી પ વર્ષના ગાળા દરમ્યાન કોઈ એક શાળામાં પ્રયોગાત્મક તાલીમ હોવી જોઈએ. સલાહકાર સમિતિએ પોતાના ‘ભાર વગરના ભણતર’માં એ બાબતો પર ધ્યાન ખેંચ્યું છે કે અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકોના નિર્માણમાં શિક્ષકની ભૂમિકા અનિવાર્ય છે અને તાલીમનો હેતુ શિક્ષક પ્રવૃત્તિ, સંશોધન, અવલોકન અને સમજ દ્વારા અધ્યયન કરાવી શકે તે હોવો જોઈએ. આ ભલામણોને શિક્ષક-પ્રશિક્ષણના રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખાના વર્તમાન મુસદ્દામાં લક્ષમાં લેવામાં આવી છે. શિક્ષક-પ્રશિક્ષણના સંદર્ભમાં કેન્દ્રમાં રહેલ સવાલ એ છે કે- "શિક્ષક-પ્રશિક્ષણ ભાવિ શિક્ષકમાં કયા મૂલ્યનું આરોપણ કરે છે જેને લીધે તે સર્જનાત્મક અને સંશોધન વૃત્તિવાળા વિદ્યાર્થીઓપેદા થાય અને પરિણામે દેશના નાગરીકોનું નિર્માણ કરી શકે?' શિક્ષણ પર રજૂ થયેલ મોટા ભાગની સમિતિઓના અને પંચોના અહેવાલમાં શિક્ષક-પ્રશિક્ષણ એક ચિંતાનો વિષય રહ્યો છે. ૧૯૬૪ થી ૧૯૬૬ દરમ્યાન કાર્યરત શિક્ષણ પંચે શિક્ષક-પ્રશિક્ષણ સાથે સંકળાયેલ મુદ્દાઓની સવિસ્તાર ચર્ચા કરી છે. તેણે શિક્ષકના વ્યાવસાયિકરણ પર વિશેષ ભાર મુકયો છે અને સાથે સાથે સંકલિત કાર્યક્રમો તૈયાર કરવા તથા શિક્ષણની સર્વગ્રાહી કોલેજો અને ઈન્ટર્નશીપ પર ભાર મૂકવામાં આવ્યો છે. નેશનલ કમિશન ઓન ટીચર્સ (૧૯૮૩-૮૫) દ્વારા, પાંચ વર્ષના સંયુક્ત અભ્યાસક્રમ અને ઈન્ટર્નશીપની ભલામણ કરવામાં આવી છે. નેશનલ પોલીસી ઓન એજ્યુકેશન (એન.પી.ઈ., ૧૯૮૬) દ્વારા શિક્ષક-પ્રશિક્ષણ પર ફેર-વિચારણા કરવામાં આવી અને તેને વધારે વ્યાવસાય અભિમુખ કરવાની ભલામણ કરવામાં આવી અને આ બાબતે અગાઉના કમિશનો દ્વારા કરવામાં આવેલ ભલામણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. તેની ભલામણોને લીધે શિક્ષક પ્રશિક્ષણની કેન્દ્ર પુરસ્કૃત યોજનાની સ્થાપના કરવામાં આવી, જેમાં ડાયેટ અને સી.ટી.ઈ. અને આઈ.એ.એસ.ઈ.ની સ્થાપનાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પરની ફેર-વિચારણા સમિતિ (૧૯૯૦) અને ‘ભાર વિનાના ભણતર’ પરની રાષ્ટ્રીય સલાહકાર સમિતિએ શિક્ષક-પ્રશિક્ષણમાં ગુણવત્તા માટે અનેક સુધારાઓ અને પગલાંઓ સૂચવ્યા છે. આ સમીક્ષા સમિતિએ ભલામણ કરી કે ઈન્ટર્નશીપમાં એક ટૂંકા ગાળાનો અભિમુખતાનો કાર્યક્રમ(નોન-પ્રેકટીકલ) અને ત્યારબાદ કોઈ એક માર્ગદર્શક હેઠળ 3 થી પ વર્ષના ગાળા દરમ્યાન કોઈ એક શાળામાં પ્રયોગાત્મક તાલીમ હોવી જોઈએ. સલાહકાર સમિતિએ પોતાના ‘ભાર વિનાના ભણતર’માં એ બાબતો તરફ ધ્યાન ખેંચ્યું છે કે અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકોના નિર્માણમાં શિક્ષકની ભૂમિકા અનિવાર્ય છે અને તાલીમનો હેતુ શિક્ષક પ્રવૃત્તિ , સંશોધન, અવલોકન અને સમજ દ્વારા અધ્યયન કરાવી શકે તે હોવો જોઈએ. આ ભલામણોને શિક્ષક-પ્રશિક્ષણના રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખાના વર્તમાન મુસદ્દામાં લક્ષમાં લેવામાં આવી છે.

શિક્ષક-પ્રશિક્ષણમાં સુધારણાનું મહત્વ:

શિક્ષક-પ્રશિક્ષણમાં તાકીદે સઘન સુધારણાની જરૂર છે. શાળાકીય સેવા દરમ્યાન દરેક સ્તરે, દરેક અંતરાલે અને દરેક પ્રકારના માળખામાં શિક્ષકનો વ્યાવસાયિક વિકાસ અને વ્યાવસાયિક તૈયારી વચ્ચે એકીકરણની તાકીદની જરૂરિયાત છે. શિક્ષકનાં વ્યવસાયની જટિલતા અને મહત્વને ધ્યાનમાં રાખતાં એ ફરજિયાત બની ગયું છે કે આ શિક્ષકપ્રશિક્ષણનું સમગ્ર કાર્ય યુનિવર્સિટી કક્ષાનાં સ્તરનું હોવું જોઈએ અને કોર્ષની સઘનતા પણ એને અન્રૂપ હોવી જોઈએ.

પ્રાથમિક અને માધ્યમિક સ્તરે પ્રારંભિક શિક્ષક-પ્રશિક્ષણ સાથે અનેક સમસ્યાઓ જોડાયેલી છે જેમાંની કેટલીક સમસ્યાઓ સામાન્ય છે જયારે કેટલીક સમસ્યાઓ શિક્ષણના જુદાં જુદાં તબક્કા પૂરતી મર્યાદિત છે.

વ્યાવસાયિક દ્રષ્ટિએ શિક્ષક-પ્રશિક્ષણને એક એવા અભ્યાસક્રમ તરીકે જોવામાં આવે છે જે બી.એડ. અને ડી.એડ. સાથે એકરૂપતા ધરાવે છે. (પ્રાથમિક શિક્ષણ કે જેને મૂળભૂત હક્કમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે અને વ્યક્તિ અને રાષ્ટ્ર વિકાસમાં તેની અગત્યની ભૂમિકા છે છતાં પ્રારંભિક પ્રાથમિક શિક્ષક-પ્રશિક્ષણને) ગંભીરતાથી લેવામાં નથી આવતું અને તેની સમસ્યાઓને અન્ય સમસ્યાઓ સાથે સામાન્ય શ્રેણીમાં મૂકવામાંઆવે છે. અભ્યાસક્રમનું જે માળખું અત્યાર સુધીમાં તૈયાર કરવામાં આવ્યું છે તે એટલું સામાન્ય છે કે પ્રાથમિક શિક્ષકને જુદાં જુદાં તબક્કે પડતી તાલીમની જરૂરિયાત માટે તે ઉપયોગી થઇ શકે તેમ નથી. ક્વોલિટી ટીચર એજ્યુકેશન માટે ૧૯૯૮માં રચિત અભ્યાસક્રમ માળખાંમાં પ્રથમ વખત જુદાં જુદાં તબક્કે તાલીમ માટે માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (૧૯૮૬) પછી ‘ડાયેટ’ની સ્થાપના, એક અગત્યનું કદમ હતું જેના દ્વારા પ્રાથમિક શિક્ષક-પ્રશિક્ષણના મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે લઇ જવામાં આવ્યો. ભણાવવામાં આવતા વિષયો , ખાસ કરીને ધોરણ 3 થી ૮ માં ભણાવવામાં આવતા વિષયોના જરૂરી જ્ઞાનથી સજજ કરતું નથી કે ન તો ટૂંકા ગાળાની તાલીમ ભાવિ-શિક્ષકને જરૂરી અધ્યાપન આવડતથી સજજ કરે છે કે ન તો બાળકોની મનો-સામાજિક જરૂરિયાતને સમજીને તેઓને શીખવામાં મદદરૂપ થવા માટે વ્યાવસાયિક સંસાધનોથી સજજ કરે છે. પ્રાથમિક શિક્ષક-પ્રશિક્ષણ માટેના અનેક ડિગ્રી કોર્ષ દેશમાં અને બહાર ચાલી રહ્યા છે જે વિકાસને આગળ ધપાવે છે. દિલ્હી ખાતે ચાલતો (B.ELEd.) નો કોર્ષ આનું એક ઉદહેરણ ગાળાના અભ્યાસક્રમની આવશ્યકતા છે. જ્યાં ચાર વર્ષનો સ્નાતક કક્ષાનો સંકલિત અભ્યાસક્રમ અથવા બે વર્ષનો બીજો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ આ નવા સ્વરૂપમાં રૂપાંતરણ નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ થઇ જવું જોઈએ , દા. ત. પાંચ વર્ષ. આ માટે શિક્ષકોના માર્ગદર્શકોને તૈયાર કરવાનો જે સમય લાગશે તેને પણ ધ્યાનમાં રાખવો જોઈએ. વચગાળાના સમયમાં વર્તમાન બે વર્ષનું ડી.એડ. નું મૉડેલ શાળા પૂર્ણ કર્યા પછીનું છે તે ચાલુ રાખી શકાય અને સાથે સાથે એ પ્રયત્ન પણ રહેવો જોઈએ કે આ દસ્તાવેજના પ્રકરણ -2 માં વિગતે ચર્ચવામાં આવેલ શિક્ષણના ભાવિ-દિશા અંગેના વિચારોને ધ્યાનમાં રાખી વર્તમાન અભ્યાસક્રમને સુધારતા રહેવો જોઈએ અને વધારે સઘન બનાવતા રહેવો જોઈએ.

પ્રાથમિક શિક્ષક-પ્રશિક્ષણની અવહેલનાનું બીજું ઉદાહરણ શિક્ષક તૈયાર કરતા માર્ગદર્શકની જરૂરિયાત પરત્વેની ઉદાસીનતા છે. એ સ્વીકારી લેવામાં આવ્યું છે કે શિક્ષકના ઘડતરમાં વર્તમાન વ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે: પ્રાથમિક શિક્ષક માટે બી.એડ. હોય તેવા માર્ગદર્શક અને માધ્યમિક માટે એમ.એડ. યોગ્ય ગણવામાં આવે છે અહીં એ તર્ક લેવામાં આવ્યો છે કે એક સ્તર વધુ અભ્યાસ કરેલ વ્યક્તિ નીચેના સ્તરના કોર્ષમાં અધ્યાપન કરાવવા માટે સક્ષમ હોય છે , પણ એ બાબતને ધ્યાનમાં લેવામાં ન આવી કે જે તે માર્ગદર્શક જરૂરી સંસાધનોથી સજજ હોય છે કે નહિ. પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવવા ઉપરાંત આ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તેવા તમામ કાર્યની દેખરેખ એવા લોકો દ્વારા કરવામાં આવે છે જેને માધ્યમિક સ્તર માટે તાલીમ આપવામાં આવી છે અને આ સ્તરે જ તેઓએ અધ્યયન કરાવ્યું હોય છે, કારણ કે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે યોગ્ય લાયકાત ધરાવતા માર્ગદર્શકોની અછત છે. પ્રાથમિક શિક્ષક-પ્રશિક્ષણના કોર્ષમાં કોઈ સ્નાતક કે સ્નાતક પછીની ડિગ્રી ન હોવાથી આ પરિસ્થિતિ વધારે ગંભીર બની છે. હાલમાં પ્રાથમિક શિક્ષકને માર્ગદર્શન આપનારા પોતાની વ્યાવસાયિક લાયકાત વધારવા એમ.એડ. નો અભ્યાસ કરે છે. આઈ.એ.એસ.ઈ.(IASE) પ્રાથમિક શિક્ષક-પ્રશિક્ષણ આપતાં માર્ગદર્શકોની તાલીમ એમ.એડ. કોર્ષ મારફત અપાય છે. જો કે એ વાત સ્પષ્ટ છે કે વર્તમાન સમયનો એમ.એડ. નો કોર્ષ પ્રાથમિક શિક્ષકની તાલીમની જરૂરિયાત સંતોષી શકે તેમ નથી કારણ કે તે માધ્યમિક શિક્ષણની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને તૈયાર થયો છે. પ્રાથમિક શિક્ષકની તાલીમ આપતાં માર્ગદર્શકમાં અનેક વિદ્યાશાખાઓમાં વિદ્ધતા જરૂરી છે જેમ કે વિજ્ઞાન , સામાજિક વિજ્ઞાન, ગણિત અને ભાષાઓ.

શિક્ષણ એ આંતર-વિદ્યાશાખાકીય જ્ઞાનનું ક્ષેત્ર છે અને આંતર-વિદ્યાશાખાકીય જ્ઞાન એટલે માત્ર કેટલીક મુખ્ય મુખ્ય વિદ્યાશાખાઓનો વિનિયોગ જ નથી તે એવા સંજોગો અને પરંપરા છે જ્યાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન સતત નિપજતું હોય. કોઈ સંકલ્પના કે વિચારને વ્યાખ્યાયિત કરતાસમજાવતા શબ્દોના ઘડતર પર વધુ ભાર મૂકીને શિક્ષણના વિષયમાં ચર્ચા-વિચારણાને પ્રોત્સાહિત કરવી એ ખૂબ અગત્યની બાબત છે. અને આ પ્રક્રિયા મારફત શિક્ષક-પ્રશિક્ષણને માહિતગાર કરવાનું છે અને તેનાથી માહિતગાર થવાનું છે. પરંપરાગત રીતે , માધ્યમિક શિક્ષક-પ્રશિક્ષણની સંસ્થાઓ યુનીવર્સિટીના શિક્ષણ વિભાગમાં વિકસી છે જયારે તેવા પ્રાથમિક અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણને જ્ઞાનનું એક અલગ ક્ષેત્ર ગણી અવગણવામાં આવ્યું છે , જેને પોતાની અલગ સમસ્યાઓ છે , અલગ ખ્યાલો છે અને પદ્ધતિઓ છે. એક સંયુક્ત જ્ઞાનધારા તરીકે તેમજ અલગ અલગ રીતે શિક્ષણના તમામ ક્ષેત્રોનો વિકાસ એ અગત્યની બાબત છે. અને આ પ્રક્રિયા શાળાના પર્યાવરણમાં તેમજ બાહ્ય-ક્ષેત્રિય શૈક્ષણિક પગલાંઓના દસ્તાવેજીકરણની પ્રક્રિયા અને સંશોધન દ્વારા શકય બને છે. ચોતરફ વિખરાયેલ અનુભવ અને જ્ઞાનને સંકલિત કરીને

શિક્ષણની પરિભાષાનો, સંશોધિત અને લેખિત જ્ઞાનસંગ્રહનો, અને શિક્ષણની સમગ્રતા તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રો વિશેની સમજનો વિકાસ કરવો જોઈએ.

માધ્યમિક શિક્ષક-પ્રશિક્ષણ વિશે પણ ચિંતન કરવાની ખાસ જરૂરિયાત છે. એક વર્ષનો બીજો ડિગ્રી અભ્યાસક્રમ હવે પોતાની પ્રસ્તુતિ ગુમાવી ચૂકયો છે. બી.એડ. કોલેજોની સંખ્યામાં થયેલ જબર વધારો અને ખાનગીકરણને લીધે આ કોર્ષ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બન્ને પ્રકારના પ્રશિક્ષણમાં નબળો પડયો છે. જે સંસ્થાઓ આ અભ્યાસક્રમને હેતુસભર બનાવવા મથી રહી છે તેઓ પણ એક વર્ષના ટૂંકા ગાળાની મર્યાદાને લીધે અનેક પડકારોનો સામનો કરી રહી છે. જયારે બીજી સ્નાતક ડિગ્રી હજુ પણ કદાચ પ્રસ્તુત હોય તો પણ એ તો અનિવાર્ય જ છે કે સમયગાળા સઘનતા અને મહત્તાના સંદર્ભમાં તેને સબળ બનાવવો જ રહ્યો.

માધ્યમિક શિક્ષક-પ્રશિક્ષણની સંસ્થાઓએ જે તે યુનીવર્સિટી શિક્ષણના પરિઘમાં હોવા છતાંય પોતાનું એકાકી અસ્તિત્વ ચાલુ રાખ્યું છે. આને લીધે સમાનતા, લિંગભેદ અને ન્યાય પરના શૈક્ષણિક ચર્ચા-સંવાદ, શિક્ષક-પ્રશિક્ષણકારના રોજિંદા જીવનમાંથી બાકાત રહેવા પામ્યુ છે. શિક્ષક-પ્રશિક્ષણની સંસ્થાઓ શૈક્ષણિક ગતિશીલતા અને પરિવર્તન સામે પ્રતિરોધક બની ગઈ છે. શિક્ષકોની તાલીમ સંકુચિત અને બૌદ્ધિક રીતે બિમાર એવા વાતાવરણમાં થઇ રહી છે જે વાસ્તવિકતાથી અને પોતાના મૂળભૂત ધ્યેયોથી સાવ વિમુખ છે. આવી બૌદ્ધિક વિમુખતા, શૈક્ષણિક સિદ્ધાંતવાદ અને વિદ્યાશાખાકીય અને આંતરવિદ્યાશાખાકીય સંશોધનને હતોત્સાહ કરે છે.

એ ઇચ્છનીય છે કે એક વર્ષનો ડિગ્રી કોર્ષ માળખાગત રીતે બે વર્ષના કોર્ષમાં રૂપાંતરિત થાય અને શાલેય અનુભવો સાથે લાંબાગાળાનો સંપર્ક સધાય અને સૈધાંતિક જ્ઞાન વધુ વિવેચનાત્મક અને પ્રતિક્રિયાત્મક બને. આ દરમ્યાન વચ્ચેના પરિવર્તનના અંતરાલમાં પ્રાપ્ય સમયના મહત્તમ ઉપયોગ દ્વારા , ઈન્ટર્નશીપ પર ભાર મૂકીને, તાલીમાથીંના દ્રષ્ટિબિંદુ અને સંજોગો આધારિત મૌલિક પ્રવૃત્તિઓ પર ભાર મૂકીને, અને શિક્ષણના મૂળભૂત ખ્યાલો , અભ્યાસક્રમના હેતુઓ . વર્તમાન સમાજ અને અધ્યાપનની વિવિધ પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને વર્તમાન સમયના એક વર્ષના કોર્ષને વધારે ફળદાયી બનાવી શકાય છે.(આ દસ્તાવેજના પ્રકરણ-2 માં આને અમલી બનાવવા માટેના અભ્યાસક્રમના ક્ષેત્રો અને સૂચવાયેલા વિચારો આપવામાં આવ્યા છે)

શિક્ષક-પ્રશિક્ષણમાં પદ્ધતિની સમસ્યાઓ :

ઊતરતી કક્ષાની ખાનગી શિક્ષક -પ્રશિક્ષણની સંસ્થાઓની સંખ્યામાં થયેલ વધારો અને વર્તમાન શિક્ષક -પ્રશિક્ષણના કોર્ષની સ્થિતિ -આ બન્ને વિનામૂલ્ય અને ફરજિયાત શિક્ષણના હક્કના કાયદાના અમલ સામે અને રાષ્ટ્રીય સ્તરે અભ્યાસક્રમના માળખાના હેતુઓ પૂર્ણ કરવા સામેના ગંભીર અવરોધો છે. આ કોર્ષ વર્તમાન ભારતીય શાળાઓની જરૂરિયાતોને ન સંતોષવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરૂ પાડવાની અક્ષમતા બદલ ટીકારૂપ બન્યા છે . આ અભ્યાક્રમોની રચના અને અમલ શિક્ષકના વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસને અને વૈચારિક પ્રગતિને અવરોધે છે . તેઓ શિક્ષકને માત્ર માહિતી પ્રદાન કરતી વ્યક્તિ તરીકે વર્તમાન પદ્ધતિમાં અનુરૂપ થવાનું શીખવે છે . તેઓ શાળા -અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકોને એક ‘અન્યને આપી શકાય તેવી ’ વસ્તુના સ્વરૂપમાં જૂએ છે . અને શિક્ષકને વર્તમાન શાળા પદ્ધતિમાં ચોક્કસ ફોર્મેટમાં પાઠનું જડ આયોજન શીખવે છે અને જરૂરી વ્યાખ્યાનો આપવાની વિધિ પૂર્ણ કરે છે.

નેશનલ કરિકયુલમ ફ્રેમવર્ક (એન.સી.એફ. ) દ્વારા શિક્ષક-પ્રશિક્ષણ વિશેની વર્તમાન સમયની સમસ્યાઓને નીચે મુજબ વર્ણવવામાં આવી છે.

 • શિક્ષક-પ્રશિક્ષણની વર્તમાન શૈલી એવું સૂચવે છે કે જ્ઞાન એક “આપી શકાય તેવી બાબત છે અને અભ્યાસક્રમમાં જે વણાયેલ છે એને કોઈ શંકા કર્યા વગર સ્વીકારી લેવાનું છે; અભ્યાસક્રમના અંતિમ હેતુઓ ધ્યાનમાં રાખવામાં આવતા નથી. પ્રશિક્ષક અને કાર્યરત શિક્ષક દ્વારા પાઠયપુસ્તકોની કે અભ્યાસક્રમની વિવેચનાત્મક સમીક્ષા કરવામાં આવતી નથી.
 • શિક્ષકનું ભાષા પ્રભુત્વ વધવું જોઈએ , પરંતુ વર્તમાન પ્રણાલીઓના અભ્યાસક્રમમાં ભાષા કેટલી હાર્દસમાન છે તે સમજનો અભાવ વર્તાય છે. • શિક્ષક-પ્રશિક્ષણમાં પ્રશિક્ષકને પોતાના અનુભવો પર ઊડી વિચારણા કરવાની તક મળતી નથી.
 • વિદ્યાશાખાકીય જ્ઞાનને, અધ્યાપન કૌશલ્યથી અલગ માનવામાં આવે છે.
 • અમૂક પાઠના અધ્યાપનનો મહાવરો, શિક્ષકના વ્યાવસાયિક વિકાસ માટે પૂરતો છે એવું માની લેવામાં આવ્યું. • એવું માની લેવાય છે કે પ્રશિક્ષક સિદ્ધાંતો અને વિવિધ મૉડેલના અભ્યાસ અને અધ્યાપન પદ્ધતિ વચ્ચેનો સંબંધ પોતાની રીતે સમજી લે છે. O શિક્ષકને પોતાના પૂર્વગ્રહો અને માન્યતાઓ વિશે વિચારણા કરવાની કોઈ તક મળતી નથી. વર્ગખંડમાં થતા ચર્ચા વિચારણા (વાર્તાલાપ) અને પ્રશ્નોતરીની પ્રક્રિયાના એક ભાગ તરીકે તે પોતાના અનુભવો વિશે ચિંતન કરી શકતો નથી. • કોર્ષમાં આવતા સિદ્ધાંતોને પ્રાયોગિક-કાર્ય અને વાસ્તવિક હક્કીકત સાથે કોઈ લેવાદેવા નથી. • શિક્ષક-પ્રશિક્ષણમાં મૂલ્યાંકન પદ્ધતિ વધારે પડતી માહિતી-લક્ષી , ગુણવત્તાને બદલે પ્રમાણને પ્રાધાન્ય આપનારી અને સર્વાગીકતાના અભાવવાળી છે.
 • વિવિધ ખ્યાલો અને અધ્યાપન પદ્ધતિઓના જ્ઞાન ઉપરાંત , શિક્ષકમાં કેટલાંક ગુણો, વૃત્તિઓ, સ્વભાવગત લક્ષણો , ટેવો અને રસ કેળવાવા જોઈએ. જો કે વર્તમાન મૂલ્યાંકન પદ્ધતિમાં આ બાબતો લક્ષમાં લેવામાં આવતી નથી.
 • આ અવલોકનો શિક્ષક-પ્રશિક્ષણના અભ્યાસક્રમ સુધારણાના વિવિધ પાસાઓ વિશેના અલગ અલગ મુદ્દાઓ પરત્વે નિર્દેશ કરે છે.
 • શિક્ષક-પ્રશિક્ષણ સુધારણાના સંદર્ભમાં વર્તમાન સંજોગો અને સમસ્યાઓ વર્ગખંડમાં પ્રવર્તતી વિશિષ્ટતાને સમજવામાં શિક્ષકની અપૂરતી તૈયારીને લીધે શાળામાં બે પ્રકારની બહિષ્કતતા જોવા મળે છે. પ્રથમ પ્રકારની બહિષ્કતતા કોઈપણ પ્રકારની શારીરિક અપંગતા ધરાવતા વિદ્યાર્થીઓ અને શીખવાની અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ સાથે આચરવામાં આવે છે. ન તો શિક્ષક આવા વિદ્યાર્થીઓની જરૂરિયાતો સમજે છે કે ન તો તેની પાસે એ સમજ છે કે આવા વિદ્યાર્થીઓ પણ શીખતા થાય તેના માટે શું કરવું જોઈએ. વિકલાંગતા (સમાન તક , સુરક્ષા અને પૂર્ણ સહભાગિતા) અધિનિયમ ૧૯૯૬ તમામ આવા બાળકોને ૧૮ વર્ષ સુધી વિનામૂલ્ય અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરે છે. આ અધિનિયમના અમલ માટે શિક્ષક-પ્રશિક્ષણની સંસ્થાઓએ પોતાના કોર્ષની નવેસરથી રચના કરી, વધુ સમાવેશી બનાવવા પડશે.

બીજી અને વધારે ભયાનક બહિષ્કતતા એ એવા બાળકોની છે જેઓ સમાજના વંચિત આવે છે, જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી અને અન્ય પછાત વર્ગ, છોકરીઓ, અને શીખવાની બાબતે જેઓની વિશિષ્ટ જરૂરિયાતો છે તેવા બાળકો. શિક્ષકને પોતાના આ પ્રકારના પૂર્વગ્રહોથી ઉપર ઊઠીને આવા પડકારોનો સામનો કરવાની વ્યાવસાયિક રીતે સજજ કરવાની તાતી જરૂરિયાત છે. સામાજિક અને આર્થિક રીતે પછાત, ખાસ કરીને એસ.સી. એસ.ટી. અને લધુમતીના બાળકોના શિક્ષણ અંગેની બાબત એ અનેક વર્ષોથી મુખ્ય રાષ્ટ્રીય ચિંતાનો મુદ્દો રહ્યો છે. એસ.સી. એસ.ટી. સમૂહમાં સાક્ષરતાનું પ્રમાણ અનેકગણું વધ્યયું હોવા છતાંય હજુ પણ સામાન્ય શ્રેણીની સરખામણીમાં આ પ્રમાણ નીચું ગણી શકાય. જો સામાજિક સમાનતાનો બંધારણીય હેતુ પાર પાડવો હોય તો અને શિક્ષણ દ્વારા સામાજિક વંચિતતા દૂર કરવી હશે તો શિક્ષક સજજ હોવો જોઈશે.

સર્વ-સમાવેશી શિક્ષણ એ દાર્શનિક વિચાર છે અને સંસ્થાકીય સુવિધાઓ અને પ્રક્રિયાઓ સાથે સંબંધિત છે. એ સુનિશ્ચિત કરે છે કે દરેક માટે , ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલ સમૂહો જે સામાજિક દરજજાને લીધે અથવા શારીરિક કે માનસિક અક્ષમતાને લીધે અધ્યયનમાં સમસ્યાઓનો સામનો કરે છે તેઓના બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય અને સફળતાની સમાન તકો મળી રહે. આનો હેતુ એક સંકલિત વાતાવરણ પેદા કરવાનો છે જેમાં અક્ષમ બાળકો , અલગ અલગ સામાજિક પરિપ્રેક્ષયમાંથી આવતા બાળકો અને શીખવાની વિશિષ્ટ જરૂરિયાતોવાળા બાળકોને શિક્ષણની સમાન તકો પૂરી પાડવામાં આવતી હોય.

વર્ગખંડમાં વિદ્યાર્થીનીઓ હાજર રહે અને વર્ગખંડની પ્રવૃત્તિમાં સહભાગી બને તે પ્રત્યે શિક્ષકોએ સંવેદનશીલ બનવાની જરૂર છે. એ જરૂરી છે કે જે શિક્ષકો વર્ગખંડોનું સંચાલન કરે છે અને અધ્યાપન કાર્ય કરે છે તેઓ આ બાબતે સંવેદનશીલ બને અને સમાવેશી શિક્ષણની વિચારધારા પ્રત્યે સજાગ બને અને શાળાનું આંતરમાળખું, અભ્યાસક્રમ, અધ્યાપન પદ્ધતિઓ અને અન્ય શાળા કાર્યો જે તમામ વિદ્યાર્થીઓની જરૂરિયાતને સંતોષનારા હોય તે પરત્વે સંવેદનશીલ બને.

જે સમાજના તમામ વર્ગો માટે વાજબી અને સ્થાયી વિકાસને પ્રોત્સાહિત કરે એવા ભાવિ નાગરીકોનું ઘડતર કરવા માટે એ જરૂરી છે કે તેઓમાં જાતિ સમાનતાનો દ્રષ્ટિકોણ વિકસે, શાંતિના મૂલ્યની સમજ વિકસે , તમામ માટે સમાનની લાગણી જન્મે અને મૂલ્યનિષ્ઠ કાર્યને બિરદાવવાની ભાવના જન્મે. વધુ પડતા વ્યાપારીકરણ અને સ્પર્ધાત્મક જીવનશૈલીને લીધે ઉત્પન્ન થયેલ વર્તમાન પર્યાવરણીય કટોકટીના સમયમાં, બાળકો અને શિક્ષકોને એવી રીતે શિક્ષિત કરવા જોઈએ કે જેથી તેઓ પોતાની ઉપભોગની પદ્ધતિ બદલે અને તેઓની કુદરતી સંસાધનો પ્રત્યેની દ્રષ્ટિમાં બદલાવ આવે.

બાળકોમાં હિંસા અને ધ્રુવીકરણ વધી રહ્યાં છે , કારણ કે સમાજમાં તનાવ વધી રહ્યો છે. આત્મ-સન્માન અને અન્ય માટે સન્માન સહિત શાંતિના મૂલ્યના સંવર્ધન માટે શિક્ષણ એક અતિ મહત્વની ભૂમિકા ભજવી શકે. એન.સી.એફ. અને ત્યારબાદ વિકાસ પામેલ અભ્યાસક્રમ અને અભ્યાસ સામગ્રીમાં આ અંગે ચોક્કસ દિશાનિર્દેશ કરવામાં આવ્યા છે. આના માટે, એ જરૂરી છે. શિક્ષકો આ મુદ્દાઓની અગત્ય સમજે અને અધ્યાપનમાં તેઓને વણી લે. નવા શિક્ષક-પ્રશિક્ષણ અભ્યાસક્રમમાં આ મુદ્દાઓને સમાવી લેવાની જરૂર છે.

શાલેય જ્ઞાનના વ્યવહારુ ઉપયોગ અને તે અંગેના વિવિધ ખ્યાલો અને મૂલ્યોના વિકાસ માટે એ અગત્યનું છે કે ઔપચારિક શાલેય જ્ઞાન સમાજના જ્ઞાન સાથે સબંધ ધરાવતું હોય. આને લીધે શિક્ષણની વ્યવહારિક પ્રસ્તુતિ વધશે અને અધ્યયન પ્રક્રિયાની ગુણવત્તા પણ સુધરશે. વધુમાં , એન.સી.એફ. માં વ્યક્ત વિચારધારા સ્થાનિક સ્તરે પ્રસ્તુત મુદ્દાઓને અધ્યાપન કાર્ય અને અભ્યાસક્રમ સામગ્રીમાં સમાવવા પ્રેરિત કરે છે. આને કારણે , શિક્ષકો પર એક વધારાની જવાબદારી આવે છે જેના માટે તેઓએ વિષયવસ્તુ પસંદ કરી અને આયોજન કરવું જોઈએ અને સમાજજીવનના અનુભવોને વર્ગખંડમાં રજૂ કરવી જોઈએ.

શિક્ષકોની એ બાબતે ક્ષમતા વધારવી જોઈએ કે જેથી તેઓ અભ્યાસક્રમ અને પાઠયપુસ્તક સામગ્રીમાં પ્રવેશક મુદ્દાઓ મુકરર કરી શકે. આ મુદ્દાઓ સંદર્ભ-નિર્માણ અને યોગ્ય અધ્યાપન-અધ્યયન ક્રમ અને નિયત સ્થાનિક બાબતો પર આધારિત ભાગો હોય તે જરૂરી છે. આ સ્થાનિક મુદ્દાઓમાં સમાજનું તકનીકી જ્ઞાન, સ્થાનિક વ્યવસાયો (ખેતી અને બિન-ખેતી), સ્થાનિક લોક-સંસ્કૃતિના ઘટકો જેવા કે ગીતો, તહેવારો મેળાઓ, રમતો વગેરેનો સમાવેશ થાય છે. શિક્ષકો ઉપરોક્ત દ્રષ્ટિબિંદુ (જાતિ સમાનતા. શાંતિ, સ્થાયી વિકાસ) પર આધારિત અભ્યાસક્રમ સામગ્રી અને અધ્યયન-અનુભવનું નિર્માણ કરતા હોવાથી, તેઓ વાસ્તવિક જીવનમાં આ બાબતોનો અનુભવ કરીને સ્થાનિક બાબતોનો અભ્યાસક્રમના વર્ગખંડમાં અર્થસભર નિરૂપણ કરવાની પ્રક્રિયા માટે ઉપયોગ કરી શકે છે.

ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીના પ્રારંભ અને પ્રસારને લીધે હવે એ માંગ વધવા લાગી છે કે શાળા શિક્ષણમાં તેનો સમાવેશ થાય. શાળામાં કોમ્પયુટર હોવાં કે મલ્ટીમીડિયા રૂમ હોવો તે એક ફેશનની બાબત બની ગઈ હોય તેવું લાગે છે. પરિણામ એ આવ્યું કે અધ્યયનમાં જે મુક્ત વાતાવરણ ઊભું થવું જોઈએ તેને બદલે તેનો માત્ર શોપીસ તરીકે ઉપયોગ થઇ રહ્યો છે. ઘણીવાર તેનો ઉપયોગ શિક્ષકની અછતની સમસ્યાના ઉકેલ તરીકે લેવામાં આવે છે. જે બાળકોના શિક્ષણ માટે હાનિકારક છે. શિક્ષક-પ્રશિક્ષણ, એક પ્રશિક્ષકને આઈ.સી.ટી.ના વિકાસલક્ષી ઉપયોગ અને હાનિકારક ઉપયોગ વચ્ચે ભેદ પાડવાનું શીખવતી હોવી જોઈએ. આ રીતે આઈ.સી.ટી.નો શિક્ષકના વ્યાવસાયિક વિકાસ અને તાલીમ અને સેવા-કાળ દરમ્યાન શૈક્ષણિક મદદ માટે ઉપયોગ થઇ શકે છે.

શિક્ષક-પ્રશિક્ષણનું વ્યાવસાયિકરણ :

અધ્યાપન એક વ્યવસાય છે અને શિક્ષક-પ્રશિક્ષણ એ શિક્ષકોને વ્યાવસાયિક રીતે તૈયાર કરવાની પ્રક્રિયા છે. કોઈ વ્યક્તિને વ્યાવસાયિક રીતે તૈયાર કરવી એ એક અઘરૂ કામ છે અને આ કાર્ય સાથે અનેક દ્રષ્ટિબિંદુ અને ક્ષેત્રો જોડાયેલા છે. ‘વ્યવસાય’ના લક્ષણો નીચે મુજબ હોય છે. તેમાં લાંબા ગાળાની શૈક્ષણિક તાલીમ હોય છે : જ્ઞાનનું એક સુગ્રથિત તંત્ર હોય છે જેના પર આખું કાર્ય આધારિત હોય છે ; જરૂરી એવો ઔપચારિક અને આકરી તાલીમનો ગાળો જેમાં પ્રાયોગિક અનુભવ હોય છે ; અને વ્યાવસાયિક નૈતિકતાની આચારસંહિતા હોય છે જે તેના સભ્યોને બંધુત્વની ભાવનાથી અન્ય સભ્યો સાથે જોડતી હોય છે.

કેટલાંક પરિબળોને ધ્યાનમાં લેતા ઉપરોક્ત પરિમાણો ખૂબ અગત્યના બની જાય છે. સૌ પ્રથમ, આ વ્યવસાય સાથે પરંપરાગત રીતે એક આદર્શવાદ જોડાયેલો છે. સમાજ એક શિક્ષક પાસેથી ઊચી અપેક્ષાઓ રાખે છે અને શિક્ષકની ભૂમિકા સાથે એક પ્રકારનું સન્માન અને મહત્તા જોડાયેલી છે. એક મહત્વની દ્રષ્ટિએ શિક્ષકો માનવજાતના સર્વાગી વિકાસ સાથે સંકળાયેલ વ્યક્તિઓ છે. જયારે એક બાજુ માહિતી-પ્રદાન અને બૌદ્ધિકતા સિવાયના પરિમાણો વર્તમાન સમયમાં અનેક પરિબળોને કારણે અવગણનાનો ભોગ બન્યા છે. ત્યારે એ વાતનો ઇન્કાર ન થઇ શકે કે આ પરિમાણો શિક્ષકની ભૂમિકા અને કાર્યોના આંતરિક અંગો છે. આ વાતનો સૂચિતાર્થ એ છે કે હકારાત્મક અભિગમ, મૂલ્યો. સમજ અને શિક્ષક-પ્રશિક્ષકો તૈયાર કરવા.શિક્ષક-પ્રશિક્ષણ એક ચિંતનાત્મક કાર્ય છે જે વાસ્તવિક સ્તરે શિક્ષણના કાર્યને પાર પાડવા માટેના દિશાનિર્દેશમાં પરિણમે છે. એક તાત્વિક-પ્રવૃત્તિ હોવાથી તે એ બાબતો સાથે સંકળાયેલ છે કે શાળામાં અને વર્ગખંડમાં પ્રવૃત્તિઓ કઈ રીતે થાય છે. આના માટે જરૂર છે વાસ્તવિક શાળા-શિક્ષણ ઉપરાંત અધ્યયનનાં વિવિધ પ્રકારની સમજ અને ક્ષમતાની. એન.સી.એફ.નો ૨00૫નો શિક્ષક-પ્રશિક્ષણ પરનો સ્થિતિ અહેવાલ (position paper) આ મુદ્દાની ઊડાણપૂર્વકની ચર્ચા કરે છે અને શિક્ષક-પ્રશિક્ષણ માટે પુખ્તવયના વિદ્યાર્થી માટેની અધ્યયન પદ્ધતિ પર ભાર મૂકે છે. (શિક્ષક-પ્રશિક્ષણના સંદર્ભમાં સૌથી નબળું પાસું શિક્ષક તૈયાર કરતા વ્યાવસાયિક શિક્ષકની અછત છે. આ બાબતની ચર્ચા પ્રકરણ-પમાં કરવામાં આવી છે.)

સંશોધન અને મૌલિકતા

શિક્ષણ વિશે ચિંતનાત્મક અને વિશલેષણાત્મક સંશોધન અહેવાલોની ખાસ જરૂર ઊભી થઇ છે. કોર્ષ વિશે કે વ્યક્તિગત વર્ગખંડો જેથી કરીને તેને શિક્ષક બનવાની તાલીમ લેતા વિદ્યાર્થીઓની અભ્યાસ સામગ્રીમાં સમાવી શકાય. યુનીવર્સિટીના વિવિધ વિભાગો અને સંશોધન સંસ્થાઓએ આ કાર્ય હાથ પર લેવુ જોઈએ.

વધારામાં, શિક્ષક-પ્રશિક્ષણના વિવિધ મૉડેલ પર પ્રયોગો પણ થઇ શકે છે. મૌલિકતા અને નાવીન્ય લાવવાની સંસ્થાની ક્ષમતા એ ઉચ્ચ ગુણવત્તા તરફ પ્રયાણ કરવા માટેની પ્રથમ શરત છે. આવું ત્યારે જ સરળ બની શકે જયારે સંસ્થાનું ઇનપુટ ગુણવત્તાયુક્ત હોય. શિક્ષકપ્રશિક્ષણમાં મૂળ વાસ્તવિકતા ભાગ્ય જ આ વસ્તુ દર્શાવતી હોય છે. કોઈ સંસ્થામાં અભ્યાસક્રમમાં નાવીન્યતા સંસ્થાના આંતરિક વહેવારો પૂરતી જ મર્યાદિત બની જાય છે. કેન્દ્રિય પ્રવેશ પદ્ધતિ, સમાન અભ્યાસક્રમ, કેન્દ્રિય ધોરણે પરીક્ષા. અભ્યાક્રમની રચના અને મૂલ્યાંકનને લીધે સંસ્થાની વ્યક્તિગત અભિવ્યક્તિને ખૂબ ઓછો અવકાશ રહે છે. આવી મૌલિકતા/નાવીન્યતાના સર્જન માટે અવકાશ આપવો જરૂરી છે જેથી કરીને તેમાંથી નીતિનિર્ધારણ કરી શકાય.

આવી વિપરિત પરિસ્થિતિઓમાં પણ અનેક સારાં પગલાંઓ ભરી શકાયા છે. આનું એક ઉદાહરણ દિલ્હી યુનિવર્સિટી સંલગન કોલેજો દ્વારા પ્રાથમિક શિક્ષક બનવા માટેનો ચાર વર્ષનો સંકલિત કોર્ષ (બી.એલ.એડ.)ની શરૂઆત. એન.સી.ઈ.આર.ટી. દ્વારા શરૂ કરવામાં આવેલ ચાર વર્ષનો સંકલિત ડિગ્રી કોર્ષ બી.એસ.સી.એડ. , બે વર્ષનો બી.એડ.નો કોર્ષ , અને એમ.એસ.સી.એડ.નો સંકલિત કોર્ષ આના અન્ય ઉદાહરણો છે. દેશની કેટલીક અન્ય સંસ્થાઓમાં પણ આવા નવીન-મૌલિક પગલાંઓ લેવામાં આવ્યા છે. કાર્યરત શિક્ષકોને સહાયરૂપ બનવા રિસોર્સ સેન્ટરોની સ્થાપના, આ દિશામાં લેવાયેલ કેટલાંક પગલાંઓમાંનું એક છે. આ સેન્ટરો દ્વારા ચલાવાતા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓમાં કાર્યશાળાનું આયોજન, રિસર્ચ ફેલોશિપની જોગવાઈ અને અભ્યાસસત્રોનું આયોજનનો સમાવેશ થાય.

શિક્ષક-પ્રશિક્ષણમાં મુક્ત અને દૂરંતર શિક્ષણ:

એક સંકલ્પના તરીકે ‘મુક્ત શિક્ષણ’. દૂરંતર શિક્ષણ સાથે સંકળાયેલ કેટલીક પદ્ધતિઓ સાથેની તે કોઈ વિશિષ્ટ જ્ઞાનના વ્યવહારની પદ્ધતિ તો નથી જ. મુક્ત અને દૂરંતર શિક્ષણના કેટલાંક પાસાઓ એવા છે જે હેતુસભર રીતે તો જ વ્યવહારમાં લાવી શકાય જો પ્રત્યક્ષ માનવીય હસ્તક્ષેપ અને મુક્ત અને નિરંતર શિક્ષણ વચ્ચેની સરહદ શકય હોય તેટલી મહદ અંશે નાબુદ થાય અને કદાચ તે ઈચ્છનીય છે . માપદંડો પર આધારિત શિક્ષકપ્રશિક્ષણમાં અભ્યાસક્રમનો વિકાસ અને સ્વતંત્ર અભ્યાસ પર ભાર અને આંતરક્રિયાત્મક અધ્યયનની ઓનલાઈન પદ્ધતિ, મૂલ્યાંકનમાં સતત સુધારણા-આ બાબતોને લીધે જેઓ સુધી શિક્ષણ નથી પહોંચ્યું ત્યાં પહોંચાડી શકાય છે. એવું હવે સમજાયું છે કે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમની મદદથી સ્વતંત્ર અભ્યાસ-સામગ્રીનો ઉપયોગ કરીને, અને આ રીતે ભૌતિક અંતરની બાધાને દૂર કરીને શિક્ષકોના વ્યાવસાયિક વિકાસ માટે મુક્ત અને નિરંતર શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ થઇ શકે છે. મુક્ત અને દૂરંતર અભ્યાસના એ ઘટકો જે સ્વતંત્ર અભ્યાસ સાથે સંકળાયેલ છે તેઓ વર્તમાન સમયમાં પ્રસ્તુત છે. જો કે પ્રત્યક્ષ માનવીય હસ્તક્ષેપ અને વાસ્તવિક સામાજિક આંતરવ્યવહાર જે પ્રારંભિક શિક્ષક-પ્રશિક્ષણનું હાર્દ છે તેને મહત્વ આપવું જ રહ્યું. એક પદ્ધતિ કે યોજના તરીકે મુક્ત અને દૂરંતર શિક્ષણ પ્રશિક્ષકને સતત વ્યાવસાયિક મદદ પૂરી પાડી શકે તેમ છે.

આરોગ્ય અને શારીરિક શિક્ષણના સંદર્ભમાં શિક્ષક-પ્રશિક્ષણ:

આરોગ્ય, શારીરિક શિક્ષણ અને યોગ એ પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અભ્યાસક્રમમાં અગત્યના ઘટક છે. બાળક અને કિશોરના શારીરિક , માનસિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસ માટે આ ઘટકોને મહત્વ આપવું જ રહ્યું. આરોગ્ય અને શારીરિક શિક્ષણનો હેતુ માત્ર શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત કરવાનો જ નથી પરંતુ મનોસામાજિક વિકાસનો પણ હોય છે. આ વિષયમાં વ્યક્તિગત તંદુરસ્તી , શારીરિક અને મનોસામાજિક વિકાસ , ગતિશીલતા અને ક્રિયાશીલતા , અને બાહ્ય દુનિયામાં અન્ય લોકો સાથે, સમાજમાં અને પર્યાવરણ સાથે અર્થપૂર્ણ સંબંધોનો સમાવેશ થાય છે. લાક્ષણિકતાની દ્રષ્ટિએ આ ક્ષેત્ર આંતર-વિદ્યાશાખાકીય હોવાથી સંકલન જરૂરી છે અને આ બાબતો એક કરતાં વધુ વિષયોમાં સમાવિષ્ટ થઇ જાય તે રીતે અભ્યાસક્રમનું આયોજન કરવું પડે છે. શાળા આરોગ્ય કાર્યક્રમના મુખ્ય ઘટકો જેવા કે મેડીકલ સારવાર , સ્વાસ્થયપ્રદ શાળા પર્યાવરણ, શાળા સમય દરમ્યાનનો નાસ્તો , આરોગ્ય અને શારીરિક શિક્ષણ અને ભાવનાત્મક તંદુરસ્તી- આ બધા આરોગ્ય અને શારીરિક શિક્ષણના અવિભાજ્ય અંગો હોવા  બાળકના સર્વાગી વિકાસ માટેના આ અભ્યાસક્રમના મુદ્દાઓનું અગત્ય જોતાં એ ખૂબ મહત્વનું છે કે શિક્ષકો પોતે યોગ્ય રીતે તાલીમ, પામેલા હોય. આ વિષયોમાં શિક્ષકની તાલીમ આરોગ્યની વ્યાપક વ્યાખ્યા અને બાળકના સર્વાગી વિકાસને ધ્યાનમાં લઈને જ થવી જોઈએ. વર્તમાન સમયમાં આ વિષયોમાં જુદા જુદા સ્તરે ડીપ્લોમાં કોર્ષ (ડી.પી.એડ.), ડિગ્રી કોર્ષ (બી.પી.એડ.) અને અનુસ્નાતક કોર્ષ (એમ.પી.એડ.) કેટલીક શારીરિક શિક્ષણની કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં ચલાવવામાં આવે છે. આરોગ્ય અને શારીરિક શિક્ષણના હેતુઓ અને વૈચારિક માળખા અંતર્ગત આ બધા કોર્ષના અભ્યાસક્રમ, અભ્યાસક્રમના અંતિમ હેતુઓ અને અધ્યાપન પદ્ધતિ વિશે ફેરવિચારણા કરવાની તાતી જરૂર છે. આ ઉપરાંત, બધા જ શિક્ષક-પ્રશિક્ષણના કોર્ષમાં આરોગ્ય, શારીરિક શિક્ષણ અને યોગ ફરજિયાત ઘટક તરીકે હોવા જોઈએ. શિક્ષક-પ્રશિક્ષણના કોર્ષની રચનામાં સમાવિષ્ટ આ મુદ્દાઓ અલગથી વિચારણા માગી લે છે.

વ્યવસાયલક્ષી પ્રવાહ માટે શિક્ષકોને તાલીમ:

આપણી શિક્ષણપ્રથામાં વ્યવસાયલક્ષી શિક્ષણ વિચારણાનો મુદ્દો રહ્યો છે. જેની સફળતાનો આધાર શિક્ષકોની ગુણવત્તા અને તેઓની વ્યાવસાયિક તાલીમ પર રહેલો છે. સેકન્ડરી એજ્યુકેશન કમિશન(૧૯૫૨-૫૩)ની ભલામણોને આધારે આ દિશામાં સૌપ્રથમ અર્થપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યો. આ ભલામણો ૧૧ વર્ષિય ઉચ્ચ માધ્યમિક બહુહેતુક યોજનાના ભાગરૂપે ધોરણ ૮ પછી શિક્ષણના વૈવિધ્યકરણ પર ભાર મૂકે છે. ચાર રીજનલ કોલેજીસ ઓફ એજયુકેશન જે હવે રીજનલ ઇન્સ્ટીટયુટસ ઓફ એજયુકેશન ઓફ એન.સી.ઈ.આર.ટી. તરીકે ઓળખાય છે તે અજમેર , ભોપાલ, ભુવનેશ્વર અને મૈસુર ખાતે સ્થાપવામાં આવી. આ સંસ્થાઓ વિવિધ પ્રકારના કોર્ષ ચલાવે છે જે તકનીકી , ખેતી, વ્યાપાર, ગૃહવિજ્ઞાન, લલિતકલાઓ વગેરેને સાંકળી લેતા રોજગારલક્ષી ક્ષેત્રોમાં શિક્ષકને તાલીમ આપે છે. આવા કોર્ષ માટે આ સંસ્થાઓમાં ઉત્તમ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ચાર વર્ષના બી. ટેક. બી.એડ. , બી. કોમ. બી.એડ. અને એક વર્ષના બી.એડ.(એગ્રીકલ્યર). બી.એડ.(હોમ સાયન્સ) . બી.એડ.(ફાઈન આર્ટસ) , જેવા કોર્ષ આર.સી.ઈ. ની અલગ અલગ કોલેજોમાં ચલાવવામાં આવે છે અને કમિશનના અંકુશ હેઠળ વતા-ઓછા અંશે તેને સફળતા પણ મળી છે. આ બહુહેતુક પદ્ધતિ ચાલુ રહી શકી નહિ અને આર.સી.ઈ.ની કોલેજોમાં તે બંધ થઇ ગયા. આ પરિસ્થિતિ વધારે ગંભીર ત્યારે બની જયારે એજ્યુકેશન કમિશને (૧૯૬૪-૬૬) ધોરણ 10+12 ની પદ્ધતિમાં સુધીમાં શૈક્ષણિક અને વ્યાવસાયિક પ્રવાહમાં વૈવિધ્ય લાવવાની ભલામણ કરી. બદનસીબે આને મદદરૂપ થાય તેવો એકપણ શિક્ષક-વિકાસ કાર્યક્રમનો કોર્ષ આર.સી.ઈ.ની કોલેજોમાં શરૂ થયો નહિ. શૈક્ષણિક ક્ષેત્રના આ વધુ અગત્યના ક્ષેત્ર પ્રત્યેના ઉદાસીન વલણને લીધે ઉપરોક્ત વ્યાવસાયિક વિભાગમાં શિક્ષક-પ્રશિક્ષણની હિલચાલને એક ધક્કો પહોંચ્યો. ટોટી વ્યાવસાલક્ષી શિક્ષકના પ્રશિક્ષણના અમલ માટે સંસ્થાઓએ ગંભીરતાથી વિચારવું રહ્યું. આના માટે અલગ અલગ વ્યાવસાયિક ક્ષેત્રો માટે ગુણવત્તાયુક્ત અભ્યાસસામગ્રી જરૂરી છે. પરંપરાગત કોલેજો માળખાગત રીતે અને માનવસંસાધનની રીતે સજજ નથી. જેથી કરીને વ્યાવસાયિક શિક્ષક-પ્રશિક્ષણના કોર્ષ ચલાવી શકે એમ નથી. વ્યાવસાલક્ષી સંસ્થાઓ જેવી કે ઈજનેરી, તકનીકી, કૃષિ અને મેડીકલ કોલેજોની સાથેના પરામર્શમાં એક એવું માળખું રચવાની જરૂર પડી અને ટેકનિકલ ટીચર ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ દ્વારા આ જવાબદારી વહન કરવાની છે જેમાં તે વ્યાવસાલક્ષી શિક્ષણના અધ્યાપન પર આધારિત કોર્ષ પણ ચલાવે. આને કારણે આ માળખાની બહાર કોઈ કાર્ય કરવાની વધારાની મહેનત બચી જાય.

શિક્ષક અને શિક્ષક-પ્રશિક્ષણની ભાવિ-કલ્પના/દિશા

જયારે એક તરફ આપણે શિક્ષકની ભૂમિકાનું સ્વરૂપ શોધવામાં વ્યસ્ત છીએ , અને બીજી તરફ શિક્ષક-પ્રશિક્ષણનું સ્વરૂપ પણ સમય સાથે બદલાતું જાય છે ત્યારે તેવા મુદ્દાઓ પર વૈશ્વિક સ્તરે થયેલી વૈચારિક ક્રાંતિની નોંધ લઈએ જેને આધારે આપણા વર્તમાન વિચારોનું ઘડતર થયું છે તો આપણને તે ઉપયોગી બનશે. જો આપણે એક શિક્ષક-પ્રશિક્ષણ સિદ્ધાંતની શોધમાં હોઈએ જે આપણી વર્તમાન જરૂરિયાતોને સંતોષે તો આપણે કેટલાંક વ્યાપક અને સર્વગ્રાહી સિદ્ધાંતોને સ્વીકારવા રહ્યા જે આ બાબતમાં મદદરૂપ થાય. પ્રથમ તો, શિક્ષક-પ્રશિક્ષણ પરના આપણાં વિચારો વૈવિધ્યપૂર્ણ અને સંકલિત છે. તે મનોવિજ્ઞાન અને દર્શનશાસ્ત્રની વિચારધારાઓથી મુક્ત છે. આપણે શિક્ષક-પ્રશિક્ષણને એક દ્રષ્ટિકોણલક્ષી પ્રયત્નથી જોતા નથી , પરંતુ આપણે તેને મુક્ત અને સ્થિતિસ્થાપક ઈચ્છિએ છીએ. આપણે બદલાતા સંજોગો પર વિશેષ ધ્યાન આપીએ છીએ અને આપણો હેતુ આ બદલાતા સંજોગો સાથે શિક્ષક સમાયોજન સાધી શકે તે માટે તેને સક્ષમ બનાવવાનો છે. બીજું આધુનિક શિક્ષક-પ્રશિક્ષણ અભ્યાસ-રત સમાજ’ , ‘શિક્ષણ માટે જ શિક્ષણ’ , અને ‘સમાવેશી શિક્ષણ’ જેવા વૈશ્વિક વૈચારિક-છત્ર નીચે વિકાસ પામી રહ્યું છે અને કાર્યરત છે. આપણી ચિંતા એ છે કે શિક્ષક-પ્રશિક્ષણને કઈ રીતે ઉદાર , માનવતાવાદી અને સમાવેશી શિક્ષણની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ બનાવવી. શિક્ષણમાં ઉપદેશાત્મક ચર્ચા પર ભાર મૂકવામાં નથી આવતો પરંતુ બિન-ઉપદેશાત્મક અને દ્વિપક્ષીય ચર્ચા પર વધુ ભાર આપવામાં આવે છે. ત્રીજું, આધુનિક અધ્યાપન પદ્ધતિ સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્રના શિક્ષણ પરના વિચારોથી પ્રેરિત છે. અધ્યાપન અને અધ્યયનના નવીનીકરણ માટે સામાજિક સંદર્ભની એક સ્ત્રોત તરીકેની લાયકાત અને સામથર્ય વિશે આપણે સમજવા લાગ્યા છીએ. બહુસાંસ્કૃતિક અને વૈવિધ્યપૂર્ણ સમાજનું શિક્ષણ એ વર્તમાન સમયની જરૂરિયાત છે. ચોથું, આપણે હવે એ સ્વીકારીએ છીએ કે વર્ગખંડની બહાર પણ શીખવાના અને શીખવવાના વિવિધ સ્થળો (ખેતર રોજગારીનું સ્થળ , ઘર, સમાજ અને માધ્યમો)અસ્તિત્વ ધરાવે છે. બાળક જે વિવિધ પદ્ધતિઓ દ્વારા શીખવાની પ્રક્રિયા કરતું હોય અને જે સંજોગોમાં રહીને શિક્ષકો પોતાનું કાર્ય કરતા હોય તેની પણ આપણે સમીક્ષા કરવાની રહે છે: જેમ કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની વધુ પડતી સંખ્યા , ભાષાકીય, સામાજિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય , વંચિત સમૂહોમાંથી આવતા બાળકોની સમસ્યાઓ વગેરે. આપણે એ સ્વીકારતા થયા છીએ કે કહેવાતા જ્ઞાન આધારિત શિક્ષક પ્રશિક્ષણ સ્વભાવે તરલ અને અલ્પજીવી હોય છે. અને તેથી જ શિક્ષક-પ્રશિક્ષણનો મુખ્ય હેતુ મૌલિક કાર્યપદ્ધતિને પ્રોત્સાહન આપવાનો છે. વિવિધ સંજોગોમાં ઊભી થતી જરૂરિયાતોને પોષવા માટે અને શિક્ષક દ્વારા સમયાંતરે કરાતીસમીક્ષા દ્વારા અધ્યાપન પદ્ધતિનું જ્ઞાન સતત બદલાતું રહેવું જોઈએ અને સંજોગો અનુસાર તેમાં પરિવર્તન આવવાં જોઈએ. શિક્ષક-પ્રશિક્ષણને એવું બનાવવી જોઈએ કે તે શિક્ષકની જ્ઞાનસર્જનની ક્ષમતા વધારે અને અનિશ્ચિતતા અને તરલતાની સ્થિતિમાં અધ્યાપન-અધ્યયનનાં પર્યાવરણના લક્ષણોનું મૂલ્યાંકન કરે. ઉપરોક્ત ચર્ચામાં વ્યક્ત થયેલા શિક્ષકની ભાવિ દિશા/કલ્પનાને ધ્યાનમાં રાખતાં શિક્ષકની

ભૂમિકાને લગતા નીચેના વિધાનો જે શિક્ષક-પ્રશિક્ષણના સિધ્ધાંત, હેતુ અને પરંપરાને વ્યકત કરે છે.

 • શિક્ષકનું ભાષાપ્રભુત્વ વધવું જોઈએ, પરંતુ વર્તમાન પ્રણાલીઓના અભ્યાસક્રમમાં ભાષા કેટલી હાર્દસમાન છે તે સમજનો અભાવ વર્તાય છે.
 • વિદ્યાશાખાકીય જ્ઞાનને અધ્યાપન કૌશલ્યથી અલગ માનવામાં આવે છે.
 • શિક્ષક-પ્રશિક્ષણમાં પ્રશિક્ષકને પોતાના અનુભવો પર ઊડી વિચારણા કરવાની તક મળતી નથી.
 • અમૂક પાઠના અધ્યાપનનો મહાવરો શિક્ષકના વ્યાવસાયિક વિકાસ માટે પૂરતો છે એવું માની લેવામાં આવે છે
 • એવું માની લેવાય છે કે પ્રશિક્ષક સિદ્ધાંતો અને વિવિધ મૉડેલના અભ્યાસ અને અધ્યાપન પદ્ધતિ વચ્ચેનો સંબંધ પોતાની રીતે સમજી લેશે.
 • શિક્ષકને પોતાના પૂર્વગ્રહો અને માન્યતાઓ વિશે વિચારણા કરવાની કોઈ તક મળતી નથી. અને વર્ગખંડમાં થતા ચર્ચા વિચારણા (વાર્તાલાપ) અને પ્રશ્નોતરીની પ્રક્રિયાના એક ભાગ તરીકે તે પોતાના અનુભવો વિશે ચિંતન કરી શકતો નથી.
 • કોર્ષમાં આવતા સિદ્ધાંતોને પ્રાયોગિક-કાર્ય અને વાસ્તવિક હકીકત સાથે કોઈ લેવાદેવા નથી.
 • શિક્ષક-પ્રશિક્ષણમાં મૂલ્યાંકન પદ્ધતિ વધારે પડતી માહિતી-લક્ષી , ગુણવત્તાને બદલે પ્રમાણને પ્રાધાન્ય આપનારી અને સર્વાગીકતાના અભાવવાળી છે.
 • વિવિધ ખ્યાલો અને અધ્યાપન પદ્ધતિઓના જ્ઞાન ઉપરાંત , શિક્ષકમાં કેટલાંક ગુણો, વૃત્તિઓ, સ્વભાવગત લક્ષણો , ટેવો અને રસ કેળવાવા જોઈએ. જો કે વર્તમાન મૂલ્યાંકન પદ્ધતિમાં આ બાબતો લક્ષમાં લેવામાં આવતી નથી.
 • જે પ્રકારના શિક્ષક અને શિક્ષક-પ્રશિક્ષણની આપણે કલ્પના કરી છે તે આપણી પાસેથી એવી અપેક્ષા રાખે છે કે આપણે શિક્ષક-પ્રશિક્ષણને એક સવાંગી પ્રક્રિયા તરીકે જોઈએ જે વિવિધ પ્રકારના કાર્ય સાથે સંકળાયેલ છે અને એક પૂર્ણ શિક્ષકના વિકાસ માટે અનેકવિધ ક્ષેત્રોને સાંકળી લે છે-જેમ કે જ્ઞાન અને સમજ, વિવિધ કૌશલ્યો. સકારાત્મક અભિગમ, ટેવો,
 • બાળકોની સંભાળ રાખે અને તેઓની સાથે તેને રહેવાનું ગમે બાળકોને તેઓની જરૂરિયાતો અને સમસ્યાઓના સંદર્ભમાં સમજેસાંસ્કૃતિક અને રાજકીય અને સામાજિશિક્ષક આ બાબત પ્રત્યે સંવેદનશીલ બને અને બધા બાળકો સાથે સમાન રીતે વર્ત
 • બાળકોને માત્ર નિષ્ક્રિય રીતે જ્ઞાન મેળવનારા તરીકે ન લે પરંતુ તેઓની અર્થ સમજવાની તારવવાની કુદરતી શક્તિને નીખારે. ગોખતાં અટકાવે, શિક્ષણને આનંદદાયક બનાવે અને તેમને સહભાગી બનાવીને અર્થસભર પ્રવૃતિઓ તરફ વાળે. • અભ્યાક્રમ અને પાઠયપુસ્તકોનેસમીક્ષાત્મકરીતે ચકાસે અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ બનાવે.
 • જ્ઞાનને કોઈ ‘આપવાની’ એવી વસ્તુ ન સમજે જે અભ્યાસક્રમમાં વણાયેલ હોય અને કોઈ જાતની શંકા કર્યા વગર સ્વીકારવાની હોય.
 • નાટકો, પ્રોજેક્ટ, ચર્ચા, સંવાદ, અવલોકન, સ્થળ-મુલાકાત અને પોતાની પ્રવૃત્તિ પર ચિંતન કરતા શીખે તે પ્રકારની શીખનાર કેન્દ્રિત પ્રવુતિ આધારિત અને શિક્ષણના પ્રયોગમાં સહભાગી બનાવે તે રીતે આયોજન કરે. ૦ વર્ગખંડમાંના વિદ્યાર્થીઓનાં વૈવિધ્યને ધ્યાનમાં રાખી તેઓની વ્યક્તિગત અને સામાજિક વાસ્તવિકતા સાથે શૈક્ષણિક અભ્યાસને જોડે.
 • શાંતિ, લોકશાહીના મૂલ્યો , સમાનતા, ન્યાય. આઝાદી. બંધુત્વ. બિનસાંપ્રદાયિકતા અને સામાજિક નવસર્જન જેવા મૂલ્યોને ફેલાવે.
 • આવું તો જ શકય બને જો શિક્ષક-પ્રશિક્ષણનો અભ્યાસક્રમમાં પ્રશિક્ષકને યોગ્ય અને મહત્વની તકો પૂરી પાડવામાં આવે જેમ કે:
 • બાળકોનુંઅવલોકનકરે અને તેઓ સાથે તાદાત્મય સાહેબાળકો સાથે આંતવ્યવહાર- કરે
 • પોતાની જાતની અને અન્યની માન્યતાઓરણાઓલાગણીઓ અને મહત્વકાંક્ષાઓને સમજે પોતાનું જવિશલેષણ મૂલ્યાંકન સંજોગો સાથે અનુરૂપ થવા માટેન્સર્જનાત્મક બનવાની અને મૌલિક બનવાની ક્ષમતા વિકસાવે.
 • અભ્યાસલક્ષી પ્રવૃત્તિ વખતે પોતે શીખતા રહેવાની આદત કેવિથારવાનીચિંતન કરવાનીનવા વિચારોને અધ્યાપનમાં સાંકળી લેવાની અને તેઓને શાબ્દિક સ્વરૂપ આપવા માટે તેમની પાસે સમય હોય.ોતાની જ સમીક્ષા કરી શકે અને સમુહમાં સાથ-સહકારથી કામ કરી શકે.
 • વિષય-વસ્તુ સાથે જોડાણ સાધી વિદ્યાશાખાકીય જ્ઞાન અને સામાજિક વાસ્તવિકતાના ગુણદોષ જોઈ શકેવિદ્યાર્થીઓના સામાજિક પરિપ્રેક્ષય સાથે વિષય-વસ્તુને જોડીિિહેચનાત્મક વૈચારિક પ્રક્રિયાનો વિકાસ કરી શકે.
 • અધ્યાપનઅવલોકનદસ્તાવેજીકરણવિશલેષણ અર્થઘટનનાટય-રજૂઆતકળા-કારીગરીવાર્તાઅને મૌલિક સંશોધન વૃત્તિ જેવાં વ્યાવસાયિક કૌશલ્યો વિકસાવે.

ઉપરોક્ત તમામ પ્રકારની તકો પ્રશિક્ષકને મળી રહે તે માટે અભ્યાસક્રમની રચના ખૂબ જ ધ્યાનપૂર્વક કરવી જોઈએ જે પ્રશિક્ષકના અનુભવગત જ્ઞાન અને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન પ્રેરિત હોય. આ પ્રકરણ એ બાબતે નક્કર સૂચનો કરે છે કે કઈ રીતે શિક્ષક-પ્રશિક્ષણની એવી રીતે પુનઃરચના કરી શકાય કે જેથી તે વિદ્યાર્થી-કેન્દ્રિત બનેશિક્ષકના વ્યક્તિગતસામાજિક અને વ્યાવસાયિક વિકાસ માટે પૂરતો અવકાશ પ્રદાન કરે અને શિક્ષકને વિવિધ અધ્યાપન પદ્ધતિઓથી સજજ કરે અને એવા અભ્યાસુ વાતાવરણનું સર્જન કરે જે વિદ્યાર્થીની જરૂરિયાતોને પોષે. પ્રશિક્ષકની પોતાની અનુભવગત હકીકતો અને વિદ્યાર્થીઓના સામાજિક પરિપ્રેક્ષય સાથે વિવિધ વિદ્યાશાખામાં સૈધ્ધાંતિક જ્ઞાનને વણી લેવાની પ્રક્રિયા દ્વારા શિક્ષકોને ચિંતન માટેશીખવાની વૃત્તિ જગાડવા માટે અને મૌલિક વિચારણા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. શૈક્ષણિક કાર્ય અને સિદ્ધાંતો સાથેના લાંબા ગાળાના સંસર્ગથી શિક્ષકમાં જ્ઞાન ઉપાર્જન અને વૈચારિક સ્પષ્ટતા માટેની ક્ષમતા ઉદભવે છે.

શિક્ષક-પ્રશિક્ષણ માટે અભ્યાક્રમનું માળખું ત્રણ મુખ્ય ક્ષેત્રો આવરી લે તે રીતે વિચારી શકાય

 • શિક્ષણનો પાયો-જેમાં ત્રણ મુખ્ય મુદ્દા સમાવી શકાય: વિદ્યાથી અભ્યાસ સમકાલીન અભ્યાસ અને શૈક્ષણિક અભ્યાસ.
 • અભ્યાસક્રમ અને અધ્યાપન-જેમાં બે મુખ્ય મુદ્દા સમાવી શકાય:અભ્યાસક્રમનો અભ્યાસ અને અધ્યાપન અંગેનું જ્ઞાન.
 • શાળા તાલીમ (ઈન્ટર્નશીપ)- જેદ્રષ્ટિબિંદુ વ્યાવસાયિક ક્ષમતા શિક્ષકની સંવેદનશીલતા અને કૌશલ્યોની વિશાળ શુંખલાના વિકાસ તરફ દોરી જાય છે.

આ ક્ષેત્રો, સાથે મળીને શિક્ષક-પ્રશિક્ષણના વિવિધ સ્તર (પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) માટે સામાન્ય કેન્દ્રવતી અભ્યાસક્રમી રચના કરે છે. જે સ્વરૂપ અને લક્ષણો આ ઘટકો ધારણ કરે છે અને તેઓનું પરિમાણ, તીવ્રતા સાપેક્ષ મહત્વ આ ઘટકો નીચે પૂરા પડાતા શીખવાના અનુભવોની ગુણવત્તા અને તેઓનું સાપેક્ષ મહત્વ આ બધા શિક્ષક-પ્રશિક્ષણના સાળા અને વિદ્યાથીના સંજોગો અને અન્ય પરિબળોના સંદર્ભમાં બદલાઈ શકે છે.એ વાત અગત્યની છે કે આ ઘટકોને સ્વતંત્ર અને એકબીજાથી અલગ ન માનવા જોઈએ પરંતુ શિક્ષકના સર્વાગી વિકાસના સંદર્ભમાં તેઓ એકબીજાના પૂરક છે.

દાખલા તરીકે, નાના બાળકો પર ધ્યાનઃ મનોવૈજ્ઞાનિક વિકાસ વિચારવાની અને શીખવાની પ્રક્રિયા સામાજીકરણની પ્રક્રિયા અને બચપણનું ઘડતર એ પૂર્વ-પ્રાથમિકથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના મુખ્ય હેતુઓ/મુદ્દાઓ છે. અને આ સાથે વિષય-વસ્તુ અને જ્ઞાનમીમાંસાને લગતા સવાલો સાથે પણ સંયોજન જળવાઈ રહેવું જોઈએ. ઉચ્ચ પ્રાથમિકાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સ્તર માટે શિક્ષકો તૈયાર કરવા માટે બાળકના સતત વિકાસ અને કિશોરાવસ્થા ને લગતા મુદ્દાઓને ધ્યાનમાં લેવાવા જોઈએ. જેમ જેમ આપણે માધ્યમિક અને ઉચ્ચતર-માધ્યમિક તરફ જતાં જઈએ તેમ તેમ જ્ઞાનમીમાંસાના સવાલો અને શાળાકીય જ્ઞાન સાથેના ગહન સંયોજન માટે વધારે ધ્યાન આપવાની જરૂર છે. શિક્ષકો વિષય-વસ્તુોમીક્ષાત્મકરીતે મૂલવી શકે તે માટે તેઓને તૈયાર કરવાની જરૂર છેકોઈ વિદ્યાશાખાના માળખામાં રહીને તેમ જ આંતર-વિદ્યાશાખાકીય માળખામાં રહીને આ કામ થઇ શકે .

અભ્યાસપ્રક્રિયાનો સામાજિક સંદર્ભશિક્ષણના હેતુઓ ભારતમાં શિક્ષણની ભાવિ-દિશાઓળખ વૈવિધ્ય અને એકતા પ્રશિક્ષણકારના વિચારણાંતિનો સંદેશ, શાળાકીય આરોગ્ય અને તંદુરસ્તીબાળ-હકોસ્વવિકાસ અને એક શિક્ષક તરીકેની મહત્વાકાંક્ષાઓ-આ બધી બાબતો શાળા-શિક્ષણના તમામ તબક્કાઓ માટે શિક્ષક-પ્રશિક્ષણનું હાર્દ છે.

એવો પ્રયત્ન થઇ રહ્યો છે કે સમગ્ર શિક્ષશિક્ષણનો અભ્યાસક્રમ એક સંગઠિત અને સંકલિત એકમ બને આ તમામ અભ્યાસક્રમના ક્ષેત્રોના વિસ્તુત મુદ્દાઓ, તેઓ જે શીખવાની પ્રક્રિયાના અનુભવો પૂરા પાડે છે તેનો નિર્દેશ કરે છેઅને જે તકો તેઓ શિક્ષકના વ્યાવસાયિક વિકાસ ક્ષટેતા-નિર્ધારણ માટેૌશલ્યો અને સમજ માટે પૂરી પાડે છે તેનો પણ નિર્દેશ કરે છે. આ મુદ્દાઓ વ્યાપક સ્વરૂપમાં આપવામાં આવ્યા છે જેથી તેઓને સૂચિત અભ્યાસક્રમ કે કોર્ષના મથાળાઓ તરીકે લેવાય નહિ. જે તે સંજોગોને અનુરૂપ અભ્યાસક્રમ અને કોર્ષની રચનામાં આ મુદ્દાઓ મૂળભૂત અને પાયાના ખ્યાલોને આધાર આપે છે. એક કે બે વિષય સાથે બે કે ચાર વર્ષના કોર્ષના મૉડેલના સ્વરૂપ અંગેના સવાલો વિશે જે તે રાજ્યોની પરિસ્થિતિને આધારે વિચારવું પડશે.

જો કે આ માળખું શિક્ષક-પ્રશિક્ષણના કોર્ષની રચનામાં શાળાના વિષયો કરતાં ભાષાશેિતવિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની બાબતમાં સ્પષ્ટ અભિગમ ધરાવે છે. શાળા ઈન્ટર્નશીપમાં તાલીમાથી પોતાની પસંદગીનો વિષય લઇ શકે તેવું માળખું હોવું જોઈએ. શિક્ષક અને શિક્ષક-પ્રશિક્ષણના વિઝનમાં સમાવિષ્ટ મૂળભૂત સિદ્ધાંતો વ્યક્ત થતા હોય તે રીતે અનેકવિધ પરિસ્થિતિલક્ષી અભ્યાસક્રમ અને કોર્ષની અપેક્ષા રાખવામાં આવે છે. સેવારત શિક્ષકના વ્યાવસાયિક વિકાસ માટેની તાલીમ માટેના કાર્યક્રમો પણ સૂચિત અભ્યાસક્રમના ક્ષેત્રોમાં નિર્દેશિત થયા મુજબ ઘડી શકાય છે.

આ સૂચિત પ્રક્રિયામાં જે તાલીમના સમયપત્રકનો સમાવેશ કરવામાં આવશે તે મુજબ પ્રશિક્ષકને નિયમિત શિક્ષકની જેમ કોઈ એક શાળામાં લાંબા ગાળાની અવધી માટે કાર્ય કરવાનું રહેશે અને સાથે સાથે સંસ્થા તાલીમાથીના એક શિક્ષક તરીકેના અનુભવવિલેષણ કરીને તેને મદદરૂપ થશે . લાંબા ગાળા માટે શાળા સંસર્ગ અને વિદ્યાથી સાથેના સંપર્કને લીધે પ્રશિક્ષકને જયારે જેના વિશે તૈયારી ન કરી હોય તેવા અનઅપેક્ષિત સંજોગો ઊભા થાય ત્યારે શું કરવું તેની તાલીમ આપે છે. સામાન્ય રીતે આવા સંજોગો વિદ્યાર્થી સાથે આંતરક્રિયા વખતે થાય છે. વિદ્યાર્થી વિકાસના સામાન્ય મૉડેલમાં તેઓનો ઉલ્લેખ થતો નથી.

નીચેનો ફલો-ચાર્ટ સમર્થ કોર્ષની સાથે અભ્યાસક્રમના મુખ્ય ક્ષેત્રો દર્શાવે છે.

ત્યારબાદ પાયાગત સિદ્ધાંત અને દરેક મુખ્ય ક્ષેત્ર માટે અભ્યાસક્રમની જોગવાઈ અંગેના વિધાન આપવામાં આવ્યા છે.

તર્ક વિદ્યાર્થી-અભ્યાસને બાલ્યાવસ્થા. બાળવિકાસ અને કિશોરાવસ્થાના અભ્યાસના પ્રથમ વ્યવસ્થિત પરિચયના રૂપમાં જોવામાં આવે છે. તાલીમાથી શિક્ષકોએ અલગ અલગ વયના બાળકો સાથે હળીમળીને અને તેઓનું વિવિધ સામાજિક , આર્થિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષયમાં અવલોકન કરીને તેઓને સમજવાના હોય છે અને તેઓ સાથે સંકલન સાધવાનું હોય છે. આ કામ બાળ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો વાંચીને કરવાનું નથી. આ અભ્યાસમાં ભારતમાં બદલાતી જતી સામાજિક પરિસ્થિતિમાં જીવી રહેલા કિશોરોના મનો-વિશ્વનો અભ્યાસનો સમાવેશ થાય છે. શિક્ષકો બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થાના સામાજિક ઘડતરના કાર્યમાં જોડાય તે પણ આટલું જ જરૂરી છે. બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થાના સામાજિક ઘડતરની સ્થિતિ અને વિકાસ સાથે વિવિધ સામાજિક-સાંસ્કૃતિક અને રાજકીય પરિમાણો સંકળાયેલા છે.

આ ક્ષેત્રોના પાયાના અભ્યાસમાં વિકાસ લક્ષી ઘડતર અને મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો અને વ્યાપક સામાજિક-રાજકીય પરિસ્થિતિ જેમાં બાળકોનો ઉછેર થાય છે અને વિકાસ પામે છે તેઓની વચ્ચે જોડાણ સાધવાનો સમાવેશ થાય છે. વિવિધ પરિસ્થિતિઓમાં બાળ વિકાસની સમજ કેળવવા એ જરૂરી છે કે પ્રશિક્ષકને વર્ગખંડના વૈવિધ્ય સામે કામ પાર પાડવા અને સમાવેશી માળખામાં રહીને શિક્ષણ આપવા સજજ કરવા જોઈએ. ઉચ્ચતર માધ્યમિક સહિત તમામ શાળા કક્ષાના શિક્ષકપ્રશિક્ષણના કોર્ષની રચના એવી રીતે થવી જોઈએ કે તેમાં અવલોકન અને વિકાસની પ્રક્રિયાને એક સતત ચાલતી પ્રક્રિયા તરીકે જોવાના હેતુથી નાના બાળકોના અભ્યાસનો સમાવેશ થાય.

આના માટે યોગ્ય તક , સમાજશાસ્ત્ર , દર્શનશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં થયેલ સંશોધન અને ચાવીરૂપ મુદ્દાઓ આધારિત કોર્ષની રચના દ્વારા પૂરી પાડી શકાય છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate