অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વડાપ્રધાનનું રાષ્ટ્રને સંબોધન

વડાપ્રધાનનું રાષ્ટ્રને સંબોધન

શિક્ષણ સંબંધિત અવતરણો

"અર્થતંત્ર સામે બનેલી રોજગારની નવી તકોથી આપણા લોકોના પ્રત્યેક વ્યક્તિને લાભ આપવા માટે,આપણે તે ચોક્કસ ખાતરી કરવી જોઈએ દરેક ભારતીય શિક્ષિત અને કૌશલ્યપૂર્ણ છે.કોઈપણ રાષ્ટ્ર જ્યાં સુધી તેના લોકો શિક્ષિત ન થાય ત્યાં સુધી પ્રગતિ કરી શકતું નથી.છેલ્લા ત્રણ વર્ષોમાંના શિક્ષણ પરના જનતાના ખર્ચાને ત્રણ ગુણાં કરવા દ્વારા આપણે આ સંદર્ભમાં આપણા સરકારની વચનબદ્ધતાને બતાવી છે.હું રાજ્યોને પણ શિક્ષણને અગ્રતા આપવાની વિનંતી કરું છું,કારણકે શિક્ષણ જ એક એવો પાયો છે જેના પર પ્રગતિશીલ, સમૃદ્ધ સમાજનું નિર્માણ કરી શકાય છે.વધતી ઉપજ આવકોએ રાજ્યોની રાજવિત્તીય ક્ષમતામાં સુધારો કર્યો છે.તેઓએ હવે શિક્ષણને પ્રાધાન્ય આપવું જોઈએ. આ તરફ,આપણી સરકારે દેશભરની સારી ગુણવત્તાકીય શાળાઓની સ્થાપનામાં રોકાણ કરવાનું નક્કી કર્યું છે.આપણે 6,000 નવી ઉચ્ચ ગુણવત્તાકીય શાળાઓને ટેકો આપશું-દેશના પ્રત્યેક બ્લોકમાં એક.આવી દરેક શાળા વિસ્તારમાંની અન્ય શાળાઓ માટે શ્રેષ્ઠતાના ધોરણોને સ્થાપિત કરશે.
અમારા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમોએ સફળતાનો દરજજો મેળવ્યો હોવાના કારણે,માધ્યમિક શાળાઓ અને કોલેજોની માંગ વધી રહી છે.અમે સર્વવ્યાપી માધ્યમિક શિક્ષણ માટે વચનબદ્ધ છીએ.આ માટેના એક વ્યાપક કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
અમે તે પણ નિશ્ચિત કરશું કે પર્યાપ્ત સંખ્યામાં કોલેજોની દેશભરમાં સ્થાપના કરવામાં આવી છે,ખાસ કરીને જીલ્લાઓમાં જ્યાં નોંધણીના સ્તરો નિમન છે.અમે આવા 370 જીલ્લાઓમાં કોલેજો સ્થાપિત કરવા માટે રાજ્યોને મદદ કરશું. યુનીવર્સિટી તંત્ર,જેની વર્તમાન વર્ષોમાં તુલનાત્મકપણે અવગણના કરવામાં આવી છે,તે હવે અમારા સુધાર અને વિકાસ એજન્ડાનું કેન્દ્રબિંદુ છે. અમે ત્રીસ નવી કેન્દ્રીય યુનીવર્સિટીઓની સ્થાપના કરશું.દરેક રાજ્ય જેમાં કેન્દ્રીય યુનીવર્સિટી નથી હવે તેઓ તેને ધરાવશે.
વિજ્ઞાન અને ધંધાકીય શિક્ષણને બઢતી આપવા માટે,આમે વિજ્ઞાન શિક્ષણ અને સંશોધનની પાંચ નવી ભારતી સંસ્થાઓ,ટેકનોલોજીની આઠ નવી ભારતીય સંસ્થાઓ,સંચાલનની સાત નવી ભારતીય સંસ્થાઓ અને માહિતી તંત્રની વીસ નવી ભારતીય સંસ્થાઓની સ્થાપના કરી રહ્યા છીએ. આ આપણા યુવાનો માટે નવી શૈક્ષણિક તકો નિર્માણ કરશે.હું નિશ્ચિત છું કે સાથે કામ કરવાથી આપણે તે નિશ્ચિત કરી શકશું કે હાલના એક-દશાંશની સરખામણીમાં આપણાં બાળકોનો ઓછામાં ઓછો પાંચમો ભાગ કોલેજોમાં જાય છે.
આપણા યુવાનોની વિશાળ બહુમતી શાળા પછી કૌશલ્યપૂર્ણ રોજગારની શોધમાં હોય છે.ગયા વર્ષે મેં વ્યાવસાયિક શિક્ષણ મિશન માટેની જરૂરિયાત પર ભાષણ આપ્યું હતું. આવું મિશન પ્રસ્થાપિત થવા માટે તૈયાર છે.અમે જલદી જ વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પરના મિશનને પ્રસ્થાપિત કરશું.જેના માધ્યમથી અમે 1600 નવી ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થાઓ (ITIs) અને પોલીટેકનીકો, 10,000 નવી વ્યાવસાયિક શાળાઓ અને 50,000 નવા કૌશલ્ય વિકાસ કેન્દ્રો ખોલશુ.અમે નિશ્ચિત કરશું વાર્ષિકપણે 100 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ વ્યાવસાયિક પ્રશિક્ષણ મેળવે-જે આજના સ્તરથી ચારગણું વધારે છે.અમે આ પહેલમાં ખાનગી વિભાગની સક્રિય મદદ માંગણું જેથી કરીને તેઓ માત્ર પ્રશિક્ષણમાં જ નહી પણ રોજગારની તકો પ્રદાન કરવામાં પણ યોગદાન પ્રદાન કરે.
અમે માત્ર ક્રિયાશીલ સાક્ષરતાનો જ પ્રયાસ નથી કરતાં પણ સાથે સારું ગુણવત્તાકીય શિક્ષણ-શિક્ષણ જે દરેક છોકરા અને છોકરી માટે રાજલ સુવાહ્ય નિષ્પક્ષ અને ઉપલબ્ધ હોય જેઓ અભ્યાસ કરવા માંગે છે. જરૂરિયાતમંદ માટે અમે વધારે સ્કોલરશીપો પૂરી પાડશું. હવેના થોડા વર્ષોમાં આધુનિક શિક્ષણના ક્ષેત્રમાં મારી ક્રાંતિ જોવાની ઈચ્છા છે.આ મારી ઉત્કટ ઈચ્છા છે કે ભારત સંપૂર્ણપણે શિક્ષિત, આદુનિક અને પ્રગતિશીલ રાષ્ટ્ર બને.હું ચાહું છું કે આ ઐતિહાસિક લાલ કિલ્લાથી આ સંદેશો ભારતના પ્રત્યેક ખૂણામાં જાયઅમે ભારતને શિક્ષિત લોકોનું,કૌશલ્યપૂર્ણ લોકોનું રચનાત્મક લોકોનું રાષ્ટ્ર બનાવશું.
લોકતંત્રતા અને વિકાસ તે લોકો માટે કંઈજ નથી. જેઓ પ્રગતિના માધ્યમના સંપર્કમાં આવ્યા નથી.તે કારણે,આપણા સંવિધાનના રચયિતાઓએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત પ્રજાતિ અને સમાજના અન્ય નબળા વર્ગોના અધિકાર પ્રદાન પર વિશિષ્ટ ભાર મૂકયો છે.60 વર્ષોમાં, આપણે ઘણા માણસોને પ્રગતિ અને સામાજીક ગતિશીલાના પગથિયા ચઢતા જોયા છે.છતાં,હજી પણ એવા લાખો લોકો છે જેઓને હજી પણ આપણા ચેકા અને સહાયની જરૂર છે.
આપણે SCs, STs, OBCs અને લઘુમતીઓના આર્થિક,સામાજીક,રાજનૈતિક અને શૈક્ષણિક અધિકાર પ્રદાન માટે વચનબદ્ધ છીએ.તેઓ માટેના તમામ વિદ્યામન આરક્ષણોનો અસરકારક અમલ હોવા છતાં પણ આપણે તેમના લાભ માટે પ્રમુખ સ્કોલરશીપ અને વિકાસ કાર્યક્રમોની ઘોષણા કરી છે."

સ્ત્રોત: ગુજરાત સમાચાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/20/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate