વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રજ્ઞા અભિગમ

પ્રજ્ઞા અભિગમ “પ્રવૃત્તિ ધ્વારા જ્ઞાન” (પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અભિગમ)

શિક્ષણનું સાવત્રીકરણ કરવા માટે DPEP, SSA, NPEGEL જેવા અનેક કાર્યક્રમ સમગ્ર દેશમા ચલાવવામા આવે છે. આ કાર્યક્રમોના પરિણામે, પાછલા એક દાયકામા બાળકોમા પ્રાથમિક સ્તરનું શિક્ષણ લેવા માટે દાખલ થતા બાળકોમા નોધપાત્ર સુધારો થયો છે. શિક્ષણના સ્તરને ઉચું લાવવામા અથાગ પરિશ્રમ અને મેહનત કરી તેમા નોધપાત્ર સુધારાના કામ કર્યા હોવા છતા પણ હજી આ અભિગમની સંપૂર્ણ રીતે પુર્ણાહુતી કરવા માટે હજી ઘણી લાંબી મંજિલ કાપવાની છે.

 • જયારે પણ સામાન્ય પ્રાથમિક વર્ગ પ્રાથમિક શિક્ષણ વિષે વિચારે ત્યારે મન ઉપર શિક્ષક દ્વારા વર્ગખંડમા અપાતા શિક્ષણની નીચે મુજબ કલ્પના કરે છે.
 • શિક્ષક દ્વારા વર્ગખંડમા થતો ભેદભાવ જેવો કે બાળકોના વિકાસ માટે કોઈપણ પ્રકારનું ભથું ન આપવું. o પ્રાથમિક વર્ગ દ્વારા એવું ધારી લેવામા આવે છે કે તમામ બાળકોને એક જ સમયે અને એક જ રીતે અને એક જ પ્રકારનું શિક્ષણ શીખવવામા આવશે.
 • વર્ગખંડમા થતી જાતીવાદી તથા બહુમુખીવાદી પ્રણાલીને સુધારવા માટેના યોગ્ય પગલા લેવામા આવતા નથી.
 • શિક્ષણ આપવા માટેની સામગ્રી સામાન્ય સામગ્રીની જેમજ બાળકો માટે વપરાય છે.
 • અત્યાર સુધીમા શિક્ષણ આપવા માટે જેપણ સામગ્રી બનાવવામા આવી છે તે સ્વશિક્ષણ આપવા જેવું તૈયાર કરવામા આવેલ નથી.
 • બાળકોને ભણાવવામા આવતા શિક્ષણની પદ્ધતિઓનું મૂલ્યાંકન માત્ર ગાણિતિક પદ્ધતિથી બાળક દ્વારા અપાયેલ પરીક્ષાઓથી કરવામાં આવે છે.
 • ઉપરના ક્રમ મુજબ દર્શાવેલ મુદ્દાઓથી થતી સમસ્યાઓ સુધારવા માટે પ્રજ્ઞા અભિગમ (પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અભિગમ) નો ઉદેશ્ય સાર્થક થાય તેવા હેતુથી આ અભીગમને અમલમા મુકવામા આવ્યો છે. જેથી કરીને વર્ગખંડમા ભણાવવામા આવતી દરેક પ્રવૃત્તિને સર્વગ્રાહી અને રસપૂર્ણ શિક્ષણ બાળકોને આવનાર વર્ષોમા આપી શકાય.

પ્રજ્ઞા અભિગમને અપનાવવાના મુખ્ય હેતુ

 • આ અભિગમ બાળકો માટે પોતાની ગતિએ અને સ્તરે શિક્ષણ શીખવા માટેની તક આપે છે.
 • બાળકો માટે અનુભવ દ્વારા શીખવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
 • શિક્ષકો અને સાથીદારો સાથે મળીને શીખવાની તક આપે છે.
 • આ અભિગમ બાળકોને વિવિધ પ્રોજેક્ટ વર્ક તથા બહારના કામ શીખવાની ક્ષેત્રને ખુલ્લી તક પૂરી પડે છે.
 • બાળકોને તણાવમુક્ત સતત મૂલ્યાંકન રહિત શિક્ષણ આપવાની તક આપવામા આવે છે.
 • આ અભિગમ દ્વારા બાળકને અભ્યાસ શીખવાની રીત શીખવવામા આવે છે.
 • કોઈપણ જાતના ભાર વિનાનું ભણતર આ પદ્ધતિ દ્વારા શીખવાડવામા આવે છે.

પ્રજ્ઞાનો શાળામા ઉદ્દેશ :

 • વર્ગખંડમા: આ વર્ગખંડમા બાળકો જ્યાં તેઓ આવે છે અને શીખવા માટે ખુશી થશે તેવી મુક્ત વાતાવરણ આપનારું સ્થળ છે. આ જગ્યાએ જ્યાં સામગ્રી તેમના પહોંચની અંદર હોય છે અને તેઓ પણ તેમની જરૂરિયાત પ્રમાણે ત્યાં માલ ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે.
 • વિષય વર્ગખંડ: સામાન્ય વર્ગખંડની જગ્યાએ વિષયલક્ષી વર્ગખંડ બનાવવામા આવેલ છે. જે તે વિષયને શીખવા માટે બાળક તે વિષયને અનુરૂપ મટીરીયલ તરતજ મેળવી શકે તેવી રીતના બનાવેલ છે. અને ભાષા-EVS અને ગણિત-રેઇન્બો પ્રવૃત્તિઓ માટે અલગ રૂમ શાળાઓમાં આયોજીત કરવામાં આવે છે.
 • બેઠક વ્યવસ્થા શિક્ષકો તથા બાળકોને ખુરશી તથા બેન્ચીસની જગ્યાએ જમીન ઉપર સાદડી પાથરીને બેસવાનું રહેશે. દરેક શાળાને આ માટેની શાદડી તથા શેતરંજી પૂરી પાડવામા આવશે.
 • પ્રજ્ઞાનો અર્થ એટલે બુદ્ધિ,સમજણ અને શાણપણ નો સમન્વય
 • ગ્રુપની રચના: કોઈપણ બે વર્ગખંડના ધોરણ-૧ અને ધોરણ-૨ ના વિદ્યાર્થીઓએ સાથે રહીને. ૬ ગ્રુપની અંદર તેની વહેચણી કરવાની રહશે દરેક ગ્રુપની રચના આ પ્રમાણે રહશે. (૧) શિક્ષક સપોર્ટેડ ગ્રુપ (૨) આંશિક શિક્ષક સપોર્ટેડ ગ્રુપ (૩) પીઅર સપોર્ટ ગ્રુપ (૪) આંશિક પીઅર સપોર્ટ ગ્રુપ (૫) સ્વયમ રીતના શીખી શકે તેવું ગ્રુપ (૬) શીખવવાની રીતનું મૂલ્યાંકન કરી શકે તેવું ગ્રુપ.
 • પ્રજ્ઞાના વર્ગખંડનું ભૌતિક પર્યાવરણ:રેક અને ટ્રેલેડર, ગ્રુપ ચાર્ટ, વિદ્યાર્થી સ્લેટ, શિક્ષક સ્લેટ, વિદ્યાર્થી પ્રગતિ - આલેખ, ડિસ્પ્લે, શીખવા માટેના ચાર્ટ / ચાર્ટ દ્વારા થતી પ્રવૃત્તિ, કામ પોથી, ફ્લેશ કાર્ડ, ગેમ બોર્ડ, પ્રારંભિક રીડર, સચિત્ર શબ્દકોશ, રેઇન્બો પ્રવૃત્તિ, વિદ્યાર્થી પ્રોફાઇલ, વિદ્યાર્થી પોર્ટફોલિયો, EVS પ્રોજેક્ટ શીટ્સ, ગણિત પ્રેક્ટિસ બુક, ગુજરાતી વાંચનમાળા, EVS – મનન, શિક્ષકો માટે હેન્ડબુક, તાલીમ મોડ્યુલ, TLM બોક્સ, તાલીમ સીડી, હિમાયત સીડી, શોપ સીડી અને જિંગલ, પ્રજ્ઞા ગીત.

પ્રજ્ઞા અભિગમ

 1. લેડર નિરીક્ષણ
 2. કામ કાર્ડસ
 3. જૂથ પસંદ કરવાનું
 4. પ્રવૃત્તિ કરવાનું

શાળામા અમલીકરણ મોનીટરીંગ, અને મૂલ્યાંકન

 • આ યોજનાનું અમલીકરણ રાજ્ય સરકાર એમ.એસ. રાજ્યોમાં મહિલા સામખ્ય (એમ.એસ.) સમાજ દ્વારા અને અન્ય રાજ્યોમાં એસ.એસ.એ. સમાજ દ્વારા કરશે. રાજય એસ.એસ.એ. સમાજ એસ.એસ.એ નમુના દીઠ ફાળો આપશે. એસ.એસ.એ સમાજમાં પ્રાથમિક સ્તરે કન્યા કેળવણી માટેના રાજકિય કાર્યક્રમ અંગે રાજ્ય અને જિલ્લા સ્તરે સલાહ-સુચન અને મૂલ્યાંકન એમ.એસ. રાજ્ય સ્ત્રોત કેન્દ્ર અને એમ.એસ. રાજ્ય ના હોય તેવા રાજ્યોમાં નીમેલી સમિતિ દ્વારા કરવામાં આવશે.
 • આવાસિય શાળાઓમાં શિક્ષકો અને કાર્યકારી જૂથની તાલિમ માટે જિલ્લાની શૈક્ષણિક તાલિમની સંસ્થાઓ, સ્ત્રોત વિભાગ અને મહિલા સામખ્ય સ્ત્રોત જૂથનો સહકાર લેવામાં આવશે.

રાજ્ય સહાયકારી જૂથ

એન.પી.ઇ.જી.ઇ.એલ. યોજના હેઠળ મંજૂર થયેલી રાજ્ય સ્તરની સલાહ સંકલન સમિતિ આ કાર્યક્રમને દિશા અને આધાર પુરો પાડશે.આ જૂથ રાજ્ય સરકારના વિભાગો, ભારત સરકાર, કન્યા કેળવણી ક્ષેત્રના નિષ્ણાત, કેળવણીકારો, વગેરેને સંલગ્ન સભ્યો નીમશે. શાળાના યોગ્ય નમુના અને સ્થળની પસંદગી આ સમિતિ એન.પી.ઇ.જી.ઇ.એલ.દ્વારા અમલમાં આવેલી જિલ્લા સમિતિની ભલામણના આધારે અને નવી આયોજીત યોજનાના આધારે કરવામાં આવશે.

રાષ્ટ્રિય સહાયકારી જૂથ

 

 • રાષ્ટ્રિય સ્તરે રાષ્ટ્રીય સ્ત્રોત સમુહ (એન.આર. જી)ની રચના મહિલા સામખ્ય કાર્યક્રમ હેઠળ થઈ છે જે તે વિષયના મુદ્દાઓને અને કાર્યક્રમ સબંધીત બાબતોની માહિતિ પૂરી પાડે છે તેમ જ કન્યા કેળવણીને લગતી નીતિવિષયક બાબતો માટે સલાહ જી.ઓ. આઇ આપે છે. આ જૂથ સંશોધન અને તાલિમ સંસ્થાઓ, મહિલા ચળવળો, શિક્ષણ અને બિન સરકારી સંસ્થાઓમાં દરમ્યાનગીરી કરીને તેમ જ કન્યા કેળવણીના અન્ય અનુભવો કામે લગાવે છે.
 • એન.આર.જી.દ્વારા ઓછી સંખ્યામાં વ્યક્તિઓ અને વર્ષમાં બે થી ત્રણ વખત બેઠકન આયોજન, નાનામાં નાની ઉપસમિતિઓની રચના એન.આર.જી. વિશેષ કાર્યો માટે કરે છે જેમ કે શિક્ષકોની લિંગ આધારિત તાલિમ ,લિંગ આધારિત અભ્યાસ સામગ્રીનો વિકાસ, દ્રશ્ય સ્રાવ્ય કાર્યક્રમોનો વિકાસ વગેરેનો ઉપયોગ સંલગ્ન સંસ્થાની ખાસ વ્યક્તિઓ અને આ હેતુ માટેના નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે.

  કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે. જી. બી. વી.)

  પશ્ચાદભુમિકા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે.જી.બી.વી.) યોજના અન્વયે ભારત સરકાર દ્વારા ઓગસ્ટ, ૨૦૦૪ માં અનુ જાતિ, જનજાતિ, અન્ય પછાત અને લઘુમતિ વિસ્તાર જેવા દુર્ગમ વિસ્તાર પુરતી કન્યાઓ માટે ઉચ્ચ કક્ષાની છાત્રાલયો ઉભી કરવામાં આવી છે. કે.જી.બી.વી. યોજના અલગ રીતે ચલાવાતી યોજના હોવા છતાં સર્વ શિક્ષા અભિયાન (એસ.એસ.એ), પ્રાથમિક સ્તરે કન્યા કેળવણીનો રાષ્ટ્રીય કાર્યકમ (એન.પી.ઇ.જી.ઇ.એલ.) અને મહીલા સામખ્ય (એમ.એસ) ની સાથે બે વર્ષ માટે જોડાયેલ હતી. પરંતુ ૧ લી એપ્રીલ ૨૦૦૭થી એસ.એસ.એ. કાર્યક્રમ સાથે આ કાર્યક્રમના સ્વતંત્ર ભાગ તરીકે જોડાણ કર્યુ. કાર્યક્રમ માટે અવકાશ અને વિસ્તાર
 • આદિવાસી વિસ્તારમાં મહિલાઓનો ઓછો શિક્ષણ દર અને મોટા ભાગની કન્યાઓને શાળમાંથી ઉઠાડી લેવાય છે તે તરફ તેમજ વસ્તી વધારા તરફ ધ્યાન આપવું જોઇએ
 • આદિ જાતિ, અન્ય પછાત જાતિ અને લઘુમતી જાતિમાં ઓછો મહિલા શિક્ષણ દર તેમજ મોટાભાગની કન્યાઓને શાળામાંથી ઉઠાડી લેવામાં આવે છે તેના તરફ ધ્યાન આપવું.
 • ઓછો મહિલા શિક્ષણ દર વાળા વિસ્તાર, તેમ જ  વિસ્તાર કે જ્યાં ઘણી મોટી સંખ્યામાં છૂટાંછવાયાં રહેણાક વિસ્તાર કે જેમાં શાળા માટેની યોગ્યતા નથી. યોગ્ય વિભાગ કે જ્યાં ૧લી એપ્રિલ ૨૦૦૮થી પુનરાવર્તિત માપદંડમાં નીચે મુજબનો સમાવેશ થાય છે :
 • વધારાના ૩૧૬ શૈક્ષણિક રીતે પછાત વિસ્તાર ક જેમાં ગ્રામ્ય અશિક્ષિત મહિલા દર ૩૦ % કરતાં પણ ઓછો હોય, અને  ૯૪ નગર /શહેરની લઘુમતી કોમમાં અશિક્ષિત મહિલા દર રાષ્ટ્રિય ક્ક્ષાના દર કરતાં પણ ઓછો છે.(૫૩.૬૭ %; ૨૦૦૧માં)(લઘુમતી જાતીને લગતા મંત્રાલયે બહાર પાડેલ સૂચી મુજબ)

યોજનાના ઘટકો

અમલીકરણ મોનીટરીંગ, અને મૂલ્યાંકન
 • કેજીબીવી હેઠળની પદ્ધતિ અને નાણાકીય ધોરણો • કેજીબીવીની પ્રવૃત્તિઓ • કેજીબીવી માટે નાણાકીય ધોરણો

  કોમ્પ્યુટર એઈડેડ લર્નિંગ પ્રોગ્રામ ( સિ. એ. એલ. પી. )

  સામાન્ય કલ્પના :

  કોમ્પ્યુટર ઐડેડ લર્નિંગ પ્રોગ્રામ ( સિ.એ.એલ.પી. ) એક પરિસ્થિતિ એવી ઉભી કરે છે જ્યાં શીખવું અને માપવું એક ગમ્મત છે અને શીખવા માટે ની તકો ગ્રામ્ય તથા શહેરી બાળકો માટે સરખી હોય છે. સિઈએલપિ ની રજુઆત શરુઆતમાં ગ્રામીણ સરકારી પ્રારંભિક શાળાઓ ના ધોરણ ૧ થી ૭ માં બાળકોને આકર્શવા તથા ટકાવી રાખવા માટે શરુ કરવામાં આવી છે, સાથે સાથે “રમતમાં શીખવું”, “મજા મજામાં આકરણી” તથા “બધા માટે સરખું જ્ઞાન” ની મદદથી ભણતરની ગુણવત્તા વધારી શકાય છે.

  હેતુઓ અને કામગિરિ :

  સિ.એ.એલ. પ્રોગ્રામનું મુખ્ય હેતુ બાળકોને શાળામાં આકર્શવું, ટકાવી રાખવું અને એનીમેટેડ મલ્ટીમીડીયા આધારિત શિક્ષણ સામગ્રીની મદદથી ભણતરની ગુણવત્તા સુધારવું છે.મલ્ટીમીડીયાનાં લક્ષણોંના ઉપયોગથી ઉખાણાઓ, વાર્તાઓ, એનીમેટેડ ચિત્રો અને અરસ પરસ રમતો દ્વારા સિએએલપીનાં હેતુઓ પૂરા કરી શકાય છે. હાજરજવાબી, સ્વદક્ષતા અને સ્વાધીનતા, આ ત્રણ નિર્ણાયક વસ્તુઓ જે કોઇ પણ કાર્યને રમતમાં બદલી દે છે, જેમનું સમાવેશ સિએએલપિ માં કરવામાં આવ્યું છે, જેથી શિક્ષણ રમત લાગે છે. ચિત્રો, સંગીત અને વાર્તાઓ દ્વારા સિએએલપિ માં શિક્ષણ સ્વયં કરી શકાય છે.

  ફાયદાઓ :

  • આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારોમાં આઇ.ટી. શિક્ષણ માં ખાસ સુધારો થશે અને રાજ્યના આંકડાકીય ભેદ દૂર કરવામાં ઉપયોગી નીવડશે
  • શાળાઓમાં વિધ્યાર્થિઓ નો શિક્ષણમાં રસ વધશે જેથી શાળામાં હાજરી વધસે અને પરીક્ષામાં પરિણામ સુધરશે
  • વર્ગમાં આઈ. ટી નાં ઉપયોગથી શીખવાડવાની પદ્ધતિમાં પણ સુધારો થશે
  • વિદ્યાર્થી તથા શિક્ષકની શિખવવાની રીત અને ફળદ્રુપતામાં વધારો
  • વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચસ્તરનું કોમ્પુટરનું શિક્ષણ સાથે ચાલુ રાખીને સારી રીતે તૈયાર કરવા. શાળા દીઠ પુરા પાડવામાં આવેલ સાધનો
  • કોમ્પ્યુટર ૧૫ ઇંચ મોનીટર સાથે
  • ૫+૧ કોમ્પ્યુટર શેર કોમ્પ્યુટીંગ • ૪૨ ઇંચ એલસીડી ટીવી
  • ૧ કેયુબેંડ ડિશ એંટેના
  ૧ પ્રિંટર • કોમ્પ્યુટર ટેબલ અને પ્લાસ્ટીકની ખુરશી આ પ્રવ્રુતિના મુખ્ય વિકલ્પો નીચે મુજબ છે :
  • શિક્ષકો અને વિદ્યાર્થિઓને કોમ્પ્યુટરનો પરિચય કરાવવો.
  • કોમ્પ્યુટર દ્વારા વિષયો શિખવાડવા.
  • ભારે વિષયો માટે શૈક્ષણિક સોફ્ટ્વેર વાપરવા.
  • સરકારી શાળાના વિદ્યાર્થીઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર અને વિશેષ શાળાના વિદ્યાર્થિઓ માટે શકય બનાવવુ. પ્રારંભિક પ્રવ્રુત્તિ વર્ષ ૨૦૦૩-૨૦૦૪ માં ૨૯૩૪ કોમ્પ્યુટરો મેળવવામાં આવ્યા હતા. આ કોમ્પ્યુટરો ૫૧૭ ઉચ્ચ પ્રાથમિક શાળામાં સ્થાપાવામાં આવ્યા હતા. આ કોમ્પ્યુટરોનુ વિભાજન નીચે પ્રમાણે છે.
  • જિલ્લા કક્ષાએ શાળામાં - ૧૦ કોમ્પ્યુટરો + ૧ પ્રિંન્ટર • વિભાકીય કક્ષાની શાળામાં -૬ કોમ્પ્યુટરો + ૧ પ્રિંન્ટર • જૂથ કક્ષાની શાળામાં ૫ કોમ્પ્યુટરો + ૧ પ્રિંન્ટર • આ ચાલુ પ્રવાહમાં કોમ્પ્યુટરની પ્રયોગશાળાની સ્થાપના જિલ્લા કક્ષાએ ૨૫, વિભાકિય કક્ષાએ ૨૨૪ અને જૂથ કક્ષાએ ૨૬૮ કરવામાં આવી છે. કોમ્પ્યુટરોની સ્થાપના બાદ શિક્ષકોને કોમ્પ્યુટર ઓપરેટરની પ્રાથમિક તાલિમ માટે એસ.એસ.એ ગુજરાતે ઇનટેલ સાથે જોડાણ કર્યુ છે.આ પ્રોગ્રામમાં ૫૧૭ આચાર્યઓએ એક દિવસ કોમ્પ્યુટરના ફાયદા અને ઉપયોગ જાણવા માટે ફાળવ્યો હતો. આ પછી તરત જ ૫૧૭ શિક્ષકોને ૧૦ દિવસ માટે કોમ્પ્યુટરના પાયાના ખ્યાલો, એમ.એસ, ઓફિસ, ઇંનટરનેટ વગેરે જાણવા તૈયાર કર્યા હતા.આ ૫૧૭ શિક્ષકો ઇંન્ટેલના ટ્રેનરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટી.ઑ.આર સાથે ઇંન્ટેલ દ્વારા ૫૧૭ શિક્ષકો દ્વારા સમાન કોર્સ સાથે વધુ ૧૦ શિક્ષકો ૧૦ દિવસની અન્દર તૈયાર કરશે.આ સાથે કુલ ૫૬૮૭ શિક્ષકો સમ્પુર્ણ રીતે તૈયાર થશે. શિક્ષકોની તાલીમ પુર્ણ થયા બાદ તાલીમ લીધેલ શિક્ષકો પાઠ તૈયાર કરવા માટે પાવર પોઇંન્ટનો ઉપયોગ કરી શકશે. આ પછીની પ્રક્રીયામાં આ ક્ષેત્રના વિકાસ માટે એસ.એસ.એ ગુજરાતે અજીમ પ્રેમજી ફાઉન્ડેંશન સાથે જોડાણ કર્યુ છે. આ માટે જુદા જુદા સ્તરે શ્રેણીબધ્ધ બેઠકો યોજાઇ હતી. અંતમાં ૨૩ મુદ્દદાનો પરીચય થયો કે જે પુરી રીતે ફાઉંન્ડેંશન દ્વારા તૈયાર થયો હતો જેમાં અંગ્રેજી અને હીન્દી માધ્યમનો સમાવેશ થયો હતો. સોફટવેરને સ્થાનિક સ્પર્શ આપવા માટે ૨૫ શિક્ષકોની મદદ લઇને લખાણના બધા જ ૨૩ ભાગોને ગુજરાતી ભાષામાં ફરીથી લખવામાં આવ્યા છે. અંતે ૨ થી ૩ વાર મૂલ્યાંકન બાદ આ ૨૩ ભાગ તૈયાર કર્યા..આ જ પ્રમાણે ૫૧૭ શાળાઓમાં પછીના શૈક્ષણિક સત્ર માટે અમલમાં મુક્યુ.આ માટે શિક્ષકોની તાલીમ વેકેશન ગાળામાં પુરી કરવામાં આવશે. સન ૨૦૦૪-૨૦૦૫માં ૨૦૦ થીવધુ જૂથ કક્ષાની શાળાઓ ૧૦૦૦ કોમ્પ્યુટર ( શાળા દિઠ ૫ કોમ્પ્યુટર + ૧ પ્રિંટર) દ્વારા આવરી લેવામાં આવી હતી.ઉપર જણાવેલ સોફટ્વેર પણ આ ૨૦૦ શાળઓમાં અમલી બનાવવામાં આવશે. સન ૨૦૦૪-૨૦૦૫માં આ પ્રકારાનો કાર્યક્રમ બી.ઓ.ઓ.ટ મોડેલ દ્વારા લાગુ કરવામાં આવ્યો. આ એજન્સીનો પરીચય હાર્ડવેરની સ્થાપના, વળતર, શૈક્ષણિક સ્તરે વિકાસ, શિક્ષકોની તાલિમ, સામગ્રી પહોચાડનાર વગેરે કાર્યો દ્વારા થાય છે. આ કાર્યકમ માટે ૫૦૦ શાળાઓ આવરી લેવામાં આવી છે. પ્રશંસનીય પરિણામ જોતાં રાજ્ય સરકારે આ કાર્યક્રમ વિશાળ સ્તરે યોજવાનું નક્કી કર્યુ છે. રાજ્ય સરકારના શૈક્ષણિક ખાતાએ ૪૦૬૧ થી વધારે શાળાઓને આવરી લેવામાં આવી છે.
  3.35294117647
  સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
  તમારા સૂચનો આપો

  (જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

  Enter the word
  નેવીગેશન
  Back to top