હોમ પેજ / શિક્ષણ / પ્રણાલીઓ અને વ્યવહારો / જીવનના મુલ્યો શીખવાડવા માટે વાર્તા એક શ્રેષ્ઠ માધ્યમ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જીવનના મુલ્યો શીખવાડવા માટે વાર્તા એક શ્રેષ્ઠ માધ્યમ

સ્ટોરી ટેલિંગની ભુલાઈ રહેલી કળાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહેલા વિક્રમ શ્રીધરે સ્ટુડન્ટસ સમક્ષ વક્તવ્ય આપ્યુ

બાળકોને જીવનના મુલ્યો શીખવાડવા માટે વાર્તાથી સશક્ત બીજુ કોઈ માધ્યમ નથી તેમ સ્ટોરી ટેલિંગની કળાને પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહેલા વિક્રમ શ્રીધરનુ કહેવુ છે.

વિક્રમ શ્રીધર આજે એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓના પ્રેરણા ગુ્રપ દ્વારા યોજાયેલી ટેડ એક્સ ઈવેન્ટમાં વકતવ્ય આપવા માટે આવ્યા હતા.ટેડ(ટેકનોલોજી,એજ્યુકેશન અને ડિઝાઈન)એક્સ ઈવેન્ટમા વક્તાઓએ ૧૮ મિનિટથી ઓછા સમયમાં પોતાનુ વક્તવ્ય આપવાનુ હોય છે.આ ઈવેન્ટનો આશય વિદ્યાર્થીઓને મુદ્દાસર પોતાની વાત કેવી રીતે કહેવી તે શીખવાડવાનો છે.

દેશની ટોચની બિઝનેસ સ્કૂલના સ્નાતક વિક્રમ શ્રીધરે વાર્તા કહેવાની કળાને જીવંત રાખવા માટે સ્ટોરી ટ્રી નામનો એક પ્રોજેક્ટ શરુ કર્યો છે.તેમનુ કહેવુ છે કે પહેલાના જમાનામાં બાળકો માટે વાર્તા જ એકમાત્ર મનોરંજનનુ સાધન હતુ.હવેના યુગમાં વાર્તા કહેવાની કળા ભુલાઈ ગઈ છે.બાળકોમાં સર્જનાત્મકતા કેળવવા માટે પણ વાર્તાઓ જરુરી છે અને વાર્તા એટલે માત્ર પંચતંત્રની બોધકથાઓ એવુ નહી.આ તમામ બોધકથાઓ જ બાળકોને કહેવી જરુરી નથી.તેમને પર્યાવરણને પ્રેમ કરવાનો સંદેશો આપતી બીજી ઘણી વાર્તાઓ કહી શકાય.

નાના લાગતા ઈનોવેટીવ પ્રોજેક્ટ મોટી કંપનીનુ બીજ રોપે છે

જાણીતા લેખક અને ઈનોવેટિવ વિચારોને સર્જનાત્મક કથાઓ સ્વરુપે પ્લેટફોર્મ પુરુ પાડતા ઝુબીન મહેતાએ યોર સ્ટોરી ડોટ કોમ નામની એક સાઈટ શરુ કરી છે.ટેડ ઈવેન્ટમાં તેમનુ કહેવુ હતુ કે નાના લાગતા ઈનોવેટીવ વિચારોમાંથી જ મોટી કંપનીઓના બીજ રોપાતા હોય છે.ભારતમાં જ આવા ઘણા  ઉદાહરણો મોજુદ છે.ઝુબીન મહેતા ગ્રામ્ય વિસ્તારમાં ઓર્ગેનીક સેનેટરી નેપકીનને પ્રોત્સાહન આપતા એક પ્રોજેક્ટને મદદ કરી રહ્યા છે.

દર્શકોને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડ અપ કોમેડી કરવી પડે છે

સ્ટેન્ડ અપ કોમેડિયન સાહિલ શાહનુ કહેવુ હતુ કે સ્ટેન્ડ અપ કોમેડીને એક કેરિયર તરીકે અપનાવવી અઘરુ કામ છે.સ્ટેન્ડ અપ કોમેડીનો વિષય દર્શકોને ધ્યાનમાં રાખીને પસેદ કરવો પડતો હોય છે.યુવા વર્ગને સેક્સને લગતા જોક્સ સંભળવાવી શકાય છે.ગુજરાતીઓ બહુ રમૂજી પ્રજા છે અને તે રમૂજને સારી રીતે પચાવી પણ જાણ છે.

નદીમાં વહાવી દેવાતા ફુલોનો સદઉપયોગ શરુ કર્યો

કાનપુરમાં ધાર્મિક સ્થળો પર ચઢાવતા ફુલો ગંગા નદીમાં ફેંકી દેવાતા હતા.તેની જગ્યાએ તેને એકઠા કરીને તેમાંથી ફુલોનો પાવડર તૈયાર કરીને તેમાંથી મહિલાઓને અગરબત્તી બનાવતા શીખવાડવાનો પ્રોજેક્ટ શરુ કરાવનાર અંકિત અગ્રવાલનુ કહેવુ છે કે પર્યાવરણની જાળવણી માટે લોકોને જાગૃત કરવામાં આવે અને તે વિચાર સાથે તેમને જોડવામાં આવે તો ઘણુ પરિવર્તન લાવી શકાય તેમ છે.

સ્ત્રોત: ગુજરાત સમાચાર

2.93181818182
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top