অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શારીરિક શિક્ષણનો અર્થ

શારીરિક શિક્ષણનો અર્થ

ઘણા માણસો શારીરિક શિક્ષણને શારીરિક પરીક્ષણ માને છે અને ઘણા માણસો ઉછળવું, કૂદવું, વ્યાયામ અને અન્ય રમતોને શારીરિક શિક્ષણ માને છે. ઘણા માણસો આ વિષયને મનોરંજનનું સાધન સમજે છે. અલબત્ત આ સમયમાં પણ ઘણા માણસો પ્રાચીન વિચારો સાથે જોડાયેલા છે, પરંતુ સમય તીવ્ર ગતિથી પરિવર્તિત થઈ રહ્યો છે અને વિશ્વની દરેક વસ્તુમાં કંઈક નવું આવી રહ્યું છે. માનવીની સુવિધા અને આરામ માટે મશીની યુગ આવી ગયો છે. આપણાં બધાં જ કાર્યો, જે પહેલાં મનુષ્ય કરતો હતો તે આજે મશીનો વડે થાય છે. પહેલાં માનવીને પોતાના ખોરાક માટે, રહેવાની જગ્યા માટે અને પહેરવાના કપડાં માટે બહુ દોડાદોડી અને પરિશ્રમ કરવો પડતો હતો.

શારીરિક શિક્ષણ એ શિક્ષણ છે, પરંતુ શારીરિક શિક્ષણમાં શિક્ષણનું માધ્યમ શારીરિક રચનાત્મક પ્રવૃત્તિઓ છે.” (જી. ટી. સરવૈયા અને અન્ય, શારીરિક શિક્ષણના સિદ્ધાંતો અને પ્રવાહો, (પ્રથમ આવૃત્તિ, પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, 2006).

શારીરિક કેળવણી એ પણ શિક્ષણની જ પ્રક્રિયા છે. બાળકની નૈસર્ગિક શક્તિઓમાં અખૂટ વિશ્વાસ ધરાવતી અને શારીરિક, માનસિક ને આધ્યાત્મિક વિકાસ સાધી સંપૂર્ણ વ્યક્તિત્વ કે સર્વાગી વિકાસ કરવાની નેમ રાખતી બંને પ્રકારની કેળવણી સમાનતા ધરાવે છે. સમગ્ર વ્યક્તિત્વના વિકાસ માટે શારીરિક કેળવણીનું સીમાચિહ્નરૂપ ધ્યેય સામાન્ય કેળવણીના ધ્યેયથી અલગ હોઈ શકે નહિ. શિક્ષણના આયોજનમાં તથા પદ્ધતિમાં તફાવત હોવા છતાં શારીરિક શિક્ષણનું ધ્યેય સામાન્ય શિક્ષણ સાથે એકરૂપતા ધરાવે છે.  શિક્ષણનું પૂર્ણ વિકાસનું ધ્યેય શારીરિક શિક્ષણ વિના પરિપૂર્ણ થઈ શકે નહિ. વિવિધ હેતુલક્ષી પ્રવૃત્તિઓના આયોજન માટે અને વ્યક્તિની તમામ શક્તિઓના ઘડતર માટે ધ્યેય આવશ્યક જ નહીં પણ અનિવાર્ય બને છે. ધ્યેયના નિર્માણ માટે અગત્યનાં મૂળભૂત લક્ષણો યાદ રાખવાં જરૂરી છે. ધ્યેય એટલે આદર્શ, જે સામાન્ય રીતે બહુ ઊંચો હોવાથી વ્યક્તિને પ્રેરણા આપે છે. ધ્યેય હંમેશાં ઊંચું હોવું જોઈએ. “Not Failure but low aim is crime.” “નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન.” અસફળતા નહિ, પરંતુ નીચું લક્ષ્યાંક અપરાધ છે. ધ્યેય અપ્રાપ્ય (બહુ મુશ્કેલીથી મળે તેવું હોવાથી વ્યક્તિને તે મેળવવા સતત પ્રયત્નશીલ રાખે છે.

લોકશાહી ભારતમાં શારીરિક શિક્ષણનું ધ્યેય વ્યક્તિની નૈસર્ગિક શક્તિઓને શૈક્ષણિક સમાન તક દ્વારા પૂર્ણ વિકાસ સાધી જવાબદાર નાગરિક બનાવવાનો છે. દેશની દરેક વ્યક્તિને શૈક્ષણિક પ્રક્રિયા દ્વારા વિકાસ કરવાની તક પ્રાપ્ત થવી જોઈએ. પોતાની શક્તિ, કક્ષા, રસ તથા મર્યાદામાં રહીને પણ વિકાસ સાધવાની અનુકૂળતા પ્રાપ્ત થવી જોઈએ. શારીરિક શિક્ષણમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓથી, ખુલ્લા મેદાનોની અનુકૂળતાથી,  સ્વાભાવિક પ્રવૃત્તિઓથી દરેક બાળકનો પૂર્ણ વિકાસ સાધવાનું ધ્યેય સરળતાથી સિદ્ધ થઈ શકે છે.જેસ વિલિયમ્સ (JESS WILLIAMS) શારીરિક શિક્ષણનું ધ્યેય સ્પષ્ટ કરતાં જણાવે છે કે “શારીરિક દૃષ્ટિએ લાભકારક, માનસિક દૃષ્ટિએ સંતોષકારક અને પ્રેરક, સામાજિક દૃષ્ટિએ કલ્યાણકારી પરિસ્થિતિમાં શારીરિક શિક્ષણ યોગ્ય નેતૃત્વ, પૂરતી સુવિધા અને યોગ્ય અનુભવો પૂરા પાડવાનું ધ્યેય ધરાવે છે.”

શારીરિક કેળવણીથી દરેક વ્યક્તિને પોતાની મર્યાદામાં રહીને સમાન રીતે વિકાસ કરવાની તક આપી સમાજનો એક જવાબદાર સભ્ય બનાવી ઉત્તમ જીવન જીવી શકે તેવું અનુભવાત્મક જ્ઞાન આપવું જોઈએ એ શારીરિક કેળવણીનું જીવન, પ્રગતિલક્ષી અને દિશાસૂચક ધ્યેય છે.

દરેક રાષ્ટ્ર પોતાની સામાજિક અને રાજકીય પરિસ્થિતિ ધ્યાને રાખીને શિક્ષણનાં ધ્યેય નક્કી કરે છે, જેમાં શારીરિક શિક્ષણના ધ્યેયનો પણ સમાવેશ થાય છે. આ ધ્યેયો રાષ્ટ્રની જરૂરિયાતો અનુસાર પરિવર્તનશીલ હોય છે. કોઈપણ પ્રવૃત્તિનો આરંભ કરવામાં આવે છે ત્યારે તે અમુક ધ્યેયથી પ્રેરાઈને આદરવામાં આવે છે. ધ્યેયના સ્પષ્ટ ખ્યાલથી શરૂ કરેલી પ્રવૃત્તિ ફળદાયી નીવડે છે. શારીરિક શિક્ષણની પ્રવૃત્તિ અને શૈક્ષણિક પ્રવૃત્તિ છે. આથી તેના શિક્ષણ પાછળ રહેલા ધ્યેયનો ખ્યાલ હોવો જરૂરી છે. સમય અને પરિસ્થિતિ બદલતાંધ્યેયનાં પણ આવશયક પરિવર્તનો આવે છે.

શારીરિક શિક્ષણ વ્યક્તિના ઘડતરની અને સામાજિક અનુભવ આપતી શિક્ષણની અસરકારક પ્રક્રિયા છે. પ્રયોગશાળા છે અને એટલે વ્યક્તિના સર્વાગી વિકાસ માટે શારીરિક શિક્ષણમાં પણ સ્પષ્ટ ધ્યેય અને તેને પૂરક એવા ચોક્કસ હેતુઓ છે. હેતુ તો અંતિમ લક્ષ્ય હોય છે. આ લક્ષ્યને મેળવવા માટે કોઈ પ્રયોજન હોય છે જેને હેતુ કહેવામાં આવે છે. લક્ષ્ય એક હોઈ શકે પરંતુ તેને મેળવવા માટેના પ્રયોજનો અનેક હોઈ શકે છે. શારીરિક શિક્ષણની પ્રવૃત્તિને અંતે આપણે જ પરિણામ મેળવવા માંગીએ છીએ તેને તે પ્રવૃત્તિનો હેતુ કહેવામાં આવે છે. શારીરિક શિક્ષણની પ્રવૃત્તિમાં ઈચ્છા પ્રમાણેનું પરિણામ આવે એ હેતુ બર આવ્યો કહેવાય. શારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓ દ્વારા આપણે જે મેળવવા માગીએ છીએ, જે પરિણામો ઈચ્છીએ છીએ તેને શારીરિક શિક્ષણના હેતુઓ કહેવાય. આ હેતુઓ ધ્યેયને મેળવવાનું સાધન છે, નહીં કે સાધ્ય તો ધ્યેય છે.

  • સ્વાસ્થ્ય,  લાવણ્ય, સુસ્થિતિની સંકલ્પના વિકસાવવી.
  • શારીરિક ક્ષમતા વિકસાવવી.
  • આરામ, સર્વાગી વ્યાયામ માટે વિદ્યાર્થી પોતાનું સમયપત્રક બનાવી શકે તે માટે મદદરૂપ થવું.
  • ઊંઘ, ખોરાક, સર્વાગી વ્યાયામ અને આરોગ્ય માટે સુટેવોનું ઘડતર વિકાસ.
  • વિદ્યાર્થીની શારીરિક ખામી દૂર કરવા શારીરિક શિક્ષણની યોગ્ય પ્રવૃત્તિઓની પસંદગીમાં મદદરૂપ થવું.
  • શારીરિક શિક્ષણમાં શરીર-મનનો સહસંબંધ સ્થાપવો.
  • સહકાર, ખેલદિલીની ભાવના, તંદુરસ્ત રમત અને સાંધિક ભાવનાનો વિકાસ કરવો.
  • ચારિત્ર્ય, આત્મનિયંત્રણ, શિસ્ત, હિંમત, રાષ્ટ્રભક્તિ, અન્યને આદર જેવા ગુણો વિકસાવવા.
  • જવાબદારી, દેશદાઝ, બલિદાન આપવાની ભાવના, પડોશીને ઉપયોગી થવાની ભાવના વિકસાવવી.
  • મુક્ત સમયનો સદુપયોગ.
  • સ્વબચાવ માટેની કલા વિકસાવવી.
  • રમતગમતમાં ભાગ લઈ રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉચ્ચતમ દેખાવ કરવો, આ દ્વારા રાષ્ટ્રીય સન્માન મેળવવું.

રમત એ પ્રાણમાત્રની સ્વાભાવિક પ્રવૃત્તિ છે. નાનાં-મોટાં દરેક બાળકને રમત પ્રત્યે

સ્વાભાવિક પ્રેમ હોય છે. શાળામાં નાની મોટી રીસેસમાં નજર કરીશું તો બાળકો સ્થળની અનુકૂળતા પ્રમાણે જુદા જુદા સમૂહોમાં અનેકવિધ રમત પ્રવૃત્તિમાં મગ્ન માલુમ પડશે.

રજાના દિવસોમાં રસ્તાઓ ઉપર કે પોળની સાંકડી ગલીઓમાં કે મેદાનો ઉપર બાળકો રમતાં જોવા મળે છે. બાળકોને રમવા માટે કહેવું પડતું નથી કે તેમને રમત શીખવવાની જરૂર પડતી નથી. રમત બાળકની સ્વાભાવિક પ્રવૃત્તિ છે. માનવ માત્ર જ નહિ પરંતુ નીચલી કોટિનાં પ્રાણીઓ પણ દોડવા, કૂદવા અને પીછો પકડવાની પ્રવૃત્તિઓ કરતાં માલુમ પડે છે.

નાનાં મોટાં કુરકુરિયાં તથા બિલાડીનાં બચ્ચાં એકબીજા સાથે બાથંબાથી અને દોડાદોડી કરે છે. વાંદરાના બચ્ચાં કૂદાકૂદ કરે છે. આ બધામાંથી સજીવ પ્રાણીઓ પોતાની સ્વાભાવિક વૃત્તિઓને સંતોષે છે. પ્રાચીન કાળથી આદિમાનવ પોતાના જીવનની જરૂરિયાત પૂરી કરવા માટે દોડવું, કૂદવું, ફેંકવું, ઝીલવું, ચઢવું, હસવું, રડવું, ફટકો મારવો, બાથંબાથા કરવી, પોતાનું ચઢીયાતાપણું બતાવવું વગેરે પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહેતો. પ્રાચીન યુગમાં જીવનની જરૂરિયાતોને પહોંચી વળવાની માનવીની અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી આ વૃત્તિઓ મોટે ભાગે સંતોષાતી માનવીની  અભિવ્યક્તિમાંથી રમત માટેનાં જુદાં જુદાં સાધનોનો ઉદભવ થયો છે. આજની રમતો પ્રાચીન રમતો કરતાં સાધન, કૌશલ્ય અને યુક્તિ-પ્રયુક્તિની દૃષ્ટિએ ઘણી જ વિકાસ પામી છે. આથી વિકસિત રમતો માટે ઉપયોગી અપેક્ષિત કૌશલ્ય હસ્તગત કરવા

માટે સાદી, મોટી, રીલે, સાધન વ્યાયામ જેવી સરળ રમતો તથા પ્રવૃત્તિઓ ઘણી જ ઉપયોગી રમત દ્વારા મળતો વ્યાયામ, શારીરિક દૃષ્ટિએ આરોગ્યપ્રદ અને શક્તિવર્ધક, માનસિક દૃષ્ટિએ રંજનાત્મક કેળવણીની દૃષ્ટિએ જીવન ઉપયોગી એવી ક્રિયાઓની તાલીમ તથા જ્ઞાન આપનાર અને સામાજિક દૃષ્ટિએ નાગરિકતાનું ઘડતર કરનાર છે. રમતગમતની પ્રવૃત્તિઓના આ મહત્વને સ્વીકારી પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણમાં તેને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસને લક્ષમાં રાખી અભ્યાસક્રમમાં સરળ રમતોથી શરૂઆત કરી કૌશલ્યયુક્ત મોટી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અભ્યાસક્રમની પ્રવૃત્તિઓનો ઉદ્દેશ બાળકોને શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા કેળવણી આપવાનો છે. કેળવણી પ્રક્રિયામાં બાળક સુખ અને આનંદનો અનુભવ કરે તે ખૂબ જરૂરી છે.થોર્ન ડાઈકે તેના શીખવાની ક્રિયા સંબંધી નિયમમાં જણાવ્યું છે કે, “શીખવાની પ્રક્રિયા સાથે જોડાયેલ સુખ કે દુઃખના અનુભવના પ્રમાણમાં શીખવાની ભાવના શક્તિશાળી કે કમજોર બને છે.” રમત પ્રવૃત્તિ બાળકોને રમતના મેદાન પર સુખદ અને આનંદદાયી અનુભવ  પૂરા પાડે છે. પરિણામે શીખવાની ક્રિયા સહજ રીતે અસરકારક બને છે.(" અંબાલાલ કે. પટેલ અને અન્યો, શારીરિક શિક્ષણ સાધન કૌશલ્ય કલા, (પ્રથમ આવૃત્તિ: અમદાવાદ: ધવલ પ્રકાશન, 2000),

સ્નાયુકિય સજ્જતા (Muscular Fitness) માટે જે તત્વોની આવશ્યકતા હોય તે બધાં જ તત્વોના વિકાસ માટે સક્રિય તાલીમ ઘણી જ અગત્યની છે. ચક્રિય તાલીમમાં 8 થી 12 કસરતો કરવાની હોય છે. દરેક કસરતો કરવાનાં આવર્તન પણ નક્કી હોય છે. કસરત કરવાનો ક્રમ પણ નક્કી હોય છે. એક કસરત પૂરી કર્યા પછી બીજી કસરત કરવા માટેના વચ્ચેનો આરામનો સમય પણ નક્કી હોય છે. એક કસરત પૂરી કર્યા પછી બીજી, ત્રીજી એમ આઠથી 12 કસરતો સતત અટક્યા વગર કરવામાં આવે છે. આમ ચક્રિય તાલીમનું એક ચક્ર પૂરું થાય છે. સામાન્યતઃ ચક્રિય તાલીમમાં ખેલાડીની જરૂરિયાત મુજબ ત્રણ થી પાંચ ચક્રની તાલીમનું આયોજન કરવામાં આવે છે. તાલીમનું એકચક્ર પૂરું થયા પછી, ખેલાડીને આપવામાં આવતા તાલીમભાર મુજબ આરામનો સમય નક્કી કરવામાં આવે છે. ચક્રિય તાલીમમાં વજનવ્યાયામની કસરતો, અન્ય અવરોધક કસરતો, કેલેસ્થનિક્સ, દોડ, તરણ અથવા ખેંચાણની કસરતોનો સમાવેશ કરવામાં આવે છે.

ચક્રિય તાલીમનો ઢાંચો કેવી રીતે નક્કી કરવામાં આવે છે ? અથવા ચક્રિય તાલીમની રચના કેવી રીતે કરવામાં આવે છે?

સૌ પ્રથમ રાહબર / કોચ જે તે ખેલાડીઓની શારીરિક સજ્જતાના લક્ષણોની કસોટી લઈને માપન કરે છે. ત્યારબાદ રમતો મુજબ તે ખેલાડીમાં કયા લક્ષણોની ઉણપ છે  તે નક્કી કરે છે, શોધી કાઢે છે ત્યાર પછી તે ખૂટતાં લક્ષણોના વિકાસ માટે રાહબર ચક્રિય તાલીમનો કાર્યક્રમ ઘડી કાઢે છે. દા.ત. ખભાના સ્નાયુઓમાં બળ ઓછું જણાય તો ખભાના સ્નાયુઓ બળ પ્રાપ્ત કરે તે માટેની કસરતો ચક્રિય તાલીમમાં રાખે ઝડપ ઓછી જણાય તો એકાદ બે કસરતો તે માટે રાખે, પેટના સ્નાયુઓ અથવા જાંઘના સ્નાયુઓના વિકાસની જરૂરિયાત હોય તો તેના વિકાસ માટેની કસરતો ચક્રિય તાલીમમાં રાખી શકાય છે. આમ વિવિધ પ્રકારનાં લક્ષણો જેવાં કે સ્નાયુબળ, નમનિયતા, ઝડપ, સહનશક્તિ વગેરે માટે એકાદ બે કસરતોનો સમાવેશ ચક્રિય તાલીમમાં કરવામાં આવે છે અને તાલિમી કાર્યક્રમનો ઢાંચો નક્કી કરવામાં આવે છે. ચક્રિય તાલીમનો ઢાંચો નક્કી કરવા માટે કસરતોની પસંદગી, કસરતોનાં આવર્તન

તાલીમનો સમયગાળો, કસરતોની તીવ્રતા વગેરે નક્કી કરવાં પડે છે.( હર્ષદ આઈ. પટેલ, દિગિશા એચ. પટેલ, શારીરિક શિક્ષણ અને રમતગમતમાં તાલીમી પદ્ધતિઓ અને સ્પર્ધા આયોજન, પ્રથમ આવૃત્તિ: અમદાવાદ ક્રિશ્ના ગ્રાફિક્સ, 1996)

પ્લાયોમેટ્રિક અત્યારે અમુક મર્યાદિત કસરતનો ઉદભવ યુરોપમાં થયેલો હતો. ત્યારેતેઓ કૂદવાની તાલીમ વિશે જાણતા હતા. 1970 પહેલા કૂદવાની તાલીમમાં વધારે રસ પૂર્વ યુરોપિયન એશ્લેટો ખેલાડીઓ)નો પ્રભાવ વિશ્વ રમત-ગમત પર અકલ્પિત હતો. ચાલુ સમયે પ્લાયોમેટ્રિક 1975માં ફેડવિલ્ટ પહેલો સિક્કો ઉછાળ્યો હતો. એક જ અમેરિકાના ખેલકૂદના કોચો વિચારોમાં વધારે આગળ હતા. શરૂઆત મૂળ લેટિન ભાષા પરથી ઉતરી આવ્યુ છે. પ્લાયોમેટ્રિકનો અર્થ “વધારે માત્રામાં ખડતલ એમ સમજાય છે. જ્યાં વિદેશી કસરતો વિશ્વાસપાત્ર સતત સ્પર્ધાત્મક અને વિકસતી ખેલકૂદની પ્રવૃત્તિઓમાં પૂર્વીય યુરોપિયન ચઢિયાતા વિચારો ધરાવતા હતા. પ્લાયોમેટ્રિક સતત કોચ તથા એશ્લેટો (ખેલાડીઓ) ને કસરત તથા શિસ્તબધ્ધ તાલીમ આપવાના હેતુઓ અને હલન-ચલન વખતે ઝડપ સાથે બળ જોડવાથી શક્તિ ઉત્પન્ન થાય તે સમજાતુ હતું. પ્લાયોમેટ્રિક તાલીમમાં ખેલાડી એ જે કૂદકો માર્યો, ઉપાડ્યું કે ફેક્યું તે સૌથી મહત્વ ધરાવતું હતું.'

ફ્રેડવિલ્ટ, અગાઉના યુ.એસ. ઑલિમ્પિકમાં લાંબા અંતરના દોડવીર પ્લાયોમેટ્રિક સમયે સિક્કા ઉછાળ સાથે વિશ્વાસ આપ્યો હતો. તેને ઉમેર્યું કે તે ખૂબ સારો કહી શકાય તેવો સમયગાળો ન હતો પણ રશિયાની ખેલકૂદની ફૂદકા માટેની ઉષ્માપ્રેરક કસરતોને જોઈને તેઓ જે રીતે ઉભરી આવ્યા હતા. તે શ્રેષ્ઠ હતું. તે સમજી ન શક્યો કે શા માટે આ રશિયનો ઉષ્માપ્રેરકમાટે આવા કૂદકાની કસરતો લે છે? જ્યારે અમેરિકનો સજ્જડ તણાવની કસરતો કરે છે. પણ તે દ્રઢપણે સ્વીકારવું એ એક કારણ છે. તેઓ શા માટે ઘણી બધી પ્રવૃત્તિઓમાં સફળ થાય છે ? તેની શરૂઆત 1980 પહેલા પ્લાયોમેટ્રિક સમયમાં મહાન લોકપ્રિયતા મેળવી અને અત્યારે સારી સ્થાપના કરી છે. જ્યારે ફ્રેડવિલ્ટ કાર્ય પુરૂ કરવાનું શીખ્યો ડૉ. માઈકલ થેસિસની રશિયન તાલીમ પદ્ધતિઓમાં પ્લાયોમેટ્રિક ઉપર સંવેદનશીલથી કોઈ કાર્ય કરવા ભેગા થવાથી માહિતીના ફેલાવામાં મદદરૂપ થાય છે.

પ્લાયોમેટ્રિક (આઘાત પદ્ધતિ) ડૉ. યુરી વેરખોભંસ્કી એ 1960 પછી, 1970 પહેલા

તેનું નિર્માણ કર્યું હતું. તે સમયે પ્લાયોમેટ્રિકની તણાવ પદ્ધતિ અત્યાર સુધી હંમેશા સુધારણા માટે પ્રયત્ન, ખેલકૂદમાં અમલ કરવું, ખેલકૂદના સંબંધ ધરાવતા નંબરની મર્યાદા નજરે પડવી આ એપ્લેટો ખેલાડીઓ) હંમેશા ઊંડાણ પૂર્વક ફૂદકો કરશે, તણાવ પદ્ધતિમાં આ કસરત ચાવી છે. વેરખોભંસ્કીના માર્ગદર્શન પ્રમાણે નિર્માણ કરવું, કૂદકાની ટેકનિક પ્લાયોમેટ્રિક કસરત અથવા કૂદવાની કસરત એક સરખી રીતે પરવા વગર ટકી રહે તે સત્ય છે. આ કમરમાંથી નમવું, ઘૂંટણ અને ધૂંટી ઉપર ઉતરણ અને સાંધાની લંબાઈ, પગ ઉપર પાછુ આવવું અનુક્રમમાં ક્રમ પ્રમાણે અને આગળ ફેલાવવા મૂળભૂત એકસરખું સ્વાભાવિક રીતે કમરની લંબાઈ, ઘૂંટણની લંબાઈ અને અવશેષ વડે ઘૂંટીની લંબાઈ સાથે અનુસરવા હૂકમમાં ખાસ વિષયમાં અંતર ઊંડાણપૂર્વક ઉતરાણમાં અને જોડવા અમલ કરવાનાંસમયમાં સંક્ષિપ્તરૂપ એક કેન્દ્ર કે અનેક કેન્દ્રી હોય છે. કાર્ય કરતી વખતે તાલીમ આપનાર વ્યક્તિગત જરૂરીયાત અને યોગ્ય આવડતનો ખાસ કસરતોનો કાર્યક્રમ ગોઠવવો તેમજ તમારા અસલ વ્યક્તિત્વમાં અછત અને જરૂરીયાત જણાય છે. વારંવાર વ્યક્તિગત તાલીમ આપનાર, તેમના અસીલોને અમુક પ્રમાણમાં ગમે તે રસ્તામાં દબાણ મળવાની શક્યતા, તાલીમ ટેકનિક રક્તકણોના ભરાવા માટે તેમનો કાર્યક્રમ અને ઉપેક્ષાનું ચિત્ર તેઓ પાસે ઉપલબ્ધ હતું. વાસ્તવિક તે ઘણી કસરતો વ્યવસ્થા સાથે ટેકનિકનો ઉપયોગ એક સરખું ઉપલબ્ધ કે નઉપલબ્ધ વ્યક્તિગત તાલીમ આપનારની પાસે ઘણાં વિકલ્પો શરીર વ્યાપાર, પડકાર અને શરીર વ્યાપારને ઉત્તેજીત  કરવા યોગ્ય કસરતનું પાલન કરવું જોઈએ.

સ્પષ્ટ રીતે સૂચન નજરે પડે તેમાં ભાગ લેવો, અવરોધક તાલીમ કાર્યક્રમ અથવા પ્લાયોમેટ્રિક તાલીમ કાર્યક્રમથી બળ અને શક્તિના માપનમાં પરિપક્વ વધારે સૂચનોનો અભ્યાસ કરવો તે ગત્યાત્મક કૌશલ્યોનો દેખાવ પરિણામ બદલે છે. દેખાવ અવરોધક તાલીમ સાથે અને પ્લાયોમેટ્રિકએ મહાન પ્રકારની એક તાલીમ છે. આ રીતે અવરોધક તાલીમ અને પ્લાયોમેટ્રિક તાલીમ બંને નમૂનારૂપ પરિપક્વ માટે સલાહ આપે ત્યારે ગત્યાત્મક દેખાવ મેળવવા વિનંતી કરે છે. બાળકો અને કિશોરોમાં તે બળ અને શક્તિ સારી રીતે નિર્માણ કરવા ખરેખર અવરોધક તાલીમ કાર્યક્રમ શક્ય એટલો ભાગ લે છે. તાજેતરમાં વધારે સૂચનોનું અવલોકન વધારે એકસરખું અને અસર કારક હોવું જોઈએ. બાળકો અને કિશોરો માટે પ્લાયોમેટ્રિક તાલીમની જોગવાઈ કરવી જોઈએ. યોગ્ય ઉંમર પ્રમાણે તાલીમ માર્ગદર્શન અનુસરવું જોઈએ. ઉદાહરણ તરીકે મતાનુજ (2001) પ્લાયોમેટ્રિક તાલીમ બાસ્કેટબોલના ખેલાડીઓ કૂદકાના લક્ષણોવાળો દેખાવ અને કોર્ટઝામનીડીઝ (2006) સુધારેલ છે. હકીકત એ છે કે, પ્લાયોમેટ્રિક તાલીમ કૂદકાનો દેખાવ વધારે સારો છોકરાઓમાં ઝડપ વધારે છે. તેમ છતાં ઉભા રહી આગળ લંબાવવાની કસરતનો કાર્યક્રમ હેતુપૂર્વક નથી. પહેલા જેટલા જ પરિપક્વમાં અનુસરવું મહાન દેખાવ મેળવવું અર્થપૂર્ણ અનુસરવું જોઈએ. ત્યારેપ્લાયોમેટ્રિક તાલીમ એ અવરોધક તાલીમ સાથે જોડાય છે. આપણું જ્ઞાન વ્યવસ્થિત, ભવિષ્યના અભ્યાસ સાથે સરખાવવા, પ્લાયોમેટ્રિક તાલીમ અને અવરોધક તાલીમ સાથે જોડવાની અસરો અવરોધક તાલીમ અને સ્થાઈ તણાવ બાળકો અને કિશોરો સાથે સરખાવવા, ભવિષ્યના અહેવાલમાં યુવાવસ્થાનો સમાવેશ. પ્લાયોમેટ્રિક તાલીમની અસર કે જે રમત તાલીમના શારીરિક શિક્ષણ વર્ગની પરિસ્થિતિ પર અંકુશ રાખે છે. અથવા અભ્યાસનો જૂથ પર કોઈ અંકુશ રહેતો નથી.' રમતોમાં ઉચ્ચ કક્ષાની ઝડપ, સહનશક્તિ, સ્નાયુબળ, ગતિસુમેળ, નમનીયતા વગેરે જેવા પાસાઓને મહત્વના ગણવામાં આવે છે. ખેલાડીઓમાં અન્ય બાબતો કરતાં ઉચ્ચ કક્ષાની શારીરિક યોગ્યતાને મહત્વની ગણવામાં આવે છે. હેન્ડબોલ,  સ્કેટબોલ,વોલીબોલ, હોકી, ખેલકૂદ વગેરે રમત પ્રવૃત્તિઓમાં શારીરિક યોગ્યતાના જરૂરી પાસાઓ વગર સફળતા મળવી મુશ્કેલ બાબત છે. આથી કોઈ પણ પ્રકારની રમતમાં ઝડપ અને ગતિસુમેળ એ અગત્યની બાબત છે. આજના ઝડપી સ્પર્ધાત્મક યુગમાં જીતો તો જ રમો” ના ધ્યેય સાથે રમતો માટેની તૈયારીઓ ખેલાડીઓ પાસે કરાવવામાં આવે છે. ખેલાડીઓનું માનસિક મનોબળ ખૂબ જ ઊંચુ રાખવાની તાલીમ આપવામાં આવે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ટુંકા સમયમાં જ નવા-નવા રેકોર્ડો કે વિશ્વવિક્રમો સ્થાપવા લાગ્યા છે. ઝડપ એ આજની રમતનો મહત્વનો ગુણધર્મ ગણાય છે. પહેલાં રમતોમાં જે વિક્રમો સર્જાતા હતા. તે વર્ષો સુધી કોઈ એક ખેલાડીના નામ સાથે જોડાયેલ રહેતા. પરંતુ આજે એવું રહ્યું નથી તેનું કારણ વૈજ્ઞાનિક ઢબે અપાતી તાલીમ અને તેની સાથે તે રમતમાં વપરાતા સાધનોની બનાવટ આધુનિક પદ્ધતિઓ વડે તૈયાર કરવામાં આવે છે. તે બાબત ગણાવી શકાય એજ રીતે આહાર

પોષણયુક્ત આહારને પણ તેટલું જ મહત્વ અપાય છે. આજ કારણોથી આજની રમતોમાં તથા રમત દેખાવમાં અને શારીરિક પ્રવૃત્તિઓમાં જમીન-આસમાનનો તફાવત જોવા મળેછે. (ગુણવંતરાય ઓઝા, હેલ્થ ક્લબ, (અમદાવાદઃ ગુજરાત સમાચાર, 1-15, જુન-99). 12 હરદયાલસિંઘ, સાયન્સ ઓફ સ્પોર્ટસ ટ્રેનિંગ, (ન્યુદિલ્હીઃ ડી.વી.એસ. પબ્લીકેશન, 1991)

શારીરિક યોગ્યતાના ઘટકોમાં શરીરની તથા સ્નાયુઓની ઝડપ અને બળ, સ્નાયુ તથા હૃદયની સહનશક્તિ, ફેફસાની કાર્યશક્તિ, સાંધાઓની નમનીયતા, સ્નાયુતંત્રનું ગતિમેળ, શરીરનું સમતોલનપણું, કાર્ય કરવામાં ચોકસાઈ વગેરેનો સમાવેશ થાય છે. શારીરિક યોગ્યતાના ઘટકોના વિકાસ માટે વિવિધ – પ્રકારની તાલીમ પદ્ધતિઓમાં વેઈટ ટ્રેનિંગ, આઈસોટોનિક, આઈસોમેટ્રીક અને આઈસોકાઈનેટીક ટ્રેનિંગ પદ્ધતિઓ, સર્કીટ ટ્રેનિંગ, ઈન્ટરવલ ટ્રેનિંગ, ફાર્ટલેગ ટ્રેનિંગ અને પ્લાયોમેટ્રીક ટ્રેનિંગનો સમાવેશ થાય છે.? સર્વાગી વિકાસના પાયામાં કસરત એ એક અગત્યની બાબત છે શરીરનો ઉઠાવ, નમનીયતા, ચપળતા, સમતોલન, ગતિસુમેળ, પ્રતિક્રિયા સમય, બળ અને સહનશક્તિ વગેરેનો તે ઉત્તમ રીતે વિકાસ કરે છે. શરીરના આંતરિક તંત્રો કસરતથી સુધરે છે. સામાન્ય ક્રિયાઓ ઉત્તેજિત થાય છે શ્વાસોચ્છવાસ અનુકૂળ બને છે સ્નાયુઓનો વિકાસ થાય છે અતિ નાની ધમનીઓમાં ગરમી વધે છે ત્વચાનું વિસ્તરણ થાય છે જેને લઇને ગરમીનું નિયંત્રણ સુધરે છે તથા શરીરમાં પ્રબળ કાર્યોને અનુકૂળ રાસાયણિક ફેરફારો થાય છે.

કેટલીક કસરતો અને પ્રવૃતિ વર્ષની અમુક ઋતુમાં અને આબોહવામાં અનુકૂળ રહે છે.પરંતુ દિવસના કયા સમયે કસરત કરવી તેનો આધાર સામાન્ય રીતે વ્યક્તિગત વલણ,ફરસદનો સમય અને બીજા કેટલાક નિર્ણયાત્મક સંજોગો પર રહેલો છે.

આરોગ્યની દ્રષ્ટિએ સવારે અને સાંજના પાંચ વાગ્યા પછીનો સમય કસરતો માટે યોગ્ય અને હિતાવહ ગણાય. આખા દિવસના કામ બાદ ઉત્પન્ન થયેલો કચરો કસરત કરવાથી દૂર થાય છે તથા શરીરના તંત્રો ઉત્તેજિત થાય છે.

ઉત્તમ અને સારુ શારીરિક સ્વાથ્ય મેળવવું એ દરેક વ્યક્તિનું ધ્યેય હોવું જોઇએ. આ પુસ્તકમાં આપવામાં આવેલી તમામ કસરતો તે માટે ઉપયોગી છે. એટલું જ નહિ પણ વિવિધ રમત ગમત માટે શરીરને સુસ્થિતિમાં રાખવા માટે એટલે કે, વ્યક્તિમાં બળ વિસ્ફોટશક્તિ, સહનશક્તિ, નમનીયતા, ચપળતા તથા સમતોલન શક્તિ વિકસાવવા માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે. કસરતોની શરૂઆત સહેલી તથા શ્રમવાળી કસરતોથી કરી ધીમે ધીમે શ્રમની માત્રા વધારતા જઇ વધારે શ્રમકારક કસરતો તરફ જવું જોઇએ જે તે રમત માટેના કન્ડિશનીંગ માટે દર્શાવેલી કસરતો અટકયા વિના સળંગ કરાવવી જોઇએ. એટલું જ નહિ પણ આ કસરતોમાં થતી ગતિને અનુલક્ષીને તાલ તથા લય સચવાય તે પણ જોવું જોઇએ.( પ્રહલાદ એમ પટેલ અને દક્ષાબહેન બી. દેસાઇ, શારીરિક શિક્ષણ સાધન કૌશલ્ય કલા, (અમદાવાદ: ધવલ પ્રકાશન, નારણપુરા, 2000).

શારીરિક ક્ષમતાના પાંચ મુખ્ય પરિબળો છે તેમના ચાર પરિબળો અથવા મૂળભૂત તત્વો જેવા કે બળ, ઝડપ, સહનશક્તિ, અને નમનીયતા પાંચમું પરિબળ “ગતિસુમેળ” છે.1978 પહેલાં ગતિસુમેળ શક્તિ (Co-ordinative Ability) એજીલીટી (Agility) તરીકે ઓળખાતી હતી. વૈજ્ઞાનિક બ્લમે (Blume) 1978 માં પોતાના વૈજ્ઞાનિક તારણો ઉપરથી પ્રતિપાદિય કર્યું અને ક્ષેત્ર સમક્ષ રજૂ કર્યું કે એજીલીટી એ અનેક પ્રકારની (7 પ્રકારની ગતિસુમેળ શક્તિઓનું સંમિશ્રણ છે અને ત્યારથી ગત્યાત્મક પરીબળોના પાંચમાં પરિબળ તરીકે ગતિસુમેળ શબ્દ પ્રચલિત થયો અને પ્રસ્થાપિત પણ થયો. પ્રાથમિક રીતે ગતિસુમેળ શક્તિ મધ્યવર્તી જ્ઞાનતંત્રના કાબુ અને નિયમન હેઠળની શક્તિ છે. ગતિસુમેળ એ ક્રિયા નિયમનનું એક અવિભાજ્ય અંગ હોઇ તેનો મનોવૈજ્ઞાનિક નિયમન પ્રક્રિયા સાથે નજીકનો નાતો રહેલો છે.

આમ, ગતિસુમેળ શક્તિ એ સરળતાથી ન સમજી શકાય તેવી શક્તિ હોઇ તેની વ્યાખ્યા કરવી તે પણ અઘરું છે. તેમ છતાં પણ ‘ઝીમરમાન' (Zimmerman-1983) હર્ટ (Hartz-1985) તથા મેઇનેલ અને સ્નેબલ (Meinel and schnabel- 1987) વગેરે એ ગતિસુમેળ શક્તિની વિશેષ રીતે સમજૂતી આપી છે.'

બળ એ સ્નાયુ સંકોચનનું સીધું પરિમાણ છે. વિવિધ પ્રકારની શારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓ તેમજ વિવિધ પ્રકારની રમતોમાં જ હલનચલન થતું હોય છે તે સ્નાયુઓના સંકોચનને કારણે જ હોય છે. તેથી બળ એ બધી જ ગત્યાત્મક ક્રિયાઓ, કૌશલ્યો અને ડ્યૂહાત્મક અથવા યુક્તિ-પ્રયુક્તિ ક્રિયાઓનું એક મહત્વનું અને અવિભાજ્ય અંગ છે. તેથી વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોમાં ઉચ્ચ પ્રકારની સિધ્ધિઓ પ્રાપ્ત કરવા માટે બળનું ઘણું જ મહત્વ રહેલ છે.

હરદયાલસિંઘના મત મુજબ “બળ એ અવરોધ નિવારવા માટેની અથવા અવરોધ સામે ક્રિયા કરવાની શક્તિ છે.”

આપણે જાણીએ છીએ તે મુજબ કોઈપણ પ્રકારના બળનો ઉપયોગ તેની સામેનાઅવરોધ સિવાય શક્ય જ નથી. એટલે કે અવરોધ પેદા થાય અથવા ઊભો કરવામાં આવે તો તેને નિવારવા માટે બળ આવશ્યક બની રહે છે.

બળના પ્રકાર આ મુજબ છે. (1) ઉચ્ચતમ બળ (2) વિસ્ફોટક બળ (3) સહનશક્તિ

બળ (4) સ્થિર બળ (5) ગતિશિલ બળ (6) સાપેક્ષ બળ

દરેક ખેલાડીઓમાં શારીરિક યોગ્યતા એકસરખી હોતી નથી. શારીરિક યોગ્યતામાંમાનસિક, સામાજિક અને આધ્યાત્મિક વગેરે જેવા ઘટકોનો પણ સમાવેશ થાય છે. આમ શારીરિક યોગ્યતા એ ઘણાં ઘટકોનો સમન્વય છે. આનાથી ખેલાડી રમતમાં કે સ્પર્ધામાં વધુ સારો દેખાવ કરી શકે છે. તેથી આ બધી લાક્ષણિકતાઓ હોવી ખૂબ જ જરૂરી છે. સાથે-સાથે ચપળતા, ઝડપ, સહનશક્તિ, સમતોલન, નિર્ણયશક્તિ આ બધા કાર્યકુશળતાના ઘટકો છે. કેમ કે શારીરિક યોગ્યતાની બધી લાક્ષણિકતાઓ કોઈ ખાસ સ્નાયુ સાથે જોડાયેલી હોય છે. રમતમાં અત્યંત જરૂરી છે અને તે કુશળતાપૂર્વક કૌશલ્ય કરવા માટે ઉપયોગી બને છે. તેનો સ્નાયુ સાથે સંબંધ હોય છે. શારીરિક યોગ્યતા ફક્ત રમતમાં જ નહીં પરંતુ માનસિક આરોગ્યમાં પણ મદદરૂપ થાય છે.' શારીરિક યોગ્યતાનો પાયો નાખવા માટે આપણે પ્રવર્તમાન શારીરિક શિક્ષણનાં કાર્યક્રમમાં સુધારો લાવવાનું ચાલુ રાખવું જોઈએ અને જ્યાં જરૂર જણાય ત્યાં નવા કાર્યક્રમોને વિકસાવવા તથા આયોજીત કરવા જોઈએ. આ કાર્યક્રમોમાં સ્વાથ્યનું રક્ષણ, સ્વાથ્ય માર્ગદર્શન અને સ્વાથ્ય શિક્ષણનો સ્વાથ્યના વિકાસ સંબંધી સિદ્ધ સાધન તરીકે સમાવેશ કરવો જોઈએ. સેન્દ્રીય જૂસ્સાને વિકસાવવા શક્તિ અને સહનશક્તિ, સામાજિક ગુણને વિકસાવવા અને કૌશલ્યોનું શિક્ષણ કે જે આત્મશ્રદ્ધાને ટકાવી રાખવાનાં સ્વરૂપો તરીકે ફૂરસદના સમયની પ્રવૃત્તિઓ છે. તેઓનો સમાવેશ શારીરિક શિક્ષણની પદ્ધતિઓ તરીકે થવો જોઈએ. આ પ્રકારનાં કાર્યક્રમોનો વિકાસ કરવો કઠિન કાર્ય છે. જેમાં તાલીમબદ્ધ નેતાગીરી, સમય, વિચાર અને નાણાંની જરૂર પડે છે. પરંતુ ઉત્તમથી ઓછું કંઈ પણ ચલાવી ન લેવાય. આ ક્ષેત્રના કાર્યક્રમો આપણને ઈચ્છીત પરિણામ આપશે. હાલમાં આપણે શારીરિક યોગ્યતાને રચનાત્મક સુખી અને સંપૂર્ણ જીવનનો એક ભાગ તરીકે વિચારીએ  છીએ.

ઝડપ એટલે ન્યુનતમ સમયમાં કોઈ એક પ્રકારની ગતિ સતત કરવાની વ્યક્તિની શક્તિ, સમયના કોઈ નિયત એકમ દરમ્યાન ગતિ સંખ્યા એટલે ઝડપ. દા.ત. ઝડપી દોડમાં સમયના નિયત એકમ દરમ્યાન પગની ગતિ સંખ્યા એટલે ઝડપ, સ્નાયુશક્તિ અને ઝડપ અરસ-પરસ ગાઢ રીતે સંકળાયેલા છે. ઝડપી દોડમાં પગની ઝડપી ગતિ માટે જરૂરી સ્નાયુશક્તિ વિના સફળતા પ્રાપ્ત થઈ શકે નહિ. સ્નાયુશક્તિ અને ઝડપ વગેરેનો વિચાર સાથે જ કરવો ઘટે. ઘણા ખરા ખેલકૂદ કૌશલ્યમાં ઝડપનું તત્વ રહેલું હોય છે. દા.ત. બાસ્કેટબોલ, ફૂટબોલ, બેઝબોલ વગેરે

“ચપળતા એટલે સ્થિતિ બદલવાની વ્યક્તિની શક્તિ” દા.ત. ફૂટબોલની રમતમાં દડો ચૂકવવો વગેરે ચપળતામાં દિશા બદલવાની શક્તિનો પણ સમાવેશ થાય છે કે જે ફૂટબોલ, બાસ્કેટબોલ, હોકી, સોફટબોલ તથા ખેલકૂદ વગેરેમાં અગત્યની બાબત હોય છે.

ચપળતાપૂર્વકના કાર્યમાં ઝડપ એક અગત્યની આવશ્યકતા છે. જે વ્યક્તિ એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં ફેરબદલી મહત્વ ઝડપે અને સુમેળપૂર્વક કરે છે તે ઉચ્ચ કક્ષાની ચપળતા આવશ્યક બની રહે છે.

સમસ્યાકથન:ચક્રિય તાલીમ અને પ્લાયોમેટ્રિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓની શારીરિક યોગ્યતા પરથતી અસરોનો અભ્યાસ

ક્ષેત્રમર્યાદાઓ:

  • આ સંશોધન અભ્યાસમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીક્કર ગામની ટક્કર હાઈસ્કૂલ (રણ)ના ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
  • આ સંશોધન અભ્યાસમાં અગરીયાનું કામ કરતા વાલીઓના સંતાનો પુરતો મર્યાદિત રાખવામાં આવ્યો હતો.
  • આ સંશોધન અભ્યાસમાં વિષયપાત્રો તરીકે 90 વિદ્યાર્થી ભાઈઓને  પસંદ કરવામાં આવ્યા હતા.
  • આ સંશોધન અભ્યાસમાં ચક્રિય તાલીમ જૂથમાં 30 વિદ્યાર્થીઓ, પ્લાયોમેટ્રિકતાલીમ જૂથમાં 30 વિદ્યાર્થીઓ અને નિયંત્રિત જૂથમાં 30 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
  • આ સંશોધન અભ્યાસમાં પહેલા જૂથને ચક્રિય તાલીમ, બીજા જૂથને પ્લાયોમેટ્રિક તાલીમ અને ત્રીજા જૂથને નિયંત્રિત જૂથ તરીકે રાખવામાં આવ્યા હતા.
  • આ સંશોધન અભ્યાસ 14 થી 17 વર્ષના વિદ્યાર્થી ભાઈઓ પૂરતો મર્યાદિત રાખવામાં

આવ્યો હતો.

  • આ સંશોધન અભ્યાસમાં શારીરિક યોગ્યતાના ઘટકો જેવા કે, બળ, ઝડપ,નમનીયતા, ચપળતા અને રૂધિરાભિસરણ સહનશક્તિને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા.
  • આ સંશોધન અભ્યાસમાં બળના ઘટકની અંદર પગના વિસ્ફોટક બળનું માપન

કરવામાં આવ્યું હતું.

આ સંશોધન અભ્યાસમાં સહનશક્તિના ઘટકની અંદર રૂધિરાભિસરણ સહનશક્તિનું માપન કરવામાં આવ્યું હતું.

મર્યાદાઓ

  • આ સંશોધન અભ્યાસ માટે પસંદ કરાયેલા વિષયપાત્રોની જીવનશૈલી, તેમની ટેવો,

તેમનું રોજિંદુ દૈનિક કાર્ય, આહારજન્ય બાબતો વગેરે આ અભ્યાસની મર્યાદા હતી.

  • આ સંશોધન અભ્યાસમાં કસોટી માટે ઉપયોગમાં લીધેલા સાધનો આ અભ્યાસની

મર્યાદા હતી.

  • આ સંશોધન અભ્યાસમાં વિષયપાત્રોના વારસાગત પક્ષને ધ્યાનમાં લેવામાં આવ્યા

ન હતા.

અભ્યાસના હેતુઓ

  • ચક્રિય તાલીમ અને પ્લાયોમેટ્રિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓના પગના વિસ્ફોટક બળ

પર થતી અસરો તપાસવાનો હેતુ ચક્રિય તાલીમ અને પ્લાયોમેટ્રિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓની ઝડપ પર થતી અસરો

તપાસવાનો હેતુ

  • ચક્રિય તાલીમ અને પ્લાયોમેટ્રિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓની નમનીયતા પર થતી

અસરો તપાસવાનો હેતુ.

ચક્રિય તાલીમ અને પ્લાયોમેટ્રિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓની ચપળતા પર થતી અસરો તપાસવાનો હેતુ. ચક્રિય તાલીમ અને પ્લાયોમેટ્રિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓની રૂધિરાભિસરણ સહનશક્તિ પર થતી અસરો તપાસવાનો હેતુ.

ઉત્કલ્પનાઓ

  • ચક્રિય તાલીમ અને પ્લાયોમેટ્રિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓના પગના વિસ્ફોટક બળમાં સાર્થક તફાવત જોવા મળશે.
  • ચક્રિય તાલીમ અને પ્લાયોમેટ્રિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓની ઝડપમાં સાર્થક તફાવત જોવા મળશે.
  • ચક્રિય તાલીમ અને પ્લાયોમેટ્રિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓની નમનીયતામાં સાર્થક  તફાવત જોવા મળશે.
  • ચક્રિય તાલીમ અને પ્લાયોમેટ્રિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓની ચપળતામાં સાર્થક તફાવત જોવા મળશે.
  • ચક્રિય તાલીમ અને પ્લાયોમેટ્રિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓની રૂધિરાભિસરણ સહનશક્તિમાં સાર્થક તફાવત જોવા મળશે.

સ્ત્રોત : શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate