অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રાથમિક શિક્ષણમાં પેરા શિક્ષકોનું અસરકારક પ્રદાન

પ્રતિભાવોનો સારાંશ

પેરા શિક્ષકો સંદર્ભેના એક મુદ્દાના ઉકેલ સંદર્ભેના પ્રશ્નના જવાબમાં, તેમના રજૂઆત, સમૂદાયિક સમજશક્તિ, નિમણૂક નીતિ અને જીવનની ગુણવત્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રતિભાવકોએ આ મુદ્દાઓ અંગે ચર્ચા કરી અને આવી પરિસ્થિતિઓમાં સુધારા માટેના વિવિધ સૂચનો આપ્યા.

બાળકોની સિદ્ધીમાં પેરા શિક્ષકોની ભૂમિકા

એકંદરે સભ્યોને લાગ્યું કે પેરા શિક્ષકોએ બાળકની અભ્યાસકીય પ્રવૃત્તિઓમાં સકારાત્મક ફેરફારો લાવવા તેમજ વિદ્યાર્થીઓની નોંધણી, તેમની વર્ગમાં હાજરી તેમજ તેમની યાદશક્તિને પ્રોત્સાહન આપવા સંદર્ભે હકારાત્મક ફેરફારો સર્જ્યા છે. જ્યાં શિક્ષકો ગેરહાજર હોય, તેમની અછત હોય અથવા એવા કિસ્સાઓ કે જ્યાં વિદ્યાર્થી અને શિક્ષકનું પ્રમાણ ખૂબ વધુ હોય, ત્યાં તેઓ વધુ અસરકારક હોય છે. પેરા શિક્ષક પ્રવૃત્તિ આધારિત શિક્ષણની પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને તેમની શૈલી પ્રમાણે શીખવામાં મદદ કરે છે. સાથો સાથ વિદ્યાર્થિનીઓને સમાન રીતે સાથે મળી કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે, (જ્યારે પેરા શિક્ષક પોતે એક સ્ત્રીઓ હોય), જેની ખરેખરમાં તીવ્ર જરૂરિયાત હોય છે. ઉદાહરણ તરીકે, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પેરા શિક્ષકોની મદદથી શાળામાં બાળકોની નોંધણી, યાદશક્તિ, અને વિદ્યાર્થિનીઓની સિદ્ધિમાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે.

વિવિધ અભ્યાસોમાં જોઈ શકાયું છે કે પેરા શિક્ષકોનો ઉપયોગ મિશ્ર પરિણામો તરફ દોરી જાય છે. પેરા શિક્ષકોના નબળા પ્રદર્શનને સુધારવા માટે મોટા પાયે આવા પેરા શિક્ષક વિદ્યાર્થીઓના સંતોષકારક પ્રદર્શનો વ્યાપક હોય તે આવશ્યક છે (સેવામાં તેમની ભાગીદારી છતા). અન્ય અભ્યાસો દર્શાવે છે કે શિક્ષકો અને પેરા શિક્ષકોની સિદ્ધીઓ વચ્ચે ખાસ તફાવત નથી, જ્યારે અન્ય એક મત પ્રમાણે 1 થી 3 ધોરણના વિદ્યાર્થીઓ કે જેઓમાં મોટા પાયે શાળા છોડવાનું પ્રમાણ હતું, તેવા કિસ્સાઓમાં બાળકોની કાર્યસિદ્ધીં ખૂબ સામાન્ય રહી છે. પ્રતિભાવકોએ એ પણ નોંધ્યું કે તેઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ (DPEP) સંદર્ભે પેરા શિક્ષકોના અભ્યાસ અંગે સભાન હતા, નહિ કે સર્વ શિક્ષા અભિયાન (SSA) અંતર્ગત થયેલા. આ અભ્યાસો રજૂ કરવાની સાથો સાથ સભ્યોએ તામીલનાડુ અને ઉત્તર પ્રદેશમાં શિક્ષણના ગુણવત્તા સુધારા માટે કામ કરતી સંસ્થાઓના પ્રયાસો અંગે પણ વાત કરી છે, તેમજ સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓના કૌશલ્યોના વિકાસ માટે થઈને નિમાયેલા શિક્ષકોના પ્રયાસોને પણ દર્શાવ્યા.

જોકે આ જ સમયે પ્રતિભાવકોની દલીલ હતી કે, લાંબા ગાળે પેરા શિક્ષકો અંતર્ગત વિદ્યાર્થીઓની સિદ્ધીઓ માત્ર સંતોષકારક અથવા સાવ નબળી હશે, કારણ કે પેરા શિક્ષકોને અપાતું વળતર ખૂબ ઓછું છે તેમજ તેમને પૂરતી તાલીમ પણ આપવામાં આવતી નથી. વળી પેરા શિક્ષકો કરાર આધારિત હોવાથી વ્યવસાયિક અને કારકિર્દી ક્ષેત્રે તેમનો કોઈ વિકાસ નથી. વધુમાં જ્યારે સમુદાય દ્વારા તેમની કદર તો કરવામાં આવે છે, પરંતુ તેઓ પેરા શિક્ષકને માત્ર “કામચલાઉ ગણે છે, નહીં કે સાચા શિક્ષક”, અને આથી તેમને પૂરતું માન મળતું નથી. આ મુદ્દાઓને આધારે સભ્યોએ અનુભવ્યું કે પેરા શિક્ષકોએ નિયમિત શિક્ષકો માટે શ્રેષ્ઠ સહાયકો છે, અને તેઓ યોગ્ય તાલીમ પામેલા શિક્ષકોની જેમ જ સેવા બજાવે છે, નહિ કે વધારાના શિક્ષકોની જેમ.

પેરા શિક્ષકોનો સામુદાયિક સમજશક્તિ

પેરા શિક્ષકોની ભૂમિકાને બિરદાવતા સામુદાયિક વલણ અંગે વાત કરતા સભ્યોએ તેમની ગંભીરતા, સમયસૂચકતા, ઉત્સાહી વલણ, ભાગીદારીનું સ્તર વિગેરેને રજૂ કર્યા. હકીકતે તેઓ સમુદાયનો જ એક ભાગ છે તે અહીં મુખ્ય કારણ છે.

પેરા શિક્ષકોની નિમણૂક નીતિઓ

પ્રતિભાવકોએ નોંધ્યું કે અધિકૃત અને બિન-અધિકૃત એમ બંને શાળાઓ પેરા શિક્ષકોની નિમણૂંક કરે છે. પેરા શિક્ષકોની નિમણૂક ઔપચારિક વ્યવસ્થા પ્રમાણે કરવામાં આવે છે, જેથી નિયમિત શિક્ષકો કરતા તેઓ ખૂબ ઓછો પગાર મેળવે છે, અને સમયાંતરે સરકાર (તેમની ઉંમર, શૈક્ષણિક સ્તર, સ્થળ વિગેરેને આધારે) દ્વારા તેમના ભથ્થા, કરારનો સમયગાળો અને તેમના પ્રદર્શનના અવલોકનના આધારે તેમની નિમણૂંક કરવામાં આવે છે. છતાં વાસ્તવમાં મોટા પાયે પેરા શિક્ષકો પંચાયત સરપંચ દ્વારા નિમવામાં આવે છે. સભ્યોએ પેરા શિક્ષક સંકલ્પના સંદર્ભે વિવિધ ઉદાહરણો રજૂ કર્યા, જેમાં શાળાઓ શિક્ષકોને પ્રતિ વર્ગ માટે “મહેમાન શિક્ષક” બોલાવે છે.

પેરા શિક્ષકનું જીવન

પ્રતિભાવકોએ નોંધ્યું કે પેરા શિક્ષકો પાસે પ્રાદેશિક સ્તરે નોકરીઓ ન હોવાથી તેઓ આ પ્રકારનું કામ કરે છે. તેઓએ એ પણ નોંધ્યું કે પેરા શિક્ષકો સંગઠિત નથી અને પોતાની રજૂઆત માટે તેમની પાસે પ્રિતિનિધી સંસ્થાઓ પણ નથી.

પેરા શિક્ષકોના અનુભવોના અભ્યાસ દર્શાવે છે કે તેમનામાં પગાર, નોકરીમાં સુરક્ષા બાબતે મોટા પાયે ભેદભાવ જોવા મળે છે. સાથો સાથ તેમને વ્યવસાયિક વિકાસ માટેની કોઈ જ સુવિધાઓ ઉપલબ્ધ નથી. એવા નક્કર નિયમો નથી કે જે દર્શાવે કે, જે તેમની નિમણૂકને પદ્ધતિસર કાયમી ધોરણે કરી શકાય તે સંદર્ભે આંગળી ચીંધી શકે (માત્ર તેમની જવાબદારી સંદર્ભેના નિયમો).

આથી ઘણા પેરા શિક્ષકો સરકારી શાળાઓમાં અનુભવ મેળવીને ખાનગી શાળોમાં જતા રહે છે. સભ્યોએ રાજસ્થાનના શિક્ષા કર્મી પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાયેલ અભિગમ વિશે વાત કરી, જેમાં પેરા શિક્ષકોના કૌશલ્યોના વિકાસ માટે આયોજિત અને સઘન ક્ષમતા વર્ધન નીતિના ઉપયોગનો સમાવેશ થતો હતો.

પ્રતિભાવકોએ નોંધ્યું કે પેરા શિક્ષકોના ક્ષમતા વર્ધન માટે અમલમાં મૂકાયેલી કેટલીક યોજનાઓ ખરેખર પદ્ધતિસરની અને જરૂરિયાત પ્રમાણેની હતી.

અંતે, પ્રતિભાવકોએ ઉમેર્યું કે પેરા શિક્ષકોના અનિશ્ચિત સમયગાળાએ તાલીમ પામેલ શિક્ષકો તૈયાર કરવાની એક લાંબા ગાળાની પ્રક્રિયાના પ્રોત્સાહન પર પાણી ફેરવ્યું છે.

સમગ્ર અહેવાલ જોવા માટે લિંક પર જાઓ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate