অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકોના હકોની બિલ

બાળકોના હકોની બિલની માહિતી આપવામાં આવી છે

જે બાળક અઢાર વર્ષથી નીચે છે તેનો સમાવેશ બાળકમાં થાય છે. વાલીની જવાબદારી છે કે તે બાળકનો ઉછેર અને વિકાસ કરે. રાજયએ બાળકના હક અને માન ની ખાતરી આપવી જોઇએ.

પ્રતિષ્ઠા અને અભિવ્યકિત:

  • મને મારા અધિકાર જાણવાનો હક છે
  • મને બાળક તરીકે રહેવાનો અધિકાર છે. એ બાબતથી કોઇ ફેર પડતો નથી કે હું કયાં રહુ છુ, કોણ મારા માતા પિતા છે, હું કઇ ભાષા બોલુ છુ, હું કયા ધર્મને અનુસરુ છુ, હું છોકરો કે છોકરી છુ, હું કઇ સંસ્કૃતિને અનુસરુ છુ, હું વિકલાંગ છુ, હું ગરીબ કે અમીર છુ. મને કોઇ પણ જાતના ભેદભાવ વગર ઉછેરવામાં આવવુ જોઇએ. આ બાબતને બધાએ જાણવાની જવાબદારી છે.
  • મને મારા હક દર્શાવવાની વિચારો દર્શાવવાની. અને તેને સાંભળનાર દરેક વ્યકિતએ તેને ગંભીરતાથી લેવી જોઇએ.
  • મને ભુલ કરવાનો અધિકાર છે તેમજ ભુલોમાંથી શિખવાની મારી જવાબદારી છે.
  • એ મારો હક છે કે મને મારી કાર્યદક્ષતા પ્રમાણે સમાવવામાં આવે. અને બીજાના ભેદભાવોને સ્વીકારવા એ મારી જવાબદારી છે.

વિકાસ:

  • મને હક છે સારૂ શિક્ષણ મેળવવાનો અને દરેકની જવાબદારી છે કે બધા બાળકોને શાળાએ જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે.
  • મને હક છે સારા આરોગ્ય મેળવવાનો અને બધાની જવાબદારી છે તે મદદ કરે મુળભુત આરોગ્યની સારવાર અને શુધ્ધ પાણી મળે તે માટે.
  • મને હક છે વાતાવરણને શુધ્ધ કરવાનો અને બીજા બધાની જવાબદારી છે કે તે વાતાવરણને પ્રદુષીત ન કરે.
  • મને હક છે રમવાનો અને આરામ કરવાનો.

કાળજી અને રક્ષણ :

  • મને હક છે કે મને પ્રેમ મળે અને ખતરા અને શોષણથી રક્ષણ પુરૂ પાડવામાં આવે અને બધાની જવાબદારી છે કે તે બીજાને પ્રેમ અને કાળજી દર્શાવે.
  • મને હક છે કે પરિવાર અને સુરક્ષિત અને આરામદાયક ઘર મળે અને બધાની જવાબદારી છે કે બધા બાળકોને પરિવાર અને ઘર પ્રાપ્ત થાય.
  • મને હક છે કે ગર્વ લેવાના વારસા પર અને માન્યતાઓ પર અને બધાની જવાબદારી છે કે તે બીજાની સંસ્કૃતિ અને પ્રણાલિકાને માન આપે.
  • મને હક છે કે હિંસા અને શારીરિક સજા ( શાબ્દીક, શારીરિક અને માનસિક ) વગર રહેવાનો અને બીજાની જવાબદારી છે કે તે હિંસા ન કરે.
  • મને હક છે કે આર્થિક અને શારીરિક શોષણ સામે મને રક્ષણ પુરૂ પાડવામાં આવે અને બીજાની જવાબદારી છે કે કોઇ બાળકને કામ કરવા માટે દબાણ ન કરે અને મને સ્વતંત્ર અને સુરક્ષિત વાતાવરણ પુરૂ પાડવામાં આવે.
  • મને હક છે કે કોઇ પણ જાતના શોષણ સામે રક્ષણ પુરૂ પાડવામાં આવે અને બીજાની જવાબદારી છે કે મારો કોઇ પણ રીતે લાભ ઉઠાવે નહી તેની ખાતરી કરે.

બધા કાર્યોમાં પ્રાથમિક અગત્યતા એ છે જેમાં બાળકો સંબંધિત હોય તે શ્રેષ્ઠ રસપુર્વક બાબત છે

1989માં યુએનની બાળકોના હક અને જવાબદારીની વાત કલ્યાણકારી રીતે મુકવામાં આવી હતી.

આખા વિશ્વ માં બાળકોના દરેક હકો સમાવી લેવામાં આવે છે. અને ભારત સરકારે આ પત્ર 1992માં સાઇન કર્યો.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/8/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate