অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળ મજુરી નાબુદી અને ભલામણની મંડળની વ્યૂહરચના

બાળ મજુરી નાબુદી અને ભલામણની મંડળની વ્યૂહરચના

બાળ મજુરી નાબુદ કરવા માટે વ્યુહરચનાની સલાહ આપવામાં આવી. જેમાં સંસ્થાઓના પરંપરાગત કાયદા શિક્ષણ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો. વ્યુહરચનાના કાગળમાં જે યોજના મંડળ પાસે તેમાં અગીયારમી યોજનામાં એનસીપીસીઆર એ કહ્યુ કે પુર્ણ વ્યાખ્યા બાળમજુરીની દેખાડાનો તફાવત જેમાં બાળમજુર અને બાળ કામગીરી વચ્ચેનો દુર કરી શકાય છે. તે એવા પણ બદલાવ ઇચ્છે છે કે જેથી બાળમજુર કાયદા નિયંત્રણની છટકબારી ઓછી થાય. ‘નિયંત્રણ’ શબ્દને તેમાંથી દુર કરવો જેથી બાળમજુર નાબુદીને કોઇપણ રીતે બદલી ન શકાય. કાયદાની જોગવાઇઓને ફરજીયાતપણે આગળ વધારવી અને તેની અમલવારી મશીન જેવી પ્રબળ હોય તેવુ મંડળ કહ્યુ.

ભારતમાં દુનિયાના સૌથી વધારે બાળમજુરો છે જેની સંખ્યા 12.7 લાખ સુધી પહોંચી ગઇ છે. જેમાં પાંચથી ચૌદ વર્ષના બાળકોનો સમાવેશ થાય છે તેવુ 2001ની ગણતરી પ્રમાણે જાહેર થયુ છે. કામકાજમાં બાળકોની સંખ્યામાં 1991ના ગણતરી પ્રમાણે 11.3 લાખ જેટલો વધારો નોંધવામાં આવ્યો છે. શિક્ષણનો મુળભુત અધિકાર બંધારણમાં હોવા છતાં આ બાબત બની છે. બાળકો જે શાળાની પ્રવૃત્તિમાં જોડાયેલા નથી તે કોઇ કામમાં જોડાયેલા હોય છે.

1987માં બનાવાયેલી રાષ્ટ્રીય નીતીને બાળ મજુરી નાબુદી નીતી સાથે બદલાવવાની સલાહ આપી. મંડળે કહ્યુ કે બધા કાયદા અને નીતી કે જે બાળમજુરને લગતી અને બંધારણમાં કાયદાકીય જોગવાઇઓની એકરૂપતા કરી ચકાસણી ફરજીયાત રીતે કરવી. બીજી મહત્વની સલાહ હતી કે રાષ્ટ્રીય બાળ મજુર કાર્યક્રમને બદલાવવામાં આવે કે જેથી તેમાં સુધારો થાય. ફકત 3.75 લાખ બાળકો એનસીએલપી દ્વારા નોંધવામાં આવ્યા કે જે બાળમજુરીના ભોગ બનેલા હતા. અને તેઓને ખાસ શાળામાં મુકવામાં આવ્યા હતા.

કાર્યક્રમને વધારે અસરકારક બનાવવા માટે બાળમજુર રોજગારી સામે રાષ્ટ્રીય ઝુંબેશ તેમના શિક્ષણનો મુળભુત અધિકાર દર્શાવવામાં આવ્યો. એનસીપીસીઆરએ સુચવ્યુ કે મોટાપ્રમાણમાં સામાજીક ગતિશીલ વ્યક્તિઓ જે બાળમજુરને ઓળખે અને તેમને ઉગારવા કાયદાની અમલવારીમાં મદદ કરે અને તેઓની નોંધણી ટ્રાન્ઝીશનલ એજયુકેશન સેન્ટર (ટીઇસી) બાળમજુરમાંથી બચાવવા માટે કરે. આ ટીઇસી રહેણાંક, બિનરહેણાંક અને પહેલા કામ કરતા અને હવે પુરો સમય શાળામાં વિતાવનાર બાળકો માટે જેમ બને તેમ ઝડપથી ચાલુ કરવામાં આવે. આ નીતી એમ સુચવે છે કે સર્વ શિક્ષા અભિયાન અને એનસીએલપી વચ્ચેનો ગાઢ સંબંધ બાળકોને શાળામાં મદદરૂપ થાય નહી કે તેમને બહાર કાઢવામાં. ટીઇસીની માર્ગદર્શિકા પરિવર્તનશીલ અને સ્થાનિક શરતોને ધ્યાનમાં રાખી શકે તેવી હોવી જોઇએ. આ એનસીપીસીઆરના પ્રોજેકટના સુચનો હેઠળ બાળકોને પાંચ વર્ષમાં લાભ મળી શકશે. તે એમ પણ સુચવે છે કે સ્થળાંતર કરેલા બાળમજુર છે તેમની સ્થિતિ જાણીને તેને પણ એનસીપીએલ મદદ કરે.

એનસીપીસીઆર એ સુચવ્યુ કે વિવિધ સંલગ્ન વિભાગોની ભુમિકા એવી હોવી જોઇએ જેથી મજુરી, શિક્ષણ, ઘર અને યુવા બાબતે સંલગ્નતા વધે. એનસીપીસીઆર એ સલાહ આપી કે બાળકોને સ્થાનિક આઇટીઆઇ, એનજીઓ અને ખાનગી ખાતાની વ્યવસાયિક તાલીમ માટે સ્થાનિકોએ આગળ આવુ જોઇએ. એમ પણ સુચવ્યુ કે તાલીમના ભાગરૂપે સ્વતંત્ર ભાગ બનાવવા માટે બાળકોના હક, મજુરી અને શિક્ષણ સમાવવુ જેથી વિવિધ વિભાગો જેવા કે ગ્રામપંચાયત, શાળાના શિક્ષકો અને મજુર વિભાગના અધિકારીઓને તેમના મુદ્દા અને તેમની જવાબદારી બતાવાઇ અને બાળમજુર નાબુદી ઘટાડાઇ.

એનસીપીસીઆર એ સ્પષ્ટ રીતે સંબંધિત વિભાગોની જુદી જુદી ભુમિકાઓ રજુ કરી જેમાં મજુરી, શિક્ષણ, ઘર/પોલીસ અને યુવાનોને લગતી બાબતો વચ્ચે સંલગ્નતા કેળવે તેની ખાતરી આપી. આ કાર્યને એક ઝુંબેશની જરૂર છે તાલુકા સ્તરે બંધારણ દ્વારા રાજય દેખરેખ મંડળ, રાષ્ટ્રીય મંડળ અને આંતરીક મંત્રીમંડળ. યોજનાની પુર્ણ અમલવારી માટે પંચવર્ષીય યોજનાના બજેટમાં 3966 કરોડ ફાળવણી કરાઇ છે. કામ કરતા બાળકો જેની ઉંમર 9 થી 14 વર્ષની છે તેમના પુનઃવસવાટ માટે 3.5 કરોડ ફાળવવામાં આવ્યા. અંદાજે બાળકદીઠ એક હજાર રુપિયા પાંચ વર્ષ માટે જરૂરી છે. વધારાના 422 કરોડ વ્યવસાયિક શિક્ષણ માટે 15 થી 18 વર્ષના બાળકો માટે ફાળવવામાં આવ્યા છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/26/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate