ફરિયાદ માટેનું માળખું
બાળકના અધિકારના ભંગને લગતી ગંભીર ઘટનાના કિસ્સાની નોંધ લેવી જોઇએ અને બાળકોને અધિકારો ભોગવવા આડે આવતા પરીબળોની તપાસ કરવી જોઇએ.
- બંધારણના ૮માં પરિશિષ્ટ મુજબ કોઈ પણ ભાષામાં ફરિયાદ નોંધાવી શકાય.
- આવી ફરીયાદો માટે કોઈ પણ પ્રકારની ફી વસુલવામાં આવશે નહિ
- ફરિયાદને લગતી બાબતનું સંપૂર્ણ ચિત્ર ફરિયાદમાં રજૂ થવું જોઈએ
- કમિશનને કદાચ વધારે માહિતી/સોગંદનામાની જરૂરિયાત મુજબ માંગી શકે
ફરિયાદ નોંધાવતી વખતે મહેરબાની કરીને એ બાબતની ખાત્રી કરી લો કે ફરીયાદઃ
- સ્પષ્ટ, સુવાચ્ય હોય અને અસ્પષ્ટ, નનામી અથવા ઉપનામે લખેલી ના હોય
- આવી ફરીયાદો માટે કોઈ પણ પ્રકારની ફી વસુલવામાં આવે નહિ
- ઉઠાવવામાં આવેલ મુદ્દો નાગરિક તકરારનો ના હોય જેમ કે માલિકીપણાનો હક્ક, કરાર આધારિત ફરજ
- ઉઠાવવામાં આવેલ મુદ્દો સેવાને લગતી બાબતોનો ના હોય
- કોઇ પણ કાયદા હેઠળ રચવામાં આવેલ કમિશન (પંચ) અથવા ન્યાયાલય/ન્યાયપંચ સમક્ષ આ મુદ્દો અનિર્ણીત ના હોય
- બાબત પર કમિશન દ્વારા પહેલેથી જ નિર્ણય લેવાયેલ ના હોય
- કોઇ પણ આધાર પર કમિશનના કાર્યક્ષેત્ર બહારનો મુદ્દો ના હોય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/26/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.