অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આદેશ

આદેશ કાયદા

કાયદામાં દર્શાવ્યા મુજબ કમિશનના કાર્યો નીચે મુજબ છે:

  1. બાળકોના અધિકારોના રક્ષણ માટે કોઈપણ કાયદા દ્વારા અથવા અંતર્ગત આપવામાં આવેલ રક્ષણોની સમીક્ષા અને ફેર તપાસણી કરવી અને અસરકારક અમલીકરણ માટેના પગલા સૂચવવા તેમજ તે રક્ષણોના કાર્ય કરવાની રીત બાબતનો અહેવાલ કેન્દ્રીય સરકારને સોંપવો.
  2. આતંકવાદ, કોમી હિંસાઓ, તોફાનો, કુદરતી આપત્તિ, ઘરમાં થતી હિંસાઓ, એચ.આઈ.વી./એઇડ્સ, બાળવેપાર, હેરાનગતી (પજવણી), યાતના અને શોષણ, અશ્લીલ સાહિત્ય અને દેહવ્યાપારનો ભોગ બનેલ બાળકોને તમામ અધિકારો ભોગવવામાં અવરોધતા તમામ પાસાઓની તપાસ કરવી.
  3. માનસિક પીડા ભોગવનાર, ઉપેક્ષિત થયેલ, કુટુંબવિહીન અને જેલના કેદીઓના બાળકોને લગતી બાબતોમાં તપાસ કરવી અને યોગ્ય સુધારાના પગલાં સૂચવવા.
  4. સમાજના વિવિધ વિભાગોમાં બાળકોના અધિકારને લગતા શિક્ષણનો ફેલાવો કરવો અને આ અધિકારોના બચાવ માટે આપવામાં આવેલા રક્ષણોને પ્રોત્સાહન આપવુ.
  5. કેન્દ્ર કે રાજ્ય સરકાર કે કોઈ સામાજિક સંસ્થા દ્વારા ચલાવવામાં આવનાર સંસ્થાના સમાવેશ સહિત અન્ય કોઇપણ સત્તાના નિયંત્રણમાં આવેલ કોઇપણ બાળ સંરક્ષણ ગૃહ (જુવેનાઇલ હોમ) અથવા બાળકોના રહેઠાણની કોઇપણ જગ્યા કે સંસ્થા કે જ્યાં બાળકોની અટકાયત કરવામાં આવેલ હોય અથવા સારવાર લક્ષી સુધારા માટે કે રક્ષણ હેતુ રાખવામાં આવેલ હોય તેની તપાસ કરવી અથવા તપાસનું કારણ બનવું.
  6. બાળ અધિકારોના ભંગના કિસ્સામાં તપાસ હાથ ધરવી અને આવા કિસ્સામાં કાર્યવાહીની શરૂઆત સૂચવવી અને નીચેની બાબતોમાં નોટિસ આપવી:
    • બાળ અધિકારને હાનિ પહોંચાડવી કે ભંગ કરવા.
    • બાળકોના રક્ષણ અને વિકાસ માટે આપવામાં આવેલ કાયદાઓનું અમલીકરણ ના કરવું.
    • બાળકોના કષ્ટને ઓછું કરવા અને તેના કલ્યાણ કે આવા બાળકોને રાહત આપવા સબંધિત નીતિવિષયક નિર્ણયો, માર્ગદર્શિકાઓ કે સૂચનાઓનું પાલન ન કરવું.
    • અથવા આવી બાબતોમાંથી ઊભા થતા મુદ્દાઓને યોગ્ય સત્તા સમક્ષ ઉપાડવા. (રજૂ કરવા અને વકાલત કરવી)
  7. ટ્રીટાઈઝ (વિષય સંબંધિત સાહિત્ય) અને આંતરરાષ્ટ્રીય સાધનોનો અભ્યાસ કરવો અને પ્રવર્તમાન નીતિ, કાર્યક્રમો અને બાળકોના અધિકારને લગતી અન્ય પ્રવૃત્તિઓની સમીક્ષા કરવી. તેમજ બાળકોના ઉત્તમ હિતમાં તેના અસરકારક અમલીકરણ માટે સૂચનો આપવા.
  8. બાળ અધિકારોના કન્વેન્શન મુજબ ચકાસણી માટે પ્રવર્તમાન કાયદાઓ, નીતિઓનું અને સિદ્ધાંતોનું વિશ્લેષણ કરવું. તેમજ બાળકોને અસર કરનાર કોઇ પણ નીતિ કે સિદ્ધાંત ઉપર તપાસ હાથ ધરવી અને અહેવાલ રજૂ કરવો.
  9. તેમના કે બાળકો સાથે કાર્ય કરનાર કોઈપણ સરકારી વિભાગ કે સંસ્થાના કાર્યોમાં બાળકોના મંતવ્યો તરફ ગંભીરતા અને આદરને પ્રોત્સાહન આપવું.
  10. બાળ અધિકારને લગતી માહિતી બહાર પાડવી અને તેનો ફેલાવો કરવો.
  11. બાળકોને લગતી માહિતી એકત્રિત કરવી અને તેનું વિશ્લેષણ કરવું; અને

શાળાના અભ્યાસક્રમમાં, શિક્ષકોની તાલીમમાં અને બાળકો સાથે કામ કરનાર કાર્યકરોની તાલીમમાં બાળ અધિકારોના સમાવેશને પ્રોત્સાહન આપવું

સ્ત્રોત: કન્ટેન્ટ પોર્ટલ ટીમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/13/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate