অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળમજુરી અંગે પુછાતા સામાન્ય પ્રશ્નો

બાળમજુરી અંગે પુછાતા સામાન્ય પ્રશ્નો
ભારતમાં બાળ મજૂરી જેવો મુદ્દો કેટલો મહત્વનો છે ?

એવી ઘારણા છે કે ભારતમાં વિશ્વના મોટા ભાગના બાળ મજૂરો છે. એવું અનુમાન છે કે, વિશ્વના કુલ બાળ મજૂરોના એક તુતીયાંશ ભારતમાં છે. આ આંકડા એવુ સૂચિત કરે છે કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને આનો અર્થ એ થાય છે કે, આ દેશના લગભગ પચાસ ટકા બાળકો તેમના મૂળભૂત માનવિય અઘિકાર એવા પોતાના બાળપણથી વંચીત રહીને તેમનું જીવન એક અભણ મજૂરની જેમ પસાર કરે છે જ્યાં તેમને પોતાના સામર્થ્યને ખીલવતી હોય તે કંઈ અર્થપૂર્ણ હેતુ સિદ્ધ કરવાની આશા સેવી શકે નહિ.

ભારતમાં બાળ મજૂરોની સંખ્યા કેટલી હોઈ શકે ?

આનો ઘણો આધાર તમે બાળ મજૂરીની વ્યાખ્યા કઈ રીતે કરો છો તેના ઉપર છે. એવું અનુમાન છે કે જોખમી ઉધોગોમાં લગભગ વીસ લાખ બાળકો કામ કરી રહ્યા છે અને જો બાળ મજૂરીને એક માત્ર રોજ ઉપર કામ કરતા મજૂર તરીકે ગણવામાં આવે તો તેનો અધિકૃત અંદાજીત સંખ્યા સત્તર લાખ છે. સ્વતંત્ર રીતે કાઢવામાં આવેલા અંદાજ અને આ જ પ્રકારની વ્યાખ્યા પર કરવામાં આવેલા અંદાજ મુજબ તો આ આંકડો ચાલીસ લાખ છે. તેમ છતાં જો કોઈ આમાં શાળાએ ન જતા બધા બાળકોને બાળ મજૂર ગણો તો તો આ આંકડો એક કરોડ સુધી પહોંચે તેમ છે.

જોખમી ઉધોગો જેવા કે ગાલિચાનું વણાટકામ, કાચના કારખાનાં, દિવાસળીના કારખાનાં વગેરેમાં બાળ મજૂરી સમસ્યા આ અંગે જાગૃત છે તેઓ તેવી જગ્યાઓને શોધીને નક્કી કરે છે ?

આજ સમસ્યા છે કે નીતિ ઘડનારાઓ આ સમસ્યા અંગે કંઈક કરવુ જોઈએ માત્ર તેટલા પુરતો જ તેઓ આ આંકડા સાથે સબંધ ધરાવે છે. તેથી તેઓ તેના પર પૂરતું લક્ષ્ય આપતા નથી. જો નીતિ ઘડનારા નક્કી કરે કે જોખમી ઉધોગોમાં બાળકો સાથે જ કામ પાર પાડવું જોઇએ. તેઓ વીસ લાખના સમુહની બહારના કોઈ પણ બાળ મજૂરી કરાવનારા અંગે રસ ધરાવતા નથી. આમ છતા વાસ્તવિકતા એ છે કે 85 ટકા બાળ મજૂરો કે જેને કોઈ પણ રીતે સુનિશ્ચિત કરીએ તે કૃષિ અને તેને લગતી પ્રવૃતિઓમાં સંકળાયેલા છે. સરકારી અંદાજ મુજબ અન્ય તમામ બાળ મજૂરો જેવા કે, ફેકટરીમાં કામ કરતા રખડતા બાળકો, હોટલમાં અને નિમ્ન કક્ષાના ધંધાઓ વગેરેમાં જોવા મળતા બાળમજૂરોનું બનેલુ છે. તે આ દેશમાંના બાળમજુરોના કુલ સંખ્યાના ખુબ જ ઓછા ટકા છે, એ હકીકત પ્રત્યે આપણે લગભગ સંપુર્ણપણે દુર્લક્ષ સેવ્યુ છે. તેથી જ આઝાદીના પાંચ દાયકા પછી પણ બાળ મજૂરીની સ્થિતિમાં ઘટાડો કરવાની નિષ્ફળતાનું મૂળભૂત કારણ છે.

શા માટે આ બાબત વિશે દુર્લક્ષ્ય સેવાય છે?

આ અંગે કેટલાક કારણો છે, ગરીબ મા-બાપના બાળકો વિશે વાત આવે છે ત્યારે નીતિના ઘડનારાઓ વિચારવા પ્રેરાય છે કે બાળ મજૂરીની બાબતે કંઈક અનિવાર્ય છે. તેઓ માને છે કે બાળક બાળ મજૂરી કરે છે કારણ કે જીવન નિર્વાહ માટે બાળક દ્વારા મેળવેલ વેતન પર કુટુંબ નિર્ભર હોય છે. તેઓ માને છે કે જો બાળકને મજૂરી કામમાંથી હટાવાશે તો તેનું કુટુંબ ભુખે મરશે. તેમના મતે બાળ મજૂરી એ કાંટાળી વાસ્તવિકતા છે. એ માન્યતા છે કે બાળ મજૂરી અનિવાર્ય છે. ભારતમાં બાળ મજૂરીની સર્વગ્રાહ્ય નીતિ અંગે કંઈ પણ થઈ શકે તેમ નથી. મુખ્યત્વે અત્યંત શોષણ કરનારી બાળ મજૂરી પર પ્રથમ ત્રાટકવુ જોઈએ. એ વલણ જ શ્રેષ્ઠ છે જોખમી ઉધોગોમાં કામ કરતા બાળકો પોતાને સૌથી વધુ શોષીત તરીકે રજૂ કરે છે અને તેઓ સૌથી વધુ જોવા મળતા હોય છે. તેના પરિણામે અન્ય પ્રકારની બાળ મજૂરીને બાદ રાખીને આવા જોખમી ઉધોગોમાં જોવા મળતી બાળ મજૂરી ઉપર ભાર મુકવામાં આવે છે. ખેતીક્ષેત્રમાં બાળ મજૂરીને ખાસ કરીને વિસારી દેવામાં આવે છે.

શું એ સત્ય નથી કે ગરીબ કુટુંબોને જીવન નિર્વાહ માટે બાળકોની કમાણી જરૂરી છે. આ દલીલમાં શું ખોટું છે?

“ગરીબી” એ સર્વ સામાન્ય દલીલ છે. તમે કઈ રીતે તેને ઓપ આપે છે તેની પર આ પ્રશ્ર્નનો પ્રત્યુત્તર આઘાર રાખે છે. જો પ્રશ્ન એમ હોય કે “એ સત્ય નથી કે કુટુંબ અત્યંત ગરીબ હોય અને કુટુંબ ખલાસ થઈ જવા પર હોય અને તેથી મા બાપ તેનાં બાળકને કામે મોકલે છે. તો પ્રત્યુત્તર ચોક્કસપણે હા હોય અને છતાં જો નથી”. બાળકોને કામે મોકલતા બધા જ કુટુંબો શું એટલા બધા ગરીબ હોય છે કે જીવન નિર્વાહ માટે બાળકો દ્વારા મળતી આવકની તેમને જરૂરી હોય છે. આનો પ્રત્યુત્તર સ્પષ્ટપણે ના છે. બાળ મજૂરીની દેશમાં પ્રવર્તતી સ્થિતિની કરુણતા એ છે કે તે જીવન નિર્વાહની બાબત છે. ગરીબીની દલીલનો આ છદ્મવેશી ખ્યાલ છે, છેતરામણો ખ્યાલ છે. સત્યથી કંઈ પણ વેગળુ હોતુ નથી. તર્ક સંગત જણાતી ગરીબીની દલીલ એ સંપુર્ણ રીતે ત્રુટીવાળી છે અને પુરવાર કરવા માટે એ સરળ પણ નથી. જો એ સત્ય હોત તો પ્રત્યેક ગામમાં તમામ ગરીબો શાળામાંથી રૂખસદ લઈ શ્રમ બજારમાં જોડાઈ જતા અને ગ્રામીણ વિસ્તારો એવા દ્રષ્ટાંતોથી ભરપુર છે કે અત્યંત ગરીબ કુટુંબોના બાળકો શાળામાં હોય અને તેમના સંદર્ભમાં તેમનાથી સંપન્ન કુટુંબના બાળકો મજૂરી કરતા હોય. વિશાળ સંખ્યાના પરીબળો કે જેને પરિસ્થિતિના અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા નથી. જેવા કે રૂઢી, મા બાપની અભણ સ્યિતિ ને લઈને અજ્ઞાન, વિકલ્પના મુલ્યાંકનનો અભાવ, સંવેદનહીન વહીવટકર્તાઓ વગેરે બાબતો બાળકને શાળામાં દાખલ કરવુ કે કામે મોકલવુ એ નિર્ણય પર અસર કરે છે. “ગરીબી દલીલ” આ બધી બાબતોને વિસારે પાડી, તે દરેક બાબતને મોકલીને માત્ર આર્થીક નિર્ણય તરીકે જુએ છે.

બાળ મજૂરી અને સામાન્ય શાળાકિય શિક્ષણ વચ્ચે ખરેખર શો સંબંધ છે ?

જેમ પહેલા જણાવ્યું તે મુજબ બાળ મજૂરીની વ્યાખ્યા ઘણીબધી રીતે કરી શકાય. અલગ અલગ વ્યક્તિઓના આ અંગે અલગ અલગ મંતવ્યો છે. ઘણાં માને છે કે વેતન કમાવવા માટે બાળકો દ્વારા થયેલું કામ જ બાળ મજૂરી છે. બીજા ઘણા લોકો એ વાત પર જ ઘ્યાન આપે છે કે ગાલીચા વણાટ, દિવાસળીના કારખાનાં, કાચના કારખાનાં જેવા જોખમી ઉધોગોમાં કામ કરતાં બાળકોને જ બાળ મજૂર માને છે. એ સિવાયના ઉધોગોમાં સંકળાયેલા બાળ મજૂરોની તસ્દી તેઓ લેતા નથી. તેમાંના ઘણા તો એવા છે કે કેટલાક પ્રકારની બાળ મજૂરી એ એટલી ખરાબ નથી, પરંતુ સકારાત્મક રીતે સારી પણ છે. ખાસ કરીને જ્યારે વાતાવરણમાં તે કરવામાં આવે છે. આ વાત બાળ મજૂરીનું વર્ગીકરણ બાળકો દ્વારા થતું કામ, બાળ મજૂરી, જોખમી કામ બધામાં વર્ગીકરણ કરવુ તે આ ગંભીર મુદ્દાને માત્ર ગુંચવાડા ભર્યો અને અસ્પષ્ટ બનાવે છે. જમીનદારોના નિયંત્રણ હેઠળની બંધિયા મજૂરો તરીકેની કામગીરી શું હાથશાળ પર થતી કામગીરી વધુ જોખમી છે. ઢોર ચારવાની પ્રવૃતિ કોઇ પોતાના પરિવાર માટે કરે તો તેને બાળકો દ્વારા થતુ કામ કહેવાય પણ જો તે જ કામ વેતન માટે કરવામાં આવે તો તેને બાળ મજૂરી કહેવાય? જો વેતન વધારે હોય અને કામ કરવાની પરિસ્થિતિ સારી હોય તો પાણી ભરવું અને પોતાના ભાઈ બહેનોની સંભાળ રાખવાની પ્રવૃતિનું વર્ગીકરણ કરી શકે છે કે તેમનો સમાવેશ શાળાએ ન જતા અને કામ નહિ કરતા બાળકોના વર્ગમાં કરે છે. ઘણીવાર તેમનો ઉલ્લેખ ‘ક્યાંયનાય નહિ’ તેવા બાળકો તરીકે કરે છે. આ એમ.વી.એફ મોડલ આ વર્ગીકરણને બાળકોના સ્પષ્ટપણે કુત્રિમ અને જટિલતા તરફ દોરી જનારુ અને ઉકેલ નહિ લાવનારા વર્ગીકરણ માને છે. તે બાળક દ્વારા કરવામાં આવતા કામને બાળ મજૂરી તરીકે જુએ છે. ગ્રામીણ ભારતીયોના સંર્દભમાં એવું આકલન કરે છે કે એવી કોઈ વસ્તુ નથી. જેવી કે શાળાએ જતુ નથી તો તેને વહેલા કે મોડા કામે મોકલવામાં આવશે. આ પ્રકારે આ મોડેલમાં માત્ર બાળકો જ શાખામાં વર્ગીકૃત કરે છે. એક કે જે કામે જાય છે અને બીજા એ કે જે શાળાએ જાય છે. એમ.વી.એફની અચળ માન્યતાનું મૂળ એ છે કે શાળાએ નહિ જતુ બાળક એ બાળ મજૂર છે.

એમ.વી.એફ નું દ્રઢ પણે માનવું છે કે, બાળપણ એ દરેક બાળકનો અધિકાર છે અને પોતાની આંતરીક શક્તિઓનો વિકાસ કરવાની તક છે. બાળક દ્વારા કરવામાં આવતું કોઇ પણ કાર્ય આ અધિકાર પર તરાપ મારે છે. જો બાળકને કામથી દુર રાખી પૂર્ણકાલીન વિધાર્થી બનાવીને રાખવામાં આવે તો તેના બાળક તરીકેના હકને પરીપૂર્ણ કરી શકાય અને તેથી જ એમ.વી.એફ મોડલમાં બાળકના બાળપણના હકને સુરક્ષિત કરવો, બાળ મજૂરીની નાબુદી અને દરેક સુધી શિક્ષણ પહોંચાડવા આ બધુ એક જ પ્રકિયાનો ભાગ છે. જેઓ એક પાસા પર ભાર મુકે અને બીજાને પાસા તરફ દુર્લક્ષ્ય સેવે તો એ ચોક્કસ નિષ્ફળ જશે.

આ બાબતે એમ.વી.એફ. નો બરોબરનો અનુભવ શું છે? માતા-પિતા કેવી રીતે સંચાલન કરે છે?

એમ.વી.એફ. એવું અનુભવે છે કે લગભગ તમામ માતા-પિતા જેમાં ગ્રામીણ સમાજનો કહેવાતો ‘સૌથી ગરીબ’ વર્ગ પણ આવી જાય, તેઓ માત્ર બાળકને કામ પરથી ઉઠાડીને ભણવા જવા માટે માત્ર ઉત્સાહિત કરતાં નથી પરંતુ નાણા અને સમયના સંદર્ભમાં શક્ય હોય તેટલું બલિદાન આપવા પણ તૈયાર છે. એક વખત બાળકને દાખલ કરી દેવામાં આવે અને થોડી પ્રગતિ બતાવે . માતા-પિતાએ તેમના ઢોર, ઘેંટા વગેરે કે જેની સંભાળ બાળક દ્વારા લેવામાં આવતી હતી તને વેચી પણ નાખ્યા છે અને બાળકને શાળામાં ટકાવી રાખ્યા છે. માતા-પિતા પોતે અથવા ઘરના અન્ય વૃદ્ધ વ્યકિતએ બાળક દ્વારા પહેલ કરવામાં આવતા અને ટાળી ન શકાય તેવા કામની જવાબદારી લઈ લીધી છે. અમુક પુરાવાઓ એવું દર્શાવે છે કે માતાના ભાગમાં વધારે પડતો કામના ભાગનું ભારણ આવે છે. તેમ છતાં તેના કારણે બહુ ભાગ્યે જ મન દુ:ખ થયા છે. એમ.વી.એફ.ના મેદાનમાં કે જેમાં બાળકને કામના વાતાવરણમાંથી જે રીતે શાળાના વાતાવરણમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તે જોઈને માતા-પિતાના અભિગમ બદલાય છે. એક વખત માતા-પિતાને એવો અહેસાસ થાય કે બાળક અભ્યાસ કરવા માટે સક્ષમ છે અને તેનો તેની ક્ષમતા અને આવડત પરનો વિશ્વાસ વધે, તેઓ બાળકને કામ પર મોકલવા માટે આગળ વિચારતા નથી. તેઓ બાળકને વધારે પંપાળે પણ છે, તેઓ જ્યારે તેમને મળે છે ત્યારે તેમને નાની ભેટ આપે છે, તેની સાથે ફોટા પડાવે છે અને સામાન્ય રીતે બધી જ રીતે તેમની સાથે જોડાવું ગમે છે. તેઓ બાળકની બાળમજૂરીના કારણે થનાર કમાણી ઓછી થવાની ચિંતાથી ખૂબ જ દૂર હોય છે અને તેઓ બાળક પાછળ ખૂબ જ વધારે ખર્ચો કરવા લાગે છે.

એમ.વી.એફ. કેટલા ગામોમાં કામ કરે છે અને તેના દ્વારા કેટલા બાળકોને આવરી લેવામાં આવ્યા છે?

એમ.વી.એફ. હાલ આંધ્રપ્રદેશના રંગા રેડ્ડી જિલ્લાના ૪૯૧ ગામોમાં કામ કરે છે. તેમણે અત્યાર સુધીમાં ૧૦૦૦૦૦ બાળકોને કામમાંથી બહાર લાવ્યા છે અને તેમને શાળામાં ટકાવી રાખ્યા છે. પ્રોજેકટ વિસ્તારના ૧૬૯ ગામોમાં ૫-૧૪ વર્ષની વયના તમામ બાળકો શાળાએ જાય છે.

જો તે આટલું જ સરળ હોય તો બાળકને કામ પર જ શા માટે મોકલવામાં આવે છે? શા માટે તમામ બાળકો શાળામાં અભ્યાસ કરતા નથી?

મુદ્દાની માત્ર અમુક બાજુઓ જ સરળ છે. માતા-પિતા ઇચ્છે છે અને તેઓ તેના બાળકોને શાળાએ મોકલવા માટે સક્ષમ છે. આ એક સરળ બાજૂ છે પરંતુ ઘણા બધા ગૂંચવણ ભરેલા મુદ્દાઓ પણ છે. સૌથી પહેલા ગરીબ માતા-પિતા ખાસ કરીને કે જેઓ પરંપરાગત રીતે ખેતમજૂરી કામ સાથે જોડાયેલા છે અને કે જેઓ મોટા ભાગે નિરક્ષર છે, તેના દ્વારા બાળકને કામને બદલે શાળાએ મોકલવા એ જ એક ક્રાંતિકારી પગલું છે. તેઓ પેઢીઓથી એવું માનતા આવ્યા છે કે બાળકોને જેમ બને તેટલા વહેલા કામે લગાડી દેવા જોઇએ અને શિક્ષણ તેમની આર્થિક નીતિનો ક્યારે હિસ્સો હતુ જ નહિ. પરંતુ, મઘ્યમવર્ગીય શહેરી માતા-પિતા આના કરતા તદન જ વિરુદ્ધનું વિચારે છે. પછીના કિસ્સામાં માતા-પિતાને કદી એવું લાગતું નથી કે બાળકોને કામ પર મોકલવા જોઇએ, ગ્રામીણ વિસ્તારમાં રહેતા માતા-પિતા કે જેઓ મૂળભૂત રીતે ખેતમજૂર છે અને અશિક્ષિત છે તેના માટે બાળકને કામ પર મોકલવા એ દુનિયાની સૌથી કુદરતી રીતે બનતી બાબતોમાની એક છે. માતા-પિતા હકીકતમાં શું કરવું એ જાણે છે, કોનો સંપર્ક કરવો, કેવી રીતે વાટાઘાટો કરવી અને સૌથી ઉપર જો તેના બાળકને કામ પર મોકલવામાં આવે તો તેની પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે. આની સરખામણી બાળકને શાળાએ દાખલ કરવા માટે માતા-પિતાએ સામનો કરવો પડતી ગુંચવણો સાથે કરો. જન્મનો દાખલો, જ્ઞાતિનો દાખલો, પાઠય પુસ્તકો, ગણવેશ અને ઘણું બધુ કે જે મેળવવુ પડે છે. ઘણી વખત માત્ર બાળકોને દાખલ કરવાની એટલા માટે ના પાડવામાં આવે છે કે તેઓ ઓગસ્ટ મહિનામાં દાખલો મેળવે છે પરંતુ પ્રવેશ પ્રક્રિયા જૂલાઇ મહિનામાં પૂરી થઈ જાય છે. અને હા, જો બાળકની કોઈપણ કારણથી સામાન્ય રીતે દાખલ થવાની ૫-૭ વર્ષની ઉમર પસાર થઈ ગઈ હોય તો તેવી કોઈ વ્યવસ્થા કોઈપણ ત્વરિત કાર્યક્મમાં નથી કે જેથી બાળકને ઉચ્ચ કક્ષામાં સીધો જે પ્રવેશ આપી શકાય, અને તેને પહેલા ધોરણમાં ખૂબ જ નાના બાળકો સાથે બેસવું પડે છે અને મોટાભાગે તેની રમૂજ કરવામાં આવે છે. એવું કહેવું અતિશોયુક્તિ ભરેલ નથી કે આ માતા-પિતા માટે તેના બાળકને શાળાએ મોકલવા કરતા કોઈ જમીનદારને ત્યાં બાળગુલામ મજૂર તરીકે લગાવવો એ વધારે સરળ લાગે છે.

એક વખત શાળાએ દાખલ કર્યા પછી શાળામાં શિક્ષક દ્વારા કરવામાં આવતું વર્તન માતા-પિતા માટે રહસ્યમય છે. તેઓને ખબર નથી કે બાળકના ગૃહ કાર્ય અને શિક્ષક દ્વારા કરવામાં આવતી અન્ય માગણીઓ કેવી રીતે પુરી કરવી? શિક્ષકને પોતાનેજ સમજવો અઘરો હોય છે અને તે બિનતાર્કિક રીતે વર્તે છે. એમ.વી.એફ.નો એવો અનુભવ રહ્યો છે કે મોટી સંખ્યામાં બાળકોના શાળા છોડવા કરતા વધારે માત્રામાં તેને શાળાએથી ધક્કો મારવામાં આવે છે. શિક્ષકો તેના વર્ગમાં બાળકોની સંખ્યા મર્યાદિત રાખવા માટે સંખ્યાબંધ તરકીબો અપનાવે છે. બાળકની હાજરી વખતે તેનું નામ ન બોલવા જેવી નાની બાબત પણ બાળક અને તેના માતા-પિતાને વ્યાકુળ કરવા માટે પૂરતું છે. આ ઉપરાંત અમુક બાબતો જેમકે બાળકને નવુ પુસ્તક ખરીદવા માટે કહેવું અથવા ઘરેથી કવિતા શીખીને આવવું અથવા વર્ષના અંતે સરળતાથી માત્ર એટલું કહેવું કે બાળકમાં જરૂરી પ્રગતિ જોવા મળતી નથી, વગેરે બાળકને શાળાએથી ધકેલવા માટેની ખૂબ સારી સામગ્રી છે. એમ.વી.એફ.ની એક શિક્ષકો સાથેની કાર્યશાળામાં બાળકોની સંખ્યા તેના વર્ગમાં નિયંત્રિત કરવા માટે અપનાવવામાં આવતી તરકીબોની યાદી તૈયાર કરાવવામાં આવી હતી.

જો માતા-પિતા અને બાળક દ્વારા શરૂઆતમાં આ ભયંકર હુમલાને સહન કરી લેવામાં આવે તો પણ સતત ગામના અન્ય લોકો દ્વારા એવી લાગણીઓ સતત રીતે જન્માવવામાં આવે છે કે તેઓએ પેઢીઓથી જે કરતા આવ્યા છે તે જ કરવાનું શરૂ રાખવું જોઇએ એટલે કે તેઓના બાળકોને કામ પર મોકલવા.

ગ્રામીણ સ્તર પર માત્ર બાળકના અભ્યાસ માટેની ઇચ્છા જન્માતુ વાતાવરણ આપવામાં આવે તેટલું પૂરતું નથી પરંતુ તેને હકીકતના સ્વરૂપમાં રૂપાંતરિત કરવુ જોઇએ. બીજી તરફ આ ઇચ્છાને અવગણવી એ વિનાશકારી બનશે.

શું તેનો અર્થ એવો થયો કે ગરીબી અને બાળમજૂરી અથવા નિરક્ષરતાને કોઈ સંબંધ નથી?

હા, બાળમજૂરી અને ગરીબી વચ્ચે સંબંધ છે, પરંતુ તેને આર્થિક મજબૂરી છે. કે જે ગરીબી સામાન્ય રીતે સૂચવે છે તેની સાથે કોઈ લેવા દેવા નથી. આ વધારે સામાન્ય મુદ્દો છે. બાળમજૂરી અને નિરક્ષરતા એ ફરીથી ગરીબોનું બીજું ઉદાહરણ છે કે જેની ક્યારેય અગત્યતા જ નથી લાગી. તેના કારણે ગરીબોને સાચી દિશામાં જવા માટેની અસક્ષમતા જન્મે છે અને તેની માંગો અસરકારક રીતે ઉચ્ચારવામાં આવે છે અને ઓછી આવક સાથે કે પોસાવા સાથે ખૂબ જ નહિવત્ લાગે વળગે છે.

એમવીએફ મોડેલ ખરેખર શું સૂચવે છે ?

એમ.વી.એફ.ની શરૂઆત પાયાથી થાય છે. તે એવું માને છે કે બાળમજૂરીની સમસ્યાને હલ કરવા માટેનો એક માત્ર રસ્તો એ છે કે માતા-પિતામાં તેઓના બાળકોના શિક્ષણ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય માટેની ઈચ્છા જન્માવવી. તે માને છે કે કોઈ પણ કાર્યક્રમની શરૂઆતના તબક્કામાં બાળકને કામ પરથી ઉઠાવી લેવું અને તેને શાળાએ દાખલ કરવું અને સમુદાયમાં કોઈપણ બાળકે કામ પર જવું ના જોઈએ તેવા મૂલ્યો વિકસાવવામાં આવે છે. સમુદાયમાં જન્માવવામાં માત્ર માતા-પિતા જ નહિ પણ તમામ લોકોનો સમૂહ જેમાં નોકરીદાતા, નિર્ણયકર્તા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સમુદાયના આગેવાનો, સ્થાનિક યુવાઓ, શિક્ષકો વગેરે તમામનો સમાવેશ થાય છે. તેમાં સમુદાયના આ તમામ સભ્યોને બાળમજૂરી અને તેના માટે તેઓ કેવી રીતે યોગદાન આપી શકે તેના તરફ સંવેદનશીલ કરવા. તેમાં બાળમજૂરીના નાબૂદીકરણથી માત્ર બાળક કે તેના માતા-પિતાને જ નહિ પરંતુ સમગ્ર સમુદાયને કેવી રીતે લાંબા ગાળાના ફાયદાઓ થાય છે તેના પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં આવે છે.

એક વખત બાળકને કામ પર મોકલવું જરૂરી પણ ના લાગે અને તે બાળક માટે સારૂ પણ ના લાગે, શાળામાં દાખલો આપમેળે થઈ જાય છે. આનાથી સમુદાયનું શાળામાં યોગદાન વધારે છે કે જે છેલ્લે સમુદાયની શાળાની પ્રવૃતિઓમાં ભાગીદારી સારા પ્રમાણમાં વધારવામાં પરિવર્તીત થઈ જાય છે. આ એક વખત બની જાય, શાળામાંથી મળતી સૂચનાઓ અને પ્રતિભાવની ગુણવત્તામાં બાળકની જરૂરિયાતો મુજબ નાટ્યાત્મક રીતે સુધરી તે એટલી સુધરી જાય છે કે સમુદાય તરફથી મળતા સારા પ્રતિભાવોને ત્યાં સુધી પ્રોત્સાહિત કરે છે અને તે સ્વયં સંચાલિત પ્રક્રિયા બની જાય છે. તેથી એમ.વી.એફ. મોડેલમાં, શિક્ષણના સાર્વત્રિકરણને એવી રીતે જોવામાં આવતું નથી કે, જેમાં પહેલા શાળાઓનું નિર્માણ કરવામાં આવે અને પછી બાળકોને તેમાં દાખલ થવાનું કહેવામાં આવે. રણનીતિ એવી છે કે પહેલા માંગ ઊભી કરવી અને પછી શાળાની પ્રાપ્યતા. આ રણનીતિમાં માંગનું મૂળ બાળમજૂરી નાબૂદ કરવામાં રહેલ છે.

સમુદાય દ્વારા બાળમજૂરીનો અસ્વીકાર અને સાથે સાથે શાળાઓનો એવી સંસ્થા તરીકે વિકાસ કરે કે જે બાળકના વિકાસને લગતા તમામ પાસાઓની સંભાળ લે તે એમ.વી.એફ. મોડલનું લક્ષ્ય છે. તેના તમામ કાર્યક્રમો આ રણનીતિને અમલમાં લાવવા માટે ઘડવામાં આવેલા છે.

પરંપરાગત દિવસની શાળામાં આપવામાં આવતું શિક્ષણ કેટલું યોગ્ય હોય છે?

પરંપરાગત દિવસની શાળામાં આજે આપવામાં આવતું શિક્ષણ ગ્રામીણ બાળકની જરૂરિયાતો પ્રમાણે કેટલું યોગ્ય હોય છે? કેટલા બધા શિક્ષિત બેરોજગારો સાથે શું આપણે બાળકોને શાળાએ જવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ? શું કોઈપ્રકારની વ્યાવસાયલક્ષી તાલીમને પ્રોત્સાહન આપવું વધારે સંવેદનશીલ નહિ બને કે જેનાથી સમાજને બેરોજગારીની સમસ્યાનો સામનો ના કરવો પડે?

શિક્ષણની સુસંગતતા બાબતે સંખ્યાબંધ મુદ્દાઓ જોડાયેલા છે. સૌથી અગત્યની બાબત એ છે સુસંગતતાનો માપદંડ કામ કરનાર બાળકને અને એ પણ કે જે શાળામાં નથી તેને શા માટે લાગુ પડે? શાળાઓ અને સામાન્ય રીતે શિક્ષણતંત્ર ઘણા સમયથી દરેકને અસંગત શિક્ષણ પુરૂ પાડી રહ્યું છે. કોણ એવું કહી શકે કે પ્રખ્યાત ડૂન શાળા સુસંગત શિક્ષણ પુરુ પાડે છે? તેમ છતા, જે માતા-પિતા કે જેઓને તેના બાળકોને શાળાએ મોકલવાની આદત છે તેના માટે બાળકને શાળાએ ના મોકલવા માટે ઉઠાવી લેવા માટેનું ક્યારેય એ કારણ બનતુ નથી. તેમના માટે તેમના બાળકોને સુસંગત શિક્ષણ આપનાર શાળાએ મોકલવા માટેની કે તેને કામ પર મોકલવા માટેની પસંદગી ક્યારેય હતી જ નહિ. તેઓ પોતાને પોષાય તેવી સૌથી ઉતમ શાળાએ સરળ રીતે બાળકોને મોકલે છે. તેટલા માટે જ બહોળા પ્રમાણમાં ગુણવત્તામાં તફાવતવાળી શાળાઓ જોવા મળે છે. તો પછી કોઈ જ્યારે કામે જનાર બાળકની વાત આવે ત્યારે શા માટે શિક્ષણની સુસંગતતાની વાત કરે? સુસંગતતાની સમસ્યા એ એક એવી બાબત છે કે જે શિક્ષણ વ્યવસ્થાને સમગ્ર રીતે અસર કરી રહી છે, તેને કામ કરનાર બાળકોને શાળાએથી દૂર રાખવાના બહાના તરીકે ઉપયોગ કરી શકાય નહિ. તેને સંપૂર્ણ અલગ કક્ષા પર ઉકેલવો જોઇએ.

બીજી બાજુ એવી છે કે શાળાએ બાળકને તેના બાળપણનો અધિકાર તેને કામથી દૂર રાખીને આપનાર પ્રાથમિક સંસ્થા તરીકે જોવી જોઈએ. જેમાં પરંપરાગત દિવસની શાળાનો ખરુ સ્વરૂપ રહેલ છે. પરંપરાગત શાળાઓ, ખાસ કરીને ગ્રામીણ સંદર્ભમાં હંમેશા સુસંગત શિક્ષણ કે જે બાળકને લાભદાયક અસ્તિત્વ ન આપવા માટે દોષી ઠેરવવામાં આવી છે. તેના સંચાલનની એવી રીતે મજાક કરવામાં આવે છે કે જ્યારે મજૂરોની બજારમાં બાળમજૂરોની ખાસ જરૂર હોય ત્યારે તેના પરિવારને બાળક તરફથી મળનાર લાભોથી વંચિત રાખે છે. તેથી એવું સૂચન કરવામાં આવે છે કે શાળાઓએ વ્યાવસાયિક શિક્ષણ યોજનાની એ પંક્તિ પર આપવું જોઇએ કે “શીખવાની સાથે કમાણી કરો” અને તે શાળા ટોચના ખેતીકામની મોસમવાળા વિસ્તારની નજીક હોવી જોઇએ દા.ત. કાપણીનો સમય (મોસમ). જેથી કરીને બાળક પરિવારની આવકમાં યોગદાન આપી શકે. પરંપરાગત શિક્ષણ વ્યવસ્થાની કહેવાતી આ ખામીઓ તરફ નજીકથી જોઈએ તો એવું દર્શાવે છે કે આવી કહેવાતી ખામીઓના કારણે જ આ શાળાઓને મદદ પૂરી પાડવી જોઈએ. વ્યવસાયલક્ષી તાલીમ ઘણી વખત બાળકોને મજૂર બજારમાં વહેલા મૂકવા માટે કરવામાં આવતી મધુર વાતો માત્ર બની રહે છે. શાળાનો સમય જ એવો હોવાથી કે જે બાળકને કામથી દૂર રાખે તે જરૂરી બની જાય છે કે ખેતીની મોસમના સમયમાં શાળાઓ પૂર્ણ રીતે કાર્યરત હોય તે જરૂરી બની જાય છે. સ્પષ્ટ રીતે, પરંપરાગત શાળાઓને બાળમજૂરીના ટેકાના સ્વરૂપમાં એક પણ કલ્પનાની બાબતને માફ કરી ના શકાય. આ એ બાબત છે કે જે આ સંસ્થાને બાળમજૂરી નાબૂદી માટેના કોઈપણ કાર્યક્રમ માટે કિંમત વગરની બનાવી દેશે.

બાળમજૂરી નાબૂદીની બાબતમાં અંતિમ વિશ્લેષણ એવું કહે છે કે તે અસંગતતાનો મુદ્દો પણ નથી કે પછી શાળાની લાક્ષણિકતાનો કે જે ખૂબ જ મહત્વના બની રહે. માત્ર એક જ પાસાને ઘ્યાન પર લેવો જોઇએ એ છે કે શું બાળકને કામ કરવાથી દૂર રાખી શકાયો કે નહિ?

હકીકતમાં જોઇએ તો, એવા લોકો કે જેઓ શિક્ષણ વ્યવસ્થાની સુસંગતતાને નક્કી કરી શકે છે તેઓ શિક્ષિતોની પહેલી પેઢી છે કે જેમણે અડચણોને કાપી છે આ સ્થિતિ સુધી પહોંચવા માટે સંખ્યાબંધ નડતરોને પાર કરી છે. ખૂબ અપવાદ રીતે જો કોઈ પણ સાક્ષરના સંપર્કમાં આવીએ કે જે બેરોજગાર હોવા છતા તેમને અશિક્ષિત રહેવાનું પસંદ હોય. શિક્ષણ વ્યવસ્થા રોજગારીની તકોના સંદર્ભમાં જે કાંઈપણ નથી આપી શકતી તેને વ્યકિતના સ્વમાનમા વધારો લાવીને સરભર કરી દે છે.

જો પરિવારની પરંપરાગત વ્યાવસાયની તાકાતને બાળકમાં જરૂરી આવડતો સાથે વારંવાર કહીને ઠસાવવું તે શું વધારે ચડિયાતું હશે?

એવી એક વૃતિ છે કે જેમાં પરંપરાગત કારીગરીના મુદ્દાને રોમેન્ટીક બનાવીને રજૂ કરવામાં આવે. વારંવાર જે મત રજૂ કરવામાં આવે છે તે એ છે કે પરંપરાગત કારીગરી સદીઓથી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં અસરકારક રીતે ટકી રહેલ છે કે જે આધુનીક વ્યવસ્થા કરી શકે નહિ અને પરિણામે એવું માનવામાં આવે છે કે બાળકને જેમ બને તેમ જલ્દી પરંપરાગત પારીવારીક વ્યવસાયમાં જોડવાથી બાળકને લાભ થાય છે કે જેમના માટે પારીવારીક વ્યવસાય ઉતમ છે જે તેણે કરવાનું છે. તેથી બાળકે અસંગત શિક્ષણ મેળવવામાં માત્ર સમયનો બગાડ તો ના જ કરવો જોઈએ પણ તે પણ ઉત્પાદન કરનાર નાગરિક બની શકે છે અને જીવન જીવવા માટેની કમાણી કરી શકે છે. આ અભિગમનો તાર્કિક સારાંશ એવું દર્શાવે છે કે, બાળક માટે તેના પરિવારનો વ્યવસાય શરૂ રાખવો એ સૌથી ઉતમ બાબત છે. આ જુની એ વ્યવસ્થા કે જેમાં અમુક જ્ઞાતિના લોકો અમુક જ કાર્યો કરતા તેના કરતા વધારે અલગ નથી. આ વ્યવસ્થા છેલ્લે એવા પરિણામો લાવશે કે જેમાં કુંભારનો દીકરો કુંભાર જ બને અને વણાટકામ કરનારનો દીકરો વણાટકામ કરનાર જ બને. હકીકતમાં આ વ્યવસ્થા એવું ફરજિયાત કરે છે કે ખેતમજૂરના દિકરાએ ખેતમજૂર જ બનવું જોઇએ. આ અભિગમમાં બાળકને તેના ભવિષ્યને નક્કી કરવાનઓ પસંદગીનો અવકાશ ખૂબ જ વહેલી ઉમરે છીનવી લેવામાં આવે છે. આ અભિગમમાં ભૂલભરેલી માન્યતા એ છે કે તે એવી હકીકતને અવગણે છે કે ગ્રામીણ સમાજ એવી વ્યક્તિઓના ઉદાહરણોથી છલોછલ ભરેલા છે કે જેમાં કસબીના પરિવારમાંથી આવેલ વ્યકિતઓ તેના પારીવારીક વ્યવસાય બહાર ખૂબ જ સારી રીતે અને કે જેઓએ જો પોતાનો વ્યવસાય બદલેલ ના હોત તો તેમાં યોગ્ય રીતે જોડાય શક્યા ના હોત તેવી પૂરે પૂરી સંભાવનાઓ હોય. શિક્ષણની ખરી ખાસિયત એ છે કે તે વ્યકિતને ગણતરી મુજબની પસંદગીઓ ખરા સમયે કરવા માટે સક્ષમ બનાવે છે. આ બાળકની એ ક્ષમતા છે કે જે બાળકને પોતાનું ભવિષ્ય નક્કી કરવા દે છે તેને આપણે છીનવી લઈએ છીએ જ્યારે સુરક્ષિત રોજગાર પૂરો પાડવાના નામ પર શિક્ષણને તેનાથી દૂર રાખીએ છીએ.

એવી દલીલ કે જેના મુજબ પારીવારીક કારીગરીમાં બાળકને નાની ઉંમરે જોડી દેવાથી તે સારી રીતે શીખી શકે છે તેમાં પણ કોઈ વજુદ નથી. હકીકતમાં એવું દર્શાવવાના પુરાવા છે કે તેઓ અભ્યાસમાં અમુક તજજ્ઞતા મેળવી લે અને ૧૨ થી ૧૪ વર્ષની ઉંમર થઈ જાય ત્યારબાદ તેઓ સારુ પરિણામ આપે છે. બાળકને નાની ઉમરે પારીવારીક વ્યાવસાયમાં જોડવાનો સમગ્ર અભિગમ, તેને કોઈપણ રીતે અસરકારક કારીગર બનાવવા માટેનો છે. આ અભિગમ બાળપણને એ પ્રક્રિયા તરીકે જોવે છે કે જેમાં બાળકને કારીગરમાં રૂપાંતરિત કરવામાં આવે અને સમાજનું બે બહોળા વિભાગોમાં વિભાજન કરે છે. એક એવા લોકોનો કે જેઓ તેના બાળકો પુખ્તવયનાઓની મુશ્કેલીઓનો સામનો કરવા માટે સક્ષમ બને ત્યાં સુધી રાહ જોઈ શકે અને બીજો એવા લોકોનો કે જે તેના બાળકોને શક્ય એટલી ઝડપથી કામ પર લગાડી દે કે જેથી તેઓ સમાજ ઉપર ભારણ બની ના રહે. આ અભિગમની વારંવાર એવા લોકો દ્વારા વકાલત કરવામાં આવી છે કે જેઓ પોતે પોતાના બાળકોને શાળાએ મોકલતા પહેલા બીજી વખત વિચાર સુદ્ધા નહિ કરે અને જેઓને પોતાના બાળકો પારીવારીક વ્યાવાસય જાળવી રાખે તેવો કોઈ ઇરાદો નથી.

સરકારી કાર્યક્રમોની બાળમજૂરી નાબૂદીકરણ/શિક્ષણના સાર્વત્રિકરણ માટેની શું લાક્ષણિકતાઓ છે?

ગરીબીની દલીલ અને અસંગત શિક્ષણનો ખ્યાલ બંને એ સરકારના બાળમજૂરી અને શિક્ષણને લગતા કાર્યક્રમોના ઘડતરમાં અગત્યની ભૂમિકા ભજવી છે. જયાં સુધી બાળમજૂરીની વાત છે, સરકારની ફિલસૂફી બાળમજૂરીની નિષ્ઠુર હકીકતની ફરતે ફર્યા કરે છે અને તેથી જ આ બાબતે કાયદો પસાર કરવામાં આવ્યો છે. તે માત્ર બાળમજૂરોને કહેવાતા જોખમી ઉદ્યોગોમાંથી દૂર કરવા માટેનો જ છે, જ્યારે પરંપરાગત બીજા ક્ષેત્રોમાં તેને માત્ર નિયંત્રિત કરે છે. આ કાયદો ખાસ કરીને તેના કાર્યક્ષેત્રથી પરિવારીક વાતાવરણમાં બાળમજૂરને દૂર રાખે છે. તેથી કાયદેસરના આંકડાઓ મુજબ ૧૭૦ લાખ કામ કરતા બાળકોને વિવિધ સરકારી કાર્યક્રમો લક્ષિત કરતા હોવા છતા માત્ર જોખમી ઉદ્યોગોમાં કામ કરતા તેમાંથી માત્ર ૨૦ લાખ જ છે. આ કાર્યક્રમો પણ માતા-પિતાને બાળમજૂરીથી થતા નુકસાનની ભરપાઈ કરવા માટેના પગલાંઓ પર આધારિત છે કે જે સંપૂર્ણ રીતે હકીકતના સમસ્યાઓની સમજનો અભાવ દર્શાવે છે.

સરકારની શિક્ષણની નીતિ ગરીબીની દલીલ સામે હારી જાય છે અને બાળમજૂરીના કઠોર સત્ય સામે પણ. હાલના સમયમાં લેવાયેલ મોટામાં મોટુ પગલું, બિનપરંપરાગત શિક્ષણના કાર્યક્રમો ખૂબ સરળતાથી ધારી લે છે કે બાળકે કામ કરવું જોઈએ અને તેથી એન.ઈ.એફ. કેન્દ્રો કે જે બાળકના કામ કરવાની રીત સામે દખલગીરા કરતા નથી તેને ચલાવવાની વકાલત કરે છે.

ટુંકમાં કહીએ તો, તેથી, સરકાર કોઈ પણ જાતની દલીલ વિના કામ કરતા બાળકો માટેની બંને દલીલોની અસરનો ગરીબી અને શિક્ષણની અસંગતતાનો સ્વીકાર કરે છે. આપણે આગળ જોયા પ્રમાણે આ બંને ખ્યાલો અપૂરતા છે અને તેને પડકારવા જોઈએ

કાર્યક્રમોના સંદર્ભમાં તો પછી સરકારી કાર્યક્રમોમાં હકીકતે કઈ ખામીઓ રહેલી છે?

બાળમજૂરી અને શિક્ષણના સંદર્ભમાં સરકારી કાર્યક્રમોમાં એવી મુશકેલીઓ રહેલી છે કે તેઓ સંપૂર્ણ રીતે નકારાત્મક આધાર પર ચલાવવામાં આવે છે. તેઓ એવું માને છે કે ગરીબ માતા-પિતા બાળકોને કામ પરથી ઉઠાડી શકે નહિ અને તેઓ ઉઠાડશે નહિ અને તેને શાળાએ દાખલ પણ કરશે નહિ. માતા-પિતા એવું ધારે છે કે પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા ગરીબ માતા-પિતાના બાળકો માટે યોગ્ય નથી.

આજે પણ કહેવાતા ગરીબ માતા-પિતા તેઓના બાળકોને શાળાએ મોકલી રહ્યા છે તે હકીકતને આ અભિગમને સાવ અવગણે છે. એ ગરીબ માતા-પિતામાં રહેલ તેના બાળકોને શિક્ષણ દ્વારા સારૂ ભવિષ્ય આપવા માટેની સુષુપ્ત ઈચ્છા અને આ ઈચ્છાને હકીકતમાં રૂપાંતરિત કરવા માટે તેમની ક્ષમતા, સમય અને નાણાનું કોઈ પણ બલિદાન આપવાની તૈયારીને પર લેતો નથી. તે સારી રીતે ખોરાક મેળવેલ માણસની લાક્ષણિકતામાં ખૂંચી ગયેલ છે કે જેઓ એ સમજવા માટે સક્ષમ નથી કે તેમના જેવી જ ઈચ્છાઓ બે સમય પુરતું ભોજન ના મેળવનારને પણ હોય છે.

આ પરિસ્થિતિમાં બાળમજૂરીની સમસ્યાને સંપૂર્ણ રીતે હલ કરવાને બદલે સરકારી કાર્યક્રમો કકડે કકડેનો અભિગમ અપનાવે છે. આ તેની શરૂઆતમાંજ નિષ્ફળ જવાનું નિયત થઈ જાય છે કારણ કે જો કાર્યક્રમ થોડા બાળકોને કામ પરથી હટાવવામાં સફળ થાય તો પણ ઘણા બધા બાળકો તેની જગ્યા લેવા માટે તૈયાર જ હશે.

અમલીકરણના માળખાના સંદર્ભમાં સરકારી કાર્યક્રમની પહોંચ ભાગ્યે જ સંસ્થા જ્યાં આવેલ છે તેના છેડાની બહાર સુધી પહોંચે છે. આથી તેના તમામ કાર્યક્રમો અનિવાર્યપણે શાળાની કક્ષા પર અટકી જાય છે અને શાળાની બહાર સમુદાય અને ઘર સુધીની પ્રક્રિયાઓ અને સમસ્યાઓ તેની પહોંચ બહાર જ રહી જાય છે.

પરિણામે સરકારના સર્વશ્રેષ્ઠ કાર્યક્રમો પણ માત્ર જેઓ શાળામાં છે તેના પર જ અસર પાડી શકે છે અને શાળામાં જેઓ ભણતા નથી અને કામ કરે છે તેઓ તેનો લાભ મેળવી શકતા નથી. એ એક હકીકત છે કે મોટાભાગની સમસ્યાઓનું મુળ અત્યારના માળખામાં બદલાવ લાવીને બાળમજૂરી અને શિક્ષણને સરકારી કાર્યક્રમોના અસરકારક અમલીકરણની ક્ષમતા ખૂબ જ મર્યાદિત છે.

તો પછી એમ.વી.એફ.ના વિશ્લેષણમાં સારા કાર્યક્રમના ઘટકો કયા હોય?

બાળમજૂરી અને શિક્ષણ માટેના કોઈપણ કાર્યક્રમ હકારાત્મક ઘડાવો જોઈએ. તેમણે એ સ્વીકારવું જોઈએ કે માતા-પિતાઓ, ગરીબ માતા-પિતા પણ શિક્ષણ દ્વારા તેના બાળકને સારૂ ભવિષ્ય આપવા માટે પ્રોત્સાહિત છે. તેણે એવો પણ સ્વીકાર કરવો જોઇએ કે આ માતા-પિતા માત્ર ઈચ્છા જ ધરાવતા નથી પણ તેનું બાળક કામના બદલે શાળાએ જાય તેના માટે કોઈપણ જાતનું બલિદાન આપવા પણ સક્ષમ છે. તેમણે બાળકના કામ કરવા તરફના પક્ષની તમામ દલીલો નકારી દેવી જોઈએ, બની શકે કે તે તાર્કિક રીતે યોગ્ય લાગે. ખાસ કરીને તેમણે ગરીબી અને તેની અસરોની દલીલ ભાર પૂર્વક નકારી દેવી જોઇએ. તેણે એ વાતનો સ્વીકાર કરવો જોઇએ કે કોઈ પણ પ્રકારનું કામ બાળકને તેના બાળપણ ના અધિકારથી વંચિત રાખે છે, બાળકોની કોઈ પણ પ્રકારમાં જૂથો/વિભાગોમાં વહેંચણી એ માત્ર અવ્યવહારુ પ્રક્રિયા છે જેના બાળકને કોઈપણ જાતના પરિણામો મળે નહિ. સાથે સાથે તેમણે એ જ્ઞાન મેળવવું જોઈએ કે બાળકને કામ પરથી દૂર કરવો અને પુર્ણ સમય માટે દિવસની શાળાએ દાખલ કરવો. એ એક જ સમસ્યાની બે બાજુ છે અને તેને અલગ અલગ રીતે હલ કરી શકાય નહિ. એક વખત આ બાજુઓ સમજાય કાર્યક્રમનો પાયાના ઘટકો ઉદભવે છે.

બાળમજૂરી નાબૂદીકરણના કોઈપણ કાર્યક્રમનો અનિવાર્ય ગુણ એ છે કે સૌપ્રથમ સમુદાયમાં કોઈપણ બાળકે કામ ના કરવું જોઇએ અને તમામ બાળકો પરંપરાગત શાળામાં ભણતા હોવા જોઈએ તેવા મૂલ્યો વિકસવા જોઇએ. આ મૂલ્યો વિકસાવવાની તાકાત એવી માન્યતા પરથી આવે છે કે સમુદાય પોતે જ તેની માંગ કરે છે. તેથી જ પરિસ્થિતિની હકારાત્મક બાબતોમાંથી ઊર્જા મેળવવી ખૂબજ અગત્યની છે. એક વખત મૂલ્યોનો વિકાસ થઈ જાય પછી કાર્યક્રમ એવી રીતે તૈયાર કરી શકાય કે શાળાએ ના જતા તમામ બાળકોને (વિસ્તારના બાળમજૂરોને) સાંકળી શકે. હકીકતે મૂલ્યનો સ્વીકાર પોતે જ એ વાતની ખાત્રી આપે છે કે સમુદાય બાળકો માટે આયોજન કરે છે. અલગ ઉંમર ધરાવનારા અને વિસ્તારના એક એક બાળકો માટે અલગ અલગ રણનીતિ બનાવવી જોઇએ. એવી પુરે પુરી શક્યતા છે કે તેઓ તરત જ પ્રતિભાવ ન આપે પરંતુ કાર્યક્રમ પોતે પ્રતિભાવ મળે ત્યાં સુધી રાહ જોઈને બેસી રહેવો જોઇએ નહિ. આયોજન તૈયાર કરવું એ જ આપો આપ જ શાળા તમામના ઘ્યાનનું આકર્ષણ બની રહેવામાં પરિણમશે કે જે બદલામાં શાળાની પોતાની ભૂમિકાને મજબુત કરે છે. શિક્ષકો, વિવિધ સમુદાયના આગેવાનો, નોકરીદાતાઓ અને બીજા અસર પામેલ લોકોને બાળમજૂરી બાબત સંબંધી સંવેદનશીલ બનાવવાનો કાર્યક્રમનાં એક ઘટક તરીકે સંપૂર્ણ સમાવેશ કરવો જોઈએ. સૌથી ઉપર તમામ કાર્યક્રમોએ અચલ રીતે યુવાઓને સામેલ કરવા જોઈએ, ખાસ કરીને ભણતા ના હોય તેવા શિક્ષિત આજની પેઢીના યુવાઓને કાર્યક્રમને આગળ ધપાવનાર તરીકે.

તો પછી એમ.વી.એફ.ના વિશ્લેષણમાં સારા કાર્યક્રમના ઘટકો કયા હોય?

બાળમજૂરી અને શિક્ષણ માટેના કોઈપણ કાર્યક્રમ હકારાત્મક બાજુઓની ફરતે ઘડાવો જોઇએ. તેમણે એ સ્વીકારવું જોઈએ કે માતા-પિતાઓ, ગરીબ માતા-પિતા પણ શિક્ષણ દ્વારા તેના બાળકને સારુ ભવિષ્ય આપવા માટે પ્રોત્સાહિત છે. તેણે એવો પણ સ્વીકાર કરવો જોઈએ કે આ માતા-પિતા માત્ર ઈચ્છા જ ધરાવતા નથી પણ તેનું બાળક કામના બદલે શાળાએ જાય તેના માટે કોઈપણ જાતનું બલિદાન આપવા પણ સક્ષમ છે. તેમણે બાળકના કામ કરવા તરફના પક્ષની તમામ દલીલો નકારી દેવી જોઇએ, બની શકે કે તે તાર્કિક રીતે યોગ્ય લાગે. ખાસ કરીને તેમણે ગરીબી અને તેની અસરોની દલીલ ભારપૂર્વક નકારી દેવી જોઈએ. તેણે એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે કોઈ પણ પ્રકારનું કામ બાળકને તેના બાળપણ ના અધિકારથી વંચિત રાખે છે, બાળકોની કોઈ પણ પ્રકારમાં જૂથો/વિભાગોમાં વહેંચણી એ માત્ર અવ્યવહારુ પ્રક્રિયા છે જેના બાળકને કોઈપણ જાતના પરિણામો મળે નહિ. સાથે સાથે તેમણે એ જ્ઞાન મેળવવું જોઈએ કે બાળકને કામ પરથી દૂર કરવો અને પૂરા દિવસની શાળાએ દાખલ કરવો. એ એક જ સમસ્યાની બે બાજુ છે અને તેને અલગ અલગ રીતે હલ કરી શકાય નહિ. એક વખત આ બાજુઓ સમજાય કાર્યક્રમનો પાયાના ઘટકો ઉદભવે છે.

બાળમજૂરી નાબૂદીકરણના કોઈપણ કાર્યક્રમનો અનિવાર્ય ગુણ એ છે કે સૌપ્રથમ સમુદાયમાં કોઈપણ બાળકે કામ ના કરવું જોઇએ અને તમામ બાળકો પરંપરાગત શાળામાં ભણતા હોવા જોઈએ તેવા મૂલ્યો વિકસવા જોઈએ. આ મૂલ્યો વિકસાવવાની તાકાત એવી માન્યતા પરથી આવે છે કે સમુદાય પોતે જ તેની માંગ કરે છે. તેથી જ પરિસ્થિતિની હકારાત્મક બાબતોમાંથી ઊર્જા મેળવવી ખૂબ જ અગત્યની છે. એક વખત મૂલ્યોનો વિકાસ થઈ જાય પછી કાર્યક્રમ એવી રીતે તૈયાર કરી શકાય કે શાળાએ ના જતા તમામ બાળકોને (વિસ્તારના બાળમજૂરોને) સાંકળી શકે. હકીકતે મૂલ્યનો સ્વીકાર પોતે જ એ વાતની ખાત્રી આપે છે કે સમુદાય બાળકો માટે આયોજન કરે છે. અલગ ઉંમર ધરાવનારા અને વિસ્તારના એક એક બાળકો માટે અલગ અલગ રણનીતિ બનાવવી જોઇએ. એવી પૂરે પૂરી શક્યતા છે કે તરત જ પ્રતિભાવ ન આપે. પરંતુ કાર્યક્રમ પોતે પ્રતિભાવ મળે ત્યાં સુધી રાહ જોઈને બેસી રહેવો જોઇએ નહિ. આયોજન તૈયાર કરવું એ જ આપો આપ જ શાળા તમામના ઘ્યાનનું આકર્ષણ બની રહેવામાં પરિણમશે, કે જે બદલામાં શાળાની પોતાની ભૂમિકાને મજબુત કરે છે. શિક્ષકો, વિવિધ સમુદાયના આગેવાનો, નોકરીદાતાઓ અને બીજા અસર પામેલ લોકોને બાળમજૂરી બાબત સંબંધી સંવેદનશીલ બનાવવાનો કાર્યક્રમમાં એક ઘટક તરીકે સંપૂર્ણ સમાવેશ કરવો જોઇએ. સૌથી ઉપર તમામ કાર્યક્મોએ અચલ રીતે યુવાઓને સામેલ કરવા જોઇએ, ખાસ કરીને ભણતા ના હોય તેવા શિક્ષિત આજની પેઢીના યુવાઓને કાર્યક્રમને આગળ ધપાવનાર તરીકે.

એમ.વી.એફ. કાર્યક્રમ આ તમામ ઘટકોનો સમાવેશ કેવી રીતે કરે છે?

એમ.વી.એફ. કાર્યક્રમ ફરજિયાત પણે હકારાત્મકતા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. એ એવી માન્યતા પર છે કે માતા-પિતાઓ, ગરીબ માત-પિતાઓ પણ માત્ર તેના બાળકોને શાળાએ મૂકવા માટે આતુર જ નથી પરંતુ તે કરવા માટે સક્ષમ પણ છે. તે તેવી માન્યતા પર પણ આધારિત છે કે બાળમજૂરી નાબૂદીકરણના સંદર્ભમાં, પરંપરાગત શાળાઓ માત્ર સુસંગત જ નથી પરંતુ વર્તમાન સંદર્ભમાં માત્ર એક જ સંસ્થા છે કે જે બાળકને કામ પર જતા રોકી શકે છે. એ બાબત કોઈપણ તબક્કામાં ભૂલાય નહિ તે માટેની ખાત્રી કરવા માટે તેમાં માર્ગદર્શક સિધ્ધાંતો તૈયાર કરવામાં આવેલા છે જેને “વાટાઘાટ ન થઈ શકે તેવા” તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવતી નથી.

બાળમજૂરીની સમસ્યાઓ પ્રત્યે કાર્યક્રમ મૂલ્યો વિકસાવતા હોવાથી પ્રથમ ઘટક સમસ્યા પર વાત શરૂ કરવાનો છે. તેના માટે દરેક ગામોમાં શાળાએ ના જતા બાળકોનો સર્વે કરવામાં આવે છે. શરૂઆતના તબક્કામાં એમ.વી.એફ. એ પોતાના કર્મચારીઓ પર પ્રક્રિયા શરૂ કરવા માટે આધાર રાખવો પડે છે. તેમ છતા, સર્વે કરવા માટે અને શરૂઆતની ચર્ચાઓ એમ.વી.એફ.ની મદદથી કરવા માટે હવે સામાન્ય વલણ ગ્રામીણ લોકો ખાસ કરીને યુવાનો તરફ રાખવામાં આવે છે. સામાન્ય રીતે આ રસ ધરાવનારા વ્યક્તિઓની ઔપરચારીક સમિતિની રચનાથી આગળ વધે છે. ચર્ચાનો મુખ્ય હેતુ એ હોય છે કે, ગામની સમસ્યાને હલ કરવા માટેની તૈયારીની કક્ષાની ચકાચવી. અમુક મિટીંગો બાદ બાળકને કામ કરનારાઓમાંથી હટાવી લેવાની જરૂરિયાત, લોકો કે જેની પ્રક્રિયામાં સામેલગીરીની જરૂરિયાત હોય, ગામના આગેવાનોની ભૂમિકા જેમાં ચૂંટાયેલ સભ્યોનો પણ સમાવેશ થાય, શાળા અને શાળાની ભૂમિકા બધી બાબતો પર ચર્ચા કરવામાં આવે છે. છેલ્લે, તે એમ.વી.એફ.ની મદદથી કાર્ય કરવાનું આયોજન (પ્લાન ઓફ એકશન) તૈયાર કરવા તરફ દોરી જાય છે.

કાર્ય આયોજનને બે મૂળ ઘટકો હોય છે. પહેલો એ છે કે તે બાળકોની વસ્તીમાંથી થોડા બાળકોને જ નહિ પરંતુ શાળાએ ના જનાર તમામ બાળકોને લક્ષિત કરે છે. બીજું કે સમિતિના તમામ સભ્યોને ચોક્કસ કાર્યો આપવામાં આવે છે. આના માટે ચોકકસ રીતે શાળા સાથે સંકલન, સમુદાય સાથે મિટીંગો યોજવી, બાળકના નોકરીદાતા સાથે ચર્ચાઓ, શાળાએ સારી સુવિધાઓ માટે અધિકારી અને બિનઅધિકારીઓ સાથે રજૂઆતો નો સમાવેશ કરવામાં આવે છે. શાળાએ ન જતા બાળકોની યાદી તૈયાર કરવામાં આવે છે અને કાર્યઆયોજનમાં તે તમામનો સમાવેશ કરવામાં આવે છે. એમ.વી.એફ. સામાન્ય રીતે આ કક્ષા પર મદદ પુરી પાડે છે.

શાળા કક્ષાએ આ તબક્કે મુખ્ય જે સમસ્યાનો સામનો કરવો પડે છે તે એ છે કે પૂરતા શિક્ષકોની સંખ્યાની ઊણપ. આ ઉપરાંત કે જે બાળકોને કામ પરથી હટાવીને શાળાએ ફરીથી દાખલ કર્યા છે તે તમામ પર દેખરેખ રાખવી જરૂરી બને છે. જયારે સમિતિને વધારે શિક્ષકો માટે રજૂઆતો અને દબાણ ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ આયોજને યોગ્ય રીતે ગોઠવવા માટે એક કે બે ગ્રામીણ કક્ષાના શિક્ષણના સક્રિય કાર્યકરોની નીમણૂક કરવામાં આવે છે. સામાન્ય રીત એવી છે કે સમુદાય અને એમ.વી.એફ. આ ૫૦:૫૦ની ભાગીદારીમાં કરવામાં આવે છે. સક્રિય કાર્યકરો સામાન્ય રીતે આજની પેઢીના શિક્ષિત યુવાનો હોય છે કે જેઓ શાળાએ ખૂટતા શિક્ષકોની ઊણપ પૂરી કરવાનું અને બાળકો પર ઘર સુધી દેખરેખ બંને સાથે કરે છે

તેમ છતાં શિક્ષણ માટેના સક્રિય કાર્યકરોની કામગીરી બાળકો શાળાએ જવાનું શરૂ કરે તે પહેલા જ શરૂ થઈ જાય છે. મોટા ભાગે તેઓ પ્રોત્સાહક હોય છે અને સક્રિય રીતે બાળકને કામ પરથી ઉઠાવી લેવા માટે કાર્યરત હોય છે. આના માટેની તાલીમ એમ.વી.એફ. દ્વારા આપવામાં આવે છે કે જે આ હેતુ માટે અન્ય ગામોમાં પોતાના અનુભવો જણાવે છે. કયા બાળકને સીધી જ રીતે શાળામાં દાખલ કરી શકાય અને કે જેને પ્રક્રિયામાં સમય લાગે એમ છે તેવા બાળકોની ઓળખ કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે થોડા મોટા બાળકો કે જેઓની ઉમર ૮-૧૧ વર્ષની છે તેને બ્રિજ કોર્ષ (સેતુજનક અભ્યાસક્રમ) દ્વારા મૂકવામાં આવે છે કે જે ક્યાંતો ઘરે કરાવવામાં આવે છે અથવા સીધા જ શાળાએ કરાવવામાં આવે છે. બ્રિજ કોર્ષ બાળકની શીખવાની ઝડપને વધારવાના હેતુથી ગોઠવવામાં આવે છે જેથી કરીને બાળકે નીચેના ધોરણથી શરૂઆત કરવાની જરૂર ના પડે. ૧૨-૧૪ વર્ષની ઉમર ધરાવતા બાળકોના કિસ્સામાં, તેમને લાંબા ૧૮ થી ૨૪ મહિનાના ઘરે ચલાવવામાં આવતા અભ્યાસક્રમો વડે શાળામાં મૂકવા પર ભારણ મૂકવામાં આવે છે અને તેમને સાતમાં ધોરણની સીધી જ પરીક્ષા અપાવવામાં આવે છે.

દરેક સ્તર પર સંખ્યાબંઘ મુદ્દાઓને હલ કરવા પડે છે. બાળકો અને માતા-પિતાઓને સંપરામર્શ (કાઉન્સેલીંગ) આપવું પડે છે અને શિક્ષકોને સંવેદનશીલ બનાવવા પડે છે, નાણાની વ્યવસ્થાઓ કરવી પડે છે, લેખિત અરજીઓ કરવી પડે છે, નોકરીદાતાઓની સાથે માથાકૂટ કરવી પડે છે અને ઘણુંબધુ. આ તમામ પાસાઓને કાર્યક્રમમાં અભિયાનોની શ્રૃંખલા દ્વારા આવરી લેવામાં આવે છે જેમાં સમુદાય સાથે યુવાઓ દ્વારા સરઘસ, બાળકો દ્વારા શેરી નાટકો અને ચર્ચાઓના સત્રોનો સમાવેશ થાય છે. ટુંકમાં કહીએ તો એમ.વી.એફ. કાર્યક્રમોમાં નીચેના ઘટકોનો સમાવેશ થાય છે:

 1. મુખ્ય સિધ્ધાંતો સ્પષ્ટ રીત દર્શાવવા
 2. ત્યારબાદ, બાળકોએ કામ કરવું જોઇએ નહિ તેવા મૂલ્યોના વિકાસ માટે પ્રયત્નો કરવામાં આવે છે.
 3. આ હેતુ માટે સમુદાય આધારિત માળખાઓ ઊભા કરવામાં આવે છે અને ચર્ચાઓ શરૂ કરવામાં આવે છે.
 4. એક વખત સામાન્ય સમજ વિકસી જાય પછી આ માળખાઓ અપનાવવાની થતી રણનીતિઓની ઓળખ કરે છે.
 5. તેના આધાર પર ગામના કામ કરતા બાળકો માટેની દેખરેખ સહીતનું કાર્ય આયોજન તૈયાર કરવામાં આવે છે
 6. અલગ અલગ ઉમર માટે અલગ અલગ રણનીતિ તૈયાર કરવામાં આવે છે
 7. આ પ્રક્રિયામાં તમામ સંસ્થાઓ કે જેની પ્રાપ્યતા હોવી જરૂરી છે તે તમામની ઓળખ કરવામાં આવે છે. ખાસ કરીને પ્રક્રિયામાં શાળાની ભૂમિકાને અલગથી દર્શાવવામાં આવે છે.
 8. આ બાદમાં આ સંસ્થાને મજબુત કરવાની રણનીતિઓ તૈયાર કરવા તરફ દોરી જાય છે.
 9. આ તમામ પરીબળોનો એકબીજા સાથે સુમેળ બેસે તે રીતે ગોઠવવામાં આવે છે અને તેના કાર્યો સતત શરૂ રાખે છે.
 10. એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે સામાન્ય રીતે સમિતિના સ્વરૂપમાં કે જે દરેક તબકકે પ્રગતિની સમીક્ષા કરે છે અને બાળકને કામના પરથી હટાવવા માટેની કોઈ પણ સમસ્યાને હલ કરવા માટે મંચ (ફોરમ) તરીકે કાર્ય કરે છે.
એમ.વી.એફ. મજૂરી કરતી છોકરીઓની સમીક્ષા કેવી રીતે કરે છે ? શું તેના દ્વારા જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેના માટે તેની પાસે કોઈ ખાસ કાર્યક્રમ છે ?

જયારે એમ.વી.એફ. એવુ માને છે કે છોકરીઓને અલગ જૂથ તરીકે ખાસ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તેનો સામાન્ય અભિગમ આ સમસ્યાને હલ કરવા માટે જૂદો નથી. ઘણા અભ્યાસો કે જે છોકરીઓની જ સમસ્યાઓ માટે કરવામાં આવેલ હોય તેના પરથી છોકરીઓને મૂળભૂત નીચેની સમસ્યાઓ નડે છેઃ

 1. છોકરીઓને બાળપણનો નહિવત અનુભવ હોય છે અને તેને ખૂબ પહેલાથી જ પુખ્તવયનાની જેમ રાખવામાં આવે છે.
 2. છોકરીઓ દ્વારા કરવામાં આવતું મોટાભાના કામને જેમ કે ઘરનું કામને કામ તરીકે ગણવામાં આવતું નથી.
 3. છોકરીઓને આ બંધનોમાંથી મુક્તિ અપાવવા અને તેના સક્ષમીકરણ માટે શિક્ષણ જ સર્વશ્રેષ્ઠ સમાધાન છે.

પરંતુ એ જ છે કે જેના માટે એમ.વી.એફ. બધા જ બાળકો માટે વકાલત કરે છે પછી તે છોકરો હોય કે છોકરી. હકીકતમાં એ વ્યાખ્યા જ કે જેમાં પરંપરાગત શિક્ષણ વ્યવસ્થાની બહાર રહેનાર તમામ બાળકો બાળમજૂર બની જાય છે. તેનાથી જ ખાત્રી થાય છે કે ઘરે કામ કરનાર છોકરીઓને બાળમજૂરીના કોઈપણ કાર્યક્રમમાં અવગણવામાં આવતી નથી. વધારામાં, એમ.વી.એફ. દ્વારા હંમેશા શાળા અને શિક્ષણને બાળમજૂરી નાબૂદ કરવા માટેના એક માત્ર વિકલ્પ તરીકે વકાલત કરવામાં આવી છે. પરિણામે છોકરીઓને એમ.વી.એફ.ના કોઈ પણ કાર્યક્રમમાં કયારેય અવગણવામાં આવી નથી. તેમ છતા, કાર્યક્રમના સંદર્ભમાં અમુક વધારાના ઘટકો જરૂરી બની જાય છે ખાસ કરીને એટલા માટે કેમ કે એમ.વી.એફ. જે વિસ્તારોમાં કામ કરે છે ત્યાં લગ્નની સરેરાશ ઉમર ૧૨-૧૪ વર્ષની હોય છે.

સૌ પ્રથમ છોકરીઓને ખાસ કરીને મોટી છોકરીઓ અને તેના માતા-પિતાને પ્રોત્સાહીત કરવાના કાર્યક્રમને વધારે વિસ્તારપૂર્વક ઘડવા પડે છે. ટુંકા ગાળાના ગ્રામ્ય કક્ષા પરના અભિયાનો આયોજિત કરવામાં આવે છે કે જેમાં છોકરીઓ અને શિક્ષણના સક્રિય કાર્યકરો અને ગ્રામીણ કક્ષાની શિક્ષણ સમિતિના સભ્યો વચ્ચે ખૂબ જ ચર્ચાઓ હાથ ધરવામાં આવે છે. અન્ય છોકરીઓ કે જેઓ એમ.વી.એફ.ના કાર્યક્રમમાંથી પસાર થઈ ચુકેલ હોય તેઓ પણ પ્રસંગોપાત આ કેન્દ્રોની મુલાકાત કરે છે અને તેઓ પોતાના અનુભવો વડે છોકરીઓને પ્રોત્સાહીત કરે છે. આ એટલા માટે નથી. કેમ કે તેઓ ધીમે શીખનારા છે જયારે છોકરાઓ સાથે સરખામણી કરવામાં આવે પરંતુ તેમને અને તેમના માતા-પિતાને વિચાર સાથે સહમત થતા વધારે સમય લાગે છે. ખાસ કરીને આરોગ્ય શિક્ષણને લગતી માહિતી પણ પુરી પાડવામાં આવે છે.

એમ.વી.એફ.ની આ સંબંધમાં મુખ્ય સફળતા બાળ લગ્નોના સંદર્ભમાં મેળવેલ છે. સંખ્યાબંધ છોકરીઓ હવે એમ.વી.એફ. કાર્યક્રમને લગ્નથી દુર રહેવાના સાધન તરીકે જોતી થઈ છે. એમ.વી.એફ. માટે લગ્ન શાળાએ જનાર ઉમરની છોકરીઓને શાળાથી વંચિત રાખે છે અને તેને બાળમજૂરીની ચિન્હ તરીકે રજૂ કરે છે. પરિણામે બાળલગ્નને અટકાવવા એ પણ તેના દરેક પ્રકારની બાળમજૂરીને નાબૂદ કરવા માટેની કાર્યસૂચીનો ભાગ છે. આ જ રીતે તેને તમામ સમુદાય આધારિત સમિતિઓ સમક્ષ ગ્રામીણ કક્ષા પર રજૂ કરવામાં આવે છે કે જેને કાર્યક્રમના પરિણામ સ્વરૂપ બનાવવામાં આવી છે. આથી અમુક તબક્કા પર અથવા અન્ય આવા મુદ્દાઓને આ મંચ ચર્ચવામાં આવે છે. અને આગળ વધવાના મુખ્ય પગલાંનું સૂચન કરે છે. કારણ કે મુદ્દો કે જેને બાજૂ પર મુકી દેવામાં આવેલ હતો, જેને ખૂબ જ અંગત ગણવામાં આવતો તે હવે ખુલ્લા તટસ્થ મંચો માટે ચર્ચાનો વિષય બને છે. છોકરીઓ માટે શાળા અને બાળ મજૂરી વિરુદ્ધ કાર્યરત વિવિધ સમિતિઓ પહેલી વખત લગ્ન સંબંધી સમસ્યા રજૂ કરવા માટેનું મંચ પૂરુ પાડે છે. આ સામાન્ય પરિસ્થિતિ કે જેમાં છોકરીઓની કાયદેસરની લગ્નની ઉમર ૧૮ વર્ષ હોવા છતાં મદદ મેળવવા માંગતી છોકરીઓ માટે કાં તો પોલીસ સ્ટેશન અથવા ન્યાયાલયનો જ વિકલ્પ રહે છે તેના કરતા સાવ વિપરીત જોવા મળે છે. એમ.વી.એફ.ના અનુભવ મુજબ બાળમજૂરી નાબૂદીકરણના કાર્યક્રમે વધારે ને વધારે પ્રગતિ કરી છે અને છોકરીઓએ તેમના શિક્ષણ શરૂ રાખવાના અધિકાર માટે તેમના માતા-પિતાનો ખૂલ્લો વિરોધ કરવાની શરૂઆત કરી દીધી છે.

સરકારી કાર્યક્રમોની બાળમજૂરી નાબૂદીકરણ/શિક્ષણના સાર્વત્રિકરણ માટેની શું લાક્ષણિકતાઓ છે?

ગરીબીની દલીલ અને અસંગત શિક્ષણનો ખ્યાલ બંને એ સરકારના બાળમજૂરી અને શિક્ષણને લગતા કાર્યક્રમોના ઘડતરમાં અગત્યની ભૂમિકા ભજવી છે. જયાં સુધી બાળમજૂરીની વાત છે, સરકારની ફિલસૂફી બાળમજૂરીની નિષ્ઠુર હકીકતની ફરતે ફર્યા કરે છે અને તેથી જ આ બાબતે કાયદો પસાર કરવામાં આવ્યો છે. તે માત્ર બાળમજૂરોને કહેવાતા જોખમી ઉદ્યોગોમાંથી દૂર કરવા માટેનો જ છે, જ્યારે પરંપરાગત બીજા ક્ષેત્રોમાં તેને માત્ર નિયંત્રિત કરે છે. આ કાયદો ખાસ કરીને તેના કાર્યક્ષેત્રથી પરિવારીક વાતાવરણમાં બાળમજૂરને દૂર રાખે છે. તેથી કાયદેસરના આંકડાઓ મુજબ ૧૭૦ લાખ કામ કરતા બાળકોને વિવિધ સરકારી કાર્યક્રમો લક્ષિત કરતા હોવા છતા માત્ર જોખમી ઉદ્યોગોમાં કામ કરતા તેમાંથી માત્ર ૨૦ લાખ જ છે. આ કાર્યક્રમો પણ માતા-પિતાને બાળમજૂરીથી થતા નુકસાનની ભરપાઈ કરવા માટેના પગલાંઓ પર આધારિત છે કે જે સંપૂર્ણ રીતે હકીકતના સમસ્યાઓની સમજનો અભાવ દર્શાવે છે.

સરકારની શિક્ષણની નીતિ ગરીબીની દલીલ સામે હારી જાય છે અને બાળમજૂરીના કઠોર સત્ય સામે પણ. હાલના સમયમાં લેવાયેલ મોટામાં મોટુ પગલું, બિનપરંપરાગત શિક્ષણના કાર્યક્રમો ખૂબ સરળતાથી ધારી લે છે કે બાળકે કામ કરવું જોઈએ અને તેથી એન.ઈ.એફ. કેન્દ્રો કે જે બાળકના કામ કરવાની રીત સામે દખલગીરા કરતા નથી તેને ચલાવવાની વકાલત કરે છે.

ટુંકમાં કહીએ તો, તેથી, સરકાર કોઈ પણ જાતની દલીલ વિના કામ કરતા બાળકો માટેની બંને દલીલોની અસરનો ગરીબી અને શિક્ષણની અસંગતતાનો સ્વીકાર કરે છે. આપણે આગળ જોયા પ્રમાણે આ બંને ખ્યાલો અપૂરતા છે અને તેને પડકારવા જોઈએ

કાર્યક્રમોના સંદર્ભમાં તો પછી સરકારી કાર્યક્રમોમાં હકીકતે કઈ ખામીઓ રહેલી છે?

બાળમજૂરી અને શિક્ષણના સંદર્ભમાં સરકારી કાર્યક્રમોમાં એવી મુશકેલીઓ રહેલી છે કે તેઓ સંપૂર્ણ રીતે નકારાત્મક આધાર પર ચલાવવામાં આવે છે. તેઓ એવું માને છે કે ગરીબ માતા-પિતા બાળકોને કામ પરથી ઉઠાડી શકે નહિ અને તેઓ ઉઠાડશે નહિ અને તેને શાળાએ દાખલ પણ કરશે નહિ. માતા-પિતા એવું ધારે છે કે પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા ગરીબ માતા-પિતાના બાળકો માટે યોગ્ય નથી.

આજે પણ કહેવાતા ગરીબ માતા-પિતા તેઓના બાળકોને શાળાએ મોકલી રહ્યા છે તે હકીકતને આ અભિગમને સાવ અવગણે છે. એ ગરીબ માતા-પિતામાં રહેલ તેના બાળકોને શિક્ષણ દ્વારા સારૂ ભવિષ્ય આપવા માટેની સુષુપ્ત ઈચ્છા અને આ ઈચ્છાને હકીકતમાં રૂપાંતરિત કરવા માટે તેમની ક્ષમતા, સમય અને નાણાનું કોઈ પણ બલિદાન આપવાની તૈયારીને પર લેતો નથી. તે સારી રીતે ખોરાક મેળવેલ માણસની લાક્ષણિકતામાં ખૂંચી ગયેલ છે કે જેઓ એ સમજવા માટે સક્ષમ નથી કે તેમના જેવી જ ઈચ્છાઓ બે સમય પુરતું ભોજન ના મેળવનારને પણ હોય છે.

આ પરિસ્થિતિમાં બાળમજૂરીની સમસ્યાને સંપૂર્ણ રીતે હલ કરવાને બદલે સરકારી કાર્યક્રમો કકડે કકડેનો અભિગમ અપનાવે છે. આ તેની શરૂઆતમાંજ નિષ્ફળ જવાનું નિયત થઈ જાય છે કારણ કે જો કાર્યક્રમ થોડા બાળકોને કામ પરથી હટાવવામાં સફળ થાય તો પણ ઘણા બધા બાળકો તેની જગ્યા લેવા માટે તૈયાર જ હશે.

અમલીકરણના માળખાના સંદર્ભમાં સરકારી કાર્યક્રમની પહોંચ ભાગ્યે જ સંસ્થા જ્યાં આવેલ છે તેના છેડાની બહાર સુધી પહોંચે છે. આથી તેના તમામ કાર્યક્રમો અનિવાર્યપણે શાળાની કક્ષા પર અટકી જાય છે અને શાળાની બહાર સમુદાય અને ઘર સુધીની પ્રક્રિયાઓ અને સમસ્યાઓ તેની પહોંચ બહાર જ રહી જાય છે.

પરિણામે સરકારના સર્વશ્રેષ્ઠ કાર્યક્રમો પણ માત્ર જેઓ શાળામાં છે તેના પર જ અસર પાડી શકે છે અને શાળામાં જેઓ ભણતા નથી અને કામ કરે છે તેઓ તેનો લાભ મેળવી શકતા નથી. એ એક હકીકત છે કે મોટાભાગની સમસ્યાઓનું મુળ અત્યારના માળખામાં બદલાવ લાવીને બાળમજૂરી અને શિક્ષણને સરકારી કાર્યક્રમોના અસરકારક અમલીકરણની ક્ષમતા ખૂબ જ મર્યાદિત છે.

તો પછી એમ.વી.એફ.ના વિશ્લેષણમાં સારા કાર્યક્રમના ઘટકો કયા હોય?

બાળમજૂરી અને શિક્ષણ માટેના કોઈપણ કાર્યક્રમ હકારાત્મક ઘડાવો જોઈએ. તેમણે એ સ્વીકારવું જોઈએ કે માતા-પિતાઓ, ગરીબ માતા-પિતા પણ શિક્ષણ દ્વારા તેના બાળકને સારૂ ભવિષ્ય આપવા માટે પ્રોત્સાહિત છે. તેણે એવો પણ સ્વીકાર કરવો જોઇએ કે આ માતા-પિતા માત્ર ઈચ્છા જ ધરાવતા નથી પણ તેનું બાળક કામના બદલે શાળાએ જાય તેના માટે કોઈપણ જાતનું બલિદાન આપવા પણ સક્ષમ છે. તેમણે બાળકના કામ કરવા તરફના પક્ષની તમામ દલીલો નકારી દેવી જોઈએ, બની શકે કે તે તાર્કિક રીતે યોગ્ય લાગે. ખાસ કરીને તેમણે ગરીબી અને તેની અસરોની દલીલ ભાર પૂર્વક નકારી દેવી જોઇએ. તેણે એ વાતનો સ્વીકાર કરવો જોઇએ કે કોઈ પણ પ્રકારનું કામ બાળકને તેના બાળપણ ના અધિકારથી વંચિત રાખે છે, બાળકોની કોઈ પણ પ્રકારમાં જૂથો/વિભાગોમાં વહેંચણી એ માત્ર અવ્યવહારુ પ્રક્રિયા છે જેના બાળકને કોઈપણ જાતના પરિણામો મળે નહિ. સાથે સાથે તેમણે એ જ્ઞાન મેળવવું જોઈએ કે બાળકને કામ પરથી દૂર કરવો અને પુર્ણ સમય માટે દિવસની શાળાએ દાખલ કરવો. એ એક જ સમસ્યાની બે બાજુ છે અને તેને અલગ અલગ રીતે હલ કરી શકાય નહિ. એક વખત આ બાજુઓ સમજાય કાર્યક્રમનો પાયાના ઘટકો ઉદભવે છે.

બાળમજૂરી નાબૂદીકરણના કોઈપણ કાર્યક્રમનો અનિવાર્ય ગુણ એ છે કે સૌપ્રથમ સમુદાયમાં કોઈપણ બાળકે કામ ના કરવું જોઇએ અને તમામ બાળકો પરંપરાગત શાળામાં ભણતા હોવા જોઈએ તેવા મૂલ્યો વિકસવા જોઇએ. આ મૂલ્યો વિકસાવવાની તાકાત એવી માન્યતા પરથી આવે છે કે સમુદાય પોતે જ તેની માંગ કરે છે. તેથી જ પરિસ્થિતિની હકારાત્મક બાબતોમાંથી ઊર્જા મેળવવી ખૂબજ અગત્યની છે. એક વખત મૂલ્યોનો વિકાસ થઈ જાય પછી કાર્યક્રમ એવી રીતે તૈયાર કરી શકાય કે શાળાએ ના જતા તમામ બાળકોને (વિસ્તારના બાળમજૂરોને) સાંકળી શકે. હકીકતે મૂલ્યનો સ્વીકાર પોતે જ એ વાતની ખાત્રી આપે છે કે સમુદાય બાળકો માટે આયોજન કરે છે. અલગ ઉંમર ધરાવનારા અને વિસ્તારના એક એક બાળકો માટે અલગ અલગ રણનીતિ બનાવવી જોઇએ. એવી પુરે પુરી શક્યતા છે કે તેઓ તરત જ પ્રતિભાવ ન આપે પરંતુ કાર્યક્રમ પોતે પ્રતિભાવ મળે ત્યાં સુધી રાહ જોઈને બેસી રહેવો જોઇએ નહિ. આયોજન તૈયાર કરવું એ જ આપો આપ જ શાળા તમામના ઘ્યાનનું આકર્ષણ બની રહેવામાં પરિણમશે કે જે બદલામાં શાળાની પોતાની ભૂમિકાને મજબુત કરે છે. શિક્ષકો, વિવિધ સમુદાયના આગેવાનો, નોકરીદાતાઓ અને બીજા અસર પામેલ લોકોને બાળમજૂરી બાબત સંબંધી સંવેદનશીલ બનાવવાનો કાર્યક્રમનાં એક ઘટક તરીકે સંપૂર્ણ સમાવેશ કરવો જોઈએ. સૌથી ઉપર તમામ કાર્યક્રમોએ અચલ રીતે યુવાઓને સામેલ કરવા જોઈએ, ખાસ કરીને ભણતા ના હોય તેવા શિક્ષિત આજની પેઢીના યુવાઓને કાર્યક્રમને આગળ ધપાવનાર તરીકે.

તો પછી એમ.વી.એફ.ના વિશ્લેષણમાં સારા કાર્યક્રમના ઘટકો કયા હોય?

બાળમજૂરી અને શિક્ષણ માટેના કોઈપણ કાર્યક્રમ હકારાત્મક બાજુઓની ફરતે ઘડાવો જોઇએ. તેમણે એ સ્વીકારવું જોઈએ કે માતા-પિતાઓ, ગરીબ માતા-પિતા પણ શિક્ષણ દ્વારા તેના બાળકને સારુ ભવિષ્ય આપવા માટે પ્રોત્સાહિત છે. તેણે એવો પણ સ્વીકાર કરવો જોઈએ કે આ માતા-પિતા માત્ર ઈચ્છા જ ધરાવતા નથી પણ તેનું બાળક કામના બદલે શાળાએ જાય તેના માટે કોઈપણ જાતનું બલિદાન આપવા પણ સક્ષમ છે. તેમણે બાળકના કામ કરવા તરફના પક્ષની તમામ દલીલો નકારી દેવી જોઇએ, બની શકે કે તે તાર્કિક રીતે યોગ્ય લાગે. ખાસ કરીને તેમણે ગરીબી અને તેની અસરોની દલીલ ભારપૂર્વક નકારી દેવી જોઈએ. તેણે એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે કોઈ પણ પ્રકારનું કામ બાળકને તેના બાળપણ ના અધિકારથી વંચિત રાખે છે, બાળકોની કોઈ પણ પ્રકારમાં જૂથો/વિભાગોમાં વહેંચણી એ માત્ર અવ્યવહારુ પ્રક્રિયા છે જેના બાળકને કોઈપણ જાતના પરિણામો મળે નહિ. સાથે સાથે તેમણે એ જ્ઞાન મેળવવું જોઈએ કે બાળકને કામ પરથી દૂર કરવો અને પૂરા દિવસની શાળાએ દાખલ કરવો. એ એક જ સમસ્યાની બે બાજુ છે અને તેને અલગ અલગ રીતે હલ કરી શકાય નહિ. એક વખત આ બાજુઓ સમજાય કાર્યક્રમનો પાયાના ઘટકો ઉદભવે છે.

બાળમજૂરી નાબૂદીકરણના કોઈપણ કાર્યક્રમનો અનિવાર્ય ગુણ એ છે કે સૌપ્રથમ સમુદાયમાં કોઈપણ બાળકે કામ ના કરવું જોઇએ અને તમામ બાળકો પરંપરાગત શાળામાં ભણતા હોવા જોઈએ તેવા મૂલ્યો વિકસવા જોઈએ. આ મૂલ્યો વિકસાવવાની તાકાત એવી માન્યતા પરથી આવે છે કે સમુદાય પોતે જ તેની માંગ કરે છે. તેથી જ પરિસ્થિતિની હકારાત્મક બાબતોમાંથી ઊર્જા મેળવવી ખૂબ જ અગત્યની છે. એક વખત મૂલ્યોનો વિકાસ થઈ જાય પછી કાર્યક્રમ એવી રીતે તૈયાર કરી શકાય કે શાળાએ ના જતા તમામ બાળકોને (વિસ્તારના બાળમજૂરોને) સાંકળી શકે. હકીકતે મૂલ્યનો સ્વીકાર પોતે જ એ વાતની ખાત્રી આપે છે કે સમુદાય બાળકો માટે આયોજન કરે છે. અલગ ઉંમર ધરાવનારા અને વિસ્તારના એક એક બાળકો માટે અલગ અલગ રણનીતિ બનાવવી જોઇએ. એવી પૂરે પૂરી શક્યતા છે કે તરત જ પ્રતિભાવ ન આપે. પરંતુ કાર્યક્રમ પોતે પ્રતિભાવ મળે ત્યાં સુધી રાહ જોઈને બેસી રહેવો જોઇએ નહિ. આયોજન તૈયાર કરવું એ જ આપો આપ જ શાળા તમામના ઘ્યાનનું આકર્ષણ બની રહેવામાં પરિણમશે, કે જે બદલામાં શાળાની પોતાની ભૂમિકાને મજબુત કરે છે. શિક્ષકો, વિવિધ સમુદાયના આગેવાનો, નોકરીદાતાઓ અને બીજા અસર પામેલ લોકોને બાળમજૂરી બાબત સંબંધી સંવેદનશીલ બનાવવાનો કાર્યક્રમમાં એક ઘટક તરીકે સંપૂર્ણ સમાવેશ કરવો જોઇએ. સૌથી ઉપર તમામ કાર્યક્મોએ અચલ રીતે યુવાઓને સામેલ કરવા જોઇએ, ખાસ કરીને ભણતા ના હોય તેવા શિક્ષિત આજની પેઢીના યુવાઓને કાર્યક્રમને આગળ ધપાવનાર તરીકે.

એમ.વી.એફ. કાર્યક્રમ આ તમામ ઘટકોનો સમાવેશ કેવી રીતે કરે છે?

એમ.વી.એફ. કાર્યક્રમ ફરજિયાત પણે હકારાત્મકતા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. એ એવી માન્યતા પર છે કે માતા-પિતાઓ, ગરીબ માત-પિતાઓ પણ માત્ર તેના બાળકોને શાળાએ મૂકવા માટે આતુર જ નથી પરંતુ તે કરવા માટે સક્ષમ પણ છે. તે તેવી માન્યતા પર પણ આધારિત છે કે બાળમજૂરી નાબૂદીકરણના સંદર્ભમાં, પરંપરાગત શાળાઓ માત્ર સુસંગત જ નથી પરંતુ વર્તમાન સંદર્ભમાં માત્ર એક જ સંસ્થા છે કે જે બાળકને કામ પર જતા રોકી શકે છે. એ બાબત કોઈપણ તબક્કામાં ભૂલાય નહિ તે માટેની ખાત્રી કરવા માટે તેમાં માર્ગદર્શક સિધ્ધાંતો તૈયાર કરવામાં આવેલા છે જેને “વાટાઘાટ ન થઈ શકે તેવા” તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવતી નથી.

બાળમજૂરીની સમસ્યાઓ પ્રત્યે કાર્યક્રમ મૂલ્યો વિકસાવતા હોવાથી પ્રથમ ઘટક સમસ્યા પર વાત શરૂ કરવાનો છે. તેના માટે દરેક ગામોમાં શાળાએ ના જતા બાળકોનો સર્વે કરવામાં આવે છે. શરૂઆતના તબક્કામાં એમ.વી.એફ. એ પોતાના કર્મચારીઓ પર પ્રક્રિયા શરૂ કરવા માટે આધાર રાખવો પડે છે. તેમ છતા, સર્વે કરવા માટે અને શરૂઆતની ચર્ચાઓ એમ.વી.એફ.ની મદદથી કરવા માટે હવે સામાન્ય વલણ ગ્રામીણ લોકો ખાસ કરીને યુવાનો તરફ રાખવામાં આવે છે. સામાન્ય રીતે આ રસ ધરાવનારા વ્યક્તિઓની ઔપરચારીક સમિતિની રચનાથી આગળ વધે છે. ચર્ચાનો મુખ્ય હેતુ એ હોય છે કે, ગામની સમસ્યાને હલ કરવા માટેની તૈયારીની કક્ષાની ચકાચવી. અમુક મિટીંગો બાદ બાળકને કામ કરનારાઓમાંથી હટાવી લેવાની જરૂરિયાત, લોકો કે જેની પ્રક્રિયામાં સામેલગીરીની જરૂરિયાત હોય, ગામના આગેવાનોની ભૂમિકા જેમાં ચૂંટાયેલ સભ્યોનો પણ સમાવેશ થાય, શાળા અને શાળાની ભૂમિકા બધી બાબતો પર ચર્ચા કરવામાં આવે છે. છેલ્લે, તે એમ.વી.એફ.ની મદદથી કાર્ય કરવાનું આયોજન (પ્લાન ઓફ એકશન) તૈયાર કરવા તરફ દોરી જાય છે.

કાર્ય આયોજનને બે મૂળ ઘટકો હોય છે. પહેલો એ છે કે તે બાળકોની વસ્તીમાંથી થોડા બાળકોને જ નહિ પરંતુ શાળાએ ના જનાર તમામ બાળકોને લક્ષિત કરે છે. બીજું કે સમિતિના તમામ સભ્યોને ચોક્કસ કાર્યો આપવામાં આવે છે. આના માટે ચોકકસ રીતે શાળા સાથે સંકલન, સમુદાય સાથે મિટીંગો યોજવી, બાળકના નોકરીદાતા સાથે ચર્ચાઓ, શાળાએ સારી સુવિધાઓ માટે અધિકારી અને બિનઅધિકારીઓ સાથે રજૂઆતો નો સમાવેશ કરવામાં આવે છે. શાળાએ ન જતા બાળકોની યાદી તૈયાર કરવામાં આવે છે અને કાર્યઆયોજનમાં તે તમામનો સમાવેશ કરવામાં આવે છે. એમ.વી.એફ. સામાન્ય રીતે આ કક્ષા પર મદદ પુરી પાડે છે.

શાળા કક્ષાએ આ તબક્કે મુખ્ય જે સમસ્યાનો સામનો કરવો પડે છે તે એ છે કે પૂરતા શિક્ષકોની સંખ્યાની ઊણપ. આ ઉપરાંત કે જે બાળકોને કામ પરથી હટાવીને શાળાએ ફરીથી દાખલ કર્યા છે તે તમામ પર દેખરેખ રાખવી જરૂરી બને છે. જયારે સમિતિને વધારે શિક્ષકો માટે રજૂઆતો અને દબાણ ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ આયોજને યોગ્ય રીતે ગોઠવવા માટે એક કે બે ગ્રામીણ કક્ષાના શિક્ષણના સક્રિય કાર્યકરોની નીમણૂક કરવામાં આવે છે. સામાન્ય રીત એવી છે કે સમુદાય અને એમ.વી.એફ. આ ૫૦:૫૦ની ભાગીદારીમાં કરવામાં આવે છે. સક્રિય કાર્યકરો સામાન્ય રીતે આજની પેઢીના શિક્ષિત યુવાનો હોય છે કે જેઓ શાળાએ ખૂટતા શિક્ષકોની ઊણપ પૂરી કરવાનું અને બાળકો પર ઘર સુધી દેખરેખ બંને સાથે કરે છે

તેમ છતાં શિક્ષણ માટેના સક્રિય કાર્યકરોની કામગીરી બાળકો શાળાએ જવાનું શરૂ કરે તે પહેલા જ શરૂ થઈ જાય છે. મોટા ભાગે તેઓ પ્રોત્સાહક હોય છે અને સક્રિય રીતે બાળકને કામ પરથી ઉઠાવી લેવા માટે કાર્યરત હોય છે. આના માટેની તાલીમ એમ.વી.એફ. દ્વારા આપવામાં આવે છે કે જે આ હેતુ માટે અન્ય ગામોમાં પોતાના અનુભવો જણાવે છે. કયા બાળકને સીધી જ રીતે શાળામાં દાખલ કરી શકાય અને કે જેને પ્રક્રિયામાં સમય લાગે એમ છે તેવા બાળકોની ઓળખ કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે થોડા મોટા બાળકો કે જેઓની ઉમર ૮-૧૧ વર્ષની છે તેને બ્રિજ કોર્ષ (સેતુજનક અભ્યાસક્રમ) દ્વારા મૂકવામાં આવે છે કે જે ક્યાંતો ઘરે કરાવવામાં આવે છે અથવા સીધા જ શાળાએ કરાવવામાં આવે છે. બ્રિજ કોર્ષ બાળકની શીખવાની ઝડપને વધારવાના હેતુથી ગોઠવવામાં આવે છે જેથી કરીને બાળકે નીચેના ધોરણથી શરૂઆત કરવાની જરૂર ના પડે. ૧૨-૧૪ વર્ષની ઉમર ધરાવતા બાળકોના કિસ્સામાં, તેમને લાંબા ૧૮ થી ૨૪ મહિનાના ઘરે ચલાવવામાં આવતા અભ્યાસક્રમો વડે શાળામાં મૂકવા પર ભારણ મૂકવામાં આવે છે અને તેમને સાતમાં ધોરણની સીધી જ પરીક્ષા અપાવવામાં આવે છે.

દરેક સ્તર પર સંખ્યાબંઘ મુદ્દાઓને હલ કરવા પડે છે. બાળકો અને માતા-પિતાઓને સંપરામર્શ (કાઉન્સેલીંગ) આપવું પડે છે અને શિક્ષકોને સંવેદનશીલ બનાવવા પડે છે, નાણાની વ્યવસ્થાઓ કરવી પડે છે, લેખિત અરજીઓ કરવી પડે છે, નોકરીદાતાઓની સાથે માથાકૂટ કરવી પડે છે અને ઘણુંબધુ. આ તમામ પાસાઓને કાર્યક્રમમાં અભિયાનોની શ્રૃંખલા દ્વારા આવરી લેવામાં આવે છે જેમાં સમુદાય સાથે યુવાઓ દ્વારા સરઘસ, બાળકો દ્વારા શેરી નાટકો અને ચર્ચાઓના સત્રોનો સમાવેશ થાય છે. ટુંકમાં કહીએ તો એમ.વી.એફ. કાર્યક્રમોમાં નીચેના ઘટકોનો સમાવેશ થાય છે:

 1. મુખ્ય સિધ્ધાંતો સ્પષ્ટ રીત દર્શાવવા
 2. ત્યારબાદ, બાળકોએ કામ કરવું જોઇએ નહિ તેવા મૂલ્યોના વિકાસ માટે પ્રયત્નો કરવામાં આવે છે.
 3. આ હેતુ માટે સમુદાય આધારિત માળખાઓ ઊભા કરવામાં આવે છે અને ચર્ચાઓ શરૂ કરવામાં આવે છે.
 4. એક વખત સામાન્ય સમજ વિકસી જાય પછી આ માળખાઓ અપનાવવાની થતી રણનીતિઓની ઓળખ કરે છે.
 5. તેના આધાર પર ગામના કામ કરતા બાળકો માટેની દેખરેખ સહીતનું કાર્ય આયોજન તૈયાર કરવામાં આવે છે
 6. અલગ અલગ ઉમર માટે અલગ અલગ રણનીતિ તૈયાર કરવામાં આવે છે
 7. આ પ્રક્રિયામાં તમામ સંસ્થાઓ કે જેની પ્રાપ્યતા હોવી જરૂરી છે તે તમામની ઓળખ કરવામાં આવે છે. ખાસ કરીને પ્રક્રિયામાં શાળાની ભૂમિકાને અલગથી દર્શાવવામાં આવે છે.
 8. આ બાદમાં આ સંસ્થાને મજબુત કરવાની રણનીતિઓ તૈયાર કરવા તરફ દોરી જાય છે.
 9. આ તમામ પરીબળોનો એકબીજા સાથે સુમેળ બેસે તે રીતે ગોઠવવામાં આવે છે અને તેના કાર્યો સતત શરૂ રાખે છે.
 10. એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે સામાન્ય રીતે સમિતિના સ્વરૂપમાં કે જે દરેક તબકકે પ્રગતિની સમીક્ષા કરે છે અને બાળકને કામના પરથી હટાવવા માટેની કોઈ પણ સમસ્યાને હલ કરવા માટે મંચ (ફોરમ) તરીકે કાર્ય કરે છે.
સમૂદાયે કેવો પ્રતિભાવ આપ્યો? શું આ તમામ પરિસ્થિતિ તરફ દોરી નથી જતી?

ગામમાં સામ-સામે આવી જવું ખાસ કરીને જ્યારે તાકાતવાન જમીનદારને સસ્તા બાળમજૂરથી વંચિત રહેવું પડે છે

શરૂઆત કરતી વખતે હંમેશા ગામના વિવિધ વિભાગોમાં થોડો ખચકાટ રહે છે. ગુલામ બાળ મજૂરના કિસ્સામાં કે જે દેવાના બદલામાં કામ કરે છે. તેમાં ખચકાટ નોકરીએ રાખનાર તરફથી હોય છે. સામાન્ય રીતે આ નોકરીદાતાઓ આક્રમક વલણ ધરાવે છે અને બહુ થોડા પ્રસંગોમાં પરિસ્થિતિ શારીરિક ધમકીઓમાં પણ પરીણમે છે. વર્ષો બાદ તેમ છતા એમ.વી.એફ. તેમના ગ્રામ્ય કક્ષાના સક્રિય કાર્યકરોને આવી પરિસ્થિતિઓને વિવિધ રીતોથી ભેગી કરીને કેવી રીતે સંભાળવી તેની તાલીમ આપવામાં સમર્થ રહ્યું છે. મુખ્ય રણનીતિ એવી રહી છે કે ગ્રામીણ સમિતિઓ દ્વારા નૈતિકતાના ધોરણોના આધારે મનાવવા. બાળકોના શોષણને લગતો કોઈપણ મુદ્દો લાગણીસભર હોય છે અને નોકરીદાતા મોટા ભાગે બચાવ પક્ષમાં જતા રહે છે. પછી તેનો બાહ્ય દેખાવ કોઈ પણ હોય પણ તેનો લાભ લેવામાં આવે છે. પરિસ્થિતિને સંભાળવા માટે નોકરીદાતાને વારંવાર પોલી ધમકી આપવી એ એક સારી રીત છે. પરંતુ, તેના માટે સમુદાયનો અને સરકારી અધિકારીઓનો ટેકો હોય તે ખૂબ જ જરૂરી છે. એમ.વી.એફ. રણનીતિ તરીકે સામ-સામે આવી જવાના અભીગમને અપનાવતું નથી. હકીકતમાં રણનીતિ એવી છે કે નોકરીદાતાઓને સંખ્યાબંધ કાર્યક્રમોમાં સામેલ કરવા, જેઓ તેના બાળમજૂરોને છૂટા કરે છે ત્યારે તેમને સન્માનિત કરવા અને તેને અન્ય બાળકોના ખર્ચને જાહેરમાં ઉપાડતા કરવાનો સમાવેશ થાય છે. આ દેખીતો નરમ અભિગમ અપનાવવાથી એમ.વી.એફ.ની તાકાત એવી હકીકતમાંથી ઉદભવે છે કે એમ.વી.એફ.ના કામ કરવાના વિસ્તારમાં સમુદાય સંપૂર્ણ રીતે એ બાબતથી સભાન છે કે બાળમજૂરીને સંબંધિત કોઈ પણ મુદ્દો નજરઅંદાજ કરવામાં નહિ આવે અને જો પરિણામ સ્વરૂપે સામ-સામે આવી જવાની પરિસ્થિતિ આવી જાય તો પણ નહિ. તેથી, નોકરીદાતાઓ જાણે છે કે એમ.વી.એફ.નો અભિગમ તેની નબળાઈમાંથી નહી પણ આત્મવિશ્વાસમાંથી આવે છે. આ એવી બાજુ છે કે જેણે એમ.વી.એફ.ને સામ-સામે આવી જવાની પરિસ્થિતિને બાળમજૂરોના મુદ્દામાંથી બહાર આવી ન જવા માટેની સભાન નીતિઓને તાકાત પુરી પાડે છે.

નોકરીદાતાઓ તેમના તરફથી, શરૂઆતના પ્રતિકારના સમય બાદ, ખૂબ સારી રીતે પ્રતિભાવ આપે છે. એવા કેટલાય કિસ્સાઓ છે કે જેમાં ગુલામ મજૂરોને છોડવામાં આવેલ છે, બાળમજૂરોને શાળાએ જવા માટેનો ખર્ચ ઉપાડી લેવામાં આવેલ હોય અને ઘણું બધું. અમુક ગામોમાં તેઓએ તેમના પાક લેવાની રીત બદલી નાખી છે (દા.ત. ફુલોથી ભરેલા ખેતરોના બદલે ડાંગર) જેથી કરીને બાળમજૂરોને નોકરી પર રાખતા ટાળી શકાય. હ્યદય પરિવર્તન બાળમજૂરને સાચા ઈરાદે મુક્ત કરવા કરતા મોટાભાગે સમુદાય તરફથી ઊભા થતા દબાણના પ્રતિભાવ રૂપે ફરજિયાત બની જાય છે.

તેથી વિસ્તૃત રીતે કહીએ તો, જ્યારે સામ સામે લાવવાની પરિસ્થિતિઓ આવે છે, યોગ્ય રીતે આયોજન કરવામાં આવે તો એવું જરૂરી નથી કે સામસામે લાવવાની આ પરિસ્થિતિ ધાંધલમાં જ પરીણમે.

સરકારી અધિકારીઓ ખાસ કરીને શિક્ષકો દ્વારા કેવો પ્રતિભાવ આપવામાં આવ્યો?

જેમ આગળ જણાવવામાં આવેલ છે તે મુજબ એમ.વી.એફ. દ્વારા પ્રર્વતમાન માળખાઓના ઉપયોગની ભારપૂર્વક વકાલત કરી છે અને આ સંસ્થાઓ તેમના કાર્યક્રમોના ઘણા ઘટકો પુરા પાડે છે. તેથી સરકારી કર્મચારીઓ સાથે બહુ જ બહોળા પ્રમાણમાં ચર્ચાઓ કરવામાં આવે છે. જ્યારે તેમના તરફથા મળતા પ્રતિભાવો જુદા જુદા હોય છે પણ ભાગ્યે જ એ સામ સામે આવી જવું પડે તેવા હોય છે. બીજી બાજુ મોટા વિસ્તારો એવા છે કે જેમાં સહકાર મળે છે. એમ.વી.એફ.ના કાર્યક્રમોની અસર સરકારી નીતિઓમાં ખાસ કરીને શિક્ષણને લગતી નીતિઓમાં આગળ પહેલા જ દર્શાવી ચુક્યા છે. તેમ છતા, ખરી સફળતા સમુદાયને શીખવવામાં રહેલ છે.

એમ.વી.એફ. કાર્યક્રમો શાળાને એવા કેન્દ્ર તરીકે વિકસાવે છે કે જેની ફરતે સમગ્ર કાર્યક્રમ ફર્યા કરે છે. તે હકીકતના આધારે શિક્ષકોએ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવવાની રહે છે. શરૂઆતના તબક્કામાં શિક્ષકો કાર્યક્રમમાં જોડાવા થોડી આનાકાની કરે છે અને શંકાની નજરે જૂએ છે. તેમ છતાં, બાળમજૂરીના સંદર્ભમાં શિક્ષકોની ભૂમિકા બાબતે કાર્યશાળાઓની શ્રુંખલાઓ આયોજિત કરવામાં આવે છે. આનાથી મોટી સફળતા મળે છે અને પહેલી વખત શિક્ષકોએ પોતાની જાતની બહૂ જ જૂદી ભૂમિકામાં ઓળખ કરે છે. જેમાં બાળકના કામ પર ના જોડાવાના અધિકાર ના રક્ષક તરીકે. તેઓના બાળમજૂરીના મુદ્દાને હલ કરવામાં તેના જોડાવાથી તેના સ્વાભિમાનમાં ખૂબ જ વધારો થાય છે. ઘણા બધા પ્રસંગોમાં તેઓએ શીખવવાની નવી પદ્ધતિઓ ખાસ કરીને કામ કરતા બાળકો માટે વિકસાવવામાં ખૂબ જ મહેનત કરી છે. આ પદ્ધતિઓની સફળતા, શિક્ષકો દ્વારા સભાનતાપૂર્વક બનાવવામાં આવી છે. જે ખરા અર્થમાં શિક્ષકોની ક્ષમતામાં વધારો કરે છે એ એક એવી હકીકત છે કે જે તેની કાર્યક્રમ સાથે સંપૂર્ણ ઓળખ બનાવે છે. રાજ્યમાં ખૂબ જ અગત્યના વિકાસ તરીકે બી.કે.વી.વી.ની કરવામાં આવેલ રચના કે જે શિક્ષકોનું બાળ મજૂરી નાબૂદી કરણ માટેનું ફોરમ (મંચ) છે જેમાં આજે ૧૫૦૦ કરતા પણ વધારે સભ્યો છે. જે તમામ શિક્ષણ દ્વારા બાળમજૂરીના નાબૂદીકરણની વકાલત કરે છે.

આ તમામ બાળમજૂરી નાબૂદીકરણ અથવા શિક્ષણના સાર્વત્રિકરણ માટેના અન્ય કાર્યક્રમોથી અલગ કેવી રીતે પડે છે?

બાળમજૂરી નાબૂદીકરણ માટેના મોટાભાગના સરકારી અને બિનસરકારી કાર્યક્રમો ગરીબી, શિક્ષણની અસંગતતા વગેરેનો સ્વીકાર કરે છે. પરિણામે સમસ્યા તરફના વ્યાપક અભિગમની તેમાં ખામી છે. આ પગલાંઓમાં સામાન્ય રીતે કોઈ એક ચોક્કસ વિભાગને આવરે છે, મોટા ભાગે, કહેવાતા વધારે પડતુ શોષણ વાળા બાળ મજૂરીના. બીજા શબ્દોમાં કહીએ તો આ પગલાંઓ તેવી માન્યતા ના આધાર પર નથી કે બાળમજૂરીના તમામ પ્રકારો નાબૂદ કરી શકાય. ઘણીબધી વખત આ કાર્યક્રમોનું અમલીકરણમાં માતા-પિતાને બાળકોને શાળાએ મોકલવા માટે નાણાકિય મદદ આપવામાં આવે છે અથવા તેને અન્ય આર્થિક લાભો સાથે જોડી દેવામાં આવે છે જેમકે માતા-પિતા માટે સ્વરોજગારની યોજના. બીજા શબ્દોમાં કહીએ તો તે એવી માન્યતાના આધાર પર નથી કે માતા-પિતા બાળકોને કામ પરથી હટાવી શકે અને હટાવવા ઇચ્છે છે અને તેમને દેખીતી રીતે વધારે ઉપયોગી જગ્યાએ રોકવા માગે છે, કામના પ્રકારને વ્યવસાયિક શિક્ષણ અથવા “શીખતા શીખતા કમાવ” યોજનાનું નામ આપી દેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ કાર્યક્રમો એવી માન્યતાના આધાર પર છે કે બાળપણ એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં બાળકોને આવક મેળવતા કારીગરોમાં રૂપાંતરિત કરવામાં આવે છે. અમુક કાર્યક્રમો એવા છે કે જે બાળમજૂરોને પોતાનો દાવો મજબુત કરતા સંઘમાં ગોઠવવાની વાતો કરે છે. પરંતુ, તેનાથી તેઓને કામકરનારામાંથી હટાવવા માટે બહુજ ઓછૂ કરે છે અને તેથી તે બાળમજૂરી નાબૂદીકરણના સંદર્ભમાં કાંઈ ખાસ સુસંગત નથી.

જ્યાં સૂધી શિક્ષણના સાર્વત્રિકરણને લાગે વળગે છે ત્યાં સુધી નીતિ ઘડનારાઓએ પોતાની બુદ્ધી પ્રમાણે પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યું અને અમુક સમાધાનો સુધી પહોંચ્યા અને તેના અમલીકરણ તરફ આગળ વઘ્યા. અભિગમ ફરજિયાત પણે ઉપર થી નીચેનો રહ્યો છે. માંગ ઊભી કરીને તેના પ્રતિભાવ સ્વરૂપે કાર્યક્રમને રજૂ કરવાના કોઈ પ્રયત્નો કરવામાં આવતા નથી. આ સમાધાનો જો સાચા હોય તો પણ તો જ સફળ બને જો સમુદાય દ્વારા તેમની માંગના પ્રતિભાવ સ્વરૂપે જોવામાં આવે. કાર્યક્રમના સંદર્ભમાં સરકાર અને ઘણી બધી સંસ્થાઓ દ્વારા એન.એફ.ઈ. પર ભારણ આપવામાં આવેલ છે. ફરીથી તે એવું માને છે કે બાળકે કામ કરવું જોઇએ અને શિક્ષણે બાળકની કામ કરવાની રીતમાં દખલ કરવી ના જોઇએ. અંતે, ફરજિયાત શિક્ષણનો કાયદો લાવવાનું વધારે કાંઈ જ મહત્વ એવા આધાર પર રહેતુ નથી કે આ માતા-પિતાને ત્રાસ આપવા તરફ દોરી જશે. સમસ્યા ખરેખર ક્ષેત્રમાં અપુરતા રોકાણ અને ફરજિયાત શિક્ષણનો કાયદાએ મુખ્યત્વે કાયદાને મદદ માટે જરૂરી માળખાઓને અવગણવામાં આવ્યા છે.

શું એમ.વી.એફ.નું મોડલ પરાવર્તીત(રેપલીકેબલ) કરી શકાય તેવું છે?

આ બીજો એવો સવાલ છે કે જે વારંવાર પૂછવામાં આવે છે. શરૂઆતના તબક્કામાં જ્યારે એમ.વી.એફ. દ્વારા લગભગ ૫૦-૧૦૦ બાળકો સાથે કાર્યક્રમ ચલાવવામાં આવતો હતો, કાર્યક્રમની સફળતાને માટે એવું કારણ બતાવવામાં આવ્યું કે સંભાળ લેવામાં આવેલ બાળકોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. ત્યારબાદ જ્યારે કાર્યક્રમ ૫૦ ગામો અને ૧૦૦૦૦ બાળકો સુધી વિસ્તારવામાં આવ્યો. એવો મત રજૂ કરવામાં આવ્યો કે તે તેને મોડેલ તરીકે રજૂ કરવા જેટલો મોટો નથી. આજે ૫૦૦ ગામો અને અંદાજીત ૧ લાખ જેટલા બાળકો કાર્યક્રમમાંથી પસાર થઈ ચુકેલ છે. કાર્યક્રમો તરફી ટીકાઓ તેમ છતા શરૂ જ રાખવામાં આવી. કોઈપણ હકીકતે જાણતુ નથી કે તેને પરાવર્તીત કરી શકાય તેવા મોડલ તરીકે રજૂ કરવા માટે કેટલી મોટી સંખ્યા સાથે કામ કરેલ હોવું જોઈએ.

જયાં સુધી એમ.વી.એફ.નો સંબંધ છે ત્યાં સુધી સંખ્યાબંધ બાળકો અને માતા-પિતાઓએ કાર્યક્રમ તરફી પ્રતિભાવ આપેલ છે તે કાર્યક્રમના સિદ્ધાંતોની ખાત્રી કરવા માટેનો એક સ્પષ્ટ સૂચક છે. કાર્યક્રમમાં આવરતા વિસ્તારોમાં બાળમજૂરીની સ્થિતિ દેશમાં બીજે પ્રર્વતતી સ્થિતિઓથી કોઈપણ રીતે અલગ નથી. એમ.વી.એફ.ના મત મુજબ એવું કોઈ કારણ નથી કે જેના કારણે કાર્યક્રમને પરાવર્તીત ના કરી શકાય.

કાર્યક્રમ જેટલી માત્રામાં પ્રર્વતમાન માળખાઓને બદલવાની માંગ કરે છે તે કાર્યક્રમની પરાવર્તીતાનું સારૂ સુચક છે. જો બદલાવની માત્રા વધારે પ્રમાણમાં હોય તો તેને પરાવર્તીત કરવાની સંભાવનાઓ ઘટી જાય છે. બીજી બાજુ જો તે ખૂબ જ નહિવત્ હોય તો તેને ચોક્કસ રીતે પરાવર્તીત કરી શકાય છે. એમ.વી.એફ. કાર્યક્રમો ખૂબ જ સભાનતાપૂર્વક કાંઈ પણ હોય સમાન માળખાઓ ઊભા ના કરીને પરાવર્તીત કરવાના પ્રયત્નો કરે છે. અભિગમ એવો છે કે પ્રર્વતમાન સંસ્થાઓ, સરકારી સામગ્રી (મશીનરી) અને સમુદાયનો શક્ય એટલો વધારે ઉપયોગ કરવો. પરિણામે, ટુંકા ગાળાની શીબીરો કે જે એક જ વખતમાં વિખેરાઇ જાય છે તેના બાદ કોઈ સંસ્થાઓને કાયદેસર રીતે બનાવવામાં આવતી નથી. સરકારી શાળાઓ અને છાત્રાલયો પર ભરોસો રાખવામાં આવે છે. સરકારી નીતિઓમાં બદલાવ લાવવા પર પણ ભાર મૂકવામાં આવે છે કારણ કે, એમ.વી.એફ. દ્રઢતાપૂર્વક માને છે કે જ્યાં સુધી સરકારને સંપૂર્ણ રીતે સામેલ ના કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ મહત્વના બદલાવો લાવી શકાતા નથી. આથી, ઉદાહરણ રૂપે વર્ષમાં કોઈપણ સમયે દાખલ થવા માટેના નિયમોમાં ફેરફાર કરવો, એન.એફ.ઈ. કાર્યક્રમો અને શાળા સાથે જોડાયેલા એન.એફ.ઈ. કેન્દ્રો દિવસ દરમ્યાન હોવા, ડી.પી.ઈ.પી. કાર્યક્રમ હેઠળ શિક્ષણ માટેના સ્વયંસેવકો નીમવા પર ઓછુ ભારણ મૂકવામાં આવે છે અને સરકાર દ્વારા ચલાવવામાં આવતા “બેક ટુ સ્કુલ” (ફરી શાળાએ) સમગ્ર કાર્યક્રમ એમ.વી.એફ.ના આ અભિગમના ફળ સ્વરૂપે છે. સરકારી શિક્ષકો કે જેઓએ તેઓને બી.કે.વી.વી.માં સંગઠીત કર્યા છે અને તેમની કાર્યક્રમમાં સમગ્ર ભાગીદારી એ બધા જ કાર્યક્રમની પ્રર્વતમાન સંસ્થાઓમાં કરેલ દખલના સૂચકો છે. આ તમામ બાજુઓ એમ.વી.એફ. કાર્યક્રમની પરાવર્તીતતાને માટે ફાળો આપે છે કારણ કે તેમના ઘણા બધા ઘટકો ધીરે ધીરે સરકારી કાર્યક્રમો અને નીતિઓમાં સમાવવામાં આવ્યા છે. પરિણામે સમયાંતરે એમ.વી.એફ. કાર્યક્રમે પ્રર્વતમાન સરકારી કાર્યક્રમો સાથે તેના પુરક બનવાને બદલે તેને સમૃદ્ધ બનાવે તે રીતે ગોઠવાઈ ગયો છે

પરાવર્તીતાની બીજી એક બાજૂ કે જે વારંવાર ઉઠાવવામાં આવી છે તે કાર્યક્રમનું સંચાલન કરનાર લોકો છે. સવાલ કે જે પુછવામાં આવે છે તે એ છે કે શું જો એમ.વી.એફ. દ્વારા ચલાવવામાં આવનાર કાર્યક્રમને “બીજા લોકો” દ્વારા ચલાવવામાં આવશે તો શું તે સફળ થશે. આધાર સવાલમાં જ ઉત્તર છુપાયેલો છે. જો “બીજા લોકો” એવા હોય કે જેઓ એમ.વી.એફ. કાર્યક્રમને માર્ગદર્શીત કરનાર સિદ્ધાતોને સ્વીકારનાર ના હોય તો જવાબ “ના” છે. તેમ છતાં, કોઈપણ વ્યક્તિ કે જે યોગ્યતા ધરાવે છે અને કાર્યક્રમના મૂળ સિદ્ધાંતોનો સ્વીકાર કરે છે કે જેઓ એમ.વી.એફ. દ્વારા દર્શાવવામાં આવેલ માર્ગદર્શીકા પ્રમાણે કાર્યક્રમ ચલાવે તો તે કાર્યક્રમને ચલાવવા માટે સક્ષમ હશે. બીજા શબ્દોમાં કહીએ તો, એમ.વી.એફ.ની પરાવર્તીતાનો ઉદભવ કાર્યક્રમ ચલાવનારાઓની ક્ષમતાઓથી નહિ પરંતુ કાર્યક્રમ પાછળના સિદ્ધાંતોમાં રહેલ છે. જો આ સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં ના આવે તો એમ.વી.એફ.નું એવુ માનવું છે કે બાળમજૂરીને હલ કરવા માટેના કોઈપણ કાર્યક્રમ કોણ ચલાવે છે તેને ધ્યાનમાં રાખ્યા વગર સફળ થઈ શકે નહિ. તેમ છતા જો આ સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવે તો તેનું સફળતાપૂર્વક અમલીકરણ કરી શકાય છે. પરિણામે આ સવાલ કાર્યક્રમ કોણ ચલાવે છે તેના કરતા સિદ્ધાંતોનો છે કે જેના આધાર પર કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આ માત્ર કોઈ સંસ્થા ચલાવવા સમાન જ છે દા.ત. નાણાકીય સંસ્થા

જ્યાં સુધી ચોક્કસ માર્ગદર્શીકાઓ અને સિદ્ધાંતોને વળગીને રહી શકાય ત્યાં સુધી સંસ્થા સેવાઓ સફળતાપૂર્વક પૂરી પાડવા માટે સક્ષમ રહેશે એ વાતને ધ્યાન પર રાખ્યા વિના કે તેની કમાન કોના હાથ પર છે. આ સંદર્ભમાં તે પરાવર્તીત કરી શકાય તેમ છે. તેમ છતા, કોઈપણ વ્યક્તિઓ દ્વારા ભજવવામાં આવેલ ભૂમિકાઓને અવગણી શકે નહી અને ત્યાં ચોક્કસ સંસ્થાના વડા હશે કે જેઓ વધારે કલ્પનાશક્તિવાળા, સારા પગલાંઓ ભરી શકે અને બીજા કરતા વધારે સફળ થઈ શકે.

વ્યકિતગત આ બાજુઓને કદાચ પરિવર્તીત કરી ના શકાય પરંતુ તેનો અર્થ એવો નથી કે સંસ્થાઓ અને સેવાઓ તેઓ જે પુરી પાડે છે તે નથી.

ટૂંકમાં કહીએ તો તેથી, એમ.વી.એફ. માને છે કે તેની સફળતાનો મોટો આધારે સ્પષ્ટ સિદ્ધાંતોમાં રહેલ છે કે જેને વિકસાવવામાં આવ્યા છે અને તેમાં જ કાર્યક્રમની પરાવર્તીતતાની ચાવી રહેલ છે.

એ.પી.ના પરિપ્રેક્ષ્યમાં એમ.વી.એફ. મોડલ કેટલા પ્રમાણમાં વિસ્તારી શકાય તેમ છે?

મોટાભાગે વિસ્તરણ પરીવર્તીતામાંથી ઉદભવે છે. કોઈપણ મોડલના બહોળા પ્રમાણમાં અમલીકરણ સરકારને સામેલ કરીને જ કરવું જોઈએ અને કાર્યક્રમ તેને સમાન કોઈ માળખાને સામેલ કરતો ના હોવાથી તેનું વિસ્તરણ કરવામાં મદદ મળે છે. કાર્યક્રમ એવા વિચારનું અમલીકરણ કરે છે કે જેના મજબુત મૂળીયા રાજ્ય સરકારની સામાજીક કલ્યાણની નીતિઓ પર રહેલ છે. ૧૯૬૦ની શરૂઆતથી જ સરકાર સામાજીક કલ્યાણ છાત્રાલયો ચલાવવા માટેના કાર્યક્રમો અમલીકરણ કરતા આવ્યા છે. આ છાત્રાલયનો મુખ્ય હેતુ એસ.સી., એસ.ટા. અને બી.સી. સમુદાયમાંથી આવતા બાળકોને તેના અભ્યાસને શરૂ રાખવા માટે ઘરમાં મળે તેના કરતા વધારે સહાનુભૂતીવાળુ વાતાવરણ મળી રહે તેવો છે. દરેક છાત્રાલયમાં ગૃહપતિ આપવામાં આવે છે કે જે ખાનગી શિક્ષકની પણ ભૂમિકા ભજવે છે જ્યારે બાળકો દિવસના સમયમાં નજીકની શાળામાં જોડાયેલા રહે છે. મોડલ તરીકે આ ચોક્કસ રીતે એમ.વી.એફ.ના શાળા અને ઘર વચ્ચેના સેતુ સમાન જ છે, તેમાં બાળમજૂરી પરના સજાગ પ્રયત્નો ખૂટતા હોવા અને સમુદાય આધારિત ગતીશીલતાનો ઘટક ના હોવા છતા પણ. હકીકતમાં આ જ સમાનતાના કારણે સરકારને એમ.વી.એફ.ના ટુંકા ગાળાની શિબિરના ધોરણો પર “બેક ટુ સ્કૂલ” કાર્યક્રમ ચલાવવા માટે પ્રોત્સાહીત કર્યા. અમુક અહેવાલો ના આધારે આ કાર્યક્રમ દ્વારા અંદાજીત બે લાખ બાળકોને વર્ષ ૧૯૯૯-૨૦૦૦ દરમ્યાન શાળાએ જતા કર્યા.

ઉપર દર્શાવ્યા પ્રમાણે બાળમજૂરી પર ઘ્યાન કેન્દ્રના અભાવ સીવાય મુખ્ય તફાવત એ છે કે એમ.વી.એફ. છાત્રાલયનો અભિગમ માત્ર મુશ્કેલ કિસ્સાઓ જેમ કે ગુલામ બાળમજૂર અને અન્ય સખ્તીના કિસ્સાઓ માટે જ અપનાવે છે અને શાળામાં સીધા પ્રવેશને અગત્યતા આપે છે. એમ.વી.એફ. નો અનુભવ એવો રહ્યો છે કે ટુંકા ગાળાની શિબિર અને છાત્રાલયમાં મૂકવામાં આવનાર દરેક બાળકની સાથે અન્ય દસ બાળકો સિધા જ શાળામાં દાખલ થાય છે. વિસ્તરણના સંબંધમાં એ હકીકતના આધારે કે સરકારી છાત્રાલયની ક્ષમતા ૪ લાખની છે. આ દર્શાવે છે કે, યોગ્ય રીતે ઉપયોગ થાય, કાર્યક્રમ મોટાભાગે “બેક ટૂ સ્કૂલ”ના રસ્તા પર છે જેમાં એમ.વી.એફ. મોડલનો મુખ્ય ઘટક છે, એવી ખાત્રી કરી શકાય કે ૪૦ લાખ બાળકોને શાળાએ મોકલી શકાય.

જો સરકારી છાત્રાલયો અને શાળાઓની ક્ષમતા ૪૦ લાખ બાળકોને શાળામાં ફરીથી લેવાની ક્ષમતા ધરાવતા હોય તો પછી શા માટે કોઈ કાર્યક્રમની સંસ્થાની બહાર કરવાની જરૂર પડે?

સરકારી કાર્યક્રમોની મુખ્ય મર્યાદા એ છે કે તેઓ પાસે જે કર્મચારી અને સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે તેના છેવાડાની મર્યાદાથી બહાર નીકળવાની ક્ષમતા બહૂ જ ઓછી છે. શિક્ષણના સંદર્ભમાં ઉદાહરણ તરીકે સરકારી કાર્યક્રમ પાસે શાળાની બહારના મુદ્દાઓને સાંકળવાની ક્ષમતા ભાગ્યેજ હોય છે. પરંતુ, એમ.વી.એફ. નો અનુભવ એવુ દર્શાવે છે કે શાળા અને ઘર વચ્ચે સેતુ સાધવાનો છે. બંને વચ્ચે મોટો વિસ્તાર છે, જો બાળમજૂરી નાબૂદીકરણને અને શિક્ષણના સાર્વાત્રિકરણને સંબંધિત કોઈ કાર્યક્રમ શરૂ કરવો હોય તો. આ એક કઠિન વિસ્તાર છે કે જે મોટાભાગે સરકારી મશીનરીની પહોંચની બહાર રહ્યો છે. આથી જ્યારે અસરકારક રીતે અમલ કરવામાં આવનાર સારો સરકારી કાર્યક્રમને જ્યારે શાળામાં પહેલેથી જતા બાળકોને આવરી શકે, સમાન સંખ્યાના બાળકો કે જે શાળામાં નથી તેઓ તેને મેળવી શકતા નથી. આ એક એવી બાજુ છે કે સર્વશ્રેષ્ઠ રીતે બહારની સંસ્થા દ્વારા હલ કરી શકાય.

કેવા પ્રકારના રોકાણની જરૂરિયાત રહે છે?

એ.પી.માં ગ્રામીણ કક્ષાની ઉપર, પાયાનું વ્યવસ્થાકીય એકમ મંડળ છે કે જે લગભગ ૩૫-૪૦ લાખની વસ્તીને આવરે છે. દરેક મંડળમાં સરેરાશ ૫૦૦૦ શાળાએ જવાની ઉમરના (૫-૧૪ વર્ષના) શાળાએ જતા બાળકો અને ૫૦૦૦ શાળાએ ના જતા બાળકો હોય છે. એમ.વી.એફ.ના અનુભવ મુજબ ૫૦૦૦ બાળકોને ૫ વર્ષના સમયમાં શાળાએ મોકલવાનો અને તેમને ટકાવી રાખવાનો વાર્ષિક ખર્ચ લગભગ ૪૦ લાખ જેટલો થાય છે અથવા પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન ૨૦૦ લાખ રૂપીયા જેટલો થાય છે. ગણતરી કરતા તે દરેક બાળક માટેનો વાર્ષિક ખર્ચ ૮૦૦ રૂપીયા થાય છે. અંદાજે તમામ ૧૨૦૦ મંડળો માટેનો ખર્ચ તેથી ૨૪૦૦ કરોડ રૂપીયા જેટલો થાય.

આમાં નવી શાળાઓ બાંધવાનો, નવા શિક્ષકો પુરા પાડવાનો ખર્ચ કે જે સરકારે ભોગવવાનો થાય છે તેનો સમાવેશ કરવામાં આવેલ નથી. તેમ છતા ગતિશીલતા માટેના તમામ ખર્ચનો તેમાં સમાવેશ થઈ જાય છે જેમાં શિક્ષણ માટેના સ્વયંસેવકો પણ આવી જાય.

ઉપર દર્શાવેલ ખર્ચમાં એક વખત સમગ્ર રાજ્યના મુશ્કેલ બાળકોને આવરી લેવામાં આવે તો તે જરૂરી નથી કે આવું તીવ્રતાવાળી ગતીશીલતા શરૂ જ રાખવી. આથી એક વખત મુશ્કેલ પડાવ પાર થઈ પછી ખર્ચ ઘણો ઘટી જાય છે.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate