હોમ પેજ / શિક્ષણ / નીતિ અને યોજના / નીતિ / બાળ અધિકારો / બાળ મજૂરી / બાળ મજૂરી સામે લડતા રિસોર્સ (સંસાધન) કેન્દ્રો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બાળ મજૂરી સામે લડતા રિસોર્સ (સંસાધન) કેન્દ્રો

બાળ મજૂરી સામે લડતા રિસોર્સ (સંસાધન) કેન્દ્રોને લગતી માહિતી

પ્રતિભાવોનો સારાંશ

બાળ મજૂરી નાબુદ કરવા માટેના રિસોર્સ સેન્ટર્સ શરૂ કરવાના માટેના અનુભવો અને સૂચનો સંદર્ભે પ્રતિભાવ આપતા સભ્યોએ મુશ્કેલીઓ, સસ્થાઓ દ્વારા અપાયેલી માહિતી તેમજ આ મુદ્દે કામ કરતા કેન્દ્રો, લક્ષ્યજૂથની ઓળખ અને જાગ્રતિ માટે નોંધાયેલા કેન્દ્રો વિશે ચર્ચા કરી.
સભ્યોએ નોંધ્યું કે બાળમજૂરીના પાયામાં સામાજિક આર્થિક મુશ્કેલીઓ છે, જેમાં ઘણા પરિબળો કામ કરે છે. જેવા કે, ટકાઉ જીવનશૈલીનો અભાવ, પુખ્ત બેરોજગારી તેમજ નબળી ગુણવત્તાનું શિક્ષણ.

તેમણે ઉમેર્યું કે બાળ મજૂરીએ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. જો સંબંધિત ક્ષેત્ર કરતા અલગ રીતે રજૂ કરવામાં આવે તો તેને નિવારી શકાય છે. તેથી પ્રતિભાવકોએ અનુભવ્યું કે બાળ મજૂરીના સ્વરૂપના આધારે સર્વગ્રાહી, બહુ-પરિમાણીય, સ્થાનિક નિતીઓને આધારે જ આ જટિલ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. ચર્ચાકારોએ સંસ્થાઓ અને સ્રોત કેન્દ્રો દ્વારા “શ્રેષ્ઠ પદ્ધતિઓ” તરીકે અમલીકૃત વિવિધ વ્યુહરચના વિશે ખાસ નોંધ કરી, બાળમજૂરીનો સામનો કરવા માટે સ્રોતો કેન્દ્રોની રચના માટે આવા મોડેલ રજૂ કરી શકાય છે.

  • મુખ્ય પ્રવાહમાં ન હોય અથવા ઔપચારિક શિક્ષણમાં મુશ્કેલી અનુભવતા બાળકોને બિન-ઔપચારિક શિક્ષણની તકો પૂરી પાડવા, ઉદાહરણ તરીકે ઓરિસ્સાના એક સંશાધન કેન્દ્ર દ્વારા “વૈકલ્પિક શિક્ષણ કેન્દ્ર” શરૂ કરવામાં આવ્યું છે.
  • ચારથી આઠ ધોરણના બાળકો માટે શાળા સુધીનો માર્ગ મોકળો કરવો જે તેમને કામથી ઔપચારિક શાળા સુધી પહોંચવામાં મદદરૂપ બને – ઉદાહરણ તરીકે, આંધ્ર પ્રદેશના એક બાળ મુજૂરી સંશાધન કેન્દ્રમાં કર્ણાટકની એક બિન સ્વયંસેવી સંસ્થા દ્વારા બાળ મજૂરો માટે બ્રીજ કોર્સ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે ગરીબ બાળકોને શાળા સુધી પહોંચવામાં મદદરૂપ બને છે.
  • સહાયક પ્રયાસો જે બાળકોને ઔપચારિક શિક્ષણમાં ટકી રહેવા અને પરત ફરવામાં મદદરૂપ બને છે.
  • જીવન કૌશલ્યોના વિકાસ અને પ્રોત્સાહન માટે વ્યવસાયિક તાલીમ કેન્દ્રો પૂરા પાડવા.
  • બાળ મજૂરી જેવા સંવેદનશીલ મુદ્દા સંદર્ભે સરકારી અધિકારીઓ અને કામદારોને સમજાવવા, સમુદાયના સભ્યો, માતાપિતા સહિતના અન્ય સભ્યો સાથે પરામર્શન કરવું. –ઉદાહરણ તરીકે દિલ્હીની એક બિન સ્વયંસેવી સંસ્થા દ્વારા બાળ મજૂરીના મુદ્દે વાલીઓનુ કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
  • બાળકો પાસે આવક રળી આપવાના તેમજ નાની બચત સેવાના સ્રોતો ઉપલબ્ધ કરાવવા જેથી બાળક પર ઘરની આર્થિક જવાબદારી માટે માતાપિતા તરફથી થતું દબાણ હળવું બને . ઉદાહરણ તરીકે કેરળની કૃષિ કોલેજમાં આર્થિક રીતે પછાત બાળકો કામ છોડીને શાળાએ જઈ શકે તે માટેનો એક કાર્યક્રમ ચલાવવામાં આવે છે.
  • કામ કરતા બાળકો અને તેમના પરિવારો માટે કાળજી અને મદદ માટે એક માળખું તૈયાર કરવું, જેમ કે કામ કરતી માતા તેના બાળકને શાળાએ જવા માટે પરવાનગી આપે.
  • બાળક અને પરિવાર વચ્ચે સહભાગી અભિગમનું આરોપણ કરવું.

મહરાષ્ટ્ર, રાજસ્થાન, તાલીમનાડુના એક પ્રોજેક્ટમાં સભ્યો દ્વારા નોંધવામાં આવ્યું છે કે ઉપરની વ્યુહરચનનાને કારણે તેમના વિસ્તારોમાં બાળ મજૂરાના કિસ્સાઓમાં ઘરખમ ઘટાડો નોંધાયો છે.

પ્રતિભાવકોએ બાળ મજૂરી સંદર્ભે જાગૃત્તા વધારવાના માપદંડોની યાદી પણ રજૂ કરી હતી. તેમણે વ્યુહરચનાની વકાલત, સ્થાનિક સમિતિઓમાં સેવા આપવા બદલ વ્યવસ્થા પર જૂથોને દબાણ લાવવના કાર્ય તેમજ સરકારી અધિકારી અને નીતિ ઘડવૈયાઓને તકનિકી સહયોગ પૂરા પાડાવાની ભલામણ કરી. આ સાથે બાળ મજૂરી નાબુદી અભિયાન માટે શાળામાં શિક્ષણ સમિતિઓ, ગ્રામ પંચાયતનીની રચના કરવાની ભલામણ પણ કરી.

સભ્યોએ બાળમજૂરી પર નેશનલ રિસોર્સ સેન્ટરની ભૂમિકા પર પણ ધ્યાન દોર્યું, જે બાળ મજૂરી સંદર્ભેના પ્રશ્નો તેમજ તેના ઉકેલ માટે જાગ્રતતા ફેલવવામાં સલાહકાર સેવાઓ અને માહિતીના પ્રસાર પ્રચાર દ્વારા ભૂમિકા ભજવી શકે છે. આ કેન્દ્ર બાળ મજૂરી નાબુદી અને નિવારણ માટે કામ કરતી વ્યક્તિઓ, જૂથો અને સંસ્થાઓઓની ક્ષમતાના વિકાસ માટે પણ પ્રદાન કરી શકે છે. વધુમાં બાળ મજૂરી અને તેમના વાલીઓમાં તેમના હક અને અધિકારો સંદર્ભે જાગ્રતતા આવે તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ વર્કર્સ એજ્યુકેશન દ્વારા ખાસ તાલીમ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો. પ્રતિભાવકોએ બાળ મજૂરી સામે લડત આપી રહેલી એનજીઓ માટેની માહિતી ધરાવતી નેશનલ રિસોર્સ ડિક્શનરીનો ઉલ્લેખ પણ કર્યો, જે તેમના મતે રિસોર્સ સેન્ટરની સ્થાપનમાં મહત્ત્વના સંદર્ભ બની શકે છે.

વધુમાં સભ્યોએ આવા રિસોર્સ સેન્ટર્સમાં બાળકો સાથેની વિવિધ નવીન પ્રવૃત્તિઓના ઉદાહરણ અંગેના દસ્તાવેજો, શૈક્ષણિક સામગ્રી (ઉદાહરણ, કૌશલ્ય વિકાસ, વ્યવસાયિક તાલીમ, ઉપચારાત્મક શૈક્ષણિક કાર્યક્રમ), આર્થિક સંસાધનોને લગતી માહિતી (ઉદાહરણ તરીકે લોન અને પરિવારોને આજીવિકા માટે સહયોગ) અને કાયદાકીય માહિતી સંદર્ભેના દસ્તાવેજોનો સારો સંગ્રહ રાખવાની ભલામણ કરી હતી. તેમણે લક્ષિત જૂથની વિશેષ જરૂરિયાતો આધારિત વિવિધ અભિગમોના મહત્ત્વ ઉપર પણ ભાર મૂક્યો. ઉદાહરણ તરીકે જે બાળકો ઘરમાં રહે છે અને કામ કરે છે, ઘર વિનાના બાળકો, બાળ વેપાર વિગેરે

વધુમાં આવા રિસોર્સ સેન્ટરોએ બાળ મજૂરોના કામે રાખતા ઉદ્યોગોને તેમને પ્રક્રિયામાં સુધાર કરવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. સાથો સાથ સરકારી પ્રધાનો અને ખાતાઓને બાળ મજૂરી મુદ્દે સાથે મળીને કામ કરવા માટે દબાણ કરવું જોઈએ. અંતે પ્રતિભાવકોએ તેમની બાળકો, વાલીઓ, શાળાઓ, કર્મચારીઓ, સરકાર અને સામાન્ય સમુદાય સાથે કામ કરવાની પ્રવૃત્તિઓ અંગે સૂચનો આપ્યા હતા.

ભંડોળ સંદર્ભે તેમણે અનુભવ્યું કે રિસોર્સ કેન્દ્રનું ફંડ તેના વ્યાપ અને કામ કરવાના સ્વરૂપ આધારિત હોવું જોઈએ, જેનો શક્યત: સ્રોત યુનિસિફ, વિવિધ સંસ્થાઓ કે કોર્પોરેટ ક્ષેત્ર હોઈ શકે છે.

અંતમાં સભ્યોએ અનુભવ્યું કે, બાળ મજૂરી વિરુદ્ધ કામ કરતા આવા રિસોર્સ સેન્ટરોમાં પ્રચંડ ક્ષમતા હોય છે, પરંતુ તેઓ સમન્વયિત અભિગમ તેમજ એક થઈને બાળકો, પરિવારો અને સમુદાયો સાથે કામ કરે તો ચોક્કસથી તેમને સફળતા મળે.

3.02083333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top