অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળમજૂરી વિરુદ્ધના રાષ્ટ્રીય કાયદાઓ અને નીતિઓ

બાળમજૂરી વિરુદ્ધના રાષ્ટ્રીય કાયદાઓ અને નીતિઓ

કાયદાઓ

ભારતનું બંધારણ (૨૬ જાન્યુઆરી ૧૯૫૦), મૂળભૂત હકોમાં સરકારી નીતિઓ માટે પ્રતિષ્ઠાપિત કરેલ વિવિધ કલમો અને માર્ગદર્શક સિદ્ધાંતો મૂજબઃ

  1. ૧૪ વર્ષથી ઓછી ઉમર ધરાવનાર કોઇ પણ બાળકને કોઇ પણ કારખાનામાં અથવા ખાણમાં કે અન્ય કોઇ પણ જોખમકારક કામમાં રોજગાર અર્થે રોકવા જોઇએ નહિ (કલમ ૨૪).
  2. શાસને કામદારો, પુરુષો અને સ્ત્રીઓના આરોગ્ય અને બળને સુરક્ષિત કરવા માટેની તેની નીતિઓ દર્શાવવામાં આવેલ બાળકની ઉંમરનું ઉલંઘન કરે નહિ અને તેઓ આર્થિક જરૂરિયાતના કારણે તેની ઉંમરને અનુરૂપ ના હોય તેવા રોજગારમાં પ્રવેશવા માટે દબાણ ના કરવામાં આવે (કલમ ૩૯-ઇ).
  3. બાળકો તંદુરસ્ત રીતે, આઝાદીથી અને સ્વમાનથી વિકાસ કરી શકે તે માટેની તકો અને સુવિધાઓ પૂરી પાડવી જોઇએ અને બાળપણ અને યૌવનને નૈતિક અને ભૌતિક સ્વચ્છંદતાથી રક્ષણ આપવું જોઇએ (કલમ ૩૯-એફ)
  4. બંધારણના અસ્તિત્વમાં આવ્યા બાદ ૧૦ વર્ષ સુધીમાં ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે તેવા પ્રયત્ન શાસને કરવા જોઇએ (કલમ ૪૫)
  5. બાળ મજૂરી એવી બાબત છે કે જેના માટે બન્ને કેન્દ્ર અને રાજય સરકાર કાયદાઓ ઘડી શકે. બન્ને કક્ષા પર સંખ્યાબંધ કાયદાકિય પહેલો થવી જોઇએ. રાષ્ટ્રીય કક્ષા પર મુખ્યત્વે નીચેના કાયદાઓ ઘડવામાં આવેલ છેઃ
  6. બાળ મજૂરી (મનાઈ અને નિયમન) ધારો/કાયદો, ૧૯૮૬: આ કાયદો ૧૪ વર્ષથી નીચેના બાળકોને ૧૩ વ્યવસાયમાં અને ૫૭ પ્રક્રિયાઓ કે જે બાળકોના જીવન અને આરોગ્ય માટે જોખમરૂપ છે તેમાં બાળકોની રોજગારીની મનાઈ કરે છે.
  7. ફૅક્ટરી એક્ટ ૧૯૪૮: આ કાયદો ૧૪ વર્ષથી નીચેના બાળકોને રોજગારી આપવા બાબત મનાઈ ફરમાવે છે. ૧૫ થી ૧૮ વચ્ચેની ઉંમર ધરાવનાર કિશોરોને તો જ રોજગાર પર રાખી શકાય જો તેને તંદુરસ્તીનું પ્રમાણપત્ર અધિકૃત કરવામાં આવેલ તબીબ દ્વાર આપવામાં આવેલ હોય. કાયદો એ પણ દર્શાવે છે કે ૧૪ થી ૧૮ની વચ્ચેની ઉંમર ધરાવનાર બાળકોના કામનો સમય દરરોજના સાડા ચાર કલાકનો જ હોવો જોઇએ અને તેના રાત્રિ દરમ્યાનના કામ કરવા પર મનાઈ કરવામાં આવે છે.

ભારતમાં બાળ મજૂરી વિરુદ્ધમાં અગત્યની કાયદાકિય દખલ ૧૯૯૬માં સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ ચુકાદામાં કરવામાં હતી જેમાં કેન્દ્ર અને રાજય સરકારને જોખમરૂપ પ્રક્રિયાઓ અને વ્યવસાયમાં કામ કરનાર તમામ બાળકોની ઓળખ કરવા માટે અને તેને તે કામમાંથી બહાર લાવીને ગુણવતાસર શિક્ષણ સાથે પુર્નવસન કરવા માટે દોરવણી કરવામાં આવેલ હતી. ન્યાયાલય દ્વારા એ પણ દોરવણી કરવામાં આવી હતી કે બાળ મજૂરી ધારાનો ભંગ કરનાર નોકરી દાતાઓના ફાળા વડે બાળમજૂર પુર્નવસન સહ કલ્યાણ ભંડોળ ઉભુ કરવું જોઇએ. ભારતે નીચેનાઓમાં પણ સહી કરેલ છે:

  1. આઇ.એલ.ઓ. ફોર્સડ લેબર કન્વેન્શન (નંબર ૨૯)
  2. આઇ.એલ.ઓ. ઍબલિશન ઑફ લેબર કન્વેન્શન (નંબર ૧૦૫)
  3. બાળકોના અધિકાર પરની યુ.એન. કન્વેન્શન (યુ.એન. કન્વેન્શન ઓન ધી રાઇટસ ઑફ ચાઇલ્ડ - સી.આર.સી.)

સરકારી નીતિઓ અને કાર્યક્રમો

ભારતના વિકાસ લક્ષિ લક્ષ્યાંકો અને રણનિતીઓને અનુસરવા માટે નૅશનલ ચાઇલ્ડ લેબર પોલિસી (રાષ્ટ્રીય બાળ મજૂરી નીતિ) ૧૯૮૭માં અપનાવેલ હતી. આ રાષ્ટ્રીય નીતિ ભારતના બંધારણમાં આપેલ શાસન માટે આપવામાં આવેલ દોરવણી સૂચક સિદ્ધાંતો (ડાયરેકટીવ પ્રીન્સીપલ)નું પુનરુચ્ચારણ કરે છે. તે સામાન્ય વિકાસ લક્ષિ કાર્યક્રમો જ્યાં શક્ય હોય ત્યાં બાળકોને લાભ પહોંચાડે અને જયાં બાળમજૂરોનું રોજગારમાં વધારે પ્રમાણ હોય તેવા વિસ્તારો માટે એકશન પ્લાન સાથેના કાર્યક્રમો ( પ્રોજેક્ટસ) પર ધ્યાન કેન્દ્રીત કરે છે. બાળ મજૂરી નીતિ (ચાઇલ્ડ લેબર પોલિસી - એન.સી.એલ.પી.) બાળ મજૂરી (મનાઈ અને નિયમન) ધારા. ૧૯૮૬ ને અનુસરવા માટે અપનાવવામાં આવેલ હતી. રાષ્ટ્રીય બાળ મજૂર કાર્યક્રમો (નૅશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેક્ટસ – એન.સી.એલ.પી.સ) એન.સી.એલ.પી. દ્વારા શ્રમ અને રોજગાર મંત્રાલય બાળમજૂરોના પુર્નવસન માટે ૧૯૮૮થી અમલ કરે છે. શરૂઆતમાં આ કાર્યક્રમો ઉદ્યોગો આધારિત હતા અને પરંપરાગત રીતે બાળમજૂરો જે ઉદ્યોગોમાં કામ કરે છે તે બાળકોના પુર્નવસન માટે કાર્યરત હતા. ૧૯૯૪માં બંધારણીય આદેશને પરિપૂર્ણ કરવા માટે નવેસરનું વચન એન.સી.એલ.પી.ના જોખમકારક કામમાં બાળ મજૂરી થતા ઉદ્યોગોમાં કામ કરતા બાળમજૂરોના પુર્નવસનમાટેના વ્યાપમાં વધારામાં પરીણમ્યું. એન.સી.એલ.પી.ની રણનીતિઓમાં બિનપરંપરાગત શિક્ષણ આપવામાં માટે શાળાઓ બનાવવી અને વ્યવસાય પહેલાની તાલીમ; આવક ઉપાર્જન અને રોજગાર માટેની વધારોની તકોને પ્રોત્સાહન આપવું; લોક જાગૃતિમાં વધારો કરવો અને બાળ મજૂરોને લગતા સર્વે (સંશોધનો) અને મુલ્યાંકનો કરવા.

  1. અમુક વર્ષો સુધી એન.સી.એલ.પી. ચલાવવાના સરકારના અનુભવો નવમી પંચવર્ષીય યોજના (૧૯૯૭/૦૨) વખતે યોજનાને શરૂ રાખવામાં અને તેનો વિસ્તાર વધારવામાં પરિણમી. જોખમી ઉદ્યોગો જેમકે કાચ અને બંગડી, પીતળના વાસણો, તાળાઓ, શેતરંજી, છાપરા અને નળિયા, બાકસ, ફટાકડા અને જુવેલરીમાં કામ કરતા બાળકોના પુર્નવસન માટે ૧૦૦ જેટલી એન.સી.એલ.પી.ની રચના સમગ્ર દેશમાં કરવામાં આવી. નવમી પંચવર્ષીય યોજના અંર્તગત કેન્દ્ર સરકાર દ્વારા ૨.૫ લાખ કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ કરવામાં આવી. ભારત સરકારે ૧૦મી (૨૦૦૩/૦૭) પંચવર્ષીય યોજનામાં એન.સી.એલ.પી.નો વ્યાપ વધારાના ૧૫૦ જિલ્લાઓમાં વધાર માટે અને નાણાકીય ફાળવણી ૬ લાખ કરોડ રૂપિયા કરતા વધારવાનું વચન આપેલ હતું.

રાષ્ટ્રીય સંસ્થાઓનો ફાળો

સંખ્યાબંધ રાષ્ટ્રીય સંસ્થાઓ જેમકે વી.વી. ગીરી નૅશનલ લેબર ઇન્સ્ટીટ્યુટ (વી.વી.જી.એન.એલ.આઇ.) અને નૅશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ ડેવલોપમેન્ટસ (એન.આઇ.આર.ડી.) તેમજ થોડી રાજ્ય કક્ષાની સંસ્થાઓ દ્વારા સરકારી કર્મચારીઓ, ફૅક્ટરી ઇન્સપેકટર, પંચાયતી રાજના અધિકારી, એન.સી.એલ.પી. પ્રોજેક્ટ નિયામકો અને સ્વયંસેવી સંસ્થાઓના પ્રતિનિધિઓની તાલીમ અને ક્ષમતા વર્ધનમાં અગત્યની ભૂમિકા ભજવી છે. આ સંસ્થાઓએ સંશોધન અને સર્વે, લોક જાગૃતિ અને સંવેદનશીલતા ઊભી કરવી જેવા ક્ષેત્રમાં ઉપરી કક્ષા પર આ મુદ્દાને ચર્ચા પર લાવીને પણ અગત્યનો ફાળો આપેલ છે.

સ્ત્રોત: International Labour organization

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate