অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકોના રક્ષણ માટે શિક્ષકો શું કરી શકે છે?

બાળકોના રક્ષણ માટે શિક્ષકો શું કરી શકે છે?

બાળકોને કોઈપણ સ્થાને ઉપેક્ષા,દુર્વ્યવહાર,જબરદસ્તીને આધીન બનાવવામાં આવી શકે છે.અમુક એવા દુર્વ્યવહારો જે શાળાના પરિસરની અંદર થઈ શકે છે,બાળકો જે ઘરે કે બિનશાળાકીય વાતાવરણમાં વેઠે છે તે આના કરતાં ઘણું વધારે હોય છે. તમારા વર્ગમાંનો બાળક શાળાની બહાર થયેલા જબરદસ્તી/દુર્વ્યવહાર/શોષણનો ભોગ બની શકે છે.તમે તેનો અસ્વીકાર ન કરી શકો.તેના બદલે તમારે બાળકની મદદ કરવી જોઈએ.આ માત્ર ત્યારે જ શક્ય જો તમે સમસ્યા છે તે ઓળખી શકો અને તમે તેને સમજવા સમય વેડફો અને સંભવિત ઉપાયોનું નિરીક્ષણ કરો.

હંમેશા યાદ રાખો કે તમે જેવા શાળાના પરિસરમાંથી બહાર નીકળ્યા એટલે બાળકોના રક્ષણની તમારી ફરજનો અંત આવતો નથી.જે શાળાના તંત્રની બહારના બાળકનું જીવન તમારા હકારાત્મક હસ્તક્ષેપથી બદલાઈ શકે છે. તમારે કેવળ તેના માટે તમારી જાતને તૈયાર કરવાની છે અને તેમની સમસ્યાઓ વિશે વધારે જાણો તેમજ તમે તેમની મદદ કરવા માટે શું કરી શકો છો.

સમસ્યાનો ઉકેલ લાવવા એકવાર જો તમે માનસિક રીતે તૈયાર અને સુસજ્જ થઈ જાવ તો તમે ઘણી એવી વસ્તુઓ કરવા સમર્થ થશો જેના માટે તમે ક્યારેય સપનામાં નહી વિચાર્યુ હોય કે તમે તે બઘુ કરવા સમર્થ છો.

શું તમે બાળ-મિત્રવત શિક્ષક છો? નીચેની બાબતો તમને તેવા બનાવશે

 • બાળકોના અધિકારોને માનવીય અધિકારો સમજવા તેમજ સમાજમાં પણ તેવા પ્રકારની જાગરૂકતા કેળવવી
 • બાળકોને તમારા વર્ગમાં હાજરી આપવી એ ઈચ્છવા જોગ થાય તેવો તેમને અનુભવ કરાવો
 • ભણતર માટે પ્રગટ રહો
 • બાળકો માટે મિત્ર,ફિલસૂફ અને માર્ગદર્શક બનો
 • વર્ગોને રસપ્રદ અને માહિતીપ્રદ બનાવો.એક-માર્ગીય સંચારને ટાળો અને બાળકોને તેમની શંકાઓ અને પ્રશ્નો સાથે બહાર આવવા દો
 • દુર્વ્યવહાર,ઉપેક્ષા,ભણતર વિકારો અને બીજી એટલી દ્રશ્યમાન ન હોય તેવી સમર્થતાઓને ઓળખતા અને સ્વીકારતા શીખો
 • એક એવો સંબંધ કેળવો કે જેમાં બાળક તેના અવલોકનો,ચિંતાઓ,વેદનાઓ,ભય ઈત્યાદિ વ્યક્ત કરી શકે.અનૌપચારિક ચર્ચાઓમાં બાળકો સાથે જોડાવાનો પ્રયત્ન કરો
 • સરસ શ્રોતા બનો.બાળકો દ્વારા શાળા કે ઘરે સામનો કરાતા વિવિધ મુદ્દાઓ અને સમસ્યાઓનું આદાન-પ્રદાન કરો અને ચર્ચા કરો
 • એવી બાબતો જે તેમના જીવન પર અસર કરે છે તેમાં બાળકોની સહભાગિતાને પ્રોત્સાહિત કરો
 • અસરકારક રીતે સહભાગી થાય તે માટે બાળકોની ક્ષમતાનું નિર્માણ કરો
 • શાળાના અધિકારીઓ સાથે બાળકોની મીટીંગ સંગઠીત કરો
 • PTA મીટીંગોમાં વડીલોસાથે બાળ અધિકારોના મુદ્દાઓની ચર્ચા કરો
 • શારિરીક દંડને ના કહો.બાળકોને શિસ્તબદ્ધ કરવા માટે પક્ષીય ચર્ચા અને સલાહ જેવી હકારાત્મક સશક્તિકરણ પ્રક્રિયાઓનો ઉપયોગ કરે
 • ભેદભાવને ના કહો.સગીરતા અને બીજા ભેદકૃત વર્ગોમાંથી આવતા બાળકો સુધી પહોંચવા સક્રિય પગલા લો
 • કામ કરતા બાળકો,રખડું બાળકો,જાતીય દુર્વ્યવહાર,ગેરકાયદેસર વેપાર,કૌટુંબિક હિંસા કે ડ્રગ દુરૂપયોગના બાળ પીડીતો અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો જેઓને સંરક્ષણની જરૂર છે તેવા અમુક વર્ગો વિરુદ્ધના નકારાત્મક રૂઢીચુસ્તતા અને ભેદભાવને બંદ કરો
 • તમારા ઘર અને કાર્યસ્થળમાં બાળ મજૂરીના પ્રયોગને બંદ કરો
 • લોકતાંત્રિક બનો પણ અનૌપચારિક ન બનો
 • બાળકો શાળામાં તેમજ સમુદાયમાં સુરક્ષિત છે તેની ખાતરી કરો,જો તેમાં પોલીસને બોલાવવાની અને કાયદાકીય પગલા લેવાની/આગળ વધારવાની જરૂર પડે તો પણ
 • પુખ્તો અને સમુદાય પહેલા તેમના અભિપ્રાયો આગળ મૂકવા માટે તેઓને પ્રોત્સાહિત કરો
 • સંગઠીત કાર્યક્રમોમાં બાળકોને સમાવિષ્ટ કરો.તેમની જવાબદારીઓ આપો અને સાથે તેમને આવશ્યક માર્ગદર્શન પણ આપો
 • પીકનીકો અને આનંદદાયક પ્રવાસો માટે બાળકોને નજીકના સ્થાનો પર લઈ જાવો
 • બાળકોને ચર્ચાઓમાં/વાદો/પ્રશ્નોત્તરીઓમાં અને બીજી મનોરંજનાત્મક પ્રવૃતિઓમાં જોડો
 • વર્ગખંડમાં રચનાત્મક પગલા લેવા દ્વારા છોકરીઓના શિક્ષણ અને સહભાગિતાને પ્રોત્સાહન આપો
 • જે છોકરીઓ હાજર ન રહે કે અનિયમિત રીતે હાજર રહે તો આવુ ફરી ન થાય તે માટે તેઓની અનુવર્તી કાર્યવાહી કરો
 • તમામ શિક્ષકો બાળકોની આજુબાજુ સંરક્ષણાત્મક વાતાવરણ નિર્માણ કરવામાં અને તેને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે
 • તમારા નિરીક્ષણો મહત્વના છે,કારણકે તે એકલાજ તમને તમારા વર્ગના બાળકના વિકાસ અને વૃદ્ધિનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે.જો તમને સમસ્યા દેખાય તો,તમારૂ હવે પછીનું પગલુ શક્ય કારણ શું હોઈ શકે તેની તપાસ કરવાનું હોવું જોઈએ
 • બાળક પરિવાર,સંબંધી કે મિત્રોના દબાણ હેઠળ નથી તે તમારી જાત માટેનો હવે પછીનો પ્રશ્ન હોવો જોઈએ
 • બાળકો સાથે ખાનગી રીતે અમુક સમય વિતાવો,બાળકો પર ભારણ,તેમનું અપમાન કર્યા વગર કે બાળક માટે શરમજનક પરિસ્થિતિ નિર્માણ કર્યા વગર
 • ચિત્રકામ કે રંગકામ દ્વારા અથવા વાર્તાઓ લખવા દ્વારા કે માત્ર તમારા સાથે કે શાળાના સલાહકાર/સામાજીક કાર્યકર સાથે કે વર્ગમાંના મિત્ર સાથે વાત કરવા દ્વારા તેને/તેણીને તેની સમસ્યાઓ વ્યક્ત કરવામાં મદદ કરો.

એક શિક્ષક તરીકે તમે કેવી રીતે ખાતરી કરશો કે HIV ચેપગ્રસ્ત કે અસરગ્રસ્ત બાળકના અધિકારોનું ઉલ્લંઘન થયું નથી?

 • તેમની ઉંમર અને પરિપક્વતાના સ્તરના આધાર પર બાળકોને યૌન શિક્ષણ પ્રદાન કરો.
 • બાળકોને HIV/AIDS વિશે જાણ કરો. તે કેવી રીતે ફેલાય છે અને વ્યક્તિ ચેપગ્રસ્ત કરે છે અને કેવી રીતે તેને આગળ ફેલાતા આપણે અટકાવી શકીએ?
 • ચેપગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને ધુત્કારવામાં આવતા નથી તેની ખાતરી કરવા વર્ગખંડમાં સમર્થ વાતાવરણનું નિર્માણ કરો.

બાળકો માટે રક્ષણાત્મક વાતાવરણનું નિર્માણ કરવું અને તેનું મજબૂત બનાવવા વચનબદ્ધતાના ઘણા સ્તરોની આવશ્યકતા હોય છે,જે પાછા સહભાગી વિશ્લેષણના આધાર પર ચર્ચા,સહભાગિતા અને સહકારની માંગણી કરે છે.તેના ઘણા ઘટકો પરંપરાગત વિકાસ પ્રવૃતિઓ અને અભિગમોને સમાન હોય છે,જેવા કે મૂળભૂત સેવાઓમાં સુધાર કરો,પરિણામોનું નિરીક્ષણ કરવું અને વ્યક્તિઓને તેમના પોતાના વિકાસમાં અભિનેતા તરીકે સ્વીકારવા.

બાળકો માટેની સરકારી યોજનાઓથી અને તેઓ શું રજૂ કરે છે તેનાથી શિક્ષકો માહિતગાર હોવા જરૂરી છે.જે બાળકો અને પરિવારોને સહાયની આવશ્યકતા હોય અને જેઓને વિદ્યમાન કોઈપણ સરકારી યોજનાથી મદદ કરી શકાય તેવા લોકોને ઓળખો. આવા બાળકો અને પરિવારોની યાદી તમારા બ્લોક/તાલુકા/મંડળ પંચાયત સભ્ય કે પ્રત્યક્ષપણે BDPOને સુપરત કરી શકાય છે.

જો તમે બાળકોનું રક્ષણ કરવા ઈચ્છતા હોવ તો નિમ્નલિખિત વ્યક્તિઓનો સહકાર તમારા માટે જરૂરી છે,જેમાં સમાવેશ થાય છે:
 • પોલીસ
 • તામાર પંચાયત/મ્યુનીસીપલ કોર્પોરેસશન પ્રમુખ/સભ્ય
 • આંગણવાડી કાર્યકરો
 • ANMs
 • બ્લોક/તાલુકા/મંડળ અને જીલ્લા પંચાયતના સભ્યો
 • બ્લોક વિકાસ ઓફીસર (BDO) કે બ્લોક વિકાસ અને પંચાયત ઓફીસર (BDPO).
 • સમુદાય વિકાસ ઓફીસર (CDO) કે સમુદાય વિકાસ અને પંચાયત ઓફીસર
 • જીલ્લા ન્યાયાધીશ/ જીલ્લા કલેક્ટર
 • નજીકની બાળ કલ્યાણ સમિતી
 • તમારા ક્ષેત્રમાંનુ બાળ વિભાગ સંગઠન

બાળ જાતીય દુર્વ્યવહારની ઓળખ

બાળ જાતીય દુર્વ્યવહારની ઓળખ
બાળકો અને કિશોરોમાંના જાતીય દુર્વ્યવહારની નિશાનીઓ
6-11 વર્ષ12-17 વર્ષ
છોકરીઓબીજા બાળકો સાથે નિશ્ચિત જાતીય વર્તણૂકોમાં જોડાય છે.નાના બાળકો સાથે જાતીય રીતે શોષણાત્મક અંત:ક્રિયા
જાતીય દુર્વ્યવહારના અનુભવોનું શાબ્દિક રીતે વર્ણન કરે છે.જાતીય રીતે સંમિશ્ર વર્તન અથા લૈંગિક સમાવિષ્ટતાથી સંપૂર્ણ રીતે દૂર રહેવુ
ખાનગી અંગો સાથેની અતિશય ચિંતા અથવા તલ્લીનતા.ખાવામાં અવ્યવસ્થાઓ
વડીલોસાથે જાતીય સંબંધગુનો,શરમ અને અપમાનની લાગણીઓથી અતડા રહેવાના પ્રયાસો
પુરૂષો,સ્ત્રીઓ અથવા વિશિષ્ટ સ્થાનોનો એકાએક ભય અથવા અવિશ્વાસઘરથી ભાગી જવું
પુખ્ત જાતીય વર્તણૂકનું ઉંમર અયોગ્ય જાણકારી.ઉંઘમાં ખલેલ: નઠારા સપનાઓ અને રાત્રિનો ભય
છોકરાઓબીજા બાળકો સાથે નિશ્ચિત જાતીય વર્તણૂકોમાં જોડાય છેનાના બાળકો સાથે જાતીય રીતે શોષણાત્મક અથવા આક્રમક અંત:ક્રિયા
પુરૂષો,સ્ત્રીઓ અથવા વિશિષ્ટ સ્થાનોનો એકાએક ભય અથવા અવિશ્વાસઅવરોહી વર્તણૂક
ઉંઘમાં ખલેલ: નઠારા સપનાઓ અને રાત્રિનો ભયઅભિનય કરતી અને જોખમ વહોરતી વર્તણૂક
એકાએક આક્રમક વર્તણૂક અથવાઅભિનય કરવોગુનો,શરમ અને અપમાનની લાગણીઓથી અતડા રહેવાના પ્રયાસો
આગળની રૂચિઓમાં રસ ગુમાવવોઅવરોહી વર્તણૂક


સાવચેતીઓ: ઉપર દર્શાવેલી નિશાનીઓ કે ચિહ્નોને કાચા માર્ગદર્શનો તરીકે જ માત્ર ધ્યાનમાં લેશો તે સૂચવવા માટે કે બાળક મુશ્કેલીમાં છે અને તેનું કારણ કદાચ જાતીય દુર્વ્યવહાર હોઈ શકે.જોકે,કોઈપણ વ્યક્તિગત ચિહ્ન અથવા વર્તણૂક પરથી નિષ્કર્ષ કાઢવું નહી અને અનુમાન કરવું નહી કે દુર્વ્યવહાર થયો છે.તેના બદલે તમારે ચિહ્નોના સમૂહો માટેની દેખરેખ કરવી અને તમારી તર્કબુદ્ધિનો પ્રયોગ કરવો..

અપંગ બાળકો વિશેના દસ સંદેશાઓ

 1. નકારાત્મક શબ્દો જેવા કે,”શારિરીક કે હલનચલન માટે અસમર્થ બાળક”ના બદલે ”અપંગ”,”લંગડો”,”વિકલાંગ”,વ્હીલચેર વાપરતા બાળકો માટે” વ્હીલચેરથી બંધાયેલો”, “શ્રણવ અને વાચાની અસમર્થતાવાળું બાળક”ના બદલે”બહેરો અને બોબડો”, અથવા માનસિક રીતે અસમર્થ બાળક” માટે ”મંદબુદ્ધિ” દ્વારા અપંગ બાળકો વિશેના નકારાત્મક નિશ્ચિત વલણને અટકાવો.
 2. અપંગતા સાથેના બાળકોને અપંગતા વગરના બાળકોની જેમ સમાન દરજ્જો આપો.ઉદાહરણ તરીકે,અપંગતાવાળો વિદ્યાર્થી અપંગતા વગરના નાના બાળકને ભણાવી શકે છે.અપંગતા સાથેના બાળકોએ અપંગ ન હોય તેવા બાળકો સાથે જેટલી શક્ય બને તેટલી વાતચીત કરવી જોઈએ.
 3. અપંગ બાળકોને તેમના પોતાના માટે બોલવાની અને તેમના વિચારો અને લાગણીઓ વ્યક્તિ કરવાની છૂટ આપો.અપંગતાવાળા અને અપંગતા વગરના બાળકોને સમાન પ્રકલ્પોમાં સમાવિષ્ટ કરો અને તેમની પારસ્પરિક સહભાગિતાને પ્રોત્સાહિત કરો.
 4. બાળકોનું નિરીક્ષણ કરો અને અપંગતાને પિછાણો. અપંગતાની વહેલાસર ભાળ મેળવવી એ પૂર્વ-બાળપણના શિક્ષણનો એક ભાગ બન્યો છે.બાળકમાં જેટલી વહેલી અપંગતાની ભાળ મળે છે,તેટલો વધારે અસરકારક હસ્તક્ષેપ રહે છે અને અપંગતા તેટલી ઓછી ગંભીર રહે છે.
 5. વિકાસાત્મક તપાસ અને વહેલાસરના હસ્તક્ષેપ માટે તેવા બાળકનો સંદર્ભ લો જેની અપંગતા નિર્ધારિત થઈ ચુકી છે.
 6. અપંગ બાળકોની જરૂરિયા ત મુજબ પાઠો,ભણતરની સામગ્રીઓ અને વર્ગખંડોમાં ફેરફાર કરો.મોટી પ્રિન્ટ,વર્ગના સામે બાળકને બેસાડવું,અને હલનચલનની અસમર્થતાવાળા બાળક માટે વર્ગખંડ સુગમ બનાવવો જેવા ઉપાયોનો પ્રયોગ કરો.વર્ગકામ,બાળકોની રમતો અને બીજી પ્રવૃતિઓમાં અપંગતા વિશેના હકારાત્મક અભિપ્રાયોને દાખલ કરો.
 7. અપંગ બાળકોની વિશિષ્ટ જરૂરિયાતો વિશે માતા-પિતા,પરિવારો અને દેખરેખ રાખનારોને સંવેદનશીલ બનાવો.મીટીંગોમાં તેમજ એક-પછી-એકના આધારે વડીલોસાથે વાતચીત કરો.
 8. નિરાશ વડિલોને અપંગ બાળકના દુર્વ્યવહારને રોકવા માટે ધીરજ રાખવામાં તેમની મદદ કરો અને તેમના બાળકની જરૂરિયાતોને પૂરી પાડતા અને તેમની સાથે સરળ રીતે વ્યવહાર કરવા માટે શીખવો.
 9. મદદગાર થવા દ્વારા અપંગ બાળકોના વડિલોની નિરાશા અને પીડાને ઘટાડવામાં ભાઈ-બહેનો અને પરિવારના બીજા સભ્યોને માર્ગદર્શન પૂરુ પાડો.
 10. અપંગતાવાળા નાના બાળકોના માતા-પિતાને શાળા અને શાળા પછીની પ્રવૃતિઓનું આયોજન કરવામાં સંપૂર્ણ ટીમ સભ્ય તરીકે સક્રિયતાથી સમાવિષ્ટ કરો.

સ્ત્રોત : UNICEF, શિક્ષકો ભણતર વિશે બોલે છે

રચનાત્મક શિસ્તપ્રધાન આચરણોમાં ફેરફાર કરો અને તેઓને પ્રેરિત કરો જે બાળકોના માનવીય ગૌરવને આદર આપે છે.

 • બાળકોના ગૌરવને સન્માન આપો
 • બિન સામાજીક વર્તન,આત્મ-સન્માન અને ચરિત્રને વિકસાવો
 • બાળકની સક્રિય સહભાગિતાને વધારો
 • બાળકોની વિકાસાત્મક જરૂરિયાતો અને જીવન ગુણોનો આદર કરો
 • બાળકોના અભિપ્રેરણાત્મક લક્ષણો અને જીવન માટેના અભિપ્રાયોનો આદર કરો
 • નિષ્પક્ષતા અને રૂપાંતરિત ન્યાયની ખાતરી કરાવો
 • એકતાને પ્રોત્સાહન આપો

સ્ત્રોત: શારિરીક દંડનો નિકાલ: રચનાત્મક બાળકની શિસ્તબદ્ધતા માટે ઉત્તરોત્તર પ્રગતિ - UNESCO પબ્લીકેશન.

ચોક્કસ, શાળાના વાતાવરણને બદલવું એ તમારા માટે સૌથી મોટો પડકાર રહેશે

શું તમારી શાળા બાળ-મિત્રવત છે? આ રીતે તે તેવી બની શકે છે:

 • સમગ્ર રૂપે સમુદાયો અને તેમના વડિલો,બાળકો માટે ‘દંડ ફાળવો અને બાળપણ બચાવો’ એ સૂત્ર અને સંદેશો હોવો જોઈએ.
 • મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક સમસ્યાઓની નિશાનીઓ બતાવતા બાળકોની મદદ કરવા માટે અને બાળકો અને તેમના વડિલો/સંરક્ષકોને આવશ્યક સલાહ પૂરી પાડવા માટે શાળા પાસે એક પ્રશિક્ષિત સલાહકાર હોવો જરૂરી છે.
 • હકારાત્મક સમકક્ષ પ્રત્યુત્તર,પારિવારીક પ્રત્યુત્તર અને સમુદાયના પ્રત્યુત્તર નિર્માણ કરવા માટે શાળા પાસે એક સામાજીક કાર્યકર હોવો જરૂરી છે.
 • નિયમિત અને નિયતકાલીન PTAs અનિવાર્ય લક્ષણ બનવું જોઈએ. PTAs માત્ર બાળકના વર્ગમાંના વિકાસ પર જ નહી પણ બાળકના એકંદર વિકાસ પર વડીલોઅને શિક્ષકો વચ્ચેની ચર્ચા માટે મંચ પૂરુ પાડે છે.
 • બાળકોના અધિકારો પર શિક્ષકો સાથે તાલીમ અને સંવેદનશીલ પ્રવૃતિઓ એ નિયમિત લક્ષણ બનવું જોઈએ જેમ નિયમિત આધાર પર વિવિધ શાળાઓ દ્વારા અભ્યાસક્રમની તાલીમ માટે શિક્ષકોને મોકલવામાં આવે છે.
 • બાળકોને શાળાની અંદર અસર કરતી બાબતોમાં તેમની સહભાગિતા માટેના મંચની રચના પણ હોવી જોઈએ.
 • શાળાના પરિસરોમાં બાળકો માટેની મૂળભૂત સુવિધાઓ જેવી કે શૌચાલયો અને પીવાનું પાણી ઉપલબ્ધ હોવી જોઈએ.છોકરીઓ અને છોકરીઓ માટેના શૌચાલયો ભિન્ન હોવા જરૂરી છે.
 • જે શાળાઓ તંબુમાં કે નાના ખંડોમાં કાર્યાન્વિત થતા હોય તેમાં શૌચાલય અને પીવાના પાણી માટેનિયત મુજબ પર્યાપ્ત વિરામો થવા જરૂરી છે.
 • અસમર્થ-મિત્રવત માળખું અને અદ્યયન-ભણતર સામગ્રીઓ અપંગ બાળક તરફની શાળાની સંવેદિતા પર પ્રતિબિંબ પાડે છે.ખાતરી કરો કે તમારા પાસે તે છે અથવા ઓછામાં ઓછું તમારા કયા સ્ત્રોતો તે માટેની શ્રેષ્ઠ મંજૂરી આપી શકે છે. આ જરૂરિયાતોને પૂર્ણ કરવા સ્થાનિક સ્ત્રોતોનો ઉપયોગ કરી શકાય છે..
 • શાળાના પરિસરમાં અને તેની આસપાસ કોઈ વિક્રેતાઓ હોવા જોઈએ નહી.
 • જે શાળાઓ કડક રીતે ઘરગથ્થુ કામ માટે બાળકોના રોજગારને પરાવૃત કરે છે ખરેખરમાં તેના શિક્ષકોએ આ માટે સમુદાયમાં દરેક દ્વારા જેનું અનુસરણ થાય તેવા શ્રેષ્ઠ આચરણોને સ્થાપિત કરવા જોઈએ.
 • શાળાના પરિસરમાં ડ્રગની હેરાફેરીની કે બીજા કોઈપણ દુર્વ્યવહારની તપાસ કરવાસમકક્ષ સમૂહોને વિકસિત કરવા એ એક સારી આદત છે જે દરેક શાળાએ અપનાવવી જોઈએ.
 • શાળાના પરિસરની અંદર કે બહાર બાળ જાતીય દુર્વ્યવહારમાં અહેવાલ અનુસાર સમાવિષ્ટ શિક્ષકો અને શાળાના બીજા કર્મચારીઓ વિરુદ્ધ શિસ્તબદ્ધ તપાસ અને કાર્યવાહી માટે માર્ગદર્શનોને પ્રસ્થાપિત કરવામાં આવે છે અને તેમનું અનુસરણ કરવામાં આવે છે.
 • શાળાના પરિસરની અંદર લિંગ,અસમર્થતા,જાતિ,ધર્મ કે HIV/AIDSના આધાર પર જોવા મળેલા ભેદભાવની સામે કાર્યવાહી કરવા માર્ગદર્શનો,નિયમો અને ધોરણો તૈયાર કરવામાં આવ્યા છે.
 • શાળાઓએ બાળકો,તેમના વડિલો,અને પંચાયતો/મ્યુનીસીપલ મંડળોનો સમાવેશ કરતા બાળ સંરક્ષણ પ્રબંધન એકમ કે જૂથની સ્થાપના કરવી જોઈએ. સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળા બાળકોની નોંધ રાખવાનું અને બાળ દુર્વ્યવહારના કિસ્સાઓની ખબર પોલીસ કે બીજા સંબંધિત અધિકારોને આપવાની તે આ એકમોનું કાર્ય હોઈ શકે છે.

વિષય-વસ્તુ આધારિત મનોરંજનાત્મક પ્રવૃતિઓ જેમાં બાળકોનો સમાવેશ કરી શકાય છે

 • ચર્ચા/વાદ-વિવાદ/પ્રશ્નોત્તરી
 • વાર્તા કથન
 • રંગકામ, સ્થાનિક કળા (પ્રદેશ વિશિષ્ટ)
 • વ્યંગ રચનાઓ/નાટકો/રંગમંચ
 • કુંભારકામ અને બીજી હસ્તકળાઓ
 • કઠપૂતળી બનાવવી
 • મુખ રંગકામ
 • ઓરીગેમી(કાગળને વાળીને આકૃતિઓ બનાવવાની જાપાની કળા)
 • ફોટોગ્રાફી
 • પિકનીક અને પર્યટનો
 • રમતો (અંદર અને બહાર રમાય તેવી)
 • પ્રદર્શનો


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate