অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિશ્વના સત્તાવાર નવા 7 કુતુબલો

યુકેટેન પેનીન્સુલા,મેક્સીકોના ચીચેન ઈટ્ઝા (800 એ.ડી પહેલા) નું પિરામિડ

ચીચેન ઈટ્ઝા,સૌથી પ્રચલિત મયાન મંદિરનું શહેર,મયાન સંસ્કૃતિનું રાજકીય અને આર્થિક કેન્દ્ર છે.તેની વિવિધ રચનાઓ-કુકુલનનું પિરામિડ,ચેક મૂલનું મંદિર,હજારો થાંભલાઓનો હોલ,અને કેદીઓને રમવાનું ક્ષેત્ર-તેઓને આજે પણ જોઈ શકાય છે અને સ્થાપત્ય સ્થાન અને બનાવટોની અસાધારણ પ્રતિબદ્ધતાના દર્શક છે.તમામ મયાન મંદિરોમાં પિરામિડ એ છેલ્લું,અને વિવાદાસ્પદ રૂપે સૌથી મોટુ હતું.

ક્રીસ્ટ રીડીમર (1931) રીયો ડી જેનરીઓ,બ્રાઝીલ

રીયો ડી જેનેરીઓને ઉપરથી જોતી,કોર્કોવેડો પર્વતના શિખર પર આવેલી જીસસની મૂર્તિ 38 મીટર લાંબી છે.બ્રાઝીલી વ્યક્તિ હીટોર દા સીલ્વા કોસ્ટા દ્વારા તેની રચના કરવામાં આવી અને ફ્રેન્ચ મૂર્તિકાર લેન્ડોસ્કી દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે,વિશ્વના સૌથી જાણીતા સ્મારકોમાંનું એક. મૂર્તિને તૈયાર થતા પાંચ વર્ષ લાગ્યા અને તેનું ઉદ્ઘાટન ઓક્ટોબર 12,1931ના કરવામાં આવ્યું હતું.તે શહેરનું અને બ્રાઝીલી લોકોના ઉત્સાહનું પ્રતીક બની ગયું છે,જે મુલાકાતીઓને ખુલ્લા હાથે આવકારે છે.

રોમન કોલોસીયમ (70-82 એ.ડી) રોમ,ઈટાલી

સફલ લિજનેરોને પ્રોત્સાહન આપવા માટે અને રોમન સામ્રાજયની ભવ્યતાની ઉજવણી કરવા માટે રોમનના કેન્દ્રમાં બાંધવામાં આવેલી વિશાળ રંગભૂમિ. તેની રચનાની વિભાવના આ યથાર્થ દિવસ પર હજી પણ આધારિત છે,અને વ્યાવહારિકપણે દરેક આધુનિક રમતોનું આ સ્ટેડીયમ અમુક 2000 વર્ષો પછી પણ કોલોસીયમની મૂળ રચનાના અત્યંત આકર્ષક પ્રકાશનને દાખવશે.વર્તમાનમાં,ફિલ્મો અને ઐતિહાસિક બુકો મારફતે,પ્રેક્ષકોના આનંદ માટે આ કાર્યક્ષેત્રમાં થયેલી રમતો અને ક્રૂર લડાઈઓથી આપણે વધારે સારી રીતે માહિતગાર છીએ.

તાજ મહેલ (1630 એ.ડી) આગ્રા,ભારત

મુસ્લીમ મોગલના પાંચમા સમ્રાટ શાહજહાઁના હુકમથી તેની પ્રિય મરહૂમ પત્નીની યાદગીરી માટે આ વિશાળ સમાધિને નિર્માણ કરવામાં આવી હતી.સફેદ માર્બલથી નિર્માણ કરવામાં આવી છે અને વિધિપૂર્વક ગોઠવાયેલા દિવાલોથી ઘેરાયેલા બગીચાઓમાં આવેલી છે,તાજ મહેલને ભારતની મુસ્લીમ કળાની સૌથી પરિપૂર્ણ કીમતી વસ્તુ તરીકે સંબોધવામાં આવે છે.સમ્રાટને તદ્દનુસારે જેલમાં પૂરવામાં આવ્યો અને,તે સમયે તેણે કહ્યું કે, તે માત્ર તાજ મહેલને તેની નાની કાણાવાળી બારીમાંથી જોવા માંગે છે.

ચીનની વિશાળ દિવાલ (220 બી.સી અને 1368-1644 એ.ડી) ચીન

ચીનની વિશાળ દિવાલને વિદ્યમાન કિલ્લેબંધીઓને સંગઠીત સુરક્ષા તંત્રમાં જોડવા માટે અને ચીનમાંના મોંગોનલ ટોળકીઓના હુમલાઓને સારી રીતે નિયંત્રિત કરવા માટે નિર્માણ કરવામાં આવી હતી.અત્યાર સુધી બનેલા સ્મારકોમાંથી આ સૌથી મોટું માનવે-બનાવેલું સ્મારક છે અને અવકાશમાંથી તે એકમાત્ર દેખાતું હોવાના કારણે પણ તે ચર્ચામાં છે.આ વિશાળકાય બનાવટ માટે હજારો લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે.

મચુ પીચ્ચુ (1460-1470),પેરૂ

15મી સદીમાં, ઈન્કેન સમ્રાટ પચાક્યુટીકે પર્વતોની હારમાળાઓમાં એક શહેરનું નિર્માણ કર્યું જેને મચુ પીચ્ચુ કહેવાય છે ("જુનો પર્વત"). આ સુંદર વસાહત એન્ડસ ઉચ્ચપ્રદેશના અડધા રસ્તાથી ઉપરમાં,અમેઝોન જંગલમાં ઊંડે-ઊંડે અને ઉરૂબાંબ નદીની તરફ આવેલી છે.શીતળાનો રોગ ફાટી નીકળવાના કારણે ઘણું કરીને તો ઈન્કસો દ્વારા તજવામાં આવેલી છે,અને સ્પેનીશે ઈન્કેન સમ્રાટને હરાવ્યા પછી,ત્રણ સદીઓ સુધી શહેર ‘નષ્ટ’ રહ્યું હતું.હિરમ બિંઘમ દ્વારા 1911માં આની પુન:શોધ કરવામાં આવી હતી.

પેટ્રા (9 બી.સી-40 એ.ડી), જોર્ડન

અરેબીયન રણપ્રદેશના એક કિનારા પર, પેટ્રા એ રાજા અરેટસ IV(9 B.C. to 40 A.D.)ના નિબેટીયન સામ્રાજ્યની તેજસ્વી રાજધાની હતી.જળ તંત્રના નિષ્ણાતો,નિબેટીયનોએ તેમના શહેરને વિશાળ ટનલ બનાવટો અને પાણીના ચેમ્બરો પ્રદાન કર્યા છે.ગ્રીક-રોમનના આદર્શ પર ઘડવામાં આવેલા રંગમંચમાં 4,000 જેટલા પ્રેક્ષકગણો માટેનું સ્થાન છે.વર્તમાનમાં,અલ-ડેરના મઠ પર દેખાતું 42-મીટર ઊંચુ હેલેનીસ્ટીક મંદિર સાથેનો પેટ્રાનો રાજમહેલ મકબરો, મધ્યપૂર્વી સંસ્કૃતિનું પ્રભાવશાળી ઉદાહરણ છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate