অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાત ઓપન સ્કૂલ

પ્રસ્તાવના

જે વિદ્યાર્થીઓ/ઉમેદવારો સામાજિક, આર્થિક, શારીરિક વિકલાંગતા કે એકદમ અંતરિયાળ વિસ્તારમાં રહેણાંક જેવા કારણોને લીધે શાળામાં પ્રવેશ મેળવી શાળાકીય શિક્ષણ મેળવી શકતા નથી, આમ છતાં શાળાકીય શિક્ષણ પૂરું કરી ઉચ્ચ શિક્ષણ મેળવવાની ખેવના ધરાવે છે તેવા વિદ્યાર્થીઓને તેમના અનુકૂળ સમયે, અનુકૂળતા મુજબ અભ્યાસ ચાલુ રાખી શકે તે માટેની વ્યવસ્થા પૂરી પાડવા ગુજરાત સરકારે શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક બમશ:1010-1325-ગ, તા. 15-7-2010થી ગુજરાત રાજય ઓપન સ્કૂલ સોસાયટીની રચના કરવાનો નિર્ણય કરેલ છે અને આ સોસાયટી અંતર્ગત જુલાઈ, 2010થી ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’ની રચના કરવામાં આવેલ છે. શરૂઆતમાં ધોરણ-10 તથા ધોરણ-12 (સામાન્ય પ્રવાહ)માં ખાનગી ઉમેદવાર (External / Private Student) તરીકે પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓ|ઉમેદવારોને ગુજરાત રાજ્ય ઓપન સ્કૂલિંગના અભ્યાસ કેન્દ્ર (સ્ટડી સેન્ટર) મારફતે નોંધણી કરી જરૂરી વ્યવસ્થા પૂરી પાડવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

  • ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનું ટૂંકું નામાભિધાન GSOS રહેશે.
  • ટૂંકી સંજ્ઞા, આ અંગેના નિયમો ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’ નિયમો કહેવાશે.
  1. ‘રાજય સરકાર’ એટલે ‘ગુજરાત સરકાર’
  2. ‘વિભાગ” એટલે ‘શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય’
  3. “બૉર્ડ’ એટલે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.”
  4. ‘સોસાયટી’ એટલે ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ સોસાયટી’, ગાંધીનગર.
  5. 'GSOS એટલે ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’, ગાંધીનગર.
  6. ‘નિયમો’ એટલે ‘ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:બમશઃ 1010-1325-ગ તા. 15-7-2010ની જોગવાઈ હેઠળ ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ સોસાયટી, ગાંધીનગર’ ઠરાવેલ નિયમો.
  7. “પાત્રતા’ એટલે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાનગી (Private) ઉમેદવાર તરીકે ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષામાં બેસવા માટે નક્કી કરેલ લાયકાત.”
  8. ‘પરીક્ષા સમિતિ” એટલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર’ દ્વારા રચવામાં આવેલ પરીક્ષા સમિતિ.
  9. 'GS & HSEB એટલે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.
  10. CBSE એટલે “સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન, ન્યૂ દિલ્હી’
  11. NIOS એટલે “નેશનલ ઇસ્ટીટટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ નોઇડા U.P.”
  12. COBSE એટલે “કાઉન્સીલ ઓફ બોર્ડઝ ઓફ સ્કૂલ એજયુકેશન ઇન ઇન્ડિયા.”
  13. CISCE એટલે “કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, ન્યૂ દિલ્હી.”
  14. “માન્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ’ એટલે ‘ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને સમકક્ષ હોય તેવા અન્ય રાજયોના બોર્ડ.”
  15. ‘પરીક્ષાનું માધ્યમ” એટલે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્ય ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા માટેની ભાષાઓનું માધ્યમ.”
  16. ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના અધ્યક્ષ’ એટલે ‘ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:બમશઃ 1010-1325-ગ, તા. 15-7-2010ના પેરા – 3માં જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના અધ્યક્ષ.”
  17. ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના નાયબ અધ્યક્ષ’ એટલે ‘ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:બમશઃ 1010-1325-ગ, તા. 15-7-2010ના પેરા - 3માં જણાવ્યા મુજબના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના નાયબ અધ્યક્ષ.”
  18. ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના સભ્ય સચિવ’ એટલે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક બમશઃ 1010-1325-ગ, તા. 15-7-2010ના પેરા – 3માં જણાવ્યા મુજબના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના સચિવ.”
  19. ખાસ ફરજ પરના અધિકારી એટલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના “ખાસ ફરજ પરના અધિકારી.’
  20. કન્ટ્રોલર ઓફ એકાઉન્ટ્રસ એન્ડ સ્ટોર્સ એટલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના ‘કન્ટ્રોલર ઓફ એકાઉન્ટ્રસ એન્ડ સ્ટોર્સ.
  21. કમિશનર એટલે ‘શાળા અને મધ્યાહન ભોજન કમિશનર, ગુજરાત રાજ્ય’
  22. “પરીક્ષા કેન્દ્ર’ એટલે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) માટેનાં પરીક્ષા કેન્દ્ર.’
  23. OMR  એટલે ‘Optical Mark Reader.'
  24. ‘અભ્યાસક્રમ” એટલે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)માં હાલમાં જે પાઠયપુસ્તકો અમલમાં હોય તે પાઠચપુસ્તકો મુજબના અભ્યાસક્રમમાંથી વિષયવાર તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ.”
  25. ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ પરીક્ષા’ એટલે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા.
  26. ‘અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર)” એટલે ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ, ગાંધીનગર દ્વારા શાળાવિકાસ સંકુલ ધરાવતી અથવા તો તાલુકા કક્ષાએ આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ના ખાનગી ઉમેદવારોને ઉપયોગી થવા મંજૂર કરેલ અભ્યાસકેન્દ્ર.’
  27. એસ.વી.એસ. (S.V.S.) એટલે શાળાવિકાસ સંકુલ.
  • અર્થઘટન-ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના નિયમોના અર્થઘટન બાબતે જો કોઈ પ્રશ્નન ઉપસ્થિત થાય ત્યારે બોર્ડના અધ્યક્ષશ્રી દ્વારા કરવામાં આવેલું અર્થઘટન આખરી ગણાશે.
  • અદાલતી દાવાઓ કરવાનું ન્યાયક્ષેત્ર.
  1. GSOS ના નિયમોના સંદર્ભમાં બોર્ડ દ્વારા કરવામાં આવતા દાવાઓ કે બોર્ડ ઉપર કરવામાં આવતા દાવાઓ માટે બોર્ડના સચિવ જ કાયદાકીય ગણાશે.
  2. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલને લગતા દાવાઓ માટે ન્યાયક્ષેત્ર માત્ર ગાંધીનગર/અમદાવાદ રહેશે.

પરીક્ષા યોજના

  • GSOS અભ્યાસકેન્દ્રો દ્વારા નોંધાયેલ ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ના ઉમેદવારોની પરીક્ષા સંચાલન બાબત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયમિત અભ્યાસ કર્તા ધોરણ 10 તથા ધોરણ 12ના વિદ્યાર્થીઓની સાથે જ પરીક્ષા લેવામાં આવશે અને તેનું સંચાલન બોર્ડ દ્વારા કરવામાં આવશે.
  • GSOS નો ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)નો અભ્યાસક્રમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ ધોરણ 10 અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) મુજબનો GSOS ની ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા માટેનો અભ્યાસક્રમ રહેશે.
  • GSOS માટે પરીક્ષામાળખું ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) ગુ.મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાતી ધોરણ 10ની તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા મુજબની પરીક્ષા માટે દર્શાવેલ પ્રશ્નનો, ગુણ અને સમય પ્રમાણેનો રહેશે.
  • GSOS માટેનાં પ્રશ્નનપત્રોનું સ્વરૂપ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા મૂજબનું રહેશે.
  • GSOS માધ્યમિક શાળાંત પરીક્ષા (ધોરણ 10) ખાનગી ઉમેદવારની પાત્રતા નીચે મુજબ છે :

જે ઉમેદવાર કોઈ નોંધાયેલી માધ્યમિક શાળામાં હાજરી આપતો ન હોય છતાં માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા આપવી હોય તેવા ઉમેદવારની ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) ઉપરથી નોંધણી કરવામાં આવે છે. આવા ખાનગી ઉમેદવાર માટેની પાત્રતા નીચે મુજબ છે.

  • ઉમેદવારે ધોરણ 7 પાસ કરેલ હોવું જોઈએ અથવા સરકાર માન્ય માધ્યમિક શાળાના ધોરણ 8માં પ્રવેશ પામેલ કે નોંધાયેલ હોવો જોઈએ.
  • ઉમેદવારની વય 1 લી માર્ચના રોજ 15 (પંદર) વર્ષ પૂર્ણ થયેલ હોવી જોઈએ.
  • જે ઉમેદવાર ધોરણ 7 પાસ ન હોય તો પણ જે તે પરીક્ષા માટે 1લી માર્ચના રોજ ઉંમર-17 વર્ષની પૂરી થતી હોય તેવા ઉમેદવારને GSOSના અભ્યાસકેન્દ્રમાંથી ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષામાં બેસવા માટે પરવાનગી આપી શકાશે.
  • આવા ખાનગી ઉમેદવારે ફક્ત ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ દ્વારા માન્ય અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) મારફતે પરવાનગી માટેની અરજી મોકલવાની રહેશે અને GSOS એ નક્કી કરેલ ફી સાથે GSOS ગાંધીનગરને પ્રવર્તમાન જોગવાઈ મુજબ અરજી કરી આવેદનપત્ર ભરીને મોકલવાનું રહેશે.
  • ખાનગી ઉમેદવાર તરીકે જેમને પરવાનગી આપવામાં આવશે. તેમને નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે. જે પરીક્ષામાં પ્રવેશ મેળવવા માટેના આવેદનપત્ર સાથે જોડવું જોઈશે. ઉમેદવારે જે અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) મારફતે અરજી કરી હોય તે જ અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) મારફત પરીક્ષામાં બેસવાનું આવેદનપત્ર મોકલવાનું રહેશે.
  • ખાનગી ઉમેદવારને અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) ધરાવતી શાળાની આંતરિક પરીક્ષા અગર કસોટીમાં બેસવાની ફરજ પાડી શકાશે નહિ.
  • ઉમેદવારને ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષામાં બેસવાની મંજૂરીની મુદત પાંચ પરીક્ષા સુધી રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત થયા પછી ભવિષ્યમાં ફરીથી મંજૂરી મેળવવાની જરૂરિયાત રહેતી નથી.
  • ખાનગી ઉમેદવારને નીચે જણાવેલ વિષયોની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. કમ્પયુટર (024), ચિત્રકામ (037), સંગીત (038), અને શારીરિક શિક્ષણ (040) - આ ચાર પ્રાયોગિક પાસું ધરાવતા વિષયો રાખી શકાશે. પરંતુ અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) ધરાવતી શાળાના આચાર્ય પાસેથી પ્રાયોગિક કાર્ય પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
  • વાણિજ્ય શાળાઓ, ટેફનિકલ શાળાઓ અને ઉત્તર બુનિયાદી શાળાઓ માટેના વિષયો રાખી શકાશે નહિ.
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (એલ.સી.) ડુપ્લીકેટ હોય તો ગુજરાત રાજ્યની કોઈ પણ શાળામાં ઉક્ત શાળા છોડ્યાના પ્રમાણપત્રનો ઉપયોગ કરીને અભ્યાસમાં જોડાયેલ નથી તે બાબતનું સોગંદનામું કરાવવાનું રહેશે.
  • અન્ય રાજ્યના માન્ય બોર્ડની માન્ય શાળાના વિદ્યાર્થી તેમજ જે તે રાજ્યના માન્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ ખાનગી ઉમેદવાર તરીકે માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષામાં બેસી શકશે, પરંતુ તેવા વિદ્યાર્થીએ તેમના શાળા છોડ્યાના પ્રમાણપત્ર પર જિલ્લા શિક્ષણાધિકારીના પ્રતિ હસ્તાક્ષર રજૂ કરવાના રહેશે.
  • ખાનગી ઉમેદવાર તરીકે બોર્ડ દ્વારા દર વર્ષે જુલાઈ માસની 31 તારીખ સુધીમાં અરજીપત્રકો માધ્યમિક શાળાઓ મારફતે ભરાય છે તેના બદલે હવે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) મારફત ભરાશે. જે અંગેના અરજીપત્રકો અને માહિતી પુસ્તિકા આવા અભ્યાસકેન્દ્રો (સ્ટડી સેન્ટર)ને જૂન મહિનાના અંત સુધીમાં મોકલી આપવામાં આવે છે. તેમાં દર્શાવેલ જોગવાઈઓ અને બાબતો ધ્યાને લઈ ઉમેદવારી કરવાની રહેશે. (અભ્યાસકેન્દ્રોની યાદી રજૂ કરેલ છે.)
  • GSOS ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા માટે ખાનગી ઉમેદવારની પાત્રતા નીચે મુજબ ઠરાવેલ છે :
    • જે ઉમેદવાર કોઈ નોંધાયેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હાજરી આપતો ન હોય છતાં ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સામાન્ય પ્રવાહની પરીક્ષા આપવી હોય તેવા ઉમેદવારને ખાનગી ઉમેદવાર તરીકે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલે નિયત કરેલ અરજીપત્રક અને નિયત ફી ભરીને નિયત સમયમર્યાદામાં GSOSના અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) મારફતે ખાનગી ઉમેદવાર તરીકે ઉમેદવારી કરવાની રહેશે. ખાનગી ઉમેદવાર તરીકેની પાત્રતા નીચે મુજબ છે :
      • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (એલ.સી.) ગમે તે શાળાનું હોય પરંતુ ખાનગી ઉમેદવારનું ફોર્મ ફક્ત GSOSના અભ્યાસકેન્દ્ર મારફતે જ ભરવાનું રહેશે.
      • ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલ હોય તે પરીક્ષા વર્ષથી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના વર્ષ દરમિયાન બે વર્ષનો ગાળો થતો હોવો જોઈએ. (દા.ત., પાંચ જુલાઈ, 2009 કે તે પહેલાં ધોરણ 10 પાસ થયેલ ઉમેદવાર માર્ચ, 2011ની ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી શકશે.)
      • ઉમેદવારે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હોય તે શાળા જે તાલુકાISVSમાં આવેલ હોય તે તાલુકા/GSOSની અભ્યાસકેન્દ્ર મારફતે ઉમેદવારી કરવાની રહેશે અથવા તો ઉમેદવાર જે વિસ્તારમાં હાલમાં રહેતો હોય તે વિસ્તારના તાલુકા/SVSમાં આવેલ અભ્યાસકેન્દ્ર મારફતે ઉમેદવારી કરવાની રહેશે. વિજ્ઞાનપ્રવાહમાં ધોરણ 12માં નાપાસ થયેલ ઉમેદવાર પોતાની માતૃ સંસ્થા (જે શાળામાંથી નાપાસ થયેલ છે તે) જે તાલુકાISVSમાં આવેલ હોય તે તાલુકાISVSના GSOSના અભ્યાસકેન્દ્ર મારફતે જ સામાન્ય પ્રવાહના ખાનગી ઉમેદવારનું ફોર્મ ભરવાનું રહેશે
      • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (એલ.સી.) ડુપ્લીકેટ હોય તો ગુજરાત રાજ્યની કોઈ પણ શાળામાં ઉક્ત શાળા છોડ્યાના પ્રમાણપત્રનો ઉપયોગ કરીને અભ્યાસમાં જોડાયેલ નથી તે બાબતનું સોગંદનામું કરાવવાનું રહેશે.
      • ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માગતા ઉમેદવારો માટેના ફોર્મ બોર્ડ દ્વારા દર વર્ષે જુલાઈ માસની 31 તારીખ સુધીમાં આવેદનપત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મારફતે ભરાય છે તેના બદલે હવે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના અભ્યાસકેન્દ્રો (સ્ટડી સેન્ટરો) મારફતે ભરાશે. આ અંગેના આવેદનપત્રો અને માહિતી પુસ્તિકા જૂન મહિનાના અંતમાં GSOSના અભ્યાસકેન્દ્રોને મોકલી આપવામાં આવે છે. તેમાં દર્શાવેલ જોગવાઈઓનો અમલ કરવાનો રહેશે.
      • આ ઉપરાંત વખતો વખત ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ તેમજ બોર્ડ દ્વારા પરીક્ષા કે અભ્યાસને લગતા બહાર પડાતા નિયમો, સૂચનાઓનો અમલ કરવાનો રહેશે.
      • ઉમેદવારે ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની એસ.એસ.સી., (ધોરણ 10) પરીક્ષા અથવા અન્ય માન્ય બોર્ડની/સંસ્થાની ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. જો ઉમેદવાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર સિવાય અન્ય બોર્ડ/સંસ્થામાંથી ધોરણ 10 પાસ કરેલ હોય તો બોર્ડ દ્વારા નક્કી કરેલ સમકક્ષતા પ્રમાણપત્ર અવશ્ય રજૂ કરવાનું રહેશે. (પરિશિષ્ટ-B અને B-1 ધ્યાને લઈ કાર્યવાહી કરવી.)
      • જે ઉમેદવાર વિજ્ઞાનપ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ કે વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં ઉત્તીર્ણ કે અનુતીર્ણ થયો હોય તો પણ તે સામાન્ય પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં ખાનગી ઉમેદવાર તરીકે બેસી શકશે.
      • GSOS ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) આવેદનપત્ર-માહિતી પુસ્તિકા મેળવવા બાબત. (i) GSOS દ્વારા નિયત કરેલ આવેદનપત્રમાં જ અરજી કરી શકાશે. (ii) ઉમેદવારે ફક્ત એક જ અરજી કરવાની રહેશે. (iii) GSOS દ્વારા ઘોષિત કરેલ અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) મારફત અરજી કરી શકાશે.
      • આવેદનપત્ર અને માહિતી પુસ્તિકા બોર્ડ દ્વારા નિયત કરેલ તારીખ, સમય દરમિયાન અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) ધરાવતી શાળામાંથી મેળવી શકાશે.
      • GSOS ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) આવેદનપત્રની વિગતો ભરવા બાબત :
      • ધોરણ-10 તથા ધોરણ-12 (સામાન્ય પ્રવાહ) માટેના ખાનગી ઉમેદવારોએ ભરવાના આવેદનપત્રનો નમૂનો માહિતી પુસ્તિકામાં આપેલ છે. તેમાં લખેલ સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કરી આવેદનપત્ર ભરવાનું રહેશે.
      • માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ 10) ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષામાં બેસવાપરવાનગી મેળવવા માગતા ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે તે માટેની અલગ પુસ્તિકા બહાર પાડેલ છે. ઉમેદવારોએ તે મેળવીને આવેદનપત્ર ભરવાની કામગીરી કરવાની રહેશે.
      • ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ 12, સામાન્ય પ્રવાહ) ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષામાં બેસવા પરવાનગી મેળવવા માગતા ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે તે માટેની અલગ પુસ્તિકા બહાર પાડેલ છે, ઉમેદવારોએ તે મેળવીને આવેદનપત્ર ભરવાની કામગીરી કરવાની રહેશે.
      • અધૂરી વિગતવાળા, અસ્પષ્ટ વિગતવાળા, ખોટી માહિતીવાળા આવેદનપત્ર રદ થવાને પાત્ર રહેશે. (V) આવેદનપત્ર સ્વીકાર કે અસ્વીકાર કરવા બાબતનો અંતિમ નિર્ણય અધ્યક્ષશ્રીનો રહેશે.

GSOS અભ્યાસકેન્દ્ર ધરાવતી શાળા સંસ્થાના વડાએ આવેદનપત્ર મોકલાવતી વખતે જરૂરી આધારોની ચકાસણી કરવા બાબત :

GSOS અભ્યાસકેન્દ્રમાં ધોરણ 10 અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) બંને પરીક્ષા માટેના ખાનગી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. આથી બંને માટેની અલગ અલગ ફાઈલો બનાવવાની રહેશે.

ધોરણ 10 માટેની માહિતી પુસ્તિકામાં જણાવેલ આધારોની ચકાસણી કરી ધોરણ 10 માટેનાં તમામ ખાનગી ઉમેદવારોનાં આવેદનપત્રો ચકાસણી કરીને સચિવશ્રી ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ C/o ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને મોકલવાનાં રહેશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટેની માહિતી પુસ્તિકામાં જણાવેલ આધારોની ચકાસણી કરી ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટેના તમામ ખાનગી ઉમેદવારોનાં આવેદનપત્રો ચકાસણી કરીને સચિવશ્રી ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’ C/o ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને મોકલવાનાં રહેશે.

પરીક્ષા ફી અંગે :

GSOS દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના ખાનગી ઉમેદવારો માટે વખતો વખત નોંધણી ફી તથા પરીક્ષા ફી નક્કી કરવામાં આવે તે મુજબની ફી ચૂકવવાની રહેશે.

ફી રાષ્ટ્રીયકૃત બેંકના ડિમાન્ડ ડ્રાફટથી જ ચૂકવી શકાશે. એકવાર આવેદનપત્ર ભર્યા બાદ પાછું ખેંચી શકાશે નહિ તેમજ પરીક્ષા ફી પરત મળશે નહિ.

નોંધણી ફી અંગે :

ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના ખાનગી ઉમેદવારો પાસેથી નોંધણી ફી + પરીક્ષા ફી + અન્ય સાહિત્ય અંગેની ફી મળી કુલ ફી નોંધણી વખતે એક સાથે લેવામાં આવશે.

નોંધણી ફીમાં વખતોવખત યથાયોગ્ય વધારો કરી શકાશે. એકવાર ખાનગી ઉમેદવાર માટેની પરવાનગી માગતી અરજી કર્યા પછી તે પાછી ખેંચી શકાશે નહિં. પરવાનગી માગતી અરજી સાથે ભરેલી નોંધણી ફી પરત મળશે નહિ.

આવેદનપત્ર નોંધણી અને પરવાનગી બાબત :

જો ઉમેદવારોને ટપાલ દ્વારા માહિતી પુસ્તિકામાં જણાવેલ સમયગાળા દરમિયાન તેમનું આવેદનપત્ર સ્વીકાર્યા અંગેની અને ખાનગી ઉમેદવાર તરીકે મંજૂરી આપવા અંગેની જાણ ન થાય તો તેઓ અભ્યાસકેન્દ્ર ઉપર જઈ આ અંગે તપાસ કરી શકશે.

પરીક્ષા :

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જ GSOSના ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે.
  • ગુજરાત રાજયની માન્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિયમિત અભ્યાસ કરતાં ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની સાથે જ GSOSના અભ્યાસકેન્દ્રો ઉપર નોંધાયેલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.
  • જાહેર પરીક્ષા અંગેનું સમયપત્રક (Time Table) બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે.
  • GSOS અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર) ધરાવતી શાળાના ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓ જે પરીક્ષા કેન્દ્ર ઉપરથી પરીક્ષા આપતા હશે તે જ પરીક્ષા કેન્દ્ર ઉપરથી ખાનગી ઉમેદવારોએ પણ પરીક્ષા આપવાની રહેશે.
  • પ્રશ્નપત્ર પદ્ધતિ, પરીક્ષા પદ્ધતિ, પરીક્ષા કેન્દ્ર, પરીક્ષાની તમામ વ્યવસ્થા, મૂલ્યાંકન અને તેને લગતી તમામ વ્યવસ્થા બોર્ડ નક્કી કરે તે મુજબની રહેશે.
  • પરીક્ષા દરમિયાન ગેરરીતિ આચરનાર ઉમેદવાર સામે બોર્ડના ‘શિક્ષા કોષ્ટક’ મુજબ કાર્યવાહી થઈ શકશે.

પરિણામ

  • બોર્ડ દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહની જાહેર પરીક્ષાના પરિણામની તારીખ નક્કી કરવામાં આવશે.
  • બોર્ડ દ્વારા એક સાથે નિયમિત અને ખાનગી પરીક્ષાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવશે. જે અભ્યાસકેન્દ્ર ઉપર આવેદનપત્ર ભરેલ હશે તેજ અભ્યાસકેન્દ્ર ઉપરથી પરિણામ મેળવી શકાશે.
  • પરિણામ જાહેર થયા બાદ દફતર ચકાસણી, ગુણ ચકાસણી, ગેરહાજરની જગ્યાએ મુક્તિ અને કૃપાગુણ રદ કરી નાપાસ જાહેર કરવા માટેની અરજી જેવી બાબતો માટે બોર્ડની સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

ગુણપત્રક / પ્રમાણપત્ર :

  • ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના અભ્યાસકેન્દ્ર ઉપરથી નોંધણી કરાવી પરીક્ષા આપનાર ખાનગી ઉમેદવારને ગુણપત્રક તેમજ પ્રમાણપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એનાયત કરવામાં આવશે.

પ્રકીર્ણ :

ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહના ખાનગી ઉમેદવારોના આવેદનપત્ર, મંજૂરી, પરીક્ષા, પરિણામ તેમજ અન્ય સંબંધિત બાબતો અંગે અહીં જ્યાં ઉલ્લેખ થયેલ નથી કે સ્પષ્ટતા થયેલ નથી ત્યાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના નિયમો આપોઆપ લાગુ પડશે.

ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અભ્યાસકેન્દ્ર (સ્ટડી સેન્ટર)

  • અભ્યાસકેન્દ્રની યાદી આ સાથે રજૂ કરેલ છે.
  • જે તે વર્ષમાં ખાનગી ઉમેદવાર તરીકે નોંધાયેલ ઉમેદવારો અને તેઓની પરીક્ષાને લગતા રેકર્ડની બોર્ડના નિયમો મુજબ સાચવણી કરવાની રહેશે.
  • અભ્યાસકેન્દ્ર ધરાવતી શાળાના આચાર્ય, અભ્યાસકેન્દ્રના કો-ઓર્ડિનેટર ગણાશે.
  • અભ્યાસકેન્દ્ર ધરાવતી શાળાના આચાર્ય દ્વારા બે શિક્ષકોની (શક્ય હોય તો 1, બી.એસ.સી. બી.એડ્રે 1, બી.એ.બી.એડ્ર. અંગ્રેજી) સંમતિ મેળવી અભ્યાસકેન્દ્ર માટે મંજૂરી મેળવવાની રહેશે.
  • અભ્યાસકેન્દ્રની મંજૂરી મેળવવા માટેનું નિયત કરેલ ફોર્મ આ સાથે રજૂ કરેલ છે.
  • શાળાના સમય બાદ, જાહેર રજાના દિવસે અથવા તો ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવે તે સમયે શાળાએ નક્કી કરેલ બંને શિક્ષકોએ અભ્યાસકેન્દ્ર ઉપર હાજર રહી ઉમેદવારોની નોંધણી, નોંધાયેલ ઉમેદવારોને જે તે વિષયમાં મૂંઝવણ હોય ત્યાં સમજણ આપી માર્ગદર્શન પૂરું પાડવાનું રહેશે.
  • અભ્યાસકેન્દ્ર ઉપર નોંધાયેલ ઉમેદવારોને GSOS તરફથી પૂરું પાડવામાં આવેલ સાહિત્યનું વિતરણ કરી તેઓને પાઠયપુસ્તક તેમજ અન્ય સાહિત્ય સમયસર મળી રહે તેવી વ્યવસ્થા અભ્યાસકેન્દ્ર ખાતે ગોઠવવાની રહેશે.
  • પર્સનલ કોન્ટેક્ટ પ્રોગ્રામ (PCP) દરમિયાન જયારે ઉમેદવાર અભ્યાસકેન્દ્રની મુલાકાત લે ત્યારે તેઓની એસાઈમેન્ટ જોવી, તેમને જુદા જુદા વિષયમાં આવતા કઠિન બિંદુઓ (Hard spot) સમજાવવા તેમજ પ્રશ્નનપત્રને લગતો મહાવરો કરાવવાની અને આ અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવાની કામગીરી આ બંને શિક્ષકોએ કરવાની રહેશે.
  • BISAG (ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક) દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહના ખાનગી ઉમેદવારો માટે ખાસ પ્રસારિત થનાર શૈક્ષણિક કાર્યક્રમોના સમયપત્રક મુજબ અભ્યાસકેન્દ્રમાં ટીવી-ડીશ એન્ટેના વગેરે ગોઠવી આવા ઉમેદવારોને તેનો પૂરતો લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
  • અભ્યાસકેન્દ્રના કો-ઓર્ડિનેટર અને બંને શિક્ષકોને ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની કારોબારી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે તે માનદ્ વેતન ચૂકવવામાં આવશે.

ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ કચેરી વ્યવસ્થા અને સરનામું

  • જયાં સુધી અલગ વ્યવસ્થા ન ગોઠવાય ત્યાં સુધી ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની કચેરી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીના મકાનમાં બેસશે.
  • પત્રવ્યવહાર માટેનું સરનામું : સચિવ ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’ C/o, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, જૂના સચિવાલય પાસે, સેક્ટર-10 બી, ગાંધીનગર. ટે.નં. : (079) 23220538, ફેક્સ નં. : (079) 23253828

જિલ્લાવાર અભ્યાસ કેન્દ્ર (સ્ટડી સેન્ટર)ની યાદી

જિલ્લાનું નામ

સંખ્યા

જિલ્લાનો કોડ નંબર

અમદાવાદ શહેર

૧૦

૧૦૧

અમદાવાદ ગ્રામ્ય

૧૫

૧૦૨

અમરેલી

૧૧

૧૦૩

કચ્છ

૧૦

૧૦૪

ખેડા

૧૦

૧૦૫

જામનગર

૧૧

૧૦૬

જુનાગઢ

૧૫

૧૦૭

આહવા ડાંગ

૦૧

૧૦૮

પંચમહાલ

૧૧

૧૦૯

બનાસકાંઠા

૧૩

૧૧૦

ભરૂચ

૦૮

૧૧૧

ભાવનગર

૧૨

૧૧૨

મહેસાણા

૧૦

૧૧૩

રાજકોટ

૧૮

 

૧૧૪

વડોદરા

૧૬

૧૧૫

વલસાડ

૦૫

૧૧૬

સાબરકાંઠા

૧૫

૧૧૭

સુરત

૧૪

૧૧૮

સુરેન્દ્રનગર

૧૦

૧૧૯

આણંદ

૦૯

૧૨૦

પાટણ

૦૭

૧૨૧

નવસારી

૦૭

૧૨૨

દાહોદ

૦૮

૧૨૩

પોરબંદર

૦૩

૧૨૪

નર્મદા

૦૫

૧૨૫

ગાંધીનગર

૦૫

૧૨૬

તાપી

૦૪

૧૨૭

સ્ત્રોત : સર્વ શિક્ષા અભિયાન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate