કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા કન્યા-કેળવણી નિધિ નામનું અલગ ફંડ ઊભું કરવામાં આવ્યું છે. આ કન્યા-કેળવણી નિધિમાં દાતાઓ અને સંસ્થાઓ દ્વારા મળતું દાન સ્વીકારવામાં આવે છે. આ કન્યા-કેળવણી નિધિમાં રૂ. ૯૧ કરોડ જેટલી રકમ એકત્રિત થયેલ છે. આ નિધિમાં મળેલ દાનને ૮૦(જી)(૫) નીચે ઈન્કમટેક્સમાંથી મુક્તિ આપવામાં આવેલ છે.
માન.મુખ્યમંત્રીશ્રીને દાન સ્વરૂપે અથવા સન્માન પ્રસંગે મળેલ ભેટ-સોગાદોની હરાજીમાંથી મળેલ રકમ પણ કન્યા-કેળવણી નિધિમાં જમા થાય છે. આ માન.મુખ્યમંત્રીશ્રી કન્યા-કેળવણી નિધિમાંથી ખર્ચ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલ છે. વર્ષઃ ૨૦૦૫-૦૬ થી અત્યાર સુધીમાં ૫૫૦૦૦ કરતાં પણ વધુ લાભાર્થી કન્યાઓને ૨૬ કરોડ ઉપરાંતની સહાય વિવિધ યોજનામાં આપવામાં આવી છે.
વિદ્યાર્થિનીઓને નિયત કરેલા અરજીપત્રકમાં યોજનાવાર દર્શાવેલા જરૂરી આધારો સાથે, સંબંધિત હાલની સંસ્થાના વડાના સહી-સિક્કા કરાવી સંપૂર્ણ વિગતો ભરીને નીચે જણાવેલ આ કચેરીના સરનામે મોડામાં મોડી તા. ૧૫/૧૦/૨૦૧૪ સુધીમાં મળે તે રીતે રજીસ્ટર્ડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમયમર્યાદા બહાર આવેલી અરજીઓ ધ્યાને લેવાશે નહી.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/5/2019