રાજય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને અગ્રતા આ૫વામાં આવેલ છે.પ્રાથમિક શિક્ષણ એ શિક્ષણના પીરામીડનો પાયો છે. ૬ થી ૧૪ વર્ષની વયજુથના તમામ બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આ૫વાની રાજય સરકારની જવાબદારી છે.પ્રાથમિક શિક્ષણની પ્રવેશ તથા સ્થાયીકરણની યોજનાઓ ૫ર વધુ ભાર મુકવામાં આવેલ છે.
વિઝન-ર૦૧૦માં નિર્ધારિત કરવામાં આવેલ લ૧યાંક અનુસાર વર્ષ ર૦૦૫ના અંત સુધીમાં ધારણ-૧ થી ૫ માં ૧૦૦ ટકા સ્થાયીકરણ અનેવર્ષ ર૦૧૦ના અંત સુધીમાં ધારણ-૭ સુધીમાં ૧૦૦ ટકા સ્થાયીકરણ હાંસલ કરવા આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર રાજયમાં વાલી શિક્ષણ મંડળ, માતા શિક્ષક મંડળ તથા ગ્રામ્ય શિક્ષણ સમિતિની રચના થઈ ગયેલ છે. આ ઉ૫રાંત ભશાળા પ્રવેશોત્સવભ જેવા કાર્યક્રમથી લોકભાગીદારી વધવા પામેલા છે. તેમજ ઉત્સાહ પ્રેરક યોજનાઓ જેમ વિઘાદીપ વીમા યોજના, વિઘાલક્ષ્મી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલ છે.રાજયમાં અગરિયા અને અન્યના બાળકો માટે ખાસ સહાયક શાળાઓ અને મોસમી છાત્રાલયો, મોડેલ શાળાઓ, કોમ્પ્યુટરાઈઝેશન પ્રોજેકટ , કમ્પાઉન્ડ વોલ જેવી યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે જેના દ્વારા શાળાની ભૌતિક સુવિધા અને વાતાવરણમાં અચૂક સુધારો થશે. પ્રાથમિક શિક્ષણને અસર કરતાં ત્રણ મુખ્ય ૫રિબળો એ, ૧૦૦% નામાંકન, ૧૦૦% સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણ એ છે.
સ્ત્રોત:પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020