હોમ પેજ / શિક્ષણ / ડિજિટલ સાક્ષરતા / ઈ-એજ્યુકેશન વિદ્યાર્થીઓને મદદરૃપ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઈ-એજ્યુકેશન વિદ્યાર્થીઓને મદદરૃપ

ઈ-એજ્યુકેશન વિદ્યાર્થીઓને મદદરૃપ

તહેવારોની મોસમમાં ઑન લાઇન વેચાણ કરતી ઈ-કોમર્સની સાઇટો પણ વેચાણ વધારવા પ્રયાસ કરી રહી છે. કેટલીક ઈ-કોમર્સની સાઇટો હજુ વેચાયેલો માલ પાછો નથી લેતી પરંતુ એ ના ભૂલવું જોઇએ કે વેચાયેલો માલ પાછો લેવાની શરતના કારણે જ ઈ-કોમર્સની બોલબોલા વધી છે.
ઈ-કોમર્સ જ્યારે નવું નવું હતું ત્યારે લોકોને સૌથી વધુ શંકા ક્રેડીટ કાર્ડની વિગતો લીકેજ થઇ જાય તે અંગે હતી. કોઇ ક્રેડીટ કાર્ડ પર ખરીદી કરવા તૈયાર નહોતું. ઈ-કોમર્સની સાઇટોનો વ્યાપ વધ્યો તેની પાછળ સૌથી મોટા બે કારણોમાં એક માલ સામે પૈસા અર્થાત્ કેશ અગેન્સ્ટ ડીલીવરી તેમજ વેચેલો માલ પાછો લેવાની શરત વાળા મુદ્દા છે. જે લોકો ઈ-કોમર્સ દ્વારા તૈયાર કપડાં, બૂટ, બેલ્ટ વગેરે લેવા ટેવાયેલાં છે એ લોકોને હવે બજારમાં જઇને ખરીદી કરવાનું નથી ફાવતું. ઈન્ટરનેટ પર બેસનારા બે કામ એક સાથે કરી શકે એવી ઈ-કોમર્સની વ્યવસ્થાથી લોકો ટેવાઇ ગયા છે. લેપટોપ પર બેઠા-બેઠા તે પોતાના કામની સાથે સાથે નવી પ્રોડક્ટો પણ સ્ક્રીન પર જોયા કરે છે. ઈન્ટરનેટ પર સર્ફીંગ કરનારાઓને બ્રાન્ડેડ ચીજો; સામાન્ય બનાવટની, મેડ ઈન ચાયના જેવી ચીજો પણ આસાનીથી મળી રહે છે.
આપણે ત્યાં શહેરોમાં ગુજરી બજાર (સેકન્ડ હેન્ડ ચીજોનું બજાર) અઠવાડીયે એકવાર મળે છે. આવા બજારોમાં જોઇતી ચીજો લેવા વધુ રખડવું પડે છે. આવા માર્કેટ બહુ સ્વચ્છ નથી હોતા એટલે લોકો ત્યાં જવાનું ટાળતા હોય છે.
ઈન્ટરનેટ પર તો સેકન્ડ હેન્ડ ચીજોની લે-વેચ કરતું બજાર ૨૪ કલાક ધમધમે છે. અહીં માલ ખરીદી શકાય છે તેમજ વેચી પણ શકાય છે. જ્યારે શહેરોમાં ભરાતી ગુજરીમાં તો તમે માત્ર માલ ખરીદી શકો છો.
ઈન્ટરનેટે ચમત્કાર સર્જ્યો છે. ઘરબેઠા લે-વેચ કરવાની પધ્ધતિને સખત આવકાર મળી રહ્યો છે. આ સિસ્ટમ નહોતી ત્યારે ફેરિયાઓને ફેંકી દેવાના ભાવે ચીજો વેચવી પડતી હતી. હવે તો લોકો જુના સોફા, ટેબલો, ખુરશી, ડાઇનીંગ ટેબલ વગેરે ઑન લાઇન વેચતા જોવા મળે છે. જુના પુસ્તકો, કીચન માટેની ચીજો વગેરે પણ લે-વેચ થતી જોવા મળે છે.

ઈ-એજ્યુકેશન

જેમ ઈ-કોમર્સનો વ્યાપ વધેલો છે એમ ઑન લાઇન એજ્યુકેશનનો ઉપયોગ પણ વધ્યો છે. લોકો ઑન લાઇન ફોર્મ ભરતા થયા છે એમ ઑન લાઇન એજ્યુકેશન લેનારો એક વર્ગ છે. અનેક વેબસાઇટ શૉર્ટ ટર્મ કોર્સ મફતમાં ભણાવે છે જ્યારે કેટલાક કોર્સ નજીવી ફી સાથેના હોય છે. આવા કોર્સ સર્ટીફીકેટ પણ આપે છે. ઑન લાઇન એજ્યુકેશન માટે લોકો સર્ચ કર્યા કરે છે. કેટલાક કોર્સ ખૂબ ઉપયોગી પણ બને છે. વિદેશની યુનિવર્સિટીઓ ઑન લાઇન કોર્સ માટે નિષ્ણાતોનું માર્ગદર્શન પણ ઑન લાઇન આપે છે. ઑન લાઇન ગૃપ ડીસ્કશનમાં ભારતના લોકોને ઘણું શીખવા મળે છે.

ભારતમાં શિક્ષણ ક્ષેત્રે જે લાલીયાવાડી ચાલે છે એવી તો કોઇ દેશમાં નથી. ઑન લાઇન એજ્યુકેશનના ક્લાસ પછી વિદ્યાર્થીઓ વચ્ચે થતા ચૅટીંગમાં જોવા મળે છે કે કેનેડા તેના વિદ્યાર્થીઓને ફુલની જેમ સાચવે છે. તેમના શિક્ષણનો ખર્ચ ઉપાડે છે અને ધો. ૮થી જ વિદ્યાર્થીને કઇ લાઇન પસંદ છે તે જાણી લે છે. ઑન લાઇન એજ્યુકેશન વિદ્યાર્થીઓના ક્વૉલિફીકેશનને મજબૂત બનાવે છે.

ઑન લાઇન છેતરપીંડી

સર્ફીંગ કરનાર મોટા ભાગે જાગૃત રહેવાનો પ્રયાસ કરે છે પણ સર્ફીંગ કરનારની સ્થિતિ ઊંધી રકાબી પર બેઠેલી વ્યક્તિ જેવી હોય છે. તેની ચારેબાજુ લપસણી સપાટી હોય છે. ઑન લાઇન શોપીંગની શરૃઆત થઇ ત્યારે સો-બેસ્ટ બાય જેવી સાઇટોએ લોકોને ડ્રોની માયાજાળમાં ફસાવ્યા હતા. હજુ પણ કેટલીક સાઇટો ૮૦૦-૯૦૦ રૃપિયામાં સેમસંગ ફોન આપવાની વાતો કરીને લોકોને ફસાવે છે.

આવી કંપનીઓ સસ્તામાં ફોન માટે રજીસ્ટ્રેશન કરાવતા પહેલા સોશ્યલ નેટવર્કીંગ પરના દસ ગૃપને મેસેજ મોકલવાનું કહેવામાં આવે છે. દસ ગૃપને મેસેજ મોકલાય તો પણ તે કહે કે તમે દર્શાવેલ ગૃપ ખોટા છે. આ કરીને તે ડેટા ભેગો કરે છે. અંતે મહેનત કરતા ગ્રાહકને મોબાઇલ મળતો નથી.

ઑન લાઇન ઓફરોમાં તેજી આવે અને તમારી મેલ બૉક્સમાં ફટોફટ ઑફર આવવા લાગે તો સમજવું કે કોઇ હેકર્સ ગૃપ તમારો પીછો કરી રહ્યું છે. ઑન લાઇન  બેંકિંગ સુવિધા વગેરે પણ આવી છેતરપીંડીનો ભાગ હોય છે.

સર્ફીંગ કરનારા માટે સતત ચેતતું રહેવું જરૃરી છે. દરેક સાઇટ પર પ્રલોભન આપીને લલચાવતી ઑફરો જોવા મળે છે. ક્યાંક રોકાણના બહાને, ક્યાંક વેચાણના બહાને તો ક્યાંક લોન આપવાના બહાને છેતરપીંડી કરનારા પોતાની દુકાનો ખોલીને બેઠા હોય છે.

સ્ત્રોત જીગ્યા બ્લોગ

2.93548387097
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top