હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / સ્વામી વિવેકાનંદ હીલશીલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવા બાબત
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્વામી વિવેકાનંદ હીલશીલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવા બાબત

સ્વામી વિવેકાનંદ હીલશીલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું જિલ્લા, પ્રદેશ અને રાજ્યકક્ષાએ આયોજન કરવા બાબત

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા.૧૭.૭.૨૦૦૦ ના ઠરાવ ક્રમાંક : એસએજી/૧૦૯૯/૧૪૮૧/૪૬-બ થી મળેલ મંજુરી અન્વયે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ક્રિકેટ રમતના પ્રતિભાશાળી અને આશાસ્પદ ખેલાડીઓની નૈસર્ગિક રમતોને બહાર લાવવા સારૂ સ્વામી વિવેકાનંદ હિલ શીલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવે છે. ત્યાર બાદ જીલ્લામાંથી વિજેતા થયેલ ટીમોનુ પ્રદેશ કક્ષાએ આયોજન કરવામાં આવે છે. આ પ્રદેશ કક્ષામાં વિજેતા થયેલ ટીમોને રાજયકક્ષાની સ્વામી વિવેકાનંદ હિલ શીલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવે છે. જેમા વિજેતા થયેલ ટીમોને પ્રમાણપત્ર અને શીલ્ડ એનાયત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૩૫૫૮૪ ખેલાડીઓએ ભાગ લીધેલ છે.

આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે નિયત નમુનાનું એન્ટ્રી ફોર્મ સિનીયર કોચશ્રી, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીએથી મેળવી સંપૂર્ણ વિગતો ભરી પરત કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ગુજરાત હીલશીલ્ડ ચેલેન્જ શીલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટની જીલ્લા, પ્રદેશ અને રાજયકક્ષાની સ્પર્ધાના નિયમો

૧. ખેલાડીઓની લાયકાત અંગેના નિયમો :-

ક. આ ટુર્નામેન્ટમાં શાળામાં નિયમિત અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ ભાગ લઇ શકે અને તેઓ જે તે શાળાના નિયમિત વિદ્યાર્થીઓ હોવા જોઇએ.
ખ. ખેલાડી શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે તા. ૩૧ મી ઓગસ્ટ સુધીમાં દાખલ થયેલ હોવો જોઇએ.
ગ. જે ખેલાડીઓએ જે તે વર્ષની ૩૧મી ડીસેમ્બરના રોજ ૧૯ વર્ષ પુરા કર્યા ન હોય તે ખેલાડી જ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.
ઘ. ધોરણ-૧રની પરીક્ષામાં એક વાર નિષ્ફળ થનાર ખેલાડી ફરી ભાગ લઇ શકશે નહી.
ચ. ધોરણ-૧ર માં "ડ્રોપ" લીધેલ વિદ્યાર્થીને ટુર્નામેન્ટમાં રમવાની તક રહેશે નહી.

૨. સ્પર્ધાનું માળખુ :-

• સ્પર્ધા પ્રથમ જીલ્લા કક્ષા / કોર્પોરેશને પછી પ્રદેશ કક્ષાએ અને છેલ્લે રાજયકક્ષાએ એમ ત્રણ તબકકામાં યોજાશે.
• રાજયના જીલ્લાઓને નીચેના ત્રણ પ્રદેશોમાં વહેંચવામાં આવશે.
૧. સૌરાષ્ટ્ર પ્રદેશ :-
રાજકોટ, જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, કચ્છ તેમજ રાજકોટ જુનાગઢ, જામનગર, ભાવનગર કોર્પોરેશન
૨. અમદાવાદ પ્રદેશ :-
ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ અમદાવાદ, ગાંધીનગર કોર્પોરેશન
૩. દક્ષિણ ગુજરાત પ્રદેશ :-
વડોદરા, સુરત, તાપી, ભરૂચ, નવસારી, વલસાડ, નર્મદા, ડાંગ, પંચમહાલ, દાહોદ તેમજ વડોદરા, સુરત કોર્પોરેશન

જીલ્લા કક્ષા/કોર્પોરેશનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ટીમ પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને પ્રદેશ કક્ષાએ પ્રથમ અને દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરનાર ટીમ રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

૩. સ્પર્ધાના નિયમો :-

જીલ્લા, પ્રદેશ તથા રાજયકક્ષાની સ્પર્ધા નીચેની પધ્ધતિએ રમાડવામાં આવશે.
ક. જીલ્લા કક્ષા /કોર્પોરેશનની બધી જ મેચો ફાઇનલ સિવાયની એક દિવસની રહેશે. અને દરેક ટીમને ૪૦ ઓવર મળશે. મેચના અંતે જો બંને ટીમના રન સરખા હશે તો સિકકો ઉછાળીને પરિણામ આપવામાં આવશે. એક બોલર આઠ ઓવરથી વધારે બોલીંગ કરી શકશે નહી.
કોઇપણ કારણસર ૪૦ ઓવર પુરી ન થાય તો પ્રથમ ૨૦ ઓવરમાં જે ટીમના રન વધારે હશે તે ટીમ વિજેતા ગણાશે. જો ૨૦ ઓવર પણ મેચ ન રમી શકાય તો સિકકો ઉછાળી પરીણામ નકકી કરવામાં આવશે. જીલ્લા કક્ષાની ફાઇનલ મેચ પણ એક દિવાસની અને ૪૦ મર્યાદિત ઓવરની રહેશે. પરંતુ આ મેચમાં જો ૪૦ ઓવર પુરી ન થાય તો મેચ બીજા દિવસે આગળ રમાશે. બીજા દિવસના અંતે પણ મેચ પુરી ન થાય તો ઉપરોકત દર્શાવેલ પધ્ધતિ પ્રમાણે પરીણામ નકકી કરવામાં આવશે.
ખ. પ્રદેશ કક્ષાની સ્પર્ધા માટે ઉપર્યુકત નિયમો રહેશે.
ગ. રાજયકક્ષાની સ્પર્ધા માટે પણ ઉપર્યુકત નિયમો રહેશે.
ઘ. ક્રિકેટના અન્ય નિયમો ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયાના નિયમો પ્રમાણે રહેશે.
ચ. નિયમોમાં મતભેદ જણાય ત્યાં તેના સ્પષ્ટીકરણ અંગે ટુર્નામેન્ટ કમિટીનો નિર્ણય અંતિમ ગણાશે.
છ. સ્પર્ધા અંગે કોઇ વાદવિવાદ ઉપસ્થિત થશે તો ટુર્નામેન્ટ કમિટીનો નિર્ણય આખરી અને બધાને બંધનકર્તા રહેશે.

૪. સ્પર્ધા આયોજન અંગેના માર્ગદર્શક નિયમો :-

૧. દરેક જીલ્લા /કોર્પોરેશનમાં એક ટુર્નામેન્ટ કમિટીની રચના આયોજક જીલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા કરવામાં આવશે.
૨. પ્રદેશ અને જીલ્લા કક્ષા/કોર્પોરેશનની કમિટીઓની રચના પણ યજમાન જીલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા એસ.એ.જી. વડી કચેરીના સંર્પકમાં રહીને કરવામાં આવશે.
૩. આ સ્પર્ધામાં એક ટીમ માટે એક જ શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે, તેમજ શાળાનું નિયમોનુસાર રજીસ્ટ્રેશન થયેલ હોવું જરૂરી છે.

 

અનુ. નં.

વર્ષ

ભાગ લીધેલ
ખેલાડીઓની સંખ્યા

૨૦૦૪-૦૫

૩૯૨૨

૨૦૦૫-૦૬

૪૬૭૬

૨૦૦૬-૦૭

૪૭૯૭

૨૦૦૭-૦૮

૪૨૧૪

૨૦૦૮-૦૯

૪૫૧૦

૨૦૦૯-૧૦

૪૬૧૧

૨૦૧૦-૧૧

૪૮૬૭

૨૦૧૧-૧૨

૩૯૮૭

કુલ

૩૫૫૮૪

 

સ્ત્રોત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

3.08108108108
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top