હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / મહિલા ખેલાડીઓને સ્પોર્ટસ સ્કોલરશીપ આપવાની યોજના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મહિલા ખેલાડીઓને સ્પોર્ટસ સ્કોલરશીપ આપવાની યોજના

મહિલા ખેલાડીઓને સ્પોર્ટસ સ્કોલરશીપ આપવાની યોજના

રાજયની મહિલાઓ રાજયની રમતગમત પ્રવૃતિઓમાં વધુને વધુ સંસ્થાએમાં ભાગ લેતી થાય અને તેઓનો રમતગમત પ્રવૃતિઓમાં રસ જળવાઇ રહે અને રાજયકક્ષા, રાષ્ટ્રાકક્ષા અને આંતર રાષ્ટ્રીરય કક્ષાની સ્પનર્ધાઓમાં સિધ્ધિ પ્રાપ્તે કરવા પ્રોત્સાજહન મળી રહે તે ઉદ્દેશથી રાજયની મહીલા ખેલાડીઓને શિષ્ય્વૃતિ આપવાની યોજના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા.૧૯.૭.૨૦૦૦ના ઠરાવ ક્રમાંક એસએજી/૧૦૨૦૦૦/૬૪૪/૪૦/બ થી અમલમાં મૂકવામાં આવેલ છે. સદરહું યોજનાને તા.૧.૧૧.૨૦૧૧ના ઠરાવ ક્રમાંક એસએજી/૧૦૨૦૧૧/૫૫૭/૪૦/બ થી મહિલા ખેલાડીઓને પુરસ્કાવર યોજના તરીકે સુધારો કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત રાષ્ટ્રકક્ષાએ ભાગ લેનાર તેમજ રાજ્ય કક્ષાએ પ્રથમ આવનાર ખેલાડીને રૂ.૪૮૦૦/-, દ્વિતીય ક્રમે રૂ.૩૬૦૦/- તથા વ્યકિતગત સ્પર્ધામાં તૃતિય ક્રમે આવનાર રૂ.ર૪૦૦/- લેખે પુરસ્કારથી પુરસ્કૃત કરવાની જોગવાઇ છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૦૬૩૩ મહિલા ખેલાડીઓને રૂ.૪૬૫.૫૩ લાખના પુરસ્કારથી એનાયત કરવામાં આવેલ છે. સરકારશ્રી તરફથી મહિલા સ્કોમલરશીપ યોજના હેઠળ કોને સહાય મળી શકે તે માટે નિયમો બનાવવામાં આવેલ છે, જે નિયમો નીચે ઠરાવોથી જાણી શકાશે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા.૧૯.૭.૨૦૦૦ના ઠરાવ ક્રમાંક એસએજી/૧૦૨૦૦૦/૬૪૪/૪૦/બ તા.૧૭.૨.૨૦૦૧ના સુધારાઠરાવ ક્રમાંક એસએજી/ ૧૦૨૦૦૦/૬૪૪/૪૦/બ તા.૧૬.૮.૨૦૦૧ના સુધારા ઠરાવ ક્રમાંક એસએજી/૧૦૨૦૦૦/ ૬૪૪/૧૦૬/૪૦/બ તા.૧.૧૧.૨૦૧૧ના ઠરાવ ક્રમાંક એસએજી/૧૦૨૦૧૧/૫૫૭/૪૦/બ ઉદ્દેશોઃ- રમતગમતની પ્રવૃત્તિઓમાં મહિલાઓ મોટી સંખ્યામાં ભાગ લેતી થાય તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. જે મહિલા ખેલાડીઓએ રાજયકક્ષાએ સિધ્ધિ પ્રાપ્ત કરેલ હોઇ, તેવી મહિલા ખેલાડીને વધુ સિધ્ધિઓ મેળવવા પ્રોત્સાહિત કરવા માટે. મહિલા ખેલાડીઓ રમતગમત માટે પોતાનું કેરીયર બનાવી શકે તે માટે. આ પુરસ્કાર દ્વારા મહિલા ખેલાડીઓ પૌષ્ટિક આહાર લઇ શકે અને પોતાની રમતને અનુરૂપ સારી ગુણવતાવાળા સાધનો ખરીદી શકે તે માટે. પાત્રતાઃ- આ યોજનાનો લાભ સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજવામાં આવતી સ્પર્ધાઓ અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા યોજવામાં આવતી મહિલા અને ગ્રામ્ય રમતોત્સવ યોજનાઓમાં ભાગ લેતી મહિલા ખેલાડીઓને પણ મળવાપાત્ર થશે. શાળાકીય, ગ્રામિણ અને મહિલા રમતોત્સવ જેવી એક કરતા વધુ સ્પર્ધાઓમાં ભાગ લેતી મહિલા ખેલાડીઓને વર્ષમાં એક જ વખત એક જ સ્પર્ધા માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા મહિલા ખેલાડીઓને પુરસ્કાર ફકત એક જ વર્ષ માટે આપવામાં આવશે, એ પછીના વર્ષો માટે જો ખેલાડી ફરી પાત્રતા ધરાવશે હવે ફરીથી એક વર્ષ માટે પુરસ્કાર માટે પુરસ્કાર મળી શકશે. મહિલા ખેલાડીઓએ મેળવેલ સિધ્ધિઓ જે તે નાણાંકીય વર્ષમાં યોજાયેલ સ્પર્ધાઓ દરમ્યાન મેળવેલ હોવી જોઇએ. જે મહિલા ખેલાડીઓ ભારત સરકાર કે અન્ય કોઇ સંસ્થામાંથી પુરસ્કાર મેળવતા હશે તો તેઓ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર બનશે નહી. પુરસ્કારની રકમઃ- આ યોજના અંતર્ગત રાજયકક્ષાની વ્યકિતગત રમતોની સ્પર્ધાઓમાં અને સાંઘિક રમતોની સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર મહિલા ખેલાડીને ટીમના સભ્યોને તથા ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરીને રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તેવા ખેલાડીઓને વાર્ષિક રૂ.૪૮૦૦/- ના પુરસ્કાર આપવામાં આવશે. રાજયકક્ષાની વ્યકિતગત અને સાંઘિક રમતોની સ્પર્ધાઓમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીને ટીમના સભ્યોને વાર્ષિક રૂ.૩૬૦૦/-ના પુરસ્કાર આપવામાં આવશે. રાજયકક્ષાની વ્યકિતગત રમતોની સ્પર્ધાઓમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીઓને વાર્ષિક રૂ.૨૪૦૦/-ના પુરસ્કાર આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ઉપરોકત પાત્રતા ધરાવતા ખેલાડીઓએ સ્પોયર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દૈનિક વર્તમાન પત્રમાં જાહેર નિવિદા પ્રસિધ્ધ થયે નિયત નમૂનાના ફોર્મમાં અરજી કરી શકશે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

2.78787878788
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top