অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અનુસૂચિત જાતિ વિસ્તાર માટે યોગ ફીટનેસ સેન્ટર

અનુસૂચિત જાતિ વિસ્તાર માટે યોગ ફીટનેસ સેન્ટર

રાજ્યમાં રમતગમત પ્રવૃત્તિઓનો વિકાસ થાય તે માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં રમતગમતને અનુરૂપ એવા યોગ કેન્દ્રો અને ફીટનેસ કેન્દ્રોની સ્થાપનાથી ગ્રામ્ય વિસ્તારના નૈસર્ગિક પ્રતિભા ધરાવતા ભાઇઓ તથા બહેનો પોતાની સ્વાસ્થ્યવર્ધક પ્રવૃત્તિઓ વધુ પ્રચલિત અને લોકપ્રિય બનાવે તેવા ઉમદા હેતુથી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અનુસૂચિત જાતિ ધરાવતા તાલુકા મથક ખાતે યોગ સેમિનારનું આયોજન વર્ષ ર૦૦૮-૦૯થી શરૂ કરવામાં આવેલ છે. આ યોજનાનો મૂળભૂત હેતુ રાજ્યના અનુસૂચિત જાતિ ધરાવતા તાલુકાના સ્થળોએ યોગ સેમિનારનું આયોજન કરી અનુસૂચિત જાતિના બાળકોમાં યોગ પ્રત્યેની રૂચી કેળવાય અને શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્ય વર્ધક તેમજ વ્યસનમુકત જીવન જીવે તેવો અભિગમ છે.

વર્ષ ૨૦૧૧-૧૨માં રૂ. ૧૦.૦૦ લાખ બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે. જેની સામે રૂ. ૯.૯૯ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે અને કુલ ૯૭૧ અનુસૂચિત જાતિના ભાઇઓ/બહેનોએ ભાગ લીધેલ.

 

ક્રમ

વર્ષ

લાભાર્થીઓની સંખ્‍યા

૨૦૦૪-૨૦૦૫

૧૮૯૮૯

૨૦૦૫-૨૦૦૬

૧૭૭૭૧

૨૦૦૬-૨૦૦૭

૧૦૫૩૨

૨૦૦૭-૨૦૦૮

૧૮૯૭૫

૨૦૦૮-૨૦૦૯

૯૧૨૩

૨૦૦૯-૨૦૧૦

૭૧૯૩

૨૦૧૦-૨૦૧૧

૯૯૭૭

૨૦૧૧-૨૦૧૨

૫૯૬૯

 

કુલ

૯૮૫૨૯

સરકારશ્રી દ્વારા યોગ માધ્યમથી વ્યકિતઓનું તંદુરસ્ત સ્વાસ્થ્ય બની રહેશે તેવા આશયથી આપેલ આ યોગની યોજના સંપૂર્ણ સાક્ષાતકાર ફળીભૂત બની રહેશે. ચાલુ વર્ષે નીચે મુજબ જિલ્લા, તાલુકા તથા અનુસુચિત જાતિની વસ્તી ધરાવતા તાલુકા મથકોએ કાર્યરત છે.

જિલ્લા મુખ્‍ય મથકો ખાતે

તાલુકા મથકો ખાતે

અનુસુચિત જાતિની વસ્‍તી ધરાવતા તાલુકા મથકો ખાતે

વડોદરા

શિનોર

છોટા ઉદેપુર

રાજકોટ

વાંકાનેર

ઉપલેટા

અમરેલી

બગસરા

લાઠી

આણંદ

પેટલાદ

ખંભાત

લીંબડી

ધ્રાંગધ્રા

દસાડા

રાજપીપળા

કેવડીયા કોલોની

--

પાટણ

રાધનપુર

--

મહેસાણા

વડનગર

--

ગાંધીનગર

કલોલ

--

ગોધરા

કાલોલ

લુણાવાડા

જામનગર

ધ્રોળ

લાલપુર

હિંમતનગર

ઈડર

માલપુર, ભીલોડા, વડાલી

અમદાવાદ

દસકોઈ

સાણંદ, ધોળકા, વિરમગામ

સુરત

બારડોલી

કામરેજ

ભાવનગર

બોટાદ

શિહોર, ગારીયાધાર

ભૂજ

ગાંધીધામ

માંડવી, નખત્રાણા

પોરબંદર

કુતિયાણા

--

સાપુતારા

આહવા

--

જુનાગઢ

તલાલા

સુત્રાપાડા, કોડીનાર

પાલનપુર

ડીસા

ધાનેરા, વડગામ, થરાદ

દેવગઢબારીયા

લીમખેડા

--

ભરૂચ

અંકલેશ્‍વર

વાગરા

નડિયાદ

ખેડા

બાલાશિનોર

વલસાડ

નારગોલ

--

નવસારી

ચીખલી

--

સ્ત્રોત :રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate