অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાત જનરલ નોલેજ

ગુજરાત જનરલ નોલેજ

  • 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? -  દરિયાછોરું
  • C.E.E.નું પૂરું નામ જણાવો. -  સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
  • G.E.E.R.નું પૂરું નામ જણાવો.  -  ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)
  • IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?  -  ડૉ. વિક્રમ સારાભાઇ
  • IPRનું પૂરું નામ શું છે?  -  ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ
  • ITCTIનું પુરૂ નામ જણાવો.  - ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ
  • અક્ષરધામ શું છે ? - ગાંધીનગરમાં આવેલું સ્‍વામીનારાયણ પંથનું વડું મથક છે.
  • અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ  - તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ
  • અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ?  -  મોટેરા સ્ટેડિયમ
  • અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? -  અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન
  • અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?  -  બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ
  • અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? - ૧૨.૫ કિ.મી.
  • અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી?  -  ભિક્ષુ અખંડાનંદ
  • અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? - અમદાવાદ
  • અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? -  તરગાળા
  • આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્‍મનું નામ શું છે ? - મંથન
  • આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? - ડાંગ
  • આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? -  જુગતરામ દવે
  • ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? - ૬૦ ટકા
  • ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે ? -  કારતકી
  • ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? -  ગાંધી માય ફાધર
  • એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? - જુલાઇ, ૧૯૫૦
  • એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? -  ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
  • એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? -  સૂર્ય
  • એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? -  શૂન્ય
  • એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? -  લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
  • એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? - અમદાવાદ
  • એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? -  ૩૦ કિલો
  • એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? -  ૧૨થી ૧૫ વર્ષ
  • એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? -  ડૉ. જીવરાજ મહેતા
  • એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? -  સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
  • એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે? -  અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)
  • એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? - સુરત
  • ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે? -  ગુજરાત
  • કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? -  કુમુદબેન જોષી
  • કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? - ગોકુલગ્રામ યોજના
  • કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? - શરદ પૂર્ણિમા
  • કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ? -  હાજીપીરનો મેળો
  • કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? -  નખત્રાણા
  • કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? -  નિરુણા
  • કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ? -  ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ
  • કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. -  કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
  • કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? -  સાહેબ
  • કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? -  જય જય ગરવી ગુજરાત
  • કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? -  પ્રીતી સેનગુપ્તા
  • કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? -  ડૉ. હંસાબેન મહેતા
  • કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? -  જીતેન્દ્ર જટાશંકર રાવલ
  • કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? -  ડૉ. મધુકર મહેતા
  • કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે? -  રવિશંકર રાવળ
  • કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? - માધવસિંહ સોલંકી
  • કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની  વ્યવસ્થા કરી આપી હતી? -  મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  • કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ? -  પાલનપુર
  • કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? -  સંતશ્રી આપા ગીગા બાપુ
  • કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? -  મેકલેન્ડ
  • કવાંટ મેળો કયાં ભરાય છે ? -  છોટા ઉદેપુર
  • કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? -  શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ
  • કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? -  નગીનાવાડી
  • કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ? -  નાટ્યસંપદા
  • કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? -  પાટણ
  • કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? -  ગુજરાત
  • કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? -  હેમચંદ્રાચાર્ય
  • કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ? -  પોરબંદર
  • કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? -  સંજીવની રથ
  • કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?  -  ભાવનગર
  • ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે? -  ગુણભાખરી
  • ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? -  બાબુભાઇ જશભાઇ પટેલ
  • ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? -  વસ્તુપાલ-તેજપાલ
  • ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી ? -  કેશુભાઇ પટેલ
  • ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? -  વડોદરા( વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે)
  • ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? - સાપુતારા
  • ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? -  ઇ.સ. ૧૯૭૩
  • ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? -  ગાંધીનગર
  • ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? - ઇ.સ. ૧૯૭૫
  • ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? -  કાવેરીને કાંઠે કુંભકોણમ્માં
  • ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? -  રાજભાષા
  • ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ? - ગ્રંથાલય ખાતું
  • ગુજરાત સાહિત્યસભાની સ્થાપના કોણે અને કઇ સાલમાં કરી હતી ? -  રણજીતરામ વાવાભાઇ મહેતા - ૧૯૦૪
  • ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? -  પીછોરા
  • ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે? -  સિદ્ધહેમ શબ્દાનુશાસન
  • ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? -  થરાદ
  • ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? -  ડૉ. આઇ. જી. પટેલ
  • ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? -  દિવાળીબેન ભીલ
  • ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી? -  કસ્તુરભાઇ લાલભાઇ
  • ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? -  સલીમઅલી
  • ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? -  ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
  • ગુજરાતના કયા મંદિરમાં દાન-ધર્માદો સ્વીકારાતો નથી? -  વીરપુરનું જલારામ મંદિર
  • ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? -  સંત પીપાજી
  • ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? -  ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
  • ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? -  ગરબા
  • ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ‘ભારતસંહિતા’ અને ‘જયસંહિતા’ જુદી તારવી આપી છે? -  કે.કા. શાસ્ત્રી
  • ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? -  પ્રભાસ પાટણ
  • ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? - જામનગર
  • ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે ? -  નડિયાદ
  • ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? -  જામનગર
  • ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? -  અમદાવાદ
  • ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? -  સુરત
  • ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? -  ઉદવાડા
  • ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? -  સંત પુનિત મહારાજ
  • ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? -  ચોરવાડ
  • ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? -  ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
  • ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? -  ૪૫થી ૭૦ ટન
  • ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ? -  વલી ગુજરાતી
  • ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? -  હંસા મહેતા
  • ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? -  ઇન્દુમતીબેન શેઠ
  • ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ? -  ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા
  • ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા? -  બાલાશંકર કંથારિયા
  • ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? - સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
  • ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે? -  કમાંગરી શૈલી
  • ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? -  અંબાલાલ સારાભાઇ
  • ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? -  જામનગર ઇ.સ.૧૯૬૭
  • ગુજરાતની કઇ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? -  વિશાલા હોટલ-અમદાવાદ
  • ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? -  બી.આર.ટી.એસ
  • ગુજરાતની કઇ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? -  ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી
  • ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકિ રામાયણની સમીક્ષિત-પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વપ્રસિદ્ધ થઇ છે? -  પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા
  • ગુજરાતની કઈ હિંમતવંતી નારીએ સને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો? -  નાયિકાદેવી
  • ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. -  સુનિતા વિલિયમ્સ
  • ગુજરાતની પ્રથમ લૉ કોલેજ કોણે-કોણે શરૂ કરી હતી? -  સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર
  • ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે? -  છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય
  • ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઇ છે? -  ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
  • ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી?  - બબલભાઈ મહેતા
  • ગુજરાતની સૌપ્રથમ કોમર્સ કોલેજનું નામ આપો. -  એચ.એલ. કોમર્સ કોલેજ-અમદાવાદ - ઇ.સ.૧૯૩૭
  • ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મૂક ફિલ્મ કઇ હતી ? -  ભકત વિદૂર
  • ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટસ કોલેજ કયા શહેરમાં સ્થપાઇ હતી? -  વડોદરા
  • ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? -  સુરત
  • ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? -  સુરત
  • ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? -  પાલિતાણા
  • ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? -  કબીરવડ
  • ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે ? -  હીમાભાઇ ઇન્સ્ટીટ્યુટ
  • ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? -  આંબો
  • ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ? -  વલસાડ
  • ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? -  ગરબા
  • ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? -  કચ્છ મ્યુઝિયમ
  • ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયુ અને કયાં આવેલું છે ? -  સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા
  • ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? -  વડોદરા
  • ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન કયું હતું? -  પીજ
  • ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ? -  હિંગોળગઢ
  • ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે ? -  અમરેલી
  • ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? -  ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી
  • ગુજરાતનું સૌપ્રથમ રંગીન ચલચિત્ર કયું છે? -  લીલુડી ધરતી
  • ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? -  જામનગર
  • ગુજરાતમાં ‘વિધવા વિવાહ’ પર નિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું? -  કરશનદાસ મૂળજી
  • ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? -  સુરત
  • ગુજરાતમાં H.S.C.E. અને S.S.C.E. ની શરૂઆત કયારે થઇ? -  ઇ.સ.૧૯૭૨
  • ગુજરાતમાં અક્ષરધામ મંદિર કયાં આવેલું છે ? -  ગાંધીનગર
  • ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? -  મહિપતરામ રૂપરામ
  • ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલી લો કોલેજ સ્થાપનાર કોણ હતા? : સર લલ્લુભાઇ આશારામ શાહ
  • ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે? : નારાયણ સરોવર
  • ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? : ચંદ્રનો રક્ષક
  • ગુજરાતમાં આવેલી એશિયાની સોથી મોટી હોસ્પિટલ કઇ છે ? : સિવિલ હોસ્પિટલ-અમદાવાદ
  • ગુજરાતમાં આવેલી કઇ મેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે? : આઈ.આઈ.એમ. – એ
  • ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? : સોમનાથ
  • ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર કયાં આવેલું છે ? : ખેડબ્રહ્મા
  • ગુજરાતમાં કન્યાઓ માટેની સૌપ્રથમ પોલિટેકનિકની શરૂઆત કયાં થઇ હતી? : અમદાવાદ - ૧૯૬૪
  • ગુજરાતમાં કયા રાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું ? : સયાજીરાવ ગાયકવાડ
  • ગુજરાતમાં કયા શહેરમાં સૌથી વધુ મંદિરો છે ? : પાલીતાણા
  • ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? : ટીપ્પણી
  • ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? : સોમનાથ
  • ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? : સોમનાથ
  • ગુજરાતમાં ક્ષત્રપકાલીન યુગનાં કયા સ્થાપત્યો મળ્યાં છે? : સ્તૂપ અને વિહારસ્વરૂપની ગુફાઓ
  • ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? : ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ
  • ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા કઇ છે? : મરાઠી
  • ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ?  ગુણભાખરી
  • ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે?: બાલાછડી
  • ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? : શંકરસિંહ વાઘેલા
  • ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? : ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
  • ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે? : ‘૧૦૮’
  • ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે?    : મોતીભાઇ અમીન
  • ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનો સૌપ્રથમ સ્ટુડિયો કયાં બંધાયો હતો? : હાલોલ
  • ગુજરાતમાં બી. એસ. એફ.નું હેડ કવાર્ટર કયાં શહેરમાં છે? : ગાંધીનગર
  • ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ? : ખેડબ્રહ્મા
  • ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી ? : પેડા
  • ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે ? : શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ
  • ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે ? : ભાદરવા
  • ગુજરાતમાં રકતપિત્તિયાઓની સારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું? : આયરાણી અમરબાઇ અને દેવીદાસજી
  • ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? : અમદાવાદ
  • ગુજરાતમાં રેલવે ટ્રેઇનિંગ કોલેજ કયા શહેરમાં આવેલી છે? : વડોદરા
  • ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુ પડે છે ? : વેસ્ટર્ન ઝોન
  • ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે? : ફટાણા
  • ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પિતામહ કોણ ગણાય છે? : છોટુભાઇ પુરાણી
  • ગુજરાતમાં શિવરાત્રિ નિમિત્તે ભવનાથ મેળો કયાં ભરાય છે ? : જૂનાગઢ
  • ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? : જલારામ બાપા
  • ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના કયાં અને કયારે થઈ હતી? : પાટણ-ઇ.સ.૧૯૨૩
  • ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.ની પદવી કોણે મેળવી હતી? : અંબાલાલ સાંકરલાલ દેસાઇ
  • ગુજરાતમાં સૌ પ્રથમ કઇ ચુંટણીમા ઓનલાઇન  વૉટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી? -  અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન
  • ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ? : પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ
  • ગુજરાતમાં સૌથી પહેલાં કન્યાશાળા કયા અને કયારે શરૂ થઇ હતી? : ઇ.સ.૧૮૪૯ (અમદાવાદ)
  • ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? : સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા
  • ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? : પાલીતાણા
  • ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? : અમદાવાદ
  • ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? : મહિપતરામ રૂપરામ
  • ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા કયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
  • ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? : ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
  • ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? : ગુજરાત વર્નાકયુલર સોસાયટી
  • ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
  • ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન કયાં અને કયારે અસ્તિત્વમાં આવી હતી? : અમદાવાદ-ઇ.સ. ૧૮૯૦
  • ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું?  સુરત
  • ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? : મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
  • ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો.: સફારી - નગેન્દ્ર વિજય
  • ગુજરાતી મહિલા માલા ચિનોયને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે ? : તબીબી ક્ષેત્રે
  • ગુજરાતી વૈજ્ઞાનિક ભારતમાં અવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે? : ડૉ. વિક્રમ સારાભાઇ
  • ગુરુ નાનક કચ્છમાં કયાં રહ્યા હતા? : લખપત
  • ગેટ વે ઑફ ફ્રીડમ તરીકે કઇ ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? : દાંડી ગ્રામ પંચાયત
  • ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ કયારે થયો હતો? : ૧૯૯૫-૯૬
  • ગોધરાનું પ્રાચીન નામ શું હતું ? : ગોરૂહક
  • ગોફગૂંથન - સોળંગારાસ કોણ કરે છે અને કયાંનું છે? : સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓ
  • ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો. : નવલખા મહેલ
  • ગોંડલમાં આવેલું કયું મંદિર ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે ? : ભુવનેશ્વરી મંદિર
  • ચાસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? : કાશ્મીરી ચાસ
  • ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? : ચામુંડા માતા
  • જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. : જયશંકર ભોજક
  • જાણીતી શૈક્ષણિક સંસ્થા વલ્લભ વિદ્યાનગર અને ચરોતર એજયુકેશન સોસાયટીના આદ્યસ્થાપક કોણ હતા?  ભાઇલાલભાઇ પટેલ
  • જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? Ans: લાખોટા ફોર્ટ
  • જી.આઇ.ઇ.ટી. નું પુરું નામ જણાવો. Ans: ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી
  • જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ? Ans: જમિયલશા પીર
  • ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે? Ans: ચોરવાડ
  • ટેલિ કોમ્યુનિકેશન ક્ષેત્રે ભારતમાં ક્રાંતિ લાવનાર ગુજરાતી કોણ છે? Ans: સામ પિત્રોડા
  • ટેલિવિઝનનો ગુજરાતમાં પ્રારંભ કયારે થયો? Ans: ૧૫ ઑૅગષ્ટ, ૧૯૭૫
  • ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે ? Ans: ઠાકોર
  • ડાકોર મંદિરની સાથે કયા સંતની ભકિતકથા જોડાયેલી છે? Ans: સંત બોડાણા
  • ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? Ans: ૮૦ ટકા
  • ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણ આપતી ઋતંભરા વિદ્યાપીઠ શરૂ કરનાર સ્વાતંત્ર સેનાનીનું નામ આપો. Ans: પૂર્ણિમાબેન પકવાસા
  • ડાંગની દાદી તરીકે કોણ જાણીતું છે? Ans: પૂર્ણિમાબેન પકવાસા
  • ડાંગમાં દર વર્ષે યોજાતો આદિવાસીઓનો ઉત્સવ કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ દરબાર
  • ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? Ans: ચાળો
  • ડિઝાઇન માટેની કઇ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે? કયાં? Ans: નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન- અમદાવાદ
  • ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ.૧૯૯૭
  • તરણેતરનો મેળો કોના વિજય માટે ઉજવાય છે? Ans: અર્જુનના દ્રૌપદી-વિજય માટે
  • તાના અને રીરી કયા ભકત કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે? Ans: કવિ નરસિંહ મહેતા
  • તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થસ્થળ છે? Ans: જૈન
  • દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ? Ans: ઘેરિયા નૃત્ય
  • દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે ? Ans: સાપુતારા
  • દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? Ans: જગન્નાથ મંદિર
  • દૂધિયું તળાવ હિંદુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે? Ans: પાવાગઢ
  • દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે? Ans: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
  • દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ? Ans: અમદાવાદ ઇ.સ.૧૯૬૩
  • દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ? Ans: દાહોદ
  • દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? Ans: ઓખા મંડળ
  • દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે? Ans: ત્રણ
  • દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? Ans: જગત મંદિર અથવા ત્રિલોક મંદિર
  • ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? Ans: શિકાર નૃત્ય
  • ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ? Ans: ધોળકા
  • નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા? Ans: સંત પૂજય શ્રી મોટા
  • નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ
  • નવા વિધાનસભા બિલ્ડગનું નામ કોના નામ ઊપર રાખવામાં આવ્યું છે ? Ans: વિઠ્ઠલભાઇ પટેલ
  • નવાનગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી? Ans: જામ રાવલ
  • નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? Ans: મોરારજી દેસાઇ
  • નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ
  • નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર
  • નિરંજન ભગતના બધા કાવ્યો કયા કાવ્યસંગ્રહમાં સંગ્રહિત થયા છે? Ans: છંદોલય
  • પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ
  • પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અન્ય કયા નામથી ઓળખાય છે ? Ans: બેટ શંખોદર
  • પવિત્ર શકિતતીર્થ અંબાજી કયા જિલ્લામાં આવેલું છે ? Ans: બનાસકાંઠા
  • પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? Ans: તીર્થગ્રામ યોજના
  • પાશુપત ધર્મના સ્થાપકનું નામ જણાવો. Ans: લકુલેશજી
  • પાંડવોના રથ જેવા આકારનું મંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: જડેશ્વર મહાદેવ
  • પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ? Ans: ધોળકા
  • પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? Ans: નર્મદા
  • પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું? Ans: હરિ ૐ
  • પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: માધવપુર
  • પોરબંદરમાં આવેલ ગાંધીજીનું ઘર કયા નામથી ઓળખવામાં આવે છે ? - કીર્તિમંદિર
    જામનગરમાં કયા મંદિરમાં સતત રામધૂન લાગે છે ? - બાલા હનુમાન
  • પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા
  • પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે ? Ans: જસદણ
  • પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? Ans: અંધજન મંડળ-અમદાવાદ
  • પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતાં? Ans: નાનાભાઈ હરિદાસ
  • પ્રથમ ગુજરાતી મુદ્રક કોણ હતાં ? Ans: ભીમજી પારેખ
  • પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? Ans: મોરારજી દેસાઇ
  • પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ? Ans: સુરત - ઈ.સ. ૧૮૩૬
  • પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ‘શ્રી મુંમબઇના સમાચાર’ કોણે પ્રકાશિત કર્યુ? Ans: ફર્દુનજી મર્ઝબાન
  • પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવો ગુજરાતનો કયો બીચ વર્જીન બીચ તરીકે ઓળખાય છે? Ans: દીવ
  • ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણ કઇ ઉંમરના બાળકોને લાગૂ પડે છે? Ans: ૬થી ૧૪ વર્ષ
  • ફાગણી પૂનમે ભરાતે ગુજરાતનો કયો મેળો ખૂબ લોકપ્રિય છે? Ans: ડાકોરનો મેળો
  • ફિલ્મ અભિનય ક્ષેત્રે જંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં? Ans: લીલા દેસાઈ
  • ફિશર ચેસ કલબ’ની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૯૬
  • બળિયાદેવને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે ? Ans: કાકડા નૃત્ય
  • બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતો કાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
  • બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
  • બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? Ans: સંજય લીલા ભણસાલી
  • ભરૂચની પારંપારિક હસ્તકળાનું નામ જણાવો. Ans: સુજની
  • ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા
  • ભારતની વિસરાયેલી લોકરમતોનું અદભૂત ભાથું પુરૂં પાડનાર ગ્રંથનું નામ જણાવો. Ans: લોકરમતો
  • ભારતની સૌથી મોટી સોફટવેર કંપની વિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે ? Ans: અઝીમ પ્રેમજી
  • ભારતનું એકમાત્ર કોઇન મ્યુઝિયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
  • ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે ? Ans: જામનગર
  • ભારતભરની દૂધ અને ડેરી પ્રોડકટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: આણંદ
  • ભારતમાં બે જુદી - જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજયે કર્યું ? Ans: ગુજરાત
  • ભારતમાં સૌથી વધુ રકતદાન કયા રાજયમાં થાય છે? Ans: ગુજરાત
  • ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? Ans: નરોત્તમ મોરારજી
  • ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
  • ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા ? Ans: જનરલ માણેકશા
  • ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઊજવાય છે? Ans: વડનગર
  • ભારતીય સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ કયાં થયો હતો? Ans: નવસારી
  • ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? Ans: આવાણિયા
  • ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી ? Ans: તાતણીયો ધરો
  • ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર
  • મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? Ans: ગાંધીનગર
  • મહાભારતકાળથી નવરાત્રિ દરમ્યાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે ? Ans: રૂપાલ
  • મહારાજા સિધ્ધરાજે કોતરાવેલો દુર્લભ શિલાલેખ કયાં આવેલો છે ? Ans: ભદ્રેશ્વર
  • મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી
  • મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી
  • મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર
  • માખીમાર કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે? Ans: ફિરોજી માખીમાર
  • મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ
  • મુંબઇથી થાણા વચ્ચે દેશની સર્વપ્રથમ રેલવે ક્યારે શરૂ થઇ? -  તા. 16મી એપ્રિલ, 1853ના રોજ
  • મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર
  • મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે? Ans: જાન્યુઆરી
  • મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે? Ans: વાવ
  • મૌન મંદિરના સ્થાપક કોણ હતા? Ans: પૂજય શ્રી મોટા
  • રબારીઓ દ્વારા કરવામાં આવતું ખૂબ બારીક ભરતકામ કયા નામે ઓળખાય છે? Ans: ટોડલિયા
  • રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા
  • રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
  • રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ
  • રૂમીખાન’નો ખિતાબ ગુજરાતમાં કોને આપવામાં આવેલો છે ? Ans: અમીર મુસ્તુફા
  • લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં? Ans: લતા પટેલ
  • લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે ? Ans: ગૌરાંગ વ્યાસ
  • લોકસંસ્કૃતિનાં રક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે? Ans: પંચવટી યોજના
  • વડનગર શાના માટે જાણીતું છે ? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર
  • વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઇ સંસ્થા કાર્યરત છે? Ans: અપંગ માનવ મંડળ
  • વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે? Ans: નવ વિભાગમાં
  • વિશ્વમાં સર્વપ્રથમ જ સ્થપાઇ હોય તેવી કઈ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થઈ છે ? Ans: ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
  • વિશ્વામિત્ર મુનિને ગાયત્રી મંત્રનો સાક્ષાત્કાર ગુજરાતના કયા સ્થળે થયો હતો? Ans: છોટા ઊદેપુરના વનમાં
  • વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એેવૉર્ડથી નવાજવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ એેવૉર્ડ
  • વૈષ્‍ણવ જન તો તેને રે.....‘‘ ભજનના રચયિતા કોણ હતા ? - નરસિંહ મેહતા
  • વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
  • શંકરાચાર્યે દ્વારકામાં સ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે ? Ans: શારદાપીઠ
  • શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા
  • શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા
  • શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ - ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું ? Ans: હારૂન - અરૂન
  • શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
  • શ્રી અક્ષરપુરષોત્તમ સંસ્થાનું વડું મથક કયાં આવેલ છે ? Ans: બોચાસણ
  • શ્રી રંગઅવધૂતનો આશ્રમ કયાં આવેલો છે ? Ans: નારેશ્વર
  • શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? Ans: વેરાવળ-ઇ.સ.૨૦૦૮
  • શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે ? Ans: જૂનાગઢ
  • શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયાં આવેલું છે? Ans: નારેશ્વર
  • શ્રીરંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા
  • શ્રીરંગ અવધૂત મહારાજે કયા ભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે? Ans: દત્ત ભગવાન
  • સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે ? Ans: દાતાગીગા અને આપાગીગા સંત
  • સમસ્ત એશિયા ખંડમાં દ્વિતીય ક્રમાંકે આવતી એમ. એસ. યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  • સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: હરિલાલ કણિયા
  • સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
  • સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
  • સાબરમતી નદીની કાંઠે કયા મહાન ભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો? Ans: દધિચી
  • સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી
  • સિદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાય છે? Ans: ધમાલ નૃત્ય
  • સિધ્ધપુરનું પ્રાચીન નામ શું હતું ? Ans: શ્રીસ્થલ
  • સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્યતીર્થ કયાં આવેલું છે ? Ans: ગઢડા
  • સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? Ans: ભાવનગર
  • સેવા સંસ્‍થાની સ્‍થાપના કોણે અને ક્યારે કરી હતી ? - ઈલાબહેન ભટ્ટે, 1972માં
  • સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાં આવેલા કળશનું વજન કેટલું છે? Ans: ૧૦ ટન
  • સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920
  • સૌપ્રથમ ગુજરાતી દૈનિક મુંબઇ સમાચાર કોણે શરૂ કર્યું હતું? Ans: ફરદુનજી મર્ઝબાન
  • સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારે પ્રકાશિત થયું? Ans: સંવત ૧૮૭૧
  • સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઇ હતી? Ans: નરસિંહ મહેતા
  • સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? Ans: ગોફ ગુંથન
  • સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ
  • સૌરાષ્ટ્રની જૂની અને જાણીતી રાજકુમાર કૉલેજ કયા શહેરમાં આવેલી છે ? Ans: રાજકોટ
  • સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક
  • હિન્દી ચલચિત્રોમાં ‘મા’ની આબાદ ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીનું નામ જણાવો. Ans: નિરૂપા રોય
  • હિમાલય સાઇકલ યાત્રામાં સૌપ્રથમ વખત વિજેતા બનનાર ગુજરાતી કોણ છે? Ans: હાર્દિક રાવ
  • હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે? Ans: નંદલાલ પુરોહિત
  • હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈન કયા ભરતકામમાં કરવામાં આવે છે? Ans: મહાજન ભરત
  • હિંદુ-મુસ્લિમ એકતાના જ્યોર્તિધર સંત કબીરના નામથી ઓળખાતો કબીરવડ કયા જીલ્લામાં આવેલો છે? Ans: ભરૂચ
  • હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: ઉનાવા
  • હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: પાટણ

સ્ત્રોત : હસમુખ.બી.પટેલ, શેઠ.સી.એમ.હાઇસ્કૂલ ગાંધીનગર સેકટર – 23 ઘ-6, e-mail – hasmuk1969@gmail.com,ફોન – 9724667212

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/12/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate