অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઇ-શાસન

  • e-governance image

    ભારતમાં ઇ-ગવર્નન્સ ચળવળને ટેકો આપવો

    ભારતમાં ઇ-ગવર્નન્સ ચળવળે જે લીતે લોકો જનસેવાની પ્રાપ્યતા મેળવે છે તેનું સ્વરુપ બદલ્યુ છે. વિકાસપીડિયા એ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ ઓનલાઇન સેવાઓ અને પહેલો વિશે લોકોને જાગૃત કરવા પ્રયત્ન કરે છે.

  • e-governance image

    નોલેજ સેન્ટર ઓપરેટર્સને સશક્ત કરવા

    ભારતમાં ગ્રામીણ વિસ્તારો વિકસી રહેલાં આઇસીટી પ્રયત્નોનો લાભ લેવા તૈયાર છે, વિશેષ રીતે કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી). વિકાસપીડિયા પહેલ નોલેજ સેન્ટર ઓપરેટર અને વીએલઇને અત્યંત જરૂરી મંચ પુરું પાડે છે, જે એકબીજાનાં અનુભવની આપલે અને શીખ મેળવે છે.

ભારતમાં ઇ-શાસન: સેવાઓની પ્રાપ્યતામાં મોટી હરણફાળ

ભારતમાં ઇ-શાસન ‘આદાન પ્રદાન’ના તબક્કે પહોંચી ગયું છે અને કેન્દ્ર સરકારી સંસ્થાઓ અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ નાગરિકો, વેપારી અને સરકારી સંગઠનો સુધી પહોંચાડે છે. 2006માં શરૂ થયેલી રાષ્ટ્રીય ઇ-શાસન યોજના (નેશનલ ઇ-ગવર્નન્સ પ્લાન – એનઇજીપી) સમગ્ર ભારતમાં સ્થપાઈ રહેલા સામાન્ય સેવા કેન્દ્રો (કોમન સર્વિસ સેન્ટર્સ – સીએસસી) મારફતે સામાન્ય માણસને તેના વિસ્તારમાં તમામ સરકારી સેવાઓ ઉપલબ્ધ બનાવવાનો પ્રયાસ કરે છે. ઈસાઈ વર્ષનો માર્ચ મહિનો 2014, ની સ્થિતિએ ૧,33,847 (Common service Center Scheme India-CSC સમાચારપત્ર - 2014) સીએસસી વિવિધ બ્રાન્ડ નામોથી કાર્યાન્વિત હતા અને લોકોને સેવાઓ પૂરી પાડવાનું શરૂ કર્યું હતું. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ સંસ્થાઓ, ખાસ કરીને સીએસસી દ્વારા વિકસતી આઈસીટી પહેલોનો લાભ લેવા સજ્જ બની છે. આઈએનડીજીની પહેલો સ્થાનિક ભાષાઓમાં અત્યંત આવશ્યક વિષય-વસ્તુ અને સેવાઓની ઓફર કરે છે, જે ગ્રામીણ લોકોના જીવનમાં ફેરફાર લાવે છે.

www.vikaspedia.in પોર્ટલની ઇ-શાસન વર્ટિકલે મુખ્યત્વે હાલમાં નાગરિકો માટે ઉપલબ્ધ ઑનલાઇન સેવાઓ, રાજ્યવાર ઇ-શાસન કાર્યક્રમો તેમજ ઑનલાઇન કાનૂની સેવાઓ, મોબાઇલ શાસન, આરટીઆઈ, વગેરે માટે માહિતી પૂરી પાડીને ભારતમાં ચાલી રહેલી ઇ-શાસન ચળવળને મદદ કરવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગ્રામીણ ઉદ્યોગસાહસિકો-(Village Level Entrepreneurs -વીએલઈ)ના સશક્તિકરણનું મહત્વ ધ્યાનમાં રાખીને આઈએનડીજીએ તેમને સંસાધન સામગ્રીથી સમૃદ્ધ કરવા અને તેમની પોતાની ભાષામાં તેમના અનુભવો વહેંચવાનો મંચ પૂરો પાડવા “વીએલઈ કોર્નર” નામના નવા વિભાગનો સમાવેશ કર્યો છે.

રાષ્ટ્રીય ઇ-શાસન યોજના

આ વિભાગમાં રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ આયોજન, પહેલો, સ્રોતો અને રાજ્ય સ્તરની વિવિધ ઇ-ગવર્નન્સ પહેલોનો વિગતો આપે છે.

આરટીઆઇ કાયદા 2005 વિશે

માહિતી અધિકાર અધિનિયમન 2005 (આરટીઆઇ) એ ભારતીય સંસદનો કાયદો છે જે ભારતનાં નાગરિકોને માહિતીનો અધિકાર આપે છે. આ કાયદો દરેક રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોમાં લાગુ પડે છે જેમાં માત્ર જમ્મુ અને કશ્મીન રાજ્યનો સમાવેશ થતો નથી.

વીએલઇ માટે સ્રોતો

આ વિભાગ સીએસસીની વિગતો આપે છે, તેમજ વિવિધ ઉપયોગી લિંક અને સંબંધિત સેવાઓ વિશે વાત કરે છે.

ઓનલાઇન સીટીઝન સેવા

આ વિભાગ ઓનલાઇન નાગરિક સેવાઓ અને અન્ય ઉપયોગી માહિતીની વિગતો, લિંક અને તેનો ટૂંકો પરિચય આપે છે.

રાજ્યો ઈ ગવર્નન્સ

આ વિભાગ ભારતમાં વિકસી રહેતી ઈ ગવર્નન્સ સેવાની વિગતો આપે છે અને તેને લગતી વિવિધ લિંક, માહિતી અને ટૂંકમાં પરિચય આપે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/4/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate