વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રસ્તાવના

માહિતીનો અધિકાર અધિનિયમ,૨૦૦૫ નીપ્રસ્તાવના આપેલ છે

પ્રત્યેક જાહેર સત્તામંડળના કામકાજમાં પારદશિર્તા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સત્તામંડળોના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવા માહિતીના અધિકારના વ્યવહારુ શાસનની રચના કરવા, કેન્દ્રીય માહિતી પંચ અને રાજય માહિતી પંચો ની રચના અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતો માટેની જોગવાઇ કરવા બાબતનો અધિનિયમ. ભારતના સંવિધાને લોકશાહી ગણરાજયની સ્થાપના કરેલ છે; અને લોકશાહીની અતિ આવશ્યક કામગીરી માટે નાગરિકોને માહિતગાર રાખવા અને માહિતીની પારદશિર્તા જળવાય તે જરૂરી છે અને ભ્રષ્ટાચારને નિયંત્રણમાં રાખવા અને સરકારો અને તેના માધ્યમો ­જાને જવાબદાર રહે તે પણ જરૂરી છે અને ખરેખર વ્યવહારમાં માહિતીને જાહેર કરવાથી સરકારના કાયર્ક્ષમ સંચાલન મયાર્દિત નાણાકીય સાધનોનો મહત્તમ ઉપયોગ અને સંવેદનશીલ માહિતીની ગોપનીયતાની જાળવણી સહિતના બીજા જાહેર હિતો સાથે સંઘર્ષ થાય તેમ છે; અને લોકશાહી આદર્શની સર્વોર્પરિતા જાળવતી વખતે આ સંઘર્ષમા આવતા હિતો વચ્ચે સંવાદિતા સાધવી પણ જરૂરી છે; તેથી, હવે, જે નાગરિકો માહિતી મેળવવા માગતા હોય તેમને અમુક માહિતી પૂરી પાડવા માટેની જોગવાઇ કરવી ઇષ્ટ છે. સંસદે ભારતના ગણરાજયના છપ્પનમા વર્ષમાં અધિનિયમ કર્યો છે

 

સ્ત્રોત:  ગુજરાત માહિતી આયોગ

3.30769230769
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top