વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રકરણ ૬: પ્રકીર્ણ

પ્રકીર્ણ ની અલગ અલગ કલમો વિષે માહિતી

કલમ ૨૧:

આ અધિનિયમ અથવા તે હેઠળ કરેલા કોઇ નિયમ હેઠળ શુધ્ધબુધ્ધિથી કરેલા અથવા કરવા ધારેલા કોઇ કૃત્ય માટે કોઇપણ વ્યકિત સામે કોઇ દાવો, ફરિયાદ અથવા બીજી કાનૂની કાયર્વાહી થઇ શકશે નહિ.

કલમ ૨૨:

સરકારી ગુપ્ત બાબત અધિનિયમ, 1923 અને તત્સમયે અમલમાં હોય  તેવા બીજા કોઇ કાયદામાં અથવા આ અધિનિયમ સિવાયના બીજા કોઇ કાયદાની રૂએ અમલી હોય  તેવા કોઇ લેખમાં તેની અસંગત હોય તેવો કોઇપણ મજકૂર હોય  તે છતાં આ અધિનિયમની જોગવાઇઓની અસર રહેશે.

કલમ ૨૩:

કોઇપણ ન્યાયાલય, આ અધિનિયમ હેઠળ કરેલા કોઇ હુકમના સંબંધમાં કોઇપણ દાવા, અરજી અથવા બીજી કાયર્વાહી દાખલ કરી શકશે નહિ અને તેવા કોઇ હુકમ સામે આ અધિનિયમ હેઠળ અપીલની રીત સિવાયની બીજી કોઇ રીતે વાંધો ઉઠાવી શકાશે નહિ.

કલમ ૨૪:

(1) આ અધિનિયમમાંનો કોઇપણ મજકૂર; કેન્દ્ર સરકાર દ્વારા સ્થપાયેલ હોય તેવા, બીજી અનુસૂચિમાં નિર્દિષ્ટ કરેલા ગુપ્તચર અને સલામતી સંગઠનો અથવા આવા સંગઠનોએ સરકારને પૂરી પાડેલી કોઇ માહિતીને લાગુ પડશે નહિ¬. પરંતુ ભ્રષ્ટાચાર અને માનવ અધિકારોના ઉલ્લંઘનના આક્ષેપોને લગતી માહિતી, આ પેટા-કલમ હેઠળ બાકાત રાખવામાં આવશે નહિઃ

વધુમાં, માનવ અધિકારોના ઉલ્લંઘનના આક્ષેપોના સંબંધમાં માગેલ હોય તેવી માહિતીના કિસ્સામાં, કેન્દ્રીય માહિતી પંચની મંજૂરી પછી જ માહિતી પૂરી પાડવી જોઇશે અને કલમ 7માં ગમે તે મજકૂર હોય  તે છતાં, એવી માહિતી, વિનંતી મળ્યાની તારીખથી પિસ્તાળીસ દિવસની અંદર પૂરી પાડવી જોઇશે.

(ર) કેન્દ્ર સરકારે, રાજપત્રમાં જાહેરનામાથી, તે સરકારે સ્થાપેલ કોઇપણ બીજી ગુચર અથવા સલામતી સંગઠનોનો અનુસૂચિમાં સમાવેશ કરીને અથવા અગાઉથી તેમાં નિર્દિષ્ટ કરવામાં આવેલા કોઇપણ સંગઠનને તેમાંથી કમી કરીને અનુસૂચિમાં સુધારો કરી શકશે અને આવું જાહેરનામું ¬પ્રસિધ્ધ થયેથી, આવા સંગઠનનો અનુસૂચિમાં સમાવેશ થયેલો હોવાનું અથવા યથા¬સંગ, તેને તેમાંથી કમી કરાયેલ હોવાનું ગણાશે.

(3) પેટા-કલમ (ર) હેઠળ બહાર પાડવામાં આવેલ દરેક જાહેરનામું સંસદના દરેક ગૃહ સમક્ષ મૂકવું જોઇશે.

(4) આ અધિનિયમમાં ગમે તે મજકૂર હોય  તે છતાં, રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામાથી, વખતોવખત નિર્દિષ્ટ કરે તેવા, રાજય સરકારે સ્થાપેલ હોય  તેવા ગુપ્તચર અને સલામતી સંગઠનને લાગુ પડશે નહિઃ

પરંતુ ભ્રષ્ટાચાર અને માનવ અધિકારોના ઉલ્લંઘનના આક્ષેપોને લગતી માહિતી, આ પેટા-કલમ હેઠળ બાકાત રાખવામાં આવશે નહિઃ

વધુમાં, માનવ અધિકારોના ઉલ્લંઘનના આક્ષેપોના સંબંધમાં માગેલ હોય તેવી માહિતીના કિસ્સામાં, રાજ્ય માહિતી પંચની મંજૂરી પછી જ માહિતી પૂરી પાડવી જોઇશે અને કલમ 7માં ગમે તે મજકૂર હોય  તે છતાં, એવી માહિતી, વિનંતી મળ્યાની તારીખથી પિસ્તાળીસ દિવસની અંદર પૂરી પાડવી જોઇશે.

(5) પેટા-કલમ(4) હેઠળ બહાર પાડવામાં આવેલ દરેક જાહેરનામું રાજય વિધાનમંડળ સમક્ષ મૂકવું જોઇશે.

કલમ ૨૫:

(1) કેન્દ્રીય માહિતી પંચે અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચે, દરેક વર્ષ પૂરૂં થયા પછી, વ્યવહાર હોય  તેટલું ઝડપથી, તે વર્ષ દરમિયાનના આ અધિનિયમની જોગવાઇઓના અમલીકરણ ઉપરનો અહેવાલ તૈયાર કરવો જોઇશે અને સમુચિત સરકારને તેની એક નકલ મોકલવી જોઇશે.

(ર) દરેક મંત્રાલયે અથવા વિભાગે, તેમની હકૂમતમાંના જાહેર સત્તામંડળોની બાબતમાં, આ કલમ હેઠળ અહેવાલ તૈયાર કરવા માટે જરૂરી હોય  તેવી માહિતી એકઠી કરવી જોઇશે અને કેન્દ્રીય માહિતી પંચ અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચને પૂરી પાડવી જોઇશે અને આ કલમના હેતુઓ માટે તે માહિતી પૂરી પાડવા અને રેકર્ડ રાખવા સંબંધિત જરૂરિયાતોનું પાલન કરવું જોઇશે.

(3) દરેક અહેવાલમાં, તે અહેવાલ જે વર્ષર્ને લગતો હોય  તે વર્ષર્ના સંબંધમાં નીચેની બાબતો જણાવેલી હોવી જોઇશે,-

(ક) દરેક જાહેર સત્તામંડળને કરવામાં આવેલી વિનંતીની સંખ્યા;

(ખ) જયાં અરજદારો વિનંતી અનુસારના દસ્તાવેજો મેળવવા હકદાર ન હોય  તેવા નિર્ણયોની સંખ્યા, આ અધિનિયમની જે જોગવાઇઓ હેઠળ આ નિર્ણયો કરવામાં આવ્યા હોય તે જોગવાઇઓ અને જેટલી વખત આ જોગવાઇઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય  તે સંખ્યા;

(ગ) કેન્દ્રીય માહિતી પંચ અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચને પુનર્વિલોકન કરવા માટે મોકલવામાં આવેલી અપીલની સંખ્યા, અપીલનો ¬પ્રકાર અને અપીલનું પરિણામ;

(ઘ) આ અધિનિયમના અમલના સંબંધમાં કોઇપણ અધિકારીની સામે લેવામાં આવેલ કોઇ પણ શિસ્તવિષયક પગલાંની વિગતો;

(ચ) આ અધિનિયમ હેઠળ દરેક જાહેર સત્તામંડળ દ્વારા એકઠા કરવામાં આવેલા ચાજીર્સની રકમ;

(છ) આ અધિનિયમના ભાવ અને ઇરાદાને લાગુ પાડવા અને અમલીકરણ માટે જાહેર સત્તામંડળ દ્વારા કરવામાં આવેલા ¬પ્રયત્નો દશાર્વતી કોઇ પણ હકીકત;

(જ) આ અધિનિયમ અથવા બીજા કાયદા અથવા સામાન્ય કાયદા અથવા માહિતી મેળવવાના અધિકારનો અમલ કરવા સંબંધિત બીજી કોઇ બાબતના વિકાસ, સુધારણા, આધુનિકીપ્રકરણ, નવરચના અથવા સુધારા માટે, કોઇ ચોક્કસ જાહેર સત્તામંડળોના સંબંધમાં ભલામણો સહિતની સુધારણા માટેની ભલામણો.

(4) કેન્દ્ર સરકાર અથવા યથા¬સંગ, રાજય સરકાર, દરેક વર્ષ પૂરૂં થયા પછી વ્યવહાર હોય  તેટલું ઝડપથી, પેટા-કલમ (1)માં ઉલ્લેખેલ કેન્દ્રીય માહિતી પંચ અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચના અહેવાલની એક નકલ સંસદના દરેક ગૃહ સમક્ષ અથવા યથા¬સંગ, જયાં રાજય વિધાનમંડળના બે ગૃહો હોય  ત્યાં રાજય વિધાનમંડળના દરેક ગૃહ સમક્ષ અને જયાં રાજય વિધાનમંડળનું એક ગૃહ હોય  ત્યાં તે ગૃહ સમક્ષ મૂકાવી શકશે.

(5) કેન્દ્રીય માહિતી પંચ અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચને એમ જણાય કે આ અધિનિયમ હેઠળના જાહેર સત્તામંડળના કાર્યો બજાવવાના સંબંધમાં જાહેર સત્તામંડળનો વ્યવહાર આ અધિનિયમની જોગવાઇઓ અથવા ભાવ સાથે સુસંગત નથી તો, તે(પંચ), સત્તામંડળને તેના, અભિપ્રાય મુજબ આવી સુસંગતતાને પ્રોત્સાહન આપવા માટે લેવા આવશ્યક હોય  તેવા પગલાં નિર્દિષ્ટ કરતી ભલામણ કરી શકશે.

સમુચિત સરકારે તૈયાર કરવાના કાર્યક્રમો

કલમ ૨૬:

(1) સમુચિત સરકાર, નાણાકીય અને બીજા સ્રોતોની ઉપલભ્યતાના પ્રમાણમાં,-

(ક) આ અધિનિયમ હેઠળ નિધાર્રિત અધિકારો કેવી રીતે વાપરવા તે વિષયે જનતાની, ખાસ કરીને ઉપેક્ષિત સમુદાયોની જાહેર સમજ વધારવા માટે શૈક્ષણિક કાર્યક્રમો વિકસાવી શકશે અને તેની વ્યવસ્થા કરી શકશે;

(ખ) ખંડ(ક)માં ઉલ્લેખેલ કાર્યક્રમોના વિકાસ અને તેની વ્યવસ્થા કરવામાં સહભાગી થવા માટે અને આવા કાર્યક્રમો પોતાની જાતે હાથ ધરવા માટે જાહેર સત્તામંડળોને  પ્રોત્સાહન આપી શકશે;

(ગ) જાહેર સત્તામંડળો દ્વારા તેઓની  પ્રવૃત્તિઓ વિશે આપવામાં આવતી ચોક્કસ માહિતીના સમયસર અને અસરકારક  પ્રસાર માટે  પ્રોત્સાહન આપી શકશે; અને

(ઘ)    જાહેર સત્તામંડળોના કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીઓ અથવા યથા સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીઓને તાલીમ આપી શકશે અને જાહેર સત્તામંડળોના પોતાના ઉપયોગ માટેની સંબંધિત તાલીમ સામગ્રી તૈયાર કરી શકશે.

(ર) સમુચિત સરકારે, આ અધિનિયમના આરંભથી અઢાર મહિનાની અંદર, આ અધિનિયમમાં નિર્દિષ્ટ કરેલા કોઇપણ અધિકાર વાપરવા ઇચ્છતી કોઇ વ્યકિત દ્વારા વાજબી રીતે જરૂરી હોય  તેવી માહિતીનો સમાવેશ કરીને, સરળ રીતે સમજી શકાય તેવા સ્વરૂપમાં અને તેવી રીતે, પોતાની રાજભાષામાં એક માર્ગદર્શિકાનુ સંકલન કરવું જોઇશે.

(3) સમુચિત સરકારે, જો જરૂરી હોય  તો, પેટા-કલમ (ર)માં ઉલ્લેખેલ માર્ગદર્શિકા, નિયમિત સમયાંતરે અદ્યાવત કરવી જોઇશે અને  પ્રકાશિત કરવી જોઇશે, જેમાં, ખાસ કરીને અને પેટા-કલમ (ર)ની વ્યાપકતાને બાધ આવ્યા સિવાય, નીચેની બાબતોનો સમાવેશ કરવો જોઇશે-

(ક) આ અધિનિયમના ઉદેશો;

(ખ) કલમ 5 ની પેટા-કલમ (1) હેઠળ નીમાયેલ દરેક જાહેર સત્તામંડળના કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથાસંગ, રાજયના જાહેર માહિતી અધિકારીનું પત્રવ્યવહારનું સરનામું, ફોન અને ફેકસ નંબર અને, જો ઉપલભ્ય હોય , તો ઇલેકટ્રોનિક મેઇલ એડ્રેસ;

(ગ) કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીને જે રીતે અને જે નમૂનામાં માહિતી મેળવવા માટેની વિનંતી કરવી જોઇશે તે રીત અને નમૂનો;

(ઘ) આ અધિનિયમ હેઠળના જાહેર સત્તામંડળના કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથાસંગ, રાજયના જાહેર માહિતી અધિકારી પાસેથી ઉપલભ્ય સહાય અને તેમની ફરજો; (ચ) કેન્દ્રીય માહિતી પંચ અથવા યથાસંગ, રાજય માહિતી પંચ પાસેથી ઉપલભ્ય સહાય;

(છ) પંચને અપીલ કરવાની રીત સહિતના આ અધિનિયમના સંબંધમાં અથવા આ અધિનિયમથી મળેલા અધિકાર અથવા નાંખવામાં આવેલી ફરજોની બાબતમાં આ અધિનિયમની નિષ્ફળતાના સંબંધમાં ઉપલભ્ય કાયદામાંના તમામ ઉપાય;

(જ) કલમ 4 અનુસાર રેકર્ડના વર્ગો સ્વૈચ્છિક રીતે ¬પ્રગટ કરવા માટે જોગવાઇ કરતી જોગવાઇઓ;

(ઝ) માહિતી મેળવવા માટેની વિનંતીના સંબંધમાં ચૂકવવાની થતી ફીને સંબંધિત નોટિસો; અને

(ટ) આ અધિનિયમ અનુસાર માહિતી મેળવવાના સંબંધમાં કરવામાં આવેલ વધારાના વિનિયમો અથવા બહાર પાડવામાં આવેલ પરિપત્રો.

(4) સમુચિત સરકારે, જો જરૂરી હોય , તો નિયમિત સમયાંતરે માર્ગદર્શિકા અચૂક અદ્યાવત કરવી જોઇશે અને પ્રસિધ્ધ કરવી જોઇશે.

કલમ ૨૭:

(1) સમુચિત સરકાર, રાજપત્રમાં જાહેરનામાથી, આ અધિનિયમની જોગવાઇઓ અમલમાં મૂકવા માટે નિયમો કરી શકશે.

(ર) ખાસ કરીને અને પ્રર્વવર્તી સત્તાની વ્યાપકતાને બાધ આવ્યા વિના, એવા નિયમોથી નીચેની તમામ અથવા તે પૈકીની કોઇપણ બાબત માટે જોગવાઇ કરી શકાશેઃ-

(ક) કલમ 4ની પેટા-કલમ(4) હેઠળ ¬પ્રસાર કરવાની સામગ્રીના માધ્યમનું ખર્ચ અથવા મુદ્રિત સામગ્રીની પડતર કિંમત;

(ખ) કલમ 6ની પેટા-કલમ (1) હેઠળ ચૂકવવાપાત્ર ફી;

(ગ) કલમ 7ની પેટા-કલમો (1) અને (5) હેઠળ ચૂકવવાપાત્ર ફી;

(ઘ) કલમ 13ની પેટા-કલમ(6) અને કલમ 16ની પેટા-કલમ(6) હેઠળ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓને ચૂકવવાપાત્ર પગાર અને ભથ્થાં અને તેમની સેવાની બોલીઓ અને શરતો;

(ચ) કલમ 19ની પેટા-કલમ(10) હેઠળ અપીલનો નિણર્ય કરવામાં કેન્દ્રીય માહિતી પંચ અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચ દ્વારા અપનાવવાની કાર્યરીતિ; અને

(છ) ઠરાવવી જરૂરી હોય  તેવી અથવા ઠરાવવામાં આવે તેવી બીજી કોઇ બાબત. નિયમો કરવાની સક્ષમ સત્તાધિકારીની સત્તા

કલમ ૨૮:

(1) સક્ષમ સત્તાધિકારી, રાજપત્રમાં જાહેરનામાંથી, આ અધિનિયમની જોગવાઇઓે અમલમાં મૂકવા માટે નિયમો કરી શકશે.

(ર) ખાસ કરીને અને પ્રર્વવર્તી સત્તાની વ્યાપકતાને બાધ આવ્યા વિના, એવા નિયમોથી નીચેની તમામ અથવા તે પૈકીની કોઇપણ બાબત માટે જોગવાઇ કરી શકાશેઃ-

(1)        કલમ 4ની પેટા-કલમ (4) હેઠળ ¬પ્રસાર કરવાની સામગ્રીના માધ્યમનું ખર્ચ અથવા મુદ્રિત સામગ્રીની પડતર કિંમત;

(2)        કલમ 6ની પેટા-કલમ (1) હેઠળ ચૂકવવાપાત્ર ફી;

(3)        કલમ 7ની પેટા-કલમ (1) હેઠળ ચૂકવવાપાત્ર ફી; અને

(4)        ઠરાવવી જરૂરી હોય  તેવી અથવા ઠરાવવામાં આવે તેવી બીજી કોઇપણ બાબત.

કલમ ૨૯:

(1) આ અધિનિયમ હેઠળ કેન્દ્ર સરકારે કરેલા દરેક નિયમને, તે કરવામાં આવે તે પછી બનતી ત્વરાએ, સંસદનું સત્ર ચાલુ હોય  ત્યારે, સંસદના દરેક ગૃહ સમક્ષ એક જ સત્રમાં અથવા લાગલાગટ બે અથવા વધુ સત્રોમાં મળીને કુલ ત્રીસ દિવસની મુદત સુધી મૂકવો જોઇશે અને તે સત્ર અથવા ઉપર્યુક્ત લાગલાગટ સત્રો પછીનું તરતનું સત્ર પૂરાં થતા પહેલાં, બન્ને ગૃહો તે નિયમમાં કોઇ ફેરફાર કરવા સંમત થાય અથવા બંને ગૃહો એમ સંમત થાય કે તે નિયમ કરવો જોઇશે નહિ, તો ત્યારબાદ તે એવા ફેરફાર કરેલા સ્વરૂપમાં જ અમલમાં રહેશે અથવા યથા¬સંગ, અમલમાં રહેશે નહિ, તેમ છતાં, આવો કોઇ પણ ફેરફાર થવાથી અથવા રદ થવાથી તે નિયમ હેઠળ અગાઉ કરેલા કોઇ પણ કાયર્ની કાયદેસરતાને બાધ આવશે નહિ.

(ર)     આ અધિનિયમ હેઠળ રાજય સરકારે કરેલ દરેક નિયમને, તે જાહેર કરવામાં આવે તે પછી બનતી ત્વરાએ, રાજય વિધાનમંડળ સમક્ષ મૂકવો જોઇશે.

કલમ ૩૦:

(1) આ અધિનિયમની જોગવાઇઓનો અમલ કરવામાં કોઇ પણ મુશ્કેલી ઉભી થાય તો, કેન્દ્ર સરકાર, રાજપત્રમાં હુકમ  પ્રસિધ્ધ કરીને, મુશ્કેલી દૂર કરવા માટે જરૂરી અથવા ઇષ્ટ લાગે તેવી, આ અધિનિયમની જોગવાઇઓ સાથે અસંગત ન હોય  તેવી જોગવાઇઓ કરી શકશેઃ

પરંતુ આ અધિનિયમના આરંભની તારીખથી બે વર્ષર્ની મુદત પૂરી થયા પછી, આવો કોઇ પણ હુકમ કરી શકાશે નહિ.

(ર) આ કલમ હેઠળ કરેલ દરેક હુકમ, તે કરવામાં આવે તે પછી બનતી ત્વરાએ, સંસદના દરેક ગૃહ સમક્ષ મૂકવો જોઇશે.

કલમ ૩૧:

માહિતી-સ્વાતંત્ર્ય અધિનિયમ,2002, આથી રદ કરવામાં આવે છે.

સ્ત્રોત: ગુજરાત માહિતી આયોગ
3.125
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
સંબંધિત વસ્તુઓ
વધુ...
Back to top