હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / આયોગ / ગુજરાત માહિતી આયોગ / પ્રકરણ ૫ : માહિતી પંચની સત્તા અને કાર્યો, અપીલ અને દંડ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રકરણ ૫ : માહિતી પંચની સત્તા અને કાર્યો, અપીલ અને દંડ

માહિતી પંચની સત્તા અને કાર્યો, અપીલ અને દંડની અલગ અલગ કલમો

કલમ ૧૮

(1) આ અધિનિયમની જોગવાઇઓને અધીન રહીને, કેન્દ્રીય માહિતી પંચ અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચની, કોઇ વ્યકિત,-

(ક) કે જે આ અધિનિયમ હેઠળ આવા કોઇપણ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી તે પ્રકારણથી અથવા કેન્દ્રીય મદદનીશ જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના મદદનીશ જાહેર માહિતી અધિકારીએ, આ અધિનિયમ હેઠળની તેની અથવા તેણીની માહિતી અથવા અપીલ માટેની અરજી, કલમ ૧૯ ની પેટા- કલમ (1) માં નિર્દિષ્ટ કર્યા મુજબ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી કે રાજયના જાહેર માહિતી અધિકારી કે વરિષ્ઠ (સીનીયર) અધિકારીને અથવા કેન્દ્રીય માહિતી પંચને અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચને રવાના કરવા માટે સ્વીકારવાની ના પાડી હોય તે પ્રકારણથી કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીને અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીને વિનંતી કરી શકી ન હોય;

(ખ) કે જેને આ અધિનિયમ હેઠળ વિનંતીથી માંગવામાં આવેલી કોઇ માહિતી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોય;

(ગ) કે જેને આ અધિનિયમ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલી સમયમયાર્દાની અંદર માહિતી મેળવવા અથવા પ્રાપ્ત કરવાની વિનંતીનો ¬પ્રતિભાવ આપવામાં આવ્યો ન હોય;

(ઘ) તેને અથવા તેણીને ગેરવાજબી જણાતી હોય તેવી ફીની રકમ ચૂકવવાનું ફરમાવ્યુ હોય;

(ચ) તેને અથવા તેણીને આ અધિનિયમ હેઠળ અધૂરી,ગેરમાર્ગે દોરનારી અથવા ખોટી માહિતી આપવામાં આવી છે તેવું માનતી હોય; અને

(છ) કે જે આ અધિનિયમ હેઠળ રેકર્ડ માગવા અથવા મેળવવા સંબંધી બીજી કોઇ બાબતના સંબંધમાં, તેની ફરિયાદ સ્વીકારવાની અને તે અંગે તપાસ કરવાની ફરજ રહેશે.

(ર)કેન્દ્રીય માહિતી પંચ અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચને ખાતરી થાય કે કોઇ બાબતમાં તપાસ કરવા માટેના વાજબી આધારો છે, ત્યારે તે, તેના સંદર્ભમાં તપાસ શરૂ કરી શકશે.

(3) કેન્દ્રીય માહિતી પંચને અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચને, આ કલમ હેઠળ કોઇપણ બાબતમાં તપાસ કરતી વખતે, નીચેની બાબતોના સંબંધમાં દીવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૦૮ હેઠળ દાવો ચલાવતી વખતે, દીવાની ન્યાયાલયમાં નિહિત થયેલી સત્તા જેવી જ સત્તા રહેશેઃ-

(ક) વ્યકિતઓને બોલાવવા અને હાજર રહેવા માટે ફરજ પાડવી અને સોગંદ પર મૌખિક અથવા લેખિત પુરાવા આપવા માટે અને દસ્તાવેજો અથવા માહિતી પૂરી પાડવા ફરજ પાડવાની;

(ખ)    દસ્તાવેજોને ¬પ્રગટ કરવા અને તપાસણી કરવા ફરમાવવાની;

(ગ) સોગંદનામા પર પુરાવો મેળવવાની;

(ઘ) કોઇ ન્યાયાલય અથવા કચેરીમાંથી તેના જાહેર રેકર્ડ અથવા તેની ¬તોની માગણી કરવાની;

(ચ) સાક્ષીઓ અથવા દસ્તાવેજોની તપાસ માટે સમન્સ કાઢવાની, અને

(છ) ઠરાવવામાં આવે તેવી બીજી કોઇ બાબત.

(4) સંસદ અથવા યથા¬સંગ, રાજય વિધાનમંડળના કોઇ બીજા અધિનિયમમાં ગમે તે અસંગત હોય તે છતાં, કેન્દ્રીય માહિતી પંચ અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચ, આ અધિનિયમ હેઠળ કોઇપણ ફરિયાદ અંગેની તપાસ દરમ્યાન, આ અધિનિયમ લાગુ પડતો હોય તેવા કોઇ રેકર્ડની કે જે જાહેર સત્તામંડળના નિયંત્રણ હેઠળ હોય તેની તપાસ કરી શકશે અને આવા કોઇપણ રેકર્ડને કોઇપણ આધારે અટકાવી શકાશે નહિ.

કલમ ૧૯:

(1) કોઇપણ વ્યકિત જેને કલમ 7ની પેટા-કલમ(1) અથવા પેટા-કલમ(3)ના ખંડ (ક) માં નિર્દિષ્ટ કર્યા મુજબની સમય મયાર્દાની અંદર નિણર્યની જાણ થઇ ન હોય અથવા કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીના નિણર્યથી નારાજ થઇ હોય, તે, આવી મુદત પૂરી થયાના અથવા આવો નિણર્ય મળ્યાથી ત્રીસ દિવસની અંદર, દરેક જાહેર સત્તામંડળની અંદર, કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારી કરતાં ઉપલો દરજજો ધરાવતા હોય તેવા અધિકારીને અપીલ કરી શકશેઃ

પરંતુ આવા અધિકારીને એવી ખાતરી થાય કે અપીલ કરનાર પૂરતા કારણોસર સમયસર અપીલ કરી શકયો ન હતો, તો તે ત્રીસ દિવસની મુદત વીતી ગયા પછી અપીલ સ્વીકારી શકશે.

(ર) કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીએ અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીએ કરેલ હુકમની સામે, કલમ 11 હેઠળ ત્રાહિત પક્ષકારની માહિતી જાહેર કરવા માટે અપીલ કરવામાં આવી હોય, ત્યારે સંબંધિત ત્રાહિત પક્ષકારે હુકમની તારીખથી ત્રીસ દિવસની અંદર અપીલ કરવી જોઇશે.

(3) પેટા-કલમ (1) હેઠળના નિણર્ય સામેની બીજી અપીલ, જે તારીખે નિણર્ય કરવો જોઇતો હતો અથવા ખરેખર મળ્યો હોય તે તારીખથી નેવું દિવસની અંદર કેન્દ્રીય માહિતી પંચ અથવા રાજય માહિતી પંચ સમક્ષ કરવી જોઇશેઃ

પરંતુ કેન્દ્રીય માહિતી પંચને અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચને ખાતરી થાય કે અપીલ કરનાર પૂરતા કારણોસર સમયસર અપીલ કરી શકયો ન હતો, તો તે નેવું દિવસની મુદત વીતી ગયા પછી અપીલ સ્વીકારી શકશે.

(4) કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીના અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીના નિણર્ય વિરૂધ્ધ કરાયેલ અપીલ, ત્રાહિત પક્ષકારની માહિતી સંબંધી હોય , તો કેન્દ્રીય માહિતી પંચે અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચે, તે ત્રાહિત પક્ષકારને સુનાવણીની વાજબી તક આપવી જોઇશે.

(પ) કોઇ અપીલની કાયર્વાહીમાં વિનંતીનો અસ્વીકાર કાયદેસર રીતે કરવામાં આવ્યો હતો તે સાબિત કરવાની જવાબદારી જેણે વિનંતીનો અસ્વીકાર કર્યો હોય તે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીની રહેશે. (6) પેટા-કલમ (1) અથવા પેટા-કલમ (ર) હેઠળની અપીલનો નિકાલ, અપીલ મળ્યાના ત્રીસ દિવસની અંદર અથવા યથા¬સંગ, તેની અપીલ દાખલ કર્યાની તારીખથી કુલ પિસ્તાળીસ દિવસથી વધુ નહિ તેટલા લંબાવેલા સમયગાળાની અંદર, લેખિતમાં કારણોની નોંધ કરીને, કરવો જોઇશે.

(7) કેન્દ્રીય માહિતી પંચ અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચનેા નિણર્ય બંધનકર્તા રહેશે.

(8) તેના નિણર્યમાં, કેન્દ્રીય માહિતી પંચને અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચને,

નીચેની બાબતોના સંબંધમાં સત્તા રહેશે-

(ક) આ અધિનિયમની જોગવાઇઓના પાલનને સુનિશ્ચિત કરવા માટે આવશ્યક હોય  તેવા નીચે ઉલ્લેખેલ સહિતના કોઇ પગલાં લેવા-

(1) જો આવી વિનંતી કરવામાં આવી હોય, તો ખાસ સ્વરૂપે માહિતી પૂરી પાડવા,

(ર) કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીની નિમણૂક કરવા,

(3) અમુક માહિતી અથવા માહિતીના ¬પ્રકારો ¬પ્રસિધ્ધ કરવા,

(4) રેકર્ડની જાળવણી, સંચાલન અને તેના નાશના સંદર્ભમાં તેની પધ્ધતિમાં જરૂરી ફેરફારો કરવા,

(5) માહિતીના અધિકાર બાબતે તેના અધિકારીઓ માટે તાલીમની જોગવાઇ વિસ્તૃત કરવા,

(6) કલમ 4ની પેટા-કલમ (1)ના ખંડ(ખ)ના પાલન માટે વાર્ષિક અહેવાલની જોગવાઇ કરવા, જાહેર સત્તામંડળને ફરમાવવાની ;

(ખ) કોઇ નુકસાન અથવા થયેલ બીજી હાનિ માટે ફરિયાદીને વળતર આપવા જાહેર સત્તામંડળને ફરમાવવાની;

(ગ) આ અધિનિયમ હેઠળ જોગવાઇ કરેલ કોઇ દંડ લાદવાની;

(ઘ) અરજીને નામંજૂર કરવાની.

(9) કેન્દ્રીય માહિતી પંચે અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચે ફરિયાદીને અને જાહેર સત્તામંડળને, અપીલ અંગેના કોઇ અધિકાર સહિતના તેના નિણર્યની નોટિસ આપવી જોઇશે.

(10) કેન્દ્રીય માહિતી પંચે અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચે ઠરાવવામાં આવે તેવી કાર્યરીતિ અનુસાર અપીલનો નિણર્ય કરવો જોઇશે. ;

કલમ ૨૦

(1) કેન્દ્રીય માહિતી પંચનો અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચનો કોઇ ફરિયાદ અથવા અપીલનો નિણર્ય કરતી વખતે એવો અભિપ્રાય હોય  કે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ રાજયના જાહેર માહિતી અધિકારીએ કોઇ વાજબી પ્રકારણ વિના માહિતી માટેની અરજી સ્વીકારવાની ના પાડી છે અથવા કલમ 7 ની પેટા-કલમ(1) હેઠળ નિર્દિષ્ટ કરેલ સમયની અંદર માહિતી પૂરી પાડી નથી અથવા માહિતી માટેની વિનંતીનો બદઇરાદાપૂવર્ક અસ્વીકાર કર્યો છે અથવા જાણીબૂજીને ખોટી, અધૂરી અને ગેરમાર્ગે દોરનારી માહિતી આપી છે અથવા વિનંતીનો વિષય હોય  તેવી માહિતીનો નાશ કર્યો છે અથવા માહિતી પૂરી પાડવામાં માટે કોઇપણ રીતે અવરોધ કર્યો છે, તો તે અરજી સ્વીકારવામાં આવેલ હોય અથવા માહિતી પૂરી પાડેલ હોય ત્યારથી દરેક દિવસ માટે બસોપચાસ રૂપિયાનો દંડ કરી શકશે, તેમ છતાં તેવા દંડની કુલ રકમ પચીસ હજાર રૂપિયા કરતાં વધવી જોઇશે નહિઃ પરંતુ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારી પર તેવો દંડ નાખતા પહેલા તેને સુનાવણીની વાજબી તક આપવી જોઇશેઃ

વધુમાં, તે વાજબીપણે અને ખંતપૂવર્ક વર્ત્યો હતો તેવું સાબિત કરવાનો બોજો કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારી પર રહેશે.

(ર) કેન્દ્રીય માહિતી પંચનો અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચનો કોઇ ફરિયાદ અથવા અપીલનો નિણર્ય કરતી વખતે એવો અભિપ્રાય હોય  કે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીએ કોઇ વાજબી પ્રકારણ વિના અને દૂરાગ્રહપૂવર્ક માહિતી માટેની અરજી સ્વીકારી નથી અથવા કલમ 7 ની પેટા-કલમ(1) હેઠળ નિર્દિષ્ટ કરેલ સમયની અંદર માહિતી પૂરી પાડી નથી અથવા માહિતી માટેની વિનંતીનો બદઇરાદાપૂવર્ક અસ્વીકાર કર્યો છે અથવા જાણીબુજીને ખોટી, અધૂરી અને ગેરમાર્ગે દોરનારી માહિતી આપી છે અથવા વિનંતીનો વિષય હોય  તેવી માહિતીનો નાશ કર્યો છે અથવા માહિતી પૂરી પાડવામાં કોઇપણ રીતે અવરોધ કર્યો છે, તો તેને લાગુ પડતા સેવા નિયમો હેઠળ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીની વિરૂધ્ધ શિસ્તવિષયક પગલાં લેવાની તે (પંચ) ભલામણ કરી શકશે.

સ્ત્રોત:  ગુજરાત માહિતી આયોગ

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top