વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રકરણ ૪ રાજય માહિતી પંચ

રાજય માહિતી પંચ ના અલગ અલગ કલમ

કલમ ૧૫

(1) દરેક રાજય સરકાર, રાજપત્રમાં જાહેરનામા દ્વારા, આ અધિનિયમ હેઠળ તેને સોંપવામાં આવેલી સત્તા વાપરવા અને કાર્યો બજાવવા માટે.........(રાજયનું નામ) માહિતી પંચના નામે ઓળખાતા મંડળની રચના કરશે.

(ર)રાજય માહિતી પંચ નીચેના સભ્યોનું બનશે-

(ક) રાજયના મુખ્ય માહિતી કમિશનર, અને

(ખ) જરૂરી જણાય તેટલી સંખ્યામાં, દસથી વધુ નહિ તેટલા, રાજય માહિતી કમિશનરો.

(3) નીચેના સભ્યોની બનેલી સમિતિની ભલામણ પરથી, રાજયપાલ, રાજયના મુખ્ય માહિતી કમિશનર અને રાજય માહિતી કમિશનરોની નિયુકિત કરશે-

(1) મુખ્યમંત્રી, જે સમિતિના અધ્યક્ષ રહેશે;

(ર) વિધાનસભામાં વિરોધપક્ષના નેતા; અને

(3) મુખ્યમંત્રી દ્વારા નામનિયુકત કરવામાં આવે તેવા કેબિનેટ મંત્રી.

સ્પષ્ટીપ્રકરણ.- શંકાના નિવારણના હેતુ માટે, આથી જાહેર કરવામાં આવે છે કે વિધાનસભામાં વિરોધપક્ષના નેતાને તે તરીકે માન્યતા આપી ન હોય, ત્યારે વિધાનસભામાં સરકારની સામેના સૌથી મોટા સંયુક્ત વિરોધી જૂથના નેતા વિરોધપક્ષના નેતા ગણાશે.

(4) રાજય માહિતી પંચના કામકાજ ઉપર સામાન્ય દેખરેખ, માર્ગદર્શન અને વ્યવસ્થાપન, રાજયના મુખ્ય માહિતી કમિશનરમાં નિહિત થશે. જેમને રાજ્ય માહિતી કમિશનરો સહાય કરશે અને તે આ અધિનિયમ હેઠળ કોઇ બીજા સત્તાધિકારીની સૂચનાઓને અધીન રહયા સિવાય, રાજય માહિતી પંચ દ્વારા સ્વાયત્ત રીતે વાપરી શકાય અથવા કરી શકાય એવી તમામ સત્તા વાપરી શકશે અને એવા તમામ કાર્યો અને કૃત્યો કરી શકશે.

હોદ્દાની મુદત અને સેવાની શરતો.

(પ)    રાજયના મુખ્ય માહિતી કમિશનર અને રાજય માહિતી કમિશનરો, કાયદા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, વ્યવસ્થાપન, પત્રપ્રકારત્વ, સમૂહ માધ્યમો અથવા વહીવટ અને સંચાલનના ક્ષેત્રમાં બહોળા જ્ઞાન અને અનુભવ ધરાવતી જાહેર જીવનમાં નામાંકિત હોય એવી વ્યકિતઓ હોવી જોઇશે.

(6) રાજયના મુખ્ય માહિતી કમિશનર અથવા રાજય માહિતી કમિશનર, સંસદ સભ્ય અથવા કોઇપણ રાજય અથવા યથા¬સંગ, સંઘ રાજય ક્ષેત્રોના વિધાનમંડળના સભ્ય હોવા જોઇશે નહિ અથવા નફાપ્રકારક બીજો કોઇ હોદ્દો ધરાવતા અથવા બીજા રાજકીય પક્ષ સાથે સંકળાયેલા અથવા અન્ય કોઇ ધંધો કે વ્યવસાય કરતા હોવા જોઇશે નહિ.

(7) રાજય માહિતી પંચનું મુખ્ય મથક, રાજય સરકાર, રાજપત્રમાં જાહેરનામાથી નિર્દિષ્ટ કરે તેવા સ્થળે રહેશે અને રાજય માહિતી પંચ, રાજય સરકારની પૂર્વ મંજૂરીથી રાજયમાં બીજા સ્થળો ખાતે કચેરીઓ સ્થાપી શકશે.

કલમ ૧૬:

(1) રાજયના મુખ્ય માહિતી કમિશનર પોતાનો હોદ્દો સંભાળે તે તારીખથી પાંચ વર્ષર્ની મુદત સુધી હોદ્દો ધરાવશે અને તેઓ ફેરનિમણૂકને પાત્ર થશે નહિઃ

પરંતુ રાજયના કોઇપણ મુખ્ય માહિતી કમિશનર, તેઓ પાંસઠ વર્ષર્ની વયના થયા પછી, તે તરીકે હોદ્દો ધરાવી શકશે નહિ.

(ર) દરેક રાજય માહિતી કમિશનર, તેમનો હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષર્ની મુદત માટે અથવા પાંસઠ વર્ષર્ની વયમયાર્દા પૂરી કરે ત્યાં સુધી, એ બેમાંથી જે વહેલુ હોય તેટલો સમય હોદ્દો ધરાવી શકશે અને આવા રાજય માહિતી કમિશનર તરીકે ફેરનિમણૂક માટે પાત્ર થશે નહિઃ

પરંતુ દરેક રાજય માહિતી કમિશનર, આ પેટા-કલમ હેઠળ તેમનો હોદ્દો છોડે, ત્યારે કલમ ૧પની પેટા-કલમ (3) માં નિર્દિષ્ટ કર્યા ¬માણે રાજયના મુખ્ય માહિતી કમિશનર તરીકે ફેરનિમણૂક માટે પાત્ર થશેઃ

વધુમાં, રાજય માહિતી કમિશનરની રાજયના મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક થાય, ત્યારે રાજય માહિતી કમિશનર અને રાજયના મુખ્ય માહિતી કમિશનર તરીકે તેમના હોદ્દાની કુલમુદત પાંચ વર્ષર્થી વધુ હોવી જોઇશે નહિ.

(3) રાજયના મુખ્ય માહિતી કમિશનરે અથવા રાજય માહિતી કમિશનરે, તેમનો હોદ્દો ધારણ કરે તે પહેલા રાજયપાલ સમક્ષ અથવા તે અર્થે તેમણે નિમણૂક કરેલ કોઇ બીજી વ્યકિત સમક્ષ ¬પ્રથમ અનુસૂચિમાંના હેતુ માટે જણાવેલા નમૂના અનુસાર સોગંદ અથવા ¬પ્રતિજ્ઞા લેવા જોઇશે.

(4) રાજયના મુખ્ય માહિતી કમિશનર અથવા રાજય માહિતી કમિશનર, કોઇપણ સમયે, રાજયપાલને સંબોધીને પોતાના હસ્તાક્ષરમાં લેખિતમાં પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી શકશેઃ

પરંતુ રાજયના મુખ્ય માહિતી કમિશનર અથવા રાજય માહિતી કમિશનરને કલમ 17 હેઠળ નિર્દિષ્ટ કર્યા ¬માણે હોદ્દા પરથી દૂર કરી શકાશે.

(5)       (ક) રાજયના મુખ્ય માહિતી કમિશનરને ચૂકવવાપાત્ર પગાર અને ભથ્થાં અને તેમની સેવાની બીજી બોલીઓ અને શરતો ચૂંટણી કમિશનર જેવી જ રહેશે;

(ખ) રાજય માહિતી કમિશનરને ચૂકવવાપાત્ર પગાર અને ભથ્થાં અને સેવાની બીજી બોલીઓ અને શરતો રાજય સરકારના મુખ્ય સચિવ જેવી જ રહેશેઃ

પરંતુ રાજયના મુખ્ય માહિતી કમિશનર અથવા રાજય માહિતી કમિશનર, તેમની નિમણૂકના સમયે, અશકતતા અથવા ઇજા પેન્શન સિવાય, ભારત સરકાર અથવા રાજય સરકાર હેઠળની અગાઉની કોઇ પણ સેવા માટે પેન્શન મેળવતા હોય, ત્યારે રાજયના મુખ્ય માહિતી કમિશનર અથવા રાજય માહિતી કમિશનર તરીકેની તેમની સેવાના સંદર્ભમાં, તેમનો પગાર, ગણતરી કરેલ પેન્શનના કોઇ ભાગ સહિતની તે પેન્શનની રકમ અને નિવૃત્તિ ગ્રેજયુઇટીને સમકક્ષ પેન્શનને બાદ કરતા નિવૃત્તિના અન્ય ¬પ્રકારના સમકક્ષ પેન્શનના ¬પ્રમાણમાં ઘટાડવો જોઇશેઃ

વધુમાં, રાજયના મુખ્ય માહિતી કમિશનર અથવા રાજય માહિતી કમિશનર, તેમની નિમણૂકના સમયે, કોઇ કેન્દ્રીય અધિનિયમ કે રાજય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થપાયેલા કોપોર્રેશન અથવા કેન્દ્ર સરકાર કે રાજય સરકારની માલિકીની અથવા તેના નિયંત્રણ હેઠળની સરકારી કંપનીમાં અગાઉ કોઇ સેવા આપી હોય તેના સંદર્ભમાં મળતા નિવૃત્તિ લાભો મેળવતા હોય, ત્યારે રાજયના મુખ્ય માહિતી કમિશનર અથવા રાજય માહિતી કમિશનર તરીકેની તેમની સેવાના સંદર્ભમાં તેમનો પગાર, નિવૃત્તિ લાભોને સમકક્ષ પેન્શનની રકમ જેટલો ઘટાડવો જોઇશેઃ

વળી, રાજયના મુખ્ય માહિતી કમિશનર અને રાજય માહિતી કમિશનરોના પગાર, ભથ્થાં અને સેવાની બીજી શરતોમાં, તેમની નિમણૂક પછી તેમને ગેરફાયદો થાય તેવી રીતે ફેરફાર કરવો જોઇશે નહિ.

(6) રાજય સરકારે રાજયના મુખ્ય માહિતી કમિશનર અને રાજય માહિતી કમિશનરોને, આ અધિનિયમ હેઠળ તેમના કાયોર્ની અસરકારક બજવણી માટે આવશ્યક હોય એવા અધિકારીઓ અને કર્મચારીઓ પૂરા પાડવા જોઇશે અને આ અધિનિયમના હેતુ માટે નિમણૂક કરેલા અધિકારીઓ અને અન્ય કર્મચારીઓને ચૂકવવાપાત્ર પગાર અને ભથ્થાં અને સેવાની બોલીઓ અને શરતો ઠરાવવામાં આવે તેવા રહેશે.

કલમ ૧૭:

(1) પેટા-કલમ(3)ની જોગવાઇઓને અધીન રહીને, રાજયના મુખ્ય માહિતી કમિશનરને અથવા રાજય માહિતી કમિશનરને રાજયપાલે ઉચ્ચતમ ન્યાયાલયને કરેલા સંદર્ભ પરથી, તેણે (ઉચ્ચતમ ન્યાયાલયે) તપાસ કરીને અહેવાલ આપ્યો હોય  કે સાબિત થયેલ ગેરવતર્ન અથવા અસમથર્તાના કારણોસર રાજયના મુખ્ય માહિતી કમિશનરને અથવા યથાપસંગ, રાજય માહિતી કમિશનરને દૂર કરવા જોઇએ, તો તે કારણોસર, ફકત રાજયપાલના હુકમથી તેમને તેમના હોદ્દાપરથી દૂર કરી શકાશે.

(ર) રાજયપાલ, રાજયના મુખ્ય માહિતી કમિશનરને અથવા રાજય માહિતી કમિશનરને, પેટા-કલમ (1) હેઠળ ઉચ્ચતમ ન્યાયાલયને સંદર્ભ કરાયેલ હોય  તેવી તપાસ દરમિયાન અને રાજયપાલે આવી ભલામણ પરનો ઉચ્ચતમ ન્યાયાલયનો અહેવાલ મેળવ્યા બાદ હુકમો કર્યા ન હોય ત્યાં સુધી, હોદ્દા પરથી ફરજોમોકૂફકરી શકશે અને જરૂરી જણાય તો હોદ્દા પર હાજર થતા અટકાવી શકશે.

(3)        રાજયના મુખ્ય માહિતી કમિશનર અથવા યથા¬સંગ, રાજય માહિતી કમિશનર,

(ક) નાદાર જાહેર થયા હોય; અથવા

(ખ) રાજયપાલના અભિપ્રાય મુજબ નૈતિક અધઃપતન ગણાય એવા ગુના માટે ગુનેગાર ઠરાવવામાં આવ્યા હોય; અથવા

(ગ) પોતાના હોદ્દાની ફરજો ઉપરાંત અન્ય સવેતન રોજગારમાં પોતાના હોદ્દાની મુદત દરમિયાન રોકાયેલા હોય; અથવા

(ઘ) રાજયપાલના અભિપ્રાય મુજબ માનસિક અથવા શારીરિક રીતે અશકતતાના કારણસર હોદ્દા પર રહેવા માટે અયોગ્ય હોય; અથવા

(ચ) એવા નાણાકીય અથવા અન્ય લાભ મેળવ્યા હોય કે જે રાજયના મુખ્ય માહિતી કમિશનર અથવા રાજય માહિતી કમિશનર તરીકેના તેમના કાયોર્ને વિપરીત અસર પહોંચાડી શકે,

તો પેટા-કલમ (1)માં ગમે તે મજકૂર હોય  તે છતાં, રાજયપાલ, હુકમથી રાજયના મુખ્ય માહિતી કમિશનર અથવા રાજય માહિતી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકશે.

(4) રાજયના મુખ્ય માહિતી કમિશનર અથવા રાજય માહિતી કમિશનર, રાજય સરકારે અથવા તે વતી કરેલ કોઇ કરાર કે કબૂલાતનામામાં કોઇપણ રીતે સંબંધિત હોય કે હિત ધરાવતા હોય અથવા સંસ્થાપિત કંપનીના સભ્ય સિવાય અને બીજા સામાન્ય સભ્યોની માફક તેના નફામાં અથવા તેમાંથી થતા લાભ કે મળતરમાં કોઇ રીતે સહભાગી થાય, તો તે, પેટા-કલમ (1) ના હેતુઓ માટે, ગેરવતર્ન માટે દોષિત ગણાશે.

સ્ત્રોત:  ગુજરાત માહિતી આયોગ

3.02083333333
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
સંબંધિત વસ્તુઓ
વધુ...
Back to top