હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / આયોગ / ગુજરાત માહિતી આયોગ / પ્રકરણ ૩: કેન્દ્રીય માહિતી પંચ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રકરણ ૩: કેન્દ્રીય માહિતી પંચ

કેન્દ્રીય માહિતી પંચ ની અલગ અલગ કલમો આપેલ છે

કલમ ૧૨:

(1) કેન્દ્ર સરકાર, રાજપત્રમાં જાહેરનામાથી આ અધિનિયમ હેઠળ તેને મળેલી સત્તાઓ વાપરવા અને સોંપવામાં આવેલા કાર્યો બજાવવા માટે કેન્દ્રીય માહિતી પંચ તરીકે ઓળખાતા મંડળની રચના કરશે.

(ર) કેન્દ્રીય માહિતી પંચ નીચેનાનું બનશેઃ-

(ક) મુખ્ય માહિતી કમિશનર; અને

(ખ) જરૂરી જણાય તેવા, દસથી વધુ નહીં તેટલા કેન્દ્રીય માહિતી કમિશનર.

(3) રાષ્ટ્રપતિ નીચેના સભ્યોની બનેલી સમિતિની ભલામણ પરથી મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂંક કરી શકશે.

(1) ¬ધાનમંત્રી, જે સમિતિના અધ્યક્ષ રહેશે.

(2) લોકસભાના વિરોધપક્ષના નેતા; અને

(3) ધાનમંત્રીએ નામનિયુકત કરવાના કેન્દ્રીય કેબિનેટ મંત્રી.

સ્પષ્ટીપ્રકરણઃ- શંકાના નિવારણના હેતુ માટે, આથી જાહેર કરવામાં આવે છે કે લોકસભામાં વિરોધપક્ષના નેતાની તે તરીકે માન્યતા આપી ન હોય , ત્યારે લોકસભામાં સરકારની સામેના સૌથી મોટા સંયુકત વિરોધી જૂથના નેતા વિરોધપક્ષના નેતા ગણાશે.

(4) કેન્દ્રીય માહિતી પંચના કામકાજ ઉપર સામાન્ય દેખરેખ, માર્ગદર્શન અને વ્યવસ્થાપન મુખ્ય માહિતી કમિશનરમાં નિહિત થશે. જેમને માહિતી કમિશનરો સહાય કરશે અને આ અધિનિયમ હેઠળ કોઇ બીજા સત્તાધિકારીની સૂચનાઓને અધીન રહયા સિવાય, કેન્દ્રીય માહિતી પંચ દ્વારા સ્વાયત્ત રીતે વાપરી શકાય અથવા કરી શકાય એવી તમામ સત્તા વાપરી શકશે અને એવા તમામ કાર્યો અને બાબતો કરી શકશે.

(5) મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરો કાયદો, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી(ટેકનોલોજી), સમાજ સેવા, વ્યવસ્થાપન, પત્રપ્રકારત્વ, સમૂહ માધ્યમો અથવા વહીવટ અને સંચાલનમાં બહોળા જ્ઞાન અને અનુભવ ધરાવતી જાહેર જીવનની નામાંકિત વ્યકિતઓ હોવી જોઇશે.

(6) મુખ્ય માહિતી કમિશનર અથવા માહિતી કમિશનર સંસદના અથવા કોઇ રાજય અથવા યથા¬સંગ, સંઘ રાજયક્ષેત્રના વિધાનગૃહના સભ્ય અથવા કોઇ લાભદાયી હોદ્દો ધરાવતા અથવા કોઇ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા અથવા કોઇ ધંધો કરતા અથવા વ્યવસાય કરતા હોવા જોઇશે નહિ.

(7) કેન્દ્રીય માહિતી પંચનું મુખ્યમથક દિલ્હી ખાતે રહેશે અને કેન્દ્રીય માહિતી પંચ કેન્દ્ર સરકારની પૂવર્મંજૂરીથી ભારતમાં બીજા સ્થળોએ કચેરીઓ સ્થાપી શકશે.

કલમ ૧૩:

(1) મુખ્ય માહિતી કમિશનર પોતાનો હોદ્દો સંભાળે તે તારીખથી પાંચ વર્ષર્ની મુદત સુધી હોદ્દો ધરાવશે અને તેઓ ફેરનિમણૂકને પાત્ર થશે નહિઃ

પરંતુ કોઇપણ મુખ્ય માહિતી કમિશનર, તેઓ પાંસઠ વર્ષર્ની વયના થયા પછી, તે તરીકે હોદ્દો ધરાવી શકશે નહિ.

(ર) દરેક માહિતી કમિશનર પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષર્ની મુદત માટે અથવા પોતે પાંસઠ વર્ષર્ની ઉંમર પૂરી કરે, એ બેમાંથી જે વહેલું હોય , તેટલી મુદત સુધી હોદ્દો ધરાવશે અને આવા માહિતી કમિશનર તરીકે ફેરનિમણૂકને પાત્ર થશે નહિઃ પરંતુ દરેક માહિતી કમિશનર, આ પેટા-કલમ હેઠળ પોતાનો હોદ્દો ખાલી કર્યે, કલમ 12 ની પેટા-કલમ (3)માં નિર્દિષ્ટ કરેલી રીતે મુખ્ય માહિતી કમિશનર તરીકેની નિમણૂક માટે પાત્ર થશેઃ

વધુમાં, માહિતી કમિશનરને મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી હોય , ત્યારે માહિતી કમિશનર અને મુખ્ય માહિતી કમિશનર તરીકે તેમના હોદ્દાની મુદત એકંદરે પાંચ વર્ષર્થી વધુ હોવી જોઇશે નહિ.

(3) મુખ્ય માહિતી કમિશનર અથવા માહિતી કમિશનરે પોતાનો હોદ્દો ધારણ કરતા પહેલા રાષ્ટ્રપતિ અથવા તેમણે તે અર્થે નિયુકત કરેલ બીજી કોઇ વ્યકિત સમક્ષ, આ હેતુ માટે ¬પ્રથમ અનુસૂચિમાં નિયત કરેલ નમૂના અનુસાર, સોગંદ અથવા પ્રતિજ્ઞા લેવી જોઇશે અને ¬પ્રતિજ્ઞાપત્ર ઉપર પોતાની સહી કરવી જોઇશે.

(4) મુખ્ય માહિતી કમિશનર અથવા માહિતી કમિશનર, કોઇપણ સમયે રાષ્ટ્રપતિને સંબોધીને પોતાના હસ્તાક્ષરમાં લેખિતમાં, પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી શકશેઃ પરંતુ મુખ્ય માહિતી કમિશનર અથવા માહિતી કમિશનરને કલમ 14 હેઠળ ઠરાવેલી રીતે દૂર કરી શકાશે.

(5) (ક) મુખ્ય માહિતી કમિશનરને ચૂકવવાપાત્ર પગાર અને ભથ્થાં અને તેની સેવાની બોલીઓ અને શરતો મુખ્ય ચૂંટણી કમિશનરના જેવી જ રહેશે;

(ખ) માહિતી કમિશનરને ચૂકવવાપાત્ર પગાર અને ભથ્થાં અને તેની સેવાની બોલીઓ અને શરતો ચૂંટણી કમિશનરના જેવી જ રહેશેઃ પરંતુ મુખ્ય માહિતી કમિશનર અથવા માહિતી કમિશનર, પોતાની નિમણૂકના સમયે ભારત સરકાર હેઠળની અથવા રાજય સરકાર હેઠળની પોતાની અગાઉની સેવાના સંબંધમાં, અશકતતા અથવા ઇજા પેન્શન સિવાયનું કોઇ પેન્શન મેળવતા હોય, તો મુખ્ય માહિતી કમિશનર અથવા માહિતી કમિશનર તરીકેની તેની સેવાના પગારમાંથી રૂપાંતરિત કરેલા પેન્શનના કોઇ ભાગ સહિતના પેન્શનની રકમ અને નિવૃત્તિની ગ્રેચ્યુઇટીને સમકક્ષ પેન્શન સિવાયના નિવૃત્તિના બીજા લાભોને સમકક્ષ પેન્શનની રકમ જેટલી રકમની કપાત કરવી જોઇશેઃ વધુમાં, મુખ્ય માહિતી કમિશનર અથવા માહિતી કમિશનર, તેની નિમણૂકના સમયે, કેન્દ્રીય અધિનિયમ અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલ કોઇ કોર્પોરેશન અથવા કેન્દ્ર સરકાર અથવા રાજય સરકારની માલિકીની અથવા તેના દ્વારા નિયંત્રિત  સરકારી કંપનીમાં તેણે અગાઉ આપેલ કોઇ સેવાના સંબંધમાં નિવૃત્તિના લાભો મેળવતા હોય , તો મુખ્ય માહિતી કમિશનર અથવા માહિતી કમિશનર તરીકેની તેની સેવાના પગારમાંથી નિવૃત્તિના લાભોને સમકક્ષ પેન્શનની રકમ જેટલી રકમની કપાત કરવી જોઇશેઃ

વળી, મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરના પગાર, ભથ્થાં અને સેવાની બીજી શરતોમાં તેમની નિમણૂક બાદ તેમને ગેરલાભ થાય તેવા ફેરફાર કરવા જોઇશે નહિ.

(6) કેન્દ્ર સરકારે મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરને આ અધિનિયમ હેઠળ તેમના કાર્યો કાયર્ક્ષમ રીતે બજાવવા માટે જરૂરી હોય  તેવા અધિકારીઓ અને કર્મચારીઓ પૂરા પાડવા જોઇશે અને આ અધિનિયમના હેતુ માટે નિયુકત કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂકવવાપાત્ર પગાર અને ભથ્થાં અને તેમની સેવાની બોલીઓ અને શરતો ઠરાવવામાં આવે તેવી રહેશે.

કલમ ૧૪:

(1) પેટા-કલમ(3)ની જોગવાઇઓને અધીન રહીને,મુખ્ય માહિતી કમિશનરને અથવા માહિતી કમિશનરને રાષ્ટ્રપતિએ ઉચ્ચતમ ન્યાયાલયને કરેલા સંદર્ભ પરથી, તેણે (ઉચ્ચતમ ન્યાયાલયે) તપાસ કરીને અહેવાલ આપ્યો હોય  કે સાબિત થયેલ ગેરવતર્ન અથવા અસમથર્તાના કારણોસર મુખ્ય માહિતી કમિશનરને અથવા યથાપસંગ, માહિતી કમિશનરને દૂર કરવા જોઇએ,તો તે કારણોસર, ફકત રાષ્ટ્રપતિના હુકમથી તેમને તેમના હોદ્દાપરથી દૂર કરી શકાશે.

(2)          રાષ્ટ્રપતિ, આવા સંદર્ભ પરથી ઉચ્ચતમ ન્યાયાલયે આપેલા અહેવાલ અંગેના હુકમો ન કરે ત્યાં સુધી, પેટા-કલમ(1) હેઠળ જેના સંબંધમાં ઉચ્ચતમ ન્યાયાલય સંદભર્ના આધારે મુખ્ય માહિતી કમિશનર અથવા માહિતી કમિશનરના સંબંધમાં આવો સંદર્ભ કરાયેલ હોય તેને હોદ્દા પરથી ફરજોમોકૂફકરી શકશે અને જરૂરી જણાય તો તપાસ દરમિયાન કચેરીમાં હાજર રહેવા સામે મનાઇ ફરમાવી શકશે.

(3) મુખ્ય માહિતી કમિશનર અથવા યથા¬સંગ, માહિતી કમિશનર-

(ક) નાદાર ઠરેલ હોય ; અથવા

(ખ) રાષ્ટ્રપતિના અભિપ્રાય ¬માણે નૈતિક અધઃપતન ગણાય તેવા ગુનામાં દોષિત ઠરેલ હોય ; અથવા

(ગ) પોતાના હોદ્દાની મુદત દરમિયાન પોતાના હોદ્દા પરની ફરજો સિવાયના કોઇ સવેતન રોજગારમાં રોકાયેલ હોય ; અથવા

(ઘ) રાષ્ટ્રપતિના અભિપ્રાય ¬માણે માનસિક અથવા શારીરિક અશકતતાના પ્રકારણે હોદ્દા પર ચાલુ રહેવા અસમર્થ બન્યો હોય ; અથવા

(ચ) મુખ્ય માહિતી કમિશનર અથવા માહિતી કમિશનર તરીકે પોતાના કાર્યોર્ને પ્રતિકૂળઅસર થવાનો સંભવ હોય  તે રીતે એવું કોઇ નાણાકીય અથવા બીજુ હિત ¬પ્રાપ્ત કર્યું હોય  તો, પેટા-કલમ (1) માં ગમે તે મજકૂરહોય તે છતાં, રાષ્ટ્રપતિ હુકમ કરીને, મુખ્ય માહિતી કમિશનર અથવા કોઇ માહિતી કમિશનરને તેમના હોદ્દા પરથી દૂર કરી શકશે.

(4) મુખ્ય માહિતી કમિશનર અથવા માહિતી કમિશનર કોઇપણ રીતે ભારત સરકારે અથવા તેના વતી કરવામાં આવેલા કોઇ કરાર અથવા કબૂલાતનામુ સાથે સંકળાયેલ હોય  અથવા તેમાં હિતસબંધ ધરાવતા હોય  અથવા કોઇ એક સભ્ય તરીકે અને સંસ્થાપિત કંપનીના બીજા સભ્યોને સમાન હોય  તે સિવાય તેમાંથી થતાં કોઇ નફા અથવા કોઇ બીજા લાભ અથવા મળતરમાં ભાગીદાર બને, તો પેટા-કલમ(1)ના હેતુ માટે તે ગેરવતર્ણૂક માટે દોષિત ગણાશે.

સ્ત્રોત:  ગુજરાત માહિતી આયોગ

 

2.7027027027
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top