অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રકરણ ર : માહિતીનો અધિકાર અને જાહેર સત્તામંડળોની જવાબદારીઓ

પ્રકરણ ર : માહિતીનો અધિકાર અને જાહેર સત્તામંડળોની જવાબદારીઓ

કલમ ૩:

આ અધિનિયમની જોગવાઇઓને અધીન રહીને, તમામ નાગરિકો ને માહિતીનો અધિકાર રહેશે.

કલમ ૦૪:

(1) દરેક જાહેર સત્તામંડળે-

(ક) પોતાના તમામ રેકર્ડ આ અધિનિયમ હેઠળ માહિતી મેળવવાના અધિકારને સુવિધાપૂર્ણ બનાવે તેવી રીતે અને તેવા સ્વરૂપમાં યોગ્ય રીતે પત્રકમાં નોંધીને અને અનુક્રમણિકા કરીને જાળવવા જોઇશે અને જેને કોમ્પ્યુટરાઇઝડ કરવા (કોમ્પ્યુટરમાં રાખવા) ઉચિત હોય  તેવા તમામ રેકર્ડને, વાજબી સમયની અંદર અને સાધનોની ઉપલભ્યતાને અધીન રહીને કોમ્પ્યુટરાઇઝડ કરાવવાનું સુનિશ્ચિત કરવું જોઇશે અને જુદી જુદી પધ્ધતિથી સમગ્ર દેશમાં નેટવર્ક મારફતે જોડવાનું સુનિશ્ચિત કરવું જોઇશે, જેથી એવું રેકર્ડ મેળવવામાં સરળતા રહે;

(ખ)    આ અધિનિયમના અધિનિયમનથી એકસો વીસ દિવસની અંદર,-

(1) પોતાના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો;

(2) પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો;

(3) દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિણર્ય લેવાની ¬ક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ;

(4)          પોતાના કાર્યો બજાવવા માટે પોતે નકકી કરેલા ધોરણો;

(5) પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને રેકર્ડ,

(6) પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય  તેવા દસ્તાવેજોના વગોર્નું પત્રક;

(7)          તેની નીતિ ઘડતરના અથવા તેના અમલીકરણના સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના દ્વારા રજૂઆત માટેની વિદ્યમાન કોઇ વ્યવસ્થાની વિગતો;

(8) તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યકિતઓના બનેલા બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોનું પત્રક અને તે બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ;

(9) તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા;

(10) તેના વિનિયમોમાં જોગવાઇ કર્યા ¬માણે વળતરની પધ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતાં માસિક મહેનતાણા;

(11) તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને ચુકવેલા નાણા પરના અહેવાલોની વિગતો દશાર્વતી, તેની દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્ર,

(12) ફાળવેલ રકમો સહિત સબસીડી કાર્યક્રમોની અમલબજવણીની રીત અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો

(13) તેણે આપેલ છૂટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો;

(14)        ઇલેકટ્રોનિક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેની પાસેની માહિતીને લગતી વિગતો;

(15) જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય , તો તેવા ગ્રંથાલય અથવા તેના વાચનકક્ષના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો;

(16)        જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્દા અને બીજી વિગતો;

(17) ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી; ¬પ્રસિધ્ધ કરવી જોઇશે અને ત્યારપછી દર વર્ષે આ ¬પ્રકાશોને અદ્યાવત કરવા જોઇશે.

(ગ) મહત્વની નીતિઓ ઘડતી વખતે અથવા લોકોને અસર કરતા નિર્ણયો જાહેર કરતી વખતે સંબંધિત તમામ હકીકતો ¬પ્રસિધ્ધ કરવી જોઇશે;

(ઘ) અસરકર્તા વ્યકિતઓને તેના વહીવટી અથવા અર્ધ-અદાલતી નિર્ણયો માટે કારણો આપવા જોઇશે.

(ર) દરેક જાહેર સત્તામંડળે પેટા-કલમ(1)ના ખંડ(ખ)ની જરૂરિયાતો અનુસાર, ઇન્ટરનેટ સહિતના સંદેશાવ્યવહારના જુદા જુદા સાધનો મારફતે નિયમિત સમયાંતરે આપમેળે વધુમાં વધુ માહિતી પૂરી પાડવા માટે પગલા લેવાનો સતત ¬પ્રયાસ કરવો જોઇશે, જેથી લોકો ને માહિતી મેળવવા માટે આ અધિનિયમના ઉપયોગની ઓછામાં ઓછી જરૂર પડે.

(3) પેટા-કલમ(1)ના હેતુઓ માટે, દરેક માહિતીનો લોકો સહેલાઇથી જોઇ શકે તે સ્વરૂપે અને તે રીતે બહોળો ¬પ્રસાર કરવો જોઇશે.

(4) (માહિતીની)તમામ સામગ્રીનો ¬પ્રસાર, ખચર્ની અસરકારકતા, સ્થાનિક ભાષા અને તે સ્થાનિક વિસ્તારમાં સંદેશાવ્યવહારની સૌથી અસરકારક પધ્ધતિને ધ્યાનમાં લઇને કરવો જોઇશે અને તે માહિતી, કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારી પાસે વિનામૂલ્યે અથવા ઠરાવવામાં આવે તેવા માધ્યમની કિંમતે અથવા છપામણીના ખચર્ની કિંમતે, શકય હોય તેટલે સુધી ઇલેકટ્રોનિક સ્વરૂપમાં સહેલાઇથી ¬પ્રાપ્ય હોવી જોઇશે.

સ્પષ્ટીપ્રકરણ.- પેટા-કલમો (3) અને (4)ના હેતુઓ માટે, "¬પ્રસાર કરવો" એટલે કોઇ જાહેર સત્તામંડળની કચેરીઓની તપાસણી સહિતની માહિતી લોકોને નોટિસ બોર્ડ, વર્તમાનપત્રો, જાહેર ઉદઘોષણાઓ, ¬પ્રસાર માધ્યમો દ્વારા ¬પ્રસારણથી, ઇન્ટરનેટ અથવા કોઇ બીજા સાધનો મારફતે જણાવવી અથવા પહોંચાડવી.

કલમ ૦૫:

(1) દરેક જાહેર સત્તામંડળે, આ અધિનિયમના અધિનિયમનથી એકસો દિવસની અંદર, આ અધિનિયમ હેઠળ માહિતી માટે વિનંતી કરતી વ્યકિતઓને માહિતી પૂરી પાડવા માટે તેની હેઠળના તમામ વહીવટી એકમો અથવા કચેરીઓમાં કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીઓ અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીઓ તરીકે જરૂરી હોય  તેટલા અધિકારીઓને મુકરર કરવા જોઇશે.

(ર) પેટા-કલમ (1)ની જોગવાઇઓને બાધ આવ્યા સિવાય, દરેક જાહેર સત્તામંડળ, આ અધિનિયમના અધિનિયમનના એકસો દિવસની અંદર, આ અધિનિયમ હેઠળ માહિતી અથવા અપીલોની અરજીઓ સ્વીકારવા અને તેને તાત્કાલિક કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા રાજયના જાહેર માહિતી અધિકારી અથવા કલમ 19ની પેટા-કલમ (1) હેઠળ નિર્દિષ્ટ કરેલા વરિષ્ઠ અધિકારી અથવા કેન્દ્રીય માહિતી પંચ અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચને મોકલવા માટે દરેક પેટા-વિભાગીય સ્તરે અથવા બીજા પેટા-જિલ્લા સ્તરે, કેન્દ્રીય મદદનીશ જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના મદદનીશ જાહેર માહિતી અધિકારી તરીકે એક અધિકારીને મુકરર કરવા જોઇશેઃ

પરંતુ કેન્દ્રીય મદદનીશ જાહેર માહિતી અધિકારીને અથવા યથા¬સંગ, રાજયના મદદનીશ જાહેર માહિતી અધિકારીને માહિતી માટેની અરજી અથવા અપીલ આપવામાં આવી હોય  ત્યારે કલમ 7ની પેટા-કલમ (1) હેઠળ નિર્દિષ્ટ કરેલ ¬પ્રત્યુત્તર આપવા માટેની મુદતની ગણતરી કરતી વખતે પાંચ દિવસની મુદત ઉમેરવી જોઇશે.

(3) દરેક કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીએ અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીએ માહિતી માંગતી વ્યકિતઓની વિનંતીઓ અંગે તજવીજ કરવી જોઇશે અને એવી માહિતી માંગતી વ્યકિતઓને વાજબી સહાય કરવી જોઇશે.

(4) કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારી, તેની અથવા તેણીની ફરજોની યોગ્ય બજવણી માટે તેને અથવા તેણીને જરૂરી જણાય તેવા કોઇ બીજા અધિકારીની સહાય માંગી શકશે.

(5) પેટા-કલમ(4) હેઠળ જેની સહાય માંગવામાં આવી હોય  તેવા કોઇપણ અધિકારીએ, તેની અથવા તેણીની સહાય માંગતા કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીને અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીને તમામ સહાય કરવી જોઇશે અને આ અધિનિયમની જોગવાઇઓના કોઇ ઉલ્લંઘનના હેતુઓ માટે, આવા બીજા અધિકારી, કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારી તરીકે ગણાશે.

કલમ ૦૬:

(1)  આ અધિનિયમ હેઠળ કોઇ માહિતી મેળવવા માંગતી વ્યકિતએ, અંગ્રેજી અથવા હિન્દી અથવા જે વિસ્તારમાં અરજી કરવામાં આવતી હોય  તેની રાજભાષામાં લેખિતમાં અથવા ઇલેકટ્રોનિક માધ્યમ મારફતે અને ઠરાવવામાં આવે તેટલી ફી સાથે, તેણે અથવા તેણીએ માંગેલી માહિતીની વિગતો નિર્દિષ્ટ કરીને-

(ક) સંબંધિત જાહેર સત્તામંડળના કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીને અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીને;

(ખ) કેન્દ્રીય મદદનીશ જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના મદદનીશ જાહેર માહિતી અધિકારીને, વિનંતી કરવી જોઇશેઃ

પરંતુ આવી વિનંતી લેખિતમાં કરી ન શકાય ત્યારે, કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીએ અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીએ, મૌખિક વિનંતી કરતી વ્યકિતને તેની મૌખિક વિનંતીને લેખિત સ્વરૂપ આપવાની તમામ વાજબી સહાય કરવી જોઇશે.

(ર) માહિતી માટે વિનંતી કરતા અરજદારને, તેનો સંપર્ક કરવા માટે જરૂરી હોય  તે સિવાય માહિતી અંગે વિનંતી કરવાનું કોઇ પ્રકારણ અથવા બીજી કોઇ અંગત વિગતો આપવા ફરજ પાડી શકાશે નહિ.

(3) કોઇ જાહેર સત્તામંડળને માહિતી માટે વિનંતી કરતી અરજી કરવામાં આવી હોય  અને તે માહિતી,-

(1)          બીજા જાહેર સત્તામંડળ પાસે હોય; અથવા

(2) તેની વિષય-વસ્તુ બીજા જાહેર સત્તામંડળના કાર્યો સાથે વધુ નિકટતાથી સંકળાયેલ હોય  ત્યારે,

એવી અરજી જે જાહેર સત્તામંડળને કરવામાં આવી હોય  તેણે તે અરજી અથવા તેવી અરજીનો પોતે યોગ્ય ગણે તેવો ભાગ તે બીજા જાહેર સત્તામંડળને તબદીલ કરવો જોઇશે અને એવી તબદીલી અંગેની જાણ અરજદારને તરત જ કરવી જોઇશેઃ

પરંતુ આ પેટા-કલમ અનુસારની અરજીની તબદીલી વ્યવહાર હોય  તેટલી ઝડપથી કરવી જોઇશે પરંતુ કોઇપણ કિસ્સામાં આવી તબદીલી અરજી મળ્યાની તારીખથી પાંચ દિવસ કરતા મોડી હોવી જોઇશે નહિ.

કલમ ૦૭:

(1) કલમ પની પેટા-કલમ(ર)ના પરંતુક અથવા કલમ 6ની પેટા-કલમ (3)ના પરંતુકને અધીન રહીને, કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીએ અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીએ, કલમ 6 હેઠળ વિનંતી મળ્યે, શકય હોય  તેટલું જલદી અને કોઇપણ કિસ્સામાં વિનંતી મળ્યાના ત્રીસ દિવસની અંદર, ઠરાવવામાં આવે તેવી ફીની ચુકવણી કર્યે માહિતી પૂરી પાડવી જોઇશે અથવા કલમો 8 અને 9માં નિર્દિષ્ટ કરેલા કોઇ પ્રકારણસર વિનંતીનો અસ્વીકાર કરવો જોઇશેઃ

પરંતુ માંગવામાં આવેલી માહિતી, કોઇ વ્યકિતની જિંદગી અથવા સ્વતંત્રતા સાથે સંબંધિત હોય , ત્યારે વિનંતી મળ્યાના અડતાલીસ કલાકની અંદર તે (માહિતી) પૂરી પાડવી જોઇશે.

(ર)     કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારી, પેટા-કલમ(1) હેઠળ નિર્દિષ્ટ કરેલ મુદતની અંદર માહિતી માટેની વિનંતી પર નિણર્ય લેવામાં ચૂક કરે, તો કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીએ વિનંતીનો અસ્વીકાર કર્યો છે એમ ગણાશે.

(3) માહિતી પૂરી પાડવા માટેનું ખર્ચ જણાવતી વધારાની કોઇ ફીની ચુકવણી કર્યે, માહિતી પૂરી પાડવાનો નિણર્ય લેવામાં આવે, ત્યારે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીએ વિનંતી કરનાર વ્યકિતને,-

(ક) પેટા-કલમ (1) હેઠળ ઠરાવેલી ફીની રકમ નકકી કરવા માટે કરેલ ગણતરી સાથે માહિતી પૂરી પાડવા માટેનું ખર્ચ જણાવતી તેણે નકકી કરેલી વધારાની ફીની રકમ જમા કરાવવા માટે તેને વિનંતી કરવી અને તે પેટા-કલમમાં ઉલ્લેખેલ ત્રીસ દિવસની ગણતરી કરવાના હેતુ માટે સદરહુ જાણ કર્યાની અને ફીની ચુકવણી વચ્ચેની મુદત બાકાત રાખવી જોઇશે તેની વિગત;

(ખ) અપીલીય સત્તામંડળ, સમય-મયાર્દા, ¬ક્રિયા અને કોઇ બીજા સ્વરૂપો સહિત લેવામાં આવેલ ફીની રકમ અથવા પૂરી પાડવામાં આવેલ માહિતીનું સ્વરૂપ જેવા નિણર્યની સમીક્ષાના સંબંધમાં તેના અથવા તેણીના હક સંબંધિત માહિતી, આપીને તેને જાણ કરવી જોઇશે.

(4) આ અધિનિયમ હેઠળ કોઇ રેકર્ડ અથવા તેના ભાગની માહિતી પૂરી પાડવા ફરમાવ્યું હોય  અને જેને માહિતી પૂરી પાડવાની હોય  તે વ્યક્તિ સંવેદનાત્મક અશકત હોય , ત્યારે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીએ અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીએ તપાસણી માટે યોગ્ય હોય  તેવી સહાય પૂરી પાડવા સહિતની માહિતી પૂરી પાડવા માટે સહાય કરવી જોઇશે.

(પ) જયારે માહિતી મુદ્રિત અથવા કોઇ ઇલેકટ્રોનિક સ્વરૂપે પૂરી પાડવાની હોય  ત્યારે, પેટા-કલમ(6)ની જોગવાઇઓને અધીન રહીને, અરજદારે, ઠરાવવામાં આવે તેટલી ફી ચૂકવવી જોઇશેઃ

પરંતુ કલમ 6 ની પેટા-કલમ (1) અને કલમ 7ની પેટા- કલમો(1) અને(5) હેઠળ ઠરાવેલી ફી વાજબી હોવી જોઇશે અને સમુચિત સરકાર નકકી કરે તેવી ગરીબી રેખા નીચેની હોય  તેવી વ્યકિતઓ પાસેથી કોઇ ફી લેવી જોઇશે નહિ.

(6) પેટા-કલમ(5)માં ગમે તે મજકૂર હોય  તે છતાં, જાહેર સત્તામંડળ, પેટા-કલમ(1)માં નિર્દિષ્ટ કરેલી સમયમયાર્દાનું પાલન કરવામાં ચૂક કરે ત્યારે, માહિતી માટે વિનંતી કરતી વ્યકિતને માહિતી વિનામૂલ્યે પૂરી પાડવી જોઇશે.

(7) પેટા-કલમ(1) હેઠળ કોઇ નિણર્ય લેતા પહેલાં, કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીએ કલમ 11 હેઠળ ત્રાહિત પક્ષકારે કરેલી રજૂઆતને વિચારણામાં લેવી જોઇશે.

(8) પેટા-કલમ(1) હેઠળ વિનંતીનો અસ્વીકાર કરવામાં આવ્યો હોય , ત્યારે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીએ વિનંતી કરતી વ્યકિતને-

(1) આવા અસ્વીકાર માટેના કારણો;

(2) આવા અસ્વીકાર સામે જે મુદતની અંદર અપીલ કરી શકે તે મુદત; અને

(3)   અપીલીય સત્તામંડળની વિગતોની જાણ કરવી જોઇશે.

(9) સામાન્ય રીતે માહિતી જે સ્વરૂપમાં માંગવામાં આવી હોય  તે સ્વરૂપમાં જ પૂરી પાડવી જોઇશે, સિવાય કે તેનાથી જાહેર સત્તામંડળના સ્રોતો અ¬માણસર રીતે બદલાય અથવા વિવાદગ્રસ્ત રેકર્ડની સલામતી અને જાળવણીને હાનિ થાય તેમ હોય .

કલમ ૦૮:

(1) આ અધિનિયમમાં ગમે તે મજકૂરહોય  તે છતાં, કોઇપણ નાગરિકને,-

(ક) જે માહિતી જાહેર થવાથી, ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાષ્ટ્રની સલામતી, વ્યૂહાત્મક, વૈજ્ઞાનિક અથવા આથિર્ક હિતો, વિદેશી રાષ્ટ્ર સાથેના સંબંધને ¬પ્રતિકૂળઅસર થાય અથવા કોઇ ગુનાને ઉશ્કેરણી આપવામાં પરિણમે તેમ હોય  તો તેવી માહિતી આપવાની જવાબદારી રહેશે નહિ;

(ખ) કાયદાના કોઇ ન્યાયાલયે અથવા ટ્રિબ્યુનલે ¬પ્રગટ કરવાની સ્પષ્ટ મનાઇ ફરમાવી હોય  અથવા જે જાહેર થવાથી ન્યાયાલયનો તિરસ્કાર થઇ શકે તેમ હોય  તેવી કોઇ માહિતી આપવાની જવાબદારી રહેશે નહિ;

(ગ) જે ¬પ્રગટ થવાથી સંસદ અથવા રાજય વિધાનમંડળના વિશેષાધિકારનો ભંગ થઇ શકે તેવી કોઇ માહિતી આપવાની જવાબદારી રહેશે નહિ;

(ઘ) સક્ષમ સત્તાધિકારીને ખાતરી થાય કે વિશાળ જાહેર હિતમાં આવી માહિતી ¬પ્રગટ કરવી જરૂરી છે, તે સિવાય વાણિજિયક ગોપનીયતા, ધંધાકીય રહસ્યો અથવા બૌધ્ધિક સંપદાનો સમાવેશ કરતી માહિતી, જે જાહેર થવાથી ત્રાહિત પક્ષકારની સ્પધાર્ત્મક સ્થિતિને નુકસાન થઇ શકે તેમ હોય  તેવી કોઇ માહિતી આપવાની જવાબદારી રહેશે નહિ;

(ચ)    કોઇ માહિતી વિશાળ જાહેર હિતમાં જાહેર કરવી જરૂરી છે તેવી સક્ષમ સત્તાધિકારીને ખાતરી થાય તે સિવાય વિસનીય સંબંધોને આધારે વ્યકિત પાસેની ઉપલભ્ય આવી માહિતી આપવાની જવાબદારી રહેશે નહિ

(છ) વિદેશી સરકાર પાસેથી વિશ્વાસમાં લઇને મેળવેલી માહિતી આપવાની જવાબદારી રહેશે નહિ;

(જ) કોઇ વ્યકિતની જિંદગી અથવા શારીરિક સલામતી જોખમમાં મૂકે અથવા કાયદાની અમલબજવણી માટે અથવા સુરક્ષાના હેતુસર ખાનગી રાહે આપેલી માહિતી અથવા સહાયનો સ્રોત ઓળખાઇ જાય તેવી કોઇ માહિતી આપવાની જવાબદારી રહેશે નહિ;

(ઝ) ગુનેગારોની તપાસ અથવા ધરપકડ અથવા તેમની સામેની ફોજદારી કામની ક્રિયામાં અવરોધ ઉભો કરે તેવી કોઇ માહિતી આપવાની જવાબદારી રહેશે નહિ;

(ટ)     મંત્રી પરિષદ, સચિવો અથવા અન્ય અધિકારીઓના મંત્રણાના રેકર્ડ સહિત કેબિનેટના પેપર આપવાની જવાબદારી રહેશે નહિઃ

પરંતુ મંત્રી પરિષદના નિર્ણયો, તેના કારણો અને જે બાબતને આધારે નિર્ણયો લેવામાં આવ્યા હોય  તે, નિણર્ય લીધા પછી અને બાબત પૂરી અથવા સંપૂર્ણ થઇ ગઇ હોય , ત્યારે જાહેર કરવા જોઇશેઃ

વધુમાં, આ કલમમાં નિર્દિષ્ટ કરેલ મુકિત હેઠળ જે બાબત આવતી હોય  તે જાહેર કરવી જોઇશે નહિ;

(ઠ) વ્યકિતના અંગત જીવનને લગતી હોય તેવી માહિતી જેને વિશાળ જાહેર હિતમાં પ્રગટ કરવી યોગ્ય છે તેવી કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા રાજયના જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, અપીલીય સત્તામંડળને ખાતરી થાય તે સિવાય, કોઇ જાહેર ગતિવિધિ અથવા હિત સાથે કોઇપણ ¬પ્રકારનો સંબંધ ધરાવતી ન હોય  તેવી અથવા કોઇ વ્યકિતના અંગત જીવનમાં બિનજરૂરી દખલ થાય તેવી અંગત જાણકારીને લગતી કોઇ માહિતી આપવાની જવાબદારી રહેશે નહિઃ

પરંતુ સંસદ અથવા રાજય વિધાનમંડળને જે આપવાનો ઇનકાર કરી શકાય નહિ તેવી કોઇ માહિતી માટે કોઇ વ્યકિતને ઇનકાર કરવો જોઇશે નહિ.

(2) સરકારી ગુપ્ત બાબત અધિનિયમ, 1923માં ગમે તે મજકૂર હોય તે છતાં અથવા પેટા-કલમ (1) અનુસાર પરવાનગીપાત્ર કોઇ મુકિત હોય તેમ છતાં, રક્ષિત હિતોને નુકસાન કરતી (માહિતીની) જાહેરાત કરતા જાહેર હિત વધુ મહત્વનું હોય, ત્યારે જાહેર સત્તામંડળ માહિતી પૂરી પાડવાની છૂટ આપી શકશે.

(3) પેટા-કલમ (1)ના ખંડો (ક), (ગ) અને (ટ)ની જોગવાઇઓને અધીન રહીને, કલમ 6 હેઠળ કોઇપણ વિનંતી કરવામાં આવી હોય  તે તારીખથી વીસ વર્ષ અગાઉ કોઇ સંગ, ઘટના અથવા કોઇ બાબત ઉદભવી હોય, થઇ હોય  અથવા બની હોય  તો તેના સંબંધી માહિતી, તે કલમ હેઠળ વિનંતી કરનાર વ્યકિતને પૂરી પાડવી જોઇશેઃ

પરંતુ સદરહુ વીસ વર્ષર્ની મુદત કઇ તારીખથી ગણવી તે વિષયે કોઇ ‘ ઉભો થાય ત્યારે, આ અધિનિયમમાં જોગવાઇ કરવામાં આવેલ સામાન્ય અપીલોને અધીન રહીને, કેન્દ્ર સરકારનો નિણર્ય આખરી ગણાશે.

કલમ ૦૯:

કલમ 8ની જોગવાઇઓને બાધ આવ્યા સિવાય, કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજય જાહેર માહિતી અધિકારી માહિતી પૂરી પાડવાની એવી કોઇ વિનંતીથી રાજય સિવાયની કોઇ વ્યકિત પાસે રહેલ કોપીરાઇટનો ભંગ થાય તેમ હોય ત્યારે, માહિતી પૂરી પાડવા માટેની એવી વિનંતીનો અસ્વીકાર કરી શકાશે.

કલમ ૧૦:

(1) માહિતી આપવાની કોઇ વિનંતીનો એવા આધાર ઉપર અસ્વીકાર કરવામાં આવ્યો હોય કે તે માહિતી જેને જાહેર કરવામાંથી મુકિત મળેલ છે તેવી માહિતી હોય, ત્યારે આ અધિનિયમમાં ગમે તે મજકૂરહોય તે છતાં, આ અધિનિયમ હેઠળ જાહેર કરવામાંથી મુકિત આપેલી હોય તેવી કોઇ માહિતી ન ધરાવતા અને જાહેર કરવામાંથી મુકિત આપેલ કોઇ ભાગથી વાજબી રીતે અલગ થઇ શકે એવા રેકર્ડના તે ભાગમાંની માહિતી પૂરી પાડવી જોઇશે.

(ર) પેટા-કલમ(1) હેઠળ રેકર્ડના કોઇ ભાગની માહિતી પૂરી પાડવામાં આવી હોય  ત્યારે, કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજય જાહેર માહિતી અધિકારીએ-

(ક) જાહેર કરવામાંથી મુકિત મળી હોય  તેવી માહિતી ધરાવતા રેકર્ડમાંથી અલગ પાડયા બાદ વિનંતી કરેલા રેકર્ડનો બાકીનો ભાગ જ પૂરો પાડવામાં આવી રહયો છે;

(ખ) જેમાં હકીકતોના કોઇ મહત્વના  નિણર્ય અને આવા નિણર્ય જેના પર આધારિત હોય  તેવી માહિતીના ઉલ્લેખ સહિતના નિણર્ય માટેના કારણો;

(ગ) નિણર્ય કરનાર વ્યકિતનું નામ અને હોદ્દો;

(ઘ) તેણે અથવા તેણીએ ગણતરી કરેલ ફી ની વિગતો અને અરજી કરનારે જમા કરાવવાની થતી હોય તે ફીની રકમ; અને

(ચ) આપવામાં આવેલ માહિતી મેળવવાના નમૂના, માહિતી આપવાની સમય-મયાર્દા, ¬ક્રિયા અને માહિતી મેળવવાના બીજા કોઇ નમૂના, કલમ 19-ની પેટા-કલમ(1) હેઠળ અથવા કેન્દ્રીય માહિતી પંચ અથવા યથા¬સંગ, રાજય માહિતી પંચ હેઠળ નિર્દિષ્ટ કરેલ વરિષ્ઠ અધિકારીની વિગતો સહિત માહિતીના કોઇ ભાગને જાહેર ન કરવા સંબંધી નિણર્યની સમીક્ષા કરવાના સંબંધમાં તેના અથવા તેણીના હક, ચાર્જ કરવામાં આવેલ ફીની રકમ અંગે જાણ કરતી નોટિસ અરજદારને આપવી જોઇશે.

કલમ ૧૧:

(1) કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારી, આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલ વિનંતી પરથી એવી કોઇ માહિતી અથવા રેકર્ડ અથવા તેનો કોઇ ભાગ જાહેર કરવા ઇચ્છતા હોય, ત્યારે એવી માહિતી કોઇ ત્રાહિત પક્ષકારને લગતી હોય  અથવા તેના દ્વારા પૂરી પાડવામાં આવી હોય  અને તે ત્રાહિત પક્ષકારે તેને ખાનગી માહિતી તરીકે ગણી હોય તો, કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીએ આવી વિનંતી મળ્યાના પાંચ દિવસની અંદર ત્રાહિત પક્ષકારને આવી વિનંતી અને કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારી તે માહિતી અથવા, રેકર્ડ અથવા તેનો કોઈ ભાગ જાહેર કરવા માગે છે તેવી હકીકતની લેખિત નોટિસ આપવી જોઈશે અને માહિતી જાહેર કરવી જોઈએ કે નહી તે અંગે ત્રાહિત પક્ષકારને લેખિત અથવા મૌખિક રજૂઆત કરવા બોલાવવા જોઈએ અને માહિતી જાહેર કરવા અંગેનો નિણર્ય કરતી વખતે ત્રાહિત પક્ષકારની આવી રજૂઆત ધ્યાનમાં લેવી જોઈએ.

પરંતુ કાયદાથી સંરક્ષિત હોય  તેવી વેપાર અથવા વાણિજ્યિક ગુપ્ત બાબતોના કિસ્સામાં હોય  તે સિવાય, આવા ત્રાહિત પક્ષકારને થનાર કોઇ સંભવિત નુકસાન અથવા હાનિ કરતા તે જાહેર કરવાનું જાહેર હિતમાં વધુ અગત્યનું હોય, તો તે જાહેર કરવાની છૂટ આપી શકાશે.

(ર) કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીએ ત્રાહિત પક્ષકારને, કોઇ માહિતી અથવા રેકર્ડ અથવા તેના ભાગના સંબંધમાં, પેટા-કલમ (1) હેઠળ નોટિસ બજાવી હોય, ત્યારે ત્રાહિત પક્ષકારને આવી નોટિસ મળ્યાની તારીખથી દસ દિવસની અંદર જાહેર કરવા ધારેલ એવી માહિતીની જાહેરાત સામે રજૂઆત કરવાની તક આપવી જોઇશે.

(3) ત્રાહિત પક્ષકારને પેટા-કલમ (ર) હેઠળ રજૂઆત કરવાની તક આપવામાં આવી હોય  તો, કલમ 7 માં ગમે તે મજકૂરહોય  તેમ છતાં, કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીએ અથવા યથા¬સંગ, રાજયના જાહેર માહિતી અધિકારીએ, કલમ 6 હેઠળ વિનંતી મળ્યા પછીના ચાલીસ દિવસની અંદર, માહિતી અથવા રેકર્ડ અથવા તેનો કોઇ ભાગ જાહેર કરવો કે નહિ તેનો નિણર્ય કરવો જોઇશે અને ત્રાહિત પક્ષકારને લેખિતમાં તેના નિણર્યની જાણ કરતી નોટિસ આપવી જોઇશે.

(4) પેટા-કલમ (3) હેઠળ આપવામાં આવતી નોટિસમાં એવું નિવેદન હોવું જોઇશે કે જે ત્રાહિત પક્ષકારને નોટિસ આપવામાં આવી છે તેને કલમ 19 હેઠળ નિણર્ય સામે અપીલ કરવાનો હક રહેશે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/19/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate