વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

એકમ 3

આ વિભાગમાં એકમ ૩ વિશેની માહિતી આપેલ છે

એકમ 3 વિષે

ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/જિલ્‍લા પંચાયત વોર્ડ/મતદાર વિભાગ રચના અંગેની દરખાસ્‍ત તેમજ નગરપાલિકા/મહાનગરપાલિકાની વોર્ડ રચના, સીમાંકન અને બેઠક ફાળવણીની દરખાસ્‍ત અંગે જિલ્‍લામાં માર્ગદર્શન અને દેખરેખ.

 • ચૂંટણી જાહેર થયે ચૂંટણી પ્રક્રિયા દરમ્‍યાન તમામ તબક્કે દેખરેખ અને માર્ગદર્શન તટસ્‍થ અને ન્‍યાયી પ્રક્રિયા માટે તમામ પગલા.
 • ચૂંટણી સમયે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ
 • ચૂંટણી પરિણામ તૈયાર કરવા અંગે માર્ગદર્શન અને દેખરેખ
 • મતદાર યાદી ચકાસણી - દેખરેખ
 • આચાર સંહિતાનો અસરકારક અમલીકરણ

શાખાની પ્રવૃત્તિઓ

 • ગુજરાત પંચાયત અધિનિયમની કલમ – ૯ (ગ્રામ પંચાયતોની રચના જેના અધિકાર પં. વિ.જાહેરનામા કેપી-૧૯૧-ડીઇઓ-૧૦૯૪-૧૨૪૬ જે. તા. ૨૬-૭-૯૪ થી અધિકાર જિલ્‍લા કલેકટરશ્રીને સુપ્રત કરવામાં આવેલ છે. તે અંગે ગામ પંચાયતની રચના અંગે માર્ગદર્શન સુપરવીઝનની કામગીરી.
 • ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-૧૦ (તાલુકા પંચાયતની રચના) તેમજ કલમ-૧૧ (જિલ્‍લા પંચાયતની રચના) અન્‍વયે બેઠકો નિયત થયે કલમ-૧૬ અને તે સંબંધિત નિયમોની જોગવાઇ અનુસાર જિલ્‍લા પંચાયત/તાલુકા પંચાયત મતદાર વિભાગોની રચના અને બેઠક ફાળવણી અંગેની કામગીરી..
 • ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ - ૭ અન્‍વયે કાઉન્‍સિલરોની સંખ્‍યા તેમજ વોર્ડ સંખ્‍યા નક્કી થયે નગરપાલિકામાં વોર્ડોનું સીમાંકન અને અનામત બેઠક સહિતની બેઠક ફાળવણી બાબતના નિયમો ૧૯૯૪ અન્‍વયે નગરપાલિકાની વોર્ડ રચના અને બેઠક ફાળવણીના પ્રાથમિક હુકમો કરવાની તેમજ લોકોના વાંધા સૂચનો મેળવી માન્ય રાજકીય પક્ષો સાથે પરામર્શ કરી, ચકાસણી કરી અને આખરી હૂકમો અંગેની કામગીરી.
 • મુંબઇ પ્રોવિન્‍શિયલ મ્‍યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ ૧૯૪૯ ની કલમ-૫ અન્‍વયે કાઉન્‍સિલરોની સંખ્‍યા તેમજ વોર્ડ સંખ્‍યા નિયત થયે મુંબઇ પ્રોવિન્‍શિયલ મ્‍યુનિસિપલ કોર્પોરેશન (શહેરમાં વોર્ડોનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી)બાબતના નિયમો ૧૯૯૪ અન્‍વયે મહાનગરપાલિકાની વોર્ડ રચના અને બેઠક ફાળવણીના પ્રાથમિક હુકમો કરવાની તેમજ લોકોના વાંધા સૂચનો મેળવી માન્ય રાજકીય પક્ષો સાથે પરામર્શ કરી, ચકાસણી કરી અને આખરી હૂકમો અંગેની કામગીરી.
 • સ્‍થાનિક સ્‍વરાજ્યની સંસ્‍થાઓની નીચેના નિયમો અનુસાર ચૂંટણી પ્રક્રિયા દરમ્‍યાનની કામગીરી:
  • ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો, ૧૯૯૪
  • ગુજરાત નગરપાલિકાની ચૂંટણી કરવા બાબતના નિયમો-૧૯૯૪
  • મુંબઇ પ્રોવિન્‍શિયલ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કરવા બાબતના નિયમો ૧૯૯૪
  • સ્‍થાનિક સ્‍વરાજ્યની સંસ્‍થાઓના મતદાન મથકોની દરખાસ્‍તની ચકાસણી અને મતદાન મથકની મજૂરીના આદેશની કામગીરી.
  • જિલ્‍લા પંચાયત/તાલુકા પંચાયત ચૂંટણી સમયે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી નિમણૂંક અંગેની કામગીરી:
  • સ્‍થાનિક સ્‍વરાજ્યની સંસ્‍થાની મતદાર યાદી તૈયાર કરાવવા દેખરેખ અને માર્ગદર્શન તેમજ મતદાર યાદી પ્રાથમિક પ્રસિદ્ધિ બાદ ચકાસણી અંગેની કામગીરી.
   • સ્‍થાનિક સ્‍વરાજ્યની સંસ્‍થાના પરિણામ તૈયાર થયે અવધિ રજીસ્‍ટર તૈયાર કરી અધિકૃત કરાવવાની કામગીરી.
   • સ્‍થાનિક સ્‍વરાજ્યની ચૂંટણી લક્ષી કામે થતી કોર્ટમેટર બાબતે વકીલશ્રીનો સાથે પરામર્શ અને તે અંગેની કામગીરી.
   • માહિતી અધિકારના કાયદા હેઠળ માંગવામાં આવેલ વિગતો અને રજૂઆતના નિયમોનુસારની નિકાલની કામગીરી.
   • મુદત પુરી થતી ગ્રામ પંચાયતની વિગતો સ્‍થાનિકેથી મેળવી ચકાસી અને સમયસર માહિતી તૈયાર કરવાની કામગીરી.
   • ચૂંટણી સામયે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ.
   • ચૂંટણી સમયે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને જરૂરી માર્ગદર્શન અને ન્‍યાયી પ્રક્રિયા માટે તમામ પગલાં.

સંપર્ક

અધિકારી નામ :       શ્રી ડેરેન ગોહિલ (હું / સી)

હોદ્દો                    :       મદદનીશ ચૂંટણી કમિશનર

સરનામું        :       રાજ્ય ચૂંટણી પંચ,

સરદાર પટેલ ભવન, સેકટર નં 10,

બ્લોક 9, 6 ઠ્ઠો માળ, ગાંધીનગર, ગુજરાત 382010.

ફેકસ નંબર    :       079-23252307

યુનિટ -2 શાખા નીચેના જિલ્લા આવરી લેવામાં આવી છે:

 • વડોદરા
 • પંચમહાલ
 • નર્મદા
 • દાહોદ
સ્ત્રોત: રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત
3.07142857143
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top