કોમન સર્વિસીઝ સેન્ટર્સ(સીએસસી) યોજના એ ભારત સરકારની દેશભરમાં 6 લાખ ગામડાંઓમાં એક લાખ કોમન સર્વિસ સેન્ટર્સ સ્થાપવા માટે મદદ પૂરી પાડતી રાષ્ટ્રવ્યાપી પહેલ છે. સીએસસી યોજના 2004માં શરૂ થઈ હતી જેનું વિઝન ગ્રામવાસીઓને સરકારી, ખાનગી અને સામાજિક ક્ષેત્રની સેવાઓ એક સાથે પૂરી પાડવા માટે સુગ્રથિત-એકિકૃત કેન્દ્ર વિકસાવવાનું છે.
આ સેન્ટર સ્થાપવાનો હેતુ દેશના દૂરસુદૂરના વિસ્તારોમાં રહેતા ગ્રામીણ લોકો માટે સરકારી, ખાનગી અને સામાજિક ક્ષેત્રના સંગઠનોને આઈટી આધારિત અને બિન-આઈટી આધારિત સેવાઓના સમન્વયથી તેમના સામાજિક અને વ્યાવસાયિક લક્ષ્યાંકને પરસ્પર જોડવા માટે એક મંચ પૂરો પાડવાનો છે.
આ પ્રોજેક્ટ માટે ચાર વર્ષના ગાળામાં અંદાજે રૂ. 5742 કરોડની રકમ ખર્ચાશે. આ પૈકી મોટાભાગની રકમ રાજ્ય અને કેન્દ્ર સરકારના યોગદાનથી મેળવાશે, જ્યારે બાકીની રકમ ખાનગી ક્ષેત્ર પાસેથી એકત્ર કરાશે. કેન્દ્ર સરકાર રૂ. 856 કરોડનું યોગદાન કરશે, જ્યારે રાજ્ય સરકાર રૂ. 793 કરોડનું યોગદાન કરશે. આ યોજનાનો અમલ જાહેર-ખાનગી ભાગીદારી(પીપીપી) માર્ગે થશે. સીએસસી એ ગ્રામીણ લોકોને સરકારી અને ખાનગી સેવાઓ પહોંચાડવા માટેના મુખ્ય પ્રત્યક્ષ કેન્દ્રો છે.
સરકારી સેવાઓ કોઈપણ સમયે કોઈપણ સ્થળે મળી રહે તે માટે સરકારે રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ યોજનાના અસરકારક અમલ માટે ત્રિસ્તરીય અભિગમ અપનાવ્યો છે.
કોમન સર્વિસીઝ સેન્ટર આઈસીટી-એનેબલ્ડ કિયોસ્ક જેવા જ હશે જેમાં એક પર્સનલ કમ્પ્યૂટર(પીસી) હશે અને પ્રિન્ટર, સ્કેનર, યુપીએસ, જેવા બેઝિક ઈક્વિપમેન્ટ અને વાયરલેસ કનેક્ટિવિટી રહેશે. આ ઉપરાંત જરૂર જણાશે તો એજ્યૂટેઈનમેન્ટ, ટેલિમેડિસિન, પ્રોજેક્શન સિસ્ટમ્સ, વગેરે માટે વધારાના ઈક્વિપમેન્ટ પણ પૂરા પાડવામાં આવશે.
સીએસસી યોજનાના અમલ માટે ત્રિસ્તરીય માળખું છેઃ
રાજ્ય |
કુલ |
અમલીકરણની સ્થિતિ (રોલઆઉટ સ્ટૅટસ) |
આસામ |
૪૩૭૫ |
૩૭૭૧ |
બિહાર |
૮૪૬૩ |
૬૯૫૯ |
ચંદીગઢ |
૧૩ |
૧૩ |
ગોવા |
૧૬૦ |
૧૬૦ |
ગુજરાત |
૧૩૬૯૫ |
૧૩૬૯૫ |
હરિયાણા |
૧૧૫૯ |
૧૧૫૯ |
હિમાચલ પ્રદેશ |
૩૩૬૬ |
૨૬૭૮ |
ઝારખંડ |
૪૫૬૨ |
૪૫૫૬ |
કેરેલા |
૨૨૩૪ |
૨૨૩૪ |
મધ્યપ્રદેશ |
૯૨૩૨ |
૮૭૭૭ |
મણીપુર |
૩૯૯ |
૩૯૯ |
મેઘાલય |
૨૨ |
૧૭૯ |
પોંડીચેરી |
૪૪ |
૪૪ |
સિક્કિમ |
૪૫ |
૪૫ |
તામીલનાડૂ |
૫૪૪૦ |
૩૯૫૨ |
ત્રિપુરા |
૧૪૫ |
૧૩૩ |
વેસ્ટ બંગાળ (પશ્ચિમ બંગાળ) |
૬૭૯૭ |
૫૫૭૮ |
દિલ્હી |
૫૨૦ |
૩૯૨ |
છત્તિસગઢ |
૩૩૮૫ |
૨૪૩૭ |
ઓરિસ્સા |
૮૫૫૮ |
૫૯૮૫ |
મિઝોરમ |
૧૩૬ |
૧૧૭ |
મહારાષ્ટ્ર |
૧૦૪૮૪ |
૬૩૫૧ |
ઉત્તરાખંડ |
૨૮૦૪ |
૧૪૭૯ |
જમ્મુ અને કાશ્મિર |
૧૧૦૯ |
૪૬૦ |
નાગાલેન્ડ |
૨૨૦ |
૭૦ |
રાજસ્થાન |
૬૬૨૬ |
૧૮૩૧ |
આંધ્રપ્રદેશ |
૫૪૫૨ |
૨૦૮૨ |
ઉત્તરપ્રદેશ |
૧૭૯૦૯ |
૭૧૮૩ |
અરૂણાચલપ્રદેશ |
૨૦૦ |
૫૦ |
કર્ણાટક |
૫૭૧૩ |
૮૦૦ |
લક્ષ્યદીપ |
૧૦ |
૦ |
પંજાબ |
૨૧૧૨ |
આર.એફ.પી. બહાર પાડ્યુ |
આંદબાર અને નિકોબાર |
૪૫ |
આર.એફ.પી. બહાર પાડ્યુ |
દાદરા અને નગર હવેલી |
|
ચર્ચા હેઠળ |
દમણ અને દિવ |
|
ચર્ચા હેઠળ |
કુલ |
૧૨૫૬૩૭ |
૮૩૫૬૯ |
જિલ્લા મુજબ સેવા કેન્દ્ર સંસ્થાઓની વિગતો
સેવાઓ |
વિભાગો |
રાજ્યો |
અધિકારોના દસ્તાવેજોની છાપેલી નકલ |
મહેસૂલ |
બિહાર, છત્તિસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર |
ઓનલાઈન અરજીમાં ફેરફાર |
||
એન.આર.ઈ.જી.એ.ના જોબ કાર્ડના આંકડાઓ દાખલ કરવા |
ગ્રામિણ વિકાસ |
બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ |
એમ.આઈ.એસ. નવીનીકરણ |
||
હાજરી પત્રકો |
||
જોબકાર્ડસ્ |
||
ફોટોગ્રાફી |
||
ઓનલાઈન જમીન આરોગ્ય કાર્ડ માટે વિનંતી |
ખેતી |
આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ |
નેટ દ્વારા સવાલો મોકલવા |
||
ખેતીવિષયક માહિતી શોધવી અને જોવી |
||
જમીનની તપાસણી |
||
ખેતીવિષયક માહિતી |
||
મતાધિકારને લગતા કાગળઓ અને ઈ.પી.આઈ.સી. જનરેશન રિપ્લેસમન્ટ કેસીસ્ (પેઢી બદલવાના કિસ્સાઓ)ના ફોર્મના આંકડાઓના સમાવેશ, ફેરફાર કે સુધારા માટે દાખલ કરવા અને તેના ફોર્મ છાપવા |
ચુંટણી |
તામીલનાડુ, પશ્ચિમ બંગાળ |
મતદાર કાર્ડનું નવિનીકરણ |
આરોગ્ય |
હરિયાણા, ઝારખંડ, ત્રિપુરા |
એન.આર.એચ.એમ. |
||
ટેલીમેડીસીસન/ટેલી-હોમીયોપેથી (ટેલીફોન દ્વારા ઉપચાર/ટેલીફોન દ્વારા ઘરગથ્થુ ઉપચાર) |
||
આરોગ્ય ના કેમ્પ |
||
ખાસ હોસ્પિટલો/દવાખાના સાથેના જોડાણો વડે નિદાનની સુવિધા |
||
તાલિમપામેલ સહાયક કાર્યકરોની પ્રાપ્યતા |
||
નવી નોકરીઓની નોંધણી |
શ્રમ (રોજગાર વિનિમયન) |
પશ્ચિમ બંગાળ |
લાયકાતનું નવીનીકરણ |
||
નોંધણીનું નવીનીકરણ |
||
ડુપ્લીકેટ નોંધણી કાર્ડ આપવું |
||
પ્રોવિડન્ટ ફંડ (જમીન વિનાના મજૂરો) |
પંચાયત અને ગ્રામિણ વિકકાસ |
પશ્ચિમ બંગાળ |
આર.ટી.આઈ. |
|
બિહાર |
જેલ સાક્ષાતકાર |
|
ઝારખંડ |
ગ્રાહકને લગતી બાબતો (જાગૃતિ અને પ્રચાર) |
ગ્રાહક સુરક્ષા |
પશ્ચિમ બંગાળ |
સ્ટેમ્પ વહેંચનાર |
|
આસામ, ઝારખંડ |
પોષ્ટની સુવિધા |
પોષ્ટલ |
ઝારખંડ, પશ્ચિમ બંગાળ |
સેવાઓના બીલો |
રાજ્ય ઇલેક્ટ્રીસીટી નિગમ/બી.એસ.એન.એલ. |
આસામ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, તામીળનાડુ, ઓરિસ્સા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ |
નાણાકીય સમાવેશ |
અન્ય |
જમ્મુ અને કાશ્મિર, મધ્યપ્રદેશ, મેઘાલય, તામીળનાડુ, ઓરિસ્સા, સિક્કિમ |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020