એલ.પી.જી. જોડાણ માટે વિગત
એલ.પી.જી. જોડાણ માટે અરજી કરવી
એલ.પી.જી. જોડાણ કોણ આપે છે?
- ભારત પેટ્રોલિઅમ કોર્પોરેશન લિમિટેડ (ભારત ગેસ)
- હિન્દુસ્તાન પેટ્રોલિઅમ કોર્પોરેશન લિમિટેડ (એચ.પી. ગેસ)
- ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (ઈન્ડેન)
એલ.પી.જી. જોડાણ લેવા માટે કોણ યોગ્ય/પાત્રતા ધરાવે છે?
- એલ.પી.જી. જોડાણ લેવા માટે દરેક પરિવાર (શહેરી કે ગ્રામ્ય) પાત્રતા ધરાવે છે.
- એક પરિવાર પૂરવઠો પૂરો પાડનાર (એટલે કે ઈન્ડેન/ એચ.પી. ગેસ/ ભારત ગેસ) ત્રણ માંથી કોઇ પણ એક જ પાસેથી માત્ર એક જ એલ.પી.જી. જોડાણ મેળવી શકે છે.
એલ.પી.જી. જોડાણના પ્રકારો
- ઘર વપરાશ માટેનું એલ.પી.જી. જોડાણ (૧૪.૨ કી.ગ્રા. અને ૫ કી.ગ્રા.)
- ધંધાના હેતુ/વ્યાવસાયિક હેતુ માટેનું એલ.પી.જી. જોડાણ (હોટલ/રેસ્ટોરન્ટ, ઉદ્યોગ, વગેરે માટે) (૧૯ કી.ગ્રા. અને ૪૭.૫ કી.ગ્રા.)
એલ.પી.જી. જોડાણની કિંમતો
રાજ્યો
|
સિલિંડર/બાટલાની કિંમત
|
પ્રેસર રેગ્યુલેટરની કિંમત
|
ઉત્તર પૂર્વના રાજ્યો અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને મણીપુર
|
પ્રતિ ૧૪.૨ કિ.ગ્રા.ના સિલિંડર માટે રૂ. ૯૦૦/- પ્રતિ ૫ કિ.ગ્રા.ના સિલિંડર માટે રૂ. ૩૫૦/-
|
રૂ. ૧૦૦
|
ભારતના અન્ય રાજ્યો
|
પ્રતિ ૧૪.૨ કિ.ગ્રા.ના સિલિંડર માટે રૂ. ૧૨૫૦/- પ્રતિ ૫ કિ.ગ્રા.ના સિલિંડર માટે રૂ. ૩૫૦/-
|
રૂ. ૧૫૦
|
સમગ્ર દેશમાં
|
પ્રતિ ૧૯ કિ.ગ્રા.ના સિલિંડર માટે રૂ. ૧૫૦૦/-
|
રૂ. ૧૫૦
|
- હાલના દીવસોમાં એલ.પી.જી. કંપની એલ.પી.જી. જોડાણની સાથે ચૂલા પણ આપે છે અને તેઓ તેના માટે વધારાની કિંમત વસુલે છે
- એલ.પી.જી. જોડાણની સિલિંડર સાથે કુલ કીંમત:
એક ખાલી સિલિંડરની કિંમત : રૂ. ૧૨૫૦ (પરત મળવા પાત્ર)
એક ભરેલ સિલિંડરની કિંમત (૧૪.૨ કિ.ગ્રા.) : દરેક જગ્યાએ કિંમત બદલાય છે
એક રેગ્યુલેટરની કિંમત : રૂ. ૧૫૦ (પરત મળવા પાત્ર)
ગેસ પાસબુકની કિંમત : રૂ. ૨૫
દસ્તાવેજીકરણ માટેનો ખર્ચ : કંપની થી કંપનીમાં બદલાય છે
એક ગેસના ચૂલાની કિંમત : ગેસના ચૂલાના મોડલના આધારે
એલ.પી.જી. જોડાણ માટે જરૂરી દસ્તાવેજો
એલ.પી.જી. જોડાણની નોંધણી કરાવતી વખતે તમારે નીચેના બે દસ્તાવેજોની ઝેરોક્ષ નકલ જમા કરાવવાની હોય છે:
- રહેઠાણના સરનામાનો પુરાવો
- ઓળખનો પુરાવો
ઉપરના તમામ પુરાવા માટે નીચેની યાદીમાંથી કોઇપણ દસ્તાવેજ જમા કરાવી શકાય:
- રાશન કાર્ડ
- વિજળી જોડાણનું બીલ
- ટેલીફોન બીલ
- ફ્લેટ એલોટમેન્ટ (ફાળવણી)/કબજાનો પત્ર
- ઘર નોંધણીના દસ્તાવેજ
- ભાડા ચીઠ્ઠી
- એલ.આઈ.સી. પોલિસી
- ચુંટણી કાર્ડ
- પાસપોર્ટ
- નોકરીદાતાનું પ્રમાણપત્ર
- પાનકાર્ડ
- ડ્રાઇવીંગ લાયસન્સ
નોંધ: કર્ણાંટકા અને તામીલનાડુમાં, રાજ્ય સરકારની જરૂરીયાત પ્રમાણે, સ્થાનિક ગ્રાહક માટે નવુ જોડાણ આપવા માટે રાશન કાર્ડ ફરજીયાત છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/5/2020
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.