অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અર્બન ગવર્નન્સ

સમાજમાં હક્ક અને ફરજ બન્ને એક સીક્કાની બે બાજુઓ છે. હક્ક મેળવવા માટે ફરજનિષ્ઠ બનવું જરૂરી છે અને ફરજ બજાવવા માટે પોતાના હક્ક અંગેની પૂરતી માહિતી હોવી જરૂરી છે. હક્ક અને ફરજ વચ્ચે સમતુલા જાળવી રાખવી જરૂરી છે. હક્ક હંમેશા ભોગવવાના હોય છે અને ફરજ હંમેશા નીતિથી બજાવવાની હોય છે. કોઇપણ બે વ્યકિત કે સમુદાય વચ્ચે અણબનાવ કે ગુંચવણ ઊભી થઇ હોય ત્યારે એક તરફ હક્ક હોય છે અને બીજી તરફ ફરજ હોય છે. એક તરફ હક્ક મેળવવા માટેની બાબતમાં સમુદાય જાગૃત ન હોય તો સામે પક્ષે ફરજ બજાવનાર પણ પોતાની ફરજ બજાવવા માટે ઉત્સાહી ન પણ હોય! બન્ને પક્ષે જયારે હક્ક અને ફરજ યોગ્ય રીતે નિભાવવામાં આવ્યા હોય તો કોઇપણ પ્રકારનો અણબનાવ કે ગુંચવાડો ઉત્પન્ન થતો નથી. આમ, હક્ક અને ફરજ વચ્ચે સમતુલા બની રહે છે અને સમાજમાં કોઇ ગુંચવાડા ઉત્પન્ન થતા નથી. જયારે આ બન્ને વચ્ચેની સમતુલા તૂટે છે ત્યારે સમાજમાં ગવર્નન્સ(શાસન વ્યવસ્થા)ની જરૂરિયાત ઊભી થાય છે.
ગવર્નન્સ જે તે વિસ્તારને આધિન હોય છે. ગવર્નન્સ એક જટિલ પ્રક્રિયા છે. દેશમાં તમામ સ્તરે વ્યવસ્થાપન, વહીવટી, રાજકીય અને આર્થિક સત્તાને સરળતાપૂર્વક ચલાવવા માટેની કરવામાં આવતી કાર્યપદ્ઘતિ ગવર્નન્સ કહેવામાં આવે છે. ગવર્નન્સ દ્વારા નાગરીકોના જૂથ પોતાના હિત, હક્ક અને ફરજ બાબતે સ્પષ્ટ થાય છે અને તેમાં રહેલા અગત્યના તફાવતને પણ સમજી શકે છે. ગવર્નન્સ સહભાગીદારીથી થાય છે. ગવર્નન્સની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક હોય છે અને તેના માટે જવાબદાર સહભાગીઓ હોય છે. ગવર્નન્સ સમાજમાં વ્યાપક રાજકીય, સામાજિક અને આર્થિક પ્રાથમિકતાની સર્વ સંમતિ ઉપર આધારીત હોય છે. ગવર્નન્સ દ્વારા સમાજના નબળા વર્ગના લોકોના વિકાસના કાર્યો કરવામાં આવે છે. નબળા વર્ગના લોકોના સામાજિક અને આર્થિક સ્તરને વધુ સુયોગ્ય બનાવવા માટે ગવર્નન્સ સમાજની જવાબદારી બની જાય છે અન્યથા સમાજ બે વર્ગમાં વિભાજિત રહે છે.
ગવર્નન્સ ફકત રાજય સ્તરે હોય છે પણ આ મર્યાદાને ઓળંગીને ગવર્નન્સ ખાનગી ક્ષેત્ર તેમજ સમાજમાં પણ હોઇ શકે. રાજય રાજકીય, આર્થિક, વહીવટી અને કાનૂની પર્યાવરણ બનાવે છે જયારે ખાનગી ક્ષેત્ર ફકત નોકરીની તક અને આવક મેળવવાના સ્રોત ઊભા કરે છે. સમાજ પોતાની રીતે સામાજિક, રાજકીય, વહીવટી અને આર્થિક પ્રવૃતિઓમાં ભાગ લે છે કારણ કે એ તેની શકિત છે અને નબળાઇ પણ છે. શાસન વ્યવસ્થા સરળતાપૂર્વક ચાલે એ માટે રાજય(સરકાર), ખાનગીક્ષેત્ર અને સમાજ વચ્ચે રચનાત્મક ક્રિયા-પ્રતિક્રિયા હોવી જરૂરી છે. જયારે કોઇ સમુદાયના વિકાસના માર્ગમાં અડચણ આવેલી હોય અને લોકો પોતાના હક્ક મેળવવા માટે જાગૃત થયા હોય ત્યારે ગવર્નન્સની જરૂરિયાત ઊભી થાય છે. જે લોકો પોતાના હક્ક મેળવવા માટે જાગૃત થયા હોય તે લોકો પોતાના હક્ક મેળવવા માટેની પદ્ઘતિથી કંઇક અંશે અજાણ હોય છે. આવા સમયે ગવર્નન્સ દ્વારા તેમનું સશકિતકરણ કરવું જરૂરી બની જાય છે. ગવર્નન્સ એક જાહેર નેતૃત્વની કળા છે. ગવર્નન્સના મુખ્ય ત્રણ વિશિષ્ટ પરિમાણ છે:

૧. રાજકીય શાસન સ્વરૂપ

૨. એક પદ્ઘતિ કે જેના દ્વારા દેશના સામાજિક અને આર્થિક સ્રોતોના વ્યવસ્થાપન માટે કાર્ય કરવામાં આવે છે

૩. ધારા-ધોરણો, નીતિ વિષયક આયોજન અને તેને અસરકારક રીતે અમલ કરવા માટેની સરકારની ક્ષમતા

ઉપરોકત ત્રણેય પરિમાણ દ્વારા એક સરળ શાસન વ્યવસ્થા નિર્માણ પામે છે જેમાં, લોકશાહીનું મહ_વ હોય છે સાથે-સાથે રાજકીય અને સરકારી ત_વોની જવાબદારી સામેલ હોય છે જેમ કે, અખબારી સ્વાતંત્રતા, પારદર્શક નિર્ણયો વગેરે. ગવર્નન્સ દ્વારા સરકાર નીતિ વિષયક આયોજન કેવી રીતે બનાવે છે અને તેનાથી સમાજને કેવી સગવડતા-લાભ મળી શકે તેમ છે તે જાણી શકાય છે. ગવર્નન્સ દ્વારા માનવ અધિકારો અને કાયદાનો આદર થાય છે. ગવર્નન્સ ગવર્મેન્ટ કરતાં વધારે વ્યાપક વિભાવના છે. આ વિભાવનામાં રાજય બંધારણની સાથે વહીવટી અને ન્યાયીક બાબતોનો સમાવેશ થાય છે. ગવર્નન્સ સ્થાનિક ઓથોરીટી(દા.ત. નગરપાલિકા) અને સમાજ વચ્ચે ચાલતી ક્રિયા-પ્રીતક્રિયાઓને સપાટી ઉપર લાવી તેનું યોગ્ય નિવારણ લાવે છે. ગવર્નન્સની વિભાવના નવી નથી. અલગ-અલગ લોકો દ્વારા તેની જુદા જ પ્રકારની સમજ ઊભી કરવામાં આવે છે. વાસ્તવીક રીતે ગવર્નન્સની સફળતાનો આધાર તેના અભિગમ અને ધ્યેય પ્રાપ્તિના નિર્ધાર ઉપર રહેલો છે.

ગવર્નન્સથી શું થઇ શકે છે?......અથવા ગવર્નન્સની પ્રક્રિયાથી શું પરિણામ મળી શકે છે?

ગવર્નન્સને એક સૈંધાતિક અભિગમ કહી શકાય જે બૃહદ રાજકારણનું ઝીણવટપૂર્વક તુલનાત્મક વિÅલેષણ કરે છે. ગવર્નન્સ દ્વારા બંધારણીય અટપટા અને મોટા પ્રÅનો નિરાકરણ માટે હાથ ધરવામાં આવે છે જેના દ્વારા રાજકીય આચાર સંહિતાના નિયમો સ્થાપિત કરી શકાય છે. ગવર્નન્સ દ્વારા રાજકીય, સામાજિક અને અન્ય વહીવટી સમસ્યાઓને એક તાંતણે બાંધીને તેનો વ્યવહારું ઉકેલ આવી શકે છે. એક વાત સ્પષ્ટ છે કે, ગવર્નન્સ આજના યુગમાં એક વ્યાપક અભિગમ બની ગયો છે. રાજકીય અને સામાજિક ક્ષેત્રે વ્યવસ્થાપનની બાબતો ગવર્નન્સ દ્વારા સમાજમાં સ્થાપિત કરી શકાય છે આ ઉપરાંત ખાનગી ક્ષેત્રની કાયદેસરતા વધારવાનું સાધન બની ગયું છે. સામાન્ય ભાષામાં એમ કહી શકાય કે, ગવર્નન્સ એક એવી પ્રક્રિયા જે જેમાં સમાજ ઉપયોગી યોગ્ય નિર્ણયો લેવામાં આવ છે અને તે નિર્ણયોને અમલીકૃત કરવામાં આવે છે(અથવા તો અમલીકૃત કરવામાં આવતાં નથી.) ગવર્નન્સ એક વિÅલેષણ પ્રક્રિયા છે જેમાં ઔપચારિક અને અનૌપચારિક નિર્ણયો લેવામાં આવે છે અને આ નિર્ણયોના આધારે માળખાકીય સુવિધા ઉત્પન્ન કરવામાં આવે છે.

સશકત ગવર્નન્સની મુખ્ય આઠ લાક્ષણિકતા છે: સહભાગીદારી, કાયદાનું પાલન, પારદર્શકતા, પ્રતિભાવ, સર્વસંમતિ, સમુદાય અને અંતર્ભાવ, અસરકારક કાર્યક્ષમતા અને ઉત્તરદાયિત્વ(જવાબદારી). દરેક લાક્ષણિકતાને ટુંકમાં સમજીએ:

 

સહભાગીદારી: ગવર્નન્સ માટે સહભાગીદારી પાયાનો પથ્થર છે. આ સહભાગીદારીમાં પુરુષો અને સ્ત્રો બન્ને ક્રિયાશીલ હોવા જરૂરી છે. સહભાગીદારી સમુદાય દ્વારા સ્વતંત્ર હોઇ શકે અથવા તો સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા હોઇ શકે. પ્રતિનિધિઓની સ્વતંત્રતા જરૂરી છે પણ એનો અર્થ એ નથી કે, સૌથી વધારે સંવેદનશીલ સમાજની ચિંતાને નિર્ણયમાં લેવામાં આવે પરંતુ જરૂરી એ છે કે, સમગ્ર સમાજને ઉપયોગી થઇ શકે એવા નિર્ણયો પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવે. સહભાગીદારી માટે સાચી માહિતીનું એકત્રીકરણ કરીને લોકોને સાથે રાખીને યોગ્ય આયોજન કરવું જોઇએ. સહભાગીદારીનો સીધો અર્થ એ થાય છે કે, એક તરફ સંગઠન અને અભિવ્યકિતની સ્વતંત્રતા સપાટી ઉપર આવે છે અને બીજી તરફ સમાજ અને સંસ્થા વચ્ચે એક વિચારધારા સપાટી ઉપર આવે છે.

કાયદાનું પાલન: ગવર્નન્સ માટે એક આદર્શ કાનૂની માળખાની જરૂરિયાત રહે છે જે નિષ્પક્ષપાતપણે કાર્ય કરે છે. માનવ અધિકારના રક્ષણ માટે અને ખાસ કરીને લઘુમતીઓના અધિકારના રક્ષણ માટે કાયદાનું પાલન જરૂરી છે. કાયદાઓના નિષ્પક્ષ અમલ માટે એક સ્વતંત્ર બિન ભષ્ટ્રાચારી ન્યાયતંત્ર અને પોલિસબળ પણ જરૂરી છે.

પારદર્શકતા: પારદર્શકતાનો અર્થ એ થાય છે કે, જે કંઇ પણ નિર્ણયો લેવામાં આવે અથવા અમલીકૃત કરવામાં આવે તેને કાયદાની મર્યાદામાં રહીને લેવામાં આવે. પારદર્શકતાનો અર્થ એ પણ થાય છે કે, જે નિર્ણયો લેવામાં આવે છે તેની માહિતી બધા માટે ઉપલબ્ધ છે અને ખાસ કરીને એ નિર્ણયો વિશે અસરગ્રસ્તો પોતાના અભિપ્રાય મુકત રીતે આપી શકે છે.

પ્રતિભાવ: ગવર્નન્સ માટે પ્રતિભાવનો ભાવાર્થ એ છે કે, દરેક સંસ્થાઓ અને સહભાગીદાર પોતાની સેવા એક નિ(Åચત અને વાજબી સમયગાળામાં આપે.

સર્વસંમતિ: સમાજમાં ઘણા લોકો હોય છે, અલગ-અલગ ક્ષેત્રના લોકો હોય છે. ગવર્નન્સ માટે જરૂરી એ છે કે, વિવિધ ક્ષેત્રના લોકો આ પ્રક્રિયામાં પોતાનો મહત્તમ રસ દાખવે અને તેના દ્વારા સર્વસંમતિ સુધી પહોચી શકાય. ટકાવ માનવ વિકાસ અને વિકાસના લક્ષ્યાંકો સિદ્ઘ કરવા માટે લાંબા ગાળાનો દ્વષ્ટ્રિકોણ અનિવાર્ય છે અને આ દ્વષ્ટ્રિકોણ ત્યારે જ શકય બને જયારે સમુદાયમાં ઐતિહાસીક, સાંસ્કૃતિક અને સામાજિક અભિગમની સમજણ હોય.

સમુદાય અને અંતર્ભાવ: સમાજમાં રહેતા બધા જ સભ્યો સમાજનો જ એક ભાગ છે. તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાંથી બાકાત નથી. આથી સમાજમાં પ્રવર્તતી દરેક ક્રિયા-પ્રતિક્રિયા તેને અસર કરે છે. સમાજમાં બધાજ જુથો જરૂરી છે પણ જે જુથ સૌથી વધારે સંવેદનશીલ છે, જેના સામાજિક સ્તરના સુધારાની તક વધારે છે તેને ખાસ કરીને આગળ લાવવાનું કામ ગવર્નન્સ અંતર્ગત થવું જોઇએ.

અસરકારક કાર્યક્ષમતા: આ સદર્ભમાં ગવર્નન્સનો અર્થ એ થાય છે કે, સમાજમાં જે કંઇ પણ પ્રક્રિયાઓ થાય છે તે સમાજને ઉપયોગી થઇ શકે એવી હોવી જોઇએ. જે સ્રોતોના ઉપયોગ સમાજના લાભ માટે કરવામાં આવેલો છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ થયો હોવો જોઇએ. આ સંદર્ભમાં કુદરતી સંશાધનોનો ટકાઉ ઉપયોગ અને પર્યાવરણની યોગ્ય જાળવણી પણ આવી જાય છે.

ઉત્તરદાયિત્વ(જવાબદારી): સારી શાસન વ્યવસ્થા માટે જવાબદારી એક અગત્યનું પાસું છે. માત્ર સરકારી તંત્ર નહી પણ જાહેર અને ખાનગી સંસ્થાઓના સભ્યોની સાથે સમાજ પણ પોતાની જવાબદારી પ્રત્યે સભાન હોવો જરૂરી છે. સમાજમાં કે સામૂહિક પ્રક્રિયામાં જે આંતરીક અને બાહ્ય નિર્ણયો લેવામાં આવે છે તેના આધારે કોણ કોના માટે જવાબદાર છે તે નક્કી થાય છે. સંસ્થા કે સમૂહ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તેનાથી જે અસર ઉત્પન્ન થાય તેના માટે જે-તે સંસ્થા કે સમૂહ જવાબદાર હોય છે. જવાબદારી કોઇપણ જાતના દબાણ વગર અને સંપૂર્ણ પારદર્શકતા ઉપર આધારિત છે.

ઉપરોકત દરેક લાક્ષણિકતાના આધારે કહી શકાય કે, ગવર્નન્સ એક આદર્શ વિભાવના છે પણ તેને સંર્પૂણ રીતે સાકાર કરવી એક જટિલ કાર્ય છે. બહુ ઓછા દેશો અને મંડળીઓમાં આવી શાસન વ્યવસ્થા સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યી છે. જોકે ટકાઉ માનવ વિકાસના નિર્માણ હેતુ ગવર્નન્સના આદર્શ સાથે કામ કરવું જોઇએ.

અગાઉ જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે ગવર્નન્સ ત્રિ પરિમાણ હોય છે-રાજકીય, આર્થિક અને સામાજિક. રાજકીય ક્ષેત્રે પ્રક્રિયાઓ દ્વારા સત્તા માટે વ્યકિતઓની પસંદગી કરવામાં આવે છે, તેને સર્વસંમતિથી ચૂંટવામાં આવે છે, વખતોવખત તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને જરૂર જણાય તો તેને બદલી પણ કરવામાં આવે છે. આર્થિક પરિમાણ દ્વારા જાહેર હિતના સંશાધનોની જાળવણી માટેની વ્યવસ્થાપન પદ્ઘતિ નક્કી થાય છે અને નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે છે. સંસ્થાકિય પરિમાણ દ્વારા સમાજ અને સરકાર બન્નેના હિતનો આદર કરવામાં આવે છે.

અર્બન ગવર્નન્સના હેતુ અને તેને પરીપૂર્ણ કરવાના સાધનો

હવે આપણે અર્બન ગવર્નન્સના હેતુ અને તેને પરીપૂર્ણ કરવાના સાધનો વિશે વાત કરીએ:

વધુને વધુ લોકોની ભાગીદારી અને તેની ક્રિયાશીલતા:

 • દરેક વ્યકિત પોતાના શહેરને ઓળખે અને પોતાની જાગૃત નાગરીક તરીકેની ફરજ બજાવે.
 • જાહેરમાં મિટિંગ કરવામાં આવે, સહભાગીદારીથી આયોજન કરવામાં આવે અને તેનું બજેટ બનાવવામાં આવે.
 • જાહેરમાં લોકમત લેવામાં આવે.
 • લોકશાહી માળખાની સાથે સંસ્કૃતિને જોડવામાં આવે તથા જાહેરમાં ભાગ્યે જ આવતાં લોકોને આગળ આવવાની તકો પૂરી પાડવામાં આવે.

કાર્યક્ષમ શહેરી સંચાલન:

 • સારી સેવા આપવા માટે દરેકના હિતોનું રક્ષણ કરવું અને સાથે-સાથે લોકોને સતત સારૂં કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવા.
 • કાર્યક્ષમ માળખાકીય સુવિધા માટે સુયોગ્ય રોકાણ કરવુ.
 • નિર્ણયો લેતી વખતે સૌથી નીચલા સ્તરના લોકોને પણ સામેલ રાખવા.
 • કાર્ય કરતી વખતે સ્પર્ધાને બદલે સહયોગ અને ભાગીદારીથી કાર્ય કરવું.
 • અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા માટે યોગ્ય તાલિમ કાર્યક્રમો કરવા.
 • માહિતી અધિકારનો મહત્તમ લાભ લેવો.
 • પર્યાવરણ સંબંધિત અયોજન અને વ્યવસ્થાપનમાં શહેરી નાગરીકોનો સાથ લેવો.

જવાબદારી અને પારદર્શકતા:

 • સરકારી કાર્ય પ્રવૃતિઓ ઉપર બહારની સંસ્થાઓ દ્વારા નિરિક્ષણ-મૂલ્યાંકન કરવું.
 • શહેરને નુકશાન કરનારા પરિબળો ઉપર સખત કાર્યવાહી કરવી.
 • જે નેતા કે અધિકારીઓ ઉપર દબાણ લાવવામાં આવે છે એ બાબતે એક સ્પષ્ટ માર્ગદર્શીકા બનાવવી.
 • નાણાકીય વ્યવસ્થામાં પારદર્શકતા રાખવી.
 • દરેક માહિતી જાહેરમાં લોકો સમક્ષ મુકવી.
 • ન્યાયી અને સરળતાપૂર્વક ચલાવી શકાય તેવા માળખાઓ ઊભા કરવા.
 • ફરીયાદની કાર્યવાહી સ્વતંત્ર અને સુલભ હોવી જોઇએ.
 • મુખ્ય મુદ્રાઓના સંદર્ભમાં સતત માહિતીઓ એકઠી કરતી રહેવી.

સુગમતા:

 • સમાજના તમામ ક્ષેત્રના પ્રતિનિધિ મંડળો સાથે નિયમીત મિટિંગ કરી માળખાકીય સલાહ લેવી.
 • નિર્ણય લેવામાં દરેક વ્યકિતઓના અભિપ્રાયો ધ્યાનમાં લેવા.
 • વ્યકિતઓ અને સંસ્થાઓ દ્વારા સરકાર સુધી પહોચવાનો પ્રયાસ કરવો.
 • આર્થિક વિકાસની તકોને ઝડપી લેવી.
 • બધા જ જુથના અધિકારોનું રક્ષણ કરવું.

ગવર્નન્સ બાબતે અમુક પડકારો

ગવર્નન્સ બાબતે અમુક પડકારો પણ રહેલા છે જે આ પ્રમાણે છે:

 • રાજકીય
 • તાંત્રિક(ટેકનિકલ)
 • વહીવટી
 • જાહેર સ્વીકૃતિ.

જયારે કોઇ કાર્યનો આરંભ કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ તો તેનો સમજયા વગર રાજકીય રીતે તેનો વિરોધ કરવામાં આવે એવું પણ બને. આવું ન બને એ માટે શહેરમાં કાર્યરત મ્યુનિસીપાલિટીના કાર્યને વિક્રેન્દ્રિત કરવું જરૂરી બની જાય છે. અમુક નાની સેવાઓ અન્ય સાથે ભાગીદારીથી કરવાથી તે વધારે અસરકારક અને મજબૂત બની રહે છે. અહી વહીવટી માળખું પણ કાર્યને અસર કરી શકે છે અને સાથે સાથે ટેકનિકલ જ્ઞાન ન હોય તો કાર્યને ગંભીર રીતે નુકશાન પહોચે છે. શહેર માટે કાર્ય કરતાં અધિકારીઓ અને અન્ય કામદારોના વેતન સંબંધિત સીસ્ટમ એવી હોવી જોઇએ કે જેથી તેઓ અન્ય આવકના સ્રોતો ઉપર ધ્યાન ન દેતાં પોતાના જ કાર્ય ઉપર જવાબદારીપૂર્વક વળગી રહે. આમ કરવાથી ફરજ પ્રત્યેના સંઘર્ષ ટાળી શકાય. આ ઉપરાંત અમુક બાબતે વહીવટી માળખા દ્વારા લેવામાં આવતાં નિર્ણયોની જાહેરમાં સ્વીકૃતિ થશે કે નહી એ બાબતે પણ ઘણી મુંઝવણ હોઇ શકે છે.

મૂળભૂત રીતે ગવર્નન્સ સંવેદનશીલ પ્રક્રિયા કહી શકાય. આ પ્રક્રિયામાં એક ના હિતના રક્ષણ માટે બીજાનું અહિત ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોવાથી કયારેક આ પ્રક્રિયા જટિલ પણ બની જાય છે. એક વાત સૈધાતિક રીતે સ્વીકારી શકાય કે જયારે સરકાર દ્વારા શહેરના વિકાસ માટે કાર્યક્ષમ કાર્યવાહી થતી નથી ત્યારે એક સશકત ગવર્નન્સની જરૂરિયાત ઊભી થાય છે અને આ ગવર્નન્સ લોકો તરફથી આવે તથા લોકો રસપૂર્વક તેમાં ભાગ લે એ અતિ મહત્વનું છે.

વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate